વિરાટ વ્યક્તિત્વ

(94)
  • 13k
  • 8
  • 4.1k

"સમય, કેમ કઈ બોલતો નથી તું તો કંઈક કહે. તારા વિચારો તો કહે અમને તું તો બહુ સરસ વિચારી શકે છે. આ ટોપિક વિશે અમને જણાવ.." સમય એના મિત્રો સાથે ચર્ચા કરતો હતો. ને ટોપિક આવ્યો આજના યુવાનો, બધા પોતાનો વિચાર રજૂ કરતા હતા બસ એક સમય ચૂપ હતો. બાકી સમય તો બધામાં અવલ્લ એને પૂછવાનું જ ન હોય. સમયથી કઈ અજ્ઞાત હોય! આજે એ કશું ન બોલ્યો એટલે મિત્રોને આશ્ચર્ય થયું. એ કહે હું કાલે આ વિષય પર ચર્ચા કરીશું. બીજા દિવસે બધા મળ્યા એટલે ફરી એ જ વિષય ચર્ચાયો ને આ વખતે સમય બોલ્યો એકદમ ધારદાર...    

Full Novel

1

વિરાટ વ્યક્તિત્વ

"સમય, કેમ કઈ બોલતો નથી તું તો કંઈક કહે. તારા વિચારો તો કહે અમને તું તો બહુ સરસ વિચારી છે. આ ટોપિક વિશે અમને જણાવ.." સમય એના મિત્રો સાથે ચર્ચા કરતો હતો. ને ટોપિક આવ્યો આજના યુવાનો, બધા પોતાનો વિચાર રજૂ કરતા હતા બસ એક સમય ચૂપ હતો. બાકી સમય તો બધામાં અવલ્લ એને પૂછવાનું જ ન હોય. સમયથી કઈ અજ્ઞાત હોય! આજે એ કશું ન બોલ્યો એટલે મિત્રોને આશ્ચર્ય થયું. એ કહે હું કાલે આ વિષય પર ચર્ચા કરીશું. બીજા દિવસે બધા મળ્યા એટલે ફરી એ જ વિષય ચર્ચાયો ને આ વખતે સમય બોલ્યો એકદમ ધારદાર... ...Read More

2

વિરાટ વ્યક્તિત્વ - બીજો ભાગ..

માણસ કશું જ નથી બસ શૂન્ય છે. એ જે ધારે છે, વિચારે છે, સમજે છે એ બધું જ નથી ભોળાનાથે જે ધાર્યું હોય એ જ થઈને રહે છે. મારા માટે પણ ભોળાએ શુ વિચાર્યું હતું એ તો એ જ જાણે.. જન્મભૂમિ મારી કચ્છ.. ને મારો કચ્છડો તો બારે માસ હો.. અહાહા શુ મારા કચ્છડાની સાહ્યબી. રેતી નું રણ નથી એ તો છે ઉદારીનો પરિપાક, માણસાઈનો વરસાદ, કાચબાની પીઠ જેવો કઠોર પણ ધીમો નહિ હો એકદમ ધીર ગંભીર એવો છે મારો કચ્છડો.. 25/12/1995 નો એ શુભ દિન મા જગદંબાએ મને એના હાથે કચ્છની ધરણી પર રમતો મુક્યો. મને કચ્છની ધરતી ...Read More

3

વિરાટ વ્યક્તિત્વ..ભાગ-3

(આગળ આપણે જોયું કે ભોળાનાથે કેવું શૂન્ય માંથી સર્જન કરી આપ્યું... અને કેવો એક યાચક ,આખા મિનરલ વોટર પ્લાન્ટનો બની ગયો... હવે આગળ...) આજથી બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૬ની સાલમાં મારા પ્લાન્ટ પર ૩-૪ વ્યકિતઓ આવી, અનાથ બાળકો માટે ડોનેશન લેવા. મેં એમને ૧૦૧ - રુપિયો આપીને રવાના કર્યા. પછી સમય આમ જ કામમાં ચાલ્યો જતો હતો કે એક દિવસ પેલા અનાથાલય વાળાઓની ૧૦૧ - આપેલાની રસીદ હાથમાં આવી, અને અચાનક કંઈક વિચાર આવ્યો. કે આ અનાથાલયની મદદ કરીયે તો કેવું...??? મનની શાંતિ તો અહિયા જ મળશે... બીજે ક્યાંય નહિં... બસ પછી શું એ અનાથાલયની મુલાકાત લીધી, બધાં સંચાલકો સાથે ...Read More