હાલ કાના મને દ્વારીકા બતાવ

(7)
  • 10.9k
  • 0
  • 5.6k

અત્યાર સુધીની મારી તમામ વાર્તામાં કોઇક ને કોઇક બોધ પાઠ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ વખતની આ વાર્તામાં ભગવાન પ્રત્યેની અંધશ્રદ્ધા નહીં પરંતુ તેના પરના વિશ્વાસ અને શ્રદ્ધાના વિષયને બતાવવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખુ છું કે, તમે મારી બાકીની વાર્તાની જેમ જ આ વાર્તાને પણ પ્રેમ આપશોે. થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર એક ગુજરાતી ગીત બહુ જ ગાજ્યું હતું, હાલ કાના મને દ્વારીકા દેખાડ... આ ગીત સાંભળતા જ મને યાદ આવી ગઇ ડભોઇના નાનકડાં ગામના એક ગરીબ વાણીયાની વાત...

Full Novel

1

હાલ કાના મને દ્વારીકા બતાવ - 1

પ્રકરણ - ૧ અત્યાર સુધીની મારી તમામ વાર્તામાં કોઇક ને કોઇક બોધ પાઠ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ આ વાર્તામાં ભગવાન પ્રત્યેની અંધશ્રદ્ધા નહીં પરંતુ તેના પરના વિશ્વાસ અને શ્રદ્ધાના વિષયને બતાવવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખુ છું કે, તમે મારી બાકીની વાર્તાની જેમ જ આ વાર્તાને પણ પ્રેમ આપશોે. થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર એક ગુજરાતી ગીત બહુ જ ગાજ્યું હતું, હાલ કાના મને દ્વારીકા દેખાડ... આ ગીત સાંભળતા જ મને યાદ આવી ગઇ ડભોઇના નાનકડાં ગામના એક ગરીબ વાણીયાની વાત... હવે, તમને થશે કે વાણીયો થોડો ગરીબ હોય. ભગવાન સત્યનારાયણની કથામાં હંમેશા એક ધનીક વાણીયા ...Read More

2

હાલ કાના મને દ્વારીકા બતાવ - 2

પ્રકરણ - ૨ મુખીના ઘરેથી તેના ઘર સુધી જવામાં રસ્તામાં ભગવાન કૃષ્ણનું એક મંદિર પણ આવે. જ્યાં રોજ વાણીયન દર્શન કર્યા વિના ઘરે જતી ન હતી. પરંતુ તે દિવસે લાલો જ ઘરે આવવાનો હતો તેથી ઉતાવળમાં વાણીયન મંદિરે દર્શન કરવાનું ભુલી ગઇ અને ઘરના રસ્તે આગળ વધી રહી હતી. રસ્તામાં એક નાનો બાળક રડી રહ્યો હતો. તેને વાણીયનને જાેઇ અને રડતા રડતાં કહ્યું, કાકી મને બહુ જ ભૂખ લાગી છે, મને કંઇક આપશો ? વાણીયન પણ નાના બાળકને જાેઇને ચોંકી ઉઠી. ગામ નાનું હતું તેથી ગામના તમામ ઘર એક બીજાને ઓળખતા હોય તે સ્વાભાવીક છે. પરંતુ આ નાનું બાળક ...Read More

3

હાલ કાના મને દ્વારીકા બતાવ - 3

પ્રકરણ - ૩ ભીડમાં બાળક તો મળ્યો પણ વાણીયો અને વાણીયન શ્રીકૃષ્ણના દર્શન કરવા ગયા ત્યારે તેમને ભાસ થયો બાળકને શોધતા શોધતા તેના માતા-પિતા રાતે જ મંદિરે આવ્યા હતા. જેમની યાદ આવતા બાળક મંદિરે આવ્યો અને તેનું માતા-પિતા સાથે મિલન થયું. જાેકે, વાણીયનને આ વાત વાણીયાને કરી ત્યારે તેને પણ કહ્યું કાંઇ નહીં જે થયું તે સારા માટે જ થયું છે. બાળકને પણ તેના માતા-પિતા મળી ગયા અને પરિવાર ખુશ હશે. ચાલ હવે, ઘરે જઇએ, મજુરીએ પણ જવાનું છે. વાણીયો અને વાણીયન ઘરે પહોંચ્યા અને ચ્હા બનાવી સાસુ સસરાને આપી તેમજ પોતે પણ પીધી. ઘરમાં જે થોડું ઘણું પડયું ...Read More

4

હાલ કાના મને દ્વારીકા બતાવ - 4

પ્રકરણ - ૪ જાેકે, વાણીયો અને વાણીયન દર જન્માષ્ટમીએ પારણું કરવાનું ભૂલતા નહીં. શહેરમાં આવીને પણ તે પ્રથા ચાલું રહીં. દર જન્માષ્ટમીએ વાણીયાના ઘરે લાલાનું પારણું બંધાય અને તેની ઉજવણી કરવામાં આવે. લાલાની લગ્ન ઉંમર થઇ, વાણીયો અને વાણીયન સારી છોકરીની શોધમાં લાગ્યા. એવામાં જ ડભોઇ તાલુકાની નજીકમાં આવેલા નર્મદા જિલ્લાના એક ગામમાંથી ગોપાલ માટે એક યુવતીનું માંગુ આવ્યુ. યુવતીનું નામ હતું માધવી. ગોપાલ અને માધવીના પરિવારજનો મળ્યાં, ગોપાલ અને માધવી પણ મળ્યાં. બન્ને વચ્ચે મન મેળ થયો અને સગપણ નક્કી કરવામાં આવ્યું. સગપણ નક્કી થયું અને લગ્નની તૈયારીઓ શરૂ થઇ, કંકોત્રી લખાઇ અને પહેલી કંકોત્રી આપવા ગોપાલ અને ...Read More

5

હાલ કાના મને દ્વારીકા બતાવ - 5

પ્રકરણ - ૫ ગોપાલ અને માધવીના લગ્નનો દિવસ આવ્યો, લગ્નમાં વસ્ત્રોમાં સજ્જ ગોપાલને જાેઇને વાણીયા અને વાણીયન ખુબ જ થઇ ગયા હતા. થોડીજ વારમાં જાન માધવીના ગામ જવા નિકળવાની હતી ત્યાં જ માધવ તેની પત્ની અને બે બાળકો સાથે નજરે પડયો. આજે વાણીયો અને વાણીયન માધવને ઓળખી ગયા એટલે તરત જ તેને બોલાવ્યો. માધવ પણ વાણીયા અને વાણીયન પાસે ગયો તેમને પગે લાગ્યો અને પરિવાર સાથે ઓળખાણ કરાવી. માધવે કહ્યું, કાકી આ મારી પત્ની રુકમણી, મારો દિકરો સુદેશ અને મારી દિકરી ચારુલતા છે. માધવ જેટલા જ સંસ્કાર તેના પરિવારમાં હતા. બધા જ વાણીયો અને વાણીયનના પગે લાગ્યા. એટલે વાણીયને ...Read More

6

હાલ કાના મને દ્વારીકા બતાવ - 6

પ્રકરણ - ૬ માધવીને લઇ ગોપાલ અને તેનો પરિવાર ઘરે પરત આવ્યો જાેકે, જાન પરત ઘરે આવી ત્યારે માધવ તેનો પરિવાર ન દેખાતા વાણીયો અને વાણીયનને ચિંતા થવા લાગી. જાેકે, લગ્નના માહોલમાં તેઓ આપણને કહ્યાં વિના જ જતાં રહ્યા હશે તેમ માની તેઓ પણ પોતાના કામમાં લાગી ગયા. નવી વહુને ઘરેમાં પ્રવેશ કરાવ્યો અને ઘરે કરવાની વિધિની શરૂઆત થઇ. પછી ગોપાલ અને માધવીને તેમની માટે શણગારેલા ઓરડામાં લઇ જવામાં આવ્યા. લગ્નનો દિવસ પૂર્ણ થયો અને વાણીયા અને વાણીયનને પણ બધું શાંતિથી પૂર્ણ થયાનો આનંદ હતો. તેમને પણ રાતે સારી ઉંઘ આવી ગઇ. સવાર વાણીયન વહેલી ઉઠી, ન્હાઇ ધોઇ તૈયાર ...Read More

7

હાલ કાના મને દ્વારીકા બતાવ - 7 (છેલ્લો ભાગ)

પ્રકરણ - ૭ એક તરફ વાણીયો અને વાણીયન વડોદરા તો દિકરો ગોપાલ અને વહુ માધવી પૂનામાં રહી જીવન વિતાવી હતા. પૂના ગયા બાદ ગોપાલનું કામ પણ એટલું વધી ગયું હતું કે, તેને વડોદરા આવવાનો સમય મળતો ન હતો. પરંતુ છ મહિને એક વખત માધવી વડોદરા આવતી અને બેથી ત્રણ દિવસ રોકાઇ પરત પૂના જતી હતી. લગ્નને સમય વિત્યો છતાં માધવીને સંતાન ન હતું. ત્યારે ફરીએક વખત વાણીયને માધવીને દ્વારીકાધીશની બાંધા યાદ કરાવી. વડોદરાની પૂના જતાંની સાથે જ માધવીએ બાંધા વિષે ગોપાલને કહ્યંુ. ગોપાલે પણ પોતાની ભૂલ સ્વીકારી અને કંપનીમાં રજા માટે અરજી કરી. પૂના જાેડાયા બાદ પાંચ વર્ષનો સમય ...Read More