અનોખો પ્રેમ

(80)
  • 30k
  • 7
  • 17.8k

સાંજનો સમય હતો. સુરજ જાણે દરિયામાં ડૂબકી મારવાની તૈયારીમાં હતો. દરિયાના મોજાં મોજીલા બની ઉછાળા મારતા હતા. ને હેય ને ઠંડો ઠંડો પવન ગેલેરીમાં લટકાવેલ શંખ,છીપલાં અને ભૂંગળીઓથી બનેલ ઝુમ્મરને વીંધી મીઠો મધુરો રણકાર ઉત્પન્ન કરતો હતો. આવા આહલાદક વાતાવરણની મજા માણતા પ્રીતેશભાઈ ઘરની ગેલેરીમાં આરામથી ખુરશીમાં બેઠા હતા. ત્યાં અચાનક કંઇક અવાજ આવ્યો. પ્રીતેશભાઈ અવાજ સાંભળી સફાળા થઈ ગયા. ઘરમાં કોઈ ધમપછાડા કરી રહ્યું હોય એવું લાગ્યું.આથી તેઓ દોડતા ઘરમાં ગયા.અંદર જઈ જોયું તો તેમનો દીકરો અનિરુદ્ધ તેના રૂમમાં પુરાઈને ગુસ્સામાં તોડફોડ કરી રહ્યો હોય એવું લાગ્યું. અવાજ સાંભળીને ઘરમાં કામ કરતા બહેન પણ દોડીને રૂમ આગળ આવી ગયા.

Full Novel

1

અનોખો પ્રેમ - ભાગ 1

અનોખો પ્રેમ - ભાગ 1 સાંજનો સમય હતો. સુરજ જાણે દરિયામાં ડૂબકી મારવાની તૈયારીમાં હતો. દરિયાના મોજાં મોજીલા બની મારતા હતા. ને હેય ને ઠંડો ઠંડો પવન ગેલેરીમાં લટકાવેલ શંખ,છીપલાં અને ભૂંગળીઓથી બનેલ ઝુમ્મરને વીંધી મીઠો મધુરો રણકાર ઉત્પન્ન કરતો હતો. આવા આહલાદક વાતાવરણની મજા માણતા પ્રીતેશભાઈ ઘરની ગેલેરીમાં આરામથી ખુરશીમાં બેઠા હતા. ત્યાં અચાનક કંઇક અવાજ આવ્યો. પ્રીતેશભાઈ અવાજ સાંભળી સફાળા થઈ ગયા. ઘરમાં કોઈ ધમપછાડા કરી રહ્યું હોય એવું લાગ્યું.આથી તેઓ દોડતા ઘરમાં ગયા.અંદર જઈ જોયું તો તેમનો દીકરો અનિરુદ્ધ તેના રૂમમાં પુરાઈને ગુસ્સામાં તોડફોડ કરી રહ્યો હોય એવું લાગ્યું. અવાજ સાંભળીને ઘરમાં કામ કરતા બહેન પણ ...Read More

2

અનોખો પ્રેમ - ભાગ 2

અનોખો પ્રેમ ભાગ 2"SORRY પાપા..! પ્લીઝ આવું ના બોલો..મને છોડીને તમે ક્યાંય નહીં જાઓ..! તમે જ તો મારા પાપા, અને યાર છો. SO SORRY પાપા..!" અનિરુદ્ધ પ્રિતેશભાઈને પાછળથી ભેટીને બોલ્યો. પ્રિતેશભાઈએ અનુનું માથું ચૂમીને ફરી તેને ભેટી પડયા." રમાબહેન...!ડાઈનીંગ પર જમવાનું પિરસો...આજ હું મારા હાથે મારા યાર ને જમાડીશ. જા દીકરા તું મોઢું ધોઈ ફ્રેશ થઈને ફાટફાટ ડિનર કરવા આવ. જમીને નિરાંતે વાત કરીએ.જમીને બાપ દીકરો દરિયા કિનારે ચાલવા નીકળ્યા. દરિયાના મોજાં થોડી થોડીવારે બંનેના પગ ભીના કરે જતા હતા. પ્રિતેશભાઈ બોલે જતા હતા ને હજુ પણ અનિરુદ્ધ ચુપચાપ જ હતો." શુ થયું અનુ...? કોઈ છોકરીએ દગો દીધો..?" પ્રિતેશભાઈએ ...Read More

3

અનોખો પ્રેમ - ભાગ 3

અનોખો પ્રેમ ભાગ 3નોકરીના પહેલાં જ દિવસે તે કાલુપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોતે હેન્ડસમ તો હતો જ પણ સ્ટેશનમાં પહેલાં જ દિવસથી વટ પાડવા તેણે અત્તરની સિસી પોતાના પર જ ખાલી કરી દીધી. તે સમયસર થાણામાં હાજર થયો. "હેલો એવરિવન..! હું પ્રિત..પ્રિત રણજીતસિંહ રાજપૂત. ન્યુ એન્ડ ફ્રેશ પોલીસ ઇન્સ્પેક્ટર..!" પ્રિતે હસીને તેના આકર્ષક અંદાજમાં કહ્યું. " વેલકમ..પ્રિત સર..હું વિવેક..અહીંનો સૌથી નાનો અને સૌનો પ્રિય એવો કોન્સ્ટેબલ..હું તમને દરેકનો પરિચય કરાવું." વિવેકે વિવેકતા પુર્ણ કહ્યું. " આ રાણા સર..! આપના થાણાના સૌથી સિનિયર આ જ છે. અહીં પોલીસસ્ટેશન બન્યું ત્યારથી તેઓ અહીં કામ કરે છે." " હેલો સર..કેમ છો..?" ...Read More

4

અનોખો પ્રેમ - ભાગ 4

અનોખો પ્રેમ ભાગ 4" એક વાત નાં સમજાઈ..આ ભાઈએ તે યુવાનની જગ્યાએ આ બહેનને કેમ પકડ્યા હતા..?" આટલું સાંભળતા પ્રિત ધીમે રહીને ટોળામાંથી બહાર નીકળી રસ્તો માપ્યો. પ્રિત ઘરે જઈને રેડી થઈ થાણે આવ્યો. તે સીધો હેડ ઓફીસમાં એટેન્ડન્સ ભરવા ગયો. ટેબલ પર ચોપડો શોધતો હતો ત્યાં કોઈનો અવાજ સંભળાયો. " તમે તેર મિનિટ અને પાંત્રીસ સેકન્ડ લેટ થયા છો મિસ્ટર પ્રિત..!" કોઈ સ્ત્રીનો રૂઆબદાર અવાજ આવ્યો. " આ અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગે છે..!" મનમાં વિચારી પ્રિતે આજુબાજુ જોયું. ફાઇલ મુકવાના ઘોડામાંથી ફાઇલ કાઢી ચેક કરતી કોઈ પ્રતિકૃતિ નજરે પડી. શરીરનો બાંધો ઊંચો અને મજબૂત હતો. ...Read More

5

અનોખો પ્રેમ - ભાગ 5

અનોખો પ્રેમ ભાગ 5" હેલો..જી સર..ઓકે સર..!" મેડમ સર ફોન મૂકી તરત ઊભાં થયાં..અને બોલ્યા. " રાણે..! રાણે..ક્યાં ગયા મેડમ સરે બે વખત રાણેના નામની બૂમ પાડી પણ રાણા આવ્યો નહિ.પણ પ્રિત દોડતો આવ્યો. " જી મેડમ શુ થયું..? કોઈ ઈમરજન્સી છે..?" પ્રિતે પૂછ્યું. " રાણે ક્યાં છે..?" " ખબર નથી..હમણાં તો અહીં જ હતા..! શુ થયું મને કહો ને..!" " જલ્દીથી ગાડી કાઢો..દસ મિનિટમાં શાહીબાગ પહોંચવાનું છે. કમિશનર સરે તાત્કાલિક કોન્ફરન્સ માટે બોલાવ્યા છે." " જી સર..! " કહી પ્રિતે ગાડી કાઢી. મેડમ સર અને પ્રિત શાહીબાગ જવા રવાના થયા. મેડમ સરને પોતાની બાજુમાં બેઠેલા જોઈ પ્રિતના તો ...Read More

6

અનોખો પ્રેમ - ભાગ 6

અનોખો પ્રેમ ભાગ 6" તમે જે કહ્યું તેનાથી હું સહેમત છું. પણ આવા લોકોને કેવીરીતે પકડશો સુપ્રીતા ગોહિલ..?" કમિશનરએ " સુપ્રીતા ગોહિલ...સૂપી...હા, હું મેડમ સરને સૂપી કહીશ..પ્યારથી..!" પ્રિત મેડમ સરનું નામ સાંભળીને મનમાં જ મલકાયો. " સર મારી પાસે એક પ્લાન છે. જો તમે મને પરવાનગી આપતા હોય તો હું તેને અનુસરુ. હું ગેરંટી આપું છું કે સવાર સુધીમાં ડ્રગ્સની આખે આખી ચેઇન તોડી..ડ્રગ્સની લે વેચ કરનાર દરેકને અહીં હાજર કરી દઉં." મેડમ સરે કહ્યું. મેડમ સરની વાત સાંભળીને પ્રિત તો અવાક જ રહી ગયો. તે મેડમ સરને ગર્વથી જોઈ રહ્યો. સાથે એ જાણવાની ઉત્સુકતા પણ હતી કે મેડમ ...Read More

7

અનોખો પ્રેમ - ભાગ 7

અનોખો પ્રેમ ભાગ 7" મેડમ સર..! સામે બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર રાવત સર નો કોલ ટ્રેક કરી સાંભળો..ડાઉટફુલ લાગે છે." મેડમ સરના કાન પાસે જઈ ધીમેથી કહ્યું. મેડમ સરે તરત રાવત સામે જોયું. " તમને એમના પર કેમ ડાઉટ છે..?" ધીમેથી મેડમસરે કહ્યું. " તેમનો 3:55 મિનિટ પરનો કૉલ સાંભળો..ખબર પડી જશે...!" પ્રિતે કહ્યું. મેડમ સરે કામમાં હૅડફોન લગાવી એક છોકરાની મદદથી રાવતનો કૉલ સાંભળ્યો. " હૅલો..પપ્પા..બોલો શુ કામ હતું..?" રાવતનો દીકરો બોલ્યો. " કીર્તન..! કોઈને પણ ફોન કે મેસેજ કરે અથવા આવે તો તેમાં 4..18...21..7 ની વાત ક્યાંય ના કરતો." રાવતે કહ્યું. " કેમ શુ થયું પાપા..! કંઈ પ્રૉબ્લેમ ...Read More

8

અનોખો પ્રેમ - ભાગ 8

અનોખો પ્રેમ ભાગ 8" દેશની સેવા કરવા માટે અમને સરકાર પગાર આપે છે. તમે અડધી રાતે ઉઠીને અમને જમવાનું આપ્યું તે જ બહુ મોટી વાત છે. અને બીજી વાત સરકારે અમને જનતાને લૂંટવા નહિ, જનતાની સેવા કરવા માટે નિમ્યા છે. આથી જે થતા હોય તે કહી દો ભાઈ..!" મેડમસરે કહ્યું. પ્રિત તો મેડમ સર સામે જ જોઈ રહ્યો હતો. "એક નીડર..નિર્ભય સ્ત્રી..જે પોતાની ફરજને કેટલી નિષ્ઠા અને લગનથી નિભાવે છે..! ધન્ય છે દેશની આવી નારીને..!" પ્રિત મનમાં જ મેડમ સર પ્રત્યે ગર્વની લાગણી અનુભવવા લાગ્યો. " 325 થાય મેડમ..!" ખચકાતા હોટલના ભાઈએ કહ્યું. " લો આ 1000 રૂપિયા.. બીજા ...Read More

9

અનોખો પ્રેમ - ભાગ 9

અનોખો પ્રેમ ભાગ 9કમિશનરની વાત સાંભળી હમણાં જ ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિ ચોક્યો. તે અંદરથી ડરવા લાગ્યો. કેમ કે જે ડ્રગ્સનું સેવન કર્યું હતું તે ગઈ કાલે જ લાવ્યો હતો. પોલીસ કમિશનરના આદેશથી દરેક આરોપીઓની કડક પૂછપરછ થવા લાગી. રાતની ડ્યુટી કરનારને થોડા સમય માટે ફરજ પરથી છુટા કરી નવા પોલીસ કર્મીઓને ફરજ પર બોલાવ્યા. * * * * * પ્રીતેશભાઈ: બેટા, બાકીની સ્ટોરી આવતી કાલે કહીશ. અનિરુદ્ધ : ના, પાપા..પ્લીઝ..સ્ટોરી પુરી કરોને..! કાલ સુધી રાહ નહીં જોવાય. પ્રિતેશભાઇ : તને ઊંઘ નથી આવતી બેટા..? અનિરુદ્ધ : ના, મારે જાણવું છે કે પ્રિત અને સુપ્રીતાની સ્ટોરી માં આગળ શું ...Read More

10

અનોખો પ્રેમ - ભાગ 10

અનોખો પ્રેમ ભાગ 10સુપ્રીતા,પ્રિત કે તેની ટીમના લોકોને કાંઈ જ સમજાતું નહોતું."આ બધું શુ થઈ રહ્યું છે. આ બે આવી હાલત કોણે કરી ? તેઓની ડેથબોડીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા કેમ મોકલ્યા નથી ? અને તમે લોકો બાથરૂમ ના દરવાજે કેમ ઊભા છો..? અંદર કોણ ધમપછાડા કરી રહ્યું છે..?" પરિસ્થિતિને જોતા સુપ્રીતા એકીસાથે ઘણા પ્રશ્નો કરી બેઠી. પ્રિત પણ ડઘાઈ ગયો હતો." આ ડ્રગ્સમાં રહેલા ખતરનાક વાઇરસનું પરિણામ છે. આ બેમાંથી કોઈએ છુપી રીતે ડ્રગ્સનું સેવન કરેલું. તેના બે કલાક પછી તેમાં રહેલો વાઇરસ એક્ટિવ થયો. અને ડ્રગ્સ લેનારએ ઝોમ્બીનું સ્વરૂપ ધારણ કર્યું. તેના આંખ,નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું. ...Read More

11

અનોખો પ્રેમ - ભાગ 11

અનોખો પ્રેમ ભાગ 11બિલ્ડિંગમાં બધા મળીને સો કે સવા સો લોકો હશે. લોકોની સંખ્યા મુજબ ત્રીસેક લોકોની મેડિકલ ટીમ ગઈ. મોટાભાગના લોકો ચોથા માળે ફસાયેલા હતા. થોડા આરોપીઓ અને પોલિસો ત્રીજા માળે આવ્યા હતા. મેડિકલ ટીમે નીચેથી ચેકઅપ કરતા કરતા ઉપર જવું..એ રીતે ચેકઅપની પ્રક્રિયા શરૂ થઈ. કોઈપણ આદેશ ન થાય ત્યાં સુધી કોઈએ પોતાનું સ્થાન ન છોડવું એવું કહેવામાં આવ્યું. " ધડ..ધડ..ધડ..ધડ..જોરદાર રીતે ઝોમ્બિઝને એક સાથે મારી નાખ્યા..બહુ બહાદુર બંદી છે તું..સલામ છે તારા જેવી નારી ને..!" સલામ ભરતા પ્રિતે બાજુમાં દિવાલના ટેકે બેઠેલી સુપ્રીતા સામે જોઈ કહ્યું. " thanks..પણ મેં કંઇ નવું નથી કર્યું, બસ મારી ફરજ ...Read More

12

અનોખો પ્રેમ - ભાગ 12

અનોખો પ્રેમ ભાગ 12" તેમાં લખ્યું હતું કે, મને માફ કરજે સુપ્રીતા, હું તને પ્રેમ ન આપી શક્યો. હું ઘર છોડી જાઉં છું. ઇન્ડિયાથી ઘણે દૂર. મને શોધવાની કોઈ કોશિશ ના કરતા. હું જેની પણ સાથે છું બહુ ખુશ છું. તું પણ તારા પિતાના ઘરે જતી રહેજે અને બીજા લગ્ન કરી દેજે." " ઓહ..તો તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા. પછી શું થયું..?" " દીકરો આમ, કોઈને લઈને ભાગી ગયો હોવાથી મારા સસરાની ઈજ્જત અને માનને ઠેસ પહોંચી. હવે સમાજમાં શુ મોઢું બતાવશે લોકોને..! આ વિચારથી તેઓએ જીવન ટૂંકાવ્યું. સસરાના મોતનો આઘાત સાસુમા સહન કરી ન શક્યા. થોડા દિવસ પછી ...Read More

13

અનોખો પ્રેમ - ભાગ 13 (છેલ્લો ભાગ)

અનોખો પ્રેમ ભાગ 13" ઓય...પાગલ..! અહીં જીવ જોખમમાં છે અને તને આવી રોમેન્ટિક વાતો સુજે છે..? અહીંથી જીવતા રહીશું સાથે જીવશું..! " " સાચ્ચું..? તું જીવીશ ને મારી સાથે..! મારી જીવન સંગીની બની ને..?" પ્રિતે હરખાઈને કહ્યું. "હા, પણ પહેલા જીવ બચાવ, પછી સાથે જીવવાની વાત કર.!" ત્યાં જ ઝોમ્બિનું ટોળું તેઓ તરફ આવ્યું. તેઓથી બચવું ખૂબ મુશ્કેલ હતું. બંને એ આજુબાજુ નજર ફેરવી. એક કાચની બારી હતી. તેની બહાર ગેલેરી જેવી ત્રણ ચાર વ્યક્તિ ઊભા રહી શકે તેટલી જગ્યા હતી. સુપ્રીતાએ પ્રિતને બારી ખોલી બહાર ધકેલ્યો. તે સમયે તેની નજર બારી પાસે લટકેલ ફાયર સેફટીની બોટલ પર ગઈ. ...Read More