હું ખુદ ને ભૂલવા લાગી છું.



હું હસવા લાગી છું 

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


લોકો ને પ્રેમ કરવા લાગી છું ,

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


આંસુ સૂકવવા લાગી છું ,

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


દર્દ સહેવા લાગી છું ,

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


બીજા ને ખુશ કરવા લાગી છું 

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


જુના રસ્તા છોડવા લાગી છું

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


ચાહ નવી શોધવા લાગી છું

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું


અરીસો બોલ્યો હું બદલાવવા લાગી છું

હા , હું ખુદ ને ભૂલવા લાગી છું.

-Megha gokani ✍️ મેઘા ગોકાણી

#kavyotsav -2

Gujarati Poem by Megha gokani : 111158142
Jainish Dudhat JD 5 year ago

btw ખૂબ સરસ લખ્યું છે

Megha gokani 5 year ago

પણ લેખકોનું કામ છે શબ્દો અને લાગણીઓને ગોળ ગોળ ઘુમાવી અને લખવાનું. ?

Jainish Dudhat JD 5 year ago

simple kahiye toh potane maarine bija mate jiv va lagi 6u em j ne

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now