-------- _પ્રકૃતિ_ --------

જોયાં ઝાડ-પાન,પશુ,પંખીને જીવજંત ઘણાં,
સાંભળ્યું નથી ક્યારેય બદલી હોય એની પ્રકૃતિ.

ફર્યો હું નદી, નાળા,સાગર,સરોવરને ઝરણાં ઘણાં,
સાંભળ્યું નથી મે કે એણે પણ બદલી હોય પ્રકૃતિ.

અહીં તહીં આજુ બાજુ મળ્યો બસ માનવી મને,
જેની પલ પલ સમયે સમયે બદલતી રહે છે પ્રકૃતિ.

વિશ્વાસ ન આવતો હોય તો એક નજર ફેરવો તમે પણ,
મળશે તમને ઘડીએ ઘડીએ બદલતી આ માનવીની પ્રકૃતિ.

દુઃખ ન લગાડશો કોઈ તમે,મારી પણ ગણતરી કરી છે એમાં,
જેમ તમારી બદલે છે પ્રકૃતિ,એમ મારી પણ બદલે છે પ્રકૃતિ.

રવિ નકુમ 'ખામોશી'

#કાવ્યોત્સવ_2 .0
#kavyotsav_2 .0

Gujarati Poem by Ravi Nakum : 111167838
Tiya 5 year ago

reality-based

Ravi Nakum 5 year ago

ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્ત???

Ketan 5 year ago

વાહહ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now