Ghost Cottage

(35)
  • 11.2k
  • 0
  • 6.1k

દરિયા ની લહેરો પર થી લહેરાતો ઠંડો અને શાંત પવન મિલનની ઉત્સુકતાની સાથે સાથે મળવા નું વચન આપી ને મોડું કરનાર નાં વિરહ ની વેદના ને વધુ ભડકાવે છે,એક ચોવીસ વર્ષનો યુવાન જે પોતાની પ્રેમિકા ને આજે લગ્ન માટે પ્રપોઝ કરવાનો હતો,એક સુંદર ફુલ નો ગુલદસ્તો અને પોતાના હાથે બનાવેલી પીતળ ની વિંટી હાથ માં લઈને રાહ જોતો ઊભો હતો. હેન્રી વ્યવસાયે લુહાર પણ દિલથી એક ઉદાર અને પ્રેમાળ હ્રદય નો માલિક, એની પ્રેમિકા સેલ્વીની રાહ જોતો ઊભો હતો. કેટલા દિવસ પછી એ મદમસ્ત સુગંધ માં ખોવાઈ જવું છે, એનાં ગુલાબી ગાલ પર રેલાતી શરમ ની લાલી ને મનભરીને નિહારવી છે, એનાં રેશમી વાળ માંથી આવતી રોઝ નાં ઈત્ર ની સુગંધ માં ખોવાઈ જવું છે, એનાં નરમ હાથોથી એક ટુકડો ખાઈ ને હમેશાં માટે ધરાઈ જવું છે, પણ એ હજુ આવી કેમ નહીં? કદાચ એની માએ કામ માટે રોકી લીધી હશે, હમણાં આવતી જ હશે.એવુ વિચારી એ રાહ જોતો ઊભો રહ્યો.

Full Novel

1

Ghost Cottage - 1

દરિયા ની લહેરો પર થી લહેરાતો ઠંડો અને શાંત પવન મિલનની ઉત્સુકતાની સાથે સાથે મળવા નું વચન આપી ને કરનાર નાં વિરહ ની વેદના ને વધુ ભડકાવે છે,એક ચોવીસ વર્ષનો યુવાન જે પોતાની પ્રેમિકા ને આજે લગ્ન માટે પ્રપોઝ કરવાનો હતો,એક સુંદર ફુલ નો ગુલદસ્તો અને પોતાના હાથે બનાવેલી પીતળ ની વિંટી હાથ માં લઈને રાહ જોતો ઊભો હતો. હેન્રી વ્યવસાયે લુહાર પણ દિલથી એક ઉદાર અને પ્રેમાળ હ્રદય નો માલિક, એની પ્રેમિકા સેલ્વીની રાહ જોતો ઊભો હતો. કેટલા દિવસ પછી એ મદમસ્ત સુગંધ માં ખોવાઈ જવું છે, એનાં ગુલાબી ગાલ પર રેલાતી શરમ ...Read More

2

Ghost Cottage - 2

આગળ નાં ભાગ માં વાંચ્યું કે એક પ્રેમી પોતાની પ્રેમિકા ને મળવા આતુર છે, પરંતુ એ આવી નહીં, પરંતુ ખુદ એક ભૂતિયા ઘરમાં જઈ પહોંચ્યો જે પહેલાં થી જ ઘણા લોકો ના જીવ લઇ ચૂક્યું છે અને ત્યાં એને કોઈ સ્ત્રી નો ઓળો દેખાયો... એમની વાત આગળ વધારીએ... એ ઓળો ધીરે ધીરે એક સુંદર આકાર લેવાં લાગ્યો પણ.. એનું કોઈ ચોક્કસ રૂપ કે શરીર ન હતું... હેન્રી એને ડર અને આશ્ચર્ય સાથે જોઈ રહ્યો હતો...એક જ પળમાં એ ઓળો દૂર ગયો અને મંદ સ્વરે ગીત ગાવા લાગ્યો.... પછી બીજી ક્ષણે હેન્રી ની પાસે આવી ...Read More

3

Ghost Cottage - 3

આગળ નાં ભાગ માં વાંચ્યું કે આગલા દિવસે પ્રેમના પવનથી પ્રેમ નાં આકાશમાં ઉડવાવાળો આજે ધરતી પર રઘવાયો બની છે.. એનું ન આવવા નું કારણ શું હશે.... આજે વાંચીએ..વોલ્ગા એની પ્રેયસી ની વાટ જોતો સાંજ સુધી એ ઘરની બહાર બેસી રહ્યો, સાંજે ચોકીદારે કહ્યું કે: તું જેની રાહ જુએ છે એ કદાચ ક્યાંય ગઈ હશે, મારું માન અત્યારે ઘરે જા, મને કોઈ ખબર મળશે તો હું તને જરૂર કહીશ.તે સવારથી કંઈ ખાધું પીધું નથી તારી તબિયત ખરાબ થઈ જશે, તું જા કાલે આવજે, શું ખબર તારાં બધા પ્રશ્નો ના જવાબ મળી જાય? વોલ્ગા ઉદાસ ચહેરે ...Read More

4

Ghost Cottage - 4

પોતાની પ્રેમિકા ને મળવા આતુર વોલ્ગા એ એક વિકૃત ચહેરા વાળી છોકરી ને જોઇ, જેને એ મરાલા સમજી બેઠો પણ આ છોકરી મરાલા છે તો એની આવી હાલત કોણે કરી? શું બન્યું હતું એક જ રાતમાં... ચાલો વાંચીએ... મારાં વહાલાં એપલ... હું તારી મરાલા છું....એ ખોફનાક ચહેરા વાળી છોકરી એ વોલ્ગા ને કહ્યું.જે દિવસે તે મને લગ્ન માટે પૂછ્યું ત્યારે જ હું તારી સાથે આવવા તૈયાર હતી, પણ મારી ઉપર અમારી માલકિન નો બહુ ઉપકાર છે, એટલે એમને મળી ને આપણી વાત કરી એમનાં આશિર્વાદ લઈને તારી પાસે આવવા ની હતી...પણ....પણ...પણ... શું? આભો ...Read More

5

Ghost Cottage - 5

આપણે આગળ વાંચ્યું કે કેવી રીતે કાયોનીએ મરાલા ને દર્દનાક મોત આપ્યું, અને એ પણ એવી વ્યક્તિ ને મેળવવા કે જે એને પરે નથી કરતો કે નથી એનાં વિશે વિચાર કરતો... હવે આગળ... વોલ્ગા ની આંખ માંથી સતત આંસુડાં વહી રહ્યા હતા,મરાલા કરતાં વધુ એ પીડાઈ રહ્યો હતો, એ હજુ પણ માનવા તૈયાર ન હતો કે એની વ્હાલી મરાલા એને છોડીને ખૂબ દૂર ચાલી ગઈ છે,એ આંખો બંધ કરીને ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યો.. કે આ બધું ખોટું હોય, ફક્ત એક સપનું હોય... હું મારી મરાલા સાથે ખુબ ખુશ થઇને રહીશ....આ બધું ...Read More

6

Ghost Cottage - 6 - (Last Part)

આગળ નાં ભાગ માં વાંચ્યું કે દરેક પોતાના અલગ વિચારો અને સપના પૂરા કરવા યોજનાઓ ગોઠવી રહ્યા હતા... પરંતુ રીતે વોલ્ગા અને કાયોનીની લાશ મળી હતી એ કંઇક અલગ કહાની રજૂ કરે છે.. વાંચીએ આગળ.... નક્કી કર્યા મુજબ કાયોની ઘરેથી નીકળી ગઈ અને વોલ્ગા સાથે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગઈ, સાથે થોડોક સામાન પણ હતો, બંને એક વાહનમાં બેસી ને એ કોટેજ સુધી પહોંચવા ના જ હતાં, પણ્ કાયોની એ ડ્રાઈવર ને ગાડી ચર્ચ લઇ જવા કહ્યું.. વોલ્ગા ને સમજાણું નહીં કે એ શા માટે અત્યારે ત્યાં જવા માટે કહે છે, કેમકે ...Read More