છેલ્લાં શ્વાસ સુધી

(172)
  • 14.2k
  • 32
  • 6.7k

'ફ્લાઈટ નંબર 225518 વિલ લેન્ડ શોર્ટલી , પ્લીઝ ઓલ પેસેન્જર્સ ગેટ રેડી ટૂ ટેક સીટ્સ.'મુંબઈ એરપોર્ટ પર પાંચ મિનિટના અંતરે ત્રીજી વાર આ એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું , પણ બે કલાકથી ફ્લાઈટની રાહ જોઈને બેઠેલા મિહીરનું મન બીજી જ દુનિયામાં અટવાયેલું હતું.પ્રશ્નોનો મોટો પહાડ એની સામે ખડકાયેલો હતો ને એ જવાબો મેળવવાની કોશિશ કરી રહ્યો હતો.મિહીર પટેલ - આઈ.આઈ.ટી. બોમ્બેમાંથી એન્જીનીયરની ડિગ્રી મેળવીને અમેરિકાની આઈ.બી.એમ. કંપનીમાં જોબ મેળવનારો , આઈ.આઈ.ટી.નો ટોપર અને ગુજરાતના અમદાવાદ શહેરના મધ્યમ કહી શકાય એવા પટેલ પરિવારનો એકનોએક દીકરો. જ્યારથી એ સમજણો થયો ત્યારથી એનો એક જ ધ્યેય હતો - ખૂબ પૈસા કમાવા અને પૈસાથી ખરીદી

Full Novel

1

છેલ્લાં શ્વાસ સુધી

'ફ્લાઈટ નંબર 225518 વિલ લેન્ડ શોર્ટલી , પ્લીઝ ઓલ પેસેન્જર્સ ગેટ રેડી ટૂ ટેક સીટ્સ.'મુંબઈ એરપોર્ટ પર પાંચ મિનિટના ત્રીજી વાર આ એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું , પણ બે કલાકથી ફ્લાઈટની રાહ જોઈને બેઠેલા મિહીરનું મન બીજી જ દુનિયામાં અટવાયેલું હતું.પ્રશ્નોનો મોટો પહાડ એની સામે ખડકાયેલો હતો ને એ જવાબો મેળવવાની કોશિશ કરી રહ્યો હતો.મિહીર પટેલ - આઈ.આઈ.ટી. બોમ્બેમાંથી એન્જીનીયરની ડિગ્રી મેળવીને અમેરિકાની આઈ.બી.એમ. કંપનીમાં જોબ મેળવનારો , આઈ.આઈ.ટી.નો ટોપર અને ગુજરાતના અમદાવાદ શહેરના મધ્યમ કહી શકાય એવા પટેલ પરિવારનો એકનોએક દીકરો. જ્યારથી એ સમજણો થયો ત્યારથી એનો એક જ ધ્યેય હતો - ખૂબ પૈસા કમાવા અને પૈસાથી ખરીદી ...Read More

2

છેલ્લાં શ્વાસ સુધી - 2

'મીસ્ટર મિહીર પટેલ,અવર H.O.D ઇઝ કોલિંગ યુ ટૂ મીટ ઈન હીઝ ઑફિસ'.(આપણા હેડ ઓફ ઘી ડિપાર્ટમેન્ટ તમને મળવા માટે ઓફિસમાં બોલાવી રહ્યા છે.),મિહીરના સહકર્મચારી રિચાર્ડે ઈર્ષા અને ગુસ્સાના મિશ્ર ભાવ સાથે કહ્યુ.મિહીરને સમજાયું નહીં કે શા માટે H.O.D તેને બોલાવી રહ્યા હતા .'કદાચ છેલ્લા પ્રોજેક્ટ ની સફળતા માટે કોન્ગ્રેજ્યૂલેટ કરવા માંગતા હશે.' મિહીરે મનોમન વિચાર્યું. શા માટે પોતાને બોલાવવામાં આવ્યો હશે,એ ગુંચવણ સાથે મિહીર તેની રિવોલ્વીંગ ચેઈર પરથી ઉભો થયો અને હાથમાં પહેરેલી સ્માર્ટ વોચમાં ટાઈમ જોયો.સવારના સાડા બાર થયા હતા.એને અચાનક મારીયાની યાદ આવી.'એણે લંચ કર્યો હશે કે નહીં?',મિહીર પોતાનો ઍપલનો ફોન ઉપાડીને નોકરાણીને ફોન કરવા જતો જ ...Read More

3

છેલ્લાં શ્વાસ સુધી - 3

ખટ...ખટખટ...ખટખટ.,મિહીર બેટા.આમ તો ક્યારેય ઘરનો કોઈ નોકર મિહીરનું બારણું ખખડાવવાની હિંમત કરતો નહીં,પણ આજે એને ઉઠવામાં થોડું મોડું થઈ હતું અને મિસ ડિસોઝાની ઉમરને કારણે મિહીર એને માન આપતો,એટલે ઘરનાં વૃદ્ધ નોકર મિસ ડિસોઝા એ ડરતા-ડરતા મિહીરના રૂમનું બારણું ખખડાવ્યું.આજે પહેલી વાર મિહીરે પોતાના સ્માર્ટફોનમાં ટાઈમ જોવાને બદલે સામેની બ્રાઉન કલરની વોલ પર ગોઠવેલી પોતાના,મારીયાના અને દિયાના ફોટોઝ લગાવેલી હેપી-ફેમિલીનો અહેસાસ અપાવતી ફોટોફ્રેમની ડાબીબાજુ લટકાવેલી મોંઘીડાટ ડિજીટલ-ક્લોક પર નજર કરી.અમેરિકાના ટાઈમ પ્રમાણે સવારના સાડા સાત થયા હતા,અને તારીખ હતી 22 ડિસેમ્બર.મિહીરને અચાનક યાદ આવ્યું કે ઓહ આજે તો ખાસ દિવસ છે,અને ઘણું બધું કામ કરવાનું છે.એને વિશ્વાસ નહોતો થતો ...Read More

4

છેલ્લાં શ્વાસ સુધી - 4

દિયા માટે નાસ્તો બનાવતા-બનાવતા મિહીર ત્રણ વર્ષ પહેલાનો 22 ડિસેમ્બરનો દિવસ પોતાની નજર સામે જોઈ રહ્યો.'તમે મિસ્ટર મિહીર છો?' હૉસ્પિટલનાં સિનિયર વોર્ડન મિસ કિરણ વ્યાસે આશ્ચર્ય અને આઘાત મિશ્રિત ભાવ સાથે મિહીરને પૂછ્યું. એનું ધ્યાન મિહીરના ગળામાં પહેરેલા દિયાના ફોટોવાળા લોકેટ પર હતું.એને દિયાના શબ્દો યાદ આવી ગયા. 'મિસ વ્યાસ, મારા ફોટોવાળું લોકેટ પહેરેલો એક વ્યક્તિ મને શોધતો-શોધતો અહીં જરૂર આવશે.એને આ એન્વેલોપ અને મારી સરપ્રાઈઝ બંને સોંપી દેજો. પછી મને શાંતિ મળશે." મિસ વ્યાસની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ.'મિસ્ટર મિહીર, તમે અહીં જ ઊભા રહેજો હું તમારી અમાનત લઈને આવું છું' કહીને મિસ વ્યાસ દોડતા-દોડતા લોકર-રૂમ તરફ ગયા.એન્વેલોપ લઈ ...Read More