એક હતી કાનન...

(30)
  • 39.2k
  • 4
  • 19.2k

પોતાની મસ્તીમાં કાવ્ય પંક્તિઓ ગણગણી રહેલી કાનનની સાથે ચાલતો મનન શબ્દો પકડવા પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક કાનન અટકી.અવળી ફરી. “હવે આપણી યાત્રા અહીં પૂરી થાય છે.મારી શરૂ થાય છે.” શાંત વાતાવરણમાં ઘૂઘવતા દરીયા નાં મોજાં વચ્ચે ઋષિકા સમાન ભાસતી કાનન આટલું બોલીને અટકી ગઈ. તપન, મુક્તિ, માનસી, માનવ અને તાપસી કે જેઓએ અત્યાર સુધી સાગરનું ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યનું સ્વરૂપ જ જોયું હતું. તેઓ માટે ઓટ ની શરૂઆતનું આ રૂપ નવું જ હતું. મધ્યરાત્રિ નો ઘૂઘવતો સાગર ભગવાન શિવના તાંડવ નૃત્યની યાદ અપાવતો હતો. આવા આ તાંડવ નૃત્ય નાં સાક્ષી બનેલા પોતાના પરિવારને જ્યારે કાનને રોકાઇ જાવાનું કહ્યું ત્યારે સાથે ચાલનારાં બધાં જ આવનારા સમયને સ્વીકારવા સ્થિર થઈ ગયાં. માંડવીના દરિયા કિનારે બીચ પર ગોઠણભેર પાણીમાં બધાં ઊભાં હતાં. એક બાજુ હતો અફાટ સાગર અને બીજી બાજુ દૂર દૂર દેખાતી શહેરની ઝાંખી લાઈટો.

Full Novel

1

એક હતી કાનન... - 1

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 1)પોતાની મસ્તીમાં કાવ્ય પંક્તિઓ ગણગણી રહેલી કાનનની સાથે ચાલતો મનન શબ્દો પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક કાનન અટકી.અવળી ફરી.“હવે આપણી યાત્રા અહીં પૂરી થાય છે.મારી શરૂ થાય છે.”શાંત વાતાવરણમાં ઘૂઘવતા દરીયા નાં મોજાં વચ્ચે ઋષિકા સમાન ભાસતી કાનન આટલું બોલીને અટકી ગઈ. તપન, મુક્તિ, માનસી, માનવ અને તાપસી કે જેઓએ અત્યાર સુધી સાગરનું ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યનું સ્વરૂપ જ જોયું હતું. તેઓ માટે ઓટ ની શરૂઆતનું આ રૂપ નવું જ હતું. મધ્યરાત્રિ નો ઘૂઘવતો સાગર ભગવાન શિવના તાંડવ નૃત્યની યાદ અપાવતો હતો.આવા આ તાંડવ નૃત્ય નાં સાક્ષી બનેલા પોતાના પરિવારને ...Read More

2

એક હતી કાનન... - 2

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 2)એક જીવનયાત્રા પૂરી થઇ.અને એક શરૂ થઇ કલમને સથવારે.તપને લેપટોપ ઓન કી બોર્ડ પર એની આંગળીઓ ઝડપથી ફરવા લાગી.એક હતી કાનન...“એય મિસ્ટર,નવા નવા લાગો છો આ ફિલ્ડમાં.તમારે ટુરીસ્ટને શોધવા જોઈએ એને બદલે ટુરીસ્ટ તમને શોધે છે” કાનન ફટાફટ ગુજરાતીમાં બોલી તો ગઈ પણ પછી તરત ખ્યાલ આવ્યો કે પોતે ગુજરાતની બહાર છે.કાનનને પોતાની ધૂનમાં એ પણ ખ્યાલ ન રહ્યો કે મનન ગુજરાતી સમજી ગયો છે. પછીની સૂચનાઓ હિન્દીમાં જ આપી. “ચાલો,ફટાફટ ફોટા લેવા માંડો” કહીને કાનન ઊગતા સૂર્ય સમક્ષ વિવિધ પોઝ આપવા માંડી અને મનન પણ આજ્ઞાંકિત રીતે ફોટોગ્રાફ લેવા માંડ્યો.મનનને ...Read More

3

એક હતી કાનન... - 3

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - ૩)ગમે તે કારણે કાનન અને મનને સરનામાંની આપલે ન કરી.કદાચ ભાવિ પૂરતો વિશ્વાસ.“બેન કોનું કામ છે?” “એ... બેન કોનું કામ છે?”વિચારમગ્ન કાનને પહેલીવાર સાંભળ્યું નહીં એટલે શોર્ટિંગ વિભાગના કર્મચારીએ થોડા ઊંચા અવાજે કહ્યું.મનન સાથેની પોતાની પ્રથમ મુલાકાતમાં ખોવાયેલી કાનન પોસ્ટ ઓફીસના શોર્ટિંગ વિભાગના એક કર્મચારીના પ્રશ્નથી ઓચિંતી ઝબકી ગઈ.“મારે,મારે રમણભાઇ નું કામ છે, તેમને બોલાવી આપશો?”“સામે બેસો.” ટપાલી એ એક લાકડાના બાંકડા સામે ઇશારો કરી કહ્યું.કાનન બાંકડા પર બેસીને ઝડપથી બની ગયેલા બનાવો વિશે વિચારી રહી હતી. કેટલું બધું બની ગયું હતું એના જીવનમાં? એમાં પણ છેલ્લા થોડા દિવસમાં બનેલા બનાવો ...Read More

4

એક હતી કાનન... - 4

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 4)કાનન ને દાદીબાની કેટલીક વાતો પણ યાદ આવી. “ધૈર્યકાન્ત નામ ભલે પપ્પાનું પણ ધૈર્યશીલ સ્વભાવ તો તારાં મમ્મી સરૂબેનનો. આત્મવિશ્વાસ,ધીરજ અને શાંત સ્વભાવનો ત્રિવેણી સંગમ એટલે તારાં મમ્મી. મમ્મીના શાંત સ્વભાવથી ક્યારેક હું અકળાઇ પણ જતી.” “મને એક માત્ર આશા હતી કે સારી વહુ મળે તો મારા દીકરાનો સ્વભાવ સુધરે અને એટલે જ તારા પપ્પાના લગ્નનો મામલો જીદ કરીને મેં મારી પાસે રાખ્યો હતો. મને પહેલી નજરે જ સરૂ આદર્શ પુત્રવધુના રુપમાં વસી ગઇ હતી. સરૂનો શાંત સ્વભાવ અને નોકરી કરતી હોવાથી આર્થિક રીતે પગભર પણ ખરી. મને તારી મમ્મીમાં મારા ...Read More

5

એક હતી કાનન... - 5

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 5) “મને પહેલીવાર તારા પપ્પા પ્રત્યે આટલો અણગમો ઉપજ્યો હતો અને પણ થઇ ગયો હતો મારાં વર્તનથી.”નાની ઉમરથી જ કાનન અત્યંત તોફાની,ચંચળ અને જીદ્દી.ક્યારેય પગ વાળીને બેસવાનો સ્વભાવ જ નહીં.ભણવાનું,ખાવાનું અને રમવાનું એ કાનનની સતત ચાલતી પ્રવૃત્તિ.તીવ્ર યાદશક્તિને કારણે ક્લાસમાં જે ભણતી તે અને નિયમિત રીતે કરાતું હોમવર્ક જ તેને અભ્યાસમાં આગળ રાખવામાં પૂરતાં થઇ પડતાં. અભ્યાસ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ હોય,પછી ભલે ને તે સ્પોર્ટ્સ,નાટક,વકતૃત્વકળા કે ગરબા,કાનન દરેકમાં ભાગ લેવામાં આગળ પડતી જ હોય.નંબર ની ચિંતા કર્યાં વિના કૂદી જ પડતી. કાનન ક્યારેક ક્યારેક પોતાની જાતમાં એટલી ખોવાઈ જતી કે દાદા-દાદીને ...Read More

6

એક હતી કાનન... - 6

એક હતી કાનન... - રાહુલ વો (પ્રકરણ - 6)કાનન પોતાની જાતને પિંજરામાં કેદ પંખી જેવી અનુભવવા લાગી.મનનનું જગન્નાથપુરી નું આમ તો એક અઠવાડિયાનું હતું.પરંતુ આ વખતે ધ્યાન કુદરતી સૌંદર્યમાંથી ચલિત થઈને કુદરતના જ એક સર્જન કાનન બાજુ ડાયવર્ટ થઇ ગયું હતું.બીજે જ દિવસે ગોંડલ નો રસ્તો પકડી લીધો.આમ પણ મનન ની એક વિશેષતા એ પણ હતી કે એ હંમેશાં અન રીઝર્વડ કોચમાં જ મુસાફરી કરતો.એનું માનવું હતું કે જીવનના સાચા પાઠો તો આવી જગ્યાએથી જ શીખવા મળતા હોય છે.કાનન ના દશ ફોટાઓ ની વધારાની પ્રિન્ટ પણ સાથે જ લેતો આવ્યો હતો.કોલેજ લાઈફ પૂરી થઇ.રખડવાની તક મળે એવી નોકરી ની ...Read More

7

એક હતી કાનન... - 7

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 7)મનન આવતાં જ કાનન નો આત્મવિશ્વાસ વધી ગયો હતો.સાંજે કાનન અને લાયબ્રેરીના બહાને એક ગાર્ડનમાં મળ્યાં.પહેલી દશ મિનીટ તો કશું જ વાત કર્યા વિના જ પસાર થઈ ગઈ.કાનન માટે દશ મિનિટ મૂંગા રહેવું એટલે બહુ અઘરું કહેવાય.“લાયબ્રેરી જવા નીકળ્યાં હતાં?” મનનના મૂરખ જેવા પ્રશ્નથી કાનન ને હસવું આવી ગયું.કાનને આડું અવળું જોયું.“તમને પૂછું છું.”મનન હવે સરખો ગૂંચવાયો.હવે કાનન થી હસવું રોકાયું નહીં.ખડખડાટ હસી પડી.“અહીં આપણે બે જ છીએ. મિત્રો છીએ. તને, સોરી, તમને,મારા પપ્પા નો અનુભવ થઇ ગયો છે.જો હું એમ કહું કે મનન ને મળવા જઈ રહી છું તો આવવા ...Read More

8

એક હતી કાનન... - 8

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 8)“તો તમે પણ સાંભળી લો પપ્પા,હું લગ્ન કરીશ તો મનન સાથે કુંવારી બેસી રહીશ.”આટલું બોલી કાનન સડસડાટ રૂમમાંથી ચાલી ગઈ.બીજા દિવસથી કાનન પરનાં નિયંત્રણો ચાલુ થઇ ગયાં.દાદી અને સરૂબેન પણ અસહાયતા અનુભવતાં હતાં.દાદાજી હમણાં ગોંડલ હતા.પછીના રવિવારે સવારે ધૈર્યકાન્ત વહેલા ઉઠી ગયા.એક ગાડી આવી.ધૈર્યકાન્તે હુકમ છોડ્યો.“માં દીકરી અડધા કલાકમાં તૈયાર થઇ જાઓ.આપણે બહાર જઈએ છીએ.એકાદ અઠવાડિયાંનાં કપડાં સાથે લઇ લેજો.અને હા,કોઈ સવાલ નહીં,કોઈ જ સવાલ નહીં જોઈએ.”દાદી એક સંબંધીને ત્યાં ભુજ ગયાં હતા એટલે એમના વિરોધનો સામનો કરવો પડે તેમ પણ ન હતો.કાર લઇ આવેલા ડ્રાઈવર ને રજા આપી ધૈર્યકાન્તે સ્ટીયરીંગ ...Read More

9

એક હતી કાનન... - 9

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 9)કીડનેપ્ડ? કાનન ના મગજમાં ઝબકેલા આ વિચારે એ પરસેવે રેબઝેબ થઇ પાછળ ફરીને જોયું તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.પાછલી સીટ પર દાદીબા બેઠાં હતાં.કાનન તો એટલી હર્ષમાં આવી ગઈ કે ચાલુ કારે પાછલી સીટમાં પહોંચી ગઈ અને દાદીને વળગી પડી.કાર ડ્રાઈવ કરતો મનન આ સુખદ દ્રશ્ય જોઈ મુસ્કુરાતો હતો.“દાદીબા,તમે અહીં?”કાનન હજુ પણ સુખદ આઘાતમાં જ હતી.“આજે આપણે બંને ભેગાં છીએ તે માત્ર અને માત્ર દાદીબાને આભારી છે.”મનન ની આ સ્પષ્ટતા એ કાનન વધુ ગૂંચવાઈ.હવે વાતનો દોર દાદીબા એ સંભાળી લીધો.“તારા પપ્પાએ તને અને તારી મમ્મીને બહાર નીકળવાની મનાઈ કરી ...Read More

10

એક હતી કાનન... - 10

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 10)આખરે કાનનનાં લગ્ન થઈ ગયાં.કાનન પક્ષે એક માત્ર કાનન.જો કે ગોંડલમાં બિલકુલ સગાં જ ન હતાં એવું પણ નહીં.પરંતુ એ બધાં અંદરથી સાથ આપનાર પણ બહાર પડતાં ડરનારાં.કાનન પણ આ વાત જાણતી હોવાથી કોઈને આમંત્રણ આપીને શરમાવવાનું તેને યોગ્ય ન લાગ્યું.લગ્ન સમયે મનનનાં માતા-પિતા અને ભાઈ-ભાભી એ તેને પૂરતી હૂંફ આપી અને કાનને પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરી મન મક્કમ કરી લીધું. લગ્ન ના આગલા બે દિવસ સુધી બધાએ ખૂબ સમજાવ્યા હતા ધૈર્યકાન્ત અને તેના પિતાજીને. મનન નાં માતા-પિતા,મોટા ભાઈ-ભાભી પણ રૂબરૂ મળવા આવીને સમજાવવાનો પ્રયત્ન કરી ગયાં હતાં.છેલ્લે છેલ્લે કાનન અને ...Read More

11

એક હતી કાનન... - 11

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 11)આમ ને આમ પોતાની જાત સાથેની વાતમાં,જાત સાથેની રાત્રિ,લગ્ન પછીની પ્રથમ પૂરી થઇ.કાનન ભુજથી બસ બદલી માંડવીની બસમાં બેઠી.કંડકટરે પણ તેને બસ બદલવા માં મદદ કરી.કાનને તેનો આભાર પણ માન્યો.બસ બદલવા સાથે જ કાનન ના વિચારોએ પણ કરવટ બદલી.સવારની તાજગીએ પણ એમાં ભાગ ભજવ્યો.વિચારોનાં ઘોડાપૂર ઓસરી ગયાં હતાં.મન પણ એકદમ હળવું થઇ ગયું હતું.મન ની શાંતિએ એક યોગ નિંદ્રાનો અનુભવ કરાવ્યો અને જાણે કે આખી સંઘર્ષમય જિંદગીનો થાક ઉતર્યો હોય એવું કાનને અનુભવ્યું.માંડવી આવી ગયું.રીક્ષા કરીને કાનન ઘરે પહોંચી.બેલ મારી.બારણું ખૂલ્યું.બારણું પપ્પાએ જ ખોલ્યું.અડગ,મુશ્કુરાતી કાનન ને જોઇને ધૈર્યકાન્ત સ્તબ્ધ થઇ ગયા.કાનન ...Read More

12

એક હતી કાનન... - 12

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 12)જેમ આવતી નહોતી રોકી શક્યા ધૈર્યકાન્ત,તેમ જતી પણ ન રોકી શક્યા,કાનન સરૂબેનને લાગ્યું કે નીચે શાંતિ છવાઈ ગઈ છે.તે અને દાદીબા ઝડપથી નીચે આવ્યાં.નીચે આવીને જુએ છે તો ધૈર્યકાન્ત લમણે હાથ દઈને બેઠા હતા અને કાનન ત્યાં ન હતી.“કાનન ક્યાં?” બન્નેથી એકીસાથે પૂછાઈ ગયું.“ગઈ,ઘર છોડીને ચાલી ગઈ.”ધૈર્યકાન્ત નો ટૂંકો જવાબ.જવાબ સાંભળી બન્ને માથે તો જાણે વીજળી પડી.ત્યાં જ દાદાજી એટલે કે ધૈર્યકાન્ત ના પિતા ઘરમાં પ્રવેશ્યા.દાદીબા હવે વિફર્યાં.“તમારે કારણે મારી કાનન ઘર છોડીને ચાલી ગઈ છે.માત્ર તમારી જીદને કારણે.મારી કાનન ને તમે બાપ-દીકરાએ રસ્તે રઝળતી મૂકી દીધી.કાનનને ઘર છોડવું પડ્યું.છતે મા-બાપે ...Read More

13

એક હતી કાનન... - 13

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 1૩)આ બાજુ મનન ને ખાલી ચિંતા નહીં ભય પણ પેઠો હતો.શું માંડવીમાં બાપ-દીકરી વચ્ચે કંઈ અજુગતું તો નહીં બન્યું હોય ને?કાનન ઘરેથી નીકળી.બસ પકડી સીધી ભુજ ભેગી થઈ ગઈ.મનન સાથે સાંજે ભુજ મળવાનું નક્કી થયું હતું.રાત્રિ બસમાં બન્ને ગોંડલ જવા નીકળી જવાનાં હતાં.આમ તો આખો દિવસ હતો.ભુજમાં કોઈ સંબંધીઓ નહોતાં એવું પણ નહોતું પણ પપ્પા ના જવાબથી અને સાવ આવાં વર્તન થી એનો મૂડ એટલો બધો ખરાબ થઇ ગયો હતો કે એક ખૂણામાં બાંકડો શોધી ને બેસી ગઈ.એકદમ નિરાશામાં માથે હાથ દઈને બેઠી હતી.જીંદગીમાં પહેલી વાર આટલી નાસીપાસ થઇ હતી.વિચારોમાં ને ...Read More

14

એક હતી કાનન... - 14

એક હતી કાનન... (રાહુલ વોરા) (પ્રકરણ – 14)પરિવર્તન ભલે દૂર હતું પણ શરૂઆત તો થઇ ચૂકી હતી.મનને જોયું તો આરામથી તેના ખભે માથું ઢાળી સૂતી હતી.પાંચ વર્ષથી પણ અધિક સમયની મિત્રતા આખરે લગ્નમાં પરિણમી હતી.મિત્રતા એકદમ ગાઢ પણ ક્યાંય મર્યાદાભંગ નહીં.એકદમ પરિપકવ વર્તન.અને એટલે જ ઊંડે ઊંડે એવી આશા હતી કે પોતાના સસરા પીગળશે અને એમના તરફથી મંજૂરી મળી જશે.મનન ને ફરીફરીને એ જ પ્રશ્ન સતાવતો હતો કે એક પિતા પોતાની પુત્રી સાથે આવું વર્તન કરી શકે?આવું કહી શકે?અને તે પણ એક ભણેલ ગણેલ બેંક ઓફિસર જેવો પિતા.આજે કાનન પોતાની જીવનસાથી બનીને આવી રહી હતી.કાનન સાથેની મિત્રતા એ મનન ...Read More

15

એક હતી કાનન... - 15

એક હતી કાનન... (રાહુલ વોરા) (પ્રકરણ – 15)રમણભાઈ,ટપાલી,એ પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક બજાવી હતી. કાનનના નામનું એક કવર રીડાયરેકટ આવ્યું હતું. કવર બેન્કમાંથી આવ્યું હતું.કાનને કવર ખોલ્યું.કાનને છએક મહિના પહેલાં ઇન્ટરવ્યુ આપ્યો હતો તેનો ઓર્ડેર હતો.જો કે પહેલાં બોર્ડ તરફથી એલોટમેન્ટ લેટર આવે છે તેમાં જે બેન્ક એલોટ થઇ હોય છે તેનું નામ હોય છે અને પછી જે તે બેન્કનો ઓર્ડેર આવે છે. પણ અહી તો સીધો પોસ્ટીંગ ઓર્ડેર હતો. ભલે બેન્ક અલગ હતી પણ શહેર એ જ હતું,કચ્છ નું માંડવી.કાનન ની શાંત જીંદગીમાં કયાંકથી પથરો આવીને પડ્યો અને વમળ પેદા કરતો ગયો.જે માંડવીમાં કયારેય પગ ના મૂકવાની પ્રતિજ્ઞા ...Read More

16

એક હતી કાનન... - 16

એક હતી કાનન... (રાહુલ વોરા) (પ્રકરણ – 16)બીજે દિવસે મનન ગોંડલ રવાના પણ થઈ ગયો.પોતાનાં સાસુની ખાતરી અને માનસીના તેની ચિંતા ઘણી હળવી કરી નાખી હતી. કાનનની સંઘર્ષ કથામાં એક નવા પ્રકરણ નો ઉમેરો થયો.“જુઓ મિસ તાપસી,હું ઓફિસમાં આવું તેની દસ મિનીટ પહેલાં તમારે આવી જવાનું હોય છે.મારે આવીને તમારી રાહ જોવાની? ત્યાં સુધી માખીઓ મારવાની?”“એક્સક્યુઝ મી સર,તમે જયારે ઓફિસમાં પ્રવેશો છો ત્યારે સૌ પ્રથમ ગુડ મોર્નિંગ કહેવા વાળી એકલી હું જ હાજર હોઉં છું.આજે કદાચ પહેલીવાર દસ મિનીટ મોડી પડી એમાં આટલું બધું મોટેથી બોલવાની જરૂર નથી. ક્યારેક જ મોડા આવતા સ્ટાફ પાસે કારણ જાણવાની દરકાર કર્યા વિના ...Read More

17

એક હતી કાનન... - 17

એક હતી કાનન... (રાહુલ વોરા) (પ્રકરણ – 17)“કદાચ અહીં તું જ એક એવી છો કે જેની સાથે આટલી ખુલીને કરે છે.એટલે પ્લીઝ સંભાળ રાખજે મારા મનનની. અહીં બેઠેબેઠે મારી વધારે પડતી ચિંતા કર્યા કરે છે.” કાનને લાગણીશીલ અવાજે કહ્યું.કાનન ના વિશ્વાસે તાપસી નું માન બન્ને તરફ ખૂબ વધી ગયું. બીજે દિવસે કાનને પહેલું કામ ટપાલી રમણભાઈ નો આભાર માનવાનું કર્યું.બેંકની નોકરી એને કારણે જ શક્ય બની હતી. બેંકે જતાં પહેલાં મીઠાઈનું પેકેટ આપી આવી અને આભાર પણ માની આવી.સાંજે બેન્કમાંથી નીકળી મમ્મીને મળવા પહોંચી ગઈ.કાનને ભલે પાછી ન ફરવાના નિર્ધાર સાથે ઘર છોડ્યું હતું પણ એ સમજતી હતી કે ...Read More

18

એક હતી કાનન... - 18

એક હતી કાનન... – રાહુલ વોરા (પ્રકરણ – 18)કુદરતને હવે લાગ્યું કે ધૈર્યકાન્તની જીદને પોષનાર હવે નથી રહ્યા તો ને એને પણ એક પાઠ ભણાવી દઉં.પિતાની ઉત્તરક્રિયા પતાવી ધૈર્યકાન્ત વડોદરા પહોંચ્યા કે સમાચાર મળ્યા કે એનું મેનેજર પદ છીનવી લેવામાં આવ્યું છે.જે બ્રાંચના એ મેનેજર હતા એ જ બ્રાંચમાં એકાઉન્ટન્ટ તરીકે બેસવું પડ્યું.ઉપરાઉપરી આઘાત ની અસર એની તબિયત પર દેખાવા લાગી.ડાયાબીટીસ,બીપી એ પણ પોત પ્રકાશયું.એક સાંજે થાકેલા પાકેલા ઘરે આવ્યા અને છાતીમાં દુખાવો ઉપડ્યો.સરૂબેને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી.એ જ એપાર્ટમેન્ટ માં રહેતા સુરેશભાઈ તથા અન્ય ની મદદથી હોસ્પીટલમાં દાખલ કર્યા.માઈલ્ડ હાર્ટએટેક હતો. સરૂબેને સાંભળ્યું કે પોતાના પતિ ઘેનમાં સતત કાનન ...Read More

19

એક હતી કાનન... - 19

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 19)અને મોર્નિંગ વોકે એને એક નવા મિત્રનો ભેટો કરાવ્યો.કાનને થોડા દિવસોમાં અનુભવ્યું કે દરિયાદેવ ની એક વધુ કૃપા. આ નવી મિત્રતા તો જિંદગીના અંત સુધી ટકી રહી.“બેંકે મોર્નિંગ બ્રાન્ચ ચાલુ કરી છે કે શું?” કાનને પાછળ જોયું તો તપન હતો.“મોર્નિંગ બ્રાન્ચ તો ચાલુ નથી કરી પણ મેં મોર્નિંગ વોક તો ચાલુ કર્યું જ છે.”કાનને જવાબ આપ્યો.“અને કોલેજની ચાવી આજે તમારી પાસે રહી ગઈ લાગે છે?”કાનને વળતી કોમેન્ટ કરી.“નહીં કાનનબેન,વળતે કામ આવે એટલે સાઈકલ સાથે રાખું પણ અત્યારે જવાનું તો ચાલતાં ચાલતાં.”તપને સ્પષ્ટતા કરી.તપન પણ કાનન માટે અજાણ્યો તો નહોતો જ.જૈનપુરી માં ...Read More

20

એક હતી કાનન... - 20

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 20)તપને લાગણીભર્યા અવાજે પૂરૂં કર્યું.આખરે કાનનની તપશ્ચર્યાનો અંત આવ્યો.કાનનની બદલી ગોંડલ મનન ને ફોનથી સમાચાર આપ્યા કે બીજે જ દિવસે મનન હાજર.છેલ્લા બે દિવસ કાનને પોતાના એકાંતવાસ ને સરળ બનાવનાર દરેકને રૂબરૂ મળી આભાર માનવા માટે ફાળવ્યા.કાનન ના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિ પોતે કશું ને કશું ગુમાવી રહી હોય એવું અનુભવતી હતી.કાનન નું વ્યક્તિત્વ જ એવું હતું,સ્વભાવ જ એવો હતો કે જ્યાં જાય ત્યાં કેન્દ્રસ્થાને જ હોય.મનન તો છેલ્લા બે દિવસથી કાનને બિછાવેલી સંબંધોની જાળને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.આ બે દિવસ દરમિયાન સૌથી વધુ દુખી માનસી હતી અને સૌથી વધુ ...Read More

21

એક હતી કાનન... - 21

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 21)મનન, કાનનનાં એક વધુ નવાં સ્વરૂપને જોઈ રહ્યો.મનને અનુભવ્યું હતું કે હર એક નવું પગલું ભાવિ તરફ નો અંગુલિનિર્દેશ હોય છે.કાનન બીજે દિવસે જ બેંકમાંથી છૂટીને બાલઘર પહોંચી ગઈ.મુખ્ય સંચાલિકા બેનને પોતાની ઈચ્છા જણાવી.એ તો ખુશ ખુશ થઇ ગયાં. મુખ્ય સંચાલિકા બેને બધાં બાળકોને ખુલ્લી જગ્યામાં બોલાવી ઓળખાણ કરાવી.“જુઓ બાળકો,આ છે કાનન દીદી.સોમવાર થી શુક્રવાર રોજ સાંજે તમારી પાસે આવશે.રમતો રમાડશે,વાર્તા કહેશે,ગીતો ગવડાવશે અને હોમવર્ક પણ કરાવશે.કોઈએ દીદીને હેરાન નથી કરવાનાં.સમજી ગયાં ને?”“હા.............,બધાં બાળકોએ સમૂહમાં હા પાડી.”કાનન તો થોડી વારમાં બાળકો વચ્ચે ઘેરાઈ ગઈ.બાળકોએ તો જુદી જુદી ફરમાઇશ નો મારો ચલાવી ...Read More

22

એક હતી કાનન... - 22

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 22) આમ આ બન્ને એ દરિયાદેવ ની આ જીવતી જાગતી ભેટ મુક્તિ સાથે ગોવા છોડ્યું.એક વિચિત્ર આનંદ સાથે પાછાં ફરતું આ દંપતિ કુદરતની ચાલી રહેલી લીલાથી સંપૂર્ણ બેખબર હતું. “કોઈનું પારકું લોહી આ ઘરમાં મને ન જોઈએ.આવાં બાળકોનું સ્થાન બાલઘર જેવી સંસ્થાઓમાં જ હોય અને તે ત્યાં જ રહેશે.”મનન ની મમ્મીએ ફેંસલો સંભળાવી દીધો. કાનન અને મનન બન્ને એ મુક્તિ વાળી વાત ઘરે કરી ન હતી.એ લોકો સરપ્રાઈઝ આપવા માગતાં હતાં.ઘરે આવીને બન્ને એ હોંશે હોંશે વાત કરી તો મનન ની મમ્મીએ વાત વધાવવાને બદલે સીધો ફેંસલો જ આપી દીધો. ઘરના ...Read More

23

એક હતી કાનન... - 23

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 23)આમ આ બન્ને એ દરિયાદેવ ની આ જીવતી જાગતી ભેટ એવી સાથે ગોવા છોડ્યું.એક વિચિત્ર આનંદ સાથે પાછાં ફરતું આ દંપતિ કુદરતની ચાલી રહેલી લીલાથી સંપૂર્ણ બેખબર હતું. “કોઈનું પારકું લોહી આ ઘરમાં મને ન જોઈએ.આવાં બાળકોનું સ્થાન બાલઘર જેવી સંસ્થાઓમાં જ હોય અને તે ત્યાં જ રહેશે.”મનન ની મમ્મીએ ફેંસલો સંભળાવી દીધો.કાનન અને મનન બન્ને એ મુક્તિ વાળી વાત ઘરે કરી ન હતી.એ લોકો સરપ્રાઈઝ આપવા માગતાં હતાં.ઘરે આવીને બન્ને એ હોંશે હોંશે વાત કરી તો મનન ની મમ્મીએ વાત વધાવવાને બદલે સીધો ફેંસલો જ આપી દીધો. ઘરના બધા સભ્યોએ ...Read More

24

એક હતી કાનન... - 24

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 24)“કાનનબેન,તમે મને અટકાવશો નહીં. એ મનન ના બચ્ચાને તો હું હમણાં જોઈ લઉં છું” તાપસી ભૂલી ગઈ કે મનન એનો બોસ છે અને ઉશ્કેરાટમાં આગળ વધી.“અરે,મારી બેન,તું શાંતિ રાખ.અત્યારે તપનની હાજરીમાં કોઈ તમાશો નથી કરવો.મને બે-ત્રણ દિવસનો સમય આપ.કદાચ મુક્તિની હાજરી અને મારી ભત્રીજીનો લગાવ જોઇને એ લોકો પીગળે પણ ખરાં”કાનને આશા દર્શાવી અને તાપસી ને રોકી.“હું અત્યારની આપની સ્થિતિ સમજી શકું છું.કોઈ પણ સ્ત્રીને પતિનો સાથ મળે તો આખી દુનિયા સામે લડવા ઊભી રહી જાય છે.પણ પતિ પાણીમાં બેસી જાય તો નિરાશામાં સ્વાભાવિક રીતે ડૂબી જાય છે.”તાપસી ની વાણીમાં પણ ...Read More

25

એક હતી કાનન... - 25

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 25)“ચાલ કાનન,હું પણ મૂકવા આવું છું.આપણે બન્ને....”મનન વાક્ય પૂરું કરે તે કાનન મુક્તિને તેડીને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ.આકાશમાંથી કુદરત પોતાની બાજી જોઈ રહી હતી.કાનન રિક્ષા કરીને પહોંચી સીધી બાલઘરમાં.મુખ્ય સંચાલિકા બહેનને મળી.“મને બે એક દિવસ માટે એક રૂમ મળશે? ઘોડિયાંની વ્યવસ્થા થાય તો વધુ સારૂં.વિગતે વાત નિરાંતે કરું છું.”બાલઘરમાં એક રૂમની વ્યવસ્થા ઘોડિયાં સહિત થઇ ગઈ.એકાદ કલાક પસાર થઈ ગયાં છતાં કાનન ન આવતાં મનન સ્કૂટર લઈને બાલઘરમાં પહોંચી ગયો.વોચમેને જ બતાવેલા રૂમ પર જઈને દરવાજો નોક કર્યો.કાનને દરવાજો ખોલ્યો.“કેમ રોકાઈ ગઈ?મોડું થયું એટલે ચિંતા થઈ.તને લેવા આવ્યો છું.”મનને કહ્યું.“જ્યાં ...Read More

26

એક હતી કાનન... - 26

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 26)શું કરતો હશે મનન?એને ઊંઘ આવતી હશે?છેલ્લે છેલ્લે તો કેટલો આધારિત ગયો હતો મારા ઉપર.શું અમે બે ફરી ક્યારેય એક નહીં થઇ શકીએ?મુક્તિએ ખાલી માં ના પ્રેમ થી જ ચલાવવું પડશે? પિતાના પ્રેમથી વંચિત તો નહીં રહી જાય ને?કાનન ધ્રુસકે ધ્રુસકે રડી પડી.પહેલીવાર એને પોતાનું ભાવિ આટલું અંધકારમય દેખાતું હતું.“ગુડ મોર્નિંગ,મનનભાઈ.”તાપસીએ રૂટીન પ્રમાણે કહ્યું.પહેલાં તો મનનથી આસપાસ જોવાઈ ગયું.તાપસી એ માંડ માંડ પોતાના હાસ્યને કાબુમાં રાખ્યું.પછી મનને પણ પ્રતિભાવ આપ્યો.મનન ને સારું પણ લાગ્યું.થોડી વાર પછી મનને તાપસીને કેબીનમાં બોલાવી.ઓફિસના કામની વાતો ચાલી.તાપસી સમજી ગઈ કે મનન માં-દીકરીના સમાચાર જાણવા માંગે ...Read More

27

એક હતી કાનન... - 27

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 27)બધાં ચા નાસ્તો કરી બેઠાં હતાં.અલકમલકની વાતો ચાલતી હતી.ત્યાં જ ફરી વાગી.દરવાજો ખોલ્યો તો મનન ઊભો હતો.ધૈર્યકાન્તે ઊભા થઈ આવકાર આપ્યો.મનન બન્ને ને પગે લાગ્યો.રૂટીન વાતચીત ચાલી.તાપસી ધીરે રહીને સરકી ગઈ.બીજે દિવસે કાનને નોકરી ચાલુ પણ કરી દીધી.સાંજે નોકરીથી આવીને કાનન મુક્તિને તેડીને બાલઘર માં ગઈ.ધૈર્યકાન્ત અને સરૂબેને તક ઝડપી લીધી.બન્ને ઉપડ્યાં મનન ને ઘરે.આમ ઓચિંતા મનન નાં સાસુ સસરાને આવેલ જોઈ પહેલાં તો બધાં ડઘાઈ ગયાં.પણ ત્યારબાદ ધીરે ધીરે વાતાવરણ હળવું થયું.બે દેશના નેતાઓ વાટાઘાટમાં તોળી તોળીને બોલતા હોય એમ વાતચીત ચાલતી હતી.“તમે લોકોએ મારી દીકરીને જે રીતે સાચવી લીધી ...Read More

28

એક હતી કાનન... - 28

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 28)કાનન હજી નક્કી નહોતી કરી શકતી કે ખુશ થાવું કે નહીં.મુક્તિ પ્રમાણમાં નાની હતી.ચિંતા એને મનન ના પ્રતિભાવની પણ હતી.ક્યાંક મનન અને તેનાં કુટુંબીજનો ફરીથી મુક્તિ ને બાલઘરમાં મૂકવાની જીદ નહીં કરે ને?”કુદરત ફરી હસી રહી હતી. “તાપસી,એક કામ કરીશ? તું જ મનનને આ સમાચાર આપી દે ને.”કાનને કહ્યું.“હું,મનનભાઈ ને આ સમાચાર આપું? કેમ આવા સારા સમાચાર તો તમારે જ આપવાનાં હોય ને.”તાપસીને નવાઈ લાગી.“તાપસી,હવે મને ડર લાગે છે.પોતાના થી લડી લડીને હું થાકી ગઈ છું.મને ડર એ વાતનો છે કે ફરી મનન અને એનાં ઘરનાં મુક્તિને બાલઘર માં મૂકવાની જીદ ...Read More

29

એક હતી કાનન... - 29

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 29)મનન કાનન ની માનસિક હાલત સમજી ગયો અને બધાંને બહાર લઇ બબડી.“મારી મુક્તિને ભોગે હું સાસરે પાછી નહીં જ ફરું.” આખરે કાનન ઘરે પણ આવી ગઈ. આવનારાં બાળકનું સ્વાગત પણ ધૂમધામથી કરવામાં આવ્યું.એને નામ આપવામાં આવ્યું 'માનવ'.કાનન નાં સાસુ સસરાએ માનવ ને લઈને ઘરે આવવાની વાત પણ કરી,માનવ માટે મુક્તિને સ્વીકારવાની તૈયારી પણ બતાવી પરંતુ કાનન ઉતાવળના મૂડમાં નહોતી.કાનન પોતાનો પ્રેમ જે રીતે બન્ને બાળકો પર સરખે હિસ્સે વરસાવતી હતી તેના પરથી તપને એક મેગેઝિન માટે સ્ટોરી બનાવી.સ્ટોરી છપાઈ પણ ખરી.આ સ્ટોરી અંગે તપન અને તાપસી વાત કરવા આવ્યાં હતાં. સ્ટોરી ...Read More

30

એક હતી કાનન... - 30

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 30)કાનને પણ લાગણીનો સ્વીકાર કરી સાસરે પુનરાગમન કર્યું.આજકાલ કરતાં પાંત્રીસ વર્ષનો પસાર થઈ ગયો હતો.મનન નિવૃત્ત થઈ ગયો હતો.કાનન અને મનન જીવનનો ઉત્તરાર્ધ માણી રહ્યાં હતાં.મુક્તિ નાં લગ્ન થઇ ગયાં હતાં.બન્ને પતિ-પત્ની પોતાની કેરિયરમાં સેટલ હતાં.કાનન અને મનન નાં પ્લાન પ્રમાણે માનવ ને લગ્ન બાદ તરત જ પોતાની સ્વતંત્ર જિંદગી જીવવા છૂટો મૂકી દીધો હતો.તપન અને તાપસીની પોતાની એક દીકરી હતી અને એક દીકરો દત્તક લીધો હતો.કાનન નાં જેઠાણી એ દીકરી હોવા છતાં પણ દીકરી જ દત્તક લીધી હતી. તાપસી નાં શબ્દોમાં “દીકરી લઈને સાસુ પ્રત્યે દાઝ કાઢી હતી.”માનસી અવારનવાર ગોંડલ ...Read More