શિવાદિત્ય ની શૌર્યગાથા

(16)
  • 12.1k
  • 2
  • 5.3k

શિવરાજપુર ની પૂર્વ માં પોતાના નારંગી કિરણો પાથરતો સૂર્યોદય થઈ રહ્યો છે.આખું નગર આ નવા દિવસ ને વધાવવા માંગતું હોય એમ વહેલા ઉઠી નિત્યક્રમ પતાવી મહાદેવ ના મંદિર ના ચોગાન માં જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ ગયું છે.. પૂજારી શ્લોક ગાઈ રહ્યા છે શરણાઈ અને નોબત વાગી રહી છે અને બધા ની નજર મંડાઈ છે મંદિર ના મુખ્ય દ્વાર પર જ્યાંથી થોડી વાર માં મહારાજ શિવાદિત્યસિંહજી શિવરાત્રી ની પૂજા માટે પધારવાના છે. ધૂળ ની ડમરી ઉડતી દેખાય છે. એક સોના ના રથ માં મહારાજ શિવાદિત્યસિંહજી પધારી રહ્યા છે. મહારાજ ની આભા એટલી દૈદીપ્યમાન છે કે જાણે ભગવાન સૂર્ય નારાયણ જાતે એમના સાત ઘોડા વાળા રથ ને લઈ ને આવી રહ્યા છે. મહારાજ નો રથ મંદિર ના મુખ્ય દ્વાર થી અંદર પ્રવેશે છે. આખું પ્રાંગણ "હર હર મહાદેવ" અને મહારાજ "શિવાદિત્યસિંહજી ની જય" ના નારા થી ગુંજી ઉઠે છે. મહારાજ રથ માંથી ઉતરી મંદિર માં પ્રવેશ કરે છે, ગર્ભગૃહ માં રહેલા અલૌકિક જ્યોતિર્લિંગ સમાં શિવલિંગ પર દૂધ નો અભિષેક કરી પૂજા કરે છે. શિવરાજપુર આખું નગર શિવમય બની ગયું છે. શિવલિંગ ની ઉપર એક પીળા રંગ નો લગભગ માણસ ના માથા જેટલો મોટો અને અતિ તેજસ્વી મણી પોતાનો ઉજાસ પાથરી રહ્યો છે. કહેવાય છે કે મહારાજ શિવાદિત્યસિંહજી ના પૂર્વજો ને પોતાના કાળા જાદુ થી લોકો ને રંજાડનાર એક જાદુગર ને મારી ને આ મણી માં કેદ કર્યો હતો. અને ત્યારબાદ એ મણી માંથી પાછો જીવતો ના થાય એ માટે એને ભગવાન શિવ ના લિંગ પર મૂકી દીધો. ત્યારથી શિવરાજપુર ની પ્રજા માનતી કે તેમના સુખ સમૃદ્ધિ આ મણી સાથે જોડાયેલા છે.

1

શિવાદિત્ય ની શૌર્યગાથા - 1 - જાદુગર

શિવરાજપુર ની પૂર્વ માં પોતાના નારંગી કિરણો પાથરતો સૂર્યોદય થઈ રહ્યો છે.આખું નગર આ નવા દિવસ ને વધાવવા માંગતું એમ વહેલા ઉઠી નિત્યક્રમ પતાવી મહાદેવ ના મંદિર ના ચોગાન માં જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ ગયું છે.. પૂજારી શ્લોક ગાઈ રહ્યા છે શરણાઈ અને નોબત વાગી રહી છે અને બધા ની નજર મંડાઈ છે મંદિર ના મુખ્ય દ્વાર પર જ્યાંથી થોડી વાર માં મહારાજ શિવાદિત્યસિંહજી શિવરાત્રી ની પૂજા માટે પધારવાના છે. ધૂળ ની ડમરી ઉડતી દેખાય છે. એક સોના ના રથ માં મહારાજ શિવાદિત્યસિંહજી પધારી રહ્યા છે. મહારાજ ની આભા એટલી દૈદીપ્યમાન છે કે જાણે ભગવાન સૂર્ય નારાયણ જાતે ...Read More

2

શિવાદિત્ય ની શૌર્યગાથા - 2 - ગુરુ સચ્ચિદાનંદ

શિવાદિત્યસિંહજી અને પૃથ્વીરાજ નગર ના પાદરે ઊભા છે. મણી ને પાછો મેળવવા માટે ની બંને ની સફર શરૂ થઈ છે. પણ શરૂઆત ક્યાંથી કરવી એ સૂઝતું નથી."મહારાજ, આપણે શરૂઆત ક્યાંથી કરીશું." પૃથ્વીરાજ એ પૂછ્યું."મહામાત્ય, જ્યારે કશું સૂઝતું ન હોય ત્યારે કોઈ સંત માં શરણ માં જવું જોઈએ." મહારાજે જવાબ આપ્યો."એટલે મહારાજ??" પૃથ્વીરાજ ને કઈ સમજાયું નઈ."પૃથ્વી, આપણે મારા ગુરુજી સચ્ચિદાનંદજી ને મળીશું. મને વિશ્વાસ છે કે એમની પાસે જરૂર કોઈ ઉપાય હશે."મહારાજ પૃથ્વીરાજ ને પૃથ્વી કહી ને ભાગ્યેજ સંબોધતા પરંતુ પૃથ્વીરાજ ને એ ગમ્યું.બંને એ ઘોડા ઉત્તર દિશા તરફ દોડાવ્યા. થોડી વાર માં બંને ઘોડા એક ગુફા આગળ આવી ...Read More

3

શિવાદિત્ય ની શૌર્યગાથા - 3 - પ્રથમ પડાવ 1

મહારાજ શિવાદિત્યસિંહજી અને પૃથ્વીરાજ પોત પોતાના ઘોડા પર આગળ વધી રહ્યા છે. શિવરાજપુર ની સીમાઓ ક્યારની ય પાછળ રહી છે. સૂરજ પણ ધીમે ધીમે ડૂબવા લાગ્યો છે. બંને ના ઘોડા એક જંગલ માં પ્રવેશે છે...જંગલ ગાઢ છે...સૂર્ય ના કિરણો ઓછા પડ્યા હોવાથી સાંજ વહેલી થઈ ગઈ હોય તેવું લાગે છે."મહારાજ આપણે કોઈ સારી જગ્યા શોધી લેવી જોઈએ. ઘોડા પણ હવે થાક્યા છે." પૃથ્વીરાજ એ કહ્યું."હા પૃથ્વી." મહારાજે સંમતિ દર્શાવી.થોડા આગળ જતાં નદી નો કિનારો આવે છે. વૃક્ષો ની ગીચતા થોડી ઓછી થઈ છે. બંને એ ઘોડા નદી કિનારે ઊભા રાખી દીધા. પૃથ્વીરાજ બંને ઘોડા ને પાણી પીવા નદી માં ...Read More

4

શિવાદિત્ય ની શૌર્યગાથા - પ્રથમ પડાવ - પૂર્ણ

મહારાજ અને પૃથ્વીરાજ બંને ફસાઈ ગયા હતા.સુરંગ નો દરવાજો બંધ થવાના કારણે પાછું જવું શક્ય નહોતું. મહારાજ અને પૃથ્વીરાજ આગળ જવાનું વિચાર્યું."આગળ વધીએ પૃથ્વી, જે થશે એ જોયું જશે." કહી મહારાજ શિવાદિત્યસિંહજી આગળ વધ્યા.આગળ જતાં સુરંગ એક મોટી ગુફા માં પરિવર્તિત થઈ. ધીમે ધીમે ગુફા મોટી થવા લાગી. મહારાજ અને પૃથ્વીરાજ એક મોટા ઓરડા જેવી ગુફા માં આવી ગયા.. સામે એક દરવાજા પાછળ થી અવાજ આવતો હોય તેમ લાગ્યું."આ તરફ મહારાજ" પૃથ્વીરાજ એ દરવાજા તરફ ઈશારો કરતા કહ્યું.બંને દરવાજા તરફ આગળ વધ્યા અને દરવાજા ની અંદર પ્રવેશ કર્યો.અંદર પ્રવેશતા ની સાથે બંને અંદર નું દૃશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.ઓરડા ...Read More