અક્ષયનીતિસૂત્ર

(1)
  • 2
  • 0
  • 6.6k

નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સંજય, કામન્દક , ચાણક્ય, ભર્તૃહરિ વગેરે નામ પ્રચલિત છે. આ સર્વ આચાર્યો ને નમન કરીને આ અધ્યાય નો આરંભ થાય છે. સર્વ ના હિત અર્થે કરેલું ચિંતન એ સર્વ માટે માર્ગદર્શન પૂરું પાડે એ હેતુ થી ચિંતકો દ્વારા ગ્રંથ રૂપે પેઢીઓ સુધી પહોંચાડવા માં આવે છે. અક્ષયનીતિ સૂત્ર એ એક કાલ્પનિક વિચાર છે... આ વિચાર માં "કુદરત" એટલે કે "પ્રકૃતિ" ને નીતિશાસ્ત્ર ના આચાર્ય કલ્પવામાં આવ્યા છે. કુદરત સ્વયં માનવજાત ને કેટલાક અક્ષય નીતિ સુત્રો કહે છે.. હવે કુદરત કહે છે એટલે એ કોઈ પણ સમય ના મનુષ્ય માટે દરેક કાળ માં યોગ્ય રહેશે. દરેક ભાગ માં બે સૂત્ર ભાવાર્થ સાથે મૂકીશ. કુદરત ની પ્રેરણા ,પ્રેમ, પ્રજ્ઞા થી આ લેખ માળા પ્રગતિ પામે એ રીતે આ સૂત્રો ને સિરીઝ ના ફોર્મેટ માં લખ્યા છે.

Full Novel

1

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 1

નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સંજય, કામન્દક , ચાણક્ય, ભર્તૃહરિ વગેરે નામ પ્રચલિત છે. આ સર્વ આચાર્યો ને નમન કરીને આ અધ્યાય નો આરંભ થાય છે. સર્વ ના હિત અર્થે કરેલું ચિંતન એ સર્વ માટે માર્ગદર્શન પૂરું પાડે એ હેતુ થી ચિંતકો દ્વારા ગ્રંથ રૂપે પેઢીઓ સુધી પહોંચાડવા માં આવે છે.અક્ષયનીતિ સૂત્ર એ એક કાલ્પનિક વિચાર છે... આ વિચાર માં ...Read More

2

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 2

માનવ ની વિશેષ ક્ષમતાઓ અને વિકાસ અંગે કુદરત ના સૂત્રો. આ સૂત્રો દ્વારા કુદરત સમય સાથે માણસે જે પ્રગતિ છે એની યાત્રા વિશે જણાવે છે.સૂત્ર :૩જે ભાષા, તર્ક ,બોધ મનુષ્ય પાસે છે ,તેના થી મનુષ્ય કુદરત ની અન્ય પ્રજાતિઓ કરતા વિશેષ છે,તેની પાસે વધુમાં પ્રભાવશાળી સમાજ બનાવવાની પણ ક્ષમતા છે, તે આધ્યાત્મ તેમ જ વિજ્ઞાન દ્વારા રહસ્યો ઉકેલી શકે છે.આ ક્ષમતા થી મનુષ્ય બીજા બધા જ જીવો કરતા વધુ વિકાસ પ્રાપ્ત કરી શકે છે ,તેની પાસે હાસ્ય , મનોરંજન તેમજ ઉત્સવ ઉજવવા ની આવડત પણ છે જેથી આ વિકાસ ને તે માણી શકે,આટલી બધી ક્ષમતાઓ ધરાવતો મનુષ્ય જો દુઃખી ...Read More

3

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 3

સૂત્ર : ૫સામાજિક કર્મો ના બંધન થી ઉત્ત્પન્ન થયેલ ભાવો ને મમત્વ પૂર્વક મનુષ્ય પોતાના માની ને દુઃખ ભોગે નિત્ય પરિવર્તનશીલ છે.. ક્ષણ ક્ષણ નવિન છે. કર્તા હોવાની લાગણી જ એક ભાર છે.આ ભાર હટતા ક્ષણવાર માં સંતોષ, શાંતિ અને હળવાશ અનુભવાય છે.આ હળવાશ જેને અનુભવાય એ સદૈવ પોતાના અંતર માં સ્થિર થઈ પ્રસન્નતા ને પ્રાપ્ત થાય છે.સૂત્ર : ૬કુદરત ના પોતાના વિરોધાભાસો છે, દિવસ રાત, ઋતુઓ નું અવિરત ચક્ર હમેશા ચાલતું રહે છે.વૃત્તિઓ ની આ ઘટમાળ ,જીવન નું ધડતર બધું દરેક ક્ષણે પરિવર્તિત થયા કરે છે.વધુ પડતી ગંભીરતા ,તાણ અને અવસાદ ને જન્મ આપે છે.સરખામણીઓ અસુરક્ષા અને અભાવ ...Read More

4

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 4

સૂત્ર :૭સમાજનું અસ્તિત્વ.. સમાજ ની પોતાની આવશ્યકતાઓ અને અપેક્ષાઓ તથા તેની વૃત્તિઓ નો મુજ કુદરત ની વૃત્તિઓ સાથે ટકરાવ એટલું જ સંઘર્ષ વધુ.શરીર પણ મુજ કુદરત ની રચના, એના શ્વાસ, પાણી ,ભોજન, સુરક્ષા,પ્રજનન અને વિકાસ ની યોજના બધી જ રહેતી હમેશા.. પણ આ સંઘર્ષ આ રચના ને કરતો પ્રદૂષિત અને સૈદૈવ રહેતો પામવાની ચાહ માં.જીતવાની અપેક્ષા થતા હારતો.. પામવા ની ઇચ્છા કરતા ગુમાવતો.. કારણ કે ઈચ્છા ફક્ત જોવા દેતી ચાંદ ની ચાંદની પણ ન જોવા દેતી કાળા ડાઘ.તૂટેલા કાચ માં સંપૂર્ણ પ્રતિબિંબ જોવાની અભિપ્સા.. કષ્ટો થી પરિપૂર્ણ રહતી.. છતાંય કાંઈક વિશેષ થી વિશેષ બનવાનો અથવા ન બની શકવાનો ગર્વ ...Read More

5

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 5

ખંડ:૨:આત્મજાગૃતિ નું વિવરણસૂત્ર :૧કુદરત ઉવાચ:ઋતુ નિશ્ચિત છે.દિવસ-રાત અને સમય પણ,શ્વાસ લેવો અને મૃત્યુ,જાગવું અને ઊંઘવું,મેળવવું અને ગુમાવવું,ચાલવા માટે કયોપગ એ પણનિશ્ચિત છે.અનિશ્ચિતછે, તો માત્ર આયુષ્યનીસીમા, અને મનુષ્યનીઇચ્છાઓ. આયુષ્યની સીમાપર આપણો વશ નથી,ઇચ્છાઓ પર કામકરી શકીએ છીએ. અત્યારેજ પ્રસન્ન અને સંતોષીથઈ શકીએ છીએ, અથવા ચિંતામાંઉદ્વેગપૂર્ણ રહી શકીએ છીએ.આ જ ક્ષણે આપણો વશ ચાલીશકે છે, નિયતિ ભલે ગમે તેહોય, (જીવન) માત્ર ક્ષણોનો નિયતસંગ્રહ છે. પરિણામ પર વશ નથીઆપણો, ક્ષણની મનઃસ્થિતિ પરછે, આનું જ ધ્યાન રાખવું એ જ જાગૃતિ છે.ભાવાર્થ : કુદરત ની વાતો સરળ છે.. હમેશા તરત ગળે ઉતરી શકે .. કોઈ પણ સમયગાળા ના જીવીત વ્યક્તિ માટે અનુકૂળ હોય એ ...Read More

6

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 6

સૂત્ર : ૩ ( ખંડ :૨)સમાજ ની કૃત્રિમ શિક્ષાઓ મનુષ્ય ના અહમ અને ભાવ જગત સાથે જોડાઈને મમત્વ ઊભું છે.મનુષ્ય નો અહમ અને ભાવ જગત એના સમય ની ગતિ નક્કી કરે છે.સમાજ ની શિક્ષા અને વૃત્તિઓ થી અહમ મજબૂત બને છે અને ભાવ જગત માં મહત્વકાંક્ષા અને સંઘર્ષ ની લાગણી મજબૂત થાય છે.જ્યારે વ્યર્થ ના સંઘર્ષ ,ચિંતા ,દુઃખ ની લાગણી જે મનુષ્ય ના " હું" સાથે એટલે કે અહમ સાથે જોડાયેલી છે, એ હળવી થાય ત્યારે સમય તીવ્ર ગતિ એ પસાર થાય છે. જેને મનુષ્ય સુખ નો સમય કહે છે.આમ સુખ કે દુઃખ એ સમય ની ધીમી અથવા તીવ્ર ...Read More

7

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 7

કુદરત ના સ્વરૂપ ,તેના નિયમો અને કાર્યપ્રણાલી વિશે.સૂત્ર : ૫ ( કુદરતી આપદાઓ વિશે સ્વયં કુદરત જણાવે છે.)કાળ સ્વરૂપ છે મારું જેને મનુષ્ય વિપદા કે કુદરતી આપત્તિ કહે છે. મારા પંચતત્વો માં અતિરેક અથવા અભાવ સર્જાય ત્યારે આવા પ્રસંગ સર્જાય છે.ક્રોધ, વિનાશ અને હિંસા પણ મારામાં એટલા જ સહજ છે જેટલા પ્રેમ, સર્જન અને સંરક્ષણ. મારું એક સંતુલન ચક્ર છે.. એમાં કોઈ પણ પ્રકાર ની છેડતી વિનાશ ને આમંત્રણ છે.મારો એક જ સ્વભાવ છે ,જે ક્ષણ માં હું જે પણ કરું છું.. ભરપૂર કરું છું. હું એક થી એક સમજદાર , શાંત અને મુસદ્દી વ્યક્તિઓ ને જન્મ પણ આપી ...Read More

8

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 8

અંતિમ અધ્યાયસૂત્ર:૭ કુદરત ઉવાચ:કરોડો વર્ષો થી સ્થિત એવા મારા અસ્તિત્વે ઘણા પરિવર્તનો જોયા અને આ પરિવર્તનો ની સાથે સાથે પેઢીઓ મેં વીતતી જોઈ. તથા ભવિષ્ય માં પણ જોતો રહીશ.અહીંયા જે પણ શ્વાસ લે છે, એને મારી પ્રણાલી જ ચલાવે છે. મેં પૂર્વે કહ્યું તેમ આયુષ્ય અને ઈચ્છાઓ અનિશ્ચિત છે પણ કુદરત એટલે કે મારા માં શ્વાસ લેનાર પ્રત્યેક વ્યક્તિ સમજી અને જાણી લે કે મારા જતન માં એમનું જતન અને પતન માં એમનું પતન છે. કારણ કે સર્વે જીવો અંતે મારાથી જ અસ્તિત્વ પામે છે અને મારા જ અંશ છે.મારા મહાન પરિવાર ના સૌથી વિશેષ એવા અને સૌથી સમજદાર ...Read More