અદ્રશ્ય શત્રુ

(14)
  • 10
  • 0
  • 5.7k

સાયબર સેલ હેડક્વાર્ટર – સવારનો સમય**(આખા હોલમાં અફરાતફરી મચેલી છે. કીબોર્ડના અવાજો, સતત વાગતી ફોનની ઘંટડીઓ અને ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝનો ગભરાટે ભરેલો અવાજ માહોલને ગંભીર બનાવે છે.)ન્યૂઝ એન્કર: (ગભરાયેલા અવાજે) બ્રેકિંગ ન્યૂઝ! અમદાવાદ સ્માર્ટ સિટીનું સેન્ટ્રલ સર્વર હેક થયું છે! મેટ્રો ટ્રેનો ટ્રેક પર જ લોક થઈ ગઈ છે, એસી બંધ થતાં મુસાફરો ફસાયા છે. આખા શહેરમાં UPI, ક્રેડિટ કાર્ડ અને બેંકિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. અમદાવાદ અત્યારે કમ્પ્લીટ 'ડિજિટલ લોકડાઉન' માં છે

1

અદ્રશ્ય શત્રુ - 1

અદ્રશ્ય શત્રુલેખક : રૂપેન પટેલ સાયબર સેલ હેડક્વાર્ટર – સવારનો સમય**(આખા હોલમાં અફરાતફરી મચેલી છે. કીબોર્ડના અવાજો, સતત વાગતી ઘંટડીઓ અને ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝનો ગભરાટે ભરેલો અવાજ માહોલને ગંભીર બનાવે છે.)ન્યૂઝ એન્કર: (ગભરાયેલા અવાજે) બ્રેકિંગ ન્યૂઝ! અમદાવાદ સ્માર્ટ સિટીનું સેન્ટ્રલ સર્વર હેક થયું છે! મેટ્રો ટ્રેનો ટ્રેક પર જ લોક થઈ ગઈ છે, એસી બંધ થતાં મુસાફરો ફસાયા છે. આખા શહેરમાં UPI, ક્રેડિટ કાર્ડ અને બેંકિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે..... સ્ટોરી વાંચી કોમેન્ટ, રીવ્યુ આપવા વિનતી. ...Read More

2

અદ્રશ્ય શત્રુ - 2

અમદાવાદની પાવર ગ્રીડ અને ધરોઈ ડેમને રૂદ્રના વિનાશક પ્લાનમાંથી બચાવ્યાને હજુ ૨૪ કલાક પણ નહોતા થયા. સાયબર સેલની બહાર કુમળો તડકો હતો, પણ કબીરના હાથમાં રહેલા ફોનની સ્ક્રીન પર જે મેસેજ ફ્લેશ થઈ રહ્યો હતો, તેણે તેના કપાળે પરસેવો લાવી દીધો.*"રૂદ્ર તો બસ એક પ્યાદું હતું કબીર. અસલી માસ્ટરમાઇન્ડ તો હજી ડાર્ક નેટની અંદર બેઠો છે. લેવલ ૨ ટૂંક સમયમાં શરૂ થશે..."*કબીરે ચમકીને ચારેય તરફ નજર દોડાવી. રસ્તા પર દોડતી ગાડીઓ, ઓફિસે જવા ઉતાવળા થતા લોકો, ચાની કિટલી પર જામેલી ભીડ... આ ભીડમાંથી જ કોઈકે હમણાં જ તેનો ફોટો પાડ્યો હતો. શત્રુ અદ્રશ્ય હતો, અને તે ઘણો નજીક હતો.તેણે ...Read More

3

અદ્રશ્ય શત્રુ - 3

અદ્રશ્ય શત્રુ: ધ લેવલ ૩ - ડિજિટલ હૈસ્ટQR સ્કેનની પાછળ છુપાયેલો સૌથી મોટો સ્કેમમીઠાપુર પરમાણુ ઊર્જા મથકને 'ઓમેગા પ્રાઇમ' વિનાશક પ્લાનમાંથી બચાવ્યાને હજુ ૨૪ કલાક પણ નહોતા થયા. સાયબર સેલના કમાન્ડ સેન્ટરમાંથી નીકળીને કબીર, ડિજિટલ ફ્રોડ ઈન્વેસ્ટિગેશનના હેડ ઓફિસર રવી અને આર્યા સાંજે ઓફિસ અવર્સ પતાવી સી.જી. રોડ પર આવેલી એક શાંત કોફી શોપમાં રિલેક્સ થવા બેઠા હતા. કબીરે હજુ ગઈકાલે જ પોતાનો જૂનો ફોન ટેરેસ પરથી ફેંકી દીધો હતો, એટલે આજે તે નવા સેક્યોર ડિવાઈસ સાથે ટેબલ પર બેઠો હતો."તને ખરેખર લાગે છે કબીર કે ઓમેગા પ્રાઇમ આટલી જલ્દી ફરી હુમલો કરશે?" આર્યાએ કોફીનો મગ હાથમાં લેતા પૂછ્યું."એણે ...Read More

4

અદ્રશ્ય શત્રુ - 4

અદ્રશ્ય ગુનેગાર "ગુનેગાર ચહેરો બદલી શકે... પુરાવા નહીં."અમદાવાદ ક્રાઇમ બ્રાંચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન વિંગની કોન્ફરન્સ રૂમમાં સન્નાટો છવાયેલો હતો. ટેબલ એક હાઇ-પ્રોફાઇલ કેસની ફાઇલ પડી હતી. 'રોયલ ઇન્સ્યુરન્સ કંપની' તરફથી ૧૫ કરોડ રૂપિયાના જીવન વીમાના ક્લેમ અંગે એક શંકાસ્પદ અરજી આવી હતી. ક્લેમ કરનાર વ્યક્તિ હતો દિવંગત ઇજનેર અને વ્યાપારી હર્ષવર્ધન વ્યાસ. સરકારી ચોપડે અને મૃત્યુના પ્રમાણપત્ર મુજબ, સોમનાથ નજીક દરિયાકિનારે આવેલા એક ફાર્મહાઉસમાં હૃદયરોગના હુમલાથી હર્ષવર્ધનનું અવસાન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર પણ તાત્કાલિક કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, વીમા કંપનીની એઆઇ ફ્રોડ ડિટેક્શન સિસ્ટમે મૃત્યુના બરાબર ચાર દિવસ પહેલા જ પોલીસીની રકમ ૩ કરોડથી વધારીને ૧૫ કરોડ ...Read More

5

અદ્રશ્ય શત્રુ - 5

અદ્રશ્ય ગુનેગાર"ગુનેગાર ચહેરો બદલી શકે... પુરાવા નહીં."અમદાવાદ ક્રાઇમ બ્રાંચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન વિંગની કોન્ફરન્સ રૂમમાં સન્નાટો છવાયેલો હતો. ટેબલ પર હાઇ-પ્રોફાઇલ કેસની ફાઇલ પડી હતી. 'રોયલ ઇન્સ્યુરન્સ કંપની' તરફથી ૧૫ કરોડ રૂપિયાના જીવન વીમાના ક્લેમ અંગે એક શંકાસ્પદ અરજી આવી હતી. ક્લેમ કરનાર વ્યક્તિ હતો દિવંગત ઇજનેર અને વ્યાપારી હર્ષવર્ધન વ્યાસ. સરકારી ચોપડે અને મૃત્યુના પ્રમાણપત્ર મુજબ, સોમનાથ નજીક દરિયાકિનારે આવેલા એક ફાર્મહાઉસમાં હૃદયરોગના હુમલાથી હર્ષવર્ધનનું અવસાન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર પણ તાત્કાલિક કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, વીમા કંપનીની એઆઇ ફ્રોડ ડિટેક્શન સિસ્ટમે મૃત્યુના બરાબર ચાર દિવસ પહેલા જ પોલીસીની રકમ ૩ કરોડથી વધારીને ૧૫ કરોડ કરવામાં ...Read More

6

અદ્રશ્ય શત્રુ - 6

અદ્રશ્ય લુંટછ મિનિટ માં 150 કરોડની લુંટધનતેરસની બરાબર આગલી રાત. ઘડિયાળમાં ટકોરો પડ્યો—રાત્રિના ૦૨:૧૧ વાગ્યા.એસ.જી. હાઈવે પર આવેલો આઠ કાચનો કિલ્લો—‘ધ રોયલ વાઇસરોય જ્વેલર્સ’—બહારથી સાવ શાંત હતો, પણ અંદર કરોડોના હીરા અને સોનાની ચમક અંધારામાં પણ ઝળહળતી હતી. દિવાળી સેલ માટે સુરત અને મુંબઈથી સ્પેશિયલ કલેક્શન આવી ચૂક્યું હતું. શોરૂમના બેસમેન્ટમાં આવેલી ટાઈટેનિયમ વૉલ્ટની અંદર આ ક્ષણે હાજર હતો ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો સ્ટોક—૧૫૦ કરોડના અનકટ સોલિટેર અને જડતર દાગીના.સામે ઉભેલા બે વ્યક્તિઓના ચહેરા પર લાલચનો પરસેવો ચમકી રહ્યો હતો: મેનેજર હરેશ અને ફ્લોર સેલ્સ હેડ પૂજા .પૂજાએ તેના આઈફોનમાં એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન ઓપન કરી હરેશ સામે જોયું અને બોલી:"હરેશભાઈ, ...Read More