ભેદ.

(4.1k)
  • 147.8k
  • 509
  • 93.5k

તેઓ દરરોજ સવારે 7 વાગ્યે ઉઠતા, સ્નાન પછી પૂજા કરતા. સાડા આઠ વાગ્યે નાસ્તો કરીને બરાબર નવ વાગ્યે ફેકટરીએ પહોંચી જતા. બપોરનું ભોજન ત્યાં જ લેતા અને સાંજે બરાબર સાત વાગ્યે મિલેથી સીધા ઘેર પાછા ફરતા, સ્નાન કરતા એના પછી ક્લ્બમાં જતા. ત્યાં મિત્રો સાથે ગપ્પા મારતાં. ક્યારેક પત્તે રમતા. બરાબર અગિયાર વાગ્યે પાછા આવતા, ભોજન કરતા અને પછી સુઈ જતા.

Full Novel

1

ભેદ - - 1

તેઓ દરરોજ સવારે 7 વાગ્યે ઉઠતા, સ્નાન પછી પૂજા કરતા. સાડા આઠ વાગ્યે નાસ્તો કરીને બરાબર નવ વાગ્યે ફેકટરીએ જતા. બપોરનું ભોજન ત્યાં જ લેતા અને સાંજે બરાબર સાત વાગ્યે મિલેથી સીધા ઘેર પાછા ફરતા, સ્નાન કરતા એના પછી ક્લ્બમાં જતા. ત્યાં મિત્રો સાથે ગપ્પા મારતાં. ક્યારેક પત્તે રમતા. બરાબર અગિયાર વાગ્યે પાછા આવતા, ભોજન કરતા અને પછી સુઈ જતા. ...Read More

2

ભેદ - - 2

શાંતિનગર…! પહાડી ક્ષેત્રમાં વસેલો એક ખુબસુરત અને રળિયામણો વિસ્તાર...! શાંતિનગર પર સોનુ વરસાવી રહ્યો હતો. થોડા વર્ષો પહેલા આ સ્થળ એકદમ ઉજ્જડ સુમસામ હતું. પછી સમય જતા અહીં સભ્યોનો રંગારંગ ધીમે ધીમે વધવા લાગ્યો. જોતજોતામાં જ શાંતિનગરની વસ્તી બે લાખ પર પહોંચી ગઈ. સુંદર વિશાળ બંગલા, સીધી સપાટ પાકી સડક, ખુબસુરત બાગ-બગીચા અને આધુનિક બજાર વસી ગઈ. લોકોના કથન મુજબ અહીં જેટલા માણસ વસે છે એ બધા લાખોપતિ-કરોડપતિ છે. ...Read More

3

ભેદ - - 3

-ભગવતી એકદમ ધૂંધવાઈ ગયો હતો. -કારણ...! કારણ, તેને સવારના પહોરમાં જ ફોન પર સર દીનાનાથના બંગલામાં એક વધુ ખૂન થઇ ગયાના મળ્યા હતા. આ સમાચાર મળતાં જ તે એકદમ હેબતાઈ ગયો હતો. હજુ તો દીનાનાથના ખૂનની તપાસમાં રજમાત્ર પણ પ્રગતિ નહોતી થઇ શકી, ત્યાં આ બીજા ખૂનના સમાચારે એના મગજની એકેએક નર્સને ખળભળાવી મૂકી હતી. દીનાનાથ પછી તેની પુત્રવધુ માલતીનું ખૂન કોણે, કેવી રીતે અને શા માટે કર્યું, એ તેને જરાયે નહોતું સમજાતું . ...Read More

4

ભેદ - - 4

કાવેરીના રૂમની બહાર દિલીપ તથા કાવેરી વાતો કરતા ઉભા હતા. ‘હું તમારાથી ખુબ જ નારાજ છું મિસ્ટર કૈલાસ...!’ સહસા કાવેરી દિલીપે પૂછ્યું, ‘મારાથી શું ભૂલ થઇ ગઈ?’ ‘તો હવે તમારી શું ભૂલ થઇ છે, એ પણ મારે જ કહેવું પડશે એમ ને?’ ‘હું નથી જાણતો એટલે કહેવી તો પડશે ને?’ દિલીપ બોલ્યો, ‘કોઈ સુંદર અને ખુબસુરત યુવતી કારણ વગર જ નારાજ થાય, એવું તો મારી જિંદગીમાં આ પહેલી વાર જ બન્યું છે.‘ ...Read More

5

ભેદ - - 5

કિશોર પોતાના રૂમમાં પલંગ પર સૂતો હતો. [વાંચકો યાદ રાખે કે દિલીપ સાથે બનતા બનાવો શાંતિનગરમાં બને છે, જયારે કિશોર, મીનાક્ષી, અને બળવંત સાથે બનતા બનાવો વિશાળગઢમાં બને છે.] એના માથા પર પાટો બાંધ્યો હતો અને તેનો ચહેરો સહેજ ફિક્કો પડી ગયો હતો. એની બાજુમાં જ બે ખુરશીઓ પર બળવંત તથા આનંદ બેઠા હતા. ‘આ બંગલામાં આ બધું શું થાય છે એ જ મને નથી સમજાતું.’ કિશોરના ફિક્કા ચહેરા સામે તાકી રહેતા બળવંત બોલ્યો, ‘પિતાજી અને માલતીના ખૂન…! તમારાં પર ગઈ રાત્રે થયેલો જીવલેણ હુમલો...! હે ઈશ્વર...હું શું કરું...? શું કરું...?’ ...Read More

6

ભેદ - - 6

દિલીપના મગજ પરનો ઘણો બોજો હળવો થઇ ગયો હતો. તસ્વીરનું ઘણું ખરું રૂપ આંખો સામે સ્પષ્ટ બનીને ઉપસી આવ્યું છતાંય હજુ એ તસ્વીર ઝાંખી હતી. કારણ કે એની કેટલીય કડીઓ હજુ પણ તૂટેલી હતી. સૌથી મહત્વનો સવાલ તો એ કે આ ગુનાની પાછળ દોરીસંચાર કોનો છે? તે હતો. મૃત્યુ પામેલો કૈલાસ મહેતા, કાવેરી તથા અરુણ દેશપાંડે તો પોતાના બોસના સંકેતો પર નાચતા હતા. પડદા પાછળનો આ અપરાધી કોણ હશે? ...Read More

7

ભેદ - - 7

ફરવા જવાનો પ્રોગ્રામ મીનાક્ષીએ જ બનાવ્યો. બળવંત તો કેમેય કરીને તૈયાર જ નહોતો થતો. પરંતુ છેવટે તેને કિશોર તથા આનંદના અનહદ સામે નમતું જોખવું પડ્યું હતું. એ લોકો નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જ ભગવતી અને રજની આવી પહોંચ્યા. કિશોર તથા આનંદ પર થયેલા હુમલાના સમાચાર બળવંતે ફોન કરીને રજનીને આપી દીધા હતા. એ બંનેનો સત્કાર કરવાને બદલે તેઓને જોતાં જ મીનાક્ષી તેમના પર વિફરી પડી. ...Read More

8

ભેદ - - 8

બીજી તરફ કિશોર તથા મીનાક્ષી ફરતાં ફરતાં ઘણું દૂર નીકળી ગયાં. એક સ્થળે મીનાક્ષીનો પગ સાડીમાં ફસાઇ જવાને કારણે લપસ્યો વાંકીચૂકી સડક પર તે લથડીયું ખાઇને ગરબડી પડવા જેવી સ્થિતિમાં મૂકાઇ ગઇ. પરંતુ બાજુમાં ચાલી રહેલા કિશોરે તેને પોતાના બાહુપાશમાં લઇને બચાવી લીધી. ‘થેક્યૂં...’ કિશોર એકીટશે તેના ચહેરા સામે તાકી રહ્યો હતો. એ રાતવાળી મીનાક્ષી તેના માનસ ચક્ષુઓ સમક્ષ તરવરી ઊઠી. એ મીનાક્ષી- કે જેણે ત્યારે પોતાની જાતને મધુ તરીકે ઓળખાવી હતી, જે એને પ્રેમ કરવા માટે વ્યાકુળ હતી અને સદીઓથી તરફડતી હતી. ...Read More

9

ભેદ - - 9

અર્ધી રાત્રે દિલીપ જ્યારે પોતાના રૂમમાં પાછો આવ્યો ત્યારે દરિયાકિનારે અરૂણ દેશપાંડેના મૃતદેહના ગજવામાંથી કાઢેલી વસ્તુઓ કે જે એણે ગજવામાં ટ્રાન્સફર કરી નાખી હતી, એ તેને યાદ આવી. એ વસ્તુઓને તે અત્યાર સુધી સાવ ભૂલી ગયો હતો. એણે અંધકારમાં જ એ બધી વસ્તુઓને પોતાના ગજવામાંથી બહાર કાઢી. બાજુના રૂમમાં કાવેરી ગાઢ ઊંઘમાં સૂઇ ગઇ છે એની ખાતરી કર્યા પછી એણે દરવાજાની સ્ટોપર બંધ કરી. ...Read More

10

ભેદ - - 10

કિશોર ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને એક આરામદાયક પલંગ પર પડેલી જોઈ. એણે સૂતાં સૂતાં જ જ્યાં સુધી પહોંચી, સુધી નજર દોડાવી. એણે જે જોયું, એનાથી તેના અચરજનો પાર ન રહ્યો. એ એક શાનદાર પલંગ પર મલમલ જેવા નરમ અને મુલામય ગાદલા પર સૂતો હતો. અંદરના ભાગમાં ગુલાબી છત પર નકશીકામ કરેલું હતું. ગોળ અને ખૂબસૂરત કુદરતી દશ્યોવાળી સુંદર છબીઓ દીવાલ પર લટકતી હતી. ...Read More

11

ભેદ - - 11

પોતાના રૂમમાં પહોંચીને મંચરશાએ બત્તી ચાલુ કરી. વળતી જ પળે તે એકદમ ચમકી ગયો. રૂમની બરાબર વચ્ચે ખુરશી પર એક માનવી હતો. એ માનવીની વેધક આંખો મંચેરશાના ચહેરા પર જ મંડાયેલી હતી. એના ભયંકર ચહેરા પર નજર પડતાં જ મંચેરશા ધ્રુજી ઊઠ્યો. ભયનું એક ઠંડું લખલખું વિજળીવેગે એના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું. આવો ભયંકર માણસ એણે આજ સુધીમાં ક્યારેય નહોતો જોયો. એ માણસની આંખોમાંથી જાણે કે અંગારા વરસતા હતા. ...Read More

12

ભેદ - - 12

આનંદે આપેલા આશ્વાસનના ફળરૂપે જ બળવંતના મન પરથી દુઃખનો આવડો મોટો બોજો હળવો થયો હતો. એ હવે પોતાની ફેક્ટરીમાં પણ લેવા લાગ્યો હતો. એની ફેક્ટરીમાં એલ્યુમિનિયમના પતરાઓ બનતા હતા અને પછી ઑર્ડર પ્રમાણે તેના ઉપર જુદી જુદી જાતનો રંગ ચડાવવામાં આવતો હતો. એની ફેક્ટરીનાં પતરાં એટલાં બધાં મજબૂત અને ચોક્સાઈપૂર્વક બનતાં હતાં કે હિન્દુસ્તાન એર ક્રાફ્ટ જેવી મશહુર વિમાન બનાવનારી કંપની પણ તેની પાસેથી માલ ખરીદતી હતી. ...Read More

13

ભેદ - - 13

મધરાત વીતી ગઈ હતી. રૂબીએ પોતાના રૂમનો દરવાજો ધીમેથી ઉઘાડ્યો. બહાર લોબીમાં ઝાંખા પ્રકાશનો એક બલ્બ સળગતો હતો. થોડી પળો સુધી તે ને એમ દરવાજા પાસે ઊભી રહી. પછી એ દબાતા પગલે બહાર નીકળીને સીડીનાં પગથિયાં ઉતરવા લાગી. બે મિનિટ પછી તે હોટલની બહાર હતી. સડક પર પણ સન્નાટો હતો. ...Read More

14

ભેદ - - 14

કિશોર ભાનમાં આવી ગયો હતો. ‘હવે તબિયત કેમ છે કિશોર...?’ માઈકલે સ્મિત ફરકાવીને કોમળ અવાજે પૂછ્યું. ‘હવે સારું છે, પણ આપ...?’ ઉઘાડતાં જ જે ચહેરો સામે આવ્યો એ જોઈને કિશોર ગભરાઈને ચૂપ થઈ ગયો. ‘તારું ગ્લાઈડર મારી જ બોટ પર પડવાનું હતું. પરંતુ આપણા સદ્દનસીબે એ પાણીમાં પડ્યું અને આપણે બંને બચી ગયા. ખેર, બોલ, શું પીવું છે ચા-દૂધ કે કોફી?’ ‘કોફી જ ઠીક રહેશે.’ કિશોર બેઠા થતાં કહ્યું, ‘શું હું મારા પ્રાણરક્ષકનો પરિચય જાણી શકું છું?’ ...Read More

15

ભેદ - - 15

કેપ્ટન ગુપ્તાના ગયા પછી થોડી વાર બાદ એ જ ખુરશી પર ડોક્ટર વોટસન બેઠો હતો. ’મિસ્ટર વોટસન...!’ પડદા પાછળથી મેડમનો આવ્યો, ‘એ પ્લોટ ખરીદવા માટે તમને પૂરેપૂરી રકમ આપી દેવામાં આવી છે. તો પછી હવે શું ઢીલ છે? પ્લોટ આવતીકાલે રજિસ્ટર થઈ જ જવો જોઈએ.’ ‘એ બધું થઈ જશે મેડમ! ફક્ત રજિસ્ટર થવાની જ રાહ જોવાય છે.’ ‘વારૂ, આપણી જરૂરિયાતની વસ્તુ એ પ્લોટ સિવાય બીજે ક્યાં સુધી ફેલાયેલી છે, ત કહી શકશો?’ ...Read More