ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી

(690)
  • 42.1k
  • 164
  • 22.2k

ગોહીલવાડના એક નાનકડા ગામડાનો યુવાન સ્વયમ ૧૮ વર્ષનો થઇ ગયો હતો. તેના પિતા ગામમાં જ એક પટેલના ખેતરમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સ્વયમના પરિવારમાં તેના દાદી, માતા, પિતા અને નાની બહેન હતા. પિતાની મજુરીમાંથી એટલું મળતું ન હતું કે, તેના પરિવારનું પેટ ભરાય. જેથી સ્વયમે શહેરમાં આવી કામ કરવાની ઇચ્છા તેના પિતા પાસે વ્યક્ત કરી. પિતાએ પણ તેને શહેરમાં જઇ કમાવવાની છુટ આપી અને ગામડામાં ઉછરી મોટા થયેલા સ્વયમે એક નાનકડી પેટીમાં પોતાના કપડા, માતાજીનો ફોટો અને થોડાક રૂપિયા લઇ શહેર તરફથી વાટ પકડી. થોડાક કલાકો થયા એટલે શહેરના બસ ડેપો પર બસ આવી અને ટિકીટ ચેકરે સ્વયમ

Full Novel

1

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૧

ગોહીલવાડના એક નાનકડા ગામડાનો યુવાન સ્વયમ ૧૮ વર્ષનો થઇ ગયો હતો. તેના પિતા ગામમાં જ એક પટેલના ખેતરમાં મજુરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સ્વયમના પરિવારમાં તેના દાદી, માતા, પિતા અને નાની બહેન હતા. પિતાની મજુરીમાંથી એટલું મળતું ન હતું કે, તેના પરિવારનું પેટ ભરાય. જેથી સ્વયમે શહેરમાં આવી કામ કરવાની ઇચ્છા તેના પિતા પાસે વ્યક્ત કરી. પિતાએ પણ તેને શહેરમાં જઇ કમાવવાની છુટ આપી અને ગામડામાં ઉછરી મોટા થયેલા સ્વયમે એક નાનકડી પેટીમાં પોતાના કપડા, માતાજીનો ફોટો અને થોડાક રૂપિયા લઇ શહેર તરફથી વાટ પકડી. થોડાક કલાકો થયા એટલે શહેરના બસ ડેપો પર બસ આવી અને ટિકીટ ચેકરે સ્વયમ ...Read More

2

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૨

સ્વયમ મારૂ નામ રાકેશ છે, પરંતુ શહેરમાં બધા મને રાકા ભાઇના નામથી ઓળખે છે. મારો ધંધો લોકોને ડરાવવાનો અને કઢાવવાનો છે. તે કીધું હતુંને કે તારે નોકરી જોઇએ છે, બોલ મારે ત્યાં નોકરી કરીશ. તારે નોકરી ન કરવી હોય તો આ સુટકેસમાં ઢગલો રૂપિયા છે તેમાંથી તારે જોઇતા હોય તેટલા લઇને તું અહીંથી જઇ શકે છે. રાકા ભાઇને શું જવાબ આપવો તેનો એક ક્ષણ પણ વિચાર કર્યા વિના સ્વયમે સુટકેસ બંધ કરી અને ભાઇને તેમનો જવાબ મળી ગયો. સ્વયમને ખબર ન હતી કે તે રાકા સાથે રહી શું કરવાનું છતાં પણ તેને પરિવારની ચિંતા સતાવતી હોવાથી તેને નોકરી સ્વીકારી ...Read More

3

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૩

ખુરશી પરથી ઉભા થઇ સ્વયમે દ્રષ્ટીને આવકારી અને બેસવા માટે ખુરશી પાછળ કરી. દ્રષ્ટીએ ખુરશી પર બેસતા બેસતા સવાલ કેમ પાર્ટીમાં કોઇ જ નથી. ત્યારે સ્વયમે જવાબ આપ્યો કે, મારી પાર્ટીની શરૂઆત પણ તું જ છે અને અંત પણ તું જ છે. એ વાક્ય સાંભળતાની સાથે જ દ્રષ્ટીના ગાલ લાલ થઇ ગયા અને શરમથી તેની આંખો ઢળી ગઇ....સ્વયમ પણ શરમાતી દ્રષ્ટીને જોઇ રહ્યો. થોડીવાર માટે બન્ને ગુમસુમ બેસી રહ્યાં. દ્રષ્ટીને યાદ આવ્યું કે, આજે સ્વયમનો જન્મ દિવસ છે, એટલે તેને સાથે લાવેલી સોનાની ચેનની ભેટ સ્વયમને આપી અને જન્મ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. સ્વયમે પણ તે સ્વીકારી અને કહ્યું કે, દ્રષ્ટી આજે આપણે છેલ્લા એક વર્ષ ઉપરાંથી સાથે છીએ.... ...Read More

4

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૪

તે દિવસે રાતે સ્વયમ અને દ્રષ્ટી એક બીજામાં ખોવાય ગયા. સવાર પડતાની સાથે જ દ્રષ્ટીએ સ્વયમને ઉઠાડયો અને બન્ને થઇ તેમના નવા બંગલે પહોંચ્યા. જ્યાં પરિવારજનો પણ તેમની રાહ જોઇ રહ્યા હતા. લગ્નના એક સપ્તાહ પછી સ્વયમ અને દ્રષ્ટી હનીમુન માટે યુરોપ જવા નિકળવાના હતા. એટલે દ્રષ્ટએ કહ્યુ કે આપણે યુરોપ જઇએ તે પહેલા હું બે દિવસ મારા પપ્પાના ઘરે જઇ આવું. સ્વયમે દ્રષ્ટીને જવાની મંજુરી તો આપી પણ બે દિવસ તે દ્રષ્ટી વગર શું કરશે તેની ચિંતા તેને સતાવતી હતી. બે દિવસમાં દ્રષ્ટી પાછી આવી પછી બન્ને જણા યુરોપ જવાની તૈયારીમાં લાગી ગયા હતા. રાકાએ પણ સ્વયમને એક ...Read More

5

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૫

રાકાની હત્યાની જાણ થતાની સાથે જ સ્વયમએ પોતાનું હનીમુન ટુકાવ્યું અને પરત આવી ગયો. દ્રષ્ટીને પણ રાકાના જવાનો ગમ પરંતુ બીજી તરફ હવે તેને સ્વયમના જીવનું જોખમ લાગતા ગભરાઇ રહી હતી. સ્વયમ અને દ્રષ્ટી એરપોર્ટ પર આવતાની સાથે જ તેમને લેવા માટે આવેલી ચાર કાળી મર્સિડિઝમાંથી માણસો આવ્યા અને તેમનો સામાન લઇ તેમને એક પ્રકારનું સુરક્ષા કવચ આપી કાર સુધી લઇ ગયા. તેમની કારની આગળ અને પાછળ સુરક્ષા સાથે તેમને બંગલા પર લાવવામાં આવ્યા હતા. જ્યાં સફેદ ચાદર પર સફેદ કપડામાં રાકાનો મૃતદેહ લપેટાયેલો પડયો હતો. સ્વયમના માથેથી પણ ભાઇનો હાથ જતો રહેતા તે પણ અવાક બની ગયો હતો. ...Read More

6

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૬

ઘરે ગયો એટલે તેન બોક્સને સોફાની નજીકમાં પડેલા કાચના ટેબરલ પર મૂક્યુ. થોડી જ વારમાં તેના બધા જ માણસો ભેગા થઇ ગયા હતા. સ્વયમને બોક્સ ખોલ્યું તેમાંથી એક પેન ડ્રાઇવ નિકળી. સ્વયમને પેન ડ્રાઇવ ટીવીમાં લગાવવાના આદેશ કર્યો અને ટીવી ચાલુ કર્યુ. ટીવીના રીમોર્ટમાં કમાન્ડ આપતાની સાથે જ પેન ડ્રાઇવમાં રહેલો વીડિયો પ્લે થવા લાગ્યો. જેમાં રાકાભાઇની હત્યાની સોપારી લેનાર કેટલાક લોકો દેખાતા હતા. તેમની સાથે વાત કરનાર વ્યક્તિ મિત્તલ જ હોવાનું તેના અવાજ પરથી લાગ્યું.મિત્તલ તેમને હત્યા કેવી રીતે કરવી તેની માહિતી આપી રહી હતી. તેવામાં જ વીડિયોમાં રૂમનો દરવાજે ખૂલવાનો અવાજ આવ્યો. તેમાંથી એક વ્યક્તિ રૂમમાં આવી ...Read More

7

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૭

અમારા પ્લાન પ્રમાણે હું રાકાને રૂમમાં લાવું એટલે પાછળથી રમેશ અને તેના માણસો તેને પકડી તેનું મોં દબાવી તેની કરવાના હતા. પરંતુ તે દિવસે રાકા થિયેટર રૂમમાં જ બેસી રહ્યો અને દારૂ પી રહ્યો હતો. એટલે અમે બીજો પ્લાન બનાવ્યો તેની શરાબમાં બેભાન કરવાની દવા નાંખી તેને બેભાન કરી દીધો. તે બાદ રમેશે તેનું ગળું કાપ્યું અને મે તેનો **** કાપી નાખ્યો. હું તેને એટલી નફરત કરતી હતી જેનો મેં બદલો લઇ લીધો હતો. હત્યા થયાની બીજી જ ક્ષણે હું, રમેશ અને બાકીના પાછળના દરવાજેથી ભાગી ગયા. સ્વયમ મિત્તલની વાતો ધ્યાનથી સાંભળતો હતો અને સિગરેટના દમ પર દમ ખેંચી ...Read More

8

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી - 8

સ્વયમ નેતાના ખાસ માણસને લઇને પાર્ટી પ્લોટની ઓફિસમાં પહોંચ્યા જ્યાં પહેલાથી જ બધી તૈયારી કરી રાખવામાં આવી હતી. ખુરશી તેને બેસાડી બાંધી દેવામાં આવ્યો અને તેના ફોન પરથી જ સોપારી આપનાર રાજકીય નેતાને ફોન લાગવવામાં આવ્યો. ફોનની રીંગ વાગી થોડીક વારમાં સામે છેડીથી અવાજ આવ્યો. હા બોલ, શું થયું ? પેલી મિત્તલ અને તેના આશીકને ઠેકાણે લગાવી દીધા કે નહીં. બન્ને જણા માથે પડી રહ્યા છે.નેતાનો અવાજ સાંભળતા જ સ્વયમ તેને ઓળખી ગયો, ફોન સ્પીકર પર જ હતો એટલે કોઇ વાત છુપી રહી ન હતી. મિત્તલ અને તેના આશીકને પણ નેતાની હકીકતની જાણ થઇ ગઇ હતી. સ્વયમે નેતાને કહ્યું, ...Read More