ગરુડ પુરાણ

(56)
  • 46.5k
  • 10
  • 20.9k

પ્રાચીન સમયની વાત છે કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યંત ચાલવાવાળા યજ્ઞને પ્રારંભ કર્યો હતો, જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. એ ક્ષેત્રમાં સૂતજી પણ આવ્યા. ત્યારે ઋષિઓએ એમનો ખૂબ જ આદર-સત્કાર કર્યો. કેમ કે, સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને એમણે અલગ-અલગ રૃપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો-આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સૂતજીથી કહ્યું- તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૃપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની કૃપા કરો.

Full Novel

1

ગરુડ પુરાણ - ભાગ 1

પ્રથમ અધ્યાય પ્રાચીન સમયની વાત છે કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યંત ચાલવાવાળા પ્રારંભ કર્યો હતો, જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. એ ક્ષેત્રમાં સૂતજી પણ આવ્યા. ત્યારે ઋષિઓએ એમનો ખૂબ જ આદર-સત્કાર કર્યો. કેમ કે, સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને એમણે અલગ-અલગ રૃપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો-આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સૂતજીથી કહ્યું- તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૃપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની કૃપા કરો. સૂતજી બોલ્યા- આ સૃષ્ટિના કર્તા નારાયણ વિષ્ણુ છે. તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે, ...Read More

2

ગરુડ પુરાણ - ભાગ 2

દ્વિતીય અધ્યાય ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમ લોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું હે ભગવન! યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે? ત્યાં પાપ કરવાથી એનામાં કેવી રીતે જાય છે? તમે મને બતાવવાની કૃપા કરો! નારાયણ ભગવાને કહ્યું-હે ગરુડ! યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. મારા ભક્ત હોવા છતાં પણ એને સાંભળીને તમે ધ્રૂજી જશો. એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી, જ્યાં જીવ વિશ્રામ લઈ શકે અને ના તો ત્યાં અન્ન વગેરે છે, જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે. ના તો ત્યાં કોઈ જળ નજરે પડે છે, જેનાથી અતિ તરસ્યો પ્રાણી પાણી પી શકે. તે તરસ્યો જ રહે છે. હે ખગરાજ! એ લોકમાં બારેય સૂર્ય ...Read More

3

ગરુડ પુરાણ - ભાગ 3

તૃતીય અધ્યાય ભગવાનના કહેવા પર ગરુડજીએ એમનાથી નિવેદન કર્યું કે હે પ્રભુ! આ આખા યમમાર્ગને પાર કરીને જીવ જ્યારે પહોંચે છે તો ત્યાં જઈને કઈ-કઈ યાતનાઓ ભોગવે છે, હવે તમે મને એ બતાવો. ગરુડજીના આ પ્રશ્ન કરવા પર ભગવાન નારાયણ બોલ્યા કે હું તને આદ્યોપાંત આનું વર્ણન કરું છું. આ નરક વર્ણન એવું છે જેને સાંભળીને મારા ભક્ત લોકો પણ ધ્રૂજી જાય છે અને તું પણ ધ્રૂજી જઈશ. હે ગરુડ! બહુભીતિપુરની આગળ ૪૪ યોજનના વિસ્તારનો મોટું ભારે ધર્મરાજનું નગર છે. યમપુરમાં પહોંચીને જીવ હાહાકારપૂર્વક બરાડા પાડે છે. એના આ પ્રકારના બૂમો પાડવાને સાંભળીને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના ...Read More

4

ગરુડ પુરાણ - ભાગ 4

ચતુર્થ અધ્યાય શ્રી ગરુડજીએ પૂછ્યું- હે ભગવન્! કયા-કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી પડે છે? કયા પાપોથી નરકમાં જાય છે? કૃપા કરીને બતાવો. શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું-જે મનુષ્ય હંમેશાં અશુભ કાર્યોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે. પરંતુ ધર્માત્મા પ્રાણી ત્રણ દ્વારથી અર્થાત્ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે. પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે. આ આખું વિવરણ હું તારાથી કહું છું, સાંભળો! દક્ષિણ દ્વારના ...Read More

5

ગરુડ પુરાણ - ભાગ 5

પાંચમો અધ્યાય ઋષિઓના એ પૂછવા પર કે દુષ્ટ કર્મોથી મનુષ્ય કેવી રીતે છુટકારો મેળવી શકે છે, શૌનકજી બોલ્યા- હે આ ગરુડ પુરાણ સાંભળીને જ મનુષ્યને કર્તવ્ય બોધ થાય છે. કોઈ પણ શ્રેષ્ઠ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હંમેશાં સત્પુરુષોનો સંગ કરવો અને અસત્પુરુષોનો સંગ ત્યાગ કરવો જોઈએ. જે પોતાનું અને અન્યોનું સાચ્ચું હિત કરે એને જ બંધુ સમજવા જોઈએ. જેમાં સારા ગુણ અને વિચાર જોવામાં આવે અને જે ધર્મની ભાવના રાખે છે, તે જ સાચ્ચું જીવન જીવે છે. જેનું ધન નષ્ટ થઈ જાય છે તે ઘર-બાર ત્યાગીને તીર્થ સેવન માટે ચાલ્યા જાય છે, પણ જે સત્ય અને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય ...Read More

6

ગરુડ પુરાણ - ભાગ 6

છઠ્ઠો અધ્યાય ભગવાન નારાયણથી યમ માર્ગ પર વિસ્તારથી વર્ણન સંભળાવ્યા પછી ગરુડજીએ ભગવાનથી કહ્યું કે હે પ્રભુ! પાપ કરવાના ચિહ્ન હોય છે અને આ મનુષ્ય પાપ કરીને અનેક યોનિઓમાં જાય છે. તમે મને બતાવો કો એમાં શું અવસ્થા હોય છે અને તે કઈ-કઈ યોનિમાં જાય છે. ગરુડથી આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે અનેક પાપી લોકો નરકમાં યાતના ભોગવીન્ અનેક યોનિઓમાં જાય છે અને જે પાપથી એમને જે ચિહ્ન રહે છે તે જ હું તમને બતાવું છું. ક્ષય રોગથી પીડિત વ્યક્તિ બ્રાહ્મણન મારવાવાળો કોઢી થાય છે અને એ ચાંડાલની યોનીમાં જન્મ લે છે. જે વ્યક્તિ કોઈના ગર્ભને નષ્ટ ...Read More

7

ગરુડ પુરાણ - ભાગ 7

સાતમો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું-હે પ્રભુ! હવે તમે મને પ્રેત યોનિમાં રહેવાવાળાઓની મુક્તિનો ઉપાય બતાવો. મને પ્રેતોનું સ્વરૃપ એમની ચરિત્રાગત વિશેષતાઓ બતાવવાની કૃપા કરો. આ સાંભળીને શ્રી ભગવાને કહ્યું કે હે ગરુડ! હું હવે તને પ્રતેના સ્વરૃપ અને એના ચિહ્નોના વિષયમાં બતાવું છું. પ્રેતોની દેહ એક પ્રકારથી વાયુની સમાન હોય છે અને કોઈને દેખાઈ નથી દેતી. પ્રેત ભૂખ-તરસથી પીડિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે, પોતાના બંધુ-બાંધવોની પાસે જાય છે અને ક્યારેક-ક્યારેક એમનું મુખ વિકૃત થઈ જાય છે. મનુષ્યના સ્વપ્ના જોવાની અનેક સ્થિતિઓ હોય છે. પરંતુ એ સપનાઓથી એમના વિશેષ ભૂત અને ભાવી સ્વરૃપને જાણી શકાય છે. જે વ્યક્તિ ...Read More

8

ગરુડ પુરાણ - ભાગ 8

આઠમો અધ્યાય પક્ષીરાજ ગરુડે ભગવાન નારાયણથી પૂછ્યું કે મનુષ્યને મર્યા પછી કયા પ્રકારે સદ્ગતિ મળે છે અને મરતો પ્રાણી પ્રકારથી કૃત્ય કરે છે તથા એને કેવા કાર્ય કરવા જોઈએ. ગરુડના આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણે કહ્યું કે જ્યારે કર્મના વશીભૂત થઈને અંતિમ સમય આવી જાય તો એ સમયે મનુષ્યને જોઈએ કે તુલસીની પાસે ગોબરનું મંડલ બનાવે અને પછી તલોને ફેલાવીને કુશાનું હળવું એવું આસન બનાવે અને પછી શાલિગ્રામ શિલાની સ્થાપના કરે કેમ કે તુલસીના ઝાડની છાયા જ્યાં મળી જાય છે ત્યાં મરવાથી મુક્તિ થાય છે. તુલસીનું વૃક્ષ જે ઘરમાં હોય છે ત્યાં યમરાજ નથી પહોંચતા. જે મનુષ્ય તુલસીના દળ ...Read More

9

ગરુડ પુરાણ - ભાગ 9

નવમો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણથી દસગાત્રની વિધિ જાણવા ઇચ્છા અને એ પણ પૂછ્યું કે જો પુત્ર ન હોય તો ક્રિયા કોના દ્વારા કરવામાં આવવી જોઈએ? આના જવાબમાં ભગવાને કહ્યું કે દસગાત્રની વિધિ કરવાથી પુત્ર પિતાના ઋથી મુક્ત થઈ જાય છે. પુત્રને જોઈએ કે સત્વગુણથી પરિપૂર્ણ થઈને પિંડદાન કરે અને રોવે નહીં. પ્રેતો માટે આંસૂ બાધક હોય છે કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો. તેથી શોક વ્યર્થ છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય જ છે આથી, તે મનુષ્યના જીવનનું આવાગમન થતું જ રહે છે. દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી જેનાથી મૃત્યુને ...Read More

10

ગરુડ પુરાણ - ભાગ 10

દસમો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું-હે પ્રભુ! તમે મને એકાદશાહ વૃર્ષોત્સર્ગનું વિધાન બતાવો. ભગવાન નારાયણે કહ્યું કે મનુષ્યને જોઈએ તે અગિયારમાં દિવસે સવારે કાળા તળાળને કિનારે જાય અને પિંડ ક્રિયા કરે. એ બ્રાહ્મણોને નિમંત્રણ આપે જે વેદ-શાસ્ત્રમાં આસ્થા રાખવાવાળા હોય અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરે. એના પહેલાં ૧૦ દિવસ સુધી મંત્રોના અભાવમાં જ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિડંદાન કરે અને અગિયારમાં દિવસે મંત્રો સહિત પંડદાન કરે. વિષ્ણુની મૂર્તિ સોનાની, બ્રહ્માની ચાંદીની, અને રુદ્રની તાંબાની, અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવીને, ગંગાજળ લાવે અને પછી વિષ્ણુનો કળશ રાખે. એ કળશ ઉપર એ મૂર્તિની સ્થાપના કરે. પૂર્વ દિશામાં બ્રહ્માનો કળશ રાખીને સફેદ ...Read More

11

ગરુડ પુરાણ - ભાગ 11

અગિયારમો અધ્યાય ગરુડજીએ ભગવાનથી પૂછ્યું કે હે મહારાજ નારાયણ! મને હવે તમે સંપીડનની વિધિ અને સૂતકના વિષયમાં બતાવો તથા તથા પદ દાનના વિષયમાં પણ એની મહિમા બતાવો. આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે એનાથી પ્રેતનું નામ છૂટી જાય છે અને તે પિતૃ ગણોમાં નિવાસ કરે છે. જે પુત્ર સંપીડન કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતો તે હંમેશાં અશુદ્ધ રહે છે આથી પુત્રને સંપીડન કરવું જોઈએ. આના ઉપાય આ પ્રકારે છે - એ દિવસમાં બ્રાહ્મણ, બાર દિવસમાં ક્ષત્રિય અને પંદર દિવસમાં વણિક તથા એક મહીનામાં શૂદ્ર શુદ્ધ થાય છે. પ્રેતના સૂતકથી સંપિડિ લોકો ૧૦ દિવસમાં ...Read More

12

ગરુડ પુરાણ - ભાગ 12

બારમો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હે પ્રભુ, મને યમલોકના વિસ્તારના વિષયમાં બતાવો તે કેટલો મોટો છે અને પ્રકારની સભાઓ થાય છે અને એ સભામાં ધર્મ કોના પક્ષમાં હોય છે. તમે એ પણ બતાવો કે કયા-કયા ધર્મોના માર્ગો પર ચાલીને મનુષ્ય ધર્મ મંદિરમાં જાય છે. ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે અને નારદ વગેરે ઋષિઓ દ્વારા પણ જાણવા યોગ્ય છે. આ ધર્મનગર ખૂબ પુણ્યોમાં મળે છે : યમપુરી અને રાક્ષસપુરીના મધ્યમાં યમરાજનું નગર ખૂબ જ કઠોર રૃપથી નિર્મિત છે અને આ નગરને દેવતા કે રાક્ષસ કોઈ પણ નથી તોડી શકતા. આ નિર્માણ જ આ ...Read More

13

ગરુડ પુરાણ - ભાગ 13

તેરમો અધ્યાય યમપુરીનું વર્ણન જાણ્યા પછી ગરુડજીએ ભગવાન નારાયણજીથી કહ્યું કે હે ભગવન્! તમે મને એ બતાવો કે ધર્માત્મા સ્વર્ગને ભોગવીને ફરી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાઓ છો. એને કયા પ્રકારે માતાના ગર્ભની સ્થિતિમાં વિચાર આવે છે? આ સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન એવો છે કે એનાથી ઉત્તરમાં બધું જ જાણવાની ભાવના આવી જાય છે. હું તને શરીરના પારમાર્થિક રૃપના વિષયમાં બતાવું છું. આ સ્વરૃપ યોગિઓ દ્વારા ધારણ કરવામાં આવે છે. યોગી ષટચક્રનું ચિંતન કરે છે અને બ્રહ્મ રંધ્રમાં ચિદાનંદ રૃપનું ધ્યાન કરીને પરમ ધ્વનિને સાંભળે છે. આ પણ જાણવા યોગ્ય છે. સત્કર્મ વાળા લોકો શુદ્ધ અને સારા ...Read More

14

ગરુડ પુરાણ - ભાગ 14

ચૌદમો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે જીવોનું સાંસારિક આવાગમન સાંભળવા પછી સનાતન મોક્ષના ઉપાયના વિષયમાં બતાવો. કેમ કે સંસાર દુઃખોથી ભરેલો છે. જીવોમાં અનેક કષ્ટ ઉત્પન્ન થાય છે અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે અને એનો કોઈ અંત નથી થતો. તો હે ભગવન્, તમે મને એ બતાવવાની કૃપા કરો કે સનાતન મોક્ષ કયા પ્રકારે મળી શકે છે. ભગવાન નારાયણે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ સાંભળવા માત્રથી મનુષ્ય સંસારના કષ્ટોથી છુટકારો મેળવી લે છે. હે ગરુડ! ભગવાન શિવ પરબ્રહ્મસ્વરૃપ છે, સર્વજ્ઞ અને કર્તા છે, બધાના સ્વામી છે અને આદિ અંતથી રહિત વિકાર રહિત અનિર્વચનીય તથા સચિદાનંદ સ્વરૃપ ...Read More

15

ગરુડ પુરાણ - ભાગ 15

પંદરમો અધ્યાય ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું-જ્યારે ધન્વંતરના કહેલાં કેટલાક વિશિષ્ટ રોગ અને એના નિદાનના વિષયમાં સાંભળો. ધન્વંતરિએ બતાવ્યું કે પિત્તનો રોગ ખૂબ જ ભયંકર હોય છે. રોગની ઉત્પત્તિ વધારે ગરમ, તીખા અને ખાટ્ટા પદાર્થ ખાવાથી થાય છે. કેમ કે એનાથી પિત્તથી સંયુક્ત પદાર્થોમાં પિત્ત વધારે હોવાને કારણે લોહીમાં બાધા પહોંચે છે અને પોતાની માત્રાથી વધારે હોવાને કારણે સમાન રૃપે હોઈને વિકૃત રૃપમાં પ્રભાવ કરે છે. આનો પરસ્પર સંસર્ગ લોહીમાં અનેક પ્રકારના દોષ ઉત્પન્ન કરે છે. જ્યારે રક્ત-પિત્ત તેજ હોય છે ત્યારે માથામાં ભારેપણું, કોઈ પણ વસ્તુ સારી ન લાગવી, ખાંસી, શ્વાસનું કષ્ટ અને મ્હોંમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ થઈ જાય ...Read More

16

ગરુડ પુરાણ - ભાગ 16

સોળમો અધ્યાય ભગવાન નારાયણ દ્વારા ગરુડજીને કહેવામાં આવેલા ભક્તિના સ્વરૃપ અને માહાત્મ્યના વિષયમાં બતાવતા સૂતજીએ કહ્યું- અનાદિ અને અજન્મા, અવ્યય પ્રભુ પણ નમન કરવા યોગ્ય છે અને જે પ્રભુનું નમન કરે છે તે પણ નમન યોગ્ય થઈ જાય છે. આનંદસ્વરૃપ પ્રભુ દ્વૈતથી પરે છે અને તે જ વિષ્ણુ છે અને કૃષ્ણ પણ એ જ છે અને એ જ મનુષ્યના શુભ-અશુભ કર્મોને સતત જોતા રહે છે. એવા સર્વવ્યાપક પ્રભુ ભક્તિ-ભાવનાથી જ ઓળખી શકાય છે. આ પ્રભુ મેઘની ઘટાની વચ્ચે કૃષ્ણ વર્ણવાળા ભાવના ભૂખ્યા છે. અને જે ભક્ત પૃથ્વી પર પડેલા દંડાની સમાન પ્રભુની અર્ચના કરે છે તે સંસાર-સાગરથી પાર થઈ ...Read More

17

ગરુડ પુરાણ - ભાગ 17

સત્તરમો અધ્યાય વિષ્ણુ માહાત્મ્ય અને સ્તોત્ર પછી હવે હું તમને ભક્તિ કીર્તનના મહત્ત્વના વિષયમાં બતાવું છું કેમ કે ભક્તિ બદું જ પ્રાપ્ત કરી શકાય છે. ભક્તિથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે એટલા અન્ય કોઈ ભાવથી નથી. મનુષ્યને જોઈએ કે તે નિયમિત રૃપથી હરિનું સ્મરણ કરે અને ભક્તિના સાધનોથી ભક્તિ કરે. મનુષ્યને જોઈએ તે પોતાના ભાવના આવેશમાં મગ્ન થઈને ભગવાનનું કીર્તન કરે. આ સંસારમાં ભગવાનના બંને ચરણ જ્ઞાન પ્રદાન કરવાવાળા છે. અને ભગવાનના ભક્ત જે પરમ શ્રદ્ધાથી વિષ્ણુનું નામ લે છે તે વૈષ્ણવ છે. કીર્તન અને ગુણ શ્રવણ કરવાથી ભક્તિનો ભાવ પૂરો થાય છે. એનો અર્થ એ છે કે ફક્ત ...Read More

18

ગરુડ પુરાણ - ભાગ 18 (છેલ્લો ભાગ)

અઢારમો અધ્યાય એના પછી ગરુડજીએ પૂછ્યું - હે ભગવન્! તમે નૈમિત્તિક પ્રલયના વિષયમાં મને બતાવો. પ્રભુએ એમના પ્રશ્નના જવાબમાં ૧૦૦૦ વર્ષ સમાપ્ત થવા પર નૈમિત્યિક લય થાય છે અને કલ્પના અંતમાં ૧૦૦ વર્ષ સુધી પાણી નથી વરસતું. એના પછી રૌદ્ર રૃપવાળા સાત સૂર્યના ઉદય થાય છે. તે સૂર્ય બધું જળ પી લે છે અને આખી જગતી સૂકાઈ જાય છે. ભગવાન વિષ્ણુ જ રુદ્ર થઈને સંસારને સળગાવે છે. અર્થાત્ પહેલાં હું ત્રણ લોકનો દાહ કરું છે અને પછી પ્રમુખ વાદળોનું સર્જન કરું છું. જ્યારે આખું ચરાચર એક થઈ જાય છે અને સ્થાવર જંગમ નષ્ટ થઈ જાય છે, તો હું અનંત ...Read More