કર્મનિષ્ઠ

(7)
  • 6k
  • 0
  • 2.6k

સંઘર્ષ વગર જીવનમાં સફળતા શક્ય નથી. સંઘર્ષ જીવનનો એ પાયો છે જેમાં જીવનની ઊંચમા ઊંચી ઇમારત ચણી શકાય છે. આજે જે વ્યકિતની વાત આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. એ વ્યક્તિએ સંઘર્ષશબ્દ નો પર્યાય બદલી નાખ્યો છે. આ નવલકથા સત્યઘટના પર આધારિત છે. પરંતુ તેમાં સ્થળનું નામ બદલેલ છે. ભાવનગર જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ મહુવા જે ગુજરાતના કાશ્મીર તરીકે પણ જાણીતું છે. મહુવા ગામમાં ધાવડી ચોક થી થોડે દૂર આવેલ પંચશીલ શેરીમાં ઈમાનદાર, નૈતિકતાના ગુણથી ભરેલ, બીજા માટે હંમેશા પોતે નયોચ્છાવર થઇ જનાર ભણેલ ગણેલ જેમને જોતા જ એક અનેરું વ્યક્તિત્વનું તેજ ધરાવતા એવા વિરેન્દ્રભાઈ રહેતા હતા. વિરેન્દ્રભાઈ બાળપણ થી જ ભણવામાં ખુબજ હોશિયાર. કાગળ પર એમની કલમ પડે એટલે શબ્દો જાણે કુદરતની જેમ સોળે કળાએ ખીલી ઉઠ્યા હોય એવું પ્રતિતી થાય એવા સુંદર એમના અક્ષર. સ્કૂલે જવાનું સમયસર લેશન કરી લેવાનું સાથે સાથે પિતાજીને દરેક કાર્યમાં મદદગાર પણ થવાનું. માતા સાથે વ્યવહારિક વાતો કરવાની સમજણ બાળપણથી જ વિકસેલી. વિરેન્દ્રભાઈ ને એમની માતા વિરા કઈ બોલાવતા.

1

કર્મનિષ્ઠ - ભાગ 1

ભાગ - ૧ (વ્યક્તિત્વ ) સોહમ બ્રહ્મભટ્ટ સંઘર્ષ વગર જીવનમાં સફળતા શક્ય નથી. સંઘર્ષ જીવનનો એ પાયો છે જેમાં ઊંચમા ઊંચી ઇમારત ચણી શકાય છે.આજે જે વ્યકિતની વાત આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. એ વ્યક્તિએ સંઘર્ષશબ્દ નો પર્યાય બદલી નાખ્યો છે.આ નવલકથા સત્યઘટના પર આધારિત છે. પરંતુ તેમાં સ્થળનું નામ બદલેલ છે. ભાવનગર જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ મહુવા જે ગુજરાતના કાશ્મીર તરીકે પણ જાણીતું છે. મહુવા ગામમાં ધાવડી ચોક થી થોડે દૂર આવેલ પંચશીલ શેરીમાં ઈમાનદાર, નૈતિકતાના ગુણથી ભરેલ, બીજા માટે હંમેશા પોતે નયોચ્છાવર થઇ જનાર ભણેલ ગણેલ જેમને જોતા જ એક અનેરું વ્યક્તિત્વનું તેજ ...Read More

2

કર્મનિષ્ઠ - ભાગ 2

ભાગ - 2 થોડા સમય પછી.... કહેવાય છે ને કુદરત ને જે મંજુર હોય એ કુદરત કરે જ. એની લડવાની તાકાત આ મનુષ્ય જાતમાં છે જ નહીં. કુદરત ધારે ત્યારે જીવનની નો રંગ બદલી નાંખે. અહીંયા વિરેન્દ્રના જીવનમાં પણ એવું જ કશું થયું. ધોરણ 10 ના પરિણામનો સમય હતો વિરેન્દ્ર અને લલિતા બન્ને પરિણામ લેવા સ્કૂલે ગયા. પરિણામ જે વિરેન્દ્ર એ ધાર્યું હતું એ આવ્યું એમનાં સ્કૂલના પ્રિન્સિપાલ શ્યામજીભાઈ એ વિરેન્દ્રને શુભેચ્છા પાઠવી. વિરેન્દ્રમાં રહેલો આત્મવિશ્વાસ અને મહેનત પ્રત્યે તેની અડગતાની આજે નાનકડી એવી જીત થઇ. વીરેન્દ્ર નો પહેલો નંબર તો આવ્યો સાથે સ્કૂલના છેલ્લા 5વર્ષનો ટકાવારીનો રેકોર્ડ તોડી ...Read More