માહી - એક ગાઢ રહસ્ય

(70)
  • 36k
  • 6
  • 20.7k

માહી દુલ્હનના ‌ડ્રેસમાં હતી અને હવેલી માંથી ભાગવાની કોશિશ કરી રહી હતી. હવેલીમાં રહેલા પહેરેદારોની આંખોમાં ધૂળ નાખી ત્યાંથી ભાગવામાં કામિયાબ રહી હતી પરંતુ હવેલી થી થોડેજ દુર જતાં તેને આભસ થયો કે હવેલીના જમીનદારો મશાલો અને હાથમાં હથિયારો સાથે તેનો પીછો કરી રહ્યાં છે. અમાસની રાતનું અંધારૂ અને ચારેય બાજુ ફેલાયેલી અસીમ શાંતી તેના ઝાંઝરનો અવાજ કાપી રહી હતી. આખા ગામમાં બસ તેના ઝાંઝરનો રણકાર અને તેના રડવાનો અવાજ સંભળાય રહ્યો હતો. તે મદદ માટે સતત ગામનાં લોકોના દરવાજાને બહારથી ખખડાવી રહી હતી પરંતુ જમીનદારોની બીકે કોઇપણ તેની મદદ કરવા તૈયાર નહોતું. માહી સતત પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી રહી હતી. તે ભાગતાં ભાગતાં કાળ ભૈરવ મંદિરની પાછળ ની દિવાલ તરફ પહોંચી ગઈ. જ્યાંથી ભાગવાનો કોઇપણ રસ્તો નહતો. એટલામાં જ તે બધાં જમીનદારોએ તેને ચારેય બાજુથી ઘેરી લીધી‌‌ તેમાંથી એક માહીની નજીક આવ્યો અને બોલ્યો," હવે ક્યાં જ‌ઈશ છોરી, આજે તો તને આ જમીનદારોના કબજામાંથી કોઈ છોડાવી ન‌ઈ શકે‌. એટલે તારા માટે હારું એજ છે કે તું અમારા માલીકને પોતાને સોંપી દે, નહીતર તારો જીવ લેતા વાર ન‌ઈ લાગે સોંભળી લેજે. "

1

માહી - એક ગાઢ રહસ્ય - 1

માહી દુલ્હનના ‌ડ્રેસમાં હતી અને હવેલી માંથી ભાગવાની કોશિશ કરી રહી હતી. હવેલીમાં રહેલા પહેરેદારોની આંખોમાં ધૂળ નાખી ત્યાંથી કામિયાબ રહી હતી પરંતુ હવેલી થી થોડેજ દુર જતાં તેને આભસ થયો કે હવેલીના જમીનદારો મશાલો અને હાથમાં હથિયારો સાથે તેનો પીછો કરી રહ્યાં છે. અમાસની રાતનું અંધારૂ અને ચારેય બાજુ ફેલાયેલી અસીમ શાંતી તેના ઝાંઝરનો અવાજ કાપી રહી હતી. આખા ગામમાં બસ તેના ઝાંઝરનો રણકાર અને તેના રડવાનો અવાજ સંભળાય રહ્યો હતો. તે મદદ માટે સતત ગામનાં લોકોના દરવાજાને બહારથી ખખડાવી રહી હતી પરંતુ જમીનદારોની બીકે કોઇપણ તેની મદદ કરવા તૈયાર નહોતું. માહી સતત પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ...Read More

2

માહી - એક ગાઢ રહસ્ય - 2

માધુપુર ગામ ગામમાં થનારી આકસ્મિક મૃત્યુ બાદ જાણવા મળ્યું હતું કે એ હત્યાઓ કોઈ આત્મા દ્રારા કરવામાં આવે છે. પ્રયત્નો કરવા છતાં પણ એ આત્માથી ગામજનો ને છુટકારો નહોતો મળતો. એટલા માટે જ ગામના સરપંચ કેવિને શહેરમાંથી એક તાંત્રિક ને બોલાવ્યા હતાં. તે તાંત્રિક ખુબ જ શક્તિશાળી હતાં. તેઓ કોઈ પણ આત્માને પોતાની અંદર કેદ કરવાની શક્તિ ધરાવતાં હતાં. તેઓ આ આત્મા થી ગામવાસીઓને મુક્તિ અપાવશે એ આશા એ તેને ગામમાં બોલાવ્યા હતાં , અને થયું પણ એવું જ ચાર કલાક ની અથાગ મહેનત બાદ તે તાંત્રિક આત્માને કેદ કરવામાં સફળ રહ્યાં હતાં. તે આત્માને કેદ કર્યા બાદ તે ...Read More

3

માહી - એક ગાઢ રહસ્ય - 3

રાતના બાર વાગવાની તૈયારી જ હતી. ગામ આખું સુમસામ હતું માત્ર રસ્તે રખડતાં બે ત્રણ કુતરાનો ભસવાનો અવાજ અને ની તમ તમ ચારેબાજુએ ફેલાયેલી હતી. ગામના પ્રવેશદ્વાર પાસે આત્માના ઘેરા ફરતે કાળી બિલાડી સતત તે જમીન ખોદવાની કોશિશ કરી રહી હતી અને તેના તીક્ષ્ણ પણ ધારદાર અવાજ થી ગામમાં એક અલગ જ ભયનો ભેંકાર ઊભો થ‌ઈ રહ્યો હતો. આ અસીમ શાંતી વચ્ચે કેવિન લગભગ ઘરની પાછળ તે બધી વસ્તુઓ લઈને તેને સળગાવવા માટે પોતાના પગરણ માંડી ચુક્યો હતો અને એક તાવીજ ને સપનાં નાં રૂમની બહાર મુકી બીજું પોતાની સાથે રાખ્યું હતું એટલે જ્યારે આ બધી વસ્તુઓ સળગી જાય ...Read More

4

માહી - એક ગાઢ રહસ્ય - 4

માહી તે વૃદ્વ સ્ત્રીની વાતો અને તે સ્ત્રીને ઇગ્નોર કરીને ત્યાંથી પોતાના બેગ લઈને ફોનની ટોર્ચ ચાલું કરી ચાલવા સ્ટેશનથી થોડે જ દુર પહોંચતા તેને એક બોર્ડ દેખાયું જેના પર લખ્યું હતું, " માધુપુર ગામ 1 કિમી "." ઓહ નો , હજુ ચાલવું જોઈશે ! " માહી મનમાં બબડી અને બોર્ડ પર રહેલા નિશાન તરફ આગળ વધી. થોડી જ વારમાં તે એક મોટા પ્રવેશદ્વાર પાસે ઉભી હતી. જ્યાં લખ્યું હતું માધુપુર ગામમાં આપનું સ્વાગત છે." ફાઇનલી " . ગામના પ્રવેશદ્વાર ને જોતાં જ માહીના મોઢામાંથી સરી પડ્યું અને ફરી બબડી "ચલ માહી બેટા હવે ભાઈને કોલ કરવાનો સમય આવી ...Read More

5

માહી - એક ગાઢ રહસ્ય - 5

સવાર પડતાં જ ગામના લોકો વજુભાઈ ના ઘરે ભેગા થયાં હતાં અને અડધાં કેવિનને બોલાવવા તેના ઘરે આવ્યા હતાં. છ વાગ્યામાં કોઈ દરવાજા પર ટકોર કરી રહ્યું હતું, " ટક....ટક.....ટક.... " "કેવિન , સપનાં માસી...... કેવિન દરવાજો ખોલો....." કેવિનના મિત્ર રાજે દરવાજો ખખડાવતા કહ્યું." કોણ છે અત્યારમાં ! " સપનાં એ દરવાજો ખોલતા નીંદર ભરેલા સ્વરે કહ્યું." સપનાં માસી કેવિન ક્યાં છે ? એને તો કંઈ નથી થયું ને? " કહી રહેલા રાજની આંખોમાં ભય સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો." કોણ છે મમ્મી? " સપનાં કંઈ બોલે એ પહેલાં જ કેવિન પોતાના રૂમમાંથી આંખો ચોળતો બહાર આવ્યો અને અંગડાઈ ...Read More

6

માહી - એક ગાઢ રહસ્ય - 6

માહી અને સામજી બંને વાતો કરી જ રહ્યા હતા કે ત્યાં જ ઉપરથી કંઈક વસ્તુ પડવાનો અવાજ આવ્યો, માહી બધું ધ્યાનથી સાંભળી રહી હતી તે ડરવા લાગી અને ડરતાં ડરતાં જ એણે પુછ્યું, " કોણ છે ત્યાં ?....... કોણ છે ?"." ભુત તો ન‌ઈ હોય ને દીદી...." સામજીએ ડરતાં ડરતાં કહ્યું." ફરી ભુત ! એક વાર કહ્યુ ને ભૂત જેવું કંઈજ ના હોય. ચાલો આપણે ઉપર જ‌ઈને જોઈએ શેનો અવાજ છે?". કહેતા માહી સીડીઓ તરફ આગળ વધી. ડરતાં ડરતાં બંને ઉપરના રૂમમાં ગયા જ્યાંથી અવાજ આવ્યો હતો, રૂમમાં જતાં જ એમની નજર તુટેલી ફુલદાની પર પડી બારી ની પાસે ...Read More

7

માહી - એક ગાઢ રહસ્ય - 7

" નમસ્કાર , સરપંચ કેવિન.... આજે અમારા ડિપાર્ટમેન્ટ તરફ થી સીનીયર ઈન્સપેકટર મીસ્ટર રણવીજય ઈન્વેસ્ટીગેશન કરવા રવાના થ‌ઈ ચુક્યા આશા રાખું છું આપ સૌને મદદ મળી રહેશે અને હા એમની સાથે ન્યુઝ ડીપાર્ટમેન્ટની હેડ મીસ કાવ્યા અને તેમનો ફોટોગ્રાફર પણ આવવાના છે જે તમને એ ખુનીને શોધવામાં મદદરૂપ થશે" કેવિન મંદિરેથી નીકળ્યો જ હતો કે સરકાર તરફથી મેસેજ આવ્યો." મમ્મી ત્રણ ગેસ્ટ રૂમ તૈયાર કરાવી દેજો" કેવિન ચાલતા ચાલતા જ બોલ્યો. તે ગામનો સરપંચ હતો અને તેનું ઘર ગામનું સૌથી મોટું ઘર હતું એટલે કેવિને તેમની સાથે જ રહેવાની વ્યવસ્થા કરી હતી." કેમ ? " સપનાં એ પુછ્યું." સરકાર ...Read More

8

માહી - એક ગાઢ રહસ્ય - 8

રણવીજય ઘરે તો આવી ગયો હતો પણ તેને હજુ કાલે રાત્રે બનેલી ઘટના વિચલીત કરી રહી હતી. તે વિચારી હતો કે કોણ હતી એ છોકરી, અને ગાયબ કેવી રીતે થ‌ઈ ગ‌ઈ ? શું સાચે આ ગામમાં ભુત છે ? તે વિચારી જ રહ્યો હતો કે એકાએક તેને કેવિનનો અવાજ આવ્યો, " તમારા માટે ઉપરના બીજા રૂમમાં વ્યવસ્થા કરી છે. રાત્રે કોઈને ડીસ્ટર્બ ના થાય એટલે તમને મારો રૂમ આપ્યો હતો. તો તમે ઉપરના રૂમમાં જ‌ઈ ફ્રેશ થ‌ઈ જાવ પછી આપણે વાત કરીએ." કેવિને કહ્યું તો તેની વાત માની રણવીજય પોતાનો સામાન લ‌ઈ ઉપરના રૂમ તરફ આવી ગયો.સવારના આઠ વાગ્યા ...Read More

9

માહી - એક ગાઢ રહસ્ય - 9

" એટલે તમે ભુત પ્રેત મા વિશ્વાસ કરો છો એમને ! " માહીએ પુછ્યું." નોટ રીયલી , પણ હા થોડો..કેમકે દરેક વખતે કહાની નથી હોતી ક્યારેક એ હોરર સત્ય પણ હોય છે અને હું એવી જ ઘટનાઓ મારા પેપર મા ઉતારુ છું જે લોકોને વાંચવી પસંદ છે અને તેઓને વિશ્વાસ પણ છે". કાવ્યાએ કહ્યું અને બેગમાંથી એક પેપર કાઢી માહીને આપ્યું.માહી એ પેપરને હાથમાં લ‌ઈને ધ્યાનથી વાંચવા લાગી" ઓહ , મતલબ તમને હોરર સ્ટોરીસ લખવા માટે એવોર્ડ્સ પણ મળેલા છે. " માહીએ પેપર તરફ જોતા આશ્ચર્ય સાથે પુછ્યું." હા , અને મને વિશ્વાસ છે કે હું કોઈને પણ ડરાવી ...Read More

10

માહી - એક ગાઢ રહસ્ય - 10

"પણ આ ગામમાં ઘણાં લોકોએ ભૂતને જોયું છે. તમારા મમ્મીએ પણ જોયું છે અને તમારા ભાઈએ પણ" રણવીજય એક શ્વાસે બોલી ગયો." શું " રણવીજય ની આ વાત સાંભળી જ માહી સ્તબ્ધ રહી ગ‌ઈ અને ત્યાં જ ઉભી રઈ રણવીજય ને જોવા લાગી. તેને રણવીજયની વાત પર ભરોસો ‌ નહોતો થ‌ઈ રહ્યો. તે વિચારમાં સરી પડી."હેય ગાઈઝ , લુક એટ ધીસ ટેમ્પલ. કેટલું સુંદર છે" કાવ્યાએ કાળ ભૈરવ મંદિરની તરફ ઈશારો કરતા કહ્યું.કાવ્યા ના અવાજથી રણવીજય અને માહી બંનેની નજર મંદિર તરફ પડી.પણ માહી તે મંદિર ને જોતા જ દંગ રહી ગ‌ઈ. કેમકે કાલે જ્યારે તે મંદિરે આવી હતી ...Read More