શબનમ રાતભર વિચાર કરવામાં વ્યસ્ત રહી. તે હવેલીમાં જોયેલા દ્રશ્યોને યાદ કરી રહી હતી, જેમાં ભાઈ-બહેન વચ્ચેની પવિત્રતા અને પ્રેમભરી વાતચીતની છવાઈ હતી, જે અશ્લીલતા તરફ વળતાં લાગતી હતી. તેના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે આ ભાઈ-બહેનની વચ્ચેની સંબંધમાં આવી શરમજનક સ્થિતિ કેમ આવી. તેની આંખોમાં કોઈ સ્મરણ જાગૃત થયું, જેમાં રાજકુમારી શાહીન અને નવાબજાદા વચ્ચેનો દ્રશ્ય સજીવ બન્યો. શબનમને લાગ્યું કે તે આ દ્રશ્યને સહન નથી કરી શકતી, જે તેના મનમાં રહસ્ય અને વિકૃતતા જાગૃત કરે છે. શહેરથી દૂર એક પુરાતન હવેલી હતી, જ્યાં પ્રાચીન વસ્તુઓ સચવાઈ હતી. આ હવેલીની સુરક્ષા માટે પુરાતન વિભાગે કામ કર્યુ હતું. આ બધાં દ્રશ્યો અને સ્મરણો શબનમના મનમાં અંધકાર ભરી રહ્યા હતા, અને તે આ રહસ્યને સમજવા માટે પાગલ થઈ રહી હતી. ચીસ-2 by SABIRKHAN in Gujarati Horror Stories 267 12.8k Downloads 17.3k Views Writen by SABIRKHAN Category Horror Stories Read Full Story Download on Mobile Description શબનમ આખી રાત પડખાં ધસતી રહી. એને હવેલીમાં જે દ્રશ્યો જોયાં હતાં એ તેની આંખોમાં ભમતાં હતાં. એનુ મન માનવા તૈયાર નહોતુ. બેબીજી અને છોટે ઠાકૂરની હરકતો જોઈ એમનુ મન શર્મથી ઝૂકી જતુ હતુ. એક પવિત્ર રીશ્તાને અશ્લિલતાની ઝાળ કેમ લાગી ગઈ હતી.. એક બીજાને આદર સત્કારથી બોલાવતાં ભાઇ બહેન રાત્રીનો અંધારપટ ઓઢી પ્રેમલો પ્રેમલીની રમતમાં કેમ પડ્યાં હતાં.. છોટે ઠાકૂર બેબીજીને શાહીન શા માટે કહી રહ્યા હતા.. અને બેબીજી નવાબજાદો..! પછી એકાએક કોઈ વસ્તુનુ સ્મરણ થઈ આવ્યુ હોય એમ શબનમની આંખો ઝીણી થઈ ગઈ.. એની નજર સમક્ષ અત્યારે જાણે રાજકુમારી શાહીન ઉપસ્થિત હતી એના માથા પર હિરા જડીત તાજની સાથે ડોકમાં અમૂલ્ય અજાયબી જેવો અદભૂત ચમકથી ભભકતો હિરા મોતી મઢ્યો હાર મૌજૂદ હતો. અને એનાં વસ્ત્રો પણ શાહી રાજકુમારીને શોભે એવાં હતાં. એની પડખેજ નવાબજાદાના રૂપમાં આલમ ઉભો હતો. એના શરીર પર લદાયેલો શાહી ઠાઠ પણ શબનમને ઉડીને આંખે વળગતો હતો. આ દ્રશ્ય પચાવવુ એના માટે ભારે હતુ. જાણે કે એના મનોપ્રદેશને હલબલાવી નાખનારા વિકૃત રહસ્યનો તાગ એ પામી ગઈ હતી..! જે વિચારની અંત:સ્ફૂરણા જાગી હતી એ જ ધટના ધટી હશે તો ગજબ થઈ જવાનો.. શહેરથી દૂર પહાડીઓમાં એક પુરાતન હવેલી હતી. જે પ્રાચીન અવશેષ હોવાથી કેટલીય વાર પ્રાચિન અવશેષોના સુરક્ષા દળ વિભાગે સમારકામ કરાવેલુ. એ હવેલીમાં ધણી એવી પ્રાચિન દુર્લભ વસ્તુઓ સચવાયેલી જે આજે નજરે પડવી દુર્લભ ગણાય.. પુરાતન વિભાગ એ હવેલીને સીલ મારી અવશેષોના ખજાનાની રખવાળી કરી રહ્યો હતો. મજાની વાત એ હતી કે આખા નગરમાંથી એક વ્યક્તિ પણ આ રહસ્યમય હવેલીનો ઈતિહાસ જાણતો નહોતો. બસ લોક વાયકા હતી કે ભવાનગઢ નગરીના રજવાડા રાજવી સુલેમાન સાળવી એ પોતાની ઐયાશીઓ સંતોષવા પહાડી વિસ્તારમાં આ હવેલી બંધાવેલી.. જેની મુલાકાત ભવાનગઢનો રાજકુમાર નવાબ અને એની મંગેતર પણ ક્યારેક લેતાં. હવેલીમાં આ રાજવી પરીવારે ઉપયોગમાં લીધેલી ધણી વસ્તુઓ સચવાયેલી હતી. શબનમ એટલુ જાણતી હતી. કહેવાય છે કે કોઈ ગોજારી ધટના આ હવેલીમાં બની ત્યાર પછી રાજાએ એ હવેલીને તાળા મરાવી દીધેલા.. શહજાદા નવાબના પૂતળાના માથે એ જ તાજ હતો.. જે રાત્રે આલમના માથે જોયો હતો.. અનુમાન સાચુ હોય તો કોઈ જડબેસલાક રસ્તો શોધવો પડશે. એમ શબનમે મનોમન નક્કી લીધુ. પણ હજુ એક વાર એનુ મન પાકી ખાત્રી કરી લેવા માગતુ હતુ. જીવના જોખમે પણ.. કેમકે એક પવિત્ર રીશ્તા સાથે જો ચેડા થતા હોય.. રમત રમાતી હોય તો એ લોક નજરે ચડે અને ઠાકૂર સાહેબે બાંધેલી ઈજ્જતના લીરા ઉડે એવુ થવા દેવા શબનમનુ મન જરા પણ તૈયાર નહોતુ. પોતાનાં બન્ને સંતાનો સોહા અને નાઝનિન માટે નાશ્તો રેડી કરી બન્નેને સ્કુલે મોકલ્યાં. પોતાના ધરનુ કામ ફટાફટ પતાવી એ ઠાકૂર સાહેબની હવેલી પર પહોંચી. આલમ અને ઈલ્તજા કોઈ વાત પર હસતાં-હસતાં બહાર નીકળ્યાં. અસલામોઅલયકૂમ તાઈ જી.. આજ આપ બહોત લેટ હો ગઈ.. શબનમ ને જોતાં જ ઈલ્તજાએ આંખોમાં નિર્દોષતા ધરી પૂછ્યુ. શબનમે કંઈ સાંભળ્યુ જ નહોય એમ બન્નેને આંખો ફાડી ફાડીને એ જોતી રહી.. તાઈજી..! કહાં ખો ગઈ આપ.. આલમે એમના ચહેરા સામે હાથ ઉંચો કરી ચપટી વગાડી. ત્યારેજ શબનમને પોતાની ભૂલ સમજાઈ. વા..લેકૂમ અસલ્લામ..! એમણે લથડતા સ્વર પર કાબૂ કરવાનો પ્રયાસ કરતાં ઉમેર્યુ. Novels ચીસ. ચીસ એક હોરરકથા છે રહસ્ય રોમાંચ અને સેક્સની મર્યાદાઓનુ ઉલંગન કરી ઉતરી છે ચીસ તમને ભયની તાદ્રશ્ય અનુભૂતિ કરાવી ધ્રૂજાવી દેવાનુ પ્રણ લઈ.. તો મારી સાથે ડર... More Likes This ગર્ભપાત - 1 by VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 by Rakesh ભુતાવડ - 3 by Dhamak બિલ્લી બંગલો - ભાગ 1 by Dhamak શ્રાપિત ધન - ભાગ 1 by Dhamak ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 1 by Anwar Diwan ઉર્મિલા - ભાગ 1 by Aarti Garval More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories