શાપિત વિવાહ

(1.8k)
  • 207.4k
  • 226
  • 172.1k

અરવલ્લીની પહાડીઓ, નજીકમાં આવેલુ અંબાજી નુ અંબે માનુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરોની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આ નાનકડા ગામમાં કદાચ હજારેક માણસોની માડ વસ્તી હશે. મોટા ભાગના લોકો મજુરી કરીને જીવતા. શ્રમજીવી લોકો રોજનુ કમાય ને રોટલો રળે. એટલી સુખી સંપન્નતા એટલી નહોતી. એક બે ક્ષત્રિયો ના ઘર . પણ હવે ત્યાં પણ એકલદોકલ માણસો રહેતા. આજે એ જ ગામ આખું ચારેતરફ રોશનીથી ઝળહળી રહ્યું છે.આખા રસ્તે રંગોળીઓ પુરાયેલી છે. અને એક સૌનુ આકર્ષક એવી એક હવેલી જે આખા ગામની શાન હતી એ આજે વર્ષો પછી ફરી ખુલી છે.અને રોશનીથી ઝગમગી છે.અને ચારેતરફ શોરબકોર છે.

Full Novel

1

શાપિત વિવાહ -1

અરવલ્લીની પહાડીઓ, નજીકમાં આવેલુ અંબાજી નુ અંબે માનુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરોની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. તો આ નાનકડા ગામમાં કદાચ હજારેક માણસોની માડ વસ્તી હશે. મોટા ભાગના લોકો મજુરી કરીને જીવતા. શ્રમજીવી લોકો રોજનુ કમાય ને રોટલો રળે. એટલી સુખી સંપન્નતા એટલી નહોતી. એક બે ક્ષત્રિયો ના ઘર . પણ હવે ત્યાં પણ એકલદોકલ માણસો રહેતા. આજે એ જ ગામ આખું ચારેતરફ રોશનીથી ઝળહળી રહ્યું છે.આખા રસ્તે રંગોળીઓ પુરાયેલી છે. અને એક સૌનુ આકર્ષક એવી એક હવેલી જે આખા ગામની શાન હતી એ આજે વર્ષો પછી ફરી ખુલી છે.અને રોશનીથી ઝગમગી છે.અને ચારેતરફ શોરબકોર છે. ...Read More

2

શાપિત વિવાહ -2

બધા એકાએક નેહલ પાસે જુએ છે કે તેના નાકમાંથી લોહી વહી રહ્યુ છે. તેના માથા પર ઠંડુ પાણી રેડે તેના પપ્પા કહે છે કદાચ અહીંનુ વાતાવરણ અને ગરમી ને લીધે તેને આવુ થયું હશે. એટલે ત્યાં અમુક રૂમમાં તેમણે આ વખતે અહીં થોડો વધારે સમય રહેવાનું હોવાથી એસી લગાવ્યા હતા. એટલે તેને એક એસીવાળા રૂમમાં લઈ જઈને તેને સુવાડવાનુ કહે છે. હજુ તે પુરી ભાનમાં આવી નથી એટલે બે જણા તેને રૂમમાં લઈ જવા ઉપાડવા જાય છે. નેહલ મિડીયમ બાધા વાળી અને મધ્યમ વજનવાળી હતી. પણ અત્યારે તે બે પુરૂષોથી પણ ઉચકાતી નહોતી. અને પરાણે કરીને તેને ઉચકી તો ...Read More

3

શાપિત વિવાહ -3

નેહલને ડૉક્ટરને બતાવીને બપોરે ચાર વાગે તેના મમ્મી, પપ્પા અને યુવરાજ ઘરે આવે છે. ઘરે આવીને ગાડી પાર્ક કરતાં ત્યાંનો તેમનો ચોકીદાર કહે છે મહેમાન આવેલા છે જલ્દી જાઓ તમારી જ રાહ જોઈને બેઠા છે. સિધ્ધરાજસિહ : હા મને લાગ્યું જ કે કોઈ આવ્યું છે ગાડી જોઈને. કોણ છે ?? ચોકીદાર : ખાસ છે તમે જ જોઈ લો. ત્રણેય જલ્દીથી અંદર જાય છે. ત્યાં હોલમાં મહેમાનો બેઠેલા હતા. દાદા જયરાજસિંહ અને અવિનાશસિહ અને પરિવારવાળા બધા તેમની સાથે વાતો કરી રહ્યા હતા. નેહલ એકદમ તેમને જોઈને કહે છે , અનિરુદ્ધ અને તેના પપ્પા ?? અત્યારે અહીં ?? સરોજ બા : ...Read More

4

શાપિત વિવાહ -4

અનિરુદ્ધ : ઉભો થઈને નેહલ પાસે જઈને જાય છે. તને શું થયું બકા ?? નેહલ : ખબર નહી . શું થયું હતુ મને પણ કંઈ સમજાયુ નહી. પણ તને કેમ ખબર પડી આ બધી ?? આપણી તો વાત થઈ જ નથી કંઈ બે દિવસથી ?? સુરજસિહ : બેટા આ તો ગામ હોય ત્યાં પંચાતિયા પણ હોય જ ને. એમ જ લોકોને આપણુ સારૂ હોય તો ઈર્ષા તો થાય જ. તેમ એક બે એવા લોકો છે જેમને આપણુ સારૂ પસંદ નહોતું તેથી તેઓ અમને વહેલી તકે કહેવા આવ્યા કે નેહલને આવુ બધુ થાય છે. તેને કોઈ મોટી બિમારી હોવી જોઈએ.એટલે ...Read More

5

શાપિત વિવાહ -5

યુવાની એકદમ ગભરાઈ જાય છે.અને તેના બુમ પાડતા જ બધા ભેગા થઈ જાય છે. ફક્ત પંદરેક મિનિટમાં આટલું બધુ.ત્યાં દિવાલ પર મોટા અક્ષરે લોહીથી લખેલું હતું અને જાણે હાલ જ કોઈ આવીને લખી ગયું હોય તેમ હજી દીવાલ પર રેલા ઉતરી રહ્યા છે તેના પર મોટા અક્ષરે લખેલું હતુ ," આ પરિવારમા કોઈ દીકરી ક્યારેય લગ્ન કરીને વિદાય નહી થાય......" સિધ્ધરાજ સિંહ તો વિચારમાં જ પડી જાય છે. આ બધુ શુ થઈ રહ્યું છે. આ બધુ જોયા પછી અચાનક બધાને નેહલ યાદ આવે છે.તે રૂમમાં જ હોતી નથી. અને આખો રૂમ અસ્ત વ્યસ્ત પડ્યો હતો. યુવાની બહુ ગભરાયેલી છે. ...Read More

6

શાપિત વિવાહ -6

અવિનાશ ના અંદર પહોચતા સાથે એક ધબાકા સાથે પડવાનો અવાજ સંભળાય છે.પણ અંધારામાં કંઈ દેખાતુ નથી સ્પષ્ટ.તે ખીસ્સામા હાથ મોબાઈલ કાઢવા જાય છે ત્યાં જ તેને યાદ આવે છે કે મોબાઈલ તો નીચે રૂમમાં જ રહી ગયો છે. એટલે હવે તે ટોર્ચ નુ અજવાળુ આવતુ હતુ એ દિશામાં જાય છે. ત્યાં હીચકા પર જોતાં જ તે પણ ગભરાઈ જાય છે. એક અટૃહાસ્ય રેલાઈ રહ્યું છે. પણ આ શું સામે એક છોકરી છુટા વાળ રાખીને બેઠી છે પણ તેનુ મોઢુ આ લોકોને દેખાય એ રીતે હતું. જ્યારે તેના હાથ પગ અને આખુ શરીર ઉધી દિશામાં હતુ. હવે બધાના શ્વાસ થંભી ...Read More

7

શાપિત વિવાહ -7

સિધ્ધરાજસિહ ધીમે ધીમે યુવરાજ અને અવિનાશની પાસે આવે છે. પણ તેમને બહુ જ અસહ્ય દુખાવો થઈ રહ્યો છે પીઠના પર. નેહલને જોઈને ત્રણેય ત્યાં નેહલ પાસે પહોંચે છે. હીચકો હજુ પણ એમ જ ઝુલી રહ્યો છે... નેહલનુ શરીર એકદમ ઠંડુ પડી ગયેલુ છે. તેને બહુ હલાવે છે પણ તે જાગતી નથી. અચાનક ફરી સિધ્ધરાજસિહ ની નજર સામે રહેલી એ છોકરી ના ફોટા પર પડે છે. તે કહે છે , આ કોનો ફોટો હશે ?? આટલી રૂપાળી અપ્સરા જેવી છોકરી કોણ હોઈ શકે ?? આપણે તો કોઈના આગળના ફોટાઓ જોયા નથી. કદાચ હશે કે નહી એ પણ શંકા છે. કોણ ...Read More

8

શાપિત વિવાહ -8

અનિરુદ્ધ ફટાફટ દાદર ઉતરી જાય છે અને પહેલાં તેના એક ખાસ ફ્રેન્ડ ને મળે છે અને કાનમાં કંઈક કહીને છે બહાર. તે એટલી ઉતાવળમાં હતો કે સરોજબા એ તેને બુમ પાડી , અનિરુદ્ધ..... અનિરુદ્ધ ........ પણ એ કંઈક અજબ વ્યથામા લાગતો હતો પણ એને જાણે કંઈ બુમ જ ના સંભળાઈ એમ એ ઘરમાંથી બહાર નીકળી ગયો... એટલામાં જ દાડિયા રાસનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. સરોજબા વિચારી રહ્યા છે કે અમે તો કહ્યું નથી આ બધુ શરૂ થઈ ગયું હવે શું કરીશું નેહલ પણ નથી આ અનિરુદ્ધ ક્યાં ગયો. ચિતાના માર્યા તેમનુ શરીર એકદમ ધ્રુજી રહ્યુ છે.... એટલામાં જ અનિરુદ્ધ ...Read More

9

શાપિત વિવાહ -9

પૃથ્વીબાપુ : બેટા હુ તને કહુ છું. વર્ષો પહેલા આ અભાપુરા ગામ જેમાં વિશ્વરાજસિહ નુ નામ આજુબાજુ ચારેય ગામોમાં ડંકો વાગતો. તેમનો કરિયાણાનો વ્યપાર ચારેય કોર ફેલાયેલો હતો. આમ તો આ ધંધો વણિકો જ કરતાં મોટે ભાગે. પણ તેમને નાના પાયે ધંધો શરૂ કરેલો અને તેમને ફાવી ગયેલો. સાથે નસીબ પણ એવા ફળ્યા કે ધંધો થોડા જ સમયમાં ધમધોકાર ચારવા લાગ્યો હતો.તેમના બીજા ભાઈઓ પણ હતા પણ તેઓ બીજા ધંધા કરતાં પણ કુટુંબ તો સંયુક્ત હતુ એટલે બધા સાથે જ રહેતા. તેઓ ત્રણેય મા સૌથી નાના હતા. વિશ્વરાજસિહ ના શિવુબા સાથે લગ્ન થયા હતા. તેઓનુ લગ્ન જીવન સુખી હતુ. ...Read More

10

શાપિત વિવાહ -10

અનિરુદ્ધ જરા પણ વિલંબ કર્યા વિના જલ્દીથી પાણી લઈ આવે છે અને પૃથ્વીબાપુને પાણી આપે છે અને પછી તેઓ વાત આગળ ધપાવે છે... ******** સમય વીતતાં ક્યાં વાર લાગે છે એમ વિશ્વરાજસિહ અને હસુમતીનો પ્રેમ વસંતરૂતુની જેમ પાગર્યો હતો. બંને જાણે એકમેક માટે સર્જાયા હોય એવું લાગી રહ્યું હતું. અને આ બાજુ તેમના બંને સંતાનો મોટા થઈ રહ્યા હતા. જયરાજ અને બધા ભાઈઓ કુમુદ ને બહુ સારૂ રાખતા. આખરે બધા ભાઈઓ વચ્ચે એકની એક બહેન હતી. હવે કુમુદ પણ મોટી થઈને સોળ વર્ષની સોહામણી કન્યા બની. તેનુ રૂપ સોળે કળાએ ખીલ્યું હતુ. અપ્સરાઓ ને પણ શરમાવે એવુ તેનુ જોબન ...Read More

11

શાપિત વિવાહ -11

બેટા તને ખબર છે કે આપણા અને જયરાજસિંહ ના પહેલેથી એટલે કે વિશ્વરાજસિહ વખતથી જ સારા સંબંધો હતા કોઈ સગપણ નહોતું છતા બંનેના ધંધાઓમા લેવડદેવડ અને વ્યવહાર ચાલતો.પણ એ વ્યવહાર એવા રહ્યા હતા કે સાથે ઘર સુધી એ પહોંચ્યા હતા. એટલે કે આપણા બંનેના ઘરેથી બધા એકબીજા ના ઘરે જતાં. બધા સાથે બહુ સારું બનતું. એ પ્રમાણે જ હુ પણ ત્યાં જતો બાપા સાથે. ત્યાં કુમુદ પણ બધાની સાથે હોય. અમે સાથે જ રમતા. અને હવે ધીરે ધીરે બધા મોટા થઈ ગયા હતા. મારે અને કુમુદને બહુ ભળતુ. એ સમયમાં તો બહુ નાની ઉમરમાં લગ્ન થઈ જતાં. અને એમાં ...Read More

12

શાપિત વિવાહ -12

સરોજબા એકદમ ચિંતામા છે બધા સાથે ઉભા છે ઉપર જ યુવરાજના રૂમ પાસે. નેહલ હજુ બેભાન અવસ્થામાં જ છે.વચ્ચે તે જાગે છે અને કંઈક કહીને તે ફરી સુઈ જાય છે. હવે બધાને નક્કી એ તો કન્ફર્મ થઈ ગયું છે કે આ તેને કોઈ બીમારી કે શારીરિક તફલીક તો નથી જ કારણ કે બધા જ રિપોર્ટ નોર્મલ છે અને ત્રણ અલગ અલગ નિષ્ણાત ડોક્ટર ને બતાવ્યા પછી પણ કંઈ ફેર પડ્યો નથી. આ બાજુ યુવાની ઉભી છે બધા સાથે ,પણ તેના ચહેરા પર એક ઉદાસીનતા છે. શિવમ ફક્ત તેની પાસે આવીને ધીમેથી તુ મને મળજે મારે તારી સાથે એક વાત ...Read More

13

શાપિત વિવાહ -13

અનિરુદ્ધ વિષ્ણુને તેના ઘરે મુકીને જલ્દીથી હવેલી પર આવે છે.રાતના બાર વાગવા આવ્યા છે. ગામમા તો બધા કામ પરવારી મજુરી કરતી મોટા ભાગની પબ્લીક હોવાથી આટલા વાગે તો આખુ ગામ જાણે સુઈ ગયું હોવાથી રસ્તા આખા પર ભેકાર લાગી રહ્યું હતું. સુમસામ રસ્તા પર આટલા મોડા ગાડી પસાર થતાં કુતરાઓ ભસવા લાગે છે. તે હવેલીમાં પહોંચે છે તો ત્યાં કોઈ નીચે દેખાતુ નથી. તે ઉપર જવા જતો હોય છે ત્યાં જ તેને કંઈક પછડાવાનો અવાજ આવે છે. એ ઉપર જવા જ કરતો હોય છે ત્યાં જ સાઈડમાં નીચે પડેલા જયવીરસિહ ને જુએ છે...તેઓ જમીન પર પડેલા હતા...માથામાંથી લોહી વહી ...Read More

14

શાપિત વિવાહ -14

બધી સામગ્રી આવી ગઈ છે.અનિરુદ્ધ બાવાજીએ આપેલી યાદી મુજબ બધુ એક એક વસ્તુઓ ગણી રહ્યો છે. તેમાં એક સિદુરની રહી ગઈ છે...એ પણ નવી જ હોવી જોઈએ. એવી તો ઘરમાં ડબ્બી ક્યાંથી મળે ?? અને અડધી રાત્રે ક્યાં લેવા જવું ?? સુરજસિહ : બેટા આપણા ઘરે છે જે તારા લગ્ન માટે લાવેલા છીએ. પણ એ અત્યારે વાપરવી કે નહી ?? અનિરુદ્ધ : હા પપ્પા એમાં શું ?? આજે આ વિધિ સમાપન થશે તો જ કાલે લગ્ન શક્ય બનશે ને.આપણે ત્યાંથી જ લઈ આવીએ. સુરજસિહ : બેટા હુ અને શિવમ જઈને લઈને આવીએ છીએ. તુ અહીં તૈયારી કરી રાખ. અને ...Read More

15

શાપિત વિવાહ -15

અનિરુદ્ધ : તો આટલા વર્ષે આજે કેમ અમારા જ લગ્ન અટકાવ્યા ?? આત્મા : તમારા નથી પહેલી વાર અટકાવ્યા. કદાચ તને ખબર નહી હોય આ કુટુંબમા મારા પછી હજુ સુધી એક જ દીકરી હતી નેહલ પહેલાં. તે સુધા હતી .બાકી બધાના ઘરે દીકરાઓ જ છે. સુધા પણ તેના લગ્ન પહેલાં જ મૃત્યુ પામી હતી મારા કારણે પણ એ કોઈને ખબર નહોતી પડી કારણ કે તે નાનપણથી જ થોડી થોડી બિમાર રહેતી એટલે એ થોડા દિવસ આ કારણે બીમાર રહી પણ હુ એ વખતે તેના શરીરમાં પ્રગટ નહોતી થઈ કારણ કે એ વખતે મારી આત્મા શક્તિમાન નહોતી.એટલે એના મૃત્યુ ને ...Read More

16

શાપિત વિવાહ -16 (સંપૂર્ણ)

ચારેબાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ છે..કોઈ કશુ જ બોલતુ નથી.સહુની હાલત ખરાબ હતી.હવે વિધિ બંધ થતાં જ થોડી વારમાં પણ ભાનમાં આવી ગયા હતા. તે કહે છે બેટા મારા કારણે આ બધુ થયું હુ વિધિ પુર્ણ ન કરી શક્યો... અનિરુદ્ધ : ના પપ્પા એમાં તમારો પણ કંઈ વાક નથી. એ બધી એ આત્માની જ માયાજાળ હતી. યુવરાજ : પણ હવે શું કરીશું જીજુ ?? મને તો બહુ ચિંતા થાય છે. અનિરુદ્ધ : પપ્પા ભગવાન પર વિશ્વાસ રાખો કંઈક તો જરૂર થશે.અને બધા જ સાથે મળીને હનુમાન ચાલીસા બોલવાનું ચાલુ કરે છે સાથે...બધા લેડીઝ પણ અંદર આવી જાય છે. એ ...Read More