ડાન્સિંગ ઓન ધ ગ્રેવ

(2)
  • 6.1k
  • 0
  • 2.7k

ડિસ્કેલમર ઃ આ અહેવાલ મુલરી મનોહર મિશ્રા એટલે કે સ્વામી શ્રદ્ધાનંદ પર આધારીત છે. જે અહેવાલના અંશો તેમના ડોક્ુયુસિરીઝમાં આપવામાં આવેલા નિવેદન પર આધારીર છે. એટલું જ નહીં આ લેખનો કેટલોક ભાગ વાંચકે વિચલીત કરી શકે તેમ છે. બેગ્લોરના સમૃદ્ધ નમાઝી પરિવારમાં શકેરેહનો જત્મ થયો હતો. શકેરેહના નાના ઇસ્માઇલ મિર્ઝાત્તત્કાલીન મૈસર, જયપુર અને હૈદ્રરાબાદના રજવાડા સમયમાં દિવાન તરીકે ફરજ બજાવતા હતા. શકેરેહ નમાઝીના લગ્ન અકબર ખલીલી સાથે થયા હતા. જે તેમના પહેલી પેઢીના પિત્રાઇ અને ભારતીય વિદેશ સેવાના એક ઉચ્ચ અધિકારી હતા. શકેરેહની ઉંમર હજી ૧૫ વર્ષ પણ નહીં હોય તેવા સમયે તેમના નાના ઇસ્માઇલ મિર્ઝાએ જ આ સંબંધ નક્કી કર્યો હતો. શકેરેહ અને અકબરના લગ્ન જીવનમાં ચાર દિકરીનો જન્મ થયો હતો. પરંતુ તેમને એક દિકરાની આશા હતી. શકેહેર અને અકબરની દિકરાની આશા વચ્ચે તેમના જીવનમાં મુરલી મનોહર મિશ્રાનો પ્રવેશ થયો.

Full Novel

1

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 1

ડિસ્કેલમર ઃ આ અહેવાલ મુલરી મનોહર મિશ્રા એટલે કે સ્વામી શ્રદ્ધાનંદ પર આધારીત છે. જે અહેવાલના અંશો તેમના ડોક્ુયુસિરીઝમાં આવેલા નિવેદન પર આધારીર છે. એટલું જ નહીં આ લેખનો કેટલોક ભાગ વાંચકે વિચલીત કરી શકે તેમ છે. બેગ્લોરના સમૃદ્ધ નમાઝી પરિવારમાં શકેરેહનો જત્મ થયો હતો. શકેરેહના નાના ઇસ્માઇલ મિર્ઝાત્તત્કાલીન મૈસર, જયપુર અને હૈદ્રરાબાદના રજવાડા સમયમાં દિવાન તરીકે ફરજ બજાવતા હતા. શકેરેહ નમાઝીના લગ્ન અકબર ખલીલી સાથે થયા હતા. જે તેમના પહેલી પેઢીના પિત્રાઇ અને ભારતીય વિદેશ સેવાના એક ઉચ્ચ અધિકારી હતા. શકેરેહની ઉંમર હજી ૧૫ વર્ષ પણ નહીં હોય તેવા સમયે તેમના નાના ઇસ્માઇલ મિર્ઝાએ જ આ સંબંધ નક્કી ...Read More

2

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રાજકીય પરિસ્થિતી અસ્થિર હતી. તેવા સમયે અકબર ખલીલી ત્યાં જ હતા. વાત છે. ઇરાનમાં તખ્તનો પલટો થયો. શાહની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. ૧૯૮૦માં શરૂ થયેલું ઇરાક સાથેનંુ યુદ્ધ શરૂ થયું છે ૧૯૮૮ સુધી ચાલ્યું હતું. આ સમયે ભારતનાં તે સમયના વડાપ્રધાન ઇંદિરા ગાંધી હતા. તેમની સરકાર ઇચ્છતી હતી કે, ઇરાનમાં સબળ ભારતીય રાજદૂત મુકવામાં આવે. જેથી શિયા મુસ્લિમ અને વ્યાપક અનુભવ હોવાથી અકબર ખલીલીને તહેરાન મોકલાયા. સામાન્ય રીતે ઇન્ડિયન ફોરેન સવિર્સીસના અધિકારીઓને વિશ્વના વિવિધ દેશમાં ફરજ દરમિયાન પરિવારને સાથે જ રાખતા હોય છે. પરંતુ યુદ્ધની સ્થિતી હોય કે પછી કટોકટીના ...Read More

3

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 3

સ્વામી વધુમાં કહે છે કે, અમે બન્નેએ સાથે મળી વિશ્વના અનેક દેશનો પ્રવાસ કર્યો. વિશ્વના અનેક દેશોની મોંઘી મોંઘી અમે સાથે જ રહેતા હતા. શકેરેહ એક સમૃદ્ધ પરિવારમાંથી હતા. જેથી તેઓ ખાવા પિવાના શોખીન હતા. અમે બન્ને સાથે બંેગલોરની રેસ્ટોરાંઓમાં પણ સાથે જ જતાં હતા. લગ્ન બાદ અમે શકેરેહની માલિકીની જમીન પર અમારા નામના મૂળાક્ષર પરથી એસએસ મેન્શન નામની રેહણાંક ફ્લેટની સ્કીમ પણ કરી હતી. તેમજ એક ફાઇનાન્સ કંપનીની સ્થાપના પણ કરી હતી. જે માટે બન્નેના સંયુક્ત નામથી બેંક એકાઉન્ટ અને લોકર પણ ખોલાવવામાં આવ્યા. શકેરેહ દ્વારા તેમની સંપૂર્ણ સંપતિની પાવર ઓફ એટર્ની પણ મને જ આપી હતી. આ ...Read More

4

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 4

જાેકે, પોલીસને શંકા હોવાથી તેમના પર વોચ રાખવામાં આવી હતી. પરંતુ તેમા પણ પોલીસને કોઇ ખાસ સફળતા મળી ન પોલીસ જ્યારે પણ સ્વામીના જવાબ લેવા બોલાવતી ત્યારે સ્વામી ખુબ જ સહજતાથી સ્વસ્થતાપૂર્વક પોલીસના પ્રશ્નોના જવાબ આપતા હતા. જેમાં સ્વામી હંમેશા શકેરેહ ગુમ થયાની વાતનંુ જ રટણ કરતાં હતા. બેંગલોર પોલીસ દ્વારા તપાસ દરમિયાન સ્વામી શ્રદ્ધાનંદ પર દબાણ પણ કરવામાં આવતું હતું. પરંતુ તેની પણ તેમના પર કોઇ અસર થતી ન હતી. એક તબક્કે તો પોલીસે સી સમરી ભરીને કેસ બંધ કરવાની પણ તૈયારી કરી લીધી હતી. જાેકે, તે સમયે સબાએ ઉચ્ચ અધિકારીઓને તપાસ બંધ ન કરવા રજૂઆત કરી હતી. ...Read More

5

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 5

પોલીસ તપાસમાં સહયોગ કરી રહ્યો હોય અને સારી રીતે જવાબ આપતો હોવાથી શ્રદ્ધાનંદ પર ગાળીઓ કસવામાં મુશ્કેલી પડી રહી ત્યારે એક દિવસ ક્રાઇમ બ્રાન્ચ સ્વામીને અડધી રાતે ઉઠાડી તપાસ માટે લઇ આવી. આગવી ઢબે સ્વામીની પુછપરછ હાથ ધરવામાં આવી. જે પુછપરછમાં સ્વામી ભાંગી પડયો અને ગુનાની કબુલાત કરી. મુખ્ય તપાસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર, શકેરેહ શ્રદ્ધાનંદ સાથે નોકર જેવો વ્યવહાર કરતાં હતા. જેના કારણે તેમની વચ્ચે વારંવાર ઝગડાં પણ થતાં હતા. જેથી ૨૮મી મે ૧૯૯૧ના રોજ ઉશ્કેરાયેલા શ્રદ્ધાનંદે શકેરેહનો કાંટો જ તેના જીવનમાંથી કાઢી નાખ્યો. સ્વામી શ્રદ્ધાનંદે ચ્હામાં ઊંઘની ગોળીઓ નાખી શકેરેહ પીવડાવી હતી. જે બાદ બેભાન અવસ્થામાં પથારી સાથે ...Read More

6

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - છેલ્લો ભાગ

એડવોકેટ નાગરેચાનું એવું પણ કહેવું છેકે, શ્રદ્ધાનંદ પાસે સંપત્તિ પણ ઓછી હતી અને હેસિયત પણ ઓછી હતી તેમ છતાં નિકટના વર્તુળમાં તેને પ્રવેશ મેળવ્યો હતો. જાેકે, તેમને સ્વીકાર થયો ન હતો. શકેરેહની સંપત્તિમાં બીજાના આર્થિક હિતો પણ સંકળાયેલા હતા. જેથી તેમના મૃત્યુ માટે એક માત્ર સ્વામી શ્રદ્ધાનંદ જવાબદાર ન હતા. અન્યો પાસે પણ મોટિવ હતો. સામાન્ય રીતે કોઇ વ્યક્તિ જ્યારે સંસારનો ત્યાગ કરે અને વૈરાગ્ય અપનાવે ત્યારે કોઇ ગુરૂ પાસેથી દીક્ષા લેતા હોય છે. જે બાદ ગુરૂ દ્વારા જ તે વ્યક્તિને નવું નામ પણ આપવામાં આવતું હોય છે. પરંતુ મુરલી મનોહર મિશ્રા માટે આવી ન હતું. તેમના સ્વામી શ્રદ્ધાનંદ ...Read More