અંધારી રાતના ઓછાયા.

(888)
  • 181k
  • 34
  • 112.5k

આ વાર્તા એક કલ્પના માત્ર છે આ વાર્તા ના પાત્રો,ઘટના કે સ્થળ સાથે કોઈ પણ સંબંધ એ સંયોગ હોય શકે છે તેનો કોઈ પણ વ્યક્તિ ઘટના,કે સ્થળ સાથે સીધો સંબંધ નથી.કોઈપણ ધમૅ,જાતિ કે જ્ઞાતિ સાથે આ વાર્તા જોડાયેલ નથી.કે કોઈપણ અંધશ્રદ્ધા ને પ્રોત્સાહન આપવા માટે નથી.માત્ર ને માત્ર મનોરંજન ના હેતુ થી કલ્પના ની પાંખ પર સમગ્ર નવલકથા રચવામાં આવી છે. ભાગ-1 રાત ના અંધકાર ને ચીરતી મોટરકાર રસ્તા પર દોડી રહી હતી . ચાંદ નો આછેરો પ્રકાશ રાત ને ખુબસુરત ચાદર ઓઢાડી રહ્યો હતો .કાર એરપોર્ટ જવાના રસ્તે પુરપાટ દોડી રહી હતી.

1

અંધારી રાતના ઓછાયા (ભાગ -૧)

અંધારી રાતના ઓછાયા (ભાગ -૧)પ્રસ્તાવના:- આ વાર્તા એક કલ્પના માત્ર છે આ વાર્તા ના પાત્રો,ઘટના કે સ્થળ સાથે કોઈ સંબંધ એ સંયોગ હોય શકે છે તેનો કોઈ પણ વ્યક્તિ ઘટના,કે સ્થળ સાથે સીધો સંબંધ નથી.કોઈપણ ધમૅ,જાતિ કે જ્ઞાતિ સાથે આ વાર્તા જોડાયેલ નથી.કે કોઈપણ અંધશ્રદ્ધા ને પ્રોત્સાહન આપવા માટે નથી.માત્ર ને માત્ર મનોરંજન ના હેતુ થી કલ્પના ની પાંખ પર સમગ્ર નવલકથા રચવામાં આવી છે. "અંધારી રાતના ઓછાયા" ભાગ-1 રાત ના અંધકાર ને ચીરતી મોટરકાર રસ્તા પર દોડી રહી હતી . ચાંદ નો આછેરો પ્રકાશ રાત ને ખુબસુરત ચાદર ઓઢાડી રહ્યો હતો .કાર એરપોર્ટ જવાના રસ્તે પુરપાટ દોડી રહી ...Read More

2

અંધારી રાતના ઓછાયા (ભાગ -૨)

ગતાંકથી..... બે ચાર સામાન્ય વાતો કયૉ પછી એ ભિખારી ને દિવાકર રસ્તાના એક નિજૅન ખૂણામાં જઇને ને વાતચીત કરવા આંધળા ના વેશમાં રહેલ ખબરી કહેવા લાગ્યો: "આપને જોઈને ખૂબ જ આનંદ થયો. આપ શું આ ગુંડા ની પાછળ પડ્યા છો?" પેલો વિશાળકાય માણસ હજુ કારની પાસે ઉભો ઉભો પહેલી સુંદર યુવતી સાથે વાત કરી રહ્યો હતો .દિવાકર એકીટશે એ તરફ જોઈ રહ્યો. પછી ધીમેથી બોલ્યો : "ના, હું એને ઓળખતો નથી. એ કોણ છે ? એ છોકરી પણ કોની છે?" એ તો ભગવાન જાણે. તો પણ હું એટલું તો જાણું છું કે એ કોઈ મોટો ગેંગ નો સરદાર છે. ...Read More

3

અંધારી રાતના ઓછાયા (ભાગ -૩)

ગતાંકથી..... તેણે શંકાશીલ હ્રદયે પુછ્યું:"શું કામ ની શોધ માટે આપ આ રીતે ભટકી રહ્યા છો ? સાચે કોઈ જ નથી તમારી પાસે?"દિવાકરે આતુર નયન થી એના તરફ જોઈને કહ્યું : "ના, કોઈ જ કામ નથી.આપ ક્યાંય નોકરી અપાવી શકશો?"યુવતીએ થોડીવાર વિચાર કરી કહ્યું : "તમને કાર ડ્રાઈવ કરવાનું ફાવશે?"દિવાકરે કહ્યું :"અરે એમાં શું?એ કામ તો મેં બહુ કર્યું.એમ જ માનો કે પાકો ડ્રાઇવર છું."એકદમ ખુશ થઈને એ યુવતી બોલી : "તો તો હું આપને જરૂર થી જ મદદ કરી શકીશ,મારા પપ્પાને એક ડ્રાઇવર ની જરૂર છે.જો આપને કોઈ પ્રોબ્લેમ ન હોય તો...""પ્રોબ્લેમ !" દિવાકર ઉત્સાહ માં બોલ્યો : "મને ...Read More

4

અંધારી રાતના ઓછાયા (ભાગ -૪)

ગતાંકથી..... તેના અવાજ પર થી દિવાકર ને લાગ્યું કે સોનાક્ષી આ ક્રુર ચીના ને પસંદ કરતી નથી.દિવાકર ને પણ આશ્વર્ય થયું કે એક હિન્દુ ના ઘરમાં આ ચીની નોકર કેમ રાખ્યો હશે?થોડીવાર પછી સોનાક્ષી એ કહ્યું : "તું પપ્પાને ખબર આપ ; કહેજે કે હું આવી ગઈ છું .આ આપણા નવા ડ્રાઇવર છે .એમનું નામ છે મિસ્ટર નરેન્દ્ર પાટિલ ."ચીની નોકર ચાંઉ ચાંઉ એ એક ડગલું આગળ વધીને દિવાકર ને નમસ્કાર કર્યા.તેના વિચિત્ર મુખ પર મંદ મંદ સ્મિત વેરતા દિવાકર ને તેના કુત્રિમ સ્મિત થી અરૂચિ ઉપજી આવી.ચાંઉ ચાંઉ બોલ્યો : "મિ.પાટિલ ને જોઈને ને ...Read More

5

અંધારી રાતના ઓછાયા ( ભાગ -૫)

ગતાંકથી...... વિશ્વનાથ દત્ત હંમેશા મોટા લોકોની માફક ટેબલ ખુરશી પર બેસી દીકરી સાથે ડિનર કરતા હતા. ચીના ના કહેવાથી ખૂબ જ કષ્ટ સાથે ઉભા થઈ જમવા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યા ને દિવાકર ચીનના ના સુચવેલા ઓરડા તરફ ગયો. દિવાકર જમીને પછી રૂમમાં ગયો . તેણે બધી જ વસ્તુઓની બરાબર ચકાસણી કરી પછી થોડીવાર આરામ ખુરશી પર બેસી જઈ તાજેતરમાં થયેલી ઘટનાઓ અંગે વિચારણા કરી. દિવાકરે ઘડિયાળ તરફ જોયું. રાતના બાર થવા આવ્યા હતા છતાં તેમની આંખમાં નિંદરા દેવીની પધરામણી થતી નહોતી. તે પોતાના રૂમમાં આમતેમ આંટા મારતા મારતા અને બનેલી ઘટનાઓનો વિચાર કરવા લાગ્યો તેમના મનમાં અનેક પ્રશ્નો ...Read More

6

અંધારી રાતના ઓછાયા (ભાગ -૬)

ગતાંકથી..... એક સેકન્ડ પહેલા તો તે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં હતો .એક મિનિટમાં એ આમ બેભાન કેમ બની ગયો? આ સ્વાભાવિક નિંદ્રા હતી કોઈ નશા ની અસર હેઠળ દિવાકર પથારી પર પડ્યો રહ્યો .અચાનક તેના હાથ પગમાં ભારે કળતર થવા લાગી તે બેઠો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ તેનાથી બેઠું થવાયું નહીં. તેના શરીરમાંથી જાણે બધું જ ચેતન કોઈએ હરી લીધું હોય તેવું લાગ્યું થોડીવાર પછી તે ભર નિંદ્રામાં પડ્યો..હવે આગળ..... દિવાકર ઊંઘમાં છે. છતાં તેને પોતાની સ્થિતિનું પૂરેપૂરું ભાન છે આ તે કેવી વિચિત્ર અવર્ણનીય પરિસ્થિતિ છે .તેનું શરીર એકદમ ઠંડુ પડી ગયું છે. સ્થિર બની ગયું છતાં તેનું ...Read More

7

અંધારી રાતના ઓછાયા (ભાગ -૭)

ગતાંકથી..... કાળી ભમરો સહેજ ઊંચી કરી સોનાક્ષી દિવાકર ના મુખ તરફ જોઈ રહી. ખરેખર !!તમે ખૂબ જ સાહસિક ને છો આવા લોકો તો મેં ભાગ્યે જ જોયા છે. હવે આગળ.... સોનાક્ષીના મોઢે પોતાના વખાણ સાંભળીને દિવાકરે હસતા હસતા કહ્યું : "બસ બસ હવે રહેવા દો .તમારા મોઢે વખાણ તો સાંભળવામાં ખૂબ મજા આવે છે પરંતુ તેમાં થોડીક વધારે અતિશયોક્તિ થઈ ગઈ છે હો . મારા જેવા લોકો તો આજકાલ ઘરે ઘરે જોવા મળે છે.જે પોતાની જાતને સમજતા શીખ્યા છે. પોતાની શક્તિ પર વિશ્વાસ રાખતા શીખ્યા. પોતાનું કર્તવ્ય સમજે છે .કાલે જ મેં છાપામાં વાંચ્યું હતું કે ફોરેન માં એક ...Read More

8

અંધારી રાતના ઓછાયા (ભાગ -૮)

ગતાંકથી...... બીજા માણસ તરફ નજર નાખતા જ તે ચમકી ઉઠ્યો .એ માણસને જ કાલે સાંજે થિયેટર પાસે સોનાક્ષી સાથે કરતો જોયો હતો અને ખબરીએ પણ એના વિષય માં શંકા કરી હતી. તે આ મકાનમાં શા માટે આવ્યો હશે? તેની સાથે રહેલો દુબળો પાતળો માણસ કોણ હશે? દિવાકર ખરપડી વડે જમીન સાફ કરતો ઉંડા વિચારમાં પડ્યો. આવી રીતે તે ક્યાંય સુધી બેસી રહ્યો તેની તેને ખબર પણ ન રહી. અચાનક ચાંઉ ચાંઉ નો અવાજ તેના કાન પર પડ્યો : "સાહેબ તમને બોલાવે છે ." "અત્યારે ને અત્યારે જ !" "હા, હમણાં જ." દિવાકર તરત જ વિશ્વનાથ બાપુ ના રૂમ તરફ ...Read More

9

અંધારી રાતના ઓછાયા (ભાગ -૯)

ગતાંકથી..... દિવાકર એ ગુપ્ત રસ્તે નીચે ઉતરવા લાગ્યો. થોડીવાર ચાલ્યા પછી તે સમજ્યો કે હવે જમીનનું તળિયું આવી ગયું લાગે છે .અંધારામાં બંને બાજુ હાથ ફેરવી તપાસતાં લાગ્યું કે રસ્તાની બંને બાજુ પાકી દિવાલ પર ઈલેક્ટ્રિક ની સ્વિચ પણ આવેલી છે ઉપર નાની નાની લાઈટો ગોઠવેલી પણ માલુમ પડતી હતી. તેણે સ્વીચ ચાલુ કરતાં જ ઉપર ની લાઈટો ચાલુ થઈ.તેણે તીક્ષણ નજરે આખો રસ્તો જોઈ લીધો સામેથી કોઈ આવતું હોય તેવું લાગ્યું નહીં. છતાં તે પ્રતિક્ષણે હુમલો થવાની આગાહીથી ચેતવા લાગ્યો .આ વખતે પોતાની બેસ્ટ ફ્રેન્ડ એવી ગન પણ તેની સાથે નહોતી ,એટલે તેને ભારે ગભરામણ છુટતી હતી.ગન વગર ...Read More

10

અંધારી રાતના ઓછાયા (ભાગ -૧૦)

ગતાંકથી......... સોનાક્ષી વચ્ચે બોલી : " બાબત તો સામાન્ય છે; પરંતુ તેની અસભ્યતા દિવસે દિવસે વધતી જાય છે હું..." !હવે આપને વધારે કહેવું પડશે નહીં. હું બધું સમજી ગયો વિશ્વનાથ બાબુ એ બાબત પર નિશ્ચિત થાઓ. મયંક હવેથી આપની દીકરી ને કદી સતાવી શકશે નહીં. ભવિષ્યમાં આપની પુત્રીનું સ્વમાન જળવાય તે માટે હવેથી હું પૂરેપૂરી તકેદારી રાખીશ ."ડોક્ટર મિશ્રા એક પ્રકારનું અર્થ પૂર્ણ મંદ હાસ્ય કરતા બોલ્યો. દીવાકરે ગુપ્ત રસ્તે પ્રયાણ કર્યું તે પહેલા થોડી ક્ષણો અગાઉ આ બનાવ બન્યો હતો. બીજા દિવસે સવારમાં ચાંઉ ચાંઉએ દિવાકરના હાથમાં એક ટુકડો કાગળ અને બે સો સો રૂપિયાની નોટો આપી કહ્યું ...Read More

11

અંધારી રાતના ઓછાયા (ભાગ- ૧૧)

ગતાંકથી..... આશ્ચર્યજનક બનાવો બનવાથી જ આ મયંક ની પાછળ દિવાકર જેવો બુદ્ધિમાન અને કુશળ માનવી પડ્યો હતો! પ્રશાંતે નિશ્ચય કે હવે મારે પોતે પણ એ જ કામ હાથમાં લેવું. મયંક વિરુધ્ધ તેના અંતઃકરણમાં જે ક્રોધ ભરાઈ રહ્યો હતો તેને માર્ગ મળવાથી પ્રશાંતને હવે શાંતિ વળી. હવેથી મયંકનો નાશ એ જ પ્રશાંતના જીવનનો એક માત્ર ઉદ્દેશ થઈ પડ્યો. આથી દિવાકરને પણ આડકતરી રીતે મદદ કરી શકશે એવી કલ્પનાથી પ્રશાંતને ભારે આનંદ થયો. આખો દિવસ બેચેની અનુભવી વિશ્વનાથ બાબુ ભારે ચિંતામાં પડ્યા હતા. એ જ વખતે તક જોઈને સોનાક્ષીએ દિવાકરના કહેવા મુજબ કલકત્તાના કોઈ પ્રખ્યાત ડોક્ટરની મદદ લેવાની દરખાસ્ત પોતાના પપ્પા ...Read More

12

અંધારી રાતના ઓછાયા (ભાગ- ૧૨)

ગતાંકથી..... તેણે મયંક પાસે આવીને કહ્યું : "કેમ માખી જાળમાં બરાબરની સપડાય ગઈ છે ને ?"મયંકે એકદમ ખુશ થઈને : "નક્કી ! જૂલીએ તેને બરાબર કબ્જે કર્યો છે."હવે આગળ....... પેલા બુરખાધારી માણસે કહ્યું : " હિમાંશુ તો જાળમાં ન ફસાયો. તેણે છેવટની ઘડીએ હોસ્પિટલમાં આવવાની ના પાડી. મને લાગે છે તેને કોઈએ ત્યાં ન આવવા સમજાવ્યું હશે .તેને કોણે અટકાવ્યો હશે એ મારા જાણવામાં આવ્યું છે ."બુરખાધારીના આ શબ્દોથી ચમકી મયંકે કહ્યું : "આપ શું એમ ધારો છો કે હું......" " ના ,ના , તમારા પર મને જરીક પણ શંકા જતી નથી. સોનાક્ષી સાથે તમે જે વતૅન કર્યુ છે ...Read More

13

અંધારી રાતના ઓછાયા (ભાગ -૧૩)

ગતાંકથી...... દિવાકર હસતાં હસતાં બોલ્યો : " એમ કે; ત્યારે તો તમે ભુપેન્દ્રના બહેન થાઓ બરોબર ને? ભુપેન્દ્રને હું સગા ભાઈ જેવો ગણું છું એ પણ મને મોટો ભાઈ માને છે." હવે આગળ.. સોનાક્ષી એ કહ્યું : " બધું જ હું જાણું છું એ સંબંધ થી તો આજ થી તમે મારા ભાઈ થયા."દીવાકર સ્નેહથી બોલ્યો : "તમારા જેવી બહેન પામીને આજે હું ધન્ય થયો. હવે હું તમારો ભાઈ બનવાનો થોડો ઘણો પણ પ્રયત્ન કરી શકું તો બસ થશે. હવે સાંભળો મને એક આઈડિયા આવ્યો છે ને એ માટે મારે તમારી મદદની જરૂર છે. અને તેથી જ મેં તમને અહીં ...Read More

14

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૧૪)

ગતાંકથી.... તે રાત્રે જમ્યા પછી સોનાક્ષી અને દિવાકર પોતપોતાના રૂમમાં ગયા ત્યાં સુધીમાં ચીનો પાછો ફર્યો ન હતો એ તે પાછો ફર્યો હતો કે નહીં એ વાત પણ દિવાકરના જાણવામાં આવી નહીં. બીજા દિવસે ટેલિવિઝન પર ન્યુઝ આવ્યા કે ... છુપી પોલીસ નું રહસ્યમય સંજોગોમાં મોત! હવે આગળ.... આજે સવારમાં ખવાસકાંઠા નજીક નદીના કિનારા પરથી એક મૃતદેહ મળી આવ્યું છે .તપાસ કરતાં જણાવ્યું છે કે એ શબ કલકત્તા પોલીસના ઈન્કમટેકસ વિભાગના ડિટેક્ટિવ શ્રી સુનિલ તોમરનું છે .તોમર સાહેબ છેલ્લા થોડા દિવસથી ખુફિયા ઓપરેશન પર હતા . તેમનું આ રીતે રહસ્યમય મૃત્યુ થવાથી પોલીસ ખાતાને પારાવાર નુકસાન થયું છે તેમાં ...Read More

15

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૫)

ગતાંકથી.... ઓરડામાં માં પ્રવેશી ચારે તરફ નજર કરતા તેની નજર એક ખૂણામાં પડેલી જૂના જમાનાની લોખંડી પેટી પર પડી. તેજૂરી પાસે જઈને જોવા લાગ્યો. તે જે પેટીમાં થઈ સુરંગમાં ઉતરી આવ્યો હતો તેના જેવી આ પેટી ન હતી .તેના કરતાં નાની પણ ખુબ જ મજબૂત હતી. તેની અંદર અવશ્ય જ કંઈ હોવું જોઈએ, તેવો તેને વિચાર આવ્યો . પેટી ના આગળના ભાગે એક સુંદર હેન્ડલ હતું કદાચ એના થી જ પેટી ખુલતી હોવી જોઈએ એ હેન્ડલ ને પકડવા એણે હાથ લંબાવ્યો..... હવે આગળ...... હેન્ડલ ને પકડવા જતાં એના હ્દયે એક અજાણ્યો ડર અનુભવાય રહ્યો હતો. કંઈક વિચાર આવતા તેણે ...Read More

16

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૬)

ગતાંકથી.... કાર પુરપાટ વેગે દોડી રહી હતી એક સાંકડી ગલી આવતા જ કારે એકાએક બ્રેક મારીને અચાનક જ વળાંકમાં અકસ્માત થતા થતા રહી ગયો. એક બાઈક વાળા સાથે અથડાતા અથડાતા જ કાર રહી ગઈ. બાઈક વાળા એ બૂમ પાડી તેની સાથે જ રસ્તા પર જતા આવતા બે ચાર માણસોએ પણ બુમાબુમ કરી મૂકી. જાણે કે એકાદ ભયંકર અકસ્માત થઈ ગયો ન હોય! હવે આગળ.... પરંતુ તે વખતે પ્રશાંતની બુદ્ધિ અને કાર્યતત્પરતાએ કમાલ કરી . અસાધારણ સ્પીડથી તેને ગાડીનું સ્ટીયરીંગ ફેરવી એક ક્ષણમાં જ ગાડી ફેરવી લીધી.સહેજ વારમાં એક મોટો અકસ્માત થતો રહી ગયો. ફરીથી કાર પોતાની જવાને રસ્તે આગળ ...Read More

17

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૭)

ગતાંકથી..... થોડીવાર બાદ પેલો ઠીંગણો માણસ બોલ્યો : " આજે રાત્રે તમે અહીં આવવાના છો એમ મેં ધાર્યું નહોતું."પ્રશાંતે કે મંયક થડકતા અવાજે કંઈ કહેવા જાય છે દરમિયાન ચાંઉ ચાંઉ ફરીથી ઉતાવળા પગલે ડ્રોઈંગ રૂમ રૂમમાં આવ્યો. ઉશ્કેરાટથી તેનું મોઢું વિકૃત બની ગયું છે.તે તરત જ પહેલાં ઠીંગણા માણસની પાસે જઈને તેના કાનમાં કંઈક અગત્યની વાત કરવા લાગ્યો. ઈશ્વરે પ્રશાંતને એક ખાસ ગુણ સમર્પ્યો હતો ;તેની શ્રવણેન્દ્રિય આશ્ચર્યકારક કામ કરતી . કુતરા જેમ સૂંઘવાની શક્તિ માટે પ્રખ્યાત છે તેમ પ્રશાંત શ્રવણેન્દ્રિયના આશ્ચર્યકારક વપરાશ માટે જાણીતો હતો. જે અવાજ સામાન્ય રીતે માણસ સાંભળી ન શકે તે પ્રશાંત સારી રીતે સાંભળી ...Read More

18

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૮)

ગતાંકથી.... દિવાકરે કહ્યું : "એ તો હું દિવાકર,બારણું ખોલવાની જરૂર નથી .બસ તમે ઠીક છો ને?એ જ જોવા માટે હતો.સોનાક્ષી કંઈ બોલે એ પહેલાં જ કોઈ ના આવવાનો અણસાર આવતા જ દિવાકર પોતાના રૂમ તરફ ઉતાવળે પગલે ચાલ્યો ગયો. હવે આગળ..... પોતાના રૂમ સુધી પહોંચે એ પહેલા જ કોઈનો પગરવ સંભળાતા તે ફરી પાછા પગલે સોનાક્ષીના રૂમ તરફ પાછો વળ્યો. ફરી બારણું ખખડાવતા સોનાક્ષી સમજી ગઈ કે આ દિવાકર જ છે.તેણે કહ્યું : "કોણ? ભાઈ તમે ?, કંઈ સાંભળ્યું કે ?" "શું " "થોડીવાર પહેલા આપણા ગાર્ડનમાં કોઈ કાર આવી છે ! એમાં કોણ આવ્યું ?" આ સમાચાર સાંભળીને ...Read More

19

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૯)

ગતાંકથી.... દિવાકર બમણા જોરથી તેના હાથને મરડવવા લાગ્યો. થોડીવારમાં જ ચાંઉ ચાંઉ હાથમાં દુખાવાથી આર્તનાદ કરવા લાગ્યો તે સાથે કરતી છરી જમીન પર સરકી પડી. દિવાકર ખડખડાટ હસતો બોલ્યો :" હવે આપણે બન્ને સરખા ,ચીની કીડા હવે તું મારા હાથમાંથી બચી શકીશ નહીં...... હવે આગળ..... પરંતુ તેના શબ્દો અધૂરા જ રહ્યા ...હાથ ઉપર તીક્ષ્ણ દાંતનો સ્પર્શ થયો. દિવાકરે પોતાનો હાથ ઝૂંટવીને બંને હાથે ચીના નું ગળું પકડ્યું અને તેને જમીન પર પછડાવાનો પ્રયત્ન કર્યો. પરંતુ માછલી જેમ સરકતા ચીનાને કબજે કરવાનું કામ મુશ્કેલ બની રહ્યું હતું. દિવાકરના હાથમાંથી છટકી ચાંઉ ચાંઉ જમીન પર બેસી ગયો. દિવાકર તેને અંધારામાં પકડી ...Read More

20

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૦)

ગતાંકથી......આ સ્થળ ખુબ જ અંધારીયુંને અગોચર હતું કે દુશ્મન ત્યાં સુધી સહેલાઈથી પહોંચી શકે તેમ ન હતું.અચાનક તેના પગે અથડાતા પ્રશાંતે નીચે વળીને જોયું તો લાકડી જેવું કંઈક હતું જેને હાથમાં લેતાં જ પ્રશાંતને‌ જાણે મધદરિયે ડુબતા ને વહાણ મળ્યા જેવી અનુભુતિ થવા લાગી.તેના જીવને થોડી શાતા મળી.હવે તેને રિવોલ્વર ખોવાય જવાનું દિલગીરી રહી નહીં.પરંતુ દિવાકર ક્યાં ગયો હશે? શું એ આ મકાનમાં હશે જ નહીં!પ્રશાંત ને આ વાત યાદ આવતા જ એ ઊંડે વિચારોમાં ડુબી ગયો.હવે આગળ....અચાનક જ તેને એક વિચાર આવ્યો કે મંયક જે કારમાં આવ્યો હતો તે દરવાજા પાસે પડી છે .જો કોઈ પણ યુક્તિ થી ...Read More

21

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૧)

ગતાંકથી..... પ્રશાંત એની વધુ નજીક જઈ છુપાયો પરંતુ હવે આગળ જવાનું જોખમી હતું. આખરે શું થઈ રહ્યું છે આ !! પ્રશાંત નું મગજ ચકરાવે ચડ્યું. શું હશે સામે કાંઠે? કોઈ સંદેશ હશે કે ?આ લોકો ક્યાં કારણ થી અહીં આવ્યા હશે? આગળ શું થશે? અનેક સવાલો પ્રશાંતને વિચલિત કરવા લાગ્યાં..હવે આગળ.... હવે પ્રશાંત સમજયો કે આ તો કોઈ પ્રકારના છૂપો સંદેશો ચાલી રહ્યો છે. થોડીવારમાં એનું અનુમાન સાચું પણ પડ્યું . સામે કિનારેથી કોઈ એક નાની સરખી હોળી આવતી હોય એવું તેમને લાગ્યું થોડીવારમાં તીવ્ર ગતિએ એક હોળી ત્યાં આવી પહોંચી.આ જોઈને ચાંઉ ચાંઉ અને પેલો બુરખાવાળો માણસ એ ...Read More

22

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૨)

ગતાંકથી.... થોડાક જ ડગલા આગળ વધ્યો કે તેને પાછળ કે આજુબાજુ માણસોનો પગરવ સંભળાયો.તે ઝડપભેર આગળ વધવા જતો હતો જ ટોચૅ નો પ્રકાશ એના પર પડ્યો ને એક માણસ ગંભીર અવાજે બોલ્યો: "સ્ટોપ,સ્ટોપ,એક ડગલું પણ આગળ વધ્યો તો જીવનો જઈશ." ચારેતરફ નજર કરતા પ્રશાંત ને લાગ્યું કે પોલીસ તેને ઘેરી વળી છે. તેના પગ ત્યાં જ થંભી ગયા... હવે આગળ.... ઇન્સ્પેક્ટર પવનસિંહ સાથે તેને થોડી ઘણી ઓળખાણ હતી.તેને જોઈને પવનસિંહ બોલ્યો : આ શું ! મિ.પ્રશાંત ! તમે?" "ઇન્સ્પેક્ટર પવનસિંહ !" "મામલો શો છે મિ.પ્રશાંત ?" પ્રશાંતે કહ્યું : " અહીં હું એક બદમાશ ની તપાસ કરવા આવ્યો છું.દિવાકર ...Read More

23

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૩)

ગતાંકથી... તેના રૂમ પાસે આવી સોનાક્ષીએ જોયું કે દિવાકરના રૂમનું બારણું અડધું ખુલેલું છે.રૂમમાં એકદમ અંધારું વ્યાપેલું છે.રૂમમાં જતા ધીમેથી અવાજ કર્યો : "ભાઈ, છો કે ? " જવાબ ન મળવાથી તેને હાથ લંબાવી સ્વીચ ચાલુ કરી લાઈટના પ્રકાશમાં તેણે જે કંઈ જોયું તેનાથી તેનું શરીર કંપવા લાગ્યું .તેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ ને એની ચીસ ગળામાં જ રૂંધાય ગઈ.....એવું તો શું જોયું સોનાક્ષી એ...??? હવે આગળ.... બેડરૂમમાં બધું જ વેરવિખેર હાલતમાં હતું. બેડરૂમ ની આ સ્થિતિ અરે !!!બેડ નો એક ખૂણો લોહીથી તરબોળ થઈ રહ્યો છે ! આખા રૂમમાં જીવસટોસટની લડાઈની નિશાનીઓ મોજુદ છે. આ ...Read More

24

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૪)

ગતાંકથી.... ગુસ્સાથી મયંક નું માથું ફરવા લાગ્યું તેના મગજની નસો ખેંચાવા લાગી અને તેમના સ્નાયુઓ તંગ બન્યા તે ગુસ્સાથી નું માથું ફરવા લાગ્યું તેના મગજની નસો ખેંચાવા લાગી અને તેમના સ્નાયુઓ તંગ બન્યા તે આજુબાજુના સંજોગો ને સ્થળ ભૂલી ગયો અને બરાડા પાડી બોલી ઉઠ્યો : " કહીશ ,કહીશ જ,એકવાર નહીં સો વાર કહીશ .પીળો કીડો છે તું ! ,ચીની પીડો ! કીડો ....કીડો કીડો... તું..." તેનું બોલવાનું પૂરું થાય એ પહેલાં જ ચાંઉ ચાંઉએ કૂદકો મારી બે હાથે તેનું ગળું પકડ્યું. ડાબા હાથે તેની કમરમાંથી છરો કાઢી અને જોરથી મયંકની છાતીમાં ભોંકી દીધો. હવે આગળ.... આ તરફ ... ...Read More

25

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૫)

ગતાંકથી..... દેખાવ જોઈ પ્રશાંત ચમક્યો. નક્કી આ તે જ છોકરી છે કે જેના રક્ષણ માટે દિવાકરે બીડું ઝડપ્યું હતું બદમાશ તેને ક્યાં લઈ જાય છે ?તેના ઉપર કૂદી પડી છોકરીને કબજે કરવાનું પ્રશાંતને પણ ઘણું મન થયું પરંતુ અત્યારે તે અશક્ત હતો. તેના હાથ પગમાં તાકાતનું નામ નહોતું ! તે ના છૂટકે મૂંગે મોઢે તે બધું જ અનિમેષ બસ નિહાળવા લાગ્યો. હવે આગળ..... બુરખાવાળો અને તેમનો સાથીદાર સોનાક્ષીને લઈને બહાર ગયા નહીં, પરંતુ તેણે સીડીની નીચે અંધારામાં આવેલી દિવાલ પર કંઈક હાથ ફેરવ્યો ને એક છુપો દ્વાર ખૂલ્યો ને તે બન્ને બદમાશ પેલી છોકરીને લઈ ને તે છુપા દ્રાર ...Read More

26

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૬)

ગતાંકથી.... મયંક પોતાની ઊંડી ઉતરી ગયેલી આંખો દિવાકર સામે ટેકવી મૂંગા મૂંગા થોડી ક્ષણ જોઈ રહ્યા બાદ ધીમેથી બોલ્યો " ચાંઉ ચાંઉ !!""શું !!??.....એ ચીની કીડો...રાક્ષસ.. બદમાશ..""હા એ જ... એ જ પીળો કીડો... રાક્ષસ..""છે ક્યાં એ બદમાશ!!??,હું એને છોડીશ નહીં " સહેજ અટકતા અવાજે મયંક હાથ લંબાવી દિવાકર ને કહેવા લાગ્યો: "આપ અહીં આવ્યા છો તે ઠીક થયું આપને હું કંઈક કહેવા માગું છું." એનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો ને શબ્દો અસ્પષ્ટ બની રહ્યા હતાં....હવે આગળ..... ઉંહકારા કરતા કરતા અસહ્ય પીડાથી કણસતા મયંક બોલ્યો : " આપ અહીં આવ્યા એ બહુ સારું થયું હું આપને થોડી બાતમી આપવા માંગુ ...Read More

27

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૭)

ગતાંકથી... "આપ શું આ મકાનમાં એકલા રહો છો ?" એકલો નથી મારી દીકરી પણ મારી સાથે રહે છે. આજે રાત મકાનમાં કંઈક શોર બકોર ચાલતો હોય તેવું સાંભળ્યા કરું છું.સાચુ કહું તો મને બહુ ડર લાગતો હતો; એક તો શરીર સારું નથી તેમાં વળી આવી ધાંધલ સાંભળી મારાથી રૂમમાં રહી શકાયું નહીં. હકીકત શું છે તે જાણવા માટે બહાર આવ્યો છું."હવે આગળ.... મિસ્ટર રાજ શેખર સાહેબે કહ્યું : "હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી આપ નિશ્ચિત થાઓ અમે આવ્યા છીએ તો પછી આપને હવે કોઈ પણ જાતની વિપતિ કે મુશ્કેલી થશે નહીં. અમે આપના મકાનમાં તપાસ કરવા માંગીએ છીએ.તેમની ...Read More

28

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૮)

ગતાંકથી.... તેના કહેવા મુજબ પવનસિંહે એ કડું ખેચ્યું અને બધા ના અચંબા વચ્ચે જ દિવાલનો થોડો ભાગ ખસી ગયો. જ સજ્જડ નયને આ દ્રશ્ય નિહાળી રહ્યા. અંદર એક નાની અંધારી ઓરડી હોય એવું માલૂમ પડ્યું. એ ઓરડામાંથી એક મરવા પડેલા માણસને પવનસિંહ એ બહાર કાઢ્યો. હવે આગળ... બહાર આવ્યા બાદ ઘણી વાર તે માણસ બેભાન જેવી હાલતમાં થોડીવાર સુધી એમ જ બેસી રહ્યો .શ્વાસ રૂંધાઇ ગયો હોય ને ઘણા સમયથી ભુખ તરસ ને લીધે તે એકદમ અશક્ત બની ગયો હતો. તેનું મગજ બહેર મારી ગયું હોય તેવું લાગતું હતુ.થોડી વારે કળ વળતા એ કંઈક સ્વસ્થ જણાયો . થોડીવાર પછી ...Read More

29

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૯)

ગતાંકથી.... રાજશેખર સાહેબ વિશ્વનાથ બાબુ ના હાથ પર હાથ મૂકી કહેવા લાગ્યા બાબુ, હવે એ ચીનો તમને કોઈ પણ ઇજા કરી શકશે નહીં થોડા દિવસમાં તેને ફાંસી ને માંચડે લટકવું પડશે આપ એ બધી બાબતો માં નચિંત થાઓ. હવે આગળ..... આ તરફ ધીરે ધીરે પ્રશાંતે આંખો ઉઘાડી તે શું ખરેખર જાગતો હતો કે હજુ સ્વપ્ન સૃષ્ટિમાં આવી વિહરતો હતો અંધકારમય પગથિયાંની હાર.... કદરૂપા ચીના ઓની ટોળી તેને ઉપાડી ઉપરના રૂમમાં લાવે છે........એક માણસ અંધારામાં ઉભો ઉભો આદેશ આપે છે......શણગારમાં બધાઓ અદ્રશ્ય થઈ જાય છે......શું આ બધું સાચું! છે એ બધું સ્વપ્નમાં જોયું હશે? ચોમેર નજર ફેરવતાં લાગ્યું કે જે ...Read More

30

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૩૦)

ગતાંકથી..... બારીઓ સજજડ રીતે લ બંધ હતી કેવળ અંદરથી ઝાંખો પ્રકાશ વ વેન્ટિલેટરમાંથી બહાર આવતો હતો. છાપરા પરની ટાંકી એક મોટો પાઈપ જમીન સુધી નીચે ઉતારવામાં આવ્યો હતો. આ પાઈપની તપાસ કરતા તેના શરીરમાં આનંદની લહેર પ્રસરી ગઇ.તે પાઈપ ની મદદ થી તે ઉપર ચડવાનો વિચાર કરવા લાગ્યો.પાઈપથી ઉપર ચડ્યા પછી નીચે ઉતરવાનું પણ તેને મુશ્કેલ લાગ્યું નહીં.મુત્યુ ને શરણે થયેલ મયંકની મદદથી તેમને જે પિસ્તોલ મેળવી હતી તે તેના ખિસ્સામાં જ હતી. એ પિસ્તોલ નો સ્પર્શ તેના દિલમાં સો હાથી જેટલું બળ પૂરતો હતો.એકદમ ચુપકીદીથી આમતેમ નજર ફેરવી તે સાવચેતીથી પાઈપ ઉપર ચઢવા લાગ્યો. ઉપર પહોંચતા જ અચાનક ...Read More

31

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૧)

ગતાંકથી.... આ બનાવ ને એક અઠવાડિયુ વિતી ગયું. મિસ્ટર રાજશેખર ના ઘરે એક સુશોભિત ને આકષૅક ડ્રોઈંગ રૂમમાં બેસી દિવાકર, પ્રશાંત , પૃથ્વીરાજ નાસ્તો કરતા કરતા આ જ ઘટનાની ચર્ચા કરતા હતા. પ્લેનમાં તેની બાજુમાં બેઠેલા એક માણસ પાસેથી મિ. રાજશેખર સાહેબે કેવી રીતે ડૉ.મિશ્રા વિશે માહિતી મેળવી .એ માહિતીને આધારે તેઓ કેવી રીતે પાછા ફર્યા. વગેરે આપવીતી વર્ણવ્યા બાદ તેઓ બોલ્યા : ડૉ. મિશ્રા એક અદ્વિતીય ક્રિમિનલ માણસ છે .એની પ્રતિભા અતુલ્ય છે. પૈસાદાર લોકોમાં તેની આબરૂ પણ અપાર છે. તેને કદી પૈસાની તાણ ભોગવવી પડી નથી. હવે આગળ... થોડીવાર અટકીને રાજશેખર સાહેબ ફરીથી બોલ્યા : ડૉ.મિશ્રા ફક્ત ...Read More

32

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૩૨)

ગતાંકથી.... આ બનાવ ને એક અઠવાડિયુ વિતી ગયું. મિસ્ટર રાજશેખર ના ઘરે એક સુશોભિત ને આકષૅક ડ્રોઈંગ રૂમમાં બેસી દિવાકર, પ્રશાંત , પૃથ્વીરાજ નાસ્તો કરતા કરતા આ જ ઘટનાની ચર્ચા કરતા હતા. પ્લેનમાં તેની બાજુમાં બેઠેલા એક માણસ પાસેથી મિ. રાજશેખર સાહેબે કેવી રીતે ડૉ.મિશ્રા વિશે માહિતી મેળવી .એ માહિતીને આધારે તેઓ કેવી રીતે પાછા ફર્યા. વગેરે આપવીતી વર્ણવ્યા બાદ તેઓ બોલ્યા : ડૉ. મિશ્રા એક અદ્વિતીય ક્રિમિનલ માણસ છે .એની પ્રતિભા અતુલ્ય છે. પૈસાદાર લોકોમાં તેની આબરૂ પણ અપાર છે. તેને કદી પૈસાની તાણ ભોગવવી પડી નથી. હવે આગળ... ‌‌થોડીવાર અટકીને રાજશેખર સાહેબ ફરીથી બોલ્યા : ડૉ.મિશ્રા ફક્ત ...Read More

33

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૩)

ગતાંકથી.... દિવાકર વિશે ડેન્સી એ મોનિકા પાસેથી ઘણું બધું સાંભળ્યું હતું. હવે વાતચીત કરતા તેને લાગ્યું કે આ માણસ થઈ શકે તેમ છે. હવે તેની સાથે કોઈપણ જાતના સંકોચ વિના વાત કરી શકે છે. વાતો કરતા કરતા તેણે જણાવ્યું કે મારે કોઈ ઓફિસમાં કામ કરવાનું નથી પણ કોઈ એક સજ્જન માણસને ત્યાં કામ કરવાનું છે .એ સજ્જન નું મકાન કલકત્તાથી ઘણું દૂર આવેલું છે. એટલે પહેલા તો મને ના પાડવાનું મન થતું હતું પરંતુ પગાર મોટો અને કામ થોડું તથા સહેલું હોવાથી છેવટે મેં હા પાડી દીધી છે. હવે આગળ.. દીવાકરે કહ્યું : "કલકત્તાથી દૂર એટલે ક્યાં? ડેન્સી એ ...Read More

34

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૪)

ગતાંકથી... મકાનમાંથી નોકર દોડતો બહાર આવ્યો સાહેબે તેને કહ્યું : " આ મિસ. સ્મિથ આજથી અહીં જ રહેવાના છે તું મારું ધ્યાન રાખે છે તેમ તેનું પણ તારે ધ્યાન રાખવાનું છે તેમને તેમના માટેના બેડ એકરૂમમાં લઈ જા" ડેન્સી સહેજ ધડકતા હ્દયે છેદીરામની પાછળ ગઈ. હવે આગળ... રૂમની બહાર ઉભા રહી છેદીરામે કહ્યું : "આપનો બધો સામાન બરાબર ગોઠવ્યો છે. હું નીચેના રૂમમાં છું. જરૂર પડે મને બોલાવજો. ડેન્સી તેમને થેન્ક્યુ કહ્યુ અને તેને રજા આપી બારણું અંદરથી બંધ કરી દીધું. રૂમ આમ તો કંઈ બહુ ખરાબ નહોતો. બેડ પર સ્વચ્છ ચાદર પથરાયેલી હતી. ફર્નિચર જાણે નવું જ કેમ ...Read More

35

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૫)

ગતાંકથી... એકદમ મૃદુ અવાજે ડેન્સી એ કહ્યું : "હા કહ્યું તો હતું ખરું! પણ અહીં આવ્યા પછી મને ખબર કે બહારના કોઈ પણ માણસ સાથે સંપર્ક રાખવાનો મને અધિકાર નથી .હું જે કંઈ મેસેજ કે લેટર કે કંઈ પણ લખું તે પણ પહેલા વાંચી લેવામાં આવશે. "ઓહહહ... ! અચ્છા! કોણ વાંચે ?" "કદાચ મિ. વેંગડું પોતે. નહિતર તેનો બીજો કોઈ વિશ્વાસુ માણસ." હવે આગળ.... દિવાકર ગંભીર અવાજે બોલ્યો : હમમમમ...મેં કંઈક આવું જ ધાર્યું હતું ‌આપના બોસની ઓળખાણ કરવાનું મને બહુ મન થાય છે મિસ.સ્મિથ !તમેય ભલા ઠીક આવા નિર્જન સ્થળે કામ કરી શકો છો ! પરંતુ હવે એ ...Read More

36

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૬)

ગતાંકથી... દિવાકર કંઈ પણ બોલે કે કંઈ ખુલાસો કરે તે પહેલા તો તે તેને ઘણું દૂર ખેંચી ગઈ બહુ ગયા પછી તેણે કહ્યું : " તેઓ પોતાના મદદનીશોને શોધવા ગયા છે એ પોલીસના માણસો છે." આ વાત સાંભળી દિવાકર ની આંખો કપાળ પર ચડી ગઈ. તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં .આ સ્ત્રી તેને ક્યાં ખેંચી જાય છે? બદમાશો ના હાથમાંથી એક સ્ત્રીનો ઉદ્ધાર કરવા જતા પોતે પોલીસના હાથમાંથી આ કોને છોડાવી? હવે‌ આગળ... થોડી દૂર પોલીસની વ્હીસલ સંભળાવવા લાગી .સ્ત્રી વધારે ઝડપથી ચાલતી ચાલતી એક સાંકડા નાલામાં થઈ એક જરા પહોળા રસ્તા પર દિવાકરને લઈ ગઈ. દિવાકરે જોયું કે ...Read More

37

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૭)

ગતાંકથી.... તે સ્ત્રીની વાતચીત સાંભળી એ માણસે અસંમતિ સૂચક નકારમાં માથું હલાવ્યું.તે સ્ત્રી ફરીથી તેને સમજાવવા લાગી .છેવટે તે તરફ ફરી બોલી : "તમારી સાથે મારે કઈ સ્થિતિમાં મુલાકાત થઈ તેઅને તમારું જીવનવૃતાંત આ માણસને તમે કહી સમજાવશો પ્લીઝ." હવે આગળ... પેલી સ્ત્રીના કહ્યા પરથી દિવાકરને લાગ્યું કે કદાચ તેના શબ્દોમાં પેલા માણસને વિશ્વાસ આવતો નહીં હોય તેથી તે બેવડા ઉત્સાહથી પોતે પોતાનું રચેલું જીવન ચરિત્ર અને પેલી સ્ત્રી સાથે પોતાને થયેલી મુલાકાતની કથા એકદમ ચાલાકી થી વર્ણવવા લાગ્યો. આ બધું સાંભળી પેલો માણસ થોડી વાર થોભ્યો. ત્યારબાદ ગંભીર અવાજે બોલ્યો :" ઋષિકેશ સાંભળો.ખરેખર તમે ખુબ જ મુશ્કેલ સ્થિતિમાંથી ...Read More

38

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૮)

ગતાંકથી.... એટલું કહીને ઋષિકેશ મહેતાએ પોતાને પોલીસના પંજામાંથી કેવી રીતે છોડાવી? અને એમ કરવા માટે તેને કેટલું સાહસ ખેડ્યું ,કેટલી પોતાની કાર્યકર્તા દર્શાવી હતી વગેરે હકીકત પોતાના મધુર અવાજમાં પોતાના સાથીદારો સમક્ષ રજૂ કરી .છેવટે તેમણે કહ્યું : " હું આ યુવક વિશે જેટલું જાણી શકું છું તેટલું બધું આપને કહી બતાવ્યું. હવે તેને આપણા ગ્રુપમાં જોડવો કે નહીં તેનો વિચાર તમારે કરવાનો છે .આ બાબતમાં ટુ નંબર આપણને વિશેષ હકીકત જણાવશે. હવે આગળ.... પ્રથમ ઊભો થયેલો માણસ ફરી ઊઠ્યો. તે સભાનો પ્રમુખ હતો. તેમણે કહ્યું :" મિત્રો ! ટેન નંબરે જે કહ્યું છે તે તદ્દન સાચું છે .એ ...Read More

39

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૯)

ગતાંકથી.. લાઇબ્રેરી ના રૂમમાં બેસી ડેન્સી કામ કરી રહી હતી. તે રૂમના એક ખૂણામાં એક મોટો કબાટ હતો. કબાટ દિવસનો અવાવરું પડ્યો હતો .એક દિવસ કંઈ એક કામ માટે તે લાઈબ્રેરીના રૂમમાંથી બહાર ગઈ .એકાદ મિનિટમાં પાછી આવી જુએ છે તો તેના બોસ એ કબાટ પાસે ઉભા ઉભા શરીર પરની ધૂળ ખંખેરે છે. તેને જોઈ તે એકદમ કબાટ તરફ ફર્યો અને તેને ધ્યાનપૂર્વક તપાસવા લાગ્યો ડેન્સી એકદમ અવાક્ બની ઊભી રહી .એક મિનિટમાં તેના બોસ કઈ રીતે આ ઓરડામાં આવી પહોંચ્યા હશે? ત્યારથી એ કબાટને ઝીણવટપૂર્વક તપાસવા ડેન્સી નું મન ઉત્સુક બની ગયું. આટલા દિવસ તેને તેમ કરવાની તક ...Read More

40

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૦)

ગતાંકથી.... વાતચીત પૂરી થતાં જ બારણા ખુલ્યું ને એક માણસ બહાર આવ્યો. રૂમમાંથી પ્રકાશ બહાર પડ્યો. તે પ્રકાશમાં ડેન્સીએ ભયભીત આંખે જોયું કે એ પેલો કપાળ પર ઘા વાળો બદમાશ અબ્દુલા જ ત્યાં આવ્યો છે. હવે આગળ..... ડેન્સી દિવાલ સાથે પોતાનું શરીર એકદમ ચીપકાવી દઈ અંધકારમાં છુપાઈ ગઈ. અબ્દુલ્લા બારણું બંધ કરી બીજી બાજુએ ચાલ્યા ગયો. ડેન્સી જરાક વાર માટે થઈને બચી ગઈ. અબ્દુલા ના અદ્રશ્ય થઈ ગયા પછી ડેન્સી ધીરે ધીરે પેલા રૂમ તરફ જવા લાગી. પોતાના બોસ રૂમમાં બંદીવાન છે. તેણે ગમે તે ભોગે તેમને છોડાવવા જ જોઈએ. આમ વિચારતી બારણા પાસે આવી .તેણેશજોયું કે બારણું બંધ ...Read More

41

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૧)

ગતાંકથી..... કહેવાય છે ને કે જ્યારે ઈશ્વર કૃપા હોય ત્યારે આવા જ સુયોગ પ્રાપ્ત થાય છે. એક ક્ષણમાં દિવાકરે પાછળથી ટેબલ પાસે આવી ડ્રેસિંગ ટેબલ પર પડેલી માળા ઉપાડી લીધી. અને ઝરૂખા પાસે આવીને ઉભો રહ્યો. નીચે તેનો સાથીદાર ઉભો હતો. દિવાકરે અગાઉ થી નક્કી કરેલો તેવો કંઠમાંથી કાઢ્યો કે તે અવાજ સાંભળી તેણે ચકિત નયને ઉપર જોયું કે તરત જ માળા તેના પગ પાસે આવી પડી. તેણે તરત એ માળા લઈને તરત જ પલાયન કર્યું. તે સાથે દિવાકર પણ જરીક પણ વિલંબ ન કરતા દોરડાની સીડીની મદદથી નીચે ઉતરી ગયો. આ રીતે અતિશય સહેલાઈથી વિના વિઘ્ને ટોળીની પહેલી ...Read More

42

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૨)

ગતાંકથી... રામલાલને હવે વધારે વાત સાંભળવાની જરૂર પણ ન હતી .તે મેનેજરને સલામ કરી બહાર આવ્યો. કાંકરેજ નામનું સ્થળ આવ્યું છે તે તેને ખબર હતી. કાંકરેજ પહેલાના સ્ટેશન પર જ તેમના બનેવી કામ કરતા હતા. ત્યાં તે બહુ વાર ગયો હતો. એટલે કાંકરેજ પહોંચવા માટે તેને વધુ મુશ્કેલી પડે તેમ ન હતું.રામલાલ કાંકરેજ પહોંચવા માટે નજીકના સ્ટેશન તરફ દોડ્યો.હવે આગળ... તે દિવસે સાંજ ઢળવાના સમયે કાંકરેજના નોબેલ હાઉસ નો માલિક આદિત્ય વેંગડું આજે ઘેર નહોતો કોણ જાણે ક્યાં જરૂરી કામ માટે તે બે દિવસથી કલકત્તા ગયો હતો.તેની ગેરહાજરીમાં તક મળતા ગઈ રાત્રે બેસીએ કલકત્તા જનરલ સ્ટોરમાં એક ડઝન રૂમાલ ...Read More

43

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૩)

ગતાંકથી..... ઓળખાણ ની વિધિ પતાવ્યા બાદ રાજશેખર સાહેબે પ્રશ્ન પૂછ્યો : " પાટીલ શા સમાચાર છે ?"પાટીલે અચકાતા અચકાતા : "કેટલાક અગત્યના સમાચાર મેળવ્યા છે. મને લાગે છે કે અત્યારે આ સમય બહુ કીંમતી છે. આપને ખાનગીમાં કહેવા ઈચ્છું છું."રાજશેખર સાહેબે હસતા ચહેરે કહ્યું :"હવે વ્યોમકેશ બક્ષી પાસે છૂપું રાખવા જેવું કંઈ છે જ નહીં. આપણે તેની મદદ લેવાનું નક્કી કર્યું છે. માટે તમારે જે કંઈ કહેવાનું હોય તે તેની હાજરીમાં પણ કહી શકો છો."હવે આગળ..... પાટીલે માથું હલાવી કહ્યું : "ત્યારે સાંભળો મેં બે પોલીસ બાતમીદારોને ગોઠવ્યા હતા. તેમની પાસેથી ખબર મળતા હું છેલ્લા સાત દિવસથી તપાસ કરતો ...Read More

44

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૪)

ગતાંકથી.. આજે તો ગમે તે રીતે તેના પર આ ચાંપતી નજર રાખનારની નજર બહાર થવું એવો તેમણે દૃઢ નિશ્ચયકર્યો. ત્રણ દિવસ થયા તે ઘેર ગયો નથી .રામલાલ શું કરે છે તે કોણ જાણે ? તેને આજ તો મળવું જ જોઈએ. ટ્રેન પર ચઢતાં જ તેણે જોયું કે તેની પાછળ પડનાર પણ ટ્રેનમાં ચડી તેમનો પીછો કરે છે.દિવા કરે એ યુક્તિ અજમાવવાનો વિચાર કરી ચાલતી ટ્રેને એક ગલી આગળ ઉતરી ગયો. તેની પાછળ પીછો કરનાર પણ કુદકો મારીને તેવી જ રીતે ઉતરી તેની પાછળ તે ગલીમાં આવ્યો.હવે આગળ... ગલીમાં પ્રવેશ્યા બાદ દિવાકર પાછો ફર્યો તે દરમિયાન તેનો પીછો કરનાર માણસ ...Read More

45

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૫)

ગતાંકથી.. બીજા માણસે કહ્યું :"તારી સાથે દલીલો કરવાનો આ સમય નથી. અમારા સાહેબ ન આવે ત્યાં સુધી તારે અહીં રહેવું પડશે કાલે તારો ન્યાય ચુકવાશે. આજના આજની રાત તો તું ચૂપચાપ પડ્યો રહે. છેદીરામ, આ માણસને સમયસર બરાબર ખાવાનું આપજે .સાહેબનો હુકમ છે કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે લોકોને નકામું કષ્ટ ન આપવું .હવે આગળ... બંને જણા રૂમમાંથી ચાલ્યા ગયા. અમૂલ્ય તક જતી હતી. આ તકનો લાભ લેવો જ જોઈએ. રામલાલ એ બધી યુક્તિ ગોઠવી રાખી. થોડીવાર પછી ફરી તેના રૂમની બહાર માણસોનો પગરવ સંભળાયો. છેદીરામ અને બીજો એક માણસ તેને માટે જમવાનું લાવતા હતા. રામલાલ ...Read More

46

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૬)

ગતાંકથી... રામલાલ જેવો જ અંદર દાખલ થવાના રસ્તે ચડ્યો ને હજુ તે મકાનમાં પ્રવેશે એ પહેલાં જ પહેરેગીર જેવા ચાર લોકો રામલાલ પર એક સામટા તૂટી પડ્યા. અચાનક જ આવા એકસાથે થયેલા હુમલા થી રામલાલ હજુ તો પોતાનો બચાવ કરવાની તૈયારી કરે ત્યાં દુશ્મનોએ તેના મોઢા પર કંઈ એક તીવ્ર ગંધવાળો રૂમાલ લગાવી દીધો અને થોડી જ ક્ષણમાં તે બેભાન બની ગયો. હવે આગળ... દિવાકર જે વખતે ભારત હોટેલમાં હતો. રામલાલ તે વખતે કાદરી મહમંદ ની ગલીના મથક પર બેભાન અવસ્થામાં સડતો હતો .ત્યારે વ્યોમકેશ બક્ષી ચીનાઓના કોઈ વિસ્તારની નાનકડી હોટલમાં જમવા બેઠો હતો. તેના નાનકડા પરંતુ અદ્ભુત મગજમાં ...Read More

47

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૭)

ગતાંકથી... વ્યોમકેશ ને લાગ્યું કે રૂમમાં કોઈ ખાસ મિટિંગ ચાલી રહી લાગે છે ! એક કદાવર મુસલમાન યુવાન મેઈનચેર બેઠો હતો. તેના માથા પર કિંમતી ટોપી શોભી રહી હતી. વ્યોમકેશ કાન માંડી તેની વાત સાંભળવા છુપાતો છુપાતો હજી થોડો નજીક જવા લાગ્યો. વ્યોમકેશ કાન સરવા કરીને વાતચીત સાંભળવા લાગ્યો. પહેલો ટોપીવાળો માણસ કહેતો હતો કે : એક નંબરના હુકમ મુજબ આપણા નવા જોડાયેલ ઋષિકેશ મહેતા ને મળવાનું છે. અબ્દુલ્લા , ઋષિકેશને લઈ આવ." હવે આગળ... બાજુના રૂમમાંથી એક સૌમ્ય દેખાવ વાળો છોકરો અને એક ક્રૂર લાગતો મુસલમાન એ રૂમમાં આવ્યા .અબ્દુલ્લા ને જોતાં વ્યોમકેશ ની નવાઈ નો પાર રહ્યો ...Read More

48

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૮)

ગતાંકથી.. સારુ ,તેમ જ કરીશું. તમે બરાબર સમયે સ્ટેશન પર આવજો .એ દરમિયાન કંઈ કામ હોય તો કરી આવો. મળતા વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "આટલે સુધી આવ્યો છું તો પછી અમદાવાદ શહેર જોઈ લઉં. કેમ, આપનો શો અભિપ્રાય છે ? " હવે આગળ... સિમ્બા હસતા ચહેરે બોલ્યો : " એ તો બહુ મજાનું. જાઓ હું હોટેલમાં જ બેઠો છું." વ્યોમકેશ બક્ષી સંતુષ્ટ ચિતે હોટલમાંથી બહાર નીકળી સીધો પોલીસ સ્ટેશન પર ગયો. જે પોલીસ ઈન્સ્પેક્ટરે દિવાકરને ગિરફતાર કર્યો હતો તેની સાથે કેટલીક અગત્યની વાતચીત કરી લીધી .ત્યારબાદ બંને જણા દિવાકર પાસે જઈ કંઈ કેટલાય સવાલો પૂછવા લાગ્યા. આટલી પ્રક્રિયા બાદ ...Read More

49

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૯)

ગતાંકથી.... સવારના પહોરમાં ઊંઘ ઉડતા જ ડેન્સીએ જોયું કે તેની સાથે રહેલી જૂલી બેઠી બેઠી ચા પીવે છે. જુલીને જ ડેન્સીના શરીર પર ની રુવાંટી ઊભી થઈ ગઈ .આવી રીતે ચોવીસે લાક પહેરામાં રહેવાનું તેને અસહ્ય થતું જતું જ હતું. હવે આગળ... ડેન્સી તીવ્ર અવાજે બોલી : " તોબા !ઓ પ્રભુ તોબા!! તોબા!!! આ પ્રમાણે નજરબંદીમાં રહેવાનું હવે મને જરીકે ગમતું નથી. તમે કહો તો ખરા કે આવી મુશ્કેલી મારે ક્યાં સુધી ભોગવવાની છે." જુલી મંદ સ્મિત કરી બોલી : "એ તો પ્રભુજ જાણે !પરંતુ મને લાગે છે કે બહુ દિવસો તો નહીં જ." ડેન્સી વધારે જુસ્સાથી કહેવા લાગી ...Read More

50

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૦)

ગતાંકથી... ડૉ. મિશ્રા આનંદ પામી બોલી ઉઠ્યા : હેં! એ વાત સાચી?"સિમ્બા કહેવા લાગ્યો : " એનું નામ વ્યોમકેશ છે .હું તે તેને અમદાવાદથી દૂર એક નિર્જન ખંઢેર હવેલીમાં કેદ કરતો આવ્યો છું. એક પહેરેગીર પણ મુકતો આવ્યો છું. અહીંથી ગયા પછી તેનો નિકાલ કરીશ."હવે આગળ.... ડૉ. મિશ્રાએ માથું હલાવી કહ્યું : "આપની શક્તિ અને કામ કરવાની આવડત આશ્ચર્યકારક છે .સારું ,હવે આપણે બીજી વાત કરીશું ?""હા ,અવશ્ય."ડૉ.મિશ્રા આનંદથી બોલ્યો : આપ એ સાંભળી ખુશ થશો કે રિસર્ચ પરિપૂર્ણ થઈ ચૂક્યું છે. રિસર્ચની તપાસણી પણ સફળતાપૂર્વક પૂરી થઈ. હવે આપની સાથે ભાવતાલ શરત નક્કી થઈ જાય તો બરોબર."સિમ્બા માથું ...Read More

51

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૫૧)

ગતાંકથી... ". અરે..રે... તેનો જ નહીં તેની ચૌદ પેઢી ની ખબર આપીશ .એ મહાન આત્મા ખૂબ કૂળવાન વર્ગના છે પિતા નવાબ સાહેબના મુખ્ય જલ્લાદ હતા !" " શું વાત કરો છો !" વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "હા...હવે ચાલો , લાયક પિતાના લાયક પુત્રને સાથે લઈ આપણે અહીંથી રસ્તે પડીએ. કોણ જાણે, વળી કોઈ બીજા આવી ચડે તો !" હવે આગળ.... આ તરફ... ઝડપથી દોડતી કારમાં બેઠેલો દિવાકર તાજેતરમાં જ બનેલા બનાવો વિશે વિચારો કરતો હતો. ડૉ. મિશ્રા અને સિમ્બા ની વાતચીત પરથી સ્પષ્ટ સમજાતું હતું કે ઠેઠ જાપાનથી સિમ્બા એક પ્રકારની નવાઈ જેવું શક્તિશાળી યંત્ર ખરીદવા માટે જ અહીં ...Read More

52

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૨)

ગતાંકથી... એક ક્ષણમાં દિવાકર અદ્રશ્ય થઈ ગયો. ડેન્સી વિસ્મય થી અવાક્ બની ઘણીવાર સુધી બારી પાસે ઊભી રહી. હવે આ તરફ ... કલકત્તા ગયા બાદ વ્યોમકેશ બક્ષીએ રાજશેખર સાહેબને પોતાની બધી આપવીતી કહી સંભળાવી . મિ. રાજશેખર આ બધું સાંભળી નવાઈ પામ્યા. દિવાકર બદમાશાના સંઘમાં પડી તેમને કામે અમદાવાદ ગયો છે છતાં તેને કંઈ ખબર નથી !જાપાની સિમ્બાનું નામ સાંભળતા જ રાજશેખર સાહેબ બોલી ઉઠ્યા : "એક જાપાની સિમ્બાને અમે ઓળખીએ છીએ તે જબરો શયતાન છે. આ કદાચ તે જ હશે !પરંતુ તે ગમે તે હોય પરંતુ તમારે દિવાકરના ઇશારા મુજબ કામ કરવાનું છે." "દિવાકર મને ઓળખતા નથી .માટે ...Read More

53

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૩)

ગતાંકથી... અરે જવા દો એ વાત .એના કરતાં પણ વધારે અગત્યની વાત તો નવાબ અલ્લીની છે. આપણે જે કામ છે તે પૂર્ણ થયા બાદ નવાબ અલ્લી મને પોતાના દેશમાં લઈ જવાનો છે." હવે આગળ... "તમારી મરજી હશે ને!" જુલી એક અનોખું જ લટકું કરી બોલી: "ના મેં તેને સાફ ના પાડી દીધી છે. તે મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર હતો, છતાં મેં તેને એ કામમાં સંમતિ આપી નથી. મારી ના સાંભળ્યા બાદ તેણે ગુસ્સાથી અંધ બની શાં વેણ ઉચ્ચાર્યા છે એ તમને ખ્યાલમાં પણ આવે તેવા નથી. તેણે કહ્યું કે : " તું ઋષિકેશના પ્રેમમાં આંધળી બની મને ...Read More

54

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૪)

ગતાંકથી.... ઉધરસ સાંભળી એ માણસ ચમક્યો : મોઢું ઊંચું કરી બારણા તરફ જોવા લાગ્યો. પણ .... આ શું...!!!! તેનુ જોતા દિવાકર સડક બની ગયો. તેણે વિસ્મય પામી વિચાર્યું કે આ ચહેરો ! આ ચહેરો તો મેં જોયો છે.!!! દિવાકર ને યાદ આવ્યું કે રાજશેખર સાહેબને ઘેર પહેલીવાર આ સજ્જનની મુલાકાત થઈ હતી !હા આ તો એ જ છે પ્રખ્યાત સાયન્ટિસ્ટ આદિત્ય વેંગડું.તેણે તરડ માંથી ફરીથી એ ચહેરો ઝીણવટપૂર્વક જોતા તેને ખાતરી થઈ ગઈ કે આ પ્રખ્યાત સાયન્ટિસ્ટ આદિત્ય વેંગડું હતો.હવે આગળ.... દિવાકરે ધીમેથી કહ્યું : "આદિત્ય બાબુ ?" આદિત્ય વેંગડું વિસ્મય પામી બોલ્યો : " કોણ ?"ટોચૅ હાથમાં લઈ ...Read More

55

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૫)

ગતાંકથી.... દિવાકર ધીરે ધીરે ચાલ્યો ગયો. જુલી ત્યાં ઊભી ઊભી ઘવાયેલી નાગણની માફક ફુફાળા મારવા લાગી. હવે આગળ.... છેલ્લા દિવસથી રાજશેખર સાહેબ શરદીથી પીડાતા હતા. તે દિવસે સાંજે વ્યોમકેશ ઓચિંતો તેની સમક્ષ આવી પહોંચ્યો. રાજશેખર સાહેબે પથારીમાં સુતા સુતા પ્રશ્ન પૂછ્યો : "મિ.બક્ષી શી ખબર છે." વ્યોમકેશ કપાળ પરથી પરસેવાના બિંદુ લુછતો લુછતો બોલ્યો : "એક ડગલું આગળ વધુ છું ત્યાં સાત ડગલા પાછળ હટવું પડે છે. આજના સમાચાર રામલાલ ને લગતા છે. તે હોસ્પિટલમાં હતો ત્યારે એકવાર મેં તેની મુલાકાત લીધી હતી. તે વખતે તે માંદો હોવાથી મેં તેને બહુ વિગત પૂછી નહોતી. આજે સવારમાં હું તેને મળવા ...Read More

56

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૬)

ગતાંકથી.... તું જો તારો આ પ્યાલો તારે હાથે પીવા માગતો ન હોય તો અમે મિસ.સ્મિથને પરાણે એ પ્યાલો પાઈશું.આજે તારી નજર સમક્ષ આ કલાકો સુધી તરફડિયા મારશે .મને આશા છે કે તું તારી સુંદર સાથીદારને આવું દુઃખ દેવા માંગતો નહીં હો .નવાબ અલ્લી આ બન્ને બંદીવાનોના હાથ પગ છોડી દો ."હવે આગળ.... કેવી ભયંકર ક્ષણ ! દિવાકરને લાગ્યું કે હું ગાંડો બની જઈશ. મારી નજર સમક્ષ અસંખ્ય પ્રેત નાચી રહ્યા છે .માથું ભમી રહ્યું છે! ડૉ.મિશ્રા અગાઉ ની જેમ સખત અવાજે બોલ્યો "ખુશીથી નહીં પીએ તો જબરદસ્તીથી પીવડાવવામાં આવશે. અગર જો કહેતો હોય તો ગ્લાસની અદલા બદલી કરી દઉં,,; ...Read More

57

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૭)

ગતાંકથી... જુલીના આ ભેદભર્યા અને મર્મ ભેદી મૃત્યુને લીધે બધા થોડીવાર તો દિગ્મુઢ બની ઉભા રહ્યા .ત્યારબાદ અચાનક બાજુના કોઈનો ધીમો અવાજ સંભળાયો તરત જ બધા ચમક્યા . વ્યોમકેશ બક્ષી સાથે દિવાકર તે રૂમ પાસે આવ્યો.તરડ માંથી તેણે આદિત્ય વેંગડું ને જોયેલ એ તેને યાદ આવ્યું. હવે આગળ... બારણું તોડી આદિત્ય વેંગેડુંને બહાર કઢાયા . બહાર કાઢ્યા પછી પણ તેઓ ઘણીવાર સુધી બેભાન રહ્યા . છેવટે ભાનમાં આવતા તેઓ બોલી ઉઠ્યા : " ત્યારે શું હું ખરેખર જીવું છું !?હું મુક્ત થયો છું ?!" "હા ,તદન સાચી વાત છે." વ્યોમકેશ બક્ષી અને દિવાકર આદિત્ય વેંગડું ના ચહેરાને જોઈ આશ્ચર્યચકિત ...Read More

58

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૮)

ગતાંકથી.... દિવાકર ઊઠી ને ઊભો થયો ને બાલ્કની માં ગયો. સર્વત્ર શાંતિનો સન્નાટો છવાઈ ગયો હતો - ન વરસાદ હતો,ન સૂસવાટ વા'તા હતા,ના વીજળી ચમકતી હતી. બસ જે કંઈ વંટોળ હતું તે દિવાકરના મન અને મગજ પર એક સાથે ત્રાટકી રહ્યું હતું. હવે આગળ.... બાલ્કનીમાં આંટા મારતા મારતા દિવાકર બનેલી ઘટનાઓને મનોમન યાદ કરતો હતો. ત્યાં અચાનક જ તેને જુલીના હાથમાંથી મળેલી ચબરખી યાદ આવી એ ફટાફટ અંદર જઈ તેના શર્ટ ના પોકેટ માંથી એ ચબરખી કાઢે છે. એકદમ બારીકાઈથી એ ચબરખી માં જોતા કોઈ નકશો હોય તેવું લાગે છે. દિવાકર નું મગજ દોડવા લાગે છે. અનેક પ્રકારના અનુમાન ...Read More

59

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૯)

ગતાંકથી...અંતે બંને કાલે આગળ ની તૈયારી અને પ્લાનિંગ સાથે શું કરું? તે નક્કી કરી અને ત્યાં જવું એવો નિર્ણય છે ઘર તરફ પ્રયાણ કરતી વખતે ડેન્સીની મૂંઝવણ હતી કે હવે પોતે ક્યાં જવું મોનિકાના ઘરે ક્યાં સુધી રહેવું પણ પરંતુ ડેન્સીની આ મૂંઝવણ દિવાકર સમજી જાય છે અને તે કંઈ જ કહ્યા વગર તેને પોતાના ઘરે લઈને જાય છે ડેન્સી થોડી મૂંઝવણ સાથે સંકોચ અનુભવે છે ત્યારે દિવાકર તેમને કહે છે જ્યાં સુધી કેસ સોલ્વ ન થાય ત્યાં સુધી તે અહીં રહી શકે છે. દિવાકર અને ડેન્સી ઘરમાં પ્રવેશે છે રામલાલ ને દિવાકર ડેન્સીને રૂમ બતાવવા કહે છે. રામલાલ ...Read More