રુદ્રદત્ત

(5)
  • 3.6k
  • 0
  • 1.2k

આછી આછી નીંદ મહીં નયન જ્યોત ન્હાઈ છે જગતથી જંપીને ઘડી જિંદગી જંપાઈ છે મેહુલિયાની પાંખ થી ત્યાં સ્વપ્નલીલા છાઈ છે દેવોની આંખડી શી સ્વર્ગની વધાઈ છે.      ન્હાનાલાલઆજે રુદ્રદત્તને કોઈ ન ઓળખે. ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં કોઈ બાળકે પ્રશ્ન કર્યો હોત કે ‘રુદ્રદત્ત કોણ?’ તો તેને ઉત્તર આપનાર મળી આવત ખ્– કોઈ કોઈ. કદાચ તે બાળકના પિતા કહેત કે ‘મારા દાદાએ તેમની પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો.’ ચાર-પાંચ પેઢી વંશવૃક્ષમાં લાંબી લાગે પરંતુ પિતામહ અને પ્રપિતામહની નજરે જોનાર ઘણા મળી આવશે.આજથી પોણોસો વર્ષ ઉપર ગુજરાતની પૂર્વ સરહદ ઉપર આવેલા વિહાર ગામમાં રુદ્રદત્ત એક સંસ્કૃત પાઠશાળા ચલાવતા હતા. ન્યાય અને વેદાંતના આ મહાસમર્થ જ્ઞાતાને

Full Novel

1

રુદ્રદત્ત - 1

આછી આછી નીંદ મહીં નયન જ્યોત ન્હાઈ છે જગતથી જંપીને ઘડી જિંદગી જંપાઈ છે મેહુલિયાની પાંખ થી ત્યાં સ્વપ્નલીલા છે દેવોની આંખડી શી સ્વર્ગની વધાઈ છે. ન્હાનાલાલઆજે રુદ્રદત્તને કોઈ ન ઓળખે. ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં કોઈ બાળકે પ્રશ્ન કર્યો હોત કે ‘રુદ્રદત્ત કોણ?’ તો તેને ઉત્તર આપનાર મળી આવત ખ્– કોઈ કોઈ. કદાચ તે બાળકના પિતા કહેત કે ‘મારા દાદાએ તેમની પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો.’ ચાર-પાંચ પેઢી વંશવૃક્ષમાં લાંબી લાગે પરંતુ પિતામહ અને પ્રપિતામહની નજરે જોનાર ઘણા મળી આવશે.આજથી પોણોસો વર્ષ ઉપર ગુજરાતની પૂર્વ સરહદ ઉપર આવેલા વિહાર ગામમાં રુદ્રદત્ત એક સંસ્કૃત પાઠશાળા ચલાવતા હતા. ન્યાય અને વેદાંતના આ મહાસમર્થ જ્ઞાતાને ...Read More

2

રુદ્રદત્ત - 2

ઘન ગાજે કેસરી દે ફાળ;ન ઊછળે તો તે શિયાળ.મૌવર બોલે મણિધર ડોલે;ન ડોલે તો સર્પને તોલે.ઘરમાં તપાસ કરી આવેલા જાહેર કર્યું કે તેમની તપાસ નિષ્ફળ નીવડી છે.‘એમ કેમ બને? બાતમી ખરી જ મળી છે.’ સાહેબ ગુસ્સે થઈ બોલ્યા.‘આ બ્રાહ્મણે તેને છુપાવ્યો છે એ વાત ચોક્કસ!’ દેશી અમલદારે જવાબ આપ્યો.‘એને બહાર ચોગાનમાં લાવીને ઊભો કરો.’ સાહેબે હુકમ કર્યો.બે સૈનિકો રુદ્રદત્ત તરફ ધસ્યા. વિદ્યાર્થીઓ રુદ્રદત્તને વીંટળાઈ વળ્યા. સૈનિકો જરા ગૂંચવાયા. શસ્ત્રધારી બીજા શસ્ત્રધારી સામે લડે; શસ્ત્રરહિત માનવી ઉપર ધસતાં તેને પ્રથમ તો સંકોચ થાય જ.‘શું જુઓ છો? હઠાવો!’સૈનિકોએ વિદ્યાર્થીઓને ધક્કા મારી હઠાવવા માંડયા. સૈનિકોને લાગ્યું કે તેમને ધક્કા મારી હઠાવવા કઠણ ...Read More