ભૂલ

(2.3k)
  • 133.2k
  • 382
  • 100.9k

ટેક્સી અંબિકા નગરના એક-બે માળના જૂનાપૂરાણા મકાન સામે પહોંચીને ઊભી રહી. પછી એમાંથી આશરે છવીસ વર્ષની સાધારણ દેખાવની યુવતી બહાર નીકળી. એણે મીટર જોઈને ભાડું ચુકવ્યું. ટેક્સી આગળ વધી ગઈ. યુવતીના હાથમાં આશરે બે વર્ષનું એક નાનું બાળક હતું. એણે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. સાંજના પોણાસાત થયા હતા. એણે એક વખત સાવચેતીથી ચારે તરફ નજર દોડાવી. થોડે દૂર પાનની દુકાન પાસે બે-ત્રણ ગ્રાહકો ઊભા હતા. પરંતુ તેમનું ધ્યાન યુવતી તરફ નહોતું. તેઓ પાન ચાવતા વાતોના ગપાટા મારવામાં મશગુલ હતા.

Full Novel

1

ભૂલ - 1

ટેક્સી અંબિકા નગરના એક-બે માળના જૂનાપૂરાણા મકાન સામે પહોંચીને ઊભી રહી. પછી એમાંથી આશરે છવીસ વર્ષની સાધારણ દેખાવની યુવતી બહાર મીટર જોઈને ભાડું ચુકવ્યું. ટેક્સી આગળ વધી ગઈ. યુવતીના હાથમાં આશરે બે વર્ષનું એક નાનું બાળક હતું. એણે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. સાંજના પોણાસાત થયા હતા. એણે એક વખત સાવચેતીથી ચારે તરફ નજર દોડાવી. થોડે દૂર પાનની દુકાન પાસે બે-ત્રણ ગ્રાહકો ઊભા હતા. પરંતુ તેમનું ધ્યાન યુવતી તરફ નહોતું. તેઓ પાન ચાવતા વાતોના ગપાટા મારવામાં મશગુલ હતા. ...Read More

2

ભૂલ - 2

બીજે દિવસે સવારથી જ વિનોદ ઘાણીના બળદની જેમ કામે લાગી ગયો. સવારના સાત વાગ્યાની રાતના દસ વાગ્યા સુધી તેને ફૂરસદ મળવાની. સાડા છ વાગ્યે જ એ નામું કરવા માટે નીકળી ગયો. ત્યાંથી સાડા દસ વાગ્યે બેંકે જવા માટે રવાના થઈ ગયો અને સાંજે સાડા પાંચે આવીને પાછો સાડા છ વાગ્યે નામું કરવા માટે ચાલ્યો જવાનો હતો. જે પતિ સાથે પોતે દગાબાજી રમે છે, એ કેટલી તનતોડ મહેનક કરે છે, તે કંચન પોતાની સગી આંખે જોતી હતી. ગુજરાન ચલાવવા માટે એ પોતાની જાત ઘસી નાંખતો હતો. કંચનનું અંતર મન આ હકીકત જાણતું હતું. પરંતુ એના વિવેક પર પડદો પડી ગયો હતો. મધુકરના સ્વાર્થી પ્રેમનો પડદો? ...Read More

3

ભૂલ - 3

વિનોદ સાંજે ઘરે આવ્યો ત્યારે એના ચહેરા પર ચમક પથરાયેલી હતી. એ વ્યાજે આઠ હજાર રૂપિયાની વ્યવસ્થા કરીને આવ્યો હતો. એ તો લેણીયાતોને બારોબાર જ રકમ ચૂકવીને આવી શકે તેમ હતો, પરંતુ કંચનના હાથેથી ચૂકવણું કરવાનું તેને વધુ યોગ્ય લાગ્યું હતું. આઠ હજાર રૂપિયા ચૂકવતી વખતે તે બચાવ્યા હોત તો કેટલું સારૂ થાત, એવો આભાસ કદાચ કંચનને કરાવવા માગતો હતો. ‘કાલે હું ચૂકવી આવીશ!’ કંચને પૈસાને સાચવીને કબાટમાં મૂકતાં કહ્યું. ...Read More

4

ભૂલ - 4

કંચનની હેન્ડબેગ આંચકી જનાર જે બદમાશને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા એનું નામ દિલાવર હતું. દિલાવર બ્લેક કોબ્રા ગેંગનો એક ખૂબ નીડર અને બાહોશ સભ્ય હતો. ઈચ્છા ન હોવા છતાં ય ભગત ઉર્ફે મધુકરને તેનું ખૂન કરવું પડ્યું હતું. જી, હા...દિલાવરનું ખૂન એણે જ કર્યું હતું. દિલાવરે બ્લેક કોબ્રા ગેંગ માટે કેટલાય જોખમી કામો સફળતાપૂર્વક કર્યા હતા અને પોલીસને તેની ગંધ સુદ્ધાં નહોતી આવી. પરંતુ કોઈકે સાચું જ કહ્યું છે કે મદારીનું મૃત્યુ સાપના ડંખથી જ થાય છે! માણસ જે માધ્યમથી ઊંચો આવે છે, એ જ માધ્યમથી નીચે પડકાય છે! માણસનું મોત એણે દોરેલી સીમા રેખામાં જ થાય છે! ...Read More

5

ભૂલ - 5

કંચન વિનોદ પ્રત્યે જે રૂક્ષ વર્તન દાખવતી હતી, એ બદલ ક્યારેક ક્યારેક તેનું મન કચવાતું હતું. અપરાધ બોધની ભાવના તેના છવાઈ જતી હતી. પરંતુ મધુકર ઊર્ફે ભગતની પ્રેમજાળમાં તે એટલી આંધળીભીંત થઈ ગઈ હતી કે અંતર મનના અવાજનું તેને માટે જાણે કે કોઈ જ મહત્વ નહોતું રહ્યું. મધુકરની દાનત સારી નથી એવું તેને રહી રહીને લાગતું હતું. પરંતુ તેમ છતાં યે તે મધુકરને નફરત નહોતી કરી શકી અને કદાચ કરે, તો પણ કેવી રીત કરે? લાલચ અને આંધળા પ્રેમથી એની વિવેક શક્તિ હણાઈ ગઈ હતી. ...Read More

6

ભૂલ - 6

કેપ્ટન દિલીપ અત્યારે ભારત સોસાયટીમાં, તાજ બિલ્ડીંગના ચોથા માળ પર ત્રણ નંબરના ફ્લેટ સામે ઊભો હતો. ફ્લેટનું બારણું બંધ હતું. અત્યારે ઈન્સ્પેક્ટરની વર્દીમાં સજ્જ થઈને આવ્યો હતો. બારણાં પર દિલાવરના નામની પીતળની નેઈમ પ્લેટ ચમકતી હતી. બારણાંની બાજુમાં જ ડોરબેલ હતી. એણે ડોરબેલ દબાવીને પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. સવારના આઠ વાગ્યા હતા. અંદરના ભાગમાં ડોરબેલ રણકવાનો અવાજ તેને સંભળાયો હતો. થોડી પળો બાદ દ્વાર તરફ આવતાં કોઈકનાં પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો. અને પછી બારણું ઊઘડ્યું. ...Read More

7

ભૂલ - 7

દિલીપ અત્યારે ભૈરવ ચોક પોલીસ સ્ટેશનમાં બેઠો હતો. થોડા દિવસો માટે વામનરાવનું સ્થાન એણે લઈ લીધું હતું. વામનરાવ કોઈક કારણસર ત્રણ માટે બહારગામ ગયો હતો. એની ગેરહાજરીમાં ભૈરવ ચોક પોલીસ સ્ટેશનનો ચાર્જ માત્ર દિલીપ અને સબ.ઈન્સ્પેક્ટર કુલકર્ણી સંભાળતો હતા. કુલકર્ણી છ મહિના પહેલાં જ મુંબઈથી ટ્રાન્સફર થઈને અહીં આવ્યો હતો. ...Read More

8

ભૂલ - 8

દિલીપની જીપ વિનોદના મકાન સામે પહોંચીને ઊભી રહી. એ જીપમાંથી નીચે ઊતરી ઝડપભેર મકાન પાસે પહોંચ્યો. એની છઠ્ઠી ઈન્દ્રિય વારંવાર કંઈક બન્યાની શંકા વ્યક્ત કરતી હતી. એણે બંધ દ્વાર પર ટકોરા માર્યા. પરંતુ અંદરથી કોઈ જ જવાબ ન મળ્યો. મળે પણ ક્યાંથી? અંદર કોઈ જીવીત માણસ તો હતો નહીં. હા, વિનોદનો મૃતદેહ જરૂર પડ્યો હતો. પરંતુ મૃતદેહ બોલી કે હલનચલન નથી કરી શકતો. ‘શું થયું સર?’ કુલકર્ણીએ તેની નજીક આવતાં પૂછ્યું. ...Read More

9

ભૂલ - 9

દિલીપ અને કુલકર્ણીને વિનોદને ત્યાંથી ફૂરસદ મળી, ત્યારે રાતના નવ વાગી ગયા હતા. વિનોદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો પોલીસે સીલ મારી દીધું હતું. પ્રાથમિક ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી બંને જીપ પાસે આવ્યા. ‘હવે આપનો શું પ્રોગ્રામ છે સર...?’ કુલકર્ણીએ ડ્રાયવીંગ સીટ પર બેસતાં પૂછ્યું. ‘કંચનને શોધવી ખૂબ જ જરૂરી છે કુલકર્ણી! હું એને શોધવા માટે જ દોડાદોડી કરું છું. હજુ કદાચ તે આ શહેરમાંથી બહાર ન નીકળી શકી હોય એ બનવાજોગ છે. અથવા તો...’ ...Read More

10

ભૂલ - 10

ભગત, મનમોહન, પ્રતાપ, દિવાન અને સુરેશ...! પાંચેય પરસેવે રેબઝેબ બની ગયા હતા. શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં પણ તેમનાં શરીર તપતાં માઈલોના માઈલો દોડ્યા હોય, અને પાણી પીવા ન મળ્યું હોય એમ તેમના ગળામાં શૂળ ભોંકાતા હતા. મનમોહને બોટલ ઉઘાડીને તેમાંથી વ્હીસ્કીનો એક મોટો ઘૂંટડો ગળે ઉતાર્યો. ‘ભગત...!’ એ ધીમેથી બબડ્યો, ‘તેં એનું ખૂન કરીને સારૂ નથી કર્યું!’ ...Read More

11

ભૂલ - 11

બીજો દિવસ દિલીપે સબ-ઈન્સ્પેક્ટર કુલકર્ણીના અંતિમ સંસ્કારમાં જ પસાર કર્યો. ત્રીજે દિવસે સવારે જ તે ડી.એસ.પી. વિક્રમસિંહ પાસે પહોંચી ગયો. આમ તો બીજા શહેરમાં બદલી થઈ ગઈ હતી.પરંતુ નાગપાલે દરમિયાનગીરી કરીને તેની બદલી અટકાવી હતી. વિક્રમસિંહ જેવા બાહોશ ઑફિસરની વિશાળગઢમાં ખૂબ જ જરૂર હતી. સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટની તપાસ પણ વિક્રમસિંહ જ કરતો હતો. દિલીપને જોઈને વિક્રમસિંહના ચ્હેરા પર ચમે પથરાઈ ગઈ. ‘આવો દિલીપ...’ એણે દિલીપને આવકાર્યો, ...Read More

12

ભૂલ - 12

ટેક્સી મહારાજા રોડ પર એક આલિશાન બંગલા સામે પહોંચીને ઊભી રહી. પછી પાછળની સીટનો દરવાજો ઉઘાડીને તેમાંથી આશરે ત્રીસેક વર્ષની ધરાવતી એક સુંદર યુવતી નીચે ઊતરી. એણે સફેદ સાડી અને સફેદ બ્લાઉઝ પહેર્યાં હતા. પહેરવેશ પરથી તે વિધવા હોય એવું લાગતું હતું. એના બંને ખભા પર કેનવાસના બે થલા લટકતા હતા. એક થેલો તેના હાથમાં પણ હતો. ટેક્સીવાળો ભાડું લીધો પછી ટેક્સીને આગળ હંકારી ગયો. ...Read More