''પરેશ.. એક નંબરનો મતલબી છે એની પાસે કોઈના માટે સમય જ નથી.. એને ક્યાં કોઈની પડી છે.. સાવ સ્વાર્થી છે એ તો.. એની સાથે દોસ્તી..! અરે એકદમ બોરિંગ માણસ છે એ..''
આ જ તો હું સાંભળતો આવ્યો છું અત્યાર સુધી.. હું કેવો છું તો સાવ બોરિંગ.. મને કપડાં પહેરવાની સેન્સ નથી.. મને કોઈની સાથે વાત કરવાની ભાન નથી.. બધાને લાગે છે કે હું એટલે.. હું સાવ પાગલ જ છું..
મને એ જ નથી સમજાતું કે બધા મને શું કામ જજ કરે છે.. શુ હું નોર્મલ માણસ નથી..? શુ હું ખરેખર પાગલ છું..?
સાચું કહું તો હું પોતે જ પોતાનો દુષમન છું.. શુ જરૂર છે મારે આવા ફાલતુ લોકોની બકવાસ સાંભળવાની શા માટે હું બીજાઓની જેમ આવી ફાલતુ વાતોને ઇગ્નોર નથી કરી શકતો..
નાની નાની પ્રોબ્લેમ્સમાં હું હાર્યો છું.. કે પછી જાતે જ મેં મારી હાર સ્વીકારી લીધી.. કારણ કે હું સાવ લુઝર છું.. મને લડતા જ ક્યાં આવડે છે.. પરિસ્થિતિઓ થી ભાગવામાં તો હું માહિર છું..
આજે જાતે જ મેં મારું સંપૂર્ણ કરિયર ખતમ કરી નાખ્યું..
પરેશ મકવાણા શુ કરે છે તો કઈ નહીં.. ઝીરો..
દિવસે ને દિવસે હું જાતે જ બનાવેલા અંધકારના કિલ્લામાં અંદર ને અંદર ધકેલાતો જાવ છું ક્યાંક એમાં જ સાવ અદ્રશ્ય થઈ જાવ એ પહેલાં જ મારે આંખ ખોલવી પડશે..
ડૂબતો માણસ પણ પોતાની જાતને બચાવવાના પ્રયાસો તો કરે જ છે.. મારે પણ કરવા જ જોઈએ..
એક સમય એવો પણ હતો કે ખુશી મારા ચહેરા પરથી હટવાનું નામ જ નોહતી લેતી.. અને આજે તો મને એ પણ યાદ નથી કે હું છેલ્લે હસ્યો ક્યારે હતો..
આજથી જ.. હું મારી જિંદગી ને નવી દિશા નવી રાહ આપવા જઇ રહ્યો છું..
કાલથી નવો દિવસ, નવી શરૂઆત.. અને નવી જ વાર્તાઓ.. તમને શું લાગે છે કે હું ફરી એ નકારાત્મકતાની ખાણમાં ધકેલાઈ જઈશ કે પછી.. જિંદગીની નવીજ દિશાઓમાં નવા શ્વાસે ઉડાનો ભરીશ..

Gujarati Thought by PARESH MAKWANA : 111231184
PARESH MAKWANA 5 year ago

હમ્મ.., રમત હોય કે પછી જિંદગી હવે હારીશ નહીં..

તેજલ અલગારી 5 year ago

કોશિશ તો કરો સકારાત્મક જિંદગી ક્યાર ની તમારી રાહ જોવે છે

PARESH MAKWANA 5 year ago

હમ્મ એટલે જ તો શરૂઆત કરવી છે..

Shree...Ripal Vyas 5 year ago

ઉડાન ભરે તેને નવી દિશા ના રસ્તા આપોઆપ મળે જ છે....???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now