આદિ શંકરાચાર્ય

(14)
  • 19.4k
  • 4
  • 8.7k

કેરળ યાત્રા વખતે કોચી જતા રસ્તામાં કાલડી સ્ટેશન આવેલ. મારી પત્ની એ કહ્યું કે " આ તો શંકરાચાર્યનું જન્મસ્થળ વાળું કાલડી લાગે છે" મને શંકરાચાર્ય પ્રત્યે લગાવ અને અહોભાવ હતો. આથી અમે તરત જ કાલડી જવાનું નક્કી કરી લીધું. પણ ટ્રેન ત્યાં ઉભી રહેતી ન હતી. કોચી જવાને બદલે અમે તરત જ બીજા સ્ટેશન પર ઉતરીને ત્યાંથી કેરળની લોકલ બસમાં અમે કાલડી પહોંચ્યા. અને ત્યાંથી ચાલતા ચાલતા આચાર્ય શંકરના જન્મસ્થાને આવી ચડ્યા. તે સ્થળે પહોંચીને હૃદયમાં અત્યંત આનંદ છવાઈ ગયો. આકસ્મિક રીતે જ શંકરાચાર્યના સ્થળ પર આવી જવું એ ઈશ્વરની કૃપાનો દાખલો હતો. છેક દક્ષિણ માંથી એક નાનકડો બાળક ચાલી ચાલીને નર્મદા પહોંચ્યો, સંન્યાસ લીધો અને આખા ભારતમાં ધર્મની પતાકા લહેરાવી તે વિચારીને જ મનોમન હું શંકરને નમન કરી રહ્યો હતો. અને આજની ઘડીને ધન્ય ભાગ્ય સમજી રહ્યો હતો. ત્યારે જ મને વિચાર આવેલ કે શંકરાચાર્યના જીવન વિશે આપણે ત્યાં જાણકારી ખૂબ ઓછી છે. અને તેની કૃપાથી જ તેમના જીવન વિશે એક સિરીઝ લખવાની પ્રેરણા થઈ. આદિ શંકરાચાર્યના જીવન વિષે લખવું એટલે અગાધ મહાસાગરનું શબ્દોમાં વર્ણન કરવું. જે માટે હું નાનપ અનુભવું છું. પણ છતા એક નાનકડો પ્રયાસ કરું છું જે એક માત્ર તેમના ચરણોમાં અંજલી માત્ર છે.

1

આદિ શંકરાચાર્ય - ભાગ 1 - શરૂઆત

કેરળ યાત્રા વખતે કોચી જતા રસ્તામાં કાલડી સ્ટેશન આવેલ. મારી પત્ની એ કહ્યું કે " આ તો શંકરાચાર્યનું જન્મસ્થળ કાલડી લાગે છે" મને શંકરાચાર્ય પ્રત્યે લગાવ અને અહોભાવ હતો. આથી અમે તરત જ કાલડી જવાનું નક્કી કરી લીધું. પણ ટ્રેન ત્યાં ઉભી રહેતી ન હતી. કોચી જવાને બદલે અમે તરત જ બીજા સ્ટેશન પર ઉતરીને ત્યાંથી કેરળની લોકલ બસમાં અમે કાલડી પહોંચ્યા. અને ત્યાંથી ચાલતા ચાલતા આચાર્ય શંકરના જન્મસ્થાને આવી ચડ્યા. તે સ્થળે પહોંચીને હૃદયમાં અત્યંત આનંદ છવાઈ ગયો. આકસ્મિક રીતે જ શંકરાચાર્યના સ્થળ પર આવી જવું એ ઈશ્ ...Read More

2

આદિ શંકરાચાર્ય - ભાગ 2 - તેજસ્વી બાળક

કેરલમાં પૂર્ણ નદીના કિનારે આવેલ કાલડી ગામમાં વિધ્યાધીરજ નામે એક પંડિત રહેતા હતા. તેમને શિવગુરુ નામે એક પુત્ર હતો. નાનપણથી જ તેમના ગુરુના ઘરે રહીને વેદોનો અભ્યાસ કરતો હતો. ૧૨ વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુરુજીએ શીવગુરુને એક દિવસ કહ્યું “ બેટા, તારો અભ્યાસ પૂર્ણ થયો છે. હવે તું ઘરે જા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર”શિવગુરુએ કહ્યું “ ગુરુજી, હું તો આજીવન બ્રહ્મચારી રહીને ઈશ્વર સાધના માં જ જીવન સમર્પિત કરવા માંગું છું”ત્યારે ગુરુજીએ તેમને ગૃહસ્થાશ્રમનું મહત્વ સમજાવતા કહ્યું “તારા માટે સંન્યાસ કરતા ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે અને તેમાં રહીને જ ભક્તિ કરાવી”અંતે ગુરુ આજ્ઞા માનીને શિવગુરુ ૧૨ વર્ષ બાદ ...Read More

3

આદિ શંકરાચાર્ય - ભાગ 3 - મગરના મુખમાંથી બચાવ અને સંન્યાસ

શંકરની અસાધારણ તેજસ્વીતા અને તીક્ષ્ણ બુદ્ધિનાં કારણે તેમણેં લાંબો સમય ગુરુકુળમાં રહેવું ન પડ્યું. એક દિવસ ગુરુકુલના આચાર્યએ શંકરને “ બેટા, તને જેટલું શીખવવાનું હતું એ બધું અમે શીખવી ચુક્યા છીએ. હવે અમારી પાસે શેષ કઈ બાકી રહેતું નથી. આથી તું ઘરે જઈ શકે છે “ આમે માત્ર 2 વર્ષમાં જ અભ્યાસ પૂર્ણ કરીને શંકર માતા આર્યમ્બા પાસે આવી ગયા.શંકરને ઘરે પાછો આવીને તે અંત્યંત ખુશ થઇ ગઈ. કારણ કે માતા અર્યામ્બા તો મનમાં શંકરના લગ્ન માટે વિચાર પણ કરી રાખ્યો હતો. પણ વિધાતાને કૈક અલગ જ મંજૂર હતું બીજા શબ્દોમાં કહું તો ઈશ્વરની લીલા મુજબ કૈક અલગ જ ...Read More

4

આદિ શંકરાચાર્ય - ભાગ 4 - ગુરુની શોધમાં નર્મદા કિનારે

ગયા અંકમાં આપણે જોયેલ કે નદીમાં ન્હાતી વખતે એક મગરે શંકરનો પગ પકડી લીધેલો. ખુબ પ્રયાસ પછી પણ પગ છૂટ્યો ત્યારે જીવનના અંતમાં શંકરે પોતાની આખરી ઈચ્છા રૂપે માતા આર્યમ્બા પાસે સંન્યાસ લેવાની પરવાનગી મેળવી. અને અંતે માછીમારો દ્વારા શંકરનો બચાવ થયો અને શંકરે ગૃહત્યાગ કર્યો...હવે આગળ....---------------------------------શંકર જ્યારે ગુરુકુળમાં હતા ત્યારે તેણે નર્મદાના કિનારે રહેતા ઋષિ પતંજલિનીની ગુરુ પરંપરનાં આચાર્ય ગોવિંદપાદનું નામ સાંભળેલ. આથી પોતાના ગૃહ ત્યાગ બાદ બાળક શંકરે ઉતરમાં નર્મદા તરફ ચાલવાનું શરુ કર્યું. નર્મદા કેટલી દૂર થાય છે? ક્યારે પહોંચશે ? એવી કશી જ તેને ખબર ન હતી. બસ તે તો નીકળી પડ્યા હતા નર્મદાના કિનારે ...Read More