અમદાવાદના ટાઉન હોલની બહાર ભીડ ઉમટી હતી. રોશનીથી ઝગમગતા મોટા હોર્ડિંગ પર લખ્યું હતું: "જાદુગર આર્યન: એક એવી દુનિયા જ્યાં અશક્ય કંઈ જ નથી!" રાતના બરાબર નવ વાગ્યા. હોલની લાઈટો ધીમી થઈ અને સ્ટેજ પર ઘેરા લાલ રંગના પડદા ખુલ્યા. ધુમાડાના ગોટેગોટા વચ્ચેથી એક આકૃતિ બહાર આવી. ઉંચો દેહ, તીણી આંખો અને ચહેરા પર એક અજીબ સ્મિત. આર્યને સ્ટેજ પર આવતાની સાથે જ પ્રેક્ષકો સામે જોયું અને અત્યંત વિનમ્રતાથી એટલો બધો નમ્યો કે તેનું માથું લગભગ ઘૂંટણને અડી ગયું. તેની આ નમ્રતા જોઈને આખો હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો.
માયાવી મોહરું - ભાગ 1
માયાવી મોહરુંભાગ 1લેખિકાMansi DesaiDesai MansiShastriઅમદાવાદના ટાઉન હોલની બહાર ભીડ ઉમટી હતી. રોશનીથી ઝગમગતા મોટા હોર્ડિંગ પર લખ્યું હતું: "જાદુગર એક એવી દુનિયા જ્યાં અશક્ય કંઈ જ નથી!" રાતના બરાબર નવ વાગ્યા. હોલની લાઈટો ધીમી થઈ અને સ્ટેજ પર ઘેરા લાલ રંગના પડદા ખુલ્યા. ધુમાડાના ગોટેગોટા વચ્ચેથી એક આકૃતિ બહાર આવી. ઉંચો દેહ, તીણી આંખો અને ચહેરા પર એક અજીબ સ્મિત. આર્યને સ્ટેજ પર આવતાની સાથે જ પ્રેક્ષકો સામે જોયું અને અત્યંત વિનમ્રતાથી એટલો બધો નમ્યો કે તેનું માથું લગભગ ઘૂંટણને અડી ગયું. તેની આ નમ્રતા જોઈને આખો હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો."નમસ્કાર અમદાવાદ!" આર્યનનો અવાજ રેશમ જેવો મુલાયમ હતો. "આજે ...Read More
માયાવી મોહરું - ભાગ 2
માયાવી મહોરુંભાગ 2લેખિકાMansi DesaiDesai MansiShastriવડોદરામાં ઇન્સ્પેક્ટર વાઘેલાના શંકાસ્પદ મોતે પોલીસ બેડામાં ફફડાટ મચાવી દીધો હતો. ઇન્સ્પેક્ટર રાણા હવે ખાતરીપૂર્વક હતા કે આ કોઈ કુદરતી મોત નથી, પણ એક અત્યંત ચાલાકીપૂર્વક આચરેલું ખૂન છે. તે પોતાની ટીમ સાથે ગુપ્ત રીતે સુરત પહોંચ્યા, જ્યાં ડાયમંડ સિટીના સૌથી ભવ્ય ઓડિટોરિયમમાં જાદુગર આર્યનનો ત્રીજો શો યોજાવાનો હતો.ઓડિટોરિયમની રોશની ઝાંખી થઈ. વાતાવરણમાં એક અજીબ પ્રકારની ઠંડક હતી. પડદો ખૂલ્યો અને આર્યન સ્ટેજ પર પ્રગટ થયો. આજે તેનો પહેરવેશ કાળો હતો, જે તેની સફેદ ત્વચા અને રહસ્યમયી સ્મિત સાથે બિહામણો વિરોધાભાસ પેદા કરતો હતો. પ્રેક્ષકોની વચ્ચે છૂપા વેશે બેઠેલા ઇન્સ્પેક્ટર રાણાની નજર આર્યનના દરેક હાવભાવ ...Read More
માયાવી મોહરું - ભાગ 3
માયાવી મોહરુંભાગ 3લેખિકાMansi DesaiDesai MansiShastriઅંતિમ ભાગકચ્છનું સફેદ રણ, પૂનમની રાત અને રણ-ઉત્સવનો માહોલ. વાતાવરણમાં ઠંડી હતી, પણ ઇન્સ્પેક્ટર રાણાનું ઉકળતું હતું. આ જાદુગર આર્યનનો પાંચમો અને અંતિમ શો હતો. રાણા જાણી ચૂક્યા હતા કે આર્યન કોઈ સામાન્ય ગુનેગાર નથી, તે એક એવો શિકારી છે જે નમ્રતાના ઓઠા હેઠળ ન્યાય તોળી રહ્યો હતો.આર્યને સ્ટેજ પર પ્રવેશ કર્યો. સફેદ રણની પૃષ્ઠભૂમિમાં તેનો કાળો પોશાક કોઈ યમરાજ જેવો લાગતો હતો. આજે તેની આંખોમાં એક અનોખી સંતોષની લાગણી હતી. પ્રેક્ષકોની પ્રથમ હરોળમાં બેઠો હતો તેનો પાંચમો શિકાર – નિવૃત્ત જજ મિશ્ર, જેણે વર્ષો પહેલા એક અકસ્માતના કેસમાં ખોટા પુરાવાઓને આધારે ગુનેગારોને છોડી મૂક્યા ...Read More