ચાણક્યનીતિ અમૃત સાર

(22)
  • 12.2k
  • 2
  • 5.7k

ચાણક્ય નીતિ એક અદભુત ગ્રંથ છે. આ ગ્રંથના અભ્યાસથી બુદ્ધિ, વિચારો અને સકારાત્મકતાનો વિકાસ થાય છે. આજની પરિસ્થિતિ, સમય અને વિચારોને અનુરૂપ આ ગ્રંથનો અભ્યાસ કરીને મેં મારી સમજ પ્રમાણે અને મારા વિચારો પ્રમાણે આ ગ્રંથનો સાર પ્રસ્તુત કર્યો છે. આચાર્ય ચાણક્યનું માનવું છે કે વિનમ્રતા સાથે અને લોકોની સહાય અર્થે કરવામાં આવેલું અધ્યયન, મનન ,ચિંતન વ્યક્તિને, સમાજ દેશ વિશ્વ અને કુદરતને સદેવ સમૃદ્ધ બનાવે છે. આવા વ્યક્તિની કીર્તિ દેશ વિદેશમાં પ્રસરે છે. આવું ચિંતન જો બુદ્ધિ અને વિવેકને સમર્થન આપતું હોય, તેમજ વિચાર વાણી વર્તન અને વ્યવહાર માટે ઉપયોગી હોય તો તે પોતાના તેમજ અન્યના જીવનને સંતોષપૂર્ણ બનાવે છે અને આવા ચિંતનના કારણે સર્વ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. પહેલા ભાગમાં અધ્યાય ૧ થી ૫ નો સાર છે ,પછીના ભાગમાં આગળના અધ્યાયો આપની રુચિ પ્રમાણે મૂકવાની યોજના છે ..જો આ પ્રયાસ તમને સારો લાગે તો મને જરૂરથી આપના અભિપ્રાયો મોકલશો.

Full Novel

1

ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 1

ચાણક્ય નીતિ એક અદભુત ગ્રંથ છે. આ ગ્રંથના અભ્યાસથી બુદ્ધિ, વિચારો અને સકારાત્મકતાનો વિકાસ થાય છે. આજની પરિસ્થિતિ, સમય વિચારોને અનુરૂપ આ ગ્રંથનો અભ્યાસ કરીને મેં મારી સમજ પ્રમાણે અને મારા વિચારો પ્રમાણે આ ગ્રંથનો સાર પ્રસ્તુત કર્યો છે. આચાર્ય ચાણક્યનું માનવું છે કે વિનમ્રતા સાથે અને લોકોની સહાય અર્થે કરવામાં આવેલું અધ્યયન, મનન ,ચિંતન વ્યક્તિને, સમાજ દેશ વિશ્વ અને કુદરતને સદેવ સમૃદ્ધ બનાવે છે. આવા વ્યક્તિની કીર્તિ દેશ વિદેશમાં પ્રસરે છે. આવું ચિંતન જો બુદ્ધિ અને વિવેકને સમર્થન આપતું હોય, તેમજ વિચાર વાણી વર્તન અને વ્યવહાર માટે ઉપયોગી હોય તો તે પોતાના તેમજ અન્યના જીવનને સંતોષપૂર્ણ બનાવે છે ...Read More

2

ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 2

આ અધ્યાયમાં વ્યક્તિની પરખ વિશે ચાણક્ય ના વિચારો રજુ કરું છું. વ્યક્તિની પરખ વિશે *****************(1) માણસ જો સમૃદ્ધ થવા હોય, તો જીવનસાથી મિત્ર કર્મચારી આ ત્રણેયની પસંદગી ખૂબ જ વિચારીને કરવી. (2) કોઈપણ નવી વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે તે વ્યક્તિનો બાહ્ય દેખાવ અને સુઘડતાતે વ્યક્તિએ જાળવેલી ચોખ્ખાઈ તેના વિચારો અને તેની લાગણીઓનો પક્ષ તેની સાહસવૃત્તિ વગેરે જોઈ ,જાણી, અને વિચારી લેવા..(3) કોઈપણ વ્યક્તિમાં રહેલલોભકપટ અસત્ય અને મલીનતાજેટલી જલદી પારખવામાં આવે, એટલા જલ્દી સજ્જન વ્યક્તિ નુકસાનમાંથી બચે છે. (4) જે વ્યક્તિમાં દયાળુ ભાવ મદદ કરવાની ભાવના પોતાની તેમજ બીજાની સમૃદ્ધિનો પક્ષ લેતી વિચારસરણી હોય સાહસ,સુઘડતા,બાહ્ય દેખાવમાં સ્વચ્છતા, અને ચોખ્ખાઈ ...Read More

3

ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 3

(1)જે વ્યક્તિ વિચારીને નિર્ણય કરે છે, અને સમજી પારખીને સામેવાળા વ્યક્તિ પર ભરોસો કરે છે તેવો વ્યક્તિ હંમેશા સુખી છે. (2) તમારા જીવનસાથી અને સંતાન સાથે કરેલું અયોગ્ય વર્તન હંમેશા પાછું મળે છે. તેમજ સંતાન તમને હંમેશા અયોગ્ય રીતે જુએ છે, માટે આ બે વ્યક્તિ સાથે ખૂબ જ સાવધાની પૂર્વક વર્તન કરવું. માતા પિતા સાથે કરેલા અયોગ્ય વર્તનથી કુળ તેમજ ગરીમા નું પતન થાય છે. માટે પરિવાર જીવનસાથી અને સંતાન સાથે હંમેશા સૌજન્ય પૂર્વક વ્યવહાર કરો.(3) જે સંવાદ મનોરંજન પ્રવાસ અને પોતાના રક્ષણ માટે યોગ્ય વ્યક્તિઓને પસંદ કરે છે તે હંમેશા પ્રસન્ન રહે છે.(4) અધ્યયન એકાંતમાં, સંવાદ બે જણાએ, ...Read More

4

ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 4

સફળતા અંગે ચાણક્યના સુત્રો..(1) સ્વાસ્થ શરીર , પોષણ કરવાની પ્રકૃતિ અને વૃતિ નેતૃત્વ કરવાની ક્ષમતા અને જ્ઞાન આ ગુણોથી સફળતાને લાયક થાય છે.(2) વિદ્યા, આજીવિકા, લાંબા ગાળાનો સંબંધ, વ્યક્તિનું સન્માન આ જેટલું સારી રીતે વધે એટલો વ્યક્તિ સફળ થાય છે. (3) જે સમય પારખીને વિનમ્રતા સાથે વ્યવહાર કરે છે,જે યોગ્ય વ્યક્તિ પારખીને મન મોટું રાખીને રોજિંદા જીવનમાં વર્તન કરે છે, જે નિર્ભય છે વ્યર્થ વાતોનો ત્યાગ કરીને પોતાના કર્મો પર ધ્યાન રાખે છે, ઉત્તમ કાર્યોમાં યોગદાન આપીને તેનો પ્રચાર પ્રસાર કરે છે એને સફળતા વરે છે.(4) જે વાસ્તવિકતા, વિકાસની ક્ષમતા, અને આવનારી તકો પર ચિંતન કરે છે, જેને પોતાની ...Read More