ત્રિશંકુ

(150)
  • 11.8k
  • 22
  • 5.4k

?આરતીસોની?પ્રકરણ : 1                      ?ત્રિશંકુ?અષાઢ મહિનાની પૂર્ણિમા હતી. વરસાદી માહોલ જામી રહ્યો હતો. ત્રણ દિવસથી ક્યાંક ધીમો ધીમો ને ક્યારેક ધમધોકાર મેઘ ખાબકી રહ્યો હતો. આસિત વરસાદી માહોલમાં રિયા અને વિવેકના વિચારો કરતો કરતો બંગલા બહાર ઝરમર વરસાદે મ્હાલી રહ્યો હતો. રિયા એની કૉલેજમાં જ ભણતી હતી. એ આસિતથી એક વર્ષ પાછળના વર્ષમાં હતી. આસિતને રિયા બહુ ગમતી. એ રિયાને બોલાવવા ઘણાં પ્રયત્નો કર્યા કરતો પણ, એ ક્યારેય આસિતને બિલકુલ ભાવ નહોતી આપતી.. વાત તો ઠીક છે, પણ એની સામે નજર સુદ્ધાં કરતી નહીં.. કૉલેજમાં આવવું અને ક્લાસ એટેન્ડ કરી ઘરે જવા નીકળી જતી. એના કામથી કામ રાખતી. કોઈ ફ્રેન્ડ

Full Novel

1

ત્રિશંકુ - 1

?આરતીસોની?પ્રકરણ : 1 ?ત્રિશંકુ?અષાઢ મહિનાની પૂર્ણિમા હતી. વરસાદી માહોલ જામી રહ્યો હતો. ત્રણ દિવસથી ક્યાંક ધીમો ધીમો ને ધમધોકાર મેઘ ખાબકી રહ્યો હતો. આસિત વરસાદી માહોલમાં રિયા અને વિવેકના વિચારો કરતો કરતો બંગલા બહાર ઝરમર વરસાદે મ્હાલી રહ્યો હતો. રિયા એની કૉલેજમાં જ ભણતી હતી. એ આસિતથી એક વર્ષ પાછળના વર્ષમાં હતી. આસિતને રિયા બહુ ગમતી. એ રિયાને બોલાવવા ઘણાં પ્રયત્નો કર્યા કરતો પણ, એ ક્યારેય આસિતને બિલકુલ ભાવ નહોતી આપતી.. વાત તો ઠીક છે, પણ એની સામે નજર સુદ્ધાં કરતી નહીં.. કૉલેજમાં આવવું અને ક્લાસ એટેન્ડ કરી ઘરે જવા નીકળી જતી. એના કામથી કામ રાખતી. કોઈ ફ્રેન્ડ ...Read More

2

ત્રિશંકુ - પ્રકરણ 2

'?આરતીસોની? પ્રકરણ : 2 ?ત્રિશંકુ?'આ‌ શું આસિત છોકરી સાથે.? એ પણ એના ધબકારા તેજ બોત્તેરની સ્પીડે વધી ગયાં હતાં. એ શૂન્ય થઈ ગયો. એ માની શકતો નહોતો કે 'વિવેકે એનાથી વાત છુપાવી.' વિવેક સાથે આસિત હંમેશા કેટલીયે પેટ છુટ વાતો કરતો હતો અને રિયાની સાથેની એની ફ્રેન્ડશીપ આટલી બધી આગળ વધી ગઈ હતી તો પણ વિવેકે જણાવ્યું નહીં. જ્યારે જ્યારે એ રિયાની વાત ખોલતો એ વાત ટાળવાની કોશિશ કરતો હતો. એને પણ ગમતી હતી એટલે જ એ કાયમ મને એક જ સલાહ આપતો,'છોડને એની વાત એ તો છે જ એવી.' હવે ...Read More

3

ત્રિશંકુ - પ્રકરણ 3

?આરતીસોની?પ્રકરણ : 3 ?ત્રિશંકુ?"ઓહો.. આસિત તું ક્યાંથી આમ અચાનક જ.?""બસ અહીંથી નીકળતો હતો એટલે થયું તને મળતો જાઉં. ફોન રિસીવ કર.. મારે ધક્કો તો ના ખાવો પડત ને. અને આમ વરરાજા બનીને ક્યાં ઉપડ્યો.? લગ્ન કરવા જાય છે કે શું.?""લગ્ન તો નહીં પણ રિંગ સેરેમની છે.. જો બધું એકદમ જ નક્કી થયું એટલે કોઈને જણાવી શક્યો નથી. તું આવી જ ગયો છે તો ચાલ સાથે.""ના.. ના.. તમે બધાં જઈ આવો, અત્યારે હું ઉતાવળમાં છું. લગ્ન માં તો આવવાનો જ છું ને." "અરે, ચાલોને આસિતભાઈ." એમ કરીને વિવેકની બહેન, મમ્મી બધાં આગ્રહ કરવા લાગ્યા. એટલે આસિતે કહ્યું,"કપડાં ચેન્જ કરીને પાછળ ...Read More

4

ત્રિશંકુ - પ્રકરણ 4

?આરતીસોની? પ્રકરણ : 4 ?ત્રિશંકુ?રાત્રે ક્યારેય વિવેકને બહાર ફરવાની નહોતી જ્યારે રિયા છોકરી થઈ નેય રાત્રે મૂવી જોવા જવાનું હોય તો પણ ખચકાય નહીં. બધીજ રીતે મોજશોખમાં અને ફ્રી લાઇફ સ્ટાઇલમાં જીવેલી રિયા લગ્ન પછી કંઈ રીતે એડજેસ્ટ કરશે એની ચિંતા આસિતને રહ્યાં કરતી હતી. એના દિલમાં રિયાનું સ્થાન હજુપણ અકબંધ રાખ્યું હતું. એક દિવસ વરસાદી માહોલમાં ટહેલતાં ટહેલતાં રિયાના વિચારોમાં ખોવાયેલા આસિતે વિવેકને ફોન કર્યો,"મસ્ત મજાનો વરસાદી માહોલ છે ચાલ ક્યાંક મસ્ત એકાદી લગાવી આવીએ""યાર ના હો.. આપણને આવું બધું ના ફાવે, ને ઘરેથી પરમિશન નથી નહીંતર આવત.. ...Read More