તારી સંગાથે

(31)
  • 43.7k
  • 4
  • 19.3k

2 જુલાઈ 2018, સોમવાર સવારના 10.00 ---------------------------------------------------- - હેલો, અશ્વિન. હું મલ્લિકા છું. આજે મેં તમને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે. તમે કેમ છો? જો તમને યાદ હોય તો હું 1972 થી 1976 ના સમયગાળા દરમિયાન અમદાવાદની ભવન્સ કૉલેજમાં તમારી કલાસમેટ હતી. 03 જુલાઈ 2018, મંગળવાર રાતના 11.30 ----------------------------------------------------- - હાય, મલ્લિકા. તમે કેમ છો? કૉલેજ છોડ્યાને ઘણા વર્ષો વીતી ગયાં. માફ કરશો, તમારી ઓળખાણ ન પડી. તમારો મેસેજ વાંચીને સારું લાગ્યું. હું યુ.એસ.એ.માં રહું છું, સંપર્કમાં રહીશ. આભાર. શું તમારી પાસે કૉલેજ ટાઇમનો કોઈ ફોટો છે?

Full Novel

1

તારી સંગાથે - ભાગ 1

તારી સંગાથે ટહુક્યું મૌન ને ખીલ્યું પ્રભાત મલ્લિકા મુખર્જી ** અશ્વિન મેકવાન ગુજરાતી અનુવાદ સ્મિતા ધ્રુવ ** શાહ ગુજરાતીમાં પહેલી ચેટ નવલકથા ******* સાદર સમર્પિત મારા જીવનસાથી પ્રિય પાર્થોને- આપના ભાવનાત્મક સહયોગે હંમેશા મને પ્રોત્સાહન આપ્યું છે. 'સત્ય' પરનો મારો વિશ્વાસ હજી અકબંધ છે. પ્રિય સૌરભને- ભલે હું તારી જનની બની અને બહેન માલા તારી માતા, અમને બંનેને તારા માટે સમાન પ્રેમ છે. પ્રિય પુત્ર-પુત્રવધુ સોહમ-આકાંક્ષાને- તમે બંને સદા મારા મિત્રો રહ્યા છો. મારી ઉમ્મીદોનો પક્ષ લીધો છે, હંમેશાં મારી પ્રગતિને પ્રોત્સાહન આપ્યું છે. વ્હાલા પૌત્ર વિવાનને- ...Read More

2

તારી સંગાથે - ભાગ 2

ભાગ 2 17 જુલાઈ 2018, મંગળવાર સવારના 7.15 ------------------------------------------------------ - તમારી તબિયત વિશે વાંચીને કાલે હું ખૂબ જ આજે તો જાણે કોઈ શબ્દ જ નથી મળી રહ્યા કે શું લખું? મને આશા જ નહીં, ભરોસો છે કે તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશો. તમારી સાથે કેટલીયે વાતો શેયર કરવી છે. તમારી પાસેથી કેટલીયે વાતો સાંભળવી છે. - મલ્લિકા, મેં જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. હવે મોતથી પણ નથી ડરતો. શુભેચ્છા પાઠવવા બદલ આભાર. મારા માટે પણ 'તમે' ને બદલે 'તું' સંબોધન વધુ યોગ્ય રહેશે. - જેવી આજ્ઞા. તેં કાલે લખ્યુ હતું કે જો મેં શરૂઆત કરી હોત તો તું ...Read More

3

તારી સંગાથે - ભાગ 3

ભાગ 3 20 જુલાઈ 2018, શુક્રવાર રાતના 11.00 -------------------------------------------------- - સાહિરનું પેલું ગીત યાદ આવે છે, મલ્લિકા? કયું? - ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનોં...’ આજે એને ઊલટું કરી દઈએ અને કહીએ, ‘ચલો એક બાર ફિર સે દોસ્ત બન જાયેં હમ દોનોં...’ - આ મારું સૌભાગ્ય હશે, અશ્વિન. એક વાત તો કહેવી પડશે કે તેં મને મારી મનપસંદ ફિલ્મ, ગીત, ગઝલ અને સંગીતની દુનિયામાં પાછી લાવી દીધી! - ગીત-ગઝલની દુનિયા તને મુબારક હો, મલ્લિકા. - આજે પણ મારી ડાયરીમાં કેટલીયે કવિતાઓ સચવાયેલી છે. લાગે છે કે હું ભવન્સ કૉલેજના પરિસરમાં ફરી પાછી આવી ...Read More

4

તારી સંગાથે - ભાગ 4

ભાગ 4 22 જુલાઈ 2018, રવિવાર સાંજના 7.00 -------------------------------------------------- - કેમ છો? - હું મજામાં છું ઐશ, કહે. - અત્યારે સવાર થઈ છે, મારા પેશન્ટ અન્કલ હજી ઉંઘે છે, તેથી થોડો ફ્રી છું. હું જૉબ પર મારી ડાયરી અને ટૈબ્લેટ સાથે રાખું છું જેથી હું ફુરસદની ક્ષણોમાં કંઈક લખી શકું. મારી લખેલી એક કવિતા તને મોકલી રહ્યો છું. મને છંદો વિશે કોઈ જાણકારી નથી. વાંચીને કહે કેવી લાગી? ઉડ્ડયન ભલો હતો હું એકલો. આઝાદ હતુ દિલ ને મસ્તી ભરી મજા હતી. અચાનક આવી ચડ્યાં તમે મારા નભની ક્ષિતિજ પર! નજર મળી ને મળ્યાં દિલ, હાથમાં ...Read More

5

તારી સંગાથે - ભાગ 5

ભાગ 5 24 જુલાઈ 2018, મંગળવાર રાતના 10.30 ------------------------------------------------------ - છોકરી, તું શું કરે છે? - ડિનર થોડો આરામ કરી રહી છું, સાથે-સાથે તારા વિશે વિચારી રહી છું. - શું વિચારી રહી છે? - ગઈકાલે તારો જન્મદિવસ હતો. કેવી રીતે ઉજવ્યો? - મેં એક રેસ્ટોરન્ટમાં મારા અને મારા મિત્ર સંજીવના પરિવાર સાથે ડિનર લીધું. જમતી વખતે, મેં સંજીવને તારા વિશે વાત કરી, તેને તારો ફેસબુક નો ફોટો પણ બતાવ્યો તો તેણે કહ્યું, ‘ભાઈ, તારી તો વાત જ જુદી છે. એ જમાનામાં, ઘણી છોકરીઓ તારી દીવાની હતી.’ - તેણે સાચું જ કહ્યું, ઐશ. તારું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી ...Read More

6

તારી સંગાથે - ભાગ 6

ભાગ 6 25 જુલાઈ 2018, બુધવાર રાતના 10.30 --------------------------------------------------- - અશ્વિન, એવું કહેવાય છે કે મનની કિતાબનાં પૃષ્ઠો ફાડી નાંખવાં જોઈએ જે આપણને તકલીફ આપતા હોય. વાસ્તવમાં એવું બનતું નથી. આપણે તે જ પૃષ્ઠોને પ્રાધાન્ય આપીએ છીએ જે આપણને પરેશાન કરે છે. આ એવા પૃષ્ઠો છે જે આપણે વારંવાર વાંચીએ છીએ જાણે કે કોઈ ચમત્કાર થશે અને આ ઉજ્જડ પૃષ્ઠોની ભૂમિ પર ફરીથી ફૂલો ખીલી ઉઠશે. - હું તો બિલકુલ એમ જ માનું છું કે મનની કિતાબમાંથી એ પૃષ્ઠો ફાડી જ નાંખવા જોઇએ જે આપણને તકલીફ આપતાં હોય. - મારા જીવનમાંથી તું ગયા પછી અને તારા ફરી ...Read More

7

તારી સંગાથે - ભાગ 7

ભાગ 7 26 જુલાઈ 2018, ગુરુવાર બપોરના 1.30 --------------------------------------------------- - હું મારા જીવનના તે અંધકારભર્યા દિવસ વિશે માટે મોડી રાત સુધી વિચારતી રહી. અહીં અત્યારે બપોરનો સમય છે, ત્યાં તું ભર ઊંઘમાં હોઇશ. હું જાણું છું કે તને બહુ દુઃખ થશે, પણ તું એકમાત્ર એવી વ્યક્તિ છો, જેની સાથે હું આ વાત કરી શકું છું. આ પહેલા કોઈને કહી નથી. આ ભૂતકાળની વાત છે. તેના પર બહુ ધ્યાન ન આપતો. મારા જીવનમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની છે જેની મેં કલ્પના સુદ્ધાં નહોતી કરી. તે પણ સાચું છે કે એક અદ્રશ્ય શક્તિ હંમેશાં મારી સાથે રહી છે. મેં ...Read More

8

તારી સંગાથે - ભાગ 8

ભાગ 8 27 જુલાઈ 2018, શુક્રવાર સાંજના 5.00 -------------------------------------------------- - ભારતની સોનેરી સાંજ, ડાર્લિંગ ફ્રેન્ડ. તારા દેશમાં સૂરજ ધીરે ઊગી રહ્યો હશે. તું હજી ઊંઘતો હોઈશ. આજે મારાં લગ્ન વિશે પણ લખી દઉં છું. 1980 માં, પાર્થો બંગાળની પીયરલેસ ફાઇનાન્સ કંપનીની મુંબઈ શાખામાંથી અમદાવાદ શાખામાં ટ્રાન્સફર લઈને આવ્યા. તેઓ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક બંગાળી પરિવાર સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. મારાં લેખા માસી પણ તે વિસ્તારમાં રહે છે. પાર્થોની મૈત્રી મારા માસીના પરિવાર સાથે પણ થઈ. તેઓ ઘણી વાર માસીના ઘરે આવતા. તે જ વર્ષે મેં મહેસાણા જિલ્લાના ખેરવા ગામની હાયર સેકન્ડરી સ્કૂલમાંથી અધ્યાપન કાર્ય ...Read More

9

તારી સંગાથે - ભાગ 9

ભાગ 9 30 જુલાઈ 2018, સોમવાર સવારના 9.55 ----------------------------------------------------- - સવારની સલામ. મૈં કહીં કવિ ન બન જાઉં, પ્યારમેં અય કવિતા. હું દોષી નહોતો કે નહોતો તારો કોઈ વાંક, તો પછી વાત શું હતી કે વાર્તા વિખરાઈ ગઈ? જાતિવાદની ક્યારીઓ ને ધર્મવાદના વાડા. પ્રેમ તો હારે ત્યાં કાયમ, જ્યાં સંપ્રદાય અખાડા. કોરા જીવન પૃષ્ઠ પર પ્રેમ જઈ બેઠો હાંસિયે. ચાલ આજે સાથે મળીને એ કોરા પૃષ્ઠને વાંચીએ. - વાહ! કવિ-હૃદયની સરળ અભિવ્યક્તિ! આટલી સાચી વાત કહી દીધી. - જયારે મળીશું ત્યારે મારા વિશે હજી વધુ સારી વાતો જાણવા મળશે, ડિયર. - સત્ય એ છે કે ...Read More

10

તારી સંગાથે - ભાગ 10

ભાગ 10 01 ઓગસ્ટ 2018, બુધવાર સવારના 10.10 ------------------------------------------------------ - સવારની મીઠી સલામ. ‘ન તો તેં ક્યારેય સામેથી આવીને મારી સાથે વાત કરી, ન તો ક્લાસમાં પાછળ બેસીને કોઈ મસ્તી કરી, પણ હવે તને સાંભળવાનું અને તારી સાથે વાત કરવાનું મને ગમે છે. આટલા લાંબા ગાળા પછી મને પ્રેમ વ્યક્ત કરવાનો કોઈ અધિકાર નથી, પણ તું તેને પ્રેમ કહી શકે છે.’ ચા સાથે આટલું ઠીક રહેશે, મૈડમ? - જી સર, તમારી ખુશનુમા સાંજ. ચા સાથે આટલું પૂરતું છે. પ્રેમ વિના કોઈ સંબંધ અનુભવાતો નથી. પ્રેમને હું વ્યાપક અર્થમાં લઉ છું. સમુદ્ર જેટલો ઊંડો અથવા આકાશ જેવો વિશાળ. ...Read More

11

તારી સંગાથે - ભાગ 11

ભાગ 11 02 ઓગસ્ટ 2018, ગુરુવાર રાતના 10.25 ---------------------------------------------------- - અશ્વિન, તારે ત્યાં સવાર થઈ ગઈ. ચા-નાસ્તો કર્યો? હા જી, કરી લીધો. કહો. - આજની સાંજ ખૂબ જ સુંદર હતી. ભાઈને ઘરે ખૂબ મજા આવી. મારા ભાઈના પરિવારના બધા સભ્યો ફોટોગ્રાફીનો ખૂબ શોખ ધરાવે છે અને હું પણ. ફેસબુક પર ફોટા મૂકીશ, તું જોજે. - ચોક્કસ જોઈશ. - હવે તારી વાત કર. - મારી જાત ઉપર ગુસ્સો આવે છે. - કેમ? - અરે ભાઈ, મારા મોંમાં તો મગ ભર્યા હતા, છોકરી સામે બોલવાની પણ હિંમત નહોતી! હવે લાગે છે, ઘણી ભૂલ કરી. - ભૂલ તો થઈ જ છે, ...Read More

12

તારી સંગાથે - ભાગ 12

ભાગ 12 04 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 10.00 ------------------------------------------------------- - હાલ ક્યા હૈ જનાબ કા? - ક્યા ખયાલ આપકા ... અશ્વિન, જાણી-જોઈને પૂછે છે ને? - અજાણતાજ પૂછું છું, ડિયર. અહીંયાં રાત પડી ગઈ છે, સાડા નવ વાગ્યા છે, હમણાં ડિનર લીધું. - તને સંવાદમાં જીતી શકાય તેમ નથી. ગઈકાલે બપોરે હું મારી ખાસ સખીઓને મળવા ગઈ હતી, જે મારી એ. જી. ઓફિસની મારી સાથી પણ રહી છે. ભારતી ભાવસાર, ઇંદિરા ત્રિવેદી, ઉષા ભાટિયા, શૈલજા દિઘે અને મૃદુલા મહેતા. ભારતી ભાવસારના ઘરે જ સૌ મળ્યા. સુંદર સમય વીત્યો. - સારું કહેવાય કે તારી પાસે સખીઓનું ગ્રુપ છે. - ...Read More

13

તારી સંગાથે - ભાગ 13

ભાગ 13 6 ઓગસ્ટ 2018, સોમવાર સવારના 9.30 ---------------------------------------------------- - કિયાં ખોવાઈ ગયો! - લ્યો, તમારી સવાર ગઈ ? - સવાર થઈ ગઈ, બેટા. - પાય લાગું માતાજી. અહીંયા રવિવારની રાત છે, ડ્યૂટી પર છું. - જાણું છું, શું તારા પેશન્ટ અંકલ ઊંઘી ગયા? - હમણાં જ સૂઈ ગયા, ફ્રી થયો છું. સવાર-સવારમાં તારી સાથે વાત કરતા બીક લાગે છે. પહેલા ચા-નાસ્તો કરી લે. રાત્રે કેમ આટલું જાગે છે મારી મા? - નવલકથા લખવી એટલું સરળ નથી, દીકરા. ખૂબ મહેનત માંગી લે છે. આજે શું કહીશ? - હજી ઘણું કહેવાનું બાકી છે. સાચું કહું તો, મેં ક્યારેય ...Read More

14

તારી સંગાથે - ભાગ 14

ભાગ 14 06 ઓગસ્ટ 2018, સોમવાર રાતના 9.30 --------------------------------------------------- - ગુડ ઇવનિંગ ડિયર. - તને ગુડ મૉર્નિંગ, વૉક આવી ગયો ? - હા, આજે ખૂબ તડકો હતો. આખે રસ્તે વિચારોમાં ખોવાયેલો રહ્યો. - કયા વિચારોમાં? - કેટલીકવાર મને આશ્ચર્ય થાય છે કે હું તારી સાથે આટલા ખુલ્લા દિલથી વાત કેવી રીતે કરી શકું છું? - મેં પણ આજ સુધી કોઈ પર પુરુષ સાથે આવી રીતે વાત નથી કરી. - તારી વાત જુદી છે, હું તારો પહેલો પ્રેમ હતો. - હોઈ શકે. - મલ્લિકા, જ્યારે પણ હું તારી સાથે વાત કરું છું, પેલી એક ભોળી કિશોરી નજર સામે તાદૃશ ...Read More

15

તારી સંગાથે - ભાગ 15

ભાગ 15 07 ઓગસ્ટ 2018, મંગળવાર સવારના 10.30 --------------------------------------------------------- - કહેવું પડે દોસ્ત! તારી આ વાર્તા વાંચીને દંગ રહી ગઈ! શું તને ખબર હતી કે ક્યારેક હું તને મારી વાર્તા લખવાનું કહીશ? શું 'પૂર્વાભાસ' જેવા કોઈ શબ્દથી તું વાકેફ છે? એક સમયે પરીક્ષામાં મારી આન્સર શીટમાંથી કૉપી કરતો તું, આજે પ્રશ્નપત્ર મેળવતાં પહેલાં જવાબ કેવી રીતે લખી નાખ્યો? મેં વર્ષો પહેલાં લખેલી આ કવિતા વિશે તને કેવી રીતે ખબર પડી ? મેરી કહાની ગહરે ઘાવ બદન પર ઇતને, મરહમ કૈસે લગાઓગે? અંતર્મન મેં પીડા ઇતની, કહ દો કૈસે મિટાઓગે? સ્વર્ગ સરીખા મુગ્ધ લડકપન, સુંદર શૈશવ એક ...Read More

16

તારી સંગાથે - ભાગ 16

ભાગ 16 08 ઓગસ્ટ 2018, બુધવાર રાતના 9.30 -------------------------------------------------- - સવાર પડી, બાબુમોશાય. - એમ કે? મને તો જ નહોતી, પણ મારા ઘરે ‘એલ.એ. ટાઇમ્સ' આવે છે, તેમાં લખ્યું છે, 'સવાર થઈ ગઈ.' - અશ્વિન ...તેં 'પગલા કહીં કા' ફિલ્મ જોઈ છે? - જોઈ હતી વર્ષો પહેલાં, પગલી! શમ્મી કપૂરની હતી. ગીતો સારાં હતાં, વાર્તા યાદ નથી. તું કહે. - હશે તારા જેવો કોઈ પાગલ, મેં નથી જોઈ. - ઓહ પરી, તું તો સવાર-સવારમાં નારાજ થઈ ગઈ! તે સમયે જો તું સાથે હોત તો હું ફિલ્મ ક્યાંથી જોઈ શક્યો હોત? - એટલે જ નહોતી, મારા દુશ્મન. - વાહ, ...Read More

17

તારી સંગાથે - ભાગ 17

ભાગ 17 11 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 10.25 ------------------------------------------------------- - સુબહ કી પ્યારી સલામ, હાજિર હૈ આપકા - અહા, વારિ જાઉં! તારી ગુડ ઇવનિંગ ડિયર. આજે મોડું થઈ ગયું, હજી નાસ્તો બાકી છે. હું થોડી વાર પછી લખીશ, ત્યાં સુધી તું મારું મૌન વાંચ. - આખો દિવસ તારું મૌન જ વાંચતો રહ્યો. આરામથી ચા-નાસ્તો લો, પછી વાત કરો. મારાં બધાં કામ પતી ગયાં છે. થોડી વારમાં સૂવાનો ટાઈમ થઈ જશે. વધારે ન તરસાવશો. - વાહ ભાઈ વાહ! તેં મને તમે કેટલા વર્ષો તરસાવી? હિસાબ ચૂકવવાનો બાકી છે. - ગામડાની ગોરી, જો તું ભૂતકાળનો બદલો લઈ રહી હો ...Read More

18

તારી સંગાથે - ભાગ 18

ભાગ 18 13 ઓગસ્ટ 2018, સોમવાર સવારના 9.40 ---------------------------------------------------- - ઘૂંટી ડૂબ્યા સુધીની જ ગહરાઈ છે, જિંદગી તો કેવી દરિયાઈ છે! - સવાર થઈ ગઈ તમારી? - જી સર. ચા પીતા-પીતાં ડાયરી વાંચું છું, તેમાં ઉપર લખેલી બે ગુજરાતી પંક્તિઓ મળી. - કાલે રાત્રે ઊંઘ સારી આવી લાગે છે. - ઊંઘ ક્યાં છે, માય ડિયર અશ્વિન? - જાતે હાલરડું ગાઈએ તો ક્યારેય ઊંઘ ન આવે. પાર્થોની મદદ લે. તે હરઘડી હાજર રહે છે, તારી સેવામાં. - ખરેખર રહે છે જી, પણ ઊંઘ વેરી થઈ ગઈ છે. - મને તો ક્યારેક કલ્પનાની પરીની મદદ મળે છે. હરઘડી તો ન ...Read More

19

તારી સંગાથે - ભાગ 19

ભાગ 19 15 ઓગસ્ટ 2018, બુધવાર સવારના 11.15 ----------------------------------------------------- - આજે, 15 ઓગસ્ટ, હમણાં જ ભાષણ સાંભળ્યું. - તને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ શુભ છે આખો દેશ ખુશીની ઉજવણી કરી રહ્યો છે. મેં પણ અહીં મોદીજીનું ભાષણ સાંભળ્યું. - તને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજની સવાર દેશને નામ. વ્યક્તિગત રૂપે, હું મોદીજીના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છું. - હું પણ. - ઐશ, હું જેમ જેમ પુસ્તકનું કામ થતું જશે તેમ તેમ તને મેલ કરતી રહીશ. - મારું ઈમેલ એકાઉન્ટ ઓલરેડી તારી પાસે છે. - મને ખબર છે. - રાના અકબરાબાદીનો આ શેર ...Read More

20

તારી સંગાથે - ભાગ 20

ભાગ 20 17 ઓગસ્ટ 2018, શુક્રવાર સવારના 10.00 ----------------------------------------------------- - ગુડ મોર્નિંગ ડિયર. ઊંઘ આવી કે નહીં? - પણ ઉંમર સાથે દૂર જવા લાગી છે, દોસ્ત. કમ્પ્યુટર પર વ્યસ્ત હોઉં છું, ત્યારે કિચનમાં શાક દાઝવા લાગે છે. - ગેસ પર શાક મૂક્યું હોય તો મને પહેલા કહી દેવું. તબિયતનું ધ્યાન રાખ મલ્લિકા અને શાકનું પણ, નહીં તો પાર્થોએ બળેલું શાક ખાવું પડશે. આટલા પાક ઇન્સાનને દુઃખી ન કરતી. - બળેલું શાક થોડું ખાઈ શકાય? જો કે પાર્થો બળેલું શાક પણ ખાઈ લે છે. - હું તેમનો ખૂબ આદર કરું છું. તારા અને પાર્થો વચ્ચે જેટલી ક્રિસ્ટલ ક્લિયર વાતો ...Read More

21

તારી સંગાથે - ભાગ 21

ભાગ 21 18 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 10.20 ------------------------------------------------------ - શું કરે છે, અશ્વિન? - તારી રાહ જોઉં - વાહ એટલે કે ફ્રી છે? - ફક્ત તારે માટે જ! - ક્યારેક તો સિરિયસ બન, યાર! - ઓકે. કહો મલ્લિકા જી, શું કહેવું છે? - આજે સવારથી એટલો વરસાદ વરસી રહ્યો છે, તારી યાદ મારા દિલને ભીંજવી રહી છે. કાશ, ક્યારેક વરસાદમાં સાથે ભીંજાવાની તક મળી હોત! - વાહ, શું બ્યુટીફૂલ વિચાર છે! - હું બસ સ્ટોપની છત નીચે ઊભી રહી ગઈ, તું ખબર નહિ કયા વૃક્ષ નીચે ઉભો રહ્યો! - તેં તક જ ક્યારે આપી માનિની કે હું ...Read More

22

તારી સંગાથે - ભાગ 22

ભાગ 22 19 ઓગસ્ટ 2018, રવિવાર રાતના 8.10 -------------------------------------------------- - ગ્રીન સિગ્નલ દેખાઈ રહ્યો છે, તારે ત્યાં સવાર ગઈ કે શું? - સવાર થઈ ગઈ. આમ તો હું છ વાગ્યે ઉઠી જાઉં છું, પહેલાં મારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરી અને પછી બીજા વૃદ્ધને જગાડું છું. તેં ડિનર લીધું? - ના, હું ઈન્ડિયન આઇડલ જોઈ રહી છું, હમણાં જ ‘સોની’ પર શરૂ થયું. તું પણ તારું કામ પૂરું કરી લે. - તમને લોકોને મજા છે હોં! ભારતના લોકોની મને ઈર્ષ્યા થાય છે. પછી સરસ ગીત ગાજો બહેન, ઓકે? - હા ભાઈ હા, થોડી વાર માટે એક પ્રોગ્રામ તો જોઉં! પછી ...Read More

23

તારી સંગાથે - ભાગ 23

ભાગ 23 21 ઓગસ્ટ 2018, મંગળવાર સવારના 10.10 --------------------------------------------------------- - હેલો અશ્વિન, તું કેમ છે ? - મેં કહ્યું હતું ને કે થોડા દિવસ વાત નહીં કરીએ? - કહ્યું હતું, પણ મને લાગ્યું કે વાત કરવાથી જ સારું લાગશે. - હમણાં જ ડિનર લીધું, બોલ. - તું કહે. - તું મારા માટે મનને ઠંડક આપતી પવનની લહેરખી છે. રણમાં વહેતું ઝરણું છે, જે મનની તરસ છીપાવે છે. - મારી સાથે વાત જ નહોતી કરવી, તો પછી આ શાયરાના અંદાઝ ક્યાંથી આવ્યો ? - હું શાયર નથી, પણ મારી પાસે શાયરનું દિલ તો છે ને? - તું એક ...Read More

24

તારી સંગાથે - ભાગ 24

ભાગ 24 22 ઓગસ્ટ 2018, બુધવાર રાતના 9.15 -------------------------------------------------- - ઇસ સફરમેં નીંદ ઐસી ખો ગઈ, હમ સોએ, રાત થક કર સો ગઈ! - ક્યા બાત હૈ ગાંવ કી ગોરી, આજ બડી ઉદાસી છાઈ હૈ તુમ્હારે યાદોં કે આસમાન મેં? - અશ્વિન, મારા જીવનમાં ઘણા ત્રિભેટાવાળા વળાંક આવ્યા. - એટલે? - સામાન્ય રીતે દ્વિમાર્ગી વળાંક પર એક સાચો અને એક ખોટો વળાંક હોય છે, તમારે બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે એટલે કોઈ દ્વિધા નથી થતી, આ પાર કે પેલે પાર. જો જીવન માર્ગના કોઈ વળાંકે ત્રિભેટો આવી જાય તો ત્યાં એક સાચો, એક ખોટો અને ...Read More

25

તારી સંગાથે - ભાગ 25

ભાગ 25 24 ઓગસ્ટ 2018, શુક્રવાર સાંજના 7.50 -------------------------------------------------- - પશ્ચિમમાં સૂર્ય ઊગ્યો કે નહીં, ઐશવિન? - કેમ અંગ્રેજ બની ગઈ? - તેં જ કહ્યું હતું ને કે શરૂઆતમાં ત્યાંના બધા લોકો તને ‘ઐશવિન’ કહેતા, પછી તું ‘ઐશ’ બની ગયો. તે યાદ આવ્યું. જો અહીં સંધ્યા, નિશા તરફ આગળ વધી રહી છે. ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. ઝાડ નીચે જોયું, તું ક્યાંક ઊભેલો મળી જાય! - તું ગજબ છે યાર! વરસાદમાં મને યાદ કરી જ લે છે. મારો સૂર્ય સવારે છ વાગે ઊગે છે. ચા-નાસ્તો, દવા લીધી. ફોન હાથમાં લીધો તો દેવીનો ફોટો દેખાયો. કાલથી એક ગીત ...Read More

26

તારી સંગાથે - ભાગ 26

ભાગ 26 26 ઓગસ્ટ 2018, રવિવાર સવારના 9.40 ----------------------------------------------------- - હેલો સુંદરી, સવારનો ચા-નાસ્તો થયો કે નહીં? ‘વાલમનું એ તો મધમીઠું નામ, એને બોલું તો ક્યમ કરી બોલું?’ - આટલા મીઠાં મીઠાં ગીત ક્યાંથી શોધી લાવે છે, દોસ્ત? - મને ખબર નથી, જ્યારે હું તને ભવન્સ કૉલેજના કેમ્પસમાં જોઉ છું, એની મેળે જ જુબાન પર આવી જાય છે. - અને તું મને પણ ત્યાં લઈ જાય છે! - અહીંની એક હસીન સાંજ આજ તારે નામ! ડયુટી પર છું. પેશન્ટ અંકલ અને તેમની પત્નીને ક્લબમાં લઈ ગયો હતો, થોડી વાર પહેલાં પાછો ફર્યો છું. તેમને દવા આપી, બ્લડ પ્રેશર ...Read More

27

તારી સંગાથે - ભાગ 27

ભાગ 27 28 ઓગસ્ટ 2018, મંગળવાર સવારના 10.25 -------------------------------------------------------- - ઊંઘી ગયો કે શું? - તારો ચહેરો વિના કેવી રીતે ઊંઘી જાઉં? - ઉફ્ફ, ફરી મજાક? - છોકરી, તને ચીડવવાની ખૂબ મજા આવે છે. જ્યારે હું તારી સાથે વાત કરું છું, ત્યારે ફરીથી એજ કૉલેજીયન બની જાઉં છું. ઘરનું કામકાજ પતી ગયું? - નાસ્તો લીધો. હજી થોડી રસોઈ બાકી છે. થોડો સમય જાગતા રહો. - અગિયાર વાગ્યા સુધી જ જાગીશ. મોબાઇલના પ્રોફાઇલ પિક્ચરમાં તને જોઈ જોઈને આંખો થાકી ગઈ! - ચાલ ત્યારે, થોડી વાર વાત કરીએ. તારી ઊંઘ ડીસ્ટર્બ ન થવી જોઈએ. બોલ, પ્રોફાઇલ પિક્ચરમાં મને જોયા ...Read More

28

તારી સંગાથે - ભાગ 28

ભાગ 28 30 ઓગસ્ટ 2018, ગુરુવાર સવારના 10.25 ----------------------------------------------------- - સવારની સલામ, ગુડ્ડુ. - સલામ બાલા. શું વાત આજે નવું નામ! - તું એટલો ગુડ-ગુડ છો કે આ નામ જ ગમી ગયું. અત્યારે શું કરી રહ્યો છે? - આજે, બુધવારે સાંજે સાતથી નવ બાઇબલ સ્ટડીમાં ગયો હતો. ત્યાં જ જમી લીધું. આરામ કરી રહ્યો છું. તું કહે, કેવું રહ્યું વિવાનનું બર્થડે સેલિબ્રેશન? - ખૂબ સરસ. તેના બધા મિત્રોને સપરિવાર આમંત્રણ આપ્યું હતું. બાળકોએ ખૂબ મસ્તી કરી. - દીકરા-વહુ સાથે તારો ખૂબ જ પ્રેમાળ સંબંધ છે. - સાચે જ છે. તેમનું કાર્યક્ષેત્ર સંપૂર્ણપણે અલગ છે. જ્યાં કામના સમયની કોઈ ...Read More

29

તારી સંગાથે - ભાગ 29

ભાગ 29 31 ઓગસ્ટ 2018, શુક્રવાર રાતના 11.45 --------------------------------------------------- - વાહ, સખી! તારા હૃદયનો અવાજ આ પત્રમાં સત્યનાં છાંટણાં કરી રહ્યો છે. સોળ વર્ષની કોમળ વયે એક કિશોરી કોઈ યુવક તરફ આકર્ષાય તે તો સમજી શકાય, પરંતુ તે આકર્ષણ પ્રેમનું એક વટવૃક્ષ બનીને તેનાં જીવનમાં આટલા લાંબા સમય સુધી છવાયેલું રહે, તે આશ્ચર્યજનક લાગે છે! પણ આવું બન્યું. જો આપણે યુ.એસ.એ. જેવા વિકસિત દેશમાં રહેતા હોત, તો તારા મનમાં સમાજ કે ધર્મનો ડર ન હોત. અહીંનો સમાજ સંકુચિત વિચારસરણી ધરાવતો નથી અને ધર્મ પણ ઘર સુધી મર્યાદિત છે. આપણા દેશમાં ધર્મ ઉપર પંડિત, મુલ્લા, પાદરીઓનો અધિકાર છે, તેથી ...Read More

30

તારી સંગાથે - ભાગ 30 - (છેલ્લો ભાગ)

ભાગ 30 પરિચય મલ્લિકા મુખર્જી 23 ઓક્ટોબર, 1956 ના રોજ ચંદનનગર (પશ્ચિમ બંગાળ) માં જન્મેલા, મલ્લિકા મુખર્જીએ શિક્ષણ લીધું. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (IGNOU) માંથી હિન્દી સાહિત્યમાં એમ.એ. કર્યું. નાનપણથી જ તેમને સાહિત્ય પ્રત્યે લગાવ રહ્યો છે. ઓક્ટોબર 2016 માં ગુજરાત, અમદાવાદના પ્રિન્સિપલ ડાયરેક્ટર ઓફ ઓડિટ (સેન્ટ્રલ) ની કચેરીમાંથી વરિષ્ઠ ઓડિટ ઓફિસરના પદ પરથી નિવૃત્ત થયા પછી તેઓ સ્વતંત્ર લેખનમાં વ્યસ્ત છે. તેઓ ગુજરાતી, બાંગ્લા અને હિન્દી ભાષામાં તેમની રચનાઓ લખે છે. પ્રકાશિત કાવ્યસંગ્રહો ‘મૌન મિલન કે છંદ’ (2010), 'એક બાર ફિર' (2015) અને પ્રકાશિત યાત્રા- સંસ્મરણ 'મેરા સ્વર્ણિમ બંગાલ' (2020) ...Read More