આત્મજા

(86)
  • 36.2k
  • 4
  • 23.1k

" નહીં..નહીં..! મારે હોસ્પિટલ નથી જવું. ના..મને હોસ્પિટલ ન લઈ જા...પ્લીઝ પ્રદીપ..! તમે તો મને સમજવાની કોશિશ કરો..!" બેડરૂમના એક ખૂણે ટૂંટિયુંવાળીને બેઠેલી નંદિની રડે જતી હતીને માથું ધુણાવી ગભરાયેલા સ્વરે બોલે જતી હતી. તેના શબ્દે શબ્દે ડરની ભાવના વર્તાતી હતી. તેની આંખોનું કાજળ અશ્રુઓમાં ભળી તેનાં ગોરા ગોરા ગાલો પરથી સરકતું હતું. તેનો લાંબો, કાળો, ગૂંથાયેલો ચોટલો વીંખાઈ ગયો હતો. તેની કેટલીક લટો તેના અશ્રુભીનાં ગાલોને ચોંટી ગઈ હતી. " તારે હોસ્પિટલ તો આવવું જ પડશે નંદિની..! આપણા ભુવાજીએ કહ્યું છે તે સાચું છે કે ખોટું તે જાણવા માટે આપણે હોસ્પિટલ જવું પડશે." નંદિનીને સમજાવતાં પ્રદીપે કહ્યું. રાજવી પરિવારનો એકનો એક દીકરો પ્રદીપ. બાપદાદા દ્વારા વારસામાં પ્રદીપને અઢળક સંપત્તિ અને જાહોજલાલી મળેલી.

Full Novel

1

આત્મજા - ભાગ 1

આત્મજા ભાગ 1 " નહીં..નહીં..! મારે હોસ્પિટલ નથી જવું. ના..મને હોસ્પિટલ ન લઈ જા...પ્લીઝ પ્રદીપ..! તમે તો મને સમજવાની કરો..!" બેડરૂમના એક ખૂણે ટૂંટિયુંવાળીને બેઠેલી નંદિની રડે જતી હતીને માથું ધુણાવી ગભરાયેલા સ્વરે બોલે જતી હતી. તેના શબ્દે શબ્દે ડરની ભાવના વર્તાતી હતી. તેની આંખોનું કાજળ અશ્રુઓમાં ભળી તેનાં ગોરા ગોરા ગાલો પરથી સરકતું હતું. તેનો લાંબો, કાળો, ગૂંથાયેલો ચોટલો વીંખાઈ ગયો હતો. તેની કેટલીક લટો તેના અશ્રુભીનાં ગાલોને ચોંટી ગઈ હતી. " તારે હોસ્પિટલ તો આવવું જ પડશે નંદિની..! આપણા ભુવાજીએ કહ્યું છે તે સાચું છે કે ખોટું તે જાણવા માટે આપણે હોસ્પિટલ જવું પડશે." નંદિનીને સમજાવતાં પ્રદીપે ...Read More

2

આત્મજા - ભાગ 2

આત્મજા ભાગ 2રાતો ચોળ થઈ ગયેલા ગાલને પંપાળતી નંદિની પ્રદીપની સામે જ જોઈ રહી. ગુસ્સાથી લાલ થઈ ગયેલી આંખોમાંથી બોર જેવડાં આંસુઓ પડી રહ્યા હતા. પ્રદીપનો આવો વ્યવહાર પહેલીવાર નહોતો. છેલ્લા ત્રણ વર્ષમાં નંદિની ઘણીવખત પ્રદીપના ગુસ્સાનો શિકાર બનેલી. ગરીબ માતા પિતાએ આપેલ સંસ્કારોને વળગી રહી નંદિની મૂંગા મોઢે બધું સહન કરે જતી. પણ આ વખતે તો સવાલ હતો તેના સંતાનને બચાવવાનો.કમને નંદિની ઊભી થઈ. બે હાથ વડે આંખો પોછાતી તે બાથરૂમ તરફ ગઈ.વૉશ બેસીનમાં પાણીની છાલક મારીને તેણે પોતાનો ચહેરો ધોયો અને અરીસા સામે જોયું. રડી રડીને લાલ થયેલા આંખોમાં હજુ પણ ગુસ્સો હતો. ગુસ્સો હતો સમાજ પર.. ...Read More

3

આત્મજા - ભાગ 3

આત્મજા ભાગ 3“એ વાત તો તમે જાણો જ છો કે અત્યારે ગર્ભ પરીક્ષણ કરવું અને કરાવવું બંને ગુનો છે. આ જોખમ ન લઈ શકું.” ડોક્ટરે કહ્યું. “કેવી વાત કરો છો બેન..? ગર્ભ પરીક્ષણની વાત તમારા અને અમારા સિવાય ત્રીજાને ક્યાંથી ખબર પડશે..? તમે બસ એટલું અમને જણાવો કે નંદિનીના પેટમાં દીકરો છે કે દીકરી..?” પ્રદીપએ કહ્યું. “ગર્ભ પરીક્ષણ કરવું અમારા માટે જોખમકારક છે. જો કોઈને ખબર પડી જાય તો અમારો ડોક્ટરનો વ્યવસાય પણ છીનવાઈ જાય. હું ગર્ભ પરીક્ષણ નહીં કરું.” ડોક્ટરે પ્રદીપ સામે જોઈ કહ્યું. પ્રદીપ એ પોતાની બેગમાંથી 10000 નુ બંડલ કાઢ્યું અને ટેબલ પર મૂક્યું. ડોક્ટર નોટોના ...Read More

4

આત્મજા - ભાગ 4

આત્મજા ભાગ 4“મારી સાથે આવી રીતે વાત ન કરો.મને શોખ નથી થતો ગર્ભ પરીક્ષણ કરવાનો..! તમે જ લોકો તો છો ગર્ભ પરીક્ષણ કરવા માટે..! અને મેં રૂપિયા લીધા છે તો મારે સાચું તો કહેવું જ પડશે કે તમારા ગર્ભમાં દીકરી છે.” ડોક્ટરે હાથ છોડાવી કહ્યું."એક સ્ત્રી થઈ સ્ત્રીની વેદનાને નહિ સમજી શકો તમે ? તમે બહાર એમ કહેશો કે મારા પેટમાં દીકરી છે, તો આ લોકો મારા સંતાનને મારા પેટમાં જ મારી નાખવા તમને મજબૂર કરશે. તમે આવું કરશો તો તમને પાપ લાગશે,મારી દીકરીની હત્યા કરવાનું." નંદિનીએ ડૉક્ટર સામે જોઈને કહ્યું. પણ ડૉક્ટર પર તેની વાતોની કોઈ જ અસર ...Read More

5

આત્મજા - ભાગ 5

આત્મજા ભાગ 5એવાંમાં નંદિની આવી. ઘર આંગણે લોકોને ટોળે વળેલાં જોઈ તે પણ ગભરાઈ ગઇ. દોડતી તે અંદર આવી. શું થયું બાપુને..? કેમ બધા ટોળે વળ્યાં છે ?" સસરા પાસે આવીને બેસતા નંદિનીએ ચિંતિત સ્વરે કહ્યું. " કાળમુખી..! આ બધું તારા લીધે જ થાય છે. ભુવાજીએ ચોખ્ખા શબ્દોમાં કહેલું કે તારી છોડી ઘરનો વિનાશ નોટરશે. જો અભાગી..! વિનાશની શરૂઆત થઈ ગઈ. હજુ સમય છે સમજી જા.!" કંચનબેને નંદિની પર ગુસ્સો ઠાલવતા કહ્યું. " બા, એવું ના હોય, તમે ચિંતા ન કરો..! બાપુને હું કંઈ નહીં થવા દઉં..!" આટલું કહી જાણે આખી ઘટનાનો ચિતાર મેળવી નંદિની દોડતી ઘરમાં ગઈ અને ...Read More

6

આત્મજા - ભાગ 6

આત્મજા ભાગ 6થોડીવારમાં હરખસિંગને ભાન આવી ગયું. પ્રદીપ અને કંચનબેનના જીવમાં જીવ આવ્યો. ધીમે ધીમે સૌ હરખસિંગના ખબરઅંતર પૂછી ઘરે જવા રવાના થયા. પ્રદીપ તેનાં ધંધે ગયો ને કંચનબેન પોતાના પતિની સેવામાં લાગી ગયા. પણ મનમાં તો એક જ વિચાર આવતો હતો કે, " આ અશુભ..નંદિનીના પેટમાં છોકરી હોવાનાં લીધે જ થયું છે. ભુવાજીએ કહેલ વેણ ક્યારેય ખોટું ન જ પડે..! કંઈ પણ કરીને કસુવાવડ કરવા નંદિનીને સમજાવી જ પડશે." બપોરના સમયે હરખસિંગ સૂતાં હતા ત્યારે કંચનબેન નંદિની પાસે ગયા. નંદિની પણ સૂતી હતી. કંચનબેન નંદિની પાસે જઈ બેઠાં. પોતાની પાસે કોઈ આવીને બેઠું હોવાનો અણસાર થતાં નંદિનીની આંખ ...Read More

7

આત્મજા - ભાગ 7

આત્મજા ભાગ 7" મને ખબર જ હતી. તમે પણ મારી વાત નહિ જ સમજો. મને હતું જ કે તમે જ સાથે આપશો. પણ એ વાત ન ભૂલો કે ભુવાજીએ કહેલ અત્યાર સુધીના બધાં વેણ સાચા પડ્યાં છે. તમે જ વિચારો, હોસ્પિટલમાં નંદિનીના પેટમાં છોકરી છે તે વાતની હજુ ખબર જ પડી છે ને ઘરે તમને સાપ ડંખી ગયો. મતલબ સમજ્યા તમે..? આપણા ઘરમાં અશુભ થવાની શરૂઆત થઈ ગઈ. આ એક સંકેત છે કે નંદિનીનું આવનાર બાળક આપણા ઘરનો કાળ બની જશે. નંદિનીની કાળમુખી છોકરી ઘરનો વિનાશ નોતરશે." કંચનબેનએ ગુસ્સાથી મોઢું બગાડતાં કહ્યું." અરે બસ બસ કંચન..! તું બહુ દૂરનું ...Read More

8

આત્મજા - ભાગ 8

આત્મજા ભાગ 8" ઓહ..! તો તેના શુભ આગમનથી તું કરોડોની મિલકતની માલકીન બની તેથી તને કીર્તિ વધુ વ્હાલી લાગે એમ ને ? હું હવે સમજ્યો કીર્તિ પ્રત્યેના તારા આટલા બધા સ્નેહ પાછળનું સાચું કારણ..!" કટાક્ષ કરતાં હરખસિંગે કહ્યું." તમે આજ બધું અવળું કેમ બોલો છો ? એવું બિલકુલ નથી કે તેનાં કારણે મને મિલકત મળી આથી મને તેના પ્રત્યે સ્નેહ વધુ છે. હું પણ માં છું. મારામાં પણ મમતા જેવું કંઈક હોય કે નહીં..? " કંચનબેને દલીલ કરતાં કહ્યું. " જો તારામાં ખરેખર મમતા જેવી કોઈ લાગણી હોત તો કદાચ તું પણ નંદિનીની મમતાને સમજી શકતી. આજ તારો નંદિની ...Read More

9

આત્મજા - ભાગ 9

આત્મજા ભાગ 9હરખ સિંગના ઠાઠમાઠ અને જાહોજલાલીના કારણે તથા કીર્તિના સારા નસીબને કારણે કીર્તિના લગ્ન અમેરિકાના એક ઉદ્યોગપતિ સાથે હતા. પૈસે ટકે કીર્તિને કોઈ વાતનું દુઃખ ન હતું.લગ્ન પછી ઘણા દિવસે કીર્તિ તેના પિયરમાં આવી હતી. તેના આવવાથી ઘરમાં ખુશી છવાઈ ગઈ. તેના બે જોડિયા બાળકોના તોફાનથી આખા ઘરમાં રોનક આવી ગઈ. કીર્તિના આવવાથી કંચનબેન તો હરખમાં આવી ગયા હતા. હરખસિંગના ચહેરા પર પણ દીકરીને ઘણા દિવસે મળતા આનંદ છવાઈ ગયો હતો. “ભાભી એક વાત કહું..! હું આવી ત્યારથી તમને જોવું છું. તમે કોઈ ચિંતામાં લાગો છો. શું વાત છે..? મને નહી કહો..?” કીર્તિએ રસોડામાં રસોઈ બનાવતી નંદિનીનો ચહેરો ...Read More

10

આત્મજા - ભાગ 10

આત્મજા ભાગ 10આમને આમ આખો દિવસ વીતી ગયો. કીર્તિએ આખા દિવસનો ઘરનો માહોલ જોયો. તેણે જોયું કે નંદિનીનું બધા બોલવાનું સાવ ઓછું જ થઈ ગયું હતું. તે ઘરની જવાબદારી નિભાવતી. જ્યારે નવરી પડે ત્યારે તે પોતાના બેડરૂમમાં જઈ આરામ કરતી. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ આવતો હતો. તેને જોઈ કીર્તિને થોડી દયા આવી પણ માતા એ કહેલી વાત યાદ આવતા તેને પોતાના પરિવારનો વિચાર આવ્યો. પોતાના ભાઈનો, પોતાના પરિવારનો વિનાશ થતો અટકાવવા તેણે નંદિનીને કસુવાવડ કરવા માટે સમજાવવી જ પડશે. આમ વિચારી કીર્તિ રાત્રિના નવ વાગે નંદિનીના રૂમમાં ગઈ.“શું કરો છો ભાભી ? બધા બેઠકરૂમમાં વાતો કરે છે,હસી ...Read More

11

આત્મજા - ભાગ 11

આત્મજા ભાગ 11“ હા મમ્મીએ મને વાત કરી હતી. તો કહેતા હતા કે ભુવાજીના બધા વેણ સાચા પડે છે..!” બોલતા બોલતા જ અટકી ગઈ. “ઓહ..! તો બા એ તમને બધી વાત કરી દીધી છે. તો તમને એ પણ ખબર હશે કે બાની શું ઈચ્છા છે." " પણ ભાભી..! મારુ માનવું છે ત્યાં સુધી મમ્મી પણ તેમની જગ્યાએ ખોટી નથી. " કીર્તિએ ખચકાતા કહ્યું. " તો હું ખોટી છું કીર્તિબેન..? દીકરી પ્રત્યેની મારી મમતા ખોટી છે..? એક સ્ત્રીની સંવેદનશીલતા ખોટી છે..? તમે જ કહો, મારી જગ્યાએ તમે હોય તો શું કરો ?" નંદિનીએ કહ્યું. નંદિનીની વાત સાંભળીને કીર્તિને થયું કે ...Read More

12

આત્મજા - ભાગ 12

આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ નહીં પણ હવે જ મગજ ચાલતા થયા બેટા..! હવે તું દેખ, કંચનનો કમાલ..!" મનમાં મનમાં મલકાતા જ કંચન બહેન એકલા એકલા જ બોલવા લાગ્યાં. સવારનો સૂરજ ઊઘી ગયો હતો. રોજની જેમ આજે પણ નંદિની સવારે વહેલા નાહી ધોઈને ઉપરના માળેથી નીચે ઉતરવા દાદરા પાસે જતી હતી ત્યાં જ અચાનક કોઈની ચીસ સંભળાઈ. નંદિની ઉતાવળે પગલે દાદર પાસે ગઈ. "અરે શું થયું.. કીર્તિબેન..? તમે પડી કેમ ગયા..?" કીર્તિને નીચે પડેલી જોઈ નંદિનીએ ચિંતિત સ્વરે કહ્યું. ત્યાં જ હરખસિંગ અને કંચનબેન પણ કિર્તીનો અવાજ સાંભળી નીચેના રૂમમાંથી દોડતાં બહાર ...Read More

13

આત્મજા - ભાગ 13

આત્મજા ભાગ 12" નંદિની.! શું કરે છે તું ...? પ્રદીપ તને બોલાવે છે. ઓફિસની કોઈ ફાઇલ તેને મળતી નથી. શોધી આપ તેને જરૂરી કામ છે. લાવ આ હું કરું છું,તું જા." ઉતાવળે આવીને કંચન બહેને કહ્યું. નંદિની તેના બેડરૂમમાં ગઈ. ત્યારે કંચનબેને તેઓનાં આયોજન મુજબ કામ કરવાનું શરૂ કર્યું. " ક્યાં છે ફાઇલ..? ક્યારનો હું ફાઇલ શોધું છું..! ઘરમાં એક વસ્તુ ઠેકાણે હોતી નથી." નંદિની સામે અકળાઈને પ્રદીપે કહ્યું. " ધંધાને લગતી બધી ફાઇલ તમે જ તિજોરીમાં મુકો છો. તેની ચાવી પણ તમારી પાસે જ રહે છે. તો તમારા હાથે જ ક્યાંક મુકાઈ ગઈ હશે." ઠંડા કલેજાથી નંદિનીએ કહ્યું. ...Read More

14

આત્મજા - ભાગ 14

આત્મજા ભાગ 14કંચન બહેન નંદિનીને ગમે તેમ બોલે જતા હતા પણ તે તરફ ધ્યાન ન આપતા નંદિની રસોડાના પ્લેટફોર્મ ગઈ. ઘી ઢોળાયેલું જોઈ તેને તરત જ ખબર પડી ગઈ કે આ યોજના તેના માટે બની હતી પણ તેનો ભોગ કીર્તિ બહેન બન્યા. આ આવી બીજી ઘટના હતી જેમાં કંચનની યોજના ઉલટી પડી હતી. કંચન બહેને ડોક્ટર બોલાવી કીર્તિની સારવાર કરાવી. કીર્તિ આરામ કરતી હતી ત્યારે કંચન બહેન તેના રૂમ માંથી બહાર આવ્યા. ત્યાજ તેઓને નંદીની સામે મળી. " બા..! હવે મારી દીકરીને મારવાના અખતરા છોડી દો. ઈશ્વર પણ નથી ઈચ્છતા કે તે મારા ગર્ભમાં મરે. તમારી બધી યોજના ઉલટી ...Read More

15

આત્મજા - ભાગ 15

આત્મજા ભાગ 15નંદિની અને કંચનબેન હોસ્પિટલ ગયા. પ્રદીપ અને હરખસિંગની તબિયત બહુ જ નાજુક હતી. તેઓની હાલત જોઈને નંદિની કંચનબેનની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. કંચનબેન તેઓની પાસે બેઠા, જ્યારે નંદિની ડૉક્ટરને મળવા ગઈ. " ડૉક્ટર સાહેબ..! પ્રદીપ અને બાપુને શું વાગ્યું અને કેવીરીતે થયું..? તેઓ જલ્દી સાજા તો થઈ જશે ને ?" ચિંતાતુર સ્વરે નંદિનીએ ડૉક્ટરને પૂછ્યું. ડોક્ટરે નંદીને વિગતે વાત કહી. પોલીસને અકસ્માત થયાની જાણ પણ કરી છે. નંદિનીને અકસ્માત પાછળ કોઈનો હાથ હોય તેવું લાગ્યું. પરંતુ ચોક્કસ તપાસ કર્યા વિના ઘરમાં કહેશે તો તેની વાતો પર કોઈ વિશ્વાસ નહીં કરે. પ્રદીપ અને બાપુને લગભગ બે મહિના સુધી ...Read More

16

આત્મજા - ભાગ 16

આત્મજા ભાગ 16નંદિની ઘરની બહાર તો નીકળી ગઈ પણ તે જશે ક્યાં..? તે એકલી નહોતી. તેની સાથે તેનો સાત ગર્ભ હતો. કોઈપણ ભોગે નંદિનીએ તેની રક્ષા કરવાનું પ્રણ લીધું હતું. " જો હું અહી ક્યાંક રહીશ તો કુટુંબનું નાક કપાશે. મારે આ શહેરથી થોડે દૂર જઈને રહેવાની વ્યવસ્થા કરવી પડશે." આમ વિચારી નંદિની ધીમે રહીને બસનું પગથિયું ચડી. પાછળ વળી તેણે પોતાના શહેર પર નજર ફેરવી જાણે અલવિદા કહેતી હોય તેમ મોઢું ફેરવી તે બસમાં ચડી ગઈ અને સીટ પર ગોઠવાઈ ગઈ. નંદિની બારી પાસે બેસી એકધારી નજરે બહાર જોઈ રહી હતી. બસ તેની ઝડપે દોડી રહી હતી ને ...Read More

17

આત્મજા - ભાગ 17 (છેલ્લો ભાગ)

આત્મજા ભાગ 16" ભુવાજીની કઈ વાત કહી તમને..?" નંદિનીએ પૂછ્યું. " એ જ કે તેઓના ઘરમાં દીકરી આવશે અને કુળનો વિનાશ નોતરશે. અને એ સત્ય થયું. હું ભણેલો ગણેલો મને આ વાત માનવામાં આવતી નહોતી. આથી મેં છૂપી રીતે ભુવાજીની સાચી હકીકત શું છે તે જાણવા લાગી ગયો. મેં તેઓ વિશે ઘણું શોધ્યું છે અને તેઓની સચ્ચાઈ શું છે તેના પ્રુફ પણ એકત્ર કર્યા છે. પણ આજ ભુવાજીનો કોઈ માણસ મને જોઈ ગયો મોબાઈલમાં તેઓનો ચોરીછુપે વીડિયો શૂટ કરતાં. આથી જીવ બચાવી ત્યાંથી ભાગ્યો છું." "તમે ભુવાજી વિશે શું જાણી શક્યા છો..?" નંદિનીએ પોતાની પાસે બેસવાનો ઈશારો કરી પાણીની ...Read More