અનહદ - લાગણી છે કે માત્ર....???

(2)
  • 138
  • 0
  • 708

મોબાઈલની સ્ક્રીન પર ઝબકતી નોટિફિકેશન લાઈટ રાતના અંધકારમાં રૂમને આછો પ્રકાશ આપી રહી હતી. દીવાલ પર લટકાવેલી ઘડિયાળનો કાંટો બાર વટાવીને એક પર પહોંચી ગયો હતો, પણ 'વિશ્વાસ'ની આંખોમાં ઊંઘનું નામનિશાન નહોતું. એના હાથમાં ફોન હતો અને સ્ક્રીન પર ખુલેલી વોટ્સએપ ચેટ વિન્ડો પર છેલ્લા અડધા કલાકથી એક જ મેસેજ ટાઈપ થઈ રહ્યો હતો અને ડિલીટ થઈ રહ્યો હતો.​વિશ્વાસ સામાન્ય મધ્યમ વર્ગનો, થોડો શરમાળ પણ વિચારોથી ગહન એવો યુવાન હતો. સોશિયલ મીડિયા પર અજાણતા જ મોકલેલી એક સામાન્ય ફ્રેન્ડ રિક્વેસ્ટ અને એક નાની 'Hi' થી શરૂ થયેલી આ કહાની ક્યારે જિંદગીનો સૌથી મોટો ભાગ બની જશે

1

અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1)

પાત્ર પરિચય૧. વિશ્વાસ - એક સાધારણ, પ્રેમાળ અને મધ્યમ વર્ગનો યુવાન. જે પોતાના જીવનમાં પ્રમાણિકતા અને સચ્ચાાઈને સૌથી મોટું આપે છે. પ્રેમમાં સમર્પિત રહેનાર વિશ્વાસ જ્યારે ગેરસમજ અને નસીબની કઠણાઈનો સામનો કરે છે, ત્યારે તે અંદરથી સાવ ભાંગી જાય છે. શું તેનો પ્રેમ માત્ર એક લાગણી બનીને રહી જશે?૨. મીરાં - સુંદર, સંસ્કારી અને હસમુખી યુવતી. તે વિશ્વાસને બેહદ ચાહે છે, પણ પરિવારની ઈચ્છાઓ, સામાજિક દબાણ અને ઊભી થયેલી ગેરસમજોના ભંવરમાં ફસાઈ જાય છે. જે પ્રેમ ક્યારેય મરવાનો નહોતો, તે જ પ્રેમ તેને આજીવન યાદોના સહારા છોડી જાય છે.૩. સમીર - પરિસ્થિતિનો લાભ ઉઠાવનાર અને મીરાં તથા વિશ્વાસ વચ્ચે ...Read More

2

અનહદ-લાગણી છે કે માત્ર...??? (ભાગ-2)

ભાગ-૨:વાતોમાંથી લાગણીઓનો અહેસાસ પહેલો પ્રેમવખત જતાં સોશિયલ મીડિયાની ચેટ વિન્ડો હવે માત્ર મેસેજ મોકલવાનું સાધન નહોતી રહી, પણ એ હૃદય વચ્ચેનું અદ્રશ્ય સેતુ બની ગઈ હતી. સવારના પહેલા સૂર્યપ્રકાશ સાથે વિશ્વાસના ફોનની સ્ક્રીન પર મીરાંનો મેસેજ ચમકતો—"ગુડ મોર્નિંગ, વિશ્વાસ! રાત્રે સપનામાં આવ્યા હતા કે હકીકતમાં વાત કરતા હતા, ખબર જ ના પડી." અને આ મેસેજ વાંચીને વિશ્વાસના ચહેરા પર જે સ્મિત રેલાતું, એ આખો દિવસ એના ચેહરા પર અકબંધ રહેતું.ધીમે-ધીમે આ શબ્દોની સફર ટેક્સ્ટ મેસેજમાંથી બહાર નીકળીને અવાજના માધ્યમ સુધી પહોંચી. હવે માત્ર વોટ્સએપ ચેટ પૂરતી નહોતી, પણ મોડી રાતના લાંબા ફોન કોલ્સનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.(ફોન કોલનું ...Read More