નળ દમયંતી ની વાર્તા

(9)
  • 14.9k
  • 3
  • 7.1k

દ્યુતક્રીડામાં સર્વસ્વ હારી ગયા બાદ, પાંચ પાંડવ અને દ્રૌપદીને બાર વર્ષનો વનવાસ થયો. ખિન્ન અવસ્થામાં સૌ કામ્યક વનમાં આવ્યા બાદ, અર્જુન એક દિવસ શસ્ત્ર લેવા ઇન્દ્રલોકમાં ગયો, ત્યારે તેની ગેરહાજરી ખૂબ જ સાલતા ઉદાસ પાંડવો અંદરોઅંદર કોઈક વાર્તાગોષ્ટિ કરી રહ્યા હતા અને ત્યારે જ મહર્ષિ બૃહદશ્વા તેમના આશ્રમમાં આવતા જોવા મળ્યા. મહર્ષિ બૃહદશ્વાને આવતા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર આગળ વધ્યા અને શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર તેમની સ્વાગતપૂજા કરી, તેમને આસન પર બેસાડ્યા. થોડા વિશ્રામ પછી યુધિષ્ઠિરે તેમને પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, “મહારાજ! કૌરવોએ કપટબુદ્ધિથી મને આમંત્રી મારી સાથે છળપૂર્વક જુગાર રમ્યો અને મારું રાજપાટ ધનવૈભવ સર્વકઈં છીનવી લીધું, અને તે એટલું જ નહીં, તેણે મારી પ્રિય દ્રૌપદીને સભામાં ખેંચી લાવીને તેને અપમાનિત કરી. અંતે, તેઓએ અમને કાળી મૃગછાલ પહેરાવી વનવાસ વ્હોરવા લાચાર કરી મુકયા. હે મહર્ષિ..! હવે તમે જ મને કહો કે આ પૃથ્વી પર મારા જેવો ભાગ્યહીન રાજા બીજો કોણ હશે..! તમે મારા જેવો વ્યથિત અને પીડિત બીજે ક્યાંય જોયો કે સાંભળ્યો છે?”

1

નળ દમયંતી ની વાર્તા - ભાગ 1

દ્યુતક્રીડામાં સર્વસ્વ હારી ગયા બાદ, પાંચ પાંડવ અને દ્રૌપદીને બાર વર્ષનો વનવાસ થયો. ખિન્ન અવસ્થામાં સૌ કામ્યક વનમાં આવ્યા અર્જુન એક દિવસ શસ્ત્ર લેવા ઇન્દ્રલોકમાં ગયો, ત્યારે તેની ગેરહાજરી ખૂબ જ સાલતા ઉદાસ પાંડવો અંદરોઅંદર કોઈક વાર્તાગોષ્ટિ કરી રહ્યા હતા અને ત્યારે જ મહર્ષિ બૃહદશ્વા તેમના આશ્રમમાં આવતા જોવા મળ્યા. “મહારાજ! કૌરવોએ કપટબુદ્ધિથી મને આમંત્રી મારી સાથે છળપૂર્વક જુગાર રમ્યો અને મારું રાજપાટ ધનવૈભવ સર્વકઈં છીનવી લીધું, અને તે એટલું જ નહીં, તેણે મારી પ્રિય દ્રૌપદીને સભામાં ખેંચી લાવીને તેને અપમાનિત કરી. અંતે, તેઓએ અમને કાળી મૃગછાલ પહેરાવી વનવાસ વ્હોરવા લાચાર કરી મુકયા. હે મહર્ષિ..! હવે તમે જ મને ...Read More

2

નળ દમયંતી ની વાર્તા - ભાગ 2

દ્વાપરે તેમની વાત સ્વીકારી. પછી, દ્વાપર અને કલિ બંને નળની રાજધાનીમાં જઈને સ્થાયી થયા. બાર વર્ષ સુધી બન્ને એ પ્રતીક્ષામાં રહ્યા કે નળરાજામાં કોઈ દોષ જોવા મળે, આખરે એક દિવસ તેમની એ પ્રતિક્ષાનો અંત આવ્યો, અને નળરાજાનું ભાગ્ય-પતન પ્રારંભ થયું. તો, નળરાજાની કાયા-પ્રવેશ માટે વર્ષોથી લાગ જોઈ રહેલા કલિની પ્રતિક્ષાનો તે દિવસે અંત આવ્યો કે જ્યારે, એક દિવસ સાંજે લઘુશંકામાંથી પરવારીને પગ ધોયા વગર જ આચમન કરીને તેઓ સંધ્યા-પૂજન કરવા બેસી ગયા. તેમની આવી અશુદ્ધ અવસ્થા જોઈને કલિ તેના શરીરમાં સરળતાથી પ્રવેશી શક્યો. કળીજુગ દ્વાપર મળીને આવ્યા, પુષ્કર કેરે પાસ રે; વેશ વિપ્રનો ધરયો અધર્મી, ને બન્યો મસ્તક ડોલે ...Read More

3

નળ દમયંતી ની વાર્તા - ભાગ 3

નળ દમયંતી ભાગ 3 નિષધદેશના રાજા નળ અને તેમની પત્ની દમયંતી પર દ્યુતક્રીડા થકી આવી પડેલ વિપદાની પાંડવોને વાત કરતાં ઋષિ બૃહદશ્વા અધવચ્ચે જ અટકી ગયા અને પછી થોડો વિશ્રામ લઈને બોલ્યા- રાજાનળ કષ્ટપુર્વક ભોંય પર સૂઈ ગયા. તો દમયંતીના જીવનમાં પણ આવી વિકટ પરિસ્થિતિ ક્યારેય આવી નહોતી. કિન્તુ એ સુકુમારી પણ ત્યાં જ સૂઈ ગઈ. આંખો ખુલતા જ રાજ્ય છીનવાઈ જવાના, સ્વજનો છૂટા પડવાના, અને કપડાં સાથે ઉડતા પક્ષીઓના આદિ એક પછી એક દ્રશ્યો નજર સમક્ષ આવવા લાગ્યા. અંતે, રાજાનળે નક્કી કર્યું કે- ‘દમયંતીને છોડીને જવું જ વધુ શ્રેયસ્કર છે. દમયંતી તો સાચી પતિવ્રતા નારી છે. માટે તેની ...Read More