આશાનું કિરણ

(15)
  • 20.8k
  • 1
  • 9.6k

"હેતલ ચાલને હું 11:00 વાગ્યા ની તૈયારી થઈ ગઈ છું." "અરે ભાઈ તું રોજ રોજ આવીને ઉભી જાય છે.હજી તો 11:30 થયા છે.આપણી સ્કૂલ તો 12:30 ની છે.આટલું વહેલું જઈને શું કરીશું? " "પણ તે કાલે કીધું હતું કે ટાઈમે તૈયાર થઈને આવી જવાનો એટલે હું આજે તૈયાર થઈને આવી ગઈ. " "હા સારું, તુ હવે ઓટલે બેસ હું તૈયાર થઈ જાવ.હું દફતર પેક કરીશ પછી હું જમી લઉં પછી આપણે સવા બારે નીકળશું એટલે 12:30 સ્કૂલે પહોંચી જઈશું." "સારુ હું અહીયા ઉભીશ" આમ કહી અને દિવ્યા દરવાજા આગળ જ ઊભી રહી ગઈ. એણે મોઢામાં અંગૂઠો નાખ્યો અને ફોટા ઉપર પોતાની દફતર અને પાણીની બોટલ મૂકીને ત્યાં જ બેસી ગઈ.

1

આશાનું કિરણ - ભાગ 1

"હેતલ ચાલને હું 11:00 વાગ્યા ની તૈયારી થઈ ગઈ છું.""અરે ભાઈ તું રોજ રોજ આવીને ઉભી જાય છે.હજી તો થયા છે.આપણી સ્કૂલ તો 12:30 ની છે.આટલું વહેલું જઈને શું કરીશું? ""પણ તે કાલે કીધું હતું કે ટાઈમે તૈયાર થઈને આવી જવાનો એટલે હું આજે તૈયાર થઈને આવી ગઈ. ""હા સારું, તુ હવે ઓટલે બેસ હું તૈયાર થઈ જાવ.હું દફતર પેક કરીશ પછી હું જમી લઉં પછી આપણે સવા બારે નીકળશું એટલે 12:30 સ્કૂલે પહોંચી જઈશું.""સારુ હું અહીયા ઉભીશ"આમ કહી અને દિવ્યા દરવાજા આગળ જ ઊભી રહી ગઈ. એણે મોઢામાં અંગૂઠો નાખ્યો અને ફોટા ઉપર પોતાની દફતર અને પાણીની બોટલ ...Read More

2

આશાનું કિરણ - ભાગ 2

હેતલ શેરીની બાર કુંડાળા બનાવી અને કુંડાળા જમ્પિંગ રમતી હતી. હેતલને જોઈને હશે એના બીજા ત્રણ ચાર નાના બાળકો ગયા. બધા કુંડાળા થી રમવા માંડ્યા જમ્પિંગ કરવા માંડ્યા. કોઈની કાકડી કુંડાળામાં પડતી હતી તો કોઈની નતી પડતી બધા આઉટ થતા હતા અને તાળીઓ પાડતા મજા કરતા હતા. હેતલ બધામાં મોટી હતી. એનો ટર્ન આવે એટલે એ કુંડાળા જામ કર્યા જ કરે, હારે પણ નહીં. હેતલ ને રમતી જોઈએ દિવ્યા દોડીને ત્યાં આવી. . .. "મારે પણ રમવું છે મને પણ રમાડો"દિવ્યાની શકલ જોઈને હેતલને વધારે ચીડ ચીડીયા પણ થયું. એ વિચારવા લાગી.... " આખો દિવસ સ્કૂલમાં ચોટ કરે હવે ...Read More

3

આશાનું કિરણ - ભાગ 3

દિવ્યા ની મમ્મી ગોળ ગોળ વિચારમાં હતી. ક્યારે કે શુન્યમનસ્ત થઈ જતી હતી. ફરીથી હિંમત ભેગી કરીને એ સંસારમાં જતી હતી. એણે દિવ્યા સામે જોયું અને વિચાર્યું " થોડીવાર ભલે ફળિયામાં રમતી. હું થોડા કામ પતાવી લઉં. એમ પણ હોય ને વહેલી હેતલ પાસે મુકવા જઈશ તો વળી ત્યાં હેતલને ગમશે નહીં."વિચારતા વિચારતા દેવયાની મમ્મી ઓસરી સાફ કરવા માંડે છે. ઓ ઓ શ્રી સાફ કરતા કરતા કચરો ઉડી જાય છે અને એને થોડો પવન હોય એવું મહેસુસ થાય છે થોડો વંટોળો ચાલુ થયો હોય એવું એને લાગતું હતું.અચાનક વાતાવરણ પોતાનું રુખ બદલતો હોય એવું ચાલુ થઈ ગયું. પવન સોસવાટા ...Read More

4

આશાનું કિરણ - ભાગ 4

દિવ્યા પોતાના ક્લાસમાં લંગડાતી લંગડાતી એન્ટર થાય છે. એના પગમાંથી એકાદા બે લોહીના ટપકાઓ ક્લાસના એન્ટ્રીમાં પડે છે અને રણમસ મોઢા એ છેલ્લી બેચમાં જઈને બેસે છે.દિવ્યાને ક્લાસમાં આવતી જોઈ અને ક્લાસના છોકરા છોકરીઓ હોબાળો કરવા માંડ્યા." બુદ્ધુ બુધુ બુધ્ધુ..... "દિવ્યાને ખાસ કંઈ આમાં સમજાતું ન હોવાથી એ લંગડાતા લંગડાતા પોતાની છેલ્લી બેંચે જઈને બેસી ગઈ. ક્લાસની મોનિટર એ નોટ કર્યું કે બધા અવાજ કરે છે. એટલે એને તરત પોતાની પોઝિશન લઈ લીધી." કોઈ અવાજ કરશે નહીં. જે લોકો અવાજ કરશે એમનું નામ હું ટીચર્સ ને આપી દઈશ. પછી કોઈને પનિશમેન્ટ મળશે તો હું જવાબદાર નથી."----મોનિટરની વાત સાંભળી અને ...Read More

5

આશાનું કિરણ - ભાગ 5

દિવ્યા ના મમ્મીએ અંદર આવતા ની સાથે જ રંભાબેન પર સવાલોની છડીયો વરસાવવાનો ચાલુ કર્યો. "રંભાબેન દિવ્યા હજી સ્કૂલેથી નથી હેતલ આવી ગઈ? 6:30 થવા આવ્યા છે હજુ દિવ્યાના કોઈ સમાચાર નથી તમને ખબર છે? હેતલ આવી ગઈ છે તો દિવ્યા ક્યાં છે? હે મારા રામ !!!! હેતલ દિવ્યાને છોડીને તો નથી આવતી રહી ને? હાય!! હાય !!! હું હવે એકલી દિવ્યા ને ક્યાં શોધવા જઈશ? "રંભાબેન દરવાજો ખોલી અને દિવ્યાના મમ્મીના સવાલો સાંભળી રહ્યા હતા. એમને પણ મનમાં ફાળ પડી ગઈ. હેતલ ઘરે આવ્યા ને 10 15 મિનિટ થઈ ગઈ હતી. હેતલને જ્યારે તેણે પૂછ્યું ત્યારે હેતલે કોઈ ...Read More

6

આશાનું કિરણ - ભાગ 6

ધોધમાર વરસાદ જામતો જતો હતો. રાત્રી મધરાત્રી તરફ પ્રયાણ કરતી હતી. રસ્તાઓ એ જાણે દેખાવાનો બંધ કરી દીધું હતું. જાણે પાણીનો રાજ હોય એમ રસ્તાઓ ,,ડેલીઓ ના ઉમરાઓ દેખાવાના બંધ થઈ ગયા હતા. ચારે બાજુ જનસંઘ અદ્રશ્ય થઈ ગયો હતો. લાઈટો ક્યાંય હતી નહીં. લેનલાઇન બધાના કામ કરતા બંધ થઈ ગયા હતા. હવે દિવ્યાને કેવી રીતે શોધવી કેશુભાઈ મૂંઝવણમાં પડ્યા? વાલી બેન અને રંભાબેન જેવા ઘરમાં આવ્યા, કેશુભાઈ ને એક શ્વાસમાં બધી વાતની જાણ કરી દીધી. કેશવભાઈએ ચપ્પલ પહેર્યા ના પહેર્યા પોતાની ઉઘાડી ડેલી તરફ દોટ મૂકી અને બાઈક ને કીક મારી... " ચાલો, વાલી બેન તમે ફટાફટ બેસી ...Read More

7

આશાનું કિરણ - ભાગ 7

Hello friends, આજે મેં મારી જ રચનાઓ વાંચી. મેં સ્ટોરીઓ બધી જ દિલથી લખી છે. તમે બધાએ દિલથી લાઈક કરી છે. મેં મારી રચનાઓમાં ખૂબ જ જોડણીઓની ભૂલ અને શબ્દોની અદલા બદલી જોઈ છે. આજથી મેં મારી રચનાઓને બે ત્રણ વાર વાંચી અને સુધારીને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે. તો આજથી હું પ્રોમિસ કરું છું કે હવે શુદ્ધ ભાષામાં લખાયેલું ચોખ્ખી જોડણી વાળું પ્રકાશન આપવાનો પ્રયત્ન કરીશ. તમારા બધા તરફથી મળેલા પ્રતિભાવ બદલ હું આપ બધાની ખુબ ખુબ આભારી છું... વાંચતા રહો, મજા કરતા રહો અને પ્રેરણા આપતા રહો..... વરસાદ ઝરમર ઝરમર ચાલુ હતો. પરોઢ ક્યારની થઈ ગઈ ...Read More

8

આશાનું કિરણ - ભાગ 8

રંભા બહેને હેતલનો બાવડુ કસીને પકડ્યું હોય છે. બાવડું પકડીને ડેલીમાંથી હેતલને તબડાવતા તબડાવતા બહાર નીકળે છે. હેતલ બાવડું પ્રયત્ન કરે છે. પરંતુ રંભાબેન ને કોઈ અસર થતી નથી..... " મમ્મી સોરી કહેવા તો આવું છું , હવે મારો હાથ તો છોડ"" આ તો મેં તારો ખાલી હાથ પકડ્યો છે. કાલે જો તું મારા હાથમાં આવી હોત ને તો તારી પિટાઈ થઈ ગઈ હોત"" આટલો કસીને પકડ્યો છે. મારો હાથ દુખે છે. અને મને સમજાતું નથી તને હું વહાલી છું કે એ વહાલી છે? "" જે તે ખોટું કર્યું છે એ ખોટું છે. આમાં વહાલા કે ન વહાલાનો કોઈ ...Read More

9

આશાનું કિરણ - ભાગ 9

રંભા બહેન દોડી ને ડેલી ખોલવા જાય છે. એમને ખ્યાલ આવી ગયો હોય છે કે દિવ્યા તૈયાર થઈ ને જવા માટે આવી ગઈ છે. " આવ દિવ્યા બેટા, જો હેતલ ત્યાં ખાટલા પર બેસી ને હોમવર્ક કરે છે. તારે પણ હોમવર્ક બાકી હશે ને? જા તુ પણ એની સાથે હોમવર્ક કર. તમારી સ્કૂલને તો હજી વાર છે"" હા આંટી" --- કહીને દિવ્યા તાળી પાડતી પડતી હેતલ ના ખાટલા પાસે જઈને ખૂણા પર બેસી જાય છે. હેતલને ગજબ નો ગુસ્સો આવે છે. પણ જ્યાં સુધી એની મમ્મી આસપાસ છે એ કંઈ બોલી પણ નહીં શકે અને કરી પણ નહીં શકે. ...Read More

10

આશાનું કિરણ - ભાગ 10

દિવ્યા બચી જાય છે. દિવ્યાને જે ઘટના થઈ એની સિરિયસનેસ સમજાતી ન હતી. પરંતુ દિવ્યાને ફાળ પડી ગયો હતો પોતે ટ્રેન નીચે આવી જાત. ફાટક ગાર્ડ અને બીજા બે લોકોએ એને બચાવી અને રોડ તરફ ધકેલી દીધી હતી. સાથે સાથે ઠપકો પણ આપ્યો હતો. " એ પાગલ છોકરી ખબર નથી પડતી ફાટક બંધ થવાનું હતું. ગાડીની સીટીઓ સંભળાતી હતી. છતાં પણ આવી રીતે ગાડી ના પાટા ક્રોસ કરવા જાય છે. જીવવાનું મન નથી કે મરવા આવી છો? "દિવ્યાને કંઈ સમજાયું નહીં, પરંતુ એ લંગડાતા પગલે હેતલ તરફ જઈ રહી હતી. હેતલ થોડી દૂર રોડના કિનારે ઉભી ઉભી આખો તમાશો ...Read More