દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન

(24)
  • 24.4k
  • 1
  • 8.8k

કેમ છો સૌ? દિવાળીની સાફસફાઈ થઈ ગઈ? ક્યાં ફરવા જવાનાં છો? જો પ્રોગ્રામ હજુ નક્કી ન હોય કે પછી વિચારતાં હો કે વધારે રજા નથી તો ફરવા કેવી રીતે જઈએ? તો ચાલો, હું તમને લઈ જાઉં એક સરસ જગ્યાએ, જ્યાં ફરીને તમે ખુશ થઈ જશો. એકદમ તાજામાજા થઈને ઘરે પાછા આવશો. હા, એટલું છે કે આ સ્થળે તમારે ફરજીયાત શારિરીક રીતે ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે અને કોઈ મોટા રોગનાં શિકાર થયેલાં હોવાં ન જોઈએ. હ્રદયને લગતી કે બ્લડપ્રેશરને લગતી કોઈ પ્રકારની બીમારીનો શિકાર ન હોવાં જોઈએ. સતત પાણી પીતાં રહેવાની આદત હોવી જોઈએ. થોડી સલામતી સાથે આ સ્થળની મજા લેવી એ એક લ્હાવો છે.

1

દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1

ધારાવાહિક :- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.ભાગ 1લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીકેમ છો સૌ? દિવાળીની સાફસફાઈ થઈ ગઈ? ક્યાં જવાનાં છો? જો પ્રોગ્રામ હજુ નક્કી ન હોય કે પછી વિચારતાં હો કે વધારે રજા નથી તો ફરવા કેવી રીતે જઈએ? તો ચાલો, હું તમને લઈ જાઉં એક સરસ જગ્યાએ, જ્યાં ફરીને તમે ખુશ થઈ જશો. એકદમ તાજામાજા થઈને ઘરે પાછા આવશો. હા, એટલું છે કે આ સ્થળે તમારે ફરજીયાત શારિરીક રીતે ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે અને કોઈ મોટા રોગનાં શિકાર થયેલાં હોવાં ન જોઈએ. હ્રદયને લગતી કે બ્લડપ્રેશરને લગતી કોઈ પ્રકારની બીમારીનો શિકાર ન હોવાં જોઈએ. સતત ...Read More

2

દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 2

ધારાવાહિક :- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.ભાગ 2લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીલો! ફરીથી આવી ગઈ આપ સૌની સમક્ષ પ્રવાસે જવા માટે. ચારેય જણા કાર લઈને ઈમેજીકા જવાનાં હતાં. બધો પ્લાન નક્કી કરી તેઓ છૂટા પડ્યા. ફટાફટ બંને યુગલે પોતાનાં સામાન પેક કરવાની તૈયારી કરવા માંડી. એકબીજાની સાથે ફોન પર સામાન પેક થઈ ગયાનું કન્ફર્મ કર્યું અને બીજા દિવસે સાથે મળીને મજા કરવાનાં અને એક સુંદર સ્થળની મુલાકાત લેવાનાં વિચારો સાથે સુઈ ગયા.બીજા દિવસે સવારે નક્કી કરેલા સમય મુજબ બધાં રાજનાં ઘરે ભેગા થયાં. થોડી વાર એને ત્યાં બેઠા અને પછી ચારેય જણાં સાથે નીકળી ગયાં. રાજની કાર લઈને તેઓ ...Read More

3

દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 3

ધારાવાહિક :- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.ભાગ 3લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆમ, અચાનક આટલી સરસ જગ્યાનો પ્લાન બનાવ્યો હોવાથી જવાની સૌને જબરદસ્ત ઉત્સુકતા હતો. હજુ તો અંદર જવાનું પણ બાકી હતું ને મન તો ત્યાં હિલોળે ચઢ્યું હતું ચારેયનું!અંદર ગયા પછી ટિકિટ લેવાની હતી, કારણ કે એ લોકોએ તો ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. અંદર જઈને જોયું તો તેઓ ચોંકી ગયા. સ્થળ પર જ લેવાની ટિકિટની માત્ર પાંચ જ બારી હતી અને એડવાન્સ ઓનલાઈન બુકિંગવાળાઓ માટે વીસ બારીઓ હતી! તેઓ થોડા જલદી પહોંચ્યા હોવાથી રાજ એકલો જ ટિકિટની લાઈનમાં જઈને ચારેયની ટિકિટ લઈ આવ્યો. ભીડ વધારે હોવાની આશંકાથી રાજે પહેલેથી ...Read More

4

દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 4

ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાનભાગ 4લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીલાગે છે કે સૌ કોઈ ઉત્સુક છે વધારે ફરવા બરાબર ને? મજા આવી ને નાઈટ્રોમાં? આવી જ મજા ચારેય જણાંને આવી. પણ એ લોકો માત્ર નાઈટ્રોથી જ ચલાવી લે એવાં થોડાં હતાં!!! એ ચારેય નાઈટ્રોની સફર પૂર્ણ કરી આગળ વધવાનાં હતાં. ચાલો, આપણે પણ એમની સાથે જઈએ.નાઈટ્રો બંધ થઈ ગઈ. એકદમ અટકી ગઈ. માત્ર દસ બાર સેકન્ડનો ખેલ અને સરસ મજાની યાદો અને ઘણો બધો રોમાંચ! ત્યારબાદ સેન્ટ્રલ લોક ખુલી ગયું અને સૌ કોઈ નીચે ઉતરી ગયાં. સાંજ સુધીમાં ફરી એકવાર નાઈટ્રો પર આવવાની વાતો કરતાં કરતાં બીજી રાઇડનો ...Read More

5

દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 5

ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાનભાગ - 5લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો.ફરીથી આવી ગઈ આપણી સફર આગળ વધારવા. વિશ્વા, રાજ, સ્નેહા અને ત્યાં પહોંચેલા મોટા ભાગના લોકોએ ખાવાનું ખાઈ લીધું હતું અને થોડો આરામ કરતાં કરતાં આગળ કેવી રીતે ફરવું એનાં પ્લાન બનાવી રહ્યાં હતાં. જમ્યા પછી મોટી મોટી રાઈડ શક્ય ન્હોતી. આથી એમણે અને ત્યાં આવેલા મોટા ભાગનાં લોકોએ બીજી બધી જગ્યાઓ જોવાનું નક્કી કર્યું. એ ચારેય જણાં ખાઈને, અડધો કલાક આરામ કરીને 'સલીમગઢ' નામની જગ્યાએ ગયા. આ જગ્યા 'અલીબાબા અને ચાલીસ ચોર'ની થીમ પર બનાવવામાં આવી છે. પરંતુ ત્યાં જબરદસ્ત ભીડ હતી અને બહુ લાંબી લાઈન ...Read More

6

દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 6

ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાનભાગ:- 6લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમજા આવી ને ગયા ભાગમાં ડાયનાસોર રાઈડ માણવાની? ચાલો કોઈક બીજી જગ્યાની મજા માણવા જઈએ. ક્યાં એ તો હવે આપણી ધારાવાહિકનાં ચાર નાયકો જ જાણે! પણ ચોક્કસથી કોઈક સારી જગ્યાએ જ લઈ જશે. તો ચાલો, જઈએ વમ્નિ સાથે અને આપણી મજા બેવડાવી દઈએ.ડાયનાસોર રાઈડ માણ્યા બાદ ચારેય જણાં ફરીથી એક વાર સલીમગઢ ગયા. આ વખતે બહુ લાંબી લાઈન ન હોવાથી ત્યાં જ રહ્યાં. દસ મિનિટમાં એમનો નંબર આવી ગયો. ચારેય જણાં રાઈડમાં બેઠાં. આ રાઈડમાં આગળના ભાગે બંદૂક મૂકેલી હોય છે. જેની સાથે એક ડિજિટલ કાઉન્ટર મૂકેલું હોય છે. ...Read More

7

દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 7

ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.ભાગ:- 7લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.ખંડેર જેવી લાગતી હવેલીમાં લાઈનમાં ઉભા રહીને એમાં કરેલ કારીગરીથી ચારેય જણાં અભિભૂત થઈ ગયા. હવે ક્યારે અંદર જવા મળે અને કોઈક નવો જ રોમાંચ અનુભવવા મળે એની રાહ જોવા લાગ્યા.લગભગ ચાલીસેક મિનિટ રાહ જોયા પછી આ ચારેયનો વારો આવ્યો. અહીંયાં એક રાઈડમાં ચાર જણાં બેસી શકતાં હતાં એટલે ચારેય સાથે જ બેઠાં. રાઈડ ધીમે રહીને શરુ કરવામાં આવી અને એક અંધારિયા વિસ્તારમાં દાખલ થઈ. એવું અદ્ભૂત ડેકોરેશન કર્યું હતું કે એમ જ લાગે કે આપણે ખરેખર એક ભૂતિયા હવેલીમાં દાખલ થયા છીએ! એમાં પણ જ્યાં દાખલ થઈએ છીએ ...Read More