માઁ ની મુંજવણ

(699)
  • 62.4k
  • 79
  • 31.7k

તૃપ્તિ અને હું એટલે અમારી હોસ્ટેલનું મોજીલું વાતાવરણ, બંન્ને ખુબ ચંચળ, મસ્તીમાં સૌનું મન ખુશ રાખનાર અને અમારી હોસ્ટેલનું કેન્દ્રબિંદુ એટલે મારી ને તૃપ્તિની દોસ્તી...આમ પણ દોસ્ત એવા જ હોય ને કે જે મોઢું જોઈને સમજી જાય કે સામે વાળાના મન માં શું વ્યથા છે? વગર બોલ્યે બધું જાણી જાય...બસ આવી જ અમારી દોસ્તી હતી. અમારી દોસ્તી ગમે તેના મનમાં ઈર્ષા ઉદભાવે એવી હતી. બે બહેનોને પણ ન બને એટલું મને અને તૃપ્તિને બનતું હતું. અમે બંન્ને જુદી ફેકલ્ટીમાં હતા, આથી સાંજે હોસ્ટેલ પરત ફરીયે એટલે નાસ્તો કરતા કરતા આખા દિવસની બધી જ વાત એક બીજાને ન જણાવીએ ત્યાં સુધી

Full Novel

1

માઁ ની મુંજવણ-૧

તૃપ્તિ અને હું એટલે અમારી હોસ્ટેલનું મોજીલું વાતાવરણ, બંન્ને ખુબ ચંચળ, મસ્તીમાં સૌનું મન ખુશ રાખનાર અને અમારી હોસ્ટેલનું એટલે મારી ને તૃપ્તિની દોસ્તી...આમ પણ દોસ્ત એવા જ હોય ને કે જે મોઢું જોઈને સમજી જાય કે સામે વાળાના મન માં શું વ્યથા છે? વગર બોલ્યે બધું જાણી જાય...બસ આવી જ અમારી દોસ્તી હતી. અમારી દોસ્તી ગમે તેના મનમાં ઈર્ષા ઉદભાવે એવી હતી. બે બહેનોને પણ ન બને એટલું મને અને તૃપ્તિને બનતું હતું. અમે બંન્ને જુદી ફેકલ્ટીમાં હતા, આથી સાંજે હોસ્ટેલ પરત ફરીયે એટલે નાસ્તો કરતા કરતા આખા દિવસની બધી જ વાત એક બીજાને ન જણાવીએ ત્યાં સુધી ...Read More

2

માઁ ની મુંજવણ-૨

આપણે જોયું કે તૃપ્તિ એ આસિતને હા પાડી છતાં એ કંઈક અમંગલના સંકેતથી પીડાઈ રહી હતી. હવે આગળ..તૃપ્તિએ બધા નેગેટિવ વિચારને બાજુ પર મૂકીને પરીક્ષાને કેન્દ્રિત કરી ખુબ સ્ટડી કરવા લાગી હતી. એ હોશિયાર હતી આથી એને તૈયાર કરેલ નોટસ જ વાંચવાના હતા, રોજનું નક્કી કરેલ વર્ક પૂરું તો કરતી સાથોસાથ આસિત સાથે પણ ગપસપનો સમય કાઢી લેતી હતી. એના જીવનમાં ખુબ બધી અપેક્ષાઓ સાથે આસિતનું આગમન થયું હતું. તૃપ્તિની પરીક્ષા ખુબ સારી ગઈ હતી. પરીક્ષા પુરી એટલે હોસ્ટેલના દિવસો પણ પુરા થયા હતા. આજ આખરી રાત અમારી હોસ્ટેલમાં હતી. અમે બધી સખીઓ એ ખુબ મજા કરી હતી. બધા ...Read More

3

માઁ ની મુંજવણ-3

આપણે જોયું કે તૃપ્તિ જેવું અનુભવતી હતી કે કંઈક અમંગલના સંકેત છે એવું હજુ કઈ જ બન્યું ન હતું ખુબ જ આનંદથી જીવી રહી હતી અને એ ગર્ભવતી બની પછી ઘરના સૌ એના આવનાર બાળકને લઈને ઉત્સાહિત હતા. હવે આગળ..તૃપ્તિની તબિયત સારી રહેતી હતી, રેગ્યુલર જે ચેકઅપ કરવાના હોય એ પણ કરવામાં આવતા હતા. એના ઘરના દરેક સદસ્ય એને ખુશ રાખતા હતા, એની બહેન પણ ખુબ ધ્યાન રાખતી હતી. જે પ્રમાણેનો ગ્રોથ થવો જોઈએ એ પણ થતો હતો. સારી દેખભાળ, પોષ્ટિક આહાર, નિયમિત ડોક્ટરએ સૂચવેલ કસરત વગેરે જાતની કાળજીમાં તૃપ્તિના ગર્ભાવસ્થાનો ૬ ઠો મહિનો બેસી ગયો હતો. ડોક્ટરએ શરૂઆતના ...Read More

4

માઁ ની મુંજવણ - ૪

આપણે જોયું કે શિવના રિપોર્ટ્સ આવ્યા બાદ ડોક્ટરએ તૃપ્તિ અને આસિતને તેમના બ્લડ રિપોર્ટ્સ માટે હોસ્પિટલ બોલાવ્યા હતા. હવે ખુબ ભારી હર્દયે અને વિચારોના વમળ સાથે આસિતની જોડે હોસ્પિટલ પહોંચે છે. તૃપ્તિ પોતાને મહા મહેનતે સંભાળે છે, આસિતને તૃપ્તિની મુંજવણ અનુભવાતી હતી પણ એ આજ લાચાર બની ગયો હતો છતાં એ તૃપ્તિને કહે છે કે તું ચિંતા કર શિવને જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી કઈ જ નહીં થવા દઈએ બસ તું ચિંતા ન કર બધું સારું જ હશે. આમ ચર્ચા કરતા એ બંને ડૉક્ટરની ચેમ્બરમાં પહોંચે છે. ડૉક્ટર બન્નેને બ્લડ રિપોર્ટ્સ કરાવવા માટે મોકલે છે અને બીજે દિવસે ...Read More

5

માઁ ની મુંજવણ - ૫

આપણે જોયું કે શિવને 'થેલેસીમિયા મેજર' ની વારસાગત બીમારી છે, અને એ જાણી ડૉક્ટરએ એજ્યુકેટેડ આસિત અને તૃપ્તિ સહીત ગાયનેક ડૉક્ટર માટે પણ ઠપકો આપ્યો હતો. હવે આગળ...તૃપ્તિને આ બીમારી વિશે વધુ કોઈ જાણકારી ન હોવાથી એ ડોક્ટરને આ બીમારી વિશે બધી જ માહિતી જણાવવા કહે છે. ડૉક્ટર તૃપ્તિ અને આસિતને જણાવે છે કે, 'થેલેસીમિયા મેજર' એ વારસાગત બીમારી છે, આ બીમારીથી લોહી બનતું નથી.આથી દર્દીને અશક્તિ ખુબ લાગે છે અને તેની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોવાથી એ બહુ ઝડપથી બીમાર થાય કે ચેપ લાગી જવાની ફરિયાદ રહે છે. લોહી બનતું ન હોવાથી દર્દીને લોહી ચડાવવું પડે છે.આ ...Read More

6

માઁ ની મૂંજવણ - ૬

આપણે જોયું કે, ડોક્ટરએ તૃપ્તિ અને આસિત ને થેલેસેમિયા મેજર ની પ્રાથમિક માહિતિ આપી. હવે આગળ ...કરુણતા છે કે એ કાળચક્રની રમત,છીનવી ગઈ છે એ બાળકની ગમ્મત,તૃપ્તિ ને આસિત ખૂબ ભારી હૃદયે હોસ્પિટલમાંથી બહાર આવે છે. આસિતને પોતાના શબ્દ મનોમન યાદ આવી પીડા આપે છે, ફરીફરી "તૃપ્તિ તું ચિંતા ન કર આપણે બંને શિવને કઈ જ નહિ થવા દઈએ" એજ શબ્દ આસિત ના મન ને દુઃખ પહોંચાડે છે, કારણકે આસિત અને તૃપ્તિ દ્વારા અજાણતા જ બીમારી પણ શિવ ને વારસામાં અપાઈ ચુકી હતી. શિવ જે પણ પીડા ભોગવી રહીયો હતો એ એમના માતા પિતાના લીધે જ હતી, આ વાતનું ...Read More

7

માઁ ની મુંજવણ : ૭

આપણે જોયું કે, તૃપ્તિ અને આસિતના પરિવારે એમને કોઈ જ ચિંતા કર્યા વગર શિવને માટે યોગ્ય સારવાર અને સારવારની માહિતી એકઠી કરવાનું કીધું હતું. હવે આગળ...તૃપ્તિ આખી રાત એજ મુંજવણમાં રહી કે કેમ આ બધું સારી રીતે પૂર્ણ થશે, સવારે એ પ્રભુને મનોમન પ્રાથના કરે છે આંખ બંધ છે છતાં આંસુ સરી રહ્યા હતા, મન દ્રિધામાં હતું કે શિવનો પ્રેમ આજીવન એની સાથે રહે એવું પ્રભુ ઈચ્છે છે કે નહીં?? બસ,ચોધાર આંસુ વહી રહ્યા છે.સુધ બુધ ખોઈ બેઠી છું,પ્રભુ તારે દ્વાર બેઠી છું,મનમાં આસ લઇ બેઠી છું,પાડ પાડજે માઁ ની મમતાનો,કારણકે સમય થી હતાશ બેઠી છું...આસિતએ થોડા જ દિવસોમાં ...Read More

8

માઁ ની મુંજવણ : ૮

આપણે જોયું કે શિવને સહ્યાદ્રી હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો અને એના હૃદયમાં કેથેટર ફિટ કર્યા બાદ કીમો થેરેપી કરવાની હતી. હવે આગળ....કેવી વિપરીત ક્ષણ અનુભવાઈ રહી હતી,કર્મપીડા સૌ કોઈને અજમાવી રહી હતી,તકદીર પાસે આજ માઁ લાચાર રહી હતી,બાળકની પીડા જોઇ, માઁ શોષવાઈ રહી હતી!!અહીં શિવને કીમો થેરેપી આપવાની ચાલુ થાય છે ને આ તરફ તૃપ્તિની સ્થિતિ પણ દયનિય બની ગઈ છે. પોતાના બાળકને હજુ તો પ્રેમથી ધિંગામસ્તી વાળા તોફાન કે લુપાછુપીની રમત રમાડી નહીં અને આમ BMT રૂમની ટ્રીટમેન્ટ જોઈ તૃપ્તિ ખુબ મુંજવણ અનુભવે છે, એને ખુબ અફસોસ થાય છે કે મારુ બાળક આમ પીડા ભોગવી રહ્યું છે, ...Read More

9

માઁ ની મુંજવણ - ૯

આપણે જોયું કે શિવને કીમો થેરેપી પુરી થઈ ગઈ અને કીમો થેરેપી ની સાઈડ ઈફેક્ટ સ્કિન પર થઈ હતી, આખા શરીર પર ખુબ ખંજવાળ આવતી હતી. શિવની સ્કિન કાળી થઈ ગઈ હતી, ખુબ જ રૂપવાન શિવ બિહામણો લાગે એવો થઈ ગયો હતો. હવે આગળ...આજ કીમો થેરેપીનો ૮મો દિવસ પૂરો થયો હતો. તૃપ્તિ શિવની બાજુમાં બેઠી હતી, એ પોતાના બાળકને જોઈને દુઃખી થઈ રહી હતી, થોડી થોડી વારે શિવ માઁ ને ક્યારેક પીઠમાં તો ક્યારેક પગમાં તો ક્યારેક કેથેટર ફિટ કર્યું એ ભાગમાં ખુબ ખંજવાળ આવે છે ની ફરિયાદ કરી રહ્યો હતો. તૃપ્તિ શિવને ખંજવાળ કરી આપતી અને શિવના માથા ...Read More

10

માઁ ની મુંજવણ - ૧૦

આપણે જોયું કે શિવને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયો હતો, પરંતુ જ્યાં સુધી શિવના WBC કાઉન્ટ વધે નહીં ત્યાં સુધી ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ થયો છે કે નહીં એ કહેવું મુશ્કેલ હતું. ટૂંકમાં શિવ જીવન મરણ વચ્ચે જોલા ખાય રહ્યો હતો. હવે આગળ....સ્વપ્ન અશ્રુ બની સરકવા લાગ્યું,અશ્રુ આત્માને પણ સ્પર્શવા લાગ્યું,ન ધારેલ કર્મફળ મળવા લાગ્યું,"દોસ્ત" માઁના માતૃત્વને પણ મૂંજવવા લાગ્યું.તૃપ્તિ અને તેનો પૂરો પરિવાર ખુબ જ ચિંતામાં સપડાઈ ગયો હતો. આવી પરિસ્થિતિ આવે ત્યારે થાય કે રૂપિયા જ બધું નહીં, કેમ કે આસિત રૂપિયા ને પાણી ની જેમ વહાવી રહ્યો હતો છતાં શિવની ઉપર મૌત ભમરાવતું હતું. શિવ ખુબ જ નાજુક સમય ...Read More

11

માઁ ની મુંજવણ - ૧૧

આપણે જોયું કે શિવને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હતું, ટ્રાન્સપ્લાન્ટ ના ૮માં દિવસે શિવને ખુબ જ તાવ આવી ગયો ટેમ્પરેચર ખુબ વધુ હતું અને એ દવાથી પણ કેન્ટ્રોલમાં આવતું ન હતું. ડૉક્ટરના જણાવ્યા મુજબ શિવના પપ્પા એક દિવસ BMT રૂમમાં રહ્યા તેથી બહારની ઇન્ફેકશન શિવને લાગવાથી તાવ આવ્યો હતો, શિવને અતિશય તાવ એ એના જીવને જોખમરૂપ હતું. હવે આગળ...તૃપ્તિ અને આસિત સહીત સૌ ખુબ ચિંતામાં હતા. શું થશે શિવ જોડે? બધાના જીવ મુંજવણમાં હતા, સૌને શિવને બચાવી લેવો હતો પણ કુદરત એમની કસોટી પારાવાર કરી રહી હતી. શિવના દાદા ને દાદી પોતાના પોત્રને આમ પીડાતા જોઈ શકતા ન હતા. ...Read More

12

માઁ ની મુંજવણ - ૧૨

આપણે જોયું કે શિવના WBC કાઉન્ટ વધી ગયા હતા આથી શિવનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ ગયું હતું. આસિત ડૉક્ટર સાથે કરી રહ્યો હતો એમાં એક વાત એ પણ થઈ કે શિવને ૧૦૦ દિવસ હોસ્પિટલમાં જ રાખશું જેથી શિવ ફરી ઇન્ફેકશનના લીધે વધુ પીડા ન ભોગવે, આ ચર્ચા શિવની સામે જ થઈ રહી હતી. હવે આગળ ...શિવની સામે જ ડૉક્ટર અને આસિત જરૂરી વાતચીત કરી રહ્યા હતા, એ દરમિયાન શિવને ડિલક્ષ રૂમમાં ૧૦૦ દિવસ રાખવાનો જેથી શિવ કોઈ જ ઇન્ફેકશનનો ફરી શિકાર ન થાય, એ ચર્ચા પણ થઈ હતી. આ બધી જ વાત શિવે સાંભળી લીધી હતી. એ હોશિયાર હતો આથી ...Read More

13

માઁ ની મુંજવણ - ૧૩

આપણે જોયું કે શિવને ઘરે જવાની છૂટ મળી ગઈ હતી, આથી બધા ખુબ ખુશ હતા. હવે આગળ...જે ઘડીની રાહ એ પ્રત્યક્ષ હતી,છતાં હર ઘડી એક સવાલ સાથે હતી,માઁ અનેક વિચારોના ચકરાવમાં હતી,શિવ કેમ ઝીલશે બદલતી ઘડીની સ્થિતિ?શિવને હજુ બહુજ સંભાળથી રાખવાનો હતો, જો એ દેખરેખમાં કોઈ ભૂલ થાય તો શિવ બહુ તકલીફમાં મુકાઈ જાય અને એના જીવને પણ જોખમ રહે એવી સૂચના ડૉક્ટરએ આપી હતી. ડોક્ટરએ એમ પણ કહીંયુ હતું કે હજુ શિવને બીજા બાળકોની જેમ નોર્મલ થતા ૧ વર્ષ થી વધુ સમય લાગશે, જેટલી શિવની સંભાળ વધુ એટલો એ જલ્દી નોર્મલ થશે. શિવની સંભાળ જેમ BMT રૂમ માં ...Read More

14

માઁ ની મુંજવણ - ૧૪

આપણે જોયું કે શિવ એક જીત મેળવીને એના ઘર તરફ પ્રયાણ કરે છે. હવે આગળ...ઘર તરફનું મારુ આ પ્રયાણ જીલી વેદનાનું આ પ્રમાણ છે,મારી મૌતને ટક્કર પછી જીતનું આ વરદાન છે,શું કહું "દોસ્ત"! હવે હરખનું પણ ક્યાં ભાન છે??....શિવ ઘરે આવી ગયા બાદ એકદમ નોર્મલ બની ગયો હતો. પેલાની જેમ વાતચીત કરવા લાગ્યો હતો. એને જોઈને પરિવારના દરેક ખુબ જ ખુશ થઈ ગયા હતા. પણ આ ખુશી બહુ લાંબો સમય ટકાવી મુશ્કેલ હતી, કારણ કે આ વાત કુદરતને મંજુર નહોતી. દિનાંક : ૧૨/૫/૨૦૧૪ આજ રોજ શિવને ફરી તાવ આવ્યો હતો. શિવને ૪ દિવસ હોસ્પિટલે દાખલ રાખી એને ...Read More

15

માઁ ની મુંજવણ - ૧૫ અંતિમ ભાગ

આપણે જોયું કે શિવને આંચકી આવવાના કારણે શિવની આંખનું વિઝન જતું રહ્યું હતું, ડૉક્ટરએ કીધું કે "શિવ ફરી જોઈ એવા ચાન્સ છે પણ ક્યારે જોતો થશે એ કહેવું મુશ્કિલ છે." હવે આગળ....જિંદગી મારી એક પરીક્ષા સમાન બનતી ગઈ છે; એક ઉકેલાય ત્યાં બીજા અનેક પ્રશ્ન લઈને ઉભી છે! તૃપ્તિ, આસિત અને શિવ ખુબ ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યા હતા. ત્રણેયની પીડા અસહ્ય હતી, છતાં એ ભોગવવાની જ હતી. તૃપ્તિ શિવની આ સ્થિતિ જોઈ શક્તિ નહોતી એ ખુબ રડતી હતી. હોસ્પિટલની નર્સ એને હિમ્મત રાખવા માટે ખુબ સાંત્વના આપતી હતી. એમાં એક દિવસ શિવ જાજરૂ ગયો ત્યારે એને સાફ કરી એનાથી ...Read More