મારો પ્રેમ અને તારી વાર્તા

(91)
  • 24.3k
  • 23
  • 11.1k

પૂજનને નાનપણથી જ કોઈક એને લાડ લડાવે એ ગમતું. એને સતત એવું થતું કે કોઈ આખો દિવસ એના ગાલ પર આમ હળવી હળવી ટપલી મારતું રહે. કોઈ પ્રેમથી કાલી કાલી બોલીમાં એની જોડે વાત કરે. એની આ ટેવ કહો કે કુટેવ એની ઉમરની સાથે મોટી થતી જતી હતી. સ્કૂલમાં શિક્ષકો એણે લાડ લડાવતા ત્યાર સુધી એની ઇચ્છાઓ પૂરી થતી રહી. કોલેજનો વાયરો જરાક અલગ હતો, અંહી કોઈને કોઇની પડી નહોતી. હા, ફ્રેંડશિપ ડે ખૂબ જોર શોર થી મનાવવામાં આવતો પણ ગાલે ટપલી? એ અંહી નહોતું શકય. પૂજન આવતા અને જતાં જાણે હિજરાતો હોય એમ જીવી રહ્યો હતો. કપલને જોઈને એની

Full Novel

1

મારો પ્રેમ અને તારી વાર્તા

પૂજનને નાનપણથી જ કોઈક એને લાડ લડાવે એ ગમતું. એને સતત એવું થતું કે કોઈ આખો દિવસ એના ગાલ આમ હળવી હળવી ટપલી મારતું રહે. કોઈ પ્રેમથી કાલી કાલી બોલીમાં એની જોડે વાત કરે. એની આ ટેવ કહો કે કુટેવ એની ઉમરની સાથે મોટી થતી જતી હતી. સ્કૂલમાં શિક્ષકો એણે લાડ લડાવતા ત્યાર સુધી એની ઇચ્છાઓ પૂરી થતી રહી. કોલેજનો વાયરો જરાક અલગ હતો, અંહી કોઈને કોઇની પડી નહોતી. હા, ફ્રેંડશિપ ડે ખૂબ જોર શોર થી મનાવવામાં આવતો પણ ગાલે ટપલી? એ અંહી નહોતું શકય. પૂજન આવતા અને જતાં જાણે હિજરાતો હોય એમ જીવી રહ્યો હતો. કપલને જોઈને એની ...Read More

2

મારો પ્રેમ અને તારી વાર્તા - 2

પાછળના લેખમાં જાણ્યું કે પૂજને સાહસ કરીને દિશા સામે પ્રેમુલ્ટી(પ્રેમની ઉલટી) કરી ,"વિલ યૂ મેરી મી?દિશાએ એટલા જ સાહસથી વાળીને પૂજનનું દિલ ખંખેર્યુ. ખંખેર્યુ એટલા માટે કેમકે હજુ તોડ્યું નહોતું. પૂજન પાસે હજુ પણ દિશાના દીલને પીગળાવવાની તક હતી. દિશાની કોલેજ ફ્રેન્ડ સંધ્યાના ઘરે પાર્ટીનું આયોજન થયેલું હતું. પૂજન દિશાના ફ્રેન્ડ તરીકે અનામંત્રિત જગ્યાએ હાજરી પુરાવવા આવેલો હતો. અહીં મોટા ભાગે છોકરીઓનો જમાવડો હતો. ત્રીસ જણને આમંત્રણ હતું એમાથી સત્તર છોકરીઓ,આઠ છોકરા અને એક અનામંત્રિત પૂજન હતો. દિશાએ પાર્ટીમાં પ્રવેશ કર્યો ત્યારથી જ પૂજન દિશાના દરેક ફ્રેન્ડને ગર્મજોશી પૂર્વક મળી રહ્યો હતો. કોઈ કોઈ ઉત્સાહી ફ્રેન્ડ દિશાને તો હગ ...Read More

3

મારો પ્રેમ અને તારી વાર્તા - 3

ત્રીજો ભાગ, મારો પ્રેમ અને તારી વાર્તાઆગળ જાણ્યું કે પૂજન અને ખુશી એકબીજાના હાથમાં હાથ રાખીને સુમધુર સંવાદ કરી હતા, તો સામે દિશા પોતાના જ મનમાં ઉઠતા સવાલો સાથે શતરંજ રમી રહી હતી. આખરે જીતવાનો અનુભવ કરીને એણે પાર્ટી પૂરી કરી. ધડામ કરતુ બારણું પછાડીને પોતાના રૂમમાં ઘુસી. ટેડીબીઅરનો શું વાંક હતો એતો એ જ જાણે. હાથમાં પકડીને છુટ્ટો ઘા કરીને સામેની દીવાલ પર પછાડ્યું, બિચારા એની વેદનાનું શું? એ થોડું મન હતું કે સામે આવીને વાત કરવા બેસે?“બહારથી લઈને આવેલું ગુસ્સાનું પોટલું કોઈ નિર્જીવ પુતળા પર શું કામ ઠાલવે છે?” ધમકાવતું હોય તેમ એનું મન બોલ્યું.“મારે હમણાં કોઈની ...Read More

4

મારો પ્રેમ અને તારી વાર્તા - 4

“ચોથો ભાગ – મારો પ્રેમ અને તારી વાર્તા“આપણે જાણ્યું કે પૂજન અને દિશા બંને પોતપોતાના આગવા રોગથી પીડાતા હતા.પૂજનને કહેવું હતું અને દિશાને ઘણું લખવું હતું.યુનીવર્સીટીનો લીટરેચર ફેસ્ટીવલ દિવસે ને દિવસે નજીક આવી રહ્યો હતો. દિશાની આંખો આ ફેસ્ટીવલ પર કેન્દ્રિત થઇ. બીજું બધું તો ઠીક પણ “સ્ટોરી રાઈટીંગ” ની સ્પર્ધા ને તો એ લાયક હતી જ. ક્લાસરૂમમાં દિશાએ કાર્તિક સર પાસેથી ફોર્મ લીધું. ખબર નહિ કેમ પણ ફોર્મ ભરીને તરત જ એણે પૂજનને વ્હોટસએપ કર્યું, I have a special place for you in my heart. કદાચ એણે આવું એટલા માટે જ લખ્યું હશે કેમકે ફોર્મ ભરતી વખતે એમાં ...Read More

5

મારો પ્રેમ અને તારી વાર્તા - 5

પાંચમો ભાગ "મારો પ્રેમ અને તારી વાર્તા"આગળ જાણ્યું કે દિશા ત્રણ દિશામાં જોઈ રહી હતી. બારીની બહાર બાસ્કેટબોલ રમતો ક્લાસમાં સુપરવિઝન કરતા કાર્તિક સર, અને હાથ નીચે લખાઉં લખાઉં કરી રહેલી એની વાર્તા. કારણ ગમે એ હોય પણ સ્ટોરી રાઇટિંગની સ્પર્ધાની વિજેતા છેલ્લે દિશા જ રહી. બનવા કાળ બન્યું પણ એવું જ કે માત્ર સ્ટોરી રાઇટિંગમાં જ આ કોલેજ વિજેતા બની. જેથી કરીને કાર્તિક સર અને દિશા એ કોલેજના પ્રિન્સિપાલની નજરમાં બેસી ગયા. "દિશા વિજેતા બની એના ટેલેન્ટ ને કારણે પણ કાર્તિક સરના સપોર્ટ વગર આ શક્ય ન બન્યું હોત". એવું એ માનતા. એપ્રિલ મહિનામાં યુથ ફેસ્ટિવલ પૂરો થયો. ત્યાર બાદ ...Read More

6

મારો પ્રેમ અને તારી વાર્તા - 6

છઠ્ઠો ભાગ “મારો પ્રેમ અને તારી વાર્તા” દિશા તેનું લેપટોપ ખરાબ હોવાથી અહીંયા પૂજનના કોમ્પ્યુટર પર પ્રોજેકટ બનાવવા આવી અને અહીંયા ભજીયાપાર્ટી રંગ લાવી રહી હતી. “ચાલો, હવે થોડુક કામ પણ કરીએ?” દિશા સભાન થતા બોલી. “હા,કેમ નહિ?” તું જા,અંદરના રૂમમાં બેસ.હું આ ડીસ કિચનમાં મુકીને આવું છું.”પૂજન ડીસ ઉઠાવતા બોલ્યો.દિશા પૂજનના રૂમમાં પહેલી વાર આવી હતી.મન ભરીને એ રૂમને નિહાળી રહી હતી. એના પોતાના રૂમ કરતા આ રૂમ ખુબ જ અલગ હતો. અહીં દીવાલ પર એક પણ ચિત્ર કે એક પણ સુવાક્ય ચીપકાવેલું નહોતું. દિશાનો રૂમ સુવાક્યો અને મોટા મોટા રાઈટર્સના કોટથી ભરેલો હતો. દિશા વિચારી રહી હતી ...Read More