કાશ, મોબાઈલ ન હોત!

(183)
  • 9.3k
  • 4
  • 3.6k

                કાશ! મોબાઈલ ન હોત!          "કાશ! મોબાઈલ ન હોત!"અમાસની અંધારી રાત્રે આંગણામાં રાખેલા ખાટલામાં પડ્યો પડ્યો અવિનાશ બબડ્યો. રાતના બાર વાગી ગયા હતાં. સમગ્ર જગત નીંદરને ખોળે આરામ ફરમાવી રહ્યું હતું. ભટકતું હતું તો માત્ર અવિનાશનું મન. બાકી આખા ગામની માલીપા પોઢી ગઈ હતી. એ દિવસે જે ઘટના ઘટી હતી એને આજે સોળ- સોળ વરસ થવા છતાંય એને જંપવા નહોતી દેતી. એ ઘટનાએ એના અસ્તિત્વના લીરે લીરા ઉડાવી દીધા હતાં. શહેરના એ ખંડેરમાં એણે જે જોયું હતું એનાથી એનું હૈયું, એની માણસાઈ કકળી ઉઠી હતી. અત્યારે જીવી રહ્યો હતો

Full Novel

1

કાશ, મોબાઈલ ન હોત! -૧

કાશ! મોબાઈલ ન હોત! "કાશ! મોબાઈલ ન હોત!"અમાસની અંધારી રાત્રે આંગણામાં રાખેલા ખાટલામાં પડ્યો પડ્યો બબડ્યો. રાતના બાર વાગી ગયા હતાં. સમગ્ર જગત નીંદરને ખોળે આરામ ફરમાવી રહ્યું હતું. ભટકતું હતું તો માત્ર અવિનાશનું મન. બાકી આખા ગામની માલીપા પોઢી ગઈ હતી. એ દિવસે જે ઘટના ઘટી હતી એને આજે સોળ- સોળ વરસ થવા છતાંય એને જંપવા નહોતી દેતી. એ ઘટનાએ એના અસ્તિત્વના લીરે લીરા ઉડાવી દીધા હતાં. શહેરના એ ખંડેરમાં એણે જે જોયું હતું એનાથી એનું હૈયું, એની માણસાઈ કકળી ઉઠી હતી. અત્યારે જીવી રહ્યો હતો ...Read More

2

કાશ, મોબાઈલ ન હોત! ૨

કાશ, મોબાઈલ ન હોત!-૨ અવિનાશ ગુજરાતના ગરીબ ગામડાના ગરીબ ખેડૂત પરિવારનો એકનો એક દીકરો હતો. મા-બાપે કાળી મજૂરીના પટ્ટાઓને કેડે બાંધીને એને બી.એડ. ના અભ્યાસ લગી પહોંચાડ્યો હતો. માવતરની સાથે સાથે પોતે પણ અથાક મહેનત કરીને બી.એડ કોલેજમા પ્રવેશ મેળવવાને લાયક ગુણ મેળવ્યા હતા. બી.એડ્. ની તાલીમ દરમિયાન એની કોલેજમાંથી ઉત્તર ભારતના પ્રવાસનું આયોજન થયું હતું. કોલેજનો વણલખ્યો નિયમ હતો કે ગમે તે કારણ હોય, મા-બાપ કે તાલીમાર્થી ભલે વેચાઈ જાય કિન્તું પ્રવાસનો નકાર તો ન જ કરી શકે! અને જે તાલીમાર્થી આનો ઈન્કાર કરે તેના માટે સદાયને કાજે કોલેજના દરવાજા બંધ ...Read More

3

કાશ, મોબાઈલ ન હોત! ૩

કાશ, મોબાઈલ ન હોત! ૩ પ્રવાસ એટલે કુદરતમાં મન મૂકીને નહાવાનો સુંદર લ્હાવો. માનવમનને આહલાદકતાથી નવરાવી મૂકતો અણમોલ અવસર છે. પ્રવાસની બસ ઉપડવાના આગલા દિવસની વાસંતી સવારે અંજલિએ રૂપિયા દશ હજારની કડકડતી નોટોની થપ્પી અવિનાશના હાથમાં સોંપી દીધી. આ જોઈ અવિનાશની આંખો આકળવિકળ થવા લાગી. એ સાવ બાઘા જેવો બનીને અંજલી ને તાકી રહ્યો. એ એટલા માટે કે અવિનાશના હાથોએ આજ દિન સુધી દશહજાલના બંડલને સ્પર્શ નહોતો કર્યો. અવિનાશે પોતાના તરફની અંજલીની લાગણીને સદાય સ્વીકારી લીધી પરંતુ એ રૂપિયાની સ્વીકારવા તૈયાર નહોતો જ. આખરે અંજલીના પ્રેમાળ આગ્રહને કારણે પાછા આપવાની શરતે એણે ...Read More