વરસતા વરસાદની આ મોસમમાં ચારે તરફ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો હતો. આકાશ ઘેરા વાદળોથી છવાયેલું હતું, અને ધીમો, મધુર વરસાદ વરસતો હતો. વાતાવરણમાં માટીની ભીની સુગંધ પ્રસરી ગઈ હતી, અને ઠંડી હવાની લહેરો મનને શાંતિ આપી રહી હતી.શિખરનું મન ફરી એ જ વિચારોમાં સરી પડ્યું. જૂની યાદોની વણઝાર તેના હૃદયને ઘેરી વળી.તે સ્વગત બોલી ઊઠ્યો:“શું વાંક-ગુનો હતો? સજા મારા માટે તો નહોતી જ, હતી? હું ખૂબ પ્રયત્નોથી મારા મનને આ વિચારોથી બચાવું છું, પણ આ હૃદય કોઈનું માને છે ક્યાં? એ ઊંડે ઊંડે સંતાડેલા યાદોના બીજને લાગણીનું પાણ આપના અનમોલ પ્રતિભાવો મો. 9265504447 પર મોકલી શકો છો.
લાગણીનો સેતુ - 1
વરસતા વરસાદની આ મોસમમાં ચારે તરફ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો હતો. આકાશ ઘેરા વાદળોથી છવાયેલું હતું, અને ધીમો, વરસાદ વરસતો હતો. વાતાવરણમાં માટીની ભીની સુગંધ પ્રસરી ગઈ હતી, અને ઠંડી હવાની લહેરો મનને શાંતિ આપી રહી હતી.શિખરનું મન ફરી એ જ વિચારોમાં સરી પડ્યું. જૂની યાદોની વણઝાર તેના હૃદયને ઘેરી વળી.તે સ્વગત બોલી ઊઠ્યો:“શું વાંક-ગુનો હતો? સજા મારા માટે તો નહોતી જ, હતી? હું ખૂબ પ્રયત્નોથી મારા મનને આ વિચારોથી બચાવું છું, પણ આ હૃદય કોઈનું માને છે ક્યાં? એ ઊંડે ઊંડે સંતાડેલા યાદોના બીજને લાગણીનું પાણ આપના અનમોલ પ્રતિભાવો 9265504447 પર આપવા વિનંતી ...Read More
લાગણીનો સેતુ - 2
તે દિવસે તેણે રાત્રે જે પ્લાન બનાવ્યો હોય છે, તે બાબતે વિચારી ઓફિસે પહોંચે છે અને તે માટે બધી કરે છે. અને બપોરે ૧:૦૦ વાગ્યા આસપાસ ઝડપથી શિખાને પોતાની કેબિનમાં આવવા જણાવે છે.શિખા શિખરની કેબિન તરફ આવતી જ હોય છે, ત્યાં રસ્તામાં શિખર તેને મળી જાય છે અને શિખર ઝડપથી તેને પાર્કિંગ તરફ ઝડપથી જવા માટે જણાવે છે. શિખા કંઈ સમજે તે પહેલાં શિખર તેના લેપટોપ અને બેગ સાથે પોતાની ગાડીમાં ગોઠવાઈ જવા જણાવે છે.ત્યારે શિખા પૂછે છે, “સર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ?”ત્યારે શિખર જણાવે છે કે, “આપણે એક ક્લાયન્ટ સાથે અર્જન્ટ મીટિંગ માટે જઈ રહ્યા છીએ.”શિખા બોલે ...Read More
લાગણીનો સેતુ - 3
શિખર માટે આ લંચ માત્ર માફી માંગવાનું નહોતું. તેના મનમાં ઊંડે ઊંડે, શિખાનો સાથ હવે તેની કડવી યાદોના અંધકારમાંથી આવવા માટેનો એકમાત્ર રસ્તો જણાતો હતો.તેની જૂની જિંદગીની યાદો એક ઊંડા ઘા સમાન હતી, જેને તેણે વર્ષોથી છુપાવીને રાખ્યો હતો. પણ શિખાની હાજરી, તેની નિખાલસતા, કામ પ્રત્યેનો તેનો લગાવ, અને તેની સાથે વિતાવેલી હળવી પળો... આ બધું શિખરના જખમ પર ઠંડા પાટા જેવું હતું.તેના મનમાં સતત એક વિચાર આવતો હતો: જ્યારે જ્યારે હું શિખા સાથે હોઉં છું, ત્યારે તે કડવી યાદો થોડીવાર માટે શાંત થઈ જાય છે. તે મને મારી જૂની દુનિયામાંથી ખેંચીને વર્તમાનના આનંદ તરફ લાવે છે.શિખરને ખ્યાલ આવતો ...Read More