#નવા દુઃખો

હું ૩૨ વર્ષના અનુભવ વાળી ૧૬ વર્ષ ની રમણી છું. નાની ઉંમરે મારે ખૂબ દુઃખો છે. કહેવાય છે કે દુઃખ વહેંચવાથી ઘટે.. એટલે આજ થી રોજ અંતરંગ મિત્રો સાથે શૅર કરીશ.
૧. ગઈ કાલે બધા ને મતદાન માં કોઈ લાઈન વગર નંબર આવી ગયો. મારે એક કલાક ઊભા રહેવું પડ્યું. ભવિષ્ય માં ઓનલાઇન થાય તો સારું. ઘરે આવી ને કરાઈ જાય તો એથી પણ સારું.
૨. પેલી નવી નિશાળિયા બહેને એક ટપકું કરવા ને બદલે મારી આખો નખ રંગી નાખ્યો.. હવે કાળા રંગ ની નૈલ પોલિશ લઈ ને બધા નખે કરવી પડશે.
૩. મારા ઘર ની કોઈ વ્યક્તિ ને મારા કવોટ વંચાવી નથી શકતી. જોડે માથા ના દુખાવા ની ગોળી માંગે છે..
૪. રાત પડયે બસ,આઇ પી એલ ની મેચો !! કોઈ મને ફ્રી હિટ શું એ સમજાવતું ય નથી.. સીરિયલ માં બધું ત્રણ ત્રણ વાર હોય એટલે સમજાઈ જાય..

ખૂબ ખૂબ આભાર. રડતાં નહીં પ્લીઝ. સુખ દુઃખ છે , ચાલ્યા કરે..જો કે મારે હમણાં દુઃખ દુઃખ જ છે..દોડ્યા કરે છે ..

Gujarati Jokes by Amita Patel : 111147483
Amita Patel 5 year ago

આભાર કમલેશ.. હા હો અહીં ઝૂડવા મોકળું મેદાન છે

Kamlesh 5 year ago

આ તમને અહિયાં મળી ને... એ જ ફ્રિ હિટ.... અમિતાજી.... માર્યા રાખો તમતમારે....

Amita Patel 5 year ago

thanks JD, shefali ketan...ha shefali .. mare moti વસ્તુ તો વિચારવાની j રહી ગઈ.. કઈ નહીં,તમે ચોક્કસ મને હેલ્પ કરશો.. એટલા બધા ના પ્રતિભાવ થી સાંજ પડયે હું હળવી થઈ ગઈ હો

Ketan 5 year ago

હજી અઘરું અઘરું કરીને વધુ ટેન્શન આપો છો અમિતાબેન ને...એમ કેવાય કે સહેલું છે ટેન્શન ના લ્યો થય જશે...?

Shefali 5 year ago

આ કેટલું અઘરું કામ છે એ તમને ના ખબર પડે કેતન...?

Ketan 5 year ago

લ્યો...સેલ્ફીજી એ થોડુંક ટેન્શન વધારી દીધું...☺☺☺

Shefali 5 year ago

આંખમાં લગભગ આંસુ ભરાઈ આવ્યા તમારા નખ ની કથની સાંભળીને... પણ ખરું ટેન્શન તો હજી બાકી. તમે મેટ બ્લેક લેશો કે મેટાલિક? ?

Ketan 5 year ago

અરરર...બવ બધા દુઃખ છે...???

jd 5 year ago

ipl ma free hit etle mafat ma sixer Marva male e tme six Marta catch pakday jay to pan out b kahevay

Amita Patel 5 year ago

thanks bhavna ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now