ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ

(158)
  • 242.2k
  • 22
  • 126.1k

ભારતીય સંસ્કૃતિમાં વર્ણાશ્રમ વ્યવસ્થાને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના શ્રીમુખે ચાર વર્ણનો મહિમા શ્રીમદ્ ભગવતગીતામાં ગાયો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણો છે. આ ચાર વર્ણોના ધર્મ કર્મ વિષે ભારતીય સમાજ માહિતી ધરાવે છે. આ ચાર વર્ણો પૈકી ક્ષત્રિય વર્ણની વાત આપણે કરીશુ. ક્ષત્રિય એક મહાજાતિ છે. સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને આજ સુધી નદીના પ્રવાહની માફક આ જાતિનું વહેણ અણથમ્ભયું આગળ વધતું ગયું છે. ક્ષત્રાયત તુ કિલત્રાય્ત તુ દગ્રઃ। ક્ષત્રસ્ય શબ્દો ભુવનેશ રૃઢઃ । આમા ક્ષત્રિય શબ્દનો અર્થ આપ્યો છે. જે નર નિર્બળની રક્ષા કરેં એના પર થનાર અત્યાચારથી છુટકારો અપાવી શકે એજ યથાર્થ રૂપમાં ક્ષત્રિય છે. ત્રણેય લોકમાં ક્ષત્રિય શબ્દની આજ વ્યાખ્યા પ્રચલિત છે. શોર્ય તેજો ધ્રુતિર્દાક્ષયં યુધ્ધે ચાપ્યપલાયનમ દાનમીશ્વર ભાવ્શ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ શૌર્ય, તેજસ્વીતા, ધૈર્ય, દક્ષતા, યુદ્ધમાં પીછેહઠ ન કરવી દાન અને શાસનનું પ્રભુત્વ, ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે. (શ્રી. ભ.ગી.અ.18/43) સદચરિત્ર એ ક્ષત્રિયો માટે અનિવાર્ય આભૂષણ છે. જેને દૂષણ લાગે એ સ્વયંભૂ ક્ષત્રિય મટી જાય છે. ક્ષત્રિયો પણ મોટા ભાગે ‘આર્ય’ શબ્દનો પ્રયોગ વારંવાર કરતા. ‘આર્ય’ શબ્દ સભ્યતાનું પ્રતીક છે. સંસ્કૃતિ શીલ માનવનો પર્યાય છે. પરસ્પર ભાવમિલન વેળા માન આપવા માટે સંબોધન માં વપરાતો શબ્દ છે.

New Episodes : : Every Monday, Tuesday, Wednesday, Thursday, Friday & Saturday

1

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 1

મહાજાતિ ક્ષત્રિય ભારતીય સંસ્કૃતિમાં વર્ણાશ્રમ વ્યવસ્થાને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના શ્રીમુખે ચાર વર્ણનો શ્રીમદ્ ભગવતગીતામાં ગાયો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણો છે. આ ચાર વર્ણોના ધર્મ કર્મ વિષે ભારતીય સમાજ માહિતી ધરાવે છે. આ ચાર વર્ણો પૈકી ક્ષત્રિય વર્ણની વાત આપણે કરીશુ. ક્ષત્રિય એક મહાજાતિ છે. સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને આજ સુધી નદીના પ્રવાહની માફક આ જાતિનું વહેણ અણથમ્ભયું આગળ વધતું ગયું છે. ક્ષત્રાયત તુ કિલત્રાય્ત તુ દગ્રઃ। ક્ષત્રસ્ય શબ્દો ભુવનેશ રૃઢઃ । આમા ક્ષત્રિય શબ્દનો અર્થ આપ્યો છે. જે નર નિર્બળની રક્ષા કરેં એના પર થનાર અત્યાચારથી છુટકારો ...Read More

2

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 2

પ્રતાપી પૂર્વજો સૂર્યવંશ ના પ્રથમ પુરુષ ‘મનુસ્મૃતિ’ના રચયિતા મહારાજ વૈવસ્ત મનુ થઈ ગયા. તેઓને દસ પુત્રો હતા એમના સૌથી પુત્ર ઇક્ષ્વાકુ હતા. એમનો ઇક્ષ્વાકુ ચાલ્યો. આ પ્રતાપી વંશમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર,સગર,ભાગીરથ,દિલીપ,રઘુ,અજ,દશરથ,રામચંદ્રજી અને લવ-કુશ થઈ ગયા. આમાંથી લવે પંજાબમાં ‘લવવકોટ’ શહેર વસાવ્યું. જે પાછળથી લાહોર નામે સુવિખ્યાત થયુ. આ વંશમાં આગળ જતા વલ્લભીપુરમાં રાજા શિલાદિત્ય થઈ ગયો જેનો પુત્ર ગુહાદિત્ય ઇડરના ભીલ રાજા માંડલિકે પોતે નિઃસંતાન હોવાથી ઈડરના રાજા તરીકે સ્થાપિત કર્યો. આમ ગુહાદિત્ય ઇડરનો રાજવી બન્યો. ગુહાદિત્યથી ગેહલોત ગોહિલ લોટ અથવા ઘેલોટ વંશની શરૂઆત થઈ. આ ગ્રુહદત્ત ઉર્ફે ગુહાદિત્યની આઠમી પેઢીએ બાપારાવળ થઈ ગયો. જેણે માનસિંહ મોરી,પરમાર વંશીય રાજા ...Read More

3

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 3

વલ્લભીપુર નરેશ-શિલાદિત્ય ઈ.સ. 319 એટલેકે સંવત 375માં સૂર્યવંશી રાજા વિજયસેને વલ્લભીપુર શહેર વસાવ્યું. રૂડી રીતે રાજ કર્યું અને વલ્લભી પણ શરૂ કર્યો. આ વિજનેયસેન સુર્યવંશ ની પરંપરામાં ,અયોધ્યાના રાજ વંશ માં આવતો હતો સૂર્યવંશના પ્રથમ પુરુષ રાજા મનુ થઇ ગયા. એમની 57મી પેઢીએ અયોધ્યાપતિ રામચંદ્રજી થઈ ગયા. એમના પરાક્રમી પુત્ર લવે અયોધ્યા છોડીને પંજાબ તરફ પ્રયાણ કર્યું. પંજાબમાં રાવી નદીને કિનારે તેમણે લાહોર શહેર વસાવ્યું . તેમની પેઢીમાં ૬૩માં પુરુષ રાજા કનકસેન થયા પોતાનું મૂળ રાજ્ય કૌશલ છોડીને તેઓ ઇ.સ. 144 માં ગુજરાત તરફ આવ્યા તેમણે જ વડનગર વસાવ્યો એક કનકસેનથી ચોથા પુરુષ તે વિજયસેન. વિજયસેન થી સાતમા પુરુષ ...Read More

4

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 4

ગેહલોત વંશીય- મેવાડનો પ્રથમ રાજવી બાપ્પાદિત્ય બાપ્પાદિત્ય ચિત્તોડમાં વાડે ચીભડાં ગળ્યા ઇડરનો રાજવી નાગાદિત્ય પોતાને માનતો હતો. હરદેવ જ્યોતિષાચાર્યે એમના કુંવર બાપ્પાનું ભવિષ્ય ભાખ્યું હતુંકે, આ કુંવર મહાપરાક્રમી રાજા થશે. એની વીરતાની ગાથાઓ ઈતિહાસમાં સુવર્ર્ણાક્ષરે લખાશે. પોતાના પુત્રના આવા ઉજ્જવળ ભાવિની વાત સાંભળી કયા પિતાની છાતી ગજ-ગજ ના ફૂલે? નાગાદિત્ય પોતે બહાદુર અને ન્યાયી રાજા હતો. દુશ્મનો માટે યમરાજ જેવો પણ પ્રજા માટે પિતા સમાન હતો. એનો નિષ્પક્ષ ન્યાય સર્વત્ર વખણાતો. રાજ્યની મોટાભાગની વસતી ભીલોની હતી. એ જાણતો હતો કે પોતાના પ્રતાપી પૂર્વજ તેજસ્વી યુવાન ગુહાદિત્યને એમની કુશળતા જોઈ તે વખતના ભીલ રાજા જે નિ:સંતાન ...Read More

5

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 4.2

બહાદુર શૈલા ભીલ સરદાર કરણની પત્ની શૈલા જ્યારે જાગી ત્યારે સૂર્યનારાયણ ગગનમાં પોતાનો પ્રભાવ પ્રસારી ચૂક્યા હતા. આજે પોતે જાગી એનો એને અફસોસ થયો. નિત્યક્રમથી પરવારી સિધી તે રાજમહેલ પહોંચી. રાણીમાંને પાલાગન કરીને બેઠી. તેને જાણવા મળ્યું કે, મહારાજ શિકારે ઉપડ્યા છે એટલે એને એકદમ ધ્રાસકો પડ્યો. મહારાજ દગાનો ભોગ તો નહીં બને? ન કરે નારાયણને જો આવુ બને તો બહારગામ ગયેલા પોતાના પતિની એને સૂચના હતી કે, રાણીમાં અને રાજકુમારની રક્ષા કરવી, ધીરે રહીને એ ઉઠી અને એની વિશ્વાસુ બે દાસીઓને રાણીમાં પાસે જ રહેવાની અને કોઈ પણ અસાધારણ પ્રસંગ આવી પડે તો રાણીમાંને લઈ રાજમહેલની બહાર, મહાદેવના ...Read More

6

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 4.3

બાપ્પા ચિત્તોડમાં વિશાળ મેદાનની પાછળ ઊંચા ઊંચા ડુંગરા, ધરતીની આવી સુંદર ગોદમાં રાજકુમાર બાપ્પા ધર્મપાલ અને કરણની છાયામાં થવા લાગ્યો. સંસ્કારસિંચન તેને સતીમાં અને પુરોહિતે આપ્યું. તે સંસ્કૃત ભાષામાં પણ પારંગત થયો. યુવક બાપ્પા પોતાનું ભાગ્ય અજમાવવા માંગતો હતો. તેને કાલભોજ પણ કહેતા. ભીલરાજ કરણ સાથે તે નીકળી પડતો. એ જમાનામાં વીરભૂમિ રાજપુતાનાની અને ગઢ ચિત્તોડનો. રાજપૂતો માટે બહુ મોટું આકર્ષણ હતું. પ્રયાણ કરતાં કરતાં પારાશરના જંગલમાં, નાગદા પાસે બાપ્પાએ પોતાનો મુકામ કર્યો. અહીં રહી તેઓ સાથીઓની મોટી ટોળી જમાવવા લાગ્યા. બાલીય અને દેવ તેના જીગરજાન મિત્રો હતા. એક વેળા, એક સંન્યાસી બાપ્પા ના નિવાસ્થાને આવી પહોંચ્યા. બાપ્પાએ ...Read More

7

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 5

બાપ્પા ના પરાક્રમો “બાપ્પા, આ વૃદ્ધ હાથોને તારો સહારો મળી ગયો. તે જ્યારથી રાજ્ય સંભાળી, ત્યારથી તંત્ર સુધારવા માંડ્યું છે.” ચિતોડના રાજવીએ કહ્યું. મહામલ્લ સેનાપતિ બાપ્પાદિત્યની ધાક જબરી હતી. એના સાથીઓ રાત્રિ ચર્ચા કરી પ્રજાની નિશાચરોથી રક્ષા કરવા લાગ્યા. વેપારી વર્ગને ઉત્તેજન આપવા એમને પુરતું રક્ષણ આપવા માંડ્યું. બન્યું એવું કે, જ્યાં જ્યાં લૂંટ ચલાવી ત્યાં ત્યાં લૂટારાઓ આબાદ ઝડપાઈ ગયા. એમને સખ્ત શિક્ષા કરવામાં આવી. કોઈ જાણતું ન હતું કે, આમ શા થી બન્યું પરંતુ આ કમાલ બાપ્પાની ગુપ્તપણે પથરાયેલી ભીલ સેનાનો હતો. સૈન્યની નવરચના કરી. શસ્ત્રાગાર ...Read More

8

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 6

મેવાડ્પતિ બાપ્પાદિત્ય પરાક્રમી બાપ્પા દિનપ્રતિદિન ચિત્તોડ માં લોકપ્રિય થવા લાગ્યો. જૂના સરદારો માં ઇર્ષાગ્નિ પરંતુ પરાક્રમી કાલભોજ આગળ કોઈનુંયે ચાલતું ન હતું. રાજા પણ પોતાના ભાણેજને ખૂબ ચાહતો હતો, કારણ કે પોતે નિ:સંતાન હતો. બાપ્પા પણ તન, મનથી રાજકાજમાં ધ્યાન આપતો હતો. દિવસ આથમવાની વેળા હતી. ચિત્તોડનો રાજદરબાર વિસર્જનની પળો ગણતો હતો. પશ્ચિમમાં સંધ્યાદેવી પોતાના પાલવમાં સિંદૂર લઈને ઉભી હતી. અને સિંદૂર લુંટાવવાની અધીરતા હતી. દરબારીઓ ઘર તરફ જવાના મધુર સોણલાંમાં રાચતા હતા. તેવામાં દ્વારપાળ ઉતાવળે આવ્યો, મસ્તક નમાવી, મહારાજને નિવેદન કર્યું. “એક યુવાન પોતાના બે સાથીદારો સાથે આવ્યો ...Read More

9

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 7

વીર સમરસિંહજી બપ્પાદિત્ય ઉર્ફે કાલભોજ એ ગુહિલોત વંશના રાજા ગુહાદિત્યનો આઠમો વંશજ હતા. (1) ગૃહદત્ત અથવા ગુહાદિત્ય (2) ભોજરાજ, (3) મહેન્દ્ર દેવ, (4) નાગાદિત્ય, (5) શીલ ઉર્ફે શિલાદિત્ય, (6) અપરાજિત, (7) મહેન્દ્ર-બીજો ઉર્ફે નાગદિત્ય-બીજો બાપ્પાદિત્ય પછી એમનો પુત્ર ખુમાણદેવ મેવાડ નરેશ બન્યા. એમના પછી ગહવર ગાદીપતિ બન્યા ત્યાર પછી મેવાડની રાજ્યધુરા સંભાળી એમના પુત્ર ભર્તુભટે પછી ભર્તુભટના પુત્ર સિંહે પણ મેવાડપર શાસન કર્યું. આ સિંહનો પુત્ર તે ખુમાણસિંહ બીજો. મેવાડનો આ નરેશ ઇતિહાસમાં પોતાના કાર્યોથી અમર નામના મેળવી ગયો. એ શક્તિશાળી રાજવી હતો. તેઓએ ઈ.સ. 812 થી ઈ.સ. 836 સુધી, ...Read More

10

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 8

પદ્દ્મીની દેવી દિલ્હીનું પતન થયું. શાહબુદ્દીન ઘોરીએ પોતાના પ્રિય કુતુબુદ્દીન ઐબકને દિલ્હીની સૂબાગીરી સોંપી. “ચિત્તોડના મહારાણા સમરમાં વીરગતિ પામ્યા પરંતુ એનું ગૌરવ તો અક્ષય છે.” ચિત્તોડની ગાદીપર રાવળ કર્ણસિંહ શાસન કરતા હતા. તેઓ નાના હોવાથી તેમની માતા કર્મદેવી રાજકારોબાર સંભાળતી હતી. કુતુબુદ્દીને મેવાડને જીતવાનો સુંદર મોકો જોયો. એણે સેના લઈને આક્રમણ કર્યું. મેવાડીઓ હિંમત હાર્યા નહીં. રાજમાતા કર્મદેવી સ્વયં લોહબખ્તર સજીને, અશ્વારુઢ થઈને મેવાડીસેનાને રાણાંગણ તરફ દોરી ગયા. ફરી એકવાર મેવાડી સેનાએ કુતુબુદ્દીનને ઘાયલ કરી નસાડ્યો અને વિજય મેળવ્યો. થોડા વર્ષો મેવાડે શાંતિનો શ્વાસ લીધો. રાણા કરણ બીમાર થઈ મરણ પામ્યા. ...Read More

11

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 9

રાણા રતનસિંહ તક્ષકસ્ય વિષં હંતે, મક્ષિકાસ્ય વિષં શિર: વૃશ્ચિકસ્ય વિષં પુચ્છે, સર્વાંગ દુર્જનો વિષં. સાપના દાંતમાં ઝેર હોય છે. માખીના મસ્તકમાં ઝેર હોય છે. વીંછીની પૂંછડીમાં ઝેર હોય છે પરંતુ દુર્જનના તો બધાં અંગો માં ઝેર હોય છે. માટે દુર્જન થી સાવધાન રહેવું. દુર્જન દુર્જનના વેશમાં જ સામે આવે એવું બનતું નથી. મોટેભાગે શેતાન સાધુના સ્વાંગમાં જ આવે. દિલ્હીથી પ્રયાણ કરતી વેળા ખીલજી વંશના સ્થાપક બાદશાહ જલાલુદ્દીનને ક્યાં ખબર હતી કે, પોતાનો પ્રાણપ્રિય ભત્રીજો સ્વાગત માટે અલ્હાબાદ બોલાવી પોતાનું કાસળ કાઢી નાખશે. ...Read More

12

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 10

વીર ગોરા બાદલ બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ કિલ્લાની બહાર, સલામત અંતરે આવતાં જ, કાચિંડો જેમ બદલે તેમ મિત્રતાનો ભાવ બદલીને રાણાજીને બંદીવાન બનાવી દીધા. અગ્નિની જવાળાની માફક સમસ્ત ચિત્તોડગઢમાં મહારાણા ભીમસિંહની કેદ થવાની વાત ફેલાઈ ગઈ. બાદશાહની પ્રપંચલીલામાં તેઓ આબાદ ફસાઇ ગયા હતા. પ્રજાએ આંચકો અનુભવ્યો. ઘડી પહેલાં તો યુદ્ધ પૂરું થવાની અને દિલ્હીનો બાદશાહ મિત્ર થવાની વાતથી ચિત્તોડગઢના સર્વ યોદ્ધાઓ, નર, નારી, બાળકો અને વૃદ્ધો સર્વ આનંદમાં આવી ગયા હતા. ત્યાં તો અચાનક મહારાણા બંદીવાન બન્યા અને એક નાનકડું યુદ્ધ ગઢના દ્વારે ખેલાઈ ગયું. તેની ખબરથી સૌના મુખપર ગમગીની છવાઈ. સિંહ સમાન મહારાણાને અફઘાન ...Read More

13

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 11

આહુતિ મેવાડે વિજયોત્સવ ઉજવી એની યશકલગીમાં એક પીછું ઉમેર્યું. જેમણે બલિદાનો આપ્યા હતા તેમના સ્મ્રુતિ-સ્મારકો રચાયાં. એમના પરિવારોને તરફથી નિર્વાહ માટે જમીનો આપવામાં આવી. વીરોનું સન્માન કરવામાં આવ્યું. ચિત્તોડના વૃદ્ધ સેનાપતિએ સ્વેચ્છાએ પદત્યાગ કર્યો. ભગવાનની ભક્તિ કરવા કાશીધામમાં ચાલ્યા ગયા. બાદલને સેનાપતિ બનાવવામાં આવ્યો અને મેવાતના રાવનું વીરોચિત સન્માન કરવામાં આવ્યું. કવિઓની વાણીમાંથી દેશભક્તિના ગીતો સ્ફુરવા માંડ્યા. તેરે ભાલે મેં ચમક હે અભી, ઇન તલવારો મેં પાની હૈ, તેરી મેં ક્યા ગાથા ગાઉં, તું ખુદ ચિત્તોડ કહાની હૈ, યહ ભારત કા સચ્ચા ગૌરવ,યહ ભારત કા રક્ષક પ્યારા, યહ સતિયોં કા પાવન આંસુ, યહ માં કી આંખો કા તારા, ...Read More

14

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 12

વીર હમ્મીરદેવ ચિત્તોડગઢમાં વ્યથિત હ્રદયે શાહજાદો ખીઝરખાં વિચાર કરી રહ્યો હતો, અબ્બાજાને મેવાડ પર તો મેળવ્યો પરંતુ આ હઠીલા રાજપૂતોએ જૌહર અને કેસરિયાં કરીને સર્વનાશ નોતર્યો બાકી હતું તે અબ્બાજાને ક્રોધના આવેશમાં નિર્દોષ પ્રજાની કત્લેઆમ કરાવી. આજે દશ વર્ષે પણ હું મેવાડપર પડેલા આ કારી ઘાને રૂઝાવી શક્યો નથી. મેં ગંભીરી નદીપર પુલ બંધાવ્યો. પ્રજાના નાનામોટા સુખો માટે કાર્યો કર્યા પરંતુ મેવાડીઓના મન હું જીતી શકયો નથી. હવે તો શાસનની સર્વ ધુરા એમના જ રાજપુત સરદાર માલદેવ સોનગિરાને મેં સોંપી દીધી છે. એ મારો વફાદાર રાજપૂત સરદાર છે. એ મળશે પરંતુ ગુહિલોતવંશના નબીરાને મદદ ...Read More

15

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 13

મહારણા લક્ષસિંહ્જી હમ્મીરદેવના પુત્ર ક્ષેત્રસિંહ મેવાડના રાજવી બન્યા. તેઓ પોતાના પિતા જેવા જ ધૈર્યવાન, અને ધર્મવીર હતા. શાસકમાં જે તેજસ્વિતા હોવી જોઇએ એ તેઓમાં હતી. તેમણે અજમેર, માંડલગઢ પર વિજય મેળવ્યો. ઇડરના રાજકુમાર રણમલને બંદી બનાવ્યો. છપ્પનગઢ, જહાજપુર અને પાટણના જિલ્લા મેવાડ રાજ્યમાં વિલિન કરી દીધા. માળવાના પ્રથમ સુલતાન અમીશાહ સાથે ભીષણ યુદ્ધ થયું. એમાં વિજય મેળવ્યો. દિલ્હીના સુલતાનની સેનાને બાકરોલ આગળ હરાવી. વિજયયાત્રા ચિત્તોડના રાજમાર્ગે આગળ વધતી હતી. ત્યાં મહારાણાની નજર એક સુંદર કન્યા પર પડી. સોળ વર્ષની એક અપૂર્વ સુંદર કન્યા જોઈ મહારાણા એના રૂપ પર મોહાંધ થયા. “કરણ, જો સામે ઊભેલી ...Read More

16

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 14

ભીષ્મ પ્રતિજ્ઞ ચંડ માંડુંના સુલતાન પોતાના રસાલા સાથે ચિત્તોડગઢ પધાર્યા. મહારાણા લક્ષસિંહ, યુવરાજ ચંડ, રાઘવદેવ, સેનાપતિ ભદ્રદેવ, મંત્રી કશ્યપદેવ, મહાજનો અને પ્રજાએ ઉમળકાભેર સ્વાગત કર્યું. એક અઠવાડિયું શિકાર અને સહેલગાહમાં પસાર થઈ ગયું. સમવયસ્ક હોવાને કારણે સુલતાન અને ચંડની મિત્રતા વધી ગઈ. વિદાય લેતા સુલતાને માંડુ પધારવા આમંત્રણ આપ્યું. “તમારા જેવો જીગરજાન મિત્ર હોય તો જીવનમાં ઓર રંગત આવે.” માંડુંના સુલતાન બોલ્યા. થોડા સમય પછી મેવાડની ગાદીપર મુકુલને બેસાડવામાં આવ્યો. પિતાને આપેલ વચન મુજબ યુવરાજ ચંડ મેવાડપતિ મુકુલ અને રાજમાતા હંસા દેવી વતી રાજ્યનું સંપૂર્ણ ઉત્તરદાયિત્વ સંભાળતા હતા. રાજકાજમાંથી તેઓને ભાગ્યેજ ફૂરસદ મળતી. પ્રત્યેક ...Read More

17

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 15

વીર રાઘવદેવ રણમલ સર્વેસર્વા બની બેઠો હતો. કિલ્લેદાર કલ્યાણસિંહ એનો આજ્ઞાંકિત બની ગયો હતો. તેને વચન આપવામાં આવ્યું હતું મારું ભાગ્ય ખુલશે તો તને કોઈ મોટી જાગીર આપીશ. રાત્રે ચિત્તોડગઢની બહાર એક ગુફામાં રણમલ એના સાથીઓ સાથે મંત્રણા કરતા હતા. એ હવે મંડોવર અને ચિત્તોડ બંને હડપ કરવાની પેરવી કરતો હતો. એને ખબર ન હતી કે, એની હિલચાલ પર કલ્યાણસિંહના જ માણસો કૃષ્ણરાય, રુદ્રદેવ, દલપતસિંહ અને સૂરજમલ નજર રાખી રહ્યા છે. પરંતુ ગુફામાં થતી મંત્રણાથી તો તેઓ બેખબર જ હતા. ચંડે રાઘવદેવને સાવધાન કર્યો હતો, “ભાઈ રણમલ મહાકપટી છે. શેતાન છે. એનો કદી ભરોસો કરીશ નહીં. એ ઝેરીલો નાગ ...Read More

18

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 16

મહારાણા મુકુલજી ચિત્તોડગઢમાં મુક્તિનું પર્વ ઉજવાયું. ફરી એકવાર ચંડે પોતાની નિષ્ઠાનો પરિચય આપ્યો. કંચન વધુ થઈને બહાર આવ્યું. મંડોવરનું રાજ્ય મેવાડમાં વિલીન કરી દીધું. યુદ્ધમાં જેમણે જેમણે વીરતા બતાવી તેમને જાગીરો આપવામાં આવી. કલાજી અને વીરાજીને ઊંચા ઓહ્દા આપવામાં આવ્યા. થોડા વર્ષો પછી સુલતાન ફિરોજખાંએ મેવાડ પર આક્રમણ કર્યું. પરંતુ તેની હાર થઈ. જહાજ્પુર ખાતે યુદ્ધ ખેલાયું ત્યાં હાડાઓને હરાવ્યા. ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલાને પરાજિત કર્યો. દિલ્હીના સુલતાન પર પણ મેવાડના મહારાણાની ધાક હતી. મહારાણા મુકુલે ચિત્તોડગઢમાં વિષ્ણુનું મંદિર બંધાવ્યું. પાસે સુંદર તળાવ બંધાવ્યું. સમદિશ્વર મંદિરનું સમારકામ કરાવ્યું. ભગવાન એકલિંગજીના મંદિરનો કોટ ચણાવ્યો. ધાર્મિક વૃત્તિના ...Read More

19

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 17

રાણા કુંભાજી મેવાડની ગાદીપર એક એવો મહાન રાજવી ઈ.સ.1433માં બિરાજમાન થયો જેણે મેવાડને સુવર્ણયુગ આપ્યો. રાણા કા ગર્જન ગુંજ રહા, કુંભા કી ભૈરવ લલકારેં, મારુત કી સાંય સાંય મેં હૈ, અરિદલ કી કાતિર ચિત્કારે, એ હતા રાણા કુંભાજી ઉર્ફે કુંભકર્ણજી. તેઓ અદ્વિતીય વીર હતા. પ્રતાપી હતા. એ અલગ તરી આવતા પોતાના અપાર સંગીતશાસ્ત્રના જ્ઞાનને કારણે. સ્થાપત્ય કલાના તો વિશારદ હતા. તેઓના સમયમાં ખેડૂતો સુખી હતા. વ્યાપારીઓ નિર્ભય હતા. વ્યાપારની ધોરીનસ જેવા વણઝારાઓને મેવાડ પ્રદેશમાં ક્યાંય કનડવા કોઈ હિંમત કરતું નહીં. કારીગરોને તો નિત નવાં સ્થાપત્ય બંધાવાથી ગુજરાતની ચિંતા જ રહી ન ...Read More

20

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 18 અને 19

પ્રતિનિધિ સૂર્યદેવના ચિત્તોડગઢની વ્રતધારિણીઓમાં ધ્રાસકો પડ્યો. સૂર્યદેવ રિસાયા હોય એમ દર્શન આપતા જ હતા. દિવસો વીતી ગયા આકાશ વાદળછાયું રહેતું હતું. વ્રતધારિણી સૂર્યના દર્શન કરી અન્ન લેવા અધીરી બની ગઈ હતી પરંતુ હમણાં તો સૂર્યદેવ પણ માનીતી રાણીની માફક રુસણા લઈને બેઠો હતો. સૂર્યદર્શન વિના લાંધણ ખેંચી કાઢતી સ્ત્રીઓની ધીરજ સાતમા દિવસે ખૂટી. “શું વ્રત તૂટ્શે?” મેવાડના મહાજને અને દરબારીઓએ કપાતા હૈયે આ સવાલ ઉપાડ્યો. સૌ મુંઝાયા હતા પરંતુ મેવાડનો પ્રધાન શાણો હતો. એનામાં જબરી કોઠા-સૂઝ હતી. સૂર્યવંશી રાજાના રાજ્યમાં વ્રતધારિણીઓનું વ્રત સૂર્યદર્શન વગર તૂટે? તો તો પછી સૂર્યના વંશજ લાજે. રાજા તો ભગવાનનો પ્રતિનિધિ. એનામાં દેવનો અંશ હોય. ...Read More

21

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 20 અને 21

૨૦ . રાણા રાયમલ પરમ યશસ્વી રાણા કુંભાજીના અવસાન પછી તેમના પુત્ર રાયમલ મેવાડના મહારાણા બન્યા. તેઓ પરાક્રમી પિતાના વારસદાર હતા. આ સમયે માળવામાં સુલતાન નો ઉદય થયો. તેઓની આંખમાં મેવાડ કણાની માફક ખુંચતું હતું. રાયમલનો સમકાલીન માળવાનો સુલતાન ગિયાસુદ્દીન મહત્વકાંક્ષી હતો. મુત્સદ્દી રાયમલ આ વાત સારી પેઠે સમજતા હતા. તેમણે ચિત્તોડને કાયમ શસ્ત્રસજ્જિત રાખ્યું. માળવાના સુલતાન ગિયાસુદ્દીન સાથે રાણા રાયમલ ને અનેકવાર સંઘર્ષમાં ઉતરવું પડ્યું. અને દરેક વખતે રાણાને વિજયશ્રી વરી. છેવટે ગિયાસુદ્દીને સંધિ કરી. બાપારાવળના જમાનાથી ભગવાન એકલિંગજી કુળદેવ તરીકે સ્થાપિત થઈ ગયા હતા. બાપા રાવળે બંધાયેલું લગભગ પાંચસો વર્ષ જુનું મંદિર જર્જરિત થઈ ગયું હતું. રાણા ...Read More

22

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 22

પડી પટોળે ભાત પૃથ્વીરાજ અને તારાદેવી સુખપૂર્વક જિંદગી પસાર કરી રહ્યા હતા. જ્યારે મેવાડના રાણા રાયમલને પુત્રનાં પરાક્રમો જાણ થઈ ત્યારે તેમણે હર્ષપૂર્વક એક દૂત મોકલ્યો. “આપના પિતાજીએ મારી સાથે આ સંદેશો મોકલ્યો છે.” દૂતે કહ્યું. પૃથ્વીરાજે સંદેશો વાંચ્યો, “બેટા, પૃથ્વીરાજ, તેં ક્ષત્રિયોચિત વીરતા દાખવી છે. મારું નામ ઉજાળ્યું છે કુળને ગૌરવ અપાવ્યું છે. કોમલમેરનો કિલ્લો હું તારા માટે સોંપું છું. તારી ઈચ્છા થાય ત્યારે તું ત્યાં જઈને વસજે.” સાથે પુત્રવધુને કીમતી ભેટો અને આશીર્વાદ પણ મોકલાવ્યા. થોડા દિવસ પછી પૃથ્વીરાજે તારાને કહ્યું. “તારા, આપણે હવે કોમલમેરમાં જઈને વસ્તુ જોઈએ.” હું પણ એ જ ચાહું છું. ત્યાં આપણે ...Read More

23

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 23, 24 અને 25

રાજપુતાના નું ગૌરવ તારાદેવી કોમલમેરના કિલ્લાના મહેલમાં પોતાના શયનખંડમાં, બપોરના સમયે, જ્યારે સર્વત્ર શાંતિ છવાઈ ગઈ હતી. દરેક આરામ રહ્યા હતા. ત્યારે તારાદેવી પૃથ્વીરાજના વિચારોમાં બેચેન થઈને આંટા મારતી હતી. જલ્દી આવવાનો વાયદો કરીને, ત્રણ રાતો ગુમ થનાર પતિને મીઠો ઠપકો આપવા તે તલસી રહી હતી. પતિ આવે તો કેવી રીતે માનિની બનવું એની પેરવીમાં પડી હતી. તારાએ આજસુધી પતિનો આવો દીર્ઘ વિરહ સહન કર્યો ન હતો. સારસ-બેલડીની માફક તેઓ સાથે જ રહ્યા હતા. પૂજારી વીજળીની ત્વરાથી ઘોડાપર, કોમલમેરમાં આવ્યો. ઉતાવળે ઉતાવળે તારાદેવી સમક્ષ હાજર થયો. “મહારાણી બા…..” ગળે ડૂમો ભરાઈ આવ્યો. વધુ એનાથી બોલાયું નહીં. “પૂજારીજી, બોલો શું ...Read More

24

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 26

મહારાણા સંગ્રામસિંહ મેવાડના મહારાણા રાયમાલને ત્યાં ઇ. સ ૧૪૭૭માં સાંગાજીનો જન્મ થયો. તેઓ મહારાણાના ત્રીજા નંબરના પુત્ર હતા. વીર હતા. કુશાગ્ર બુદ્ધિ હતી. જબરા મહત્વાકાંક્ષી હતા તેમના પરાક્રમો વડે તેઓ સમસ્ત મેવાડમાં લોકપ્રિય હતા. યુવરાજપદની સ્પર્ધામાં તેમણે ઝુકાવ્યું. નિર્ણય તેમની વિરુદ્ધમાં આવ્યો. મહારાણાએ ગુસ્સે થઈ તેમની બેઅદબી બદલ દેશનિકાલ કર્યા. મહારાણા કુંભાના લગ્ન હાલાવાડના રાજધર ઝાલાની કુંવરી રતનકુંવર જોડે થયાં હતા. કોક કારણસર મહારાણા કુંભાજીએ ઝાલા રાણીનો ત્યાગ કર્યો હતો. ઉપેક્ષિતા સ્ત્રીની કરુણાનો તેમને જાત અનુભવ હતો. કુંવર સાંગાજી માટે તેમને લાગણી હતી. તેઓ ભક્તિભાવથી જીવન જીવતા હતા, રૈદાસ તેમના ગુરુ હતા. કૃષ્ણની સુંદર મૂર્તિ તેમણે ગુરુને ...Read More

25

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 27

યુવરાજ ભોજરાજ પંદરમી સદીની શરૂઆત હતી. ભારતના રાજકીય ક્ષિતિજે ઘણી ઉથલપાથલો થઈ રહી હતી. અફઘાન સત્તા પર પતનના ઘેરાયા હતા. મોગલો સરહદના દ્વાર ખખડાવી રહ્યા હતા. ભારતના રાજવીઓ કુસંપ, વૈભવ અને શરાબમાં પોતાના શતમુખી વિનિપાતને પણ નિહાળી શકતા ન હતા. તે વેળા રાજપૂતાનાંમાં મેવાડપતિ મહારાણા સાંગાજી હિંદુત્વ, ભારતીયતા અને સંસ્કૃતિના રક્ષણ માટે એક મહાસંઘની રચના કરવાનો શુભારંભ કરી ચૂક્યા હતા. એમના મહાસંઘમાં બધાંને સ્થાન હતું. પરંતુ રાજપૂત રાજવીઓ વધારે હોવાથી એ સંઘને રાજપૂત મહાસંઘના નામે ઓળખવામાં આવ્યો. મહારાણા સાંગાજી સિસોદીયા વંશના હતા. રાજપૂતાનાના કવિઓ સિસોદીયા વંશની ગૌરવ ગાથા ગાતા ગાતા કહેતા કે, પી લિયા ગરલ સીસા ...Read More

26

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 28

સમર્પણ ત્યાગ માનવીને મહાન બનાવે છે. સ્વાર્થ માનવીને વામણો બનાવે છે. ભક્તિ હોય ,વફાદારી હોય ,કે રાષ્ટ્રભક્તિ હોય મહિમા તો અદભુત હોય છે. મીરાંએ ભગવાનને ચરણે પોતાનું સર્વસ્વ સમર્પી દીધું હતું. એનું મનડું માયામાંથી હટીને હરિ ચરણોમાં લાગી ગયું. હતું. એને ગોવિંદ પ્યારો લાગતો હતો. જગત ખારું લાગતું હતું. એણે કોઈપણ પ્રકારનો ડાઘ ન લાગે એવો કાળો કામળો ઓઢી લીધો હતો. એનું નિવાસ સંતોનું પવિત્ર તીર્થ બની ગયું હતું. સંત સમાગમ દુર્લભ છે. મહારાણા સાંગાજી સમજતા હતા. પોતે આજીવન યોદ્ધા હતા એટલે મીરાંના સંત જીવનને પ્રોત્સાહન મળે એટલા માટે એક વિશાળ ભવન ,નોકરચાકરો અને તમામ પ્રકારની સુવિધા માટે ...Read More

27

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 29

શ્રધ્ધા ફળી જનની જણે તો ભક્ત ,કાં દાતા , કા શૂર નહિં તો રહેજે વાંઝણી , મત ગુમાવીશ નૂર માં એટલે જનની, એ પોતાના દીકરાને ધારે તેવો બનાવી શકે, ઉપેક્ષિત મુરાદેવીએ પોતાના પુત્ર ચંદ્રગુપ્તને મૌર્ય સામ્રાજ્યના મહાન સિંહાસન હસ્તગત કરવા માટે એવી રીતે તૈયાર કર્યો કે, આગળ જતાં તેને મૌર્યસમ્રાટ તરીકે ઈતિહાસમાં ઉજજ્વળ સ્થાન મેળવ્યું. માં પોતાના પુત્રને વીર, દાની કે સંત બને એવી ઝંખના સેવે, રાજપૂતાનામાં અને તેયે બુંદી રાજ્યને મહારાણી પોતાના પુત્ર માટે શી અભિલાષા સેવતી હોય ? પોતાનો પુત્ર મહાવીર બને, યુધ્ધમાં ન પીઠ દેખાડે ન કાયર બને એવી ઝંખના તો સામાન્ય રાજપૂતાણી પણ સેવતી ...Read More

28

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 30

મીરાંબાઈ એ મહાકરુણા ઘટના હતી. મહારાણા રતનસિંહ હરિની લાડલી મીરાંને હેરાન કરવા કોઈ નવી ચાલ રમે તે એક બનાવ બની ગયો. બૂંદીના રાવ સૂર્યમલ્લ સાથે અહડિયાના જંગલમાં શિકાર ખેલવા ગયેલા મહારાણા યજમાન સાથે યુદ્ધ ખેલવું પડયું. આ યુધ્ધમાં બુંદીના રાવ સૂર્યમલ્લ અને મહારાણા રતનસિંહ પરસ્પર ઘાવ કરીને મોતને ભેટયા. યજમાન અને મહેમાન બને ગયા. એ સાલ હતી ઈ.સ ૧૫૩૧ ની. હાડારાણી જવાહરબાઈ નો પુત્ર વિક્રમાજીત ગાદી એ બેઠો બુંદી અને ચિત્તોડએ રાજવીઓ ગુમાવીને ભારે આંચકો અનુભવ્યો. રાજમાતા ધનબાઈ જોધપુરના હતા. જોધપુર અને મેડતાના રાજવીઓના સંબંધો સારા ન હતા. આ સ્વાર્થી જગતમાં માનવીની પ્રગતિમાં હંમેશાં પિત્રાઈઓ ...Read More

29

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 31

મહારાણા વિક્રમાજીત બાદશાહ ની મહેમાનગતિ મહારાણા વિક્રમાજીત ને અમદાવાદ નું સ્મરણ થઈ આવ્યું. ગુજરાત નો શાહજાદો ચાંદખાઁ તેનો પરમમિત્ર ગયો હતો. બાદશાહે તે વખતે રાજકુમાર વિક્રમાજીતને બાન માં રાખી લીધો હતો. આથી વિક્રમાજીતને ગુજરાતની રાજધાની અમદાવાદમાં થોડો વખત રહેવાનો લાભ મળ્યો હતો. તે વેળા ચાંદખાઁ તેનો જિગરી દોસ્ત બન્યો હતો. કવ્વાલી અને નાચની મહેફીલો , શાહી રંગત અને વૈભવ , શરાબના જ્યાં અને ખૂબસૂરત સાકીની મસ્તી , એના મૃગાક્ષી નયનો . બાંકી અદા ,હાસ્ય અને મજાકના ફૂવ્વારા , ગઝલો અને હૂશ્ન ની પરીઓના જલસા નિહાળીને રાજકુમારનું મન બેકાબૂ બની જતું. એના યુવાન હૈયામાં સુષુપ્તપણે ઈશ્કની મરદ જગાવવામાં આ ...Read More

30

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 32

રાઠોડ વીર ક્લ્યાણસિંહ અમરપ્રેમ ૧૫મી સદી ભારતના ઈતિહાસમાં ભયંકર ઉથલપાથલ સર્જી ગઈ. પૃથ્વીરાજ ચૌહાણે ગુમાવેલા સામ્રાજ્યને ફરીથી કરવા મેવાડપતિ મહારાણા સંગ્રામસિંહની આગેવાની હેઠળ એક મહાપુરુષાર્થનો યજ્ઞ આરંભાયો. દિલ્હીની લોદી સત્તા ભીતરથી ખોખરી બની ગઈ હતી. ઉધઈ લાગેલા વટવૃક્ષને જેમ પવનના એક જોરદાર ઝાપટાંની જરૂર હોય, તેમ આ લોદી વંશને એક જોરદાર આક્રમણ ની જ જરૂર હતી. આ આક્રમણ ની વેળાએ જ એક સમાચાર આવ્યા. પંજાબનો સૂબો દોલતખાન દિલ્હી થી નારાજ હતો. એની નજર દિલ્લીના સિહાસન પર છે. એણે કંદહારના બાદશાહ બાબરને દિલ્લી પર ચઢાઈ કરવા માટે આમંત્રણ આપ્યું છે. દિલ્હીનો સુલતાન ઈબ્રાહીમ લોદી વીર પણ ઘમંડી ...Read More

31

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 33

દૂરંદેશી મહારાણા ઉદયસિંહ ઈ. સ. ૧૫૪૦ની સાલ હતી. કુંભલગઢ મેવાડનો સૌથી ઊંચો અને મજબૂત ગઢ એના હતા. આશાશાહ ઉર્ફે આશાદેપુરા. તેઓના અધ્યક્ષપદે કુંભલગઢમાં એક મંત્રણાસભા યોજાઈ. આજે સ્વામીભક્ત,રાષ્ટ્રભક્ત અને નીતિને વરેલા મેવાડના શાણા સરદારો ભેગા થવાના હતા. કારણકે આજે મેવાડનું ભાવિ નક્કી થવાનું હતું. આજે મેવાડના જુલ્મી મહારાણા વનવીરનો સિતારો અસ્ત થવાની તૈયારી કરતો હતો. એના તકદીરનો ફેસલો થવાનો હતો. મહારાણા સંગ્રામસિંહના વડીલબંધુ પૃથ્વીરાજનો પુત્ર વનવીર જ્યારે મેવાડનો મહારાણો બન્યો ત્યારે સૌ એ વિક્રમાજીતના કાયર શાસનથી છૂટયાનો અનુભવ કર્યો. પરંતુ થોડા દિવસોમાં જ વનવીરનું પોત પ્રકાશ્યું. એ અહંકારી બન્યો, એ હત્યારો બન્યો, વફાદારોને હટાવી ...Read More

32

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 34

અમાનત મોગલોની રણથંભોર પર ચડાઈ -૧ રાજપૂતાનાનો પ્રથમ કક્ષાનો કિલ્લો ચિત્તોડગઢ હતો. રણથંભોર દ્વિતીય ક્રમે આવતો હતો. શહેનશાહ સમય માં સુરજનસિંહ હાડા ત્યાં નો રાજવી હતો. હાડા અણનમ હોય છે. તેથી જ કહેવાતું કે, સો ખસે ખાડા પરંતુ એક ન ખસે હાડા. ઈ. સ. ૧૫૭૧ નો સમય હતો. મોગલ શહેનશાહના હાથે ચિત્તોડગઢનું પતન થઈ ચૂક્યું. મહારાણા ઉદયસિંહ અરવલ્લીની પહાડીઓમાં ,ગોગુન્દા પાસે જતા રહ્યા હતા. કૃષ્ણે મથુરા છોડી દ્વારિકા વસાવ્યું હતું તેમ મહારાણા ઉદયસિંહે પણ એક નગર ગોગુન્દાની પાસે આબાદ કર્યું હતું. તે નિર્માણાધીન હતું. એમ કહેવાતું કે, રાજા મીદાસની સુવર્ણ-લાલસા ક્યારેય સંતોષાઈ ન હતી. હવે અક્બરશાહ એ ...Read More

33

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 35

ભગવાન એકલિંગજી ની યાત્રાએ નવી રાજધાની નો વિચાર ઈ. સ. ૧૫૫૦ની સાલ ચાલતી હતી. એ વખતે દિલ્હીની ગાદીપર શેરશાહના શાસન કરતાં હતા. મહારાણા ઉદયસિંહ મેવાડને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શૂરવંશનો બાદશાહ આંતરિક ઝગડાઓમાં ફસાયેલો હતો. એને રાજપૂતાના તરફ નજર દોડાવવાની ફુરસદ જ ન હતી. મહારાણા સાંગાજી પછીના મધ્યકાળમાં મેવાડે અસંખ્ય લડાઈઓ આપી હતી. પરિણામે ઉદયસિંહ જ્યારે મહારાણા બન્યા ત્યારે ધન, જન અને ઉત્સાહનો નિતાંત અભાવ હતો. ૧૫૪૦માં રાજ્યક્રાંતિ સરજાઈ ત્યારે ઝાલોરપતિ વીરસિંહ, સાંચોર નરેશ પૃથ્વીરાજ, સહીદાસ સલુંમ્બરાધિપતિ , બાંગોરના સંગદેવ, રાજગઢના સિંહનાથ, ડુંગરપુરના યશકર્ણ જેવા રાજવીઓએ સંપૂર્ણ સહાય કરી હતી. રાજ્યમાં જ્યારે શિથિલતા હતી ત્યારે કેટલાક ...Read More

34

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 36

વીર જયમલ રાઠોડ આગ્રાનો કિલ્લો મોગલો માટે અત્યંત સુરક્ષિત હતો. આગ્રા તો મહાન મોગલ સમ્રાટ અકબરની રાજધાનીનુ હતું. ઇ.સ.૧૫૭૮ ની સાલ હતી. લાહોરથી બાદશાહ અકબર આગ્રા આવી રહ્યા હતા. હાથી પર અંબાડીમાં બિરાજમાન શહેનશાહ મુખ્ય પ્રવેશદ્વાર તરફ દ્રષ્ટિપાત કર્યો. ત્યાં પથ્થરની બે વીર પ્રતિમા દેખાઈ. આ બે પાષાણ-પ્રતિમા ગજસવાર જયમલ રાઠોડ અને ફતાજી સિસોદિયા ની હતી. સમ્રાટને એક દાયકા પૂર્વેની ઘટના યાદ આવી. જયમલ રાઠોડ ચિત્તોડગઢ નો વીર સેનાપતિ હતો. રણાંગણમાં એણે અને ફત્તાજી સિસોદિયાએ મોગલોને ભયંકર ટક્કર આપી હતી. એના મૃત્યુ પ્રસંગે પોતે ભાવવિભોર થઈ બોલી ઉઠ્યા હતા. “ મોગલો પાસે જો આવા ...Read More

35

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 37

કુછવાહા ભારમલ આમેરના કિલ્લામાં સોંપો પડી ગયો. આજે મહારાજા ભારમલજી કુશવાહા ભારે ચિંતાગ્રસ્ત હતા. આમેરનું રાજ્ય રાજપૂતાનામાં આગળ રાજ્ય હતું. તેના રાજાઓ રાજપુતી આન ,બાન અને શાન માટે પંકાયેલા હતા. તેઓ સૂર્યવંશી રાજપૂત હતા. વિજેતા કુશના વંશના તેમના વંશજો ‘કુશવાહ’ કહેવાતા. સમય જતાં એનું અપભ્રંશ ‘કુછવાહા’ બની ગયું. રોહતાસગઢ, નિષધ ,ગ્વાલિયર. નરવર વગેરે સ્થળોએ તેમનાં રાજ્યો હતા. વ્રજદામાં તેમનામાં પ્રસિધ્ધ રાજવી થઈ ગયો. એનો પુત્ર સોંઢદેવ રાજપૂતાનામાં આવ્યો. એના પુત્ર દુલ્હેરાયે દોસાક્ષેત્રનો પ્રદેશ જીતો ગાદી સ્થાપી. દુલ્હેરાય કુછવાહાના પુત્ર કોકીલે અંબિકાપુર પ્રદેશના મીણાંઓને હરાવ્યા. અંબિકાપુર પર વિજય મેળવ્યો. આ મીણાં જાતિ જયપુર અને જોધપુરની સરહદે, પાસે ...Read More

36

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 38

ચેતક ચિતોડમાં ઈ. સ.૧૫૫૯ની સાલ હતી. રાજસ્થાનના મેવાડમાં , ચિત્તોડગઢમાં મહારાણા ઉદયસિંહ શાસન કરતાં હતા. આગ્રાથી મોગલ પોતાનું કાઠુ વધારી રહી હતી. ૧૭ વર્ષનો કિશોર અકબર મોગલ શહેનશાહ હતો. સત્તાનો ખરો દોર તેના ફુઆ અને સેનાપતિ બહેરામખાનના હાથમાં હતો. તેણે કડક હાથે અફધાનો ને કચડી નાખ્યા હતા. એ જમાનો યુદ્ધનો હતો. ભારતમાં પહેલાં હાથીઓનો ખૂબ ઉપયોગ થતો. પોરસનો પોતાનો એક અતિ પ્રિય હાથી હતો. મેસિડોનિયાથી પંજાબ સુધી વિજયોની પરંપરા સર્જીને આવેલા સિકંદર પાસે મજબૂત અશ્વ દળ હતું. તેનો અતિ પ્રિય ઘોડો બુસેફેલસ હતો. એક જમાનામાં ભારતની સેનામાં હાથીઓની બોલબાલા હતી. રાજા હાથીની અંબાડી પર ...Read More

37

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 39

ઈન્સાફ કા ફરિસ્તા એ દિવસો પ્રજા માટે આતંકદાયી હતા. યવનોના આક્રમણો એ સામાન્ય ઘટના બની ગઈ માંડુનો સુલતાન બાઝબહાદુર વીર હતો. બાઝ બહાદુર જેઓ વીર હતો તેવો જ ઉત્તમ શાયર પણ હતો. હિન્દી-ઉર્દૂના ક્લેવરને ઘડવામાં બાદશાહ બલ્બનના સમયથી સચોટ પ્રયત્નો થયા હતા. એમાં શીર્ષ સ્થાને અમીર ખુશરો હતા. પછી ‘પદ્માવત’ ના રચયિતા મલિક મહંમદ જાયસી અને હવે દિલ્હી દરબારમાં રહીમ ખાનખાનાન તથા માળવામાં બાઝ બહાદુર એને આગળ ધપાવી રહ્યા હતા. સુલતાન બાઝ બહાદુર કહેતા," ઉર્દૂ જબાન તો મુસ્લીમ શાયરો અને હિંદુ કવિઓ કબીર ,તુલસીદાસ , નાનક , મીરાં એ સજાવેલો અણમોલ ખજાનો છે.” ...Read More

38

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 40

શહેનશાહ અકબર મીરાબાઈ ની મુલાકાતે ધર્મ પ્રેમ અને સામાજિક જીવનના ક્યારેય બાધક નથી. રાજકુમારી જોધાબાઈ મોગલ ખાનદાનમાં, શહેનશાહ અકબર સાથે શાદી કરીને પ્રવેશી એટલે એ મરિયમ–અઝ ઝમાની બની. બાદશાહની પ્રિય મલિકા બની. મરિયમ–અઝ ઝમાની પાસે રૂપ અને ગુણ બંનેને અખૂટ ભંડાર હતો. ” ઈશ્વરની અમૂલ્ય દેનને ઘડીભરમાં મિટાવી દેવી એ એક વાત છે. અને એ દેન વડે માનવતા પ્રસરાવવી એ બીજી વાત છે. તારો જન્મ જ હિંદુ મુસ્લીમ સમસ્યાના નિવારણ માટે થયો લાગે છે. શાયદ અકબરશાહને તું સંસ્કારી અને સાચો સમ્રાટ બનાવી શકીશ. આ પણ એક પ્રકારનું બલિદાન જ છે મારી ...Read More

39

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 41

વારસદાર બાદશાહ જલાલુદ્દીન અકબરનો સિતારો બુલંદી પર પહોંચ્યો. ચારેબાજુ ફતેહ હાંસિલ થતી હતી. એણે દાદા અને પિતાના થોડો વળાંક લીધો હતો. રાજપુતોને તેણે શાસનમાં મોટી જવાબદારીઓ સોંપવા માંડી હતી. “હું આ દેશનો છું. મારે ઇસ્લામનો પ્રચાર કરવાનું ધ્યેય નથી રાખવું હું બાદશાહ છું ધર્મપ્રચારક નહીં.” આ તથ્યો પર તેણે શાસન કરવા માંડ્યું.” બાદશાહ અને જોધાબાઈ કાબુલ પહોંચ્યા. ” કાબુલમાં અમારા ખાનદાનના સૌથી બુઝુર્ગ આદરણીય અમ્મા મુબારક બેગમ વસે છે.” અકબરશાહે મલિકા જોધાબાઈને કહ્યું. અને કાબુલમાં મુબારક બેગમની મુલાકાત થઈ ત્યારે જોધાબાઈને એ વાતની પ્રતીતિ થઈ. ૬૮ વર્ષની જૈફ વયે તેઓ તંદુરસ્ત હતા ...Read More

40

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 42

સૂર્યોદય પ્રતાપ મહારાણા બન્યા સંધ્યાકાળનો રમણિય સમય હતો વાતાવરણમાં મંદ મંદ સુગંધિત સમીર લહેરાઈ રહ્યો હતો. રાજપુતાનાના મેવાડમાં, પાસે આવેલા ગોગુન્દામાં, રાજમહેલમાં મહારાણા ઉદયસિંહ પોતાની અતિપ્રિય રાણી ધીરબાઇ ભાટિયાની સાથે પ્રણયમસ્ત દશામાં વિહાર કરી રહ્યા હતા. રાણીની યુવાનીનો વસંતકાળ જણાતો હતો. મહારાણાની યુવાનીની પાનખર ચાલતી હતી. મહારાણા ઉદયસિંહની અતિપ્રિય પત્ની ધીરબાઇ સૌંદર્યવતી હતી. તે મહારાણાના હૃદયનો ધબકાર હતી.1 ઈ. સ. ૧૫૭૨ના,ફેબ્રુઆરી માસની ૨૭મીની એ સોહામણી સંધ્યા હતી. આજે આખો દિવસ મહારાણાએ બેચેનીથી વિતાવ્યો હતો. તેઓએ પુષ્કળ મનોમંથન અનુભવ્યું. પોતાના અર્ધસૈકાના જીવનપથ ચિત્રવિચિત્ર સ્મૃતિ-સેર તેમની આગળ તરવરી રહી હતી. મેવાડના ઇતિહાસની છેલ્લા તેત્રીસ વર્ષની, એકેએક ક્રાંતિકારી ...Read More

41

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 43

બાદશાહ અકબર અને કુંવર જગમાલ સિરોહીના રાવ સુરતાણસિંહ ને દબાવવા ; -----૧ ------- અશ્વ પર જગમાલ આવ્યો ચાલ્યો જાય છે. મહારાણાજી, જગમાલ મેવાડ છોડી આગ્રા તરફ જઈ રહ્યો છે રાજ્યના ગુપ્તચરે સંદેશો આપ્યો. ક્ષણવારમાં મહારાણા પ્રતાપસિંહએ કંઈક વિચારી લીધું. સાગર, મારી સાથે ચાલ.’ મોડી રાતે, બે અશ્વારોહી ગોગુન્દાથી બહાર પડ્યા. અડધી રાત્રે બંને જગમાલને આંતર્યો. બને બાજુથી જય એકલિંગજીનો નાદ સંભળાયો. “ જગમાલ, ભાઇ ઊભો રહે. જગમાલે પાછળથી આવેલા અવાજને ઓળખ્યો. ‘સાગર, તું આવી પહોંચ્યો.” કહી જગમાલ ઘોડા પરથી ઉતર્યો. “ભાઈ, તમે મેવાડ છોડી રહ્યા છો.” “ ...Read More

42

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 44

જલાલુદીન કોરચી મેવાડમાં શહેનશાહ અકબર આગ્રા શહેરમાં પોતાની રાજધાની બનાવીને રહેતા હતા. મેવાડ જાહોજલાલી એની ચરમ સીમાએ પહોંચી હતી. સંગીત, કાવ્ય. સાહિત્ય, શિલ્પ હર એક ક્ષેત્રમાં ભારતે અદ્વિતીય પુરુષો આપ્યા હતા. સંગીતકાર તાનસેન અજોડ હતો. આગ્રા શહેરની હદમાં એના સિવાય બીજા કોઇનું સંગીત સંભળાતું ન હતું. કોઈ ગવૈયાની મગદૂર ન હતી, કે સંગીતના સૂરો છેડી શકે જો છેડે તો મુકાબલો કરવો પડે. અને આ મુકાબલા નું પરિણામ એક જ આવે પરાજય. પરાજય એટલે મોત. આવા નવ રત્નો અકબરશાહ ના દરબાર માં બિરાજતા હતા. એક દિવસે ચર્ચા નીકળી,” બાદશાહ અકબર સામ્રાજ્યવાદી છે કે ...Read More

43

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 45

ગુજરાતમાં મોગલસત્તા ગુજરાત ભારતનો નાનકડો પ્રાંત ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકા આવીને ગુજરાતને જગતના પટપર વિસ્વ પ્રસિધ્ધ બનાવ્યું. પ્રભાસપાટણ સોમનાથના ગુજરાતને હિંદભરના રાજવીઓ, મહાજનોઅને ધાર્મિક સંત, મહંતોને પોતાને આંગણે આમંત્રી યજમાન બનાવ્યા. વલ્લભીપુરના શીલદિત્ય, અહિલપુરના ચાવડા અને સોલંકી રાજાઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું પરંતુ એની અસ્મિતા તો જાગી સિદ્ધરાજ જયસિંહના શાસને, એણે સિધ્ધિઓ પ્રાપ્ત કરી. પરમ ભટ્ટારર્ક, અવંતીનાથ, ગુજરાતનો નાથ, બર્બરકજિષ્ણુ જેવા બિરુદોં ધારણ કર્યા. એની યશકલગીમાં માળવાનો વિજય ઉમેરાયો એ કલગીને ઝળહળતી રાખી વીર કુમારપાળે. વાધેલા રાજવી કર્ણદેવની વિજય લાલસાએ અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત સર કર્યું. ગુજરાતનો વહીવટ દિલ્હીંના સુલતાનોના હાથમાં આવ્યો. પરંતુ તૈમુર લંગની ચઢાઈએ સર્જેલી અરાજકતાનો લાભ ગુજરાતના ...Read More

44

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 46

સહોદર નો સંઘર્ષ રાજપુતાનાના મેવાડ પ્રદેશમાં આવેલા આયડના જંગલો મેવાડપતિના શિકાર શોખ માટે ઉત્તમ સ્થળ હતું. મેવાડ જ્યારે જ્યારે મનનો થાક ઉતારવા ઈચ્છતા ત્યારે ત્યારે આયડન જંગલો એમને શિકાર માટે આમંત્રણ આપતા. એક વખતે પોતાના સરદારો સાથે મહારાણા પ્રતાપસિંહ આયડન જંગલોમાં શિકારે આવ્યા. એ વસંતઋતુ હતી. અને અહડિયા નો ઉત્સવ હતો. શિકારની શોધમાં સર્વે વિખરાઈ ગયા. ગીચ જંગલમાં , બે મહાબલી , વીરપુરુષો ઘોડેસવાર થઈને પસાર થઈ રહ્યા હતા. તેઓએ શિકારીનો વેશ પરિધાન કર્યો હતો. પરંતુ મુખમુદ્રા પરથી રાજવંશી લગતા હતા. આ વીરનરો રામ-લક્ષ્મણ ની જેમ શોભતા હતા. તેઓ હતા મહારાણા પ્રતાપ અને કુંવર શક્તિસિંહ. ...Read More

45

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 47

રાજા માનસિંહની મનોવ્યથા યુવાની દીવાની હોય છે. હું અંબરનરેશનો કુંવર, હું રાજપૂતાનામાં એક મહાન રાજ્યનો, આભિજાત્ય કુળમાં યુવક, મારા પૂર્વજો ઈક્ષ્વાકુ ,ભાગીરથ , સગર અને રામ જેવા પ્રતાપી તથા મહિમાવંત. આમ વિચારો તો મેવાડનો ગુહિલોત વંશ અને અંબરનો કછવાહા વંશ , એક જ વૃક્ષની બે ડાળીઓ જેવા. એકનો આદિપુરુષ લવ , બીજાનો આદિપુરુષ કુશ. સમયની બલિહારી છે ને ! રામ માટે ભરત, લક્ષ્મણ અને શત્રુધ્ન પણ પ્રાણ પાથરતા. જ્યારે મારે મહારાણા પ્રતાપની સામે ,યુધ્ધને મોરચે મોગલસેના દોરવાની. પ્રતાપ સમયને પોતાની સાથે ચલાવવા ઈચ્છે છે જ્યારે હું સમયની સાથે ચાલવા ઈચ્છું. આ દેશની સમૃધ્ધિ માટે અમે ...Read More

46

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 48

મોગલ દરબારમાં શક્તિસિંહ કુંવર શક્તિસિંહ આયડના જંગલ માંથી વિખૂટો પડ્યો. પછી પોતાના અંગરક્ષકો અને પરિવાર સાથે તેણે મેવાડ મહારાણાએ મને ઘાસના તણખલાની માફક ઉખાડીને ફેંકી દીધો. રાજપૂતનાના લોકો પર મહારાણાનું એટલું ઘેલું છે કે, તેઓનો મિત્ર સૌનો મિત્ર બની જાય છે. અને તેઓનો દુશ્મન સૌનો દુશ્મન બની જાય છે. રાજપૂતાનાની ધરતીમાં મારા માટે ટીપુંય પ્રેમ ન રહ્યો. હવે શક્તિની કદર રાજપૂતાનાનાકોઈ રાજ્યમાં થાય જ નહિ. હવે હું કયાં જઈશ ? શક્તિસિંહ દ્વિધામાં પડી ગયો. પોતાના ધર્મની, માનની, મર્યાદાની રક્ષા થાય અને પોતે યોગ્ય મોભો મેળવે એવું સ્થાન ક્યાં ? રાજપૂતાનામાં અંબર, જોધપુર ખરાં પરંતુ એ મોગલ ...Read More

47

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 49

મહારાણા પ્રતાપસિંહ અને રાજા માનસિંહ મોગલ સેનાપતિ કુંવર માનસિંહના હૈયામાં હર્ષ માતો ન હતો. એણે પોતાના ધ્યેયના પ્રથમ સફળતા પૂર્વક સર કર્યું હતું. બાદશાહ અકબરના આદેશ પ્રમાણે જ્યારે તેણે ગુજરાતમાંથી પ્રસ્થાન કર્યું ત્યારે ડુંગરપુર નરેશ પર પોતાનો વિજય મળશે એ ધાર્યું ન હતું. ડુંગરપુર નરેશ મહારાવલ આસકરણે સામનો કર્યો પણ અંતે ડુંગરાઓમાં , નાસીને ભરાઈ જવું પડ્યું. ઉદયપુર ની સરહદ આવી એટલે કુંવર માનસિંહે સેના ને મુકામ કરવાનો આદેશ આપ્યો. “ હું મહારાણા ને મળવા જાઉ છું, તું સેના સાથે રહે, “ કુંવર માનસિંહે પોતાના નાનાભાઈ ને આદેશ આપ્યો. “ મોટાભાઈ, હઠીલા રાણા જોડે મુલાકાતે જાઓ છો ત્યારે ...Read More

48

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 50

રાજા માનસિંહ અને કુંવર અમરસિંહ અંધારી કાજળઘેરી રાત હતી. મેવાડની પ્રજાપરિષદના આગેવાનો, મહાજનો ,સરદારો , કોમલમેર નરેશ અક્ષયરાજ ,માનસિંહજી સોનગિરા , જેઓ ઉદયપુરમાં જ હોવાથી તેમને ખાસ આમંત્રણ આપી ઉપસ્થિતિ રહેવા સૂચવ્યું હતું. મેરપુરના ભીલ રાજવી પૂંજાજી મંત્રણાગૃહમાં ભેગા થયા હતા. સર્વે મહારાણા પ્રતાપસિંહના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતાં. અગત્યની મંત્રણા માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું, સૌને ખબર હતી કે, આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હતો. સૌને વધુ વાર પ્રતિક્ષા કરવી પડી નહિ, મહારાણા પધાર્યા. સભામાં મહારાણાજીનો જય હો, ‘જય એકલિંગજી ’ નો હર્ષ ભર્યો, નાદ ગુંજી ઉઠ્યો. મહારાણાએ આસન ગ્રહણ કર્યું. ધીરગંભીર મુખમુદ્રા હતી, ...Read More

49

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 51

રાજા ભગવાનદાસ મેવાડમાં આમેરના રાજા ભારમલ ઉર્કે બિહારીમલના પુત્રનું નામ ભગવાનદાસ. મોગલ સામ્રાજ્યના શહેનશાહ અકબરની મુખ્ય બેગમ જોધાબાઇ રાજકુમારી અને રાજા બિહારીમલની પુત્રી હતી. ઇ.સ. ૧૫૬૨માં તેના લગ્ન થયા. ભગવાનદાસ વીર, ધીર અને સુયોગ્ય યુવાન હતો. બાદશાહે એને પોતાના લશ્કરમાં મોટો ‘મનસબદાર’ બનાવ્યો અને ‘રાજા’ની પદવી આપી. રાજા ભગવાનદાસે પણ તન, મનથી બાદશાહની સેવા કરી. એની આગેવાની હેઠળ જ ચિત્તોડગઢ, રણથંભોર, જોધપુર, મેડતા વગેરે રાજપુતાના રાજ્યો મોગલ સામ્રાજ્યમાં વિલીન થયા હતા. રાજા ભગવાનદાસ મોગલ સામ્રાજ્યના એક મજબૂત અને અભિન્ન અંગ ગણાતા હતા. તેમનો પુત્ર જે પણ એક ‘મનસબદાર’ હતો અને ‘રાજા’ ની પદવી ધરાવતો હતો. જે ...Read More

50

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 52

મહારાણા પ્રતાપ અને રાજા ટોડરમલ. રાજા ટોડરમલ : મોગલ સામ્રાજ્યની અનોખી વિભૂતિ અકબર રાજપૂતોને મિત્ર બનાવી મોગલ મજબૂત બનાવવા માંગતો હતો. મેવાડના મહારાણાઓ સ્વતંત્રાનો ઝંડો લઈને ઝઝૂમતા હતા. અકબરશાહ મહારાણા પ્રતાપસિંહને મંત્રણામાં જ જીતી લેવા માંગતા હતા, કારણ કે, રાજપૂતાના અરવલ્લી પર્વતના પ્રદેશમાં મોગલસેના મેવાડી વીરોને ખતમ કરી શકે એમ ન હતી. બાદશાહ અકબરના ત્રણ સમર્થ રાજદૂતો જલાલુદીન કોરચી, રાજા માનસિંહ અને રાજા ભગવાનદાસ મહારાણા સાથે મંત્રણા કરી ગયા. ચાલાક મહારાણાએ આ ત્રણે મહાનુભવોને કોઠું ન આપ્યું. અકબરશાહ મુંઝાયા. મેવાડી મહારાણાને સમજાવવા કોને મોકલવો? રહીમ ખાનખાનાનનું નામ યાદ આવ્યું પરંતુ તે હસ્યા. કવિ રહીમ પાછો ...Read More

51

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 53

વીર પૂંજાજી ઉંચા ઉંચા પહાડોની વચમાં આવેલી ખીણમાંથે ઘોડેસવારો પસાર થઈ રહ્યા હતા. સૌ સવારો કદાવર છે. ઘોડાઓ છે. આ ઘોડે સવારો મહારાણા પ્રતાપસિંહના આદેશથી પાનખા ગામે ભીલરાજા પૂંજાજી પાસે જઈ રહ્યા હતા. એક યુવાન લાગતો ઘોડેસવાર સરદાર ગુલાબસિંહ છે. જેના પિતા અઢળક સંપત્તિમાં આળોટતા જમીનદાર છે પરંતુ ગુલાબસિંહ દેશભક્ત યુવાન છે. મહારાણા પ્રતાપના અંગરક્ષક તરીકે તેણે પોતાને સમર્પિત કરી દીધો છે. એની લગોલગ કંઇક અંશે ભયંકર ચહેરો ધરાવતો દાઢીધારી પ્રૌઢ વયનો ઘોડેસવાર છે. કાલુસિંહ એણે એના સાથીઓ સાથે થોડા સમય પહેલાં જ ડાકૂગીરી છોડી દીધી છે. પાછળ એના સાથીઓ છે. સૌથી આગળના બે ઘોડેસવારો વાતોમાં મશગુલ છે. ...Read More

52

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 54

બાદશાહ અકબર અને અબુલ ફઝલ સમ્રાટ અકબરનું શાસન ચાલતું હતું. ત્યારે ઇસ્લામ ધર્મીઓમાં “ઇમામે મહદી” ના સિદ્ધાંત અનુસાર મોટી ચાલતી હતી. આ સિદ્ધાંતમાં માનનારા લોકોના વિશ્વાસ હતો કે, મહંમદ પૈગંબર સાહેબના એક હજાર વર્ષ બાદ એક નવા ઇમામે-મહદી પ્રકટ થશે. જે ઇસ્લામ ધર્મને એના મૂળ સ્વરૂપે સ્થાપિત કરશે. વિકૃતિઓ દૂર કરશે. આ હજાર વર્ષની અંતિમ શતાબ્ધીનો દીર્ઘ સમય શહેનશાહ અકબરના શાસનકાળમાં જ પુર થતો હતો. આથી લોકો ગંભીરતાથી વિચારતા હતા કે, ઇમામે-મહદી ક્યાં અને કેવા સ્વરૂપે જન્મ લેશે. એવું બન્યું હતુ કે, આ ધાર્મિક માન્યતાઓનો લાભ લઈને ઘણાં લોકો આગળ આવ્યા હતા જેઓ પોતાને ઇમાએ- મહદી તરીકે ઓળખાવીને પોતાના ...Read More

53

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 55

(૫૫) અંતિમ નિર્ણય મેવાડમા સૂર્યોદય થઈ ચુક્યો હતો. દિન પ્રતિદિન એના કિરણોમાં ગરમી આવતી જતી હતી. નવા મહારાણા પ્રતાપસિંહ તૈયારીની સાથે સાથે રાજ્યની આંતરીક વ્યવસ્થા પણ ફરીથી ગોઠવવામાં મગ્ન થઈ ગયા હતા. રાજા બિરબલ ઘણાં વર્ષો સુધી આંબેરમાં રહ્યા હતા. તે વખતે મેવાડની પરમ વિભૂતિ મીરાંબાઇ ગુપ્તવેશે ત્યાં એકાંત વાસ સેવી રહ્યાં હતા તેમનું એક સ્વપ્ન હતુ. આ દેશમાં બધાંએ મળી લડાઇને દેશવટો આપવો. હવે જ્યારે મુસ્લીમોએ આ દેશના વતની તરીકે અહીંની માટી સાથે જન્મમરણનો નાતો બાંધ્યો છે ત્યારે સમન્વયની ભાવનાનો વિકાસ થવો જોઇએ. મહાન સંત મીરાંબાઇનાં આ અવપ્નને રાજા બીરબલે પોતાના હૈયામાં કંડારેલું હતુ. એ મેવાડના રાજવંશી તેજને ...Read More

54

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 56

શતરંજના પ્યાદા બાદશાહ અકબર રાજકારણની શતરંજના અઠંગ ખેલાડી હતા. સમયસર સોગઠી મારવામાં તેઓ અજોડ તેઓ શતરંજના ખેલમાં જે પ્યાદાઓ ગોઠવતા તે સચોટ પૂરવાર થતા. બાદશાહે જોયું કે, રાજપૂતો ખૂબ જ સ્વાભિમાની છે. જબરા સંવેદનશીલ છે. ઝેર ઝેરને મારે એ ન્યાયે રાજપૂતોમાં ભાગલાં પડાવ્યા. રાજપૂતાનાની મજબૂત રાજકીય ધરી એટલે મેવાડ, મારવાડ અને આંબેર રાજ્યની એકતા આ એકેયમાં આંબેરને પોતાના પક્ષે ભેળવી લીધું ન ધારેલા ભાગલા રાજપૂતોમાં પડ્યા. રાજા માનસિંહ અને રાજા ભગવાનદાસ મારફતે રાજપૂતાનામાં પોતાના પગડંડો જમાવી દીધો. બાદશાહ પ્રત્યક્ષ રીતે સામ્રાજ્યવાદની વાતો કરતા ન હતા. પ્રજાની ભલાઇ માટે વિશાળ સામ્રાજ્યની મધુર કલ્પના વહેતી મૂકતા. ...Read More

55

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 57

મેવાડ અભિયાનના સેનાપતિ અકબરશાહે પોતાના રાજ્ય અમલની શરૂઆતમ જ અજમેર જીતી લીધું હતું. અજમેર શહેર વિશ્વભરમા ખ્વાજા મોહીયુદીન ચિશ્તીની માટે જાણીતું હતું. એ દરગાહ ચમત્કારી છે. અકબરને ખ્વાજા સાહેબની દરગાહ પર અપાર શ્રદ્ધા હતી. શ્રી ગરીબ નવાઝ ખ્વાજા સાહેબ, ચેશ્તી પર્શિયન હતા. તેઓ ઇ.સ. ૧૨૩૩ ના વર્ષમાં ૯૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. શાહજાદા સલીમના જન્મ પછી તો બાદશાહની શ્રદ્ધામાં વધારો થયો હતો. અકબર હવે હિંદુઓને કાફિર સમજતો ન હતો. હિંદુઓના મંદિરો પ્રત્યે એને દ્વેશભાવ ન હતો. મારા શાસનમાં કોઇ મંદિર જમીનદોસ્ત ન થાય. કોઇ દેવમૂર્તિ ભાંગે નહિ એવી તેની ભાવના હતી. તે સફેદ પાઘડી પણ કોઇ કોઇ વાર ...Read More

56

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 58 અને 59

(૫૮) મેવાડ પ્રતિ પ્રયાણ મોગલસેના અજમેરથી માંડલગઢ આવી પહોંચી. હજુ રાજા માનસિંહે સંધિની આશા છોડી ન હતી. મહારાણા સિંહ પણ દુર્ગમ કુંભલમેરના કિલ્લામાંથી નીકળી ગોગુન્દા આવ્યા. નવી રાજધાની ઉદયપુર બંધાઇ રહ્યું હતું. એના સરોવરો, એના મહેલો વગેરેનું નિર્માણ કાર્ય ચાલતું હતું. સોળ વર્ષ થવા આવ્યા હતા છતાં હજુ એ નિર્માણ થઈ રહ્યું હતું. મહારાણાએ ગોગુન્દામાં યુદ્ધ અંગે ચર્ચા વિચારણા કરી. મહારાણાનો વિચાર તો હતો કે, વાયુવેગથી માંડલગઢ જઈને રાજા માનસિંહને યુદ્ધ આપવું. પણ બધાં સરદારોએ પ્રાર્થના કરી કે, કુંવર માનસિંહ માત્ર પોતાની તાકાતથી જ નથી લડવા આવ્યા. વાછરડો જેમ ખીલે કુદે તેમ મોગલસેનાના જોરે હુંકાર કરે છે. આપણે ...Read More

57

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 60

(૬૦) કુંવર શક્તિસિંહ અને મોહિનીદેવી યુદ્ધ થશે. મારી મુરાદ પૂરી થશે. મોગલસેના પડાવ નાંખીને હતી. રાજા માનસિંહ ઇચ્છતા હતા કે, મેવાડી સેના હલ્દીઘાટીના મેદાનમાં આવે તો યુદ્ધ શરૂ કરીએ જ્યારે મહારાણા પ્રતાપ ઇચ્છતા હતા કે, રાજા માનસિંહ બેહસિંગના સાંકડા માર્ગમાં મોગલ સેનાને દોરીને આગળ વધે એટલે વીજળીની ગતિથી આક્રમણ કરીને ખાઅત્મા બોલાવી દઉં. આમને આમ ત્રણ ત્રણ દિવસ પસાર થઈ ગયા. બંને પોતાની વ્યૂહરચના ગોઠવીને બેઠા હતા. સાણસો બરાબરનો ગોઠવાયો હતો. શિકાર આવે એટલે દબાવી લેવાની જ વાર હતી. મહારાણા પ્રતાપ ગેરીલા યુદ્ધ કરીને, દુનિયાને બતાવી આપવા માંગતા હતા કે, ઓછી સેના વડે પણ ...Read More

58

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 61

પાર્થને કહો સવારનો પ્રથમ પ્રહર, બંને સેનાઓ એકબીજા સામે ટકરવા આતુર હતી. મહારાણા વિખ્યાત ચેતક અશ્વ પર બિરાજમાન હતા. તેઓનું ભવ્ય વ્યક્તિત્વ, ઉષાકાળના ભગવાન ભાસ્કરના કિરણોમાં ઓર ખીલી ઉઠ્યું હતું. તેઓનું કદ લાંબુ હતું. વિશાળ અણીદાર નેત્ર હતા. ભરાવદર ચહેરો હતો. શૌર્યના પ્રતીક સમી મૂછો હતી. વિશાળ વક્ષસ્થળ, તેઓ અર્જુનની માફક આજાનબાહુ હતા. તેમનો વર્ણ ગૌરવર્ણ હતો. એવો ભાસ પડતો હતો કે, સાક્ષાત ભગવાન ભાસ્કર હલ્દીઘાટીના મેદાનમાં ઉતરી આવ્યા છે. ચેતક વારંવાર હણહણી રહ્યો હતો. તે થોડી થોડી વારે પાછલા પગે ઉભો થઈ જતો. જાણે એમ કહેતો ન હોય! “માલિક, હવે કેટલો વિલંબ? ...Read More

59

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 62

(૬૨) હલદીઘાટીનું યુદ્ધ હલદીઘાટી અને ખમણોરની વચ્ચે ઉંચી, નીચી જગ્યાએ યુદ્ધ શરૂ થયું. એક છેડો બનાસનદીના કિનારે પહોંચતો હતો. આ ભૂમિ કઠોર, દુર્ગમ, પથરાળી, કાંટાળી ઝાડીથી વીંટળાયેલી છે. બંને સેનાની આગલી હરોળની સાઠમારી અહીં થઈ. બાકીનું યુદ્ધ ખમણોરની દક્ષિણ-પશ્ચિમે આવેલા મેદાનમાં થયું. રાજા માનસિંહ મેદાની યુદ્ધ ઇચ્છતા હતા જ્યારે મહારાણા પ્રતાપ મોગલસેનાને પર્વતીય ખીણમાં યુદ્ધ આપવા માંગતા હતા. હાય વિધાતા! રણઘેલાં મેવાડી રાજપૂતો મહારાણાની એ વ્યૂહરચનાને સમજી શક્યા નહીં. ઉતાવળા બન્યા. યુદ્ધ મેદાનમાં અપાયું. યુદ્ધની દ્રષ્ટિએ સમૃદ્ધ, સુરક્ષિત અને સુવિધાજનક લોહસિંગ લોખંડ જેવી મજબૂતી ધરાવે છે. આ સ્થળની કરેલી પસંદગી મહારાણાજીજી અને તેમના ...Read More

60

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 63

(૬૩) પુર્નમિલન પુરપાટ દોડ્યે જતા ચેતકને લંગડાતો જોઇને મહારાણા ચમક્યા, ધ્યાનપૂર્વક તેમણે દ્રષ્ટિપાત કર્યો તેમનો પ્રાણપ્રિય ઘોડો ચેતક ઘાયલ થયો હતો. સ્વાતંત્ર્યના પૂંજારીને કયુ ઇનામ મળે? છાતી પર પથ્થર મૂકીને સ્વજનોના મૃત્યુની હોળી ખેલાતી જોવી પડે. હસતા હસતા ઝેરનો પ્યાલો ઉદરમાં સમાવીને, મૃત્યુની મંગલમય વેળાને વધાવી લેવી પડે છે. ફાંસીનો ફંદો ગળામાં નાંખીને સ્વતંત્રતાદેવીના ચરણોમાં કુરબાન થઈ જવું પડે છે. પ્રત્યક્ષ પુત્રો, પુત્રીઓ, પત્ની સેહાદરો અને સ્વજનોના રક્તને હસતા હસતા સમર્પણ કરી દેવા એ સ્વાતંત્ર્યવીરનું પરમ કર્તવ્ય બની જાય છે. બલિદાન વિના સિદ્ધિ શક્ય જ નથી. મોગલસેનાના બે મહાત્વાકાંક્ષી સરદારો. નામ તો એમના બીજા ...Read More

61

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 64 અને 65

(૬૪) કોલ્યારી ગામમાં યુધ્ધની તૈયારી માટે જ્યારે મંત્રાણા ચાલતી હતી ત્યારે મહારાણાજીએ કેવળ વિજયની અપેક્ષાએજ વ્યૂહની ગોઠવણ કરી હતી. તેઓ જાણતા હતા કે, હલદીઘાટીના યુદ્ધ પછી પણ સંઘર્ષની લાંબી પરંપરા ચાલવાની છે. જે હારશે તે સંઘર્ષ માટે તૈયારી કરશેજ. કદાચ હલદીઘાટીના જંગમાં મેવાડી સેનાને પીછેહઠ કરવી પડે તો ? જોકે આ વિચારને શરૂઆતમાં હસી કાઢવામાં આવ્યો હતો. પરંતુ મહારાણાએ જ્યારે એની સમજાવી ત્યારે ભીલ સરદાર પૂંજાજી બોલી ઉઠ્યો. “મહારાણાજી, ગોગુન્દા પાછા ફરવાનો સવાલ ઉઠતો જ નથી. કારણ કે મોગલસેના ગોગુન્દા તરફ જવા રવાના થશે. આવા સમયે અરવલ્લી પહાડીની ગોદમાં મારા વતનના ગામ પાનખાથી થોડે દૂર કોલ્યારી ગામ ...Read More

62

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 66 અને 67

(૬૬) હરદાસ નાયક ૧૫૭૬ ની સાલ હતી. જૂન મહિનો હતો. ૧૯ મી તારીખ હતી. ગોગુન્દા પહાડી વિસ્તારમાં આવેલી મહારાણા એક વખતની રાજધાની. હલદીઘાટીના યુદ્ધમાં બંને સેના વિખરાઈ ગઈ હતી. મહારાણાના અનામત ભીલ દળને લડવાનો મોકોજ ન મળ્યો. પૂર્વ સંકેત અનુસાર મેવાડી સૈનિકો, સામંતો અને યુદ્ધમાં ઘાયલ વીરોને આ અનામત ટુકડીઓએ સલામત સ્થળે ખસેડી દીધા. રાજા માનસિંહ મહારાણા હાથ ન આવવાથી ખૂબ ઉત્તેજિત હતા. તેઓએ સેનાને ગોગુન્દા કૂચ કરવાનો આદેશ આપ્યો. મહારાણા ગોગુન્દા જઈને છૂપાયા હોય. મેવાડના ૨૨ હજાર વીરોમાંથી માંડ આઠ હજાર વીરો રણમાં ખપી ગયા હતા. વધારે ખુવારી તો મોગલ દળની થઈ હતી પરંતુ શહેનશાહની ઇચ્છા પ્રમાણે મહારાણા ...Read More

63

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 68

(૬૮) કોમલમેરથી મહારાણાનો આદેશ કોલ્યારી ગામમાં થોડો સમય વિતાવી ભીલોની સહાયતા વડે મેવાડીઓ ગયા. હવે જંગ લાંબો ચાલવાનો હતો. નવી શક્તિ મેળવવા સૌ સ્વગૃહે ચાલ્યા ગયા હતા. પોતાના સાથીઓ સાથે મહારાણા કુંભલમેરના કિલ્લામાં આવી ગયા હતા. મહારાણા વિચારવા લાગ્યા. મેવાડના લોકોને મારે સંદેશો આપવો જોઇએ નહીં તો નિરાશામાં ડૂબેલા મેવાડીઓ, મોગલસેનાને તાબે થઈ જશે. એમણે એક નિવેદન બહાર પાડ્યું. ભીલોએ એને હર મેવાડી સુધી પહોંચાડી દીધું. “મારા વ્હાલા મેવાડીઓ, તમે જમીનદાર હો, તમે કૃષિકાર હો, તમે કોઇપણ ધંધો કરતા હો, મારા આદેશને, જે ભગવાન એકલિંગજીની પ્રેરણાથી, મેવાડની સ્વતંત્રતાના યજ્ઞ માટે હું આપી રહ્યો ...Read More

64

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 69

(૬૯) મહારાણા પ્રતાપ અને બાદશાહ અકબર મહારાણા પ્રતાપ કુંભલભેરના કિલ્લામાં પોતાના સાથીઓ સાથે ગયા, શહેનશાહ અકબરની સેનામાં ભારતવર્ષના તમામ પ્રાંતોના સૈનિકો જોડાયા હતા. આ સૈનિકો મારફતે હલદીઘાટીનું યુદ્ધ ભારત વિખ્યાત બની ગયું. કવિઓ, ગાયકો, નાયકો હિમશિખરથી માંડી કન્યાકુમારી ભૂશિર સુધી પ્રશસ્તિઓ બનાવી, ભજવીને ભારતીય સંસ્કૃતિના આ શિરોમણી, ભારતમૈયાના ભાલપ્રદેશની બંદિયા જેવા મહારાણાને બિરદાવી રહ્યા હતા. હિંદના નગરે-નગરે, ગામે ગામ, ચૌરે ચૌટે, અત્ર-તત્ર અને સર્વત્ર મહારાણા પ્રતાપની શૌર્યગાથા ગાજતી હતી. હિંદમાં સૂર્યની શક્તિથી નવો ઉત્સાહ પ્રગટ્યો હતો. શહેનશાહ અકબરને પોતાના ચુનંદા જાસુસો દ્વારા આ સામચારો મળતા હતા. જનતા-જનાર્દનના અવાજને કોણબાંધી કે ગુંગળાવી શક્યું છે? ...Read More

65

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 70

(૭0) કવી પ્રથિરાજ રાઠોડ રાજપૂતાનામાં આવેલા બિકાનેર રાજ્યની સ્થાપના રાવ બિકાજીએ કરી હતી. બિકાજી પછી લૂણકર્ણ, લૂણકર્ણ પછી અને જૈતસી પછી કલ્યાણમલ બિકાનેરની ગાદીએ આવ્યા. તેઓ ચિતોડગઢનાં રાજવી મહારાણા ઉદયસિંહના સમકાલીન હતા. તેમની પુત્રી મહારાણા સાથે પરણાવી હતી. સાથે સાથે મારવાડમાં આવેલા પાલી શહેરના રાજવી અક્ષયરાજ સોનગિરાની એક પુત્રી જયવંતી મહારાણા ઉદયસિંહની પટરાણી હતી અને બીજી પુત્રી ભક્તિમતી રાવ કલ્યાણમલની પટરાણી હતી. તે જમાનામાં રાજાઓ અનેક લગ્નો કરતા. સગોત્ર વિવાહ વર્જિત હતા. સંબંધોના આટાપાટા ગુંચવાયેલા હતા. રાવ કલ્યાણમલના અગિયાર પુત્રો હતા. તેમાં ભક્તિમતીના ચાર પુત્રો રાયસિંહ, રામસિંહ, પ્રથિરાજ અને સુરતાણ હતા. ભક્તિમતીનું બીજું નામ રત્નાવતી પણ હતું. રાવ ...Read More

66

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 71

(૭૧) રાજા માનસિંહની વાપસી “હિંદુસ્તાનની મોટામાં મોટિ સલ્તનતની ફોજમાં શું કોઇ એવો બહાદુર સેનાપતિ નથી કે મારી સમક્ષ મેવાડના રાણાનો ગર્વખંડન કરીને, એને મારા દાબારમાં પેશ કરે. શું હલદીઘાટીના યુદ્ધમાં રાણાનો એવો દમામ પથરાઈ ગયો છે કે, આટલા બધાં સેનાપતિઓ ડધાઈગયા છે.” આજે સમ્રાટ અકબર તીવ્ર વેદનાથી સિંહનાદ કરી ઉઠ્યો. દરબારે અકબરીમાં સન્નાટો છવાઈ ગયો. મોગલસેનામાં બે પ્રવાહો વહેતા હતા. રાજપૂતોને મિત્ર બનાવવા માટે સેનામાં રાજપૂત વીરોને યોગ્યતાના ધોરણે ભરતી કરવાથી મોગલ સિપાહીઓ, સેનાપતિઓમાં કચવાટ હતો. શાહબાઝખાનએ પક્ષનો મુખ્ય સેનાનાયક હતો. તે ગુપ્ત રીતે સેનામાં રાજપૂતોની ઓછામાં ઓછી ભરતી થાય અને પદોન્નતિ થાય એવા પ્રયત્નો કરતો. ...Read More

67

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 72

(૭૨) દિલ્લી દરબારમાં વીરમદેવનો ડંકો. મથુરાથી દ્વારિકા વસીને ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતને ગૌરવ આપ્યું. અહીં ચાલુક્યવંશનો ચાવડો થઈ ગયો. સોલંકી મૂળરાજ, ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા પ્રતાપી નરેશો થઈ ગયા. એ ગુજરાતની ઉત્તરે અંબાજી જતા વચમાં ઈડર આવે. ઈડરના મહારાજા નારાયણદાસ. એમની જીવન-સંધ્યાએ તેઓ દુ:ખી હતા. ઘણાં ચિંતિત હતા. જિંદગીના અંતિમ દિવસોમાં આવી પડેલી પરાધીનતા તેમને શલ્યની માફક સાલતી હતી. તેઓ વીર રાજપૂત હતા. સ્વતંત્રતાના ચાહક હતા. પોતાની પુત્રી વીરમતીના લગ્ન એમણે મેવાડપતિ મહારાણા પ્રતાપસિંહ સાથે કર્યા હતા. બાદશાહ અકબરની સત્તા ગુજરાતમાં સ્થિર થઈ ચૂકી હતી. મોગલ સુબાએ તેમના પ્રદેશ પર આક્રમણ કર્યું. કારણ ...Read More

68

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 73

દિલ્હી દરબારમાં રાજ રાજ્યસિંહજીનો પંજો. સાંજનો સમય હતો. ભગવાન શંકરના મંદિરના પૂજારીનો મધુર પણ પહાડી લય ધરાવતો કંઠ પ્રાર્થના રહ્યો છે. ચૂડોત સિત ચારૂચંદકલિકા ચં ચં ચ્છિ ખા ભાસ્વરો લીલાવગ્ઘ વિલોલકામ શલભ: શ્રેયોદશાગ્રેસ્ફુરન અંત: સ્ફજદ પાર મોહ તિમિર પ્રા. ભાર મુરચાટ્ય શ્ચેત: સહયાનિ યોગિમાં વિજયે જ્ઞાન પ્રદીપો હર:: દૂર દૂરથી બે અશ્વારોહી આવી રહ્યા હતા. એક હતા હળવદના ઝાલાવંશીય રાજવી રાજ રાઘસિંહજી બીજા હતા તેમના મહેમાન, કોઇ રાજ્યના રાજકુમાર. “કુમાર, અમારા પૂજારી ભારે વિદ્વાન. આ શ્ર્લોકો ભર્તુહરિના વૈરાગ્ય શતકના છે. એમાં ભગવાન શંકરનો અપૂર્વ મહિમા વ્યક્ત કર્યો છે. ભુર્તહરિ કહે છે. જેમની જટાઓમાં ચંચળ અને ઉજ્જવળ ચંદ્રની કળા શોભાયમાન ...Read More

69

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 74

(૭૪) રાજા ભગવાનદાસ અને કુતુબદીનની નાકામિયાબી. શહેનશાહ અકબરને રાજપૂતાનાનો મામલો શીઘ્ર પતાવવો હતો. હજુ બાદશાહને કાશ્મીર અને દક્ષિણ ભારતના રાજ્યોને, પોતાના સામ્રાજ્યમાં ભેળવવાની તમન્ના હતી. ઇ.સ. ૧૫૭૬ ના જૂન માસના હલદીઘાટીના યુદ્ધથી એને, મેવાડી મહારાણો સહીસલામત છટકી ગયાનો ભારે અફસોસ હતો. એ સ્વયં આગ્રાથી અજમેર અને અજમેરથી ઉદયપુર થઈ ગોગુન્દા પહોંચ્યા. તેઓએ જોયું કે રાજા ભગવાનદાસ અને કુતુબુદીન ગોગુન્દાથી આગળ વધવાની હિંમત કરી શક્તા નથી. આપસમાં મંત્રણાઓ કર્યે જતા હતા. રાજા ભગવાનદાસ: આપણી ફોજ ખુંખાર છે પરંતુ મેદાની જંગમાં. આ પહાડી, નિર્જન પ્રદેશમાં આ સેના મેવાડીઓથી થાપ ખાઈ જાય. આ સૈનિકો પહાડી જીવન કે ...Read More

70

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 75

(૭૫) સરદાર કાલુસિંહ (૧) ફૂલ બન ગયે અંગારે મેડતા પર છેવટે જયમાલ રાઠોડ ગાદીપતિ બન્યા. ઇ.સ. ૧૫૪૪માં આથી મેડતાનગરમાં આનંદ વ્યાપી ગયો. પરંતુ દૂર દૂરના એક નાનકડા ગામ શ્યામગઢમાં વસતા રાઠોડ પરિવારમાં પણ હર્ષ છવાઇ ગયો. શંભુદાસ જયમલ રાઠોડના સાથી હતા. યુદ્ધના મેદાનમાં સાથે સાથે ઘોડા દોડાવેલા. જયમલ રાઠોડ પણ પોતાના સાથીને ભુલ્યા ન હતા. એક ઘોડેસવાર કાસદ ગામમાં આવ્યો. “શંભુદાસ રાઠોડ ક્યાં રહે છે?” અહોભાવથી લોકોએ શંભુદાસનું ઘર બતાવ્યું. કાસદે સંદેશો આપ્યો. “મેડતા નરેશ જયમલજી પોતાના રાજ્યારોહણ પ્રસંગે આપને હાજર રહેવાનું આમંત્રણ પાઠવે છે.” તે દિવસે શંભુદાસ આખા શ્યામગઢના માનના અધિકારી બની ગયા. ગામના ચૌધરી અને શાહુકારે અભિનંદન ...Read More

71

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 76

૭૬ ચંગેઝખાઁથી હુમાયુઁ સુધી ઇ.સ. ૧૧૯૫ માં ચંગેઝખાઁનો જન્મ થયો. ઇ.સ. ૧૫૫૬માં હુમાયુઁનું મૃત્યુ થયું. સાડા ત્રણસો વર્ષોની આ વંશે એશિયાના નકશા પર બુલંદીથી આંકી. વિશ્વ ઇતિહાસમાં એના ત્રણ-ત્રણ નબીરાઓ એશિયાના મહાન સેનાપતિઓ, વિજેતાઓ તરીકે, આ સમય દરમિયાન સ્થાન પામ્યા. એ હતાં ચંગેઝખાઁ તૈમુરલંગ અને બાદાશાહ બાબર. પિતાના આક્સ્મિક નિધનથી અકબર ૧૪ મી ફેબ્રુઆરી, ૧૫૫૬ના રોજ માત્ર ૧૩ વર્ષની વયે શહેનશાહ બન્યો. અકબર મહાન પૂર્વજોનો વારસો ધરાવતો હતો. ચંગેઝખાઁ અને તૈમુર લંગના વંશધર હોવાનો બાદશાહ બાબરને ગર્વ હતો. અકબર એ બાબરનો મહત્વાકાંક્ષી પૌત્ર હતો. એક જમાનામાં પોતાના દુશ્મનોનો પીછો કરતો કરતો ઠેક સિંધુ નદી સુધી ચંગેઝખાઁ આવી ...Read More

72

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 77

(૭૭) પિતા-પુત્ર સામસામે બુંદીનરેશ સૂરજમલ હાડા પોતાને ભાગ્યશાળી માનતા હતા. દુરજનસિંહ અને દૂદાજી જેવા ચાંદ-સૂરજ-શાં દીકરા હતા. હિંદુસ્તાનમાં એવી મોગલસેનાના બહાદુર સેનાપતિઓમાં પોતાની ગણના થતી હતી. અને બુંદીનગરની પરંપરા તો કાંઇ વિશિષ્ઠ જ હતી. રાજપૂતાનાની મહિમાવંતી નગરીઓમાં ઉદયપુર, અજમેર, બિકાનેર, જોધપુર, ચિત્તોડગઢ, બુંદી, કોટા, જેસલમેર, ભરતપુર અને પ્રતાપગઢ ગણાય. આબુ અનોખુ વિહારસ્થાન છે તો ઉદયપુર અલબેલી નગરી તરીકે વિકસી રહ્યું છે. અજમેર અપૂર્વ નગરી તરીકે માન મેળવે છે. જોધપુર રણઘેલાની ભૂમિ ગણાય છે. ચિત્તોડગઢ વીરોની ભૂમિ ગણાય છે. બુંદી! રાજપૂતાનાનું અલબેલું નગર છે. બુંદીનો કિલ્લો જોવા લાયક બનાવ્યો છે. આ કિલ્લમાં ઘણી ઘટનાઓ બની. જે ઇતિહાસમાં સુવર્ણોક્ષરે લખાઇ. ...Read More

73

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 78

(૭૮) શાહબાઝીખાન બીંડુ ઝડપે છે. સમ્રાટ અકબર કંટાળીને મેવાડની ધરતી પરથી પાછા ફર્યા. આગ્રામાં બાદશાહની રાજા માનસિંહ સાથે થઈ. તે વખતે તેઓ ઝંખવાણા પડી ગયા. ચાલાક રાજા માનસિંહ બોલ્યા, “ બાદશાહ સલામત, આક્રમણો કરવા એ તો બાદશાહનો ધર્મ છે. મેવાડ તો ગમે ત્યારે જીતી શકાશે. મુખ્ય સવાલ આપની સેહતનો છે. આપ હવે મેવાડ જેવા મામુલી પ્રશ્નમાં પરેશાન ન થાઓ.” બાદશાહ રાજા માનસિંહના શબ્દોમાં રહેલા કટાક્ષને પારખી ગયા. “રાજા માનસિંહ, મેવાડ વિજયની વાત પડતી મુકવાનો સવાલ જ નથી. હવે હું મેવાડ વિજય માટે ઘાતકીમાં ઘાતકી સેનાપતિને મોકલીશ. મેવાડની ધરતી પર ત્યાંની પ્રજાપર રહેમ બતાવ્યા સિવાય તે જુલ્મની આંધિ વરસાવશે. ...Read More

74

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 79

(૭૯) વીર ગુલાબસિંહ આકાશમાં મેઘની ગર્જના થાય છે. ત્યારે વનનો રાજા સિંહ છંછેડાય છે અને પ્રતિ ગર્જના કરે આ હુંકારમાં ફળની અપેક્ષા હોતી નથી. વીર પુરૂષો બીજાની ગર્જનામાં પોતાને મળેલી ચુનૌતી સમજી લે છે. રાજપૂતાનાનો કવિ ઇસરદાન કહે છે. ઇકઈ વન્નિ વસંતડા, એવઈ અંતર કાંઇ સિંહ કવડ્ડી નહ લઈઈ, ગઈવર લખ બિકાઇ. ગઈવર-ઠાંકઈ ગલત્થિયહ, જહં ખંચઈ તહં જાઇ સિંહ ગલત્થણ જઈ સહઈ, તઉ દઈ લખ્ખિ બિકાઇ. અર્થાત “કવિ પોતાના મનને પ્રશ્ન કરે છે, એક જ વનમાં રહેનાર સિંહ અને હાથીમાં કેમ આટલું અંતર છે? હાથી તો લાખ રૂપિયામાં વેચાય છે અને સિંહની તો કોડી પણ ઉપજાવી નથી. હાથીના ...Read More

75

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 80 અને 81

(૮૦) રાજા માનસિંહ અને શાહબાઝખાન રાજા માનસિંહ અને શાહબાઝખાન મોગલસેનામાં એકબીજાના કટ્ટર હરીફ હતા. બંને પાસે પોતાની આગવી પરંપરા વિચારધારા હતી. પોતાની વિચારધારાના અમલ માટે બન્ને તનતોડ પ્રયત્ન કરતાં હતા. બંનેની વિચારધારા એકબીજાના હિતોને નુકશાન કરતી હતી. એકબીજાથી ટકરાતી હતી. તેથી જ બંને એકબીજાના કટ્ટર હરીફ હતા. મોગલે-આઝમ શહેનશાહ અકબરની સેનામાં બે પ્રવાહ વહેતા હતા. એક પ્રવાહ હતો કેવળ મુસ્લીમ સેનાપતિઓનો. બીજો પ્રવાહ હતો હિંદુ સેનાપતિઓનો, જેને બહુમતીના કારણે રાજપૂત સેનાપતિઓનો પ્રવાહ પણ કહી શકાય. બાદશાહ ચકોર હતા. બંને પ્રવાહના સેનાઅપતિઓની સ્પર્ધાનો પૂરેપૂરો લાભ તેઓ ઉઠાવતા હતા. રાજપૂત લડાયક કોમ હતી. સેનામાં સારા હોદ્દા જ્યાં મળે ત્યાં તેઓની વફાદારી ...Read More

76

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 82

(૮૨) મેવાડનો દાનવીર કર્ણ-ભામાશા સ્વતંત્રતાની રંગભૂમિ ભારતમાં ક્યા? ઇતિહાસ સાક્ષી છે મેવાડ વીર પ્રસવિની પણ અને સ્વતંત્રતાની રંગભૂમિ પણ સાતમી સદીથી અહીં કેટલાયે ભવ્ય અંકો ભજવાઇ ગયા. દરેક વખતે રાજપૂતોએ ભવ્ય બલિદાનો આપ્યા પરંતુ ભામાશાહ જે વણિક હતો તેના બલિદાનની ગાથા તો ઇતિહાસમાં અનેરા અક્ષરે લખાવાની હતી. ભામાશાનો જન્મ ઓસવાલ જૈન પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો “કાવડ્યા” કે કાવડિયા નામે ઓળખાતા હતા. એમના પિતા ભારમલ કાવડિયા પણ કાબેલ પુરૂષ હતા. મહારાણા ઉદયસિંહે પોતાના રાજ્યના વિકાસ માટે કાબેલ માણસોને વિવિધ સ્થળોથી આમંત્રીને વસાવ્યા હતા. ભારમલ કાવડિયાને તેમણે અલવરથી આમંત્રણ આપીને ચિત્તોડગઢમાં વસાવ્યા હતા. ઇ.સ. ૧૫૫૩ ની વાત છે. ચિત્તોડગઢમાં મહારાણા ...Read More

77

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 83

(૮૩) જીવન-સંધ્યાને આરે. મારી જીવનયાત્રા અનોખી છે. અત્યારે તો હું એના અંતિમ તબક્કામાં છું. મેં ભારતના રાજ્ય અને મોગલ સામ્રાજ્યમાં મારી સંગીતકળાથી વર્ષો સુધી એક્ચક્રી ચાહના ભોગવી છે. માણસની સાધના જેટલી કષ્ટદાયી એટલી એની કીર્તિ પણ ગગનગામી જ હોય ને? મોગલ-સામ્રાજ્યનાં જાહોજલાલીના કાળમાં, શહેનશાહ અકબરની કીર્તિ કરતાં વધુ કીર્તિ હિંદુસ્તાનના ચાર માનવીઓને, અને તે તેના યુગના ચાર માનવીઓને મળી તે કાંઇ જેવી તેવી વાત છે.? સંતકવિ તુલસીદાસજી, રાજા ટોડરમલજી, મહારાણા પ્રતાપ અને હું હું એટલે કોણ? નાનપણમાં મને “રામતનું” કહેતા, કેટલાંક ત્રિલોચનના નામે ઓળખતા. કેટલાંક “તન્ના મિશ્ર” પણ કહેતા. તાનસેન કહીને ઉમળકાથી બોલાવનારા મારા લાખો પ્રશંસકો ...Read More

78

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 84 અને 85

(૮૪) કારમો/ભયંકર ભૂખમરો મહારાણા પ્રતાપ એકાંતમાં ચિંતામગ્ન દશામાં બેઠ હતા. આસન્ન ભૂતકાળમાં જે કપરા વિતાવવા પડ્યા હતા તેની યાદ હજુ તેમના હૈયામાં તાજી હતી. તેમણે વેઠ્યો હતો ભયાનક ભૂખમરો. દિવસોથી અન્ન માટે વલખાં મારવા પડયા હતા. તે વખતે એવી સ્થિતી નિર્માણ થઈ હતી કે, પોતાની સાથે જીવન મરણના ખેલ ખેલાતા સૈનિકો માટે વ્યવસ્થા કરવી કપરી થઈ પડી હતી. છતાં ગુલાબસિંહ અને કાલુસિંહના પ્રયત્નોથી એ બાજુ થોડી રાહત થઈ હતી પરંતુ જે આશ્રયસ્થાનમાં મહારાણા પોતાના પરિવાર સાથે રહેતા હતા ત્યાં સુધી દુશ્મન સેનાની ભીંસ વધી ગઈ હતી. ...Read More

79

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 86 અને 87

(૮૬) રાજકુમારી ચંપાવતીનું આત્મબલિદાન મહારાણી પ્રભામયીદેવી અને મહારાણા પ્રતાપની લાકડી દીકરી ચંપાવતી કારમા ભૂખમરાના દિવસોમાં માત્ર દશ વર્ષની ઉંમરે દરિયામાં ડુબકી મારતી હતી. ભૂખ એ દુ:ખની સહોદરા છે. દુ:ખ હોય ત્યાં ભૂખ હોય જ. “ભૂખ લાગી છે માઁ, મને કંઇક ખાવાનું આપ.” વારંવારની વિનવણીમાંના દિલને પણ કારમો ઘા આપી જતી હતી. ઘાસની છેલ્લી રોટલી પોતાની દીકરીને આપી અને તે પણ જંગલી બિલાડો લઈ ગયો. રડવા લાગી. મહારાણાનું મન ભાંગી પડ્યું. પોતાના સાથીને મહારાણા કહી રહ્યા હતા. “હવે બહુ થયું. સંધિને સંદેશો મોકલી દો. પુત્રીની પીડા નથી જોવાતી.” દશ વર્ષની બાળા આ સાંભળી ગઈ. તે વિચારવા લાગી. “મારા પિતા સંધિનો ...Read More

80

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 88

(૮૮) માળો પિંખાઈ ગયો મહરાણાનો અંગરક્ષક બનીને કાળુસિંહ ચાવડ ગામે આવી પહોંચ્યો, “મીના, મેવાડી દરબારમાં મેં મારૂ સ્થાન મેળવી છે.” “ભાઈ, મને આનંદ થયો. હવે તારા હૈયામાં જેણે સ્થાન મેળવ્યુ છે અને અપનાવી લે તો સોનામાં સુગંધ ભળે.” સુંદર યુવતી સરયુ સાથે કાળુસિંહના લગ્ન લેવાયા. થોડા દિવસો પ્રણયની મસ્તીમાં ગાળ્યા બાદ કાળુસિંહે કહ્યું, “સરયું, હવે હું મારી ફરજ પર જઈશ.” “સુખેથી સિધાવો, પ્રાણનાથ, હું ક્ષત્રિયાણી છું, આપના કર્તવ્યપથમાં બાધક ન બનું. હવે તો મારી સાથે આપની પ્રેમ-સ્મૃતિ છે જ.” કાળુસિંહ અને સરયુ જુદા પડ્યા, મિલન અને વિયોગની પરંપરા ચાલવા માંડી. આવા સુંદર સંસારમાં એક સુંદર પુત્ર જન્મ્યો. કાળુસિંહે મહારાણા ...Read More

81

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 89

(૮૯) બુંદીના વિદ્રોહીકુમાર દૂદાજી બુંદીએ રાજપૂતી રંગ બતાવ્યો. અરવલ્લીના પહાડો ખુંદતા પણ પ્રતાપ ન મળ્યા એટલે મેવાડને મિત્રવિહોણું કરવા મિત્ર રાજ્યો પર હુમલો કરવાનો વ્યૂહ અકબરશાહે ગોઠવ્યો. મોગલસેનાના સેનાપતિ હતા બુંદી નરેશ સૂરજમલ. તેમને બુંદી પર આક્રમણ કરવાનો આદેશ મળ્યો. બુંદીના યુવરાજ દુરજનસિંહે શમશેર કાઢી. યુદ્ધ આપ્યું. રાજકુમાર દૂદાજીએ પણ જબરદસ્ત યુદ્ધ આપ્યું. હારેલો દુદાજી અરવલ્લીની પહાડીમાં જતો રહ્યો. તેણે પણ ગેરીલાયુદ્ધ ખેલવા માંડ્યું. અવાર નવાર પહાડીમાંથી આવતો અને મોગલ સેના પર છાંપો મારી લૂંટે લેતો. એણે નાનકડું પરંતુ ભયાનક સાથીઓનું એક દળ બનાવ્યું હતું. જે મોગલતાબાના રાજપૂતાનામાં કાળો કેર વર્તાવતા. તે જ સમયે ચૂલિયા ગામે મહારાણા પ્રતાપ અને ...Read More

82

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 90 અને 91

(૯૦) રાવ દૂદાજી મહારાણા સાથે મોગલસેનામાંથી બુંદીના વિદ્રોહી કુમાર દુદાજીએ સાહસ કરી પલાયન કર્યું પ્રવેશવા માટે એણે જાતજાતના વેશ-પરિવર્તન કરવા પડ્યા. રસ્તામાં એણે સાંભળ્યુ કે, પોતાના નાસી જવાથી શાહબાઝખાન બેહદ ગુસ્સે થયો હતો. હવે દુદાજીને ભારે પસ્તાવો થતો હતો. તુચ્છ સ્વાર્થ માટે મહારાણા પ્રતાપની ખબર આપવા પોતે તૈયાર થયો હતો. અજમેર અને પુષ્કર થઈને તે અરવલ્લીની પહાડીઓમાં આવી પહોંચ્યો. અરવલ્લીની પહાડીઓમાં મોગલસેના સામે બહારવટે ચઢવું હોયતો ભીલો, મીણાઓની દોસ્તી જોઇએ. “મહારાણા વિષે બાતમી આપવા દુદાજી મોગલ સિપેહસાલાર સાથે ગયા હતા.” આ બાબત જગજાહેર થઈ ચૂકી હતી. આથી રોષે ભરાયેલા ભીલો અને મીણાંઓ દુદાજીના જાની ...Read More

83

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 92

(૯૨) ઠાકોર બીહડસિંહ રાજપૂતાનાનો ચારણ કવિ હરદ્વારથી પાછો ફરી રહ્યો હતો. પંજાબના એક ગામમાં રાતવાસો કર્યો. ગામના મુખી ઠાકોર બીહડસિંહે એમની આગતા-સ્વાગતા કરી. “કવિરાજ, રાજપૂતાનાના શા સમાચાર છે?” “ઠાકોર, રાજપૂતાનામાં તો સર્વત્ર મહારાણા પ્રતાપ જેમ કાળા વાદળો આસમાન પર છવાઈ જાય તેમ છવાઈ ગયા છે. ઇતિહાસરૂપી મહાસાગરમાં, સ્વતંત્રતાની નૈયા માટે મહારાણા પ્રતાપે દીવાદાંડી જેવુ કાર્ય કર્યું છે, જ્યારે જ્યારે સ્વતંત્રતાની નૈયા, જુલ્મના કિનારે અથડાવાની હોય છે, ત્યારે ત્યારે મહારાણાનું જીવન, દીવાદાંડી માફક એને ચેતવે છે. હાલ તો મહારાણા મેવાડ છોડીને, શાહબાઝખાનની પેરવીને લીધે મેવાડમાંથી પ્રસ્થાન કરી ગયા છે. એ પ્રસ્થાન વેળા હું પણ ત્યાં ...Read More

84

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 93

(૯૩) મંદસૌરમાં તારાચંદ ઘાયલ ફતેહપુર સિકરીના રાજમહેલમાં શહેનશાહ અકબર ગુસ્સામાં આંટા મારી રહ્યા હતા. મેવાડનો રાણો પ્રતાપ શરણે નથી. હલ્દીઘાટીની આવડી મોટી લડાઈ લડ્યા પછી પણ એનો જુસ્સો નરમ પડ્યો નથી. કોઇપણ સામ્રાજ્ય માટે એની આર્થિક પરિસ્થિતિ મહત્વની વસ્તુ છે. મેવાડમાંથી ગુજરાતમાં જવાના રસ્તે એવી પરિસ્થિતિ મહારાણાએ નિર્માણ કરી છે કે, વેપારીઓ પ્રવાસ ખેડતા ગભરાય છે. ગુજરાત જેવા સમૃદ્ધ પ્રદેશનો સંપર્ક વ્યાપારી ક્ષેત્રે ટૂટી જાય તો સામ્રાજ્ય માટે ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થાય. એણે શાહબાઝખાનને હાજર થવાનો હુકમ કર્યો. ખાન મનમાં ખુશ થયો. રાજા માનસિંહ, રાજા ભગવાનદાસ અને એમના રાજપૂતો પ્રત્યે બાદશાહ નિરાશ થયા એજ એને માટે પોતાની ...Read More

85

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 94

(૯૪) ભારતીય સંસ્કૃતિના મહાન લોકનાયક મહાકવિ સંત તુલસીદાસ. જન્મ : અવહેલનાનો આરંભ : યમુના નદીના નીર શ્યામ માટે એને કાલિંદી પણ કહેવામાં આવે છે. એ કોઇ માનુની રાજકન્યા જેવી, અરે દ્રોપદી જેવી જાજવલ્યમાન દેખાય છે. એનો વિશાળ પટ જોઇને જ આંખો તૃપ્તિ અનુભવે છે. એના કિનારે રાજાપુર ગામ પોતાની જાહોજલાલીની ચાડી ખાતુ હતું. ત્યાના રાજગોર આત્મારામ દુબે મૂળ દુબેપુર ગામના હતા પરંતુ પેટિયુ રળવા રાજાપુર આવ્યા હતા. તેઓ પ્રખર કર્મકાંડી અને જ્યોતિષી હતા. આસપાસના પંથકમાં તેમનો ભારે આદર હતો. દરબારગઢમાં એમના આદર હતા. વિદ્યાપતિ હતા એટલે લક્ષ્મીપતિ ક્યાંથી હોય? છતાં ખાધેપીધે સુખી હતા. હુલસીદેવી જેવી સુશીલ, ...Read More

86

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 95

(૯૫) શાહબાઝખાનનું ત્રીજુ ઝનુની આક્રમણ મેવાડના પ્રશ્નમાં બાદશાહ અકબર બૂરી રીતે ફસાયા હતા. રાણા પ્રતાપ હજુ પણ અણનમ તેઓ વિચારતા હતા કે, હલ્દીઘાટીના યુદ્ધમાં પ્રતાપનો પરાજય થયો હતો. એના બબ્બે સહોદરો મોગલસેનામાં દાખલ થઈ ચૂક્યા હતા. કુંભલમેરનો કિલ્લો પડાવી લેવામાં આવ્યો હતો. છતાં પ્રતાપનું ખમીર તો એવું ને એવું જ હતું. એ રજમાત્ર હિંમત હાર્યો ન હતો. આથી અકબરને માનસિક આઘાત લાગ્યો હતો. આ આઘાતમાં સમાચાર આવ્યા કે, માળવામાં મોગલ ખજાનો લુંટાયો છે. વર્ષાઋતુ બેસી ગઈ હતી, ખાનને બંગાળાની સમસ્યા માટે રવાના કર્યો હતો. આ સંજોગોમાં બાદશાહે વર્ષાઋતુ પસાર થવા દીધી. “બાદશાહ અજમેરની યાત્રાએ જઈ રહ્યા છે.” સર્વત્ર ...Read More

87

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 96

(૯૬) મહારાણા પ્રતાપ આબુની ઉત્તર-પશ્ચિમે અત્યાચારી મોગલ-સેનાપતિ શાહબાઝખાનનું દમનચક્ર વિધુતવેગે મેવાડ પ્રદેશમાં ફરવા માંડ્યું. સર્વત્ર જુલ્મ, શોષણ અને વાતાવરણ પ્રસરી ગયું. મૃત્યુનું ભયાનક તાંડવ મેવાડ-પ્રદેશને ડોલાવી ગયું. શાહબાઝખાન જાણે રાવણ કે કંસ ન હોય! કાતીલ ચંગીઝખાન ન હોય કે તૈમૂરલંગ ન હોય! તેમ જુલ્મોનો પર્યાય બની ગયો. જેણે મહારાણા કે મહારાણાના સાથીઓનો છાંયો પણ આભડી ગયો હોય એવી કેવળ આશંકા આવે તોપણ તે તેના સમગ્ર પરિવારને મોતને ઘાટ સુવાડી દેતો. પછી ભલે ને તે બાળક હોય, અંધ હોય, સ્ત્રી હોય કે વૃદ્ધ હોય. એણે મહારાણાને જીવતા પકડવાનો નિર્ધાર કરી લીધો હતો. એની સૈનિક કારકીર્દિનો સવાલ હતો. મેવાડી પ્રજાની ...Read More

88

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 98 અને 99

૯૮ અબ્દુલ રહીમ ખાનખાનાન ગુજરાતના વિખ્યાત શહેર પાટણમાં સિદ્ધરાજ જયસિંહની જાહો જલાલી ન હતી. એક જમાનામાં ગુજરાતના સુવર્ણયુગની રાજધાની હતી. ગુજરાતે ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના રાજપૂતોના શાસનકાળ જોયો હતો. છેવટે કરણદેવ વાઘેલા અને એના મુખ્યમંત્રી માધવમંત્રીના કલહે દિલ્હીના બાદશાહ અલાઉદીન ખીલજીનું આક્રમણ આવી પડ્યું. ત્યારથી મુસ્લીમ સત્તા ગુજરાતમાં સ્થપાઈ. આજ મુસ્લીમ સત્તાના સુબાસોમાંથી સુલતાનો ઉદ્દભવ્યા. મહંમદ બેગડો, અહમદશાહ, બહાદુરશાહ વગેરે નામાંકિત સુલતાનો થઈ ગયા. ઇસુની ૧૫ મી સદીનો ઉત્તરાર્ધ ચાલતો હતો. દિલ્હીમાં અકબરશાહ મોગલવંશને મજબૂત કરી દીધો હતો. ફતેહપુર સિક્રીની શક્લ ઉદ્‍ભવી રહી હતી. ગુજરાતમાં મુઝફરશાહનુમ શાસન હતું. પાટણ રાજધાની મટી ગયું હતું. એ સ્થાન અમદાવાદે લઈ ...Read More

89

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 100

(૧૦૦ ) રહીમખાન શાહજાદા સલીમના ગુરૂ બાદશાહ અકબરના ઇબાદતખાનામાં મહાત્મા કબીરની ચર્ચા કરતા કરતા ધર્મગુરૂ ‘ગુરૂ-મહિમા’ પર ઉતરી પડ્યા. બિન જ્ઞાન નહી.” ગુરૂ ગોવિંદ દોનોં ખડે,કિસકો લાગુ પાય, બલિહારી ગુરૂદેવકી, જિન મોંહે ગોવિંદ દિયો બતાય. બાદશાહ, ગુરૂ વગર જ્ઞાન નથી. સિકંદરની મહાનતા એરિસ્ટોટલને લીધે છે. ચંદ્રગુપ્તની મહાનતા ચાણક્યને લીધે છે. અર્જુનની મહાનતા કૃષ્ણને લીધે છે. ગુરૂની જ્ઞાન દ્રષ્ટિથી જ શિષ્ય સંસારના પ્રકાશને લાધી શકે છે. ખુદા કો ભી મિલાનેવાલે ઉસ્તાદ હૈ, ઉસ્તાદ જિસે અચ્છા મિલ જાય ઉસકા જન્મ સફલ હો જાતા હૈ. પંડિતજીનો ઉપદેશ શહેનશાહના કાનોમાં સતત ગૂંજ્યા કરતો હતો. સાથે સાથે રંગીલા વસ્ત્રોમાં સજ્જ રહેતો અને હરમની કનીજોના ...Read More

90

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 101

(૧૦૧) રહીમખાનની ભામાશા સાથે મુલાકાત શહેનશાહ અકબર ભારતમાં, ભારતના બે શક્તિશાળી અને વિશાળ પ્રદેશો પંજાબ અને દક્ષિણ ભારતના સવાલોમાં વ્યસ્ત હતા. આ પ્રદેશમાં ઉગ્રતા આવી હતી. બગાવતોનો દોર ચાલતો હતો. સલ્તનતની મજબૂતાઇ માટે એ પ્રશ્નો પર સંપૂર્ણ ધ્યાન આપવું આવશ્યક બની ગયું હતું. પરિણામે રાજપૂતાના અને મેવાડ તરફ દુર્લક્ષ સેવ્યે જ છુટકો હતો. મનસબદાર એટલે સેનાપતિ, અકબરની સેનામાં દસ સૈનિકોના ઉપરીથી માંડીને દસ હજાર સૈનિકોના ઉપરી સુધીના મનસબદારો હતા. ટોચની જગ્યાએ એવો સેનાપતિ મુકવામાં આવતો, જે મોગલ ખાનદાન સાથે ગાઢ સંબંધમાં હોય, મિર્ઝા અબ્દુલ રહીમ ખાનખાનાન દસ હજારી સેનાપતિ હતા અને બાદશાહના ફોઇના દિકરા હતા, ઓરમાન ભાઇ હતા. ...Read More

91

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 102 અને 103

(૧૦૨) દિવેર ઘાટીનું યુદ્ધ ઇ.સ. ૧૫૮૦ થી ૧૫૮૩ શહેનશાહ અકબર મોગલ સામ્રાજ્યની શિથિલતાઓને ખંખેરી નાખવાના અગત્યના કાર્યમાં રોકાયા હતા. ટોડરમલને જમીન- મહેસુલ પદ્ધતિ અંગેની યોજના બનાવી કાઢવાનું કામ સોપ્યું. બંગાળ બળવાના ચાળે ચઢ્યું હતું. ત્યાં વારંવાર બગાવત પોકારવામાં આવતી. વિદ્રોહના સ્વર દાબીને કડક અંકુશ સ્થાપવા સ્વયં અકબરશાહ બંગાળ ગયા હતા. આ કામ માટે ઇ.સ. ૧૫૮૩ નો સમગ્ર સમય ત્યાં પસાર કરવો પડ્યો. વણ લખ્યો યુદ્ધ વિરામ મળ્યો. સમજી મહારાણા પ્રતાપે પણ સૈન્ય સંગઠન સાધવા માડ્યું. સત્યવાદી રાજા હરિશચંદ સત્ય માટે, વચન માટે શ્મશાનનો રખેવાળ બન્યો. ભયંકર કસોટીમાંથી પાર ઉતર્યો ત્યારે પ્રભુએ તેમનો હાથ પકડ્યો. મેવાડપતિ મહારાણાએ પણ ભીષ્મ સંકટો ...Read More

92

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 104

(૧૦૪)સિરોહીના રાવ સુરતાન સિંહને ધન્ય છે! -૧- અરવલ્લીની ગિરિમાળાના એક છેડે આવેલા અર્બુદાચલની ઉત્તર દિશાએ રાજ્ય આવેલું છે. રાજપૂતાનાની ભૂમિ વીર-પ્રસવિની છે. શિરોહી પણ એ વાતને સાર્થક કરે છે. શિરોહી દેવડા રાજપૂતોની ભવ્ય ગાથાઓની ક્રીડાભૂમિ છે. દ્ઢતા અને શક્તિના પૂજક શિરોહીના દેવડાઓએ માત્ર રાજપૂતાનામાં નહિ તે વખતે ભારતના ઇતિહાસમાં પણ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતના ચક્રવર્તી સમ્રાટ જયસિંહ સિદ્ધરાજે દેવડા રાજપૂતોને શિરોહીમાં વસાવ્યા હતા. ત્યાં તેમના આરાધ્ય દેવ યશોનાથજીનું મંદિર અડીખમ ઉભું છે. તેઓનો ઇતિહાસ જ્વલંત છે. માતૃભૂમિના મહાન પૂજારી ગણાય છે દેવડાના રાજપૂતો. પરદેશી આક્રમણખોરો સામે લડનાર સૌને સદાયે તેઓએ સાથ આપ્યો ...Read More

93

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 105

(૧૦૫) સાગરનો વિરોધ મેવાડત્યાગ શિરોહી રાજ્યના સેનાપતિ કવિ દૂધા આસિયા પોતાના રાજ્યમાં પાછા ફર્યા. મહારાણા મનમાં વીર સુરતાણસિંહની વીરમૂર્તિ ખડી થઈ. મેરપુરના વીર પૂંજાજીએ ખબર આપ્યા હતા કે, સુરતાણજી મહાપરાક્રમી રાજપૂતી આનનો પક્કો રાજપૂત છે. શિરોહીની દોસ્તી મેવાડ માટે ઉપયોગી થાય તેમ છે. આવા વીરને સંબંધના બંધનમાં બાંધીને મૈત્રી કેમ મજબૂત ન કરી શકાય? યુવરાજ અમરસિંહની પુત્રી માટે સુરતાણસિંહ સર્વથા યોગ્ય હતો. “મહારાણાજી, ભારતમાં રજકીય જોડાણો માટે આવા લગ્નો ગોઠવવામાં આવતા. ખુદ ચાણક્યે સૈલ્યુકસ નિકેતરની પુત્રી હેલનને ચંદ્રગુપ્ત સાથે પરણાવવામાં ભાગ ભજવ્યો હતો. કૃષ્ણે પોતાની બહેન સુભદ્રા અર્જુન સાથે વરાવી, પાંડવોને પોતાના દોસ્ત બનાવ્યા. વિરાટ ...Read More

94

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 97

(૯૭) શાહબાઝખાન બંગાળાના માર્ગે ઇ.સ. ૧૫૮૦ સાલ હતી. અસહ્ય ગરમી વર્ષાવતો મે માસ ચાલતો હતો, શાહબાઝખાને લગભગ સમગ્ર મેવાડપર પ્રાપ્ત કર્યો હતો. હવે રાણા પ્રતાપનો ઉપદ્રવ પણ શમી ગયો હતો. સમાચાર હતા કે, તેઓ અરવલ્લીની પહાડીઓમાં છેક સરહદે આબુ તરફ ચાલ્યા ગયા હતા. આથી બાદશાહ શાહબાઝખાન પર પ્રસન્ન હતા. “કીકો રાણો પકડાઈ જાત તો સોનામાં સુગંધ ભળત” આ અસંતોષ તો બાદશાહના અંતરમાં હતોજ. તેને પ્રગટવા દેવા માંગતા ન હતા. તેઓએ શત્રુપક્ષના જોમને, જુસ્સાને ખતમ કરવા રાજધાનીમાં વિજય મહોત્સવનું આયોજન કર્યું. એક સુયોગ્ય સેનાપતિ તરીકે શાહબાઝખાનનું સમ્માન કર્યું. બાદશાહે આ સમારંભ રચી એક કાંકરે બે પક્ષી માર્યા હતા. બાદશાહે બધા ...Read More

95

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 106

(૧૦૬) જગન્નાથ કછવાહા ગુપ્તચરે આપેલા સમાચારથી બાદશાહ અકબરના ભવાં તંગ થઈ ગયા. બીજો કોઇ સૂબો હોત અને એણે જો આવી પ્રશંસા કરી હોત તો એની ગરદન ઉડાવી દેત, હાથી તળે પગડાવી દેત પરંતુ આ તો સિપેહસાલાર રહીમ ખાનખાનાઁન હતો. પાછો લોકપ્રિય કવિ હતો. ભાઇ હતો. હવે રાજપૂતાનાની ધરતી પર રહીમખાનને ન રહેવા દેવાયું. જહાઁપનાહે આપને શીઘ્ર પ્રસ્થાન કરી, પોતાની તહેનાતમાં હાજર થવાનો હુકમ કર્યો છે. રહીમખાન હસ્યા. આ પરિણામ વાંછિત હતું. હવે અજમેરનો સૂબો કોને બનાવવો? જ્યાં સુધી મેવાડમાં મહારાણા પ્રતાપ હતા ત્યાં સુધી અજમેરની સૂબાગીરી સાવધાનીથી સોંપવામાં આવતી. જગન્નાથ કછવાહા હલ્દીઘાટીના યુદ્ધમાં જઈ આવ્યો હતો. તે આંબેરના રાજા ...Read More

96

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 107 અને 108

(૧૦૭) ધન્ય છે રાવત ભાણને ડુંગરપુર અને વાંસવાડા આ બંને રાજપૂતાનાના નાનકડા રાજ્યો હતા. એના શાસક ચૌહાણવંશીય રાજપૂત હતા. અકબરની વિશાળ ફોજ સામે પોતે ટકી નહિ શકે એમ માનીને, પહેલેથી જ આ નરેશોએ મોગલ સલ્તનતની અધીનતા સ્વીકારી લીધી હતી. “મહારાણાજી, મોગલસેના આપણ પાડોશી રાજ્યોને જીતીને આપણને..... મિત્ર વિહોણું પાડી રહ્યું છે. મેવાડ માટે ડુંગરપુર અને વાંસવાડા ખૂબ જ જરૂરી છે. આ રાજ્યો ગુજરાત સાથેના સંબંધની ધોરી નસ છે. હાલ મોગલસેના પંજાવ્બ અને બંગાળામાં વ્યસ્ત છે ત્યારે મોગલસેના પર મુસ્તાક રહેતા ચૌહાણોને સબક શીખવાડવાની જરૂર છે.” કેટલાક સરદારોએ મહારાણા પ્રતાપસિંહને કહ્યું. “ડુંગરપુર અને વાંસવાડા મેવાડમાં ભેળવી દેવાનું તો મારૂંયે સ્વરનું ...Read More

97

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 109

(૧૦૯) બેગમોનું સમ્માન ઇ.સ. ૧૫૮૫ની સાલ હતી. રહીમ ખાનખાનાને ગુજરાતમાં બળવાખોર સુલતાન મુઝફરશાહને પરાસ્ત કરીને ભારે નામના મેળવી હતી. શાહીસેના આગ્રા તરફ રવાના થઈ. રહીમ ખાનખાનાન પોતાની બેગમો સાથે આ સેના લઈને મુસાફરી કરી રહ્યાં હતા. રાજપૂતાનાની હદમાં પ્રવેશ્યા. શિરોહીમાં પડાવ નાંખ્યો. “બેગમ, આવતી કાલે અમે શિકારે જઈશું. તમે સેના સાથે રહેશો ને? રહીમખાનની વાત સાંભળતાજ બેગમો બોલી ઉઠી.” શિકારે આપ જશો અને અમે અહીં છાવણીમાં બેસી રહીશું. ના, એ અમારાથી નહિ બને. આપ તો કવિ છો. સું આપ એ નથી જાણતા કે, સ્ત્રી અને પુરૂષે ફૂલ અને સુગંધની માફક એકબીજામાં ઓતપ્રોત રહેવું જોઇએ.” ઓકટોબર મહિનાની શરૂઆતના દિવસો હતા. ...Read More

98

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 110 અને 111

(૧૧૦) ચાવંડની જીત મહારાણાએ પોતાના સૈન્યને ‘છપ્પન ક્ષેત્ર’ તરફ દોર્યુ. આ છપ્પન ક્ષેત્રમાં મીણા લોકો વસતા હતા. આખાયે પ્રદેશ રાઠોડ જાતિના રાજપૂતોનો અધિકાર હતો. પ્રદેશના નામ પરથી આ પ્રદેશના રાઠોડ છપ્પનિયા રાઠોડ કહેવાતા. આ સમગ્ર પ્રદેશ સરહદનો પહાડી પ્રદેશ હતો. મહારાણાએ તો સરહદના પહાડી પ્રદેશમાંથી મોગલોના પ્રભાવને નિર્મુલ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીં મીણા જાતિની પ્રજા હતી અને રાઠોડો જમીનદાર હતા. આખાયે પહાડી વિસ્તારમાં રાઠોડ જમીનદારો છવાઈ ગયા હતા. આથી એમનો પ્રજાપર પુષ્કળ ત્રાસ હતો. મહારાણા ઉદયસિંહના સમયમાં એમના દમન વિષે ઉહાપોહ થયો હતો. પરંતુએ અરસા દરમિયાન મહારાણાને મેડતા તથા અજમેરમાં હાજીખાઁ પઠાણ સાથે રંગરાય પાતર( નર્તકી) ના વિષયે ...Read More

99

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 113

(૧૧૩) શહેનશાહ અકબર અને કવિ પ્રીથીરાજ બાદશાહ બાબર ‘બાબરનામા’ ની તુર્કીમાં રચના કરીને પોતાની ભવ્ય જીવનયાત્રાને સદાને માટે, માટે જગત સમક્ષ મૂકી ગયો. એનો ફારસીમાં ખાનખાના અનુવાદ કરી રહ્યા હતા ત્યારે પોતાના જમાનાની યાદગીરીને જીવંત રાખવા માટે બાદશાહ અકબરે પોતાના અંગત મિત્ર, સલાહકાર અને પ્રસિદ્ધ સુફી ઇતિહાસકાર અબુલ ફઝલને ‘અકબરનામાં’ લખવાનો આદેશ આપ્યો. ‘અકબરનામા’ મહિતીસભર અને સંપૂર્ણ બને તે માટે બાદશાહે પોતાના સામ્રાજ્યમાં આદેશ બહાર પાડ્યો. “જેમને મર્હુમ બાદશાહ બાબર અથવા હુમાયુઁ સંબંધે જે કાંઈ માહિતી હોય તે નિર્ભીક થઈને રાજ અધિકારીને જણાવે. જેથી એ બધી સામગ્રીનો ઉપયોગ “અકબરનામા” માં થઈ શકે. ઇ.સ. ૧૫૮૭ માં હુમાયુઁની ...Read More

100

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 114

(૧૧૪) મહારાણા પ્રતાપ અને કવિ પ્રીથીરાજ “ચંપાદે, તેં મોગલ દરબારની નવી ખબર સાંભળી?” એક રાજપૂત મનસબદારની પત્નીએ, પૂજા કરવા જતી ચંપાને પૂછ્યું. “ના, હમણાં તો એવા કોઇ સમાચાર સંભળાયા નથી.” હસીને ચંપા બોલી. “ચંપાદે, તું હસે છે? મને નવાઈ લાગે છે. પ્રીથિરાજે ગઈકાલે મેવાડી મહારાજા બાબતે, તેઓ શરણે આવશે કે નહિ એ બાબતે, વિવાદમાં ઉતરીને બાદશાહને ચુનૌતી આપી કે, સૂર્ય પૂર્વમાં ઉગવાનું ભલે છોડી દે પરંતુ મહારાણા પોતાની સ્વતંત્રતા કદાપિ નહીં છોડે. ઓબાદે પણ કહેતા હતા કે, મોટું જોખમ ઉભું કર્યું છે.” “પરંતુ મને તો કાંઈ કહ્યું નથી.” તું જાણે? કદાચ સ્ત્રીઓને કવિ રાજનીતિ ...Read More

101

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 115

(૧૧૫) ગુમાવેલ પ્રદેશોની પ્રાપ્તી ઈ.સ. ૧૫૮૫ માં મોગલ સેનાપતિ જગન્નાથ કછવાહાએ મેવાડપર બીજું આક્રમણ કર્યું. પરંતુ તે નિષ્ફળ જ્યાં મેવાડની સમગ્ર પ્રજા, મહારાણાની અણનમ ટેક, સલામત રહે તેમ ઝંખી રહી હોય ત્યાં શાહીસેના કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકે? આથી જ જગન્નાથ કછવાહા મહારાણા પ્રતાપને આંબી શક્યા નહિ. છેવટે હતાશા અનુભવી તેઓ અજમેર પાછા ફર્યા. ત્યાં પહોંચી રાજપૂતાનાના સુબેદાર તરીકે ધ્યાન આપવા માંડ્યું. મોટાભાઈ રાજા માનસિંહની ટકોર હતી કે, બાદશાહ દરેક પ્રાંતના સૂબેદારોની ક્ષમતા તરફ વધુ નજર રાખી રહ્યા છે. આ ટકોર સાચી હોય તેમ, થોડા સમય પછી શહેનશાહે સૂબેદારોની સહાયતા કરવા માટે વધારાના સૂબેદારો નીમ્યા. ...Read More

102

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 116

(૧૧૬) રાજપૂતાના સમકાલીન કવિઓની વાણીમાં પ્રતાપ દુરસા આઢાનો જન્મ ઇ.સ. ૧૫૩૫ માં મારવાડના ધૂંદલા ગામમાં થયો હતો. પિતાનું નામ હતુ. અને ધન્નીબાઈ માતાનું નામ. નાનપણમાં પિતા સન્યાસી થઈ ગયા. માંએ દુ:ખ વેઠીને દુરસાને મોટા કર્યા. તેઓ ચારણ હતા. એક ખેડૂતના ખેતરમાં નાનપણમાં મજૂરી કરતા હતા પરંતુ ભાગ્યયોગે કોઇ ઠાકોરે તેમની તેજસ્વિતા જોઇ. તે સમયના જોધપુરના રાજા માલદેવને આ બાળકની હોંશિયારીની વાત કરી. પછી તો ગામનો પટ્ટો જ એમના નામનો કરી દેવામાં આવ્યો. તેમના ત્રણ લગ્ન થયા હતા. ચારણ જ્ઞાતિમાં બે અને પાસવાન બાઈ કેસર સાથે ત્રીજું. એમના છ પુત્રો હતા. ઇ.સ. ૧૫૭૧ માં પાલી જિલ્લાના ગુંદોજ ...Read More

103

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 117

(૧૧૭) હા હન્ત હન્ત નલિનીમ્‌ અમાસની કાજળઘેરી કાળી રાત્રિ હતી. મોગલ શહેનશાહ બેચેનીથી મહેલને ઝરૂખે ઉભા છે. નીરખી રહ્યા છે, મન તોફાને ચઢ્યું છે. ભૂતકાળની ભવ્યતાને વાગોળતા વાગોળતા છેક ૧૫૮૬ ની ઘટનાપર આવીને ઉભું રહ્યું. બિરબલ પોતાનો જિગરી દોસ્ત હતો. બાદશાહ અને બિરબલની જોડી તૂટશે એવી કલ્પના પણ અસહ્ય હતી. દોસ્તી પણ કેવી અજબ હતી. પોતે એક સમ્રાટ હતો અને બિરબલ એક બ્રાહ્મણ. એક મુસલમાન, બીજો હિંદુ, બંને દોસ્તી થયાબાદ ધર્મના સરવાળા બાદબાકીમાંથી ઉપર ઉઠી ગયા હતા. આ કવિતા ગાઈને ગુજરાન ચલાવનાર ભાટ, શક્તિશાળી કંઠ અને હાજર જવાબીપણાને કારણે “કવિરાય’ અને પછી “રાજા” બની ગયો. ગુજરાતની ...Read More

104

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 112

(૧૧૨) બહાદુર કિરણવતી સત્તા અને સુંદરીએ મહાત્વાકાંક્ષી માણસોની કમજોરી છે. મેસિડોનિયાનો સમ્રાટ સિકંદર સત્તાના ઇશ્કમાં ખતમ થઈ ગયો. લંકાનો રાવણ સુંદરીની કામનામાં વંશને નિર્મુલ કરાવી મોતને ભેટયો. સત્તા પાછળ સુંદરી આવે જ. સુંદરીઓના સહવાસથી સત્તા જાય જ. અલાઉદ્દેન ખીલજીનો ઉદય જેટલો શાનદાર હતો. સુંદરીઓના સહવાસથી અંત એટલો જ ભયાનક આવ્યો. કલીઓપેટ્રાની સુંદરતા, દ્રોપદીનો રાજમદ ભલભલા સામ્રાજ્યોને ઉપરતળે કરવા સમર્થ હતા. સત્તા પાછળ પાગલ થયેલા બાદશાહ અકબરને ખુદાએ યારી આપી હતી. છેલ્લા સત્તર વર્ષોમાં એણે રાજપૂતાનાનો મેવાડ સિવાયનો સમગ્ર વિસ્તાર, ગુજરાત, બંગાળ, પંજાબ, બિહાર, લગભગ સમગ્ર ઉત્તરભારતને પદદલિત કર્યો હતો. એની ગીધનજર દક્ષિણ ભારત પર મંડાયેલી હતી. એ મોકાની રાહ ...Read More

105

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 118

(૧૧૮) વીરાંગના ચાંદબીબી દક્ષિણ ભારતમાં પાછા ફરેલા બુરહાનદીનને અહમદનગરના સુલતાન બનવામાં સફળતા મળી ઇ.સ.૧૫૯૧ માં, એણે પોતાને રાજ્યના સ્વતંત્ર સુલતાન તરીકે પોતાની જાતને જાહેર કરી દીધો. બાદશાહ અકબરને આપેલા વચનો એ ઘોળીને પી ગયો. ખાનદેશ, બીજાપુર અને ગોવળકોંડાના રાજ્યો જીતવા બુરહાનુદીન મદદરૂપ નીવડશે એ આશા હવે રહી નહિ. આખી યોજના નવેસરથી વિચારવી પડી. ૨૭, ઓગષ્ટ, ૧૫૯૧ માં સમ્રાટ અકબરે દક્ષિણના ચારે રાજ્યો પર પોતાના, પ્રતિનિધિઓ મોકલ્યા. દૂતોએ સંદેશો આપ્યો. “શરણાગતિ સ્વીકારો નહિ તો સામનો કરવા તૈયાર રહો.” ખાનદેશનો સુલતાન નિર્બળ હતો. મોગલસેનાના ડરે એણે શરણાગતિ સ્વીકારી. બાકીના ત્રણ રાજ્યના સુલતાનો, મોગલ બાદશાહના ...Read More

106

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 119 અને 120

(૧૧૯) મહારાણા પ્રતાપ : ઉત્તમ શાસક શ્રીમદ્‍ ભગવદ્‍ગીતાના ૧૮ મા અધ્યાયના ૪૩ માં શ્ર્લોકમાં ક્ષત્રિયના સાત સ્વભાવજન્ય અર્જુનને ભગવને ગણાવ્યા છે. એમાં શાસનનું પ્રભુત્વ એ અગત્યનો ગુણ છે. એક્વીસ એક્વીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામે આખરે પૃથ્વીનું શાસન એક ક્ષત્રિયને જ સોંપ્યું. મહારાણા પ્રતાપ ઉત્તમ શાસક હતા. ઇ.સ. ૧૫૭૨ થી ઇ.સ.૧૫૮૪ સુધીનો, અત્યારસુધીનો સમય કેવળ યુદ્ધોમાં જ વીત્યો હતો. ઇ.સ. ૧૫૮૫ માં રાજપૂતાનાના છેક ઉંડાણમાં આવેલા ચાવંડને રાજધાની ઘોષિત કરવામાં આવી. મહારાણા સરદારોમાં, સૈનિકોમાં, પ્રજામાં લોકપ્રિય હતા. વષો સુધી અનેક વેળા શાહીફોજ, મેવાડનો ખૂણેખૂણો ફફોળી વળી છતાં મહારાણા પ્રતાપ કે એમના પરિવારનો એકપણ સભ્ય પકડાયો ...Read More

107

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 121

(૧૨૧) મહારાણા પ્રતાપસિંહનો વિષાદ ઇ.સ. ૧૫૯૭ ની સાલ હતી. જાન્યુઆરી માસ હતો. શિયાળાની ખુશનુમા ઠંડીમાં, આયડના જંગલોમાં શિકારે ગયા. આયડના ગીચ જંગલોમાં એકવાર માનવી સરી જાય પછી શોધવો મુશ્કેલ. વાઘનો શિકાર કરવાની તક મહારાણા છોડે ખરા? દૂરથી હિંસક પ્રાણીને જોતાં જ તેઓએ ધનુષ્ય ઉઠાવ્યું. તીર ભાથામાંથી કાઢ્યું. પ્રત્યંચા પર તીર ચઢાવી જોરથી ખેંચી. ખૂબ જોર લગાવવા જતાં આંતરડામાં તકલીફ ઉભી થઈ. છાંતીમાં દુખાવો થયો. થોડાજ દિવસોમાં એ દુખાવો એટલો દર્દ કરવા લાગ્યો કે મહારાણા બિછાને પડ્યા. કર્મવીરને અકર્મણ્યતાનો કાળ અભિશાપ જેવો લાગે છે. મહારાણાના મનમાં વિચારોનો પ્રવાહ ઉભરાવા લાગ્યો. સમગ્ર જીવન સંઘર્ષમાં પસાર કર્યું. જીવનનું ...Read More

108

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 122 અને 123

(૧૨૨) ૧૮ જાન્યુઆરી, ૧૫૯૭ એ ગોઝારી રાત ૧૮ મી જાન્યુઆરી આવી પહોંચી. મહારાણા પ્રતાપની જીવન સંધ્યાના ઇતિહાસમાં દિવસ ગમગીનીભર્યો હતો. મહારાણાજીની છાતીનો દુખાવો વધી ગયો હતો. આંતરડાની પીડા અસહ્ય બની ગઈ હતી. મન તો મજબૂત હતું પરંતુ તન વ્યથા આપવા લાગ્યું હતું. આંખો મીંચીને પોઢી ગયા હતા. મૃત્યુનો આભાસ આવી ગયો હતું. દૂર દૂર ક્ષિતિજમાં એક ધૂંઘળો ચહેરો દેખાવા લાગ્યો. એ ચેહરો હતો રાજકુમાર સગરનો મહારાણાનો ભાઈ સગર, પોતાની વિપત્તિ વેળાનો અડગ સાથી સગર. સગર મહારાણાનો છાયો બનીને જીવન જીવ્યા હતા. આવા સજ્જન ભાઈનો પણ વિયોગ નિર્માયો હતો. મહારાણાજીએ સાંભળ્યું હતું કે, સગર મેવાડ છોડી ...Read More

109

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 124

૧૨૪ મહારાણા પ્રતાપની અંતિમ ઇચ્છા મૃત્યુ સર્વને માટે અનિવાર્ય છે. જે અનિવાર્ય છે એને માટે શોક શાનો? કબીરે ક્યાં નથી કહ્યું? “ચૌદ ભુવન કા ચૌધરી ભી મરી હૈ.” રામ, કૃષ્ણ, ગૌતમ, મહાવીર, અશોક સર્વે મૃત્યુને આધીન થયા હતા. રાજપૂતાનાની ધરતીપર નરબંકો પ્રતાપ હતો ત્યાં સુધી મોગલો ઝંપી શક્યા ન હતા. આખરે, એક ગોઝારો દિવસ પણ આવી પહોંચ્યો. ૫૭ વર્ષની ઊંમરે, આંતરડાની તકલીફથી પિડાતા મહારાણા જાણે મહાપ્રયાણની તૈયારી કરી રહ્યા હતા. ૧૫૯૭ ની સાલ હતી. ૧૯ મી જાન્યુઆરીનો દિવસ હતો. સમય સવારનો હતો. મહારાણાએ સ્નાન કર્યું. પલાંઠી વાળીને ભગવાન એકલિંગજીનું ધ્યાન ધર્યું. ...Read More