ફરેબ

(285)
  • 50.4k
  • 25
  • 32.5k

આ ગીત ગણગણતી કશીશ કારમાંથી ઊતરી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી. તેણે કી-ચેઈનમાં વોર્ડરોબ-તિજોરી અને કારની ચાવીઓ ભેગી ભેરવાયેલી મુખ્ય દરવાજાની ચાવી લૅચ-કી વાળા તાળમાં લગાવીને ફેરવી. લૉક ખુલ્યું. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ. તેણે રોજની ટેવ મુજબ બાજુમાં જ પડેલા ઊંચા ટેબલ પર કી-ચેઈન મૂકી દઈને દરવાજો બંધ કર્યો, અને બેડરૂમ તરફ આગળ વધી. ત્યાં જ તેના કાને બેડરૂમની અંદરથી સળવળાટ સંભળાયો. તે ચોંકી. તે રોકાઈ ગઈ. ‘તેના બેડરૂમમાં તે વળી કોણ ઘૂસીને બેઠું છે ? !’ આ સવાલ સાથે તે બિલ્લીપગલે બેડરૂમના દરવાજા તરફ ચાલી. તે બેડરૂમના દરવાજા પાસે પહોંચી. તેણે અંદર નજર નાંખી, એ જ વખતે ડ્રેસિંગ ટેબલ સામે ઊભેલો યુવાન તેની તરફ ફર્યો.

Full Novel

1

ફરેબ - ભાગ 1

H.N. Golibar ( પ્રકરણ : 1 ) ‘હર કીસિકો નહિ મિલતા, યહાં પ્યાર જિંદગી મેં..., ખુશનસીબ હંય વો, હૈ મિલી, યે બહાર જિંદગી મેં...!’ આ ગીત ગણગણતી કશીશ કારમાંથી ઊતરી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી. તેણે કી-ચેઈનમાં વોર્ડરોબ-તિજોરી અને કારની ચાવીઓ ભેગી ભેરવાયેલી મુખ્ય દરવાજાની ચાવી લૅચ-કી વાળા તાળમાં લગાવીને ફેરવી. લૉક ખુલ્યું. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ. તેણે રોજની ટેવ મુજબ બાજુમાં જ પડેલા ઊંચા ટેબલ પર કી-ચેઈન મૂકી દઈને દરવાજો બંધ કર્યો, અને બેડરૂમ તરફ આગળ વધી. ત્યાં જ તેના કાને બેડરૂમની અંદરથી સળવળાટ સંભળાયો. તે ચોંકી. તે રોકાઈ ગઈ. ‘તેના બેડરૂમમાં તે વળી ...Read More

2

ફરેબ - ભાગ 2

( પ્રકરણ : 2 ) કશીશની જગ્યાએ કોઈ બીજી પત્ની હોત તો એ પણ ખળભળી ઊઠી હોત ! વાત એવી હતી ને ! કશીશ પોતાના પતિ અભિનવથી ચોરી-છુપે પોતાના પ્રેમી નિશાંતને મળવા માટે નિશાંતના ઘરે આવી હતી, અને તે નિશાંત સાથે પ્રેમભરી વાતોમાં મસ્ત હતી, ત્યાં જ કોઈ બંધ દરવાજા બહાર બુકે સાથે આ નનામી ચિઠ્ઠી મૂકી ગયું હતું. નિશાંત એ ચિઠ્ઠી વાંચી ગયો હતો, પણ અત્યારે કશીશે નિશાંતના હાથમાંથી એ ચિઠ્ઠી લીધી ને એની પર નજર દોડાવી. ‘કશીશ ! તું અહીં પ્રેમમાં મસ્ત છે, જ્યારે બીજી તરફ તારી મોતની બાજી બિછાવવામાં આવી રહી છે. ‘એ બાજી કોણ બિછાવી ...Read More

3

ફરેબ - ભાગ 3

( પ્રકરણ : 3 ) કશીશનો પતિ અભિનવ સામે પડેલા પલંગની ઉપરની દીવાલ પર લાગેલો સિંહનો ફોટો જોઈ રહ્યો જ્યારે કશીશના પ્રેમી નિશાંતની નજર પલંગની ડાબી બાજુની ટિપૉય પર પડેલા કશીશના મંગલસૂત્ર પર હતી. જો અભિનવની નજર એ મંગલસૂત્ર પર પડી જાય અને એ મંગલસૂત્ર કશીશનું છે એ જો અભિનવ ઓળખી જાય તો એ ભેદ ખુલી જાય એમ હતો કે, કશીશ અહીં તેની પાસે આવતી હતી !!! ‘આ સિંહનો ફોટો એકદમ નજીકથી લીધો હતો કે...’ ‘ના.’ અભિનવ પોતાનો સવાલ પૂરો કરે એ પહેલાં જ નિશાંતે જવાબ આપ્યો : ‘ટેલિ-લેન્સથી લીધો હતો, નજીકથી લઉં તો સિંહ મને ફાડી ન ખાય ...Read More

4

ફરેબ - ભાગ 4

( પ્રકરણ : 4 ) ‘બચા..વ...!’ની ચીસ પાડતાં કશીશ રેઈનકોટવાળા માણસના હાથમાંથી છુટવા-છટકવા ગઈ, પણ ત્યાં જ રેઈનકોટવાળા માણસે હાથમાંનું ખંજર પૂરા જોર અને જોશ સાથે કશીશના પેટમાં ખોંપી દીધું, -ખચ !!! -અને કશીશે એક પીડાભરી ચીસ પાડી, અને..., અને એ સાથે જ કશીશની આંખો ખૂલી ગઈ અને તે પલંગ પર સફાળી બેઠી થઈ ગઈ. તેણે પોતાના પેટ તરફ અને પછી રૂમમાં ચારે બાજુ જોયું. તેને ખંજર વાગ્યું નહોતું. રૂમમાં કોઈ રેઈનકોટવાળો માણસ પણ નહોતો. તેણે એક નિશ્વાસ નાંખ્યો. રેઈનકોટવાળા માણસના રૂપમાં આવીને અભિનવે તેનું ખૂન કર્યું હતું, એવું તેને સપનું આવ્યું હતું. તેણે સામેની કાચની બંધ બારી બહાર ...Read More

5

ફરેબ - ભાગ 5

( પ્રકરણ : 5 ) ‘મને જેલની હવા માફક નથી આવતી ! હું કશીશનું ખૂન કરીશ અને એક કરોડ એશ કરીશ ! !’ નિશાંત સ્મિત રમાડતાં બોલ્યો. એટલે અભિનવ હસ્યો : ‘મને ખાતરી હતી જ કે તું પ્રેમનો નહિ, પૈસાનો જ ભુખ્યો છે.’ ‘પ્રેમથી પેટ થોડું ભરાય છે, મારા દોસ્ત ? ! પેટ તો રૂપિયાથી ભરાય છે.’ નિશાંત હસ્યો : ‘બોલ, મને તું કયારે રૂપિયા આપીશ ?’ ‘તું કાલ બપોરના એક વાગ્યે મારા ઘરે આવજે, ત્યાં હું તને વીસ લાખ રૂપિયા આપવાની સાથે જ કશીશના ખૂનનો ફૂલપ્રુફ પ્લાન પણ સમજાવી દઈશ.’ અભિનવે કહ્યું : ‘કશીશનું ખૂન થઈ જશે એટલે ...Read More

6

ફરેબ - ભાગ 6

( પ્રકરણ : 6 ) કશીશે તેના પતિ અભિનવનું ખૂન કરી નાખવાની વાત કરી, એટલે નિશાંત વિચારમાં પડી ગયો ‘આખરે તેને કોને મારી નાખવામાં વધારે ફાયદો છે ? ! અભિનવના કહેવાથી કશીશને ખતમ કરવામાં તેને વધુ ફાયદો છે કે, પછી કશીશના કહેવાથી અભિનવનું ખૂન કરી નાખવામાં તેને વધારે ફાયદો છે ? !’ અને અત્યારે હવે નિશાંતે વિચારી લીધું. ‘અભિનવ અને કશીશ બન્નેમાંથી કોનું ખૂન કરવું ?’ એનો નિર્ણય લઈ લીધો. ‘નિશાંત ?’ નિશાંતના કાને કશીશનો અવાજ પડયો, એટલે તેણે કશીશ સામે જોયું. કશીશે તેને અધીરાઈભેર પૂછયું : ‘તું એકદમ ચુપ કેમ થઈ ગયો, નિશાંત, તેં.., તેં કોઈ જવાબ કેમ ...Read More

7

ફરેબ - ભાગ 7

( પ્રકરણ : 7 ) અભિનવ અને કશીશ, બન્ને પતિ-પત્ની અત્યારે પલંગ પર બાજુ-બાજુમાં સૂતા હતા. બન્ને અત્યારે એકબીજા પ્રેમભરી નજરે જોઈ રહ્યાં હતાં, પણ બન્નેના દિલમાં તો એકબીજા માટે દગાબાજી હતી-ફરેબ હતો ! ! અભિનવે કશીશનું ખૂન કરવાની બાજી ગોઠવી હતી, તો કશીશે અભિનવને મોતને ઘાટ ઉતારી દેવાનો પેંતરો રચ્યો હતો. અને બન્નેએ ખૂની તરીકે નિશાંતને પસંદ કર્યો હતો ! અભિનવે એક કરોડ રૂપિયાના બદલામાં નિશાંતને કશીશને ખતમ કરવા માટે તૈયાર કર્યો હતો, અને કશીશે પ્રેમના જોરે નિશાંતને અભિનવનું ખૂન કરવા રાજી કર્યો હતો ! નિશાંતે અભિનવ અને કશીશ બન્નેને વાયદો કર્યો હતો કે, ‘‘તે કાલે રવિવારની રાતે ...Read More

8

ફરેબ - ભાગ 8

( પ્રકરણ : 8 ) સામેથી-કલબમાંથી અભિનવે કશીશને જોડેલા ફોન પર, ‘હૅલ્લો ! કોણ છે ? હૅલ્લો !’ કરી કશીશને કોઈ તેની પાછળ આવતું હોવાનો અણસાર આવ્યો અને તે ચોંકીને પાછળ ફરવા ગઈ, ત્યાં જ મહોરાવાળો માણસ તેની પર ત્રાટકયો. મહોરાવાળા માણસે પોતાના ડાબા હાથે કશીશને કમર પાસેથી પકડી લીધી ને જોરથી પ્લટફોર્મ તરફ ધકેલી. કશીશના હાથમાંથી ફોનનું રિસીવર છટકી જવાની સાથે જ તે ચીસ પાડતી પ્લેટફોર્મ પર પડેલી ગેસની સગડી પર પડી. તે મહોરાવાળા માણસ તરફ ફરીને જોવા ગઈ પણ એ પહેલાં જ પાછળથી મહોરાવાળા માણસે તેના લાંબા વાળ પકડીને જોરથી ખેંચ્યા અને પછી તેને એક આંચકા સાથે ...Read More

9

ફરેબ - ભાગ 9

( પ્રકરણ : 9 ) સામે નિશાંતની નહિ, પણ કોઈ બીજા જ માણસની લાશ પડી હતી એ જોઈને ખળભળી અભિનવ એ માણસના ચહેરાને તાકી રહ્યો. તે એ માણસને જાણતો નહોતો-પિછાણતો નહોતો ! ‘તમે...,’ અત્યારે હવે અભિનવના કાને સબ ઈન્સ્પેકટર રાવતનો સવાલ અફળાયો : ‘...તમે આને ઓળખો છો ? !’ અભિનવે જવાબ આપ્યો : ‘...નહિ તો !’ ‘તો પછી તમે આને જોઈને ચોંકી ગયા હો એવું કેમ લાગ્યું ?’ ‘મને તો નથી લાગ્યું કે, હું ચોંકયો હોંઉ.’ અભિનવ બોલ્યો : ‘હા, આણે મારી પત્ની પર હુમલો કર્યો હતો એ બદલ મારા મનમાં ગુસ્સો જરૂર જાગ્યો.’ ‘હં !’ કહેતાં રાવતે લાશ ...Read More

10

ફરેબ - ભાગ 10

( પ્રકરણ : 10 ) કશીશ ઘરમાં એકલી હતી, ત્યાં જ તેના કાને કોઈના પગલાંનો અવાજ સંભળાયો, એટલે ચોંકી તે સફાળી પલંગ પરથી ઊભી થઈ ગઈ. તેણે નજીકમાં જ ટિપૉય પર પડેલી ફ્રુટની પ્લેટમાંનું ચપ્પુ હાથમાં લઈ લીધું અને દરવાજા તરફ સરકી. તે દરવાજા પાસે પહોંચી, ત્યાં જ તેને લાગ્યું કે તેની સામે મહોરાવાળો માણસ આવ્યો અને તેણે એક ચીસ સાથે હાથમાનું ચપ્પુ અધ્ધર કર્યું, ત્યાં જ તેના કાને અવાજ સંભળાયો : ‘હું છું, કશીશ ! આ તું શું કરી રહી છે, કશીશ !’ અને આ સાંભળતાં જ કશીશ જાણે ભાનમાં આવી. તે ફાટેલી આંખે જોઈ રહી. તેની સામે ...Read More

11

ફરેબ - ભાગ 11

( પ્રકરણ : 11 ) સબ ઈન્સ્પેકટર રાવત પોલીસ ચોકીમાં બેઠો હતો. થોડીક વાર પહેલાં જ તેના હાથમાં કશીશ હુમલો કરનાર મહોરાવાળા માણસની માહિતીની ફાઈલ આવી હતી. અત્યારે તે એ માહિતી પર ધ્યાનથી નજર ફેરવી રહ્યો હતો અને કશીશ સાથે બનેલી આખી ઘટનાની કડીઓ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ‘સાહેબ !’ અત્યારે તેના કાને હેડ કૉન્સ્ટેબલ નિગમનો અવાજ પડયો, એટલે તેણે ફાઈલમાંથી નજર ઊઠાવીને સામે જોયું. દરવાજા પાસે નિગમની બાજુમાં કશીશ ઊભી હતી. ‘આ તમને મળવા માંગે છે !’ નિગમે કહ્યું. ‘આવો !’ રાવતે કશીશના હાવભાવ વાંચતાં કહ્યું : ‘બેસો !’ કશીશ તેની સામેની ખુરશી પર બેઠી. નિગમ કશીશની ...Read More

12

ફરેબ - ભાગ 12

( પ્રકરણ : 12 ) સાંજના સવા છ વાગ્યા હતા. અભિનવ પોતાની ઑફિસમાં બેઠો હતો. તેની સામે તેના બિઝનેસ જયનીલ અને ઉદિત બેઠા હતા. જયનીલ અને ઉદિતના ચહેરા પર ચિંતાના વાદળાંઓ ઘેરાયેલાં હતાં. ‘અભિનવ !’ ઉદિત ધૂંધવાટભર્યા અવાજે બોલ્યો : ‘અમે તારી ગણતરી પર ભરોસો મૂકયો અને તને સાથ આપ્યો. અમને એમ કે આપણે માલામાલ થઈ જઈશું, પણ તારી ગણતરી તદ્દન ખોટી પડી અને આપણે રસ્તા પર આવી જઈએ એવી હાલત થઈ ગઈ.’ ‘તું ભૂલે છે, ઉદિત !’ જયનીલ રડું-રડું થતા અવાજે બોલ્યો : ‘આપણે રસ્તા પર જ નહિ, પણ જેલભેગા થઈ જઈએ એવી આપણી હાલત થઈ ગઈ છે.’ ...Read More

13

ફરેબ - ભાગ 13

( પ્રકરણ : 13 ) પોતાની પત્ની કશીશના પ્રેમી નિશાંત પાસેથી નીકળેલો અભિનવ બેન્કમાં પહોંચ્યો. તેણે પોતાના લૉકરમાંથી હજાર-હજાર નોટોના એંસી બંડલો લીધા અને બેગમાં મૂકયા. તે રૂપિયા લઈને ઑફિસે પહોંચ્યો, તો સેક્રેટરી જેસ્મીને તેને કહ્યું : ‘સર ! કશીશમેડમ આવ્યાં છે, તમારી ઑફિસમાં બેઠાં છે.’ ‘હં !’ ને અભિનવે જેસ્મીનને સૂચના આપી : ‘હું કહું નહિ ત્યાં સુધી અમને ડીસ્ટર્બ કરશો નહિ.’ ‘ઑ. કે. સર !’ જેસ્મીને કહ્યું, એટલે અભિનવ ઑફિસનું બારણું ખોલીને અંદર દાખલ થયો. તેની ખુરશી પર કશીશ બેઠી હતી, તેની આંખો સહેજ ઝીણી થઈ. ‘મને અહીં આવેલી જોઈને ચોંકી ગયો ?’ કશીશે કહ્યું. ‘ના !’ ...Read More

14

ફરેબ - ભાગ 14

( પ્રકરણ : 14 ) મુંબઈથી ઊપડેલી ટ્રેન દિલ્હી તરફ દોડી જઈ રહી હતી. ટ્રેનની એક બૉગીમાંના કૂપેમાં ખૂની ખેલાઈ રહ્યો હતો. અભિનવે નિશાંતના પેટમાં ચપ્પુ હુલાવ્યું અને ફેરવ્યું, એટલે નિશાંતના ચહેરા પર પીડા આવવાની સાથે જ નિશાંતનો જીવ ગળે આવી ગયો હતો. અત્યારે નિશાંતે અભિનવની પકડમાંથી છુટવા-છટકવાનો પ્રયત્ન કર્યો, પણ પેટમાં ખુંપેલા ચપ્પુએ લોહીના રેલા સાથે તેના શરીરની મોટાભાગની શક્તિ પણ બહાર રેલાવી દીધી હતી. અભિનવે નિશાંતના મોઢા પર હાથ દબાવેલો ને પેટમાં ચપ્પુ ખુપાડેલું રાખતાં તેેને સીટ પર બેસાડયો : ‘મારી સાથે બિઝનેસ કરવા આવ્યો હતો ને,’ અભિનવે દાંત કચકચાવતાં કહ્યું ંઃ ‘મારી સાથેના આ સોદો કેવો ...Read More

15

ફરેબ - ભાગ 15

( પ્રકરણ : 15 ) ‘....મેં અભિનવને શૂટ કરી દીધો. એને હંમેશ માટે આપણાં રસ્તામાંથી હટાવી દીધો. તું આવી હું તારી વાટ જોઈ રહી છું.’ સબ ઈન્સ્પેકટર રાવત અભિનવનું શબ લઈને ગયો એ પછી કશીશે મોબાઈલ ફોન પર જે યુવાન સાથે આવી વાત કરી હતી, એ યુવાનની કશીશ અધીરા મન સાથે વાટ જોઈ રહી હતી. ત્યાં જ અત્યારે તેના કાને કમ્પાઉન્ડમાં મોટવસાઈકલ દાખલ થયાનો અવાજ સંભળાયો. તે મલકી ઊઠી. ‘...એ આવી ગયો.’ તેનું મન બોલી ઊઠયું, મુખ્ય દરવાજા પાસે દોડી જવા માટે થનગની ઊઠેલા મનને તેણે ટપાર્યું : ‘પાગલ, એને અહીં જ બેડરૂમમાં આવવા દે !’ અને તે ત્યાં ...Read More

16

ફરેબ - ભાગ 16 (છેલ્લો ભાગ)

( પ્રકરણ : 16 ) ઈશાને કશીશના વાળ પકડીને એની છાતીમાં ચપ્પુ હુલાવી દેવા માટે હાથ અદ્ધર કર્યો, ત્યાં તેના કાને પાછળના દરવાજા તરફથી ધમ્‌ એવો અવાજ અફળાયો. તેનો હાથ રોકાઈ ગયો, તેણે પાછું વળીને જોયું તો તેને પગ નીચેની જમીન સરકી જતી લાગી. બેડરૂમના દરવાજા પાસે સબ ઈન્સ્પેકટર રાવત તેની તરફ રિવૉલ્વરની અણી તાકીને ઊભો હતો. ‘દોસ્ત...! ડાહ્યો થઈને તારા હાથમાંનું ચપ્પુ નીચે ફેંકી દે.’ સબ ઈન્સ્પેકટર રાવતે કહ્યું, એટલે ઈશાને ફરી કશીશ તરફ જોયું, પણ અત્યાર સુધીમાં કશીશ તેનાથી દૂર સરકી ચૂકી હતી. ‘સારું થયું, તમે આવી ગયા !’ ઈશાને સબ ઈન્સ્પેકટર રાવત આમ અચાનક અને અણધાર્યો ...Read More