ચંદ્રની સાખે

(9)
  • 7.5k
  • 0
  • 3.1k

અજવાળી રાત હતી, એક વ્યક્તિ નીચે ફર્શ પર ટૂંટિયું વાળીને બેઠી હતી અને બારીમાંથી બહાર દેખાતા ચંદ્રને જોઈ રહી હતી. ચંદ્રને જોઈને તેના ચેહરા પર હાસ્યની લહેરખી આવી ગઈ અને પછી હાસ્ય તેના કાબુમાં ન રહ્યું અને તે જોરજોરથી હસવા લાગ્યો અને તેની આજુબાજુમાં રહેલી વ્યક્તિઓ પણ વગર કારણે તેની સાથે હસવામાં જોડાયા. તે લોકો ત્યાં સુધી હસતા રહ્યા, જ્યાં સુધી સળિયા પર ડંડા ન પડ્યા અને સુઈ જાઓ એવો અવાજ ન આવ્યો. તેને છોડીને બધા સુઈ ગયા. તે પ્રસન્ન મુદ્રામાં ચંદ્રને જોઈ રહ્યો. તે ચંદ્રમા એક ચેહરો જોઈ રહ્યો હતો વિનીનો. તેણે આહનો ઉદ્ગાર કાઢ્યો અને ભૂતકાળમાં ખોવાઈ ગયો. રિસેપ્શન પરથી તેની કેબિનમાં ફોન આવ્યો અને રિસેપ્શનિસ્ટે કહ્યું,”સર, કોઈ મિસ્ટર પારસ આપને મળવા માગે છે, કહે છે કે ગઈકાલે આપને ફોન કરીને અપોઈન્ટમેન્ટ લીધી હતી.”  મનને કહ્યું,”ઓહ! સોરી, હું તને કહેવાનું ભૂલી ગયો, તેમને મોકલી દે અંદર.” મનન સી એ ની દુનિયામાં જાણીતો ચેહરો હતો. પારસે મનનની કેબિનમાં એન્ટ્રી લીધી અને તેની સામેની સીટમાં ગોઠવાયો.

1

ચંદ્રની સાખે - ભાગ 1

અજવાળી રાત હતી, એક વ્યક્તિ નીચે ફર્શ પર ટૂંટિયું વાળીને બેઠી હતી અને બારીમાંથી બહાર દેખાતા ચંદ્રને જોઈ રહી ચંદ્રને જોઈને તેના ચેહરા પર હાસ્યની લહેરખી આવી ગઈ અને પછી હાસ્ય તેના કાબુમાં ન રહ્યું અને તે જોરજોરથી હસવા લાગ્યો અને તેની આજુબાજુમાં રહેલી વ્યક્તિઓ પણ વગર કારણે તેની સાથે હસવામાં જોડાયા. તે લોકો ત્યાં સુધી હસતા રહ્યા, જ્યાં સુધી સળિયા પર ડંડા ન પડ્યા અને સુઈ જાઓ એવો અવાજ ન આવ્યો. તેને છોડીને બધા સુઈ ગયા. તે પ્રસન્ન મુદ્રામાં ચંદ્રને જોઈ રહ્યો. તે ચંદ્રમા એક ચેહરો જોઈ રહ્યો હતો વિનીનો. તેણે આહનો ઉદ્ગાર કાઢ્યો અને ભૂતકાળમાં ખોવાઈ ગયો. ...Read More

2

ચંદ્રની સાખે - ભાગ 2 - છેલ્લો ભાગ

સવારે મનનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટમાં મનને પોતાનો ગુનો કબુલી લીધો ઉપરાંત સ્કેમ કેવી રીતે આચરવામાં આવ્યું, તે કોર્ટને માહિતી આપી. પારસ પણ કોર્ટમાં હાજર હતો, તેને મનનના આ પગલાથી થોડું આશ્ચર્ય થયું પણ તે ખુશ હતો કારણ મનનની જુબાનીથી ઘણાબધા મોટા માથા કાયદાના સકંજામાં આવવાના હતા, તે ઉપરાંત મનને પોલીસને સહકાર્ય કરવાની ખાતરી આપી. જજે આ ફાયનાન્શીયલ ક્રાઇમની વધુ તપાસ કરી, તેમાં સંડોવાયેલા બધાને ઈવિડન્સ સાથે અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો અને સાથે જ મનનને ૩૦ લાખનો દંડ કરવામાં આવ્યો, પણ પોલીસને તપાસ કાર્યમાં સહકારની ખાતરી સાથે તેની જેલની સજા માફ કરવામાં આવી. કોર્ટમાં ઘણા બધા લોકોને તે ...Read More