અનોખો પરિવાર

(21)
  • 10.6k
  • 1
  • 4.7k

આજે વાત કરવી છે એક અનોખો – અલગ – અદ્રિતીય અને અજોડ પરિવાર. જ્યાં જ્ઞાન સાથે ગમ્મત ., ક્યાથી ક્યાં જવાનું છે અને જ્ઞાન પ્રાપ્તિ કોને કહેવાય અને કઈ રીતે થાય છે.સ્વમાન સાથે કઈ રીતે જીવવું. પોતાના કાંડે કઈ રીતે દુનિયા કંડારી શકાય. જ્યાં જવાનું મન થાય જ્યાં જવાનો આનંદ અને ઉત્સાહ હોય – જ્યાં જવાથી આખા દિવસનો થાક ઉતરી જતો હોય છે અને જ્યાં રજાના દિવસે નથી જતાં ત્યારે અંદરથી એક ખાલીપો અને બેચેની અનુભવાય છે – કઈક ઘટતું હોય તેવું સતત લાગ્યા કરે એવો અમારો પરિવાર એટ્લે ડ્રોપ પરિવાર. ઘણા સમયથી લેપ્રેસીકોલોની ના બાળકોને ફૂડ ડિસ્ટ્રિબુશન માટે જતાં હતા. પરંતુ છ મહિના સતત ડિસ્ટ્રિબુશનના અંતે એવું લાગ્યું કે આ લોકોને અહીથી બહાર લાવવા અને સામાન્ય માણસની જેમ જીવન તો જ જીવી શકે જો અહીથી તેને બહાર લાવવામાં આવે અને આ કોલોની માથી બહાર કાઢવા માટે અક્ષર જ્ઞાન દ્વારા જ આ બાળકો અહીથી બહાર આવશે અને જો અક્ષર જ્ઞાન દ્વારા આ બાળકો બહાર આવશે તો પછી તેની આવનારી પેઢી ખૂબ જ સુંદર રીતે જીવન પસાર કરી શકશે. આમ પણ જોવા જાવ તો અત્યારે દેશની પાયાની ઇમારત માં અશિક્ષિત હોવાથી બેકારી – બેરોજગારી – ભૂખમરો – ગરીબી – અંધશ્રધ્ધા અને અંધવિશ્વાસ છે.

1

અનોખો પરિવાર - ભાગ1

આજે વાત કરવી છે એક અનોખો – અલગ – અદ્રિતીય અને અજોડ પરિવાર. જ્યાં જ્ઞાન સાથે ગમ્મત ., ક્યાથી જવાનું છે અને જ્ઞાન પ્રાપ્તિ કોને કહેવાય અને કઈ રીતે થાય છે.સ્વમાન સાથે કઈ રીતે જીવવું. પોતાના કાંડે કઈ રીતે દુનિયા કંડારી શકાય. જ્યાં જવાનું મન થાય જ્યાં જવાનો આનંદ અને ઉત્સાહ હોય – જ્યાં જવાથી આખા દિવસનો થાક ઉતરી જતો હોય છે અને જ્યાં રજાના દિવસે નથી જતાં ત્યારે અંદરથી એક ખાલીપો અને બેચેની અનુભવાય છે – કઈક ઘટતું હોય તેવું સતત લાગ્યા કરે એવો અમારો પરિવાર એટ્લે ડ્રોપ પરિવાર. ઘણા સમયથી લેપ્રેસીકોલોની ના બાળકોને ફૂડ ડિસ્ટ્રિબુશન માટે જતાં ...Read More

2

અનોખો પરિવાર - ભાગ2

એક દિવસ અમારા સાથી મિત્ર ભાવેશભાઈના મિત્ર બાળકોને ફળ આપવા માટે આવ્યા સાથે જ અલગ અલગ ફ્લેવરના મિલ્ક પાવડર લાવ્યા. જે બાળકોને આપીને જતાં રહ્યા ત્યાર પછી રજા પડી અને તે દિવસે રિક્ષા મોડી હતી એટ્લે એક વિધાર્થી રાહુલ મારી પાસે આવ્યો અને મને કહ્યું સાહેબ આ કઈ રીતે પીવાનું મે કહ્યું બેટા ! રાત્રે ગરમ દૂધ માં નાખીને પીવે તો વધારે મજા આવશે. તેણે કહયું સાહેબ અમારા ઘરમાં ચૂલો જ નથી. !! રજા પડી ગઈ હોવા છતાં આ વાત સાંભળી બધા જ બાળકો સત્બ્ધ થઈ ગયા ના હોય. સમય થંભી ગયો હોય ., પંખી અને વૃક્ષો પણ જાણે ...Read More

3

અનોખો પરિવાર - ભાગ3

એક દિવસ જતિન ભાઈ નો ફોન આવ્યો કે આવતા મહિને મારો જન્મદિવસ છે અને બાળકોને ભાવનગરની સારામાં સારી હોટલમાં લઈ જવા છે અને નક્કી થયા મુજબ અમે સરોવર પોટરિકો હોટલમાં જમવા લઈ ગયા. તે દિવસ બાળકો જે અલગ તૈયાર થઈને આવ્યા હતા અને તેમના ચહેરા ખીલી ઉઠ્યા હતા તે અહી શબ્દોમાં ઉલ્લેખી શકાય તેમ નથી. આમ અમે કશું જ ના હતા પણ લોકોના અનન્ય અને અપાર પ્રેમને કારણે જીવનની એક દિશા મળી ગઈ હોય તેવું લાગ્યું અમારી સર્વેની કલ્પના અને લાગણી કરતાં ૫૦૦ ગણો પ્રેમ મળ્યો. જે લોકોએ અમારા આ કાર્ય પર વિશ્વાસ મૂક્યો તેથી અમારી જવાબદારી પણ બમણી ...Read More

4

અનોખો પરિવાર - ભાગ4

ફરીવાર અમે નવરાત્રિ બાળકો સાથે રમ્યા. બાળકો જ્યારે તૈયાર થઈને આવે છે અને મન મૂકીને અમારી સાથે ગરબે રમે ત્યારે જે આહલાદક આનંદની અનુભૂતિ અને નિજાનંદનો આનંદ થાય છે તે સ્વર્ગ થી પણ વધારે વહાલો લાગતો હોય છે। અને આ વખતે જમીને છૂટા પડ્યા.આ વખતે અમારા ગૃપના તેજસ ભાઈએ કહયું કે બાળકોને વેકેશન પડે તેના છેલ્લા દિવસે કઈક અલગ જમવાનું આયોજન કરવું છે બસ એ જ પ્રમાણે સ્વીટ ., ફરસાણ., બે શાક દાળ-ભાત રોટલી ., પૂરી અને છેલ્લે આઇસ્ક્રીમ બસ બાળકોને જલ્સો પડી ગયો અને દિવાળીનું વેકેશન પડ્યું. નવા વર્ષે આવતાની સાથે જ રાઇટ વે સ્કૂલ તરફથી બાળકોને લઈને ...Read More