રહસ્ય : નશો દોલત નો!

(0)
  • 28
  • 0
  • 350

" સોના! તને ખબર છે ને કે આપડે પાર્ટી માં સાત વાગ્યે પહોંચવાનું છે. અને હમણાં સાડા છ વાગી ગયા છે. કેટલી વાર?" એક સામાન્ય વન બિએચકે ફ્લેટ ના હોલ માં ઊભેલો પ્રતીક જોરથી બરાડ્યો. " આવું છું. શાંતિ રાખ. આટલી મોટી, નામી લોકો ની પાર્ટી માં જવાનું છે તો શું આમ ને આમ નીકળી પડું? મને ખબર છે તું તો સાવ ભીખારી જેવો જ તૈયાર થયો હશે." તે બંધ રૂમ માંથી એક તીક્ષ્ણ અવાજ આવ્યો. હજુ પ્રતીક કશું બોલે કે કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં તે રૂમ નો દરવાજો ખૂલ્યો અને એક રૂપસુંદરી જેવી છવ્વીસ વર્ષની યુવતી બહાર આવી.

1

રહસ્ય : નશો દોલત નો! - 1

દોલત, રૂતબા નો નશો શુ એટલો નશીલો હોઇ છે કે માણસ બધું ભુલાવી બેસે છે? ...Read More

2

રહસ્ય : નશો દોલત નો! - 2

પ્રતિક એક સત્યાવીસ વર્ષ નો યુવક. એકદમ સાદું જીવન અને દેખાવ પણ સાવ ભોળો.... અલ્લાહ નો માણસ. સોનાક્ષી ની ની ઓળખાણ થી પ્રતિક અને સોનાક્ષી ના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. જેમાં પ્રતિક ની ફેમિલી માં ફકત તેની મા હતી. એ પણ ફેફસાં ની બીમારી ના કારણે લગ્ન ના છ મહિના ના દરમિયાન જ એકાએક મૃત્યુ પામી હતી. મધ્યમ વર્ગીય સોનાક્ષી ને પહેલાં થી જ એક અમીર ઘર માં પરણવાની તીવ્ર ઈચ્છા હતી. કેમકે તે આખી જિંદગી આ વેતરા કરવા નહોતી માંગતી. એટલે જ્યારે તેના ન કહેલા પર પણ તેને પ્રતિક જોડે લગ્ન કરવામાં આવ્યા તો તે ખૂબ ...Read More