અવસાદિની

(24)
  • 6.9k
  • 3
  • 3.1k

મઝાનાં ગુલાબી રંગે રંગેલા ઝરૂખામાં, સીસમનાં લાકડાની બારીક કોતરણીવાળી, રજવાડી દેખાવ ધરાવતી અને પોચી ગાદી મઢેલી આરામખુરશીમાં આથમતા ફાગણની સમીસાંજે મધુમાલતી બેઠી હતી. તેની આંખો ક્ષિતિજની પેલે પાર ડૂબી રહેલા સૂર્યનું સરનામું શોધતી હોય એમ ખોવાયેલી હતી. તેનાં સહેજે રૂપાળાં ચહેરા ઉપર ચિંતનની રેખાઓ તેની વયને ઓર વધારી દેતી હતી. પશ્ચિમથી વહી રહેલો પવન તેનાં કેશકલાપને અને સાડીનાં છેડાને અસ્તવ્યસ્ત કરી રહ્યો હતો. ઝરૂખામાં લગાડેલી ત્રણેય વિન્ડચાઇમ પૂરાં જોશથી રણકાર કરી રહી હતી પણ મધુમાલતીનાં કાન તો કાંઈ બીજું જ સાંભળવા તલપાપડ હતાં. મધુમાલતીનાં કાનનાં હીરે મઢેલાં સોનાનાં મોટાં કર્ણફૂલ, તેની સાથે જોડાયેલી ચાર - ચાર હાર ધરાવતી ઘૂઘરિયાળી કાનસેર, ગળામાં મોરનાં આકારનું, મોટું, કલાત્મક, હીરાજડિત પેન્ડન્ટ ધરાવતું નાભિ સુધી પહોંચતું મંગળસૂત્ર અને તેવું જ પણ થોડું નાનું પેન્ડન્ટ ધરાવતો ચોળીનાં આરંભ સુધી પહોંચતો, એક ઈંચની પહોળાઈ ધરાવતો સોનાનો હાર, તેનાં થોડાં ભરાવદાર ગળાને શોભાવતાં, પણ જાણે આ વૈભવ પણ મધુમાલતીને ફિક્કો લાગતો હોય એમ તે મોર કરમાયેલા લાગતાં.

1

અવસાદિની - 1

મઝાનાં ગુલાબી રંગે રંગેલા ઝરૂખામાં, સીસમનાં લાકડાની બારીક કોતરણીવાળી, રજવાડી દેખાવ ધરાવતી અને પોચી ગાદી મઢેલી આરામખુરશીમાં આથમતા ફાગણની મધુમાલતી બેઠી હતી. તેની આંખો ક્ષિતિજની પેલે પાર ડૂબી રહેલા સૂર્યનું સરનામું શોધતી હોય એમ ખોવાયેલી હતી. તેનાં સહેજે રૂપાળાં ચહેરા ઉપર ચિંતનની રેખાઓ તેની વયને ઓર વધારી દેતી હતી. પશ્ચિમથી વહી રહેલો પવન તેનાં કેશકલાપને અને સાડીનાં છેડાને અસ્તવ્યસ્ત કરી રહ્યો હતો. ઝરૂખામાં લગાડેલી ત્રણેય વિન્ડચાઇમ પૂરાં જોશથી રણકાર કરી રહી હતી પણ મધુમાલતીનાં કાન તો કાંઈ બીજું જ સાંભળવા તલપાપડ હતાં. મધુમાલતીનાં કાનનાં હીરે મઢેલાં સોનાનાં મોટાં કર્ણફૂલ, તેની સાથે જોડાયેલી ચાર - ચાર હાર ધરાવતી ઘૂઘરિયાળી કાનસેર, ...Read More

2

અવસાદિની - 2

એકદંડિયા મહેલની રાણી નીચે આવતાં મધુમાલતીને ખાસી સાત-આઠ મિનિટ થઈ. આજુબાજુ અંધારાનાં ઓળા પ્રસરેલાં જોઈ સાદ દેવાઈ ગયો, "અરે કૈલાસ, ક્યાં ગઈ? સંધ્યાકાળે બત્તી, ફાનસ બધુંય બંધ કેમ છે?" કોઈ પ્રત્યુત્તર આવવાનાં બદલે હાથમાં ફાનસ લઈ કૈલાસ જ પ્રગટ થઈ. તે થોડાં ક્ષોભથી માથું ઝુકાવી તરત જ ફાનસ લઈ ઘરનાં મુખ્ય દ્વારના ડાબે આવેલ ઢાળિયાની નીચે વાંકા વાળી રાખેલ સળિયામાં ભેરવી દીધું. તેની પાછળ રહેલી દીવાલ ઉપરની વીજળીની બત્તીની બધી ચાંપો દબાવી દીધી. આખાંયે ઘરની બહારની દિવાલો કોઈ મહેલની દિવાલોની માફક ઝગમગી ઊઠી. ફરી કૈલાસ અંદર ગઈ અને એક પિત્તળની થાળીમાં ઘી માં તરબતર ઊભી દિવેટવાળી દીવી અને દીવાસળીની ...Read More