ઊર્મિઓને ઉંબરે

(50)
  • 32.7k
  • 10
  • 15.9k

ઝળહળતી રોશની ભર્યું શહેર એટલે અમદાવાદ .જ્યાં ઓળખાતી પોળો અમદાવાદનો ભવ્ય પ્રાચીન વારસો, જે વર્ષો જૂની પ્રાચીન વર્ષથી પોતાની યાદોથી ભરેલું અડીખમ નગર એટલે અમદાવાદની રતનપોળ, કોઈપણ ઘરે પ્રસંગ હોય અને એને રતનપુરની ગલીમાં પગ ન મૂક્યો હોય એવું બને જ નહીં. દરેક નવોઢા સ્ત્રી ના સપનાની સાડીઓનું નગર એવું રતનપોળમાં પાનેતર માટે ઓળખાતી અવનવી દુકાનો લોકોથી ભરેલી હોય. એવા આ રતનપોળની ગલીમાં રચના નામની છોકરી પોતાના પરિવાર સાથે અડતી રાતે પોતાનું વતન છોડીને આવી ગઈ. વાત કરીએ રચનાના ગામની તો એનું ગામ ખૂબ જૂનવાણી હતું.અને ત્યાં રાજ ત્યાંના પૈસાદાર લોકોનું હતું. રચના એના માતા-પિતાનું એક માત્ર સંતાન હતી.એનો સંબંધ રચનાના કાકાએ એક મોટી ઉંમરના પુરુષ સાથે કરી નાખ્યો હતો . રચનાના પિતા એમના ભાઈ સામે કંઈ બોલી શકે તેમ ન હતા.રચનાની હદયમાં સમાયેલી યુવાનની ઉર્મિઓ જાણે ખોવાઈ જવાની તૈયારીમાં હતી.રચના ખૂબ હિંમતવાન હતી,એના કાકા જાણતાં હતાં ,એટલે તાત્કાલિક લગ્ન ગોઠવી દીધા.રચના ખૂબ મૂંઝવણમાં હતી.એને શું કરવું! એ સૂઝતું નહી.પણ તેની સખી બેલા અમદાવાદથી આવતી ત્યારે કહેતી; રચના તું હવે મારી સાથે શહેરમાં આવી જા.રચનાની સખી બેલા રતનપોળમાં ભરતગુંથળ , સાડી વર્ક,કરતી.બીજા ઘણા કામ કરતી અને પોતાનું ભરણપોષણ કરતી હતી.એટલે એ કાયમ કહેતી; રચના તારા હદયમાં ઊર્મિઓને દરિયો છલકાઈ રહ્યો છે.અને તે ફક્ત અમદાવાદ શહેર તારી ઊર્મિઓને પૂરું કરે તેમ છે.

Full Novel

1

ઊર્મિઓને ઉંબરે - ભાગ-1

ઊર્મિઓને ઉંમરે ઝળહળતી રોશની ભર્યું શહેર એટલે અમદાવાદ .જ્યાં ઓળખાતી પોળો અમદાવાદનો ભવ્ય પ્રાચીન વારસો, જે વર્ષો જૂની પ્રાચીન પોતાની યાદોથી ભરેલું અડીખમ નગર એટલે અમદાવાદની રતનપોળ, કોઈપણ ઘરે પ્રસંગ હોય અને એને રતનપુરની ગલીમાં પગ ન મૂક્યો હોય એવું બને જ નહીં. દરેક નવોઢા સ્ત્રી ના સપનાની સાડીઓનું નગર એવું રતનપોળમાં પાનેતર માટે ઓળખાતી અવનવી દુકાનો લોકોથી ભરેલી હોય. એવા આ રતનપોળની ગલીમાં રચના નામની છોકરી પોતાના પરિવાર સાથે અડતી રાતે પોતાનું વતન છોડીને આવી ગઈ. વાત કરીએ રચનાના ગામની તો એનું ગામ ખૂબ જૂનવાણી હતું.અને ત્યાં રાજ ત્યાંના પૈસાદાર લોકોનું હતું. રચના એના માતા-પિતાનું એક માત્ર સંતાન ...Read More

2

ઊર્મિઓને ઉંબરે - ભાગ-2

રચનાને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી એટલે જાગી ગઈ.એને કોઈને જગાડ્યા નહિ,એ નાહી, ધોઈને તૈયાર થઇ ગઈ.અને પોળના રસ્તામાં ડોકિયું કરવા લાગી એના મનમાં હજારો સવાલ હતા કેટલી ગીચોગીચ વસ્તી અને ગીચોગીચ મકાનો અને રસ્તો પણ સાંકડો છતાં લાગે રળિયામણું.એને લાગ્યું કે આટલું ગીચોગીચ અમદાવાદ છે.અને નાની રૂમ, નાના મકાનો અને બેલા અહી કેવી રીતે સેટ થઇ હશે ? ગામડે તો કેટલા મોટા ઘર એને મનમાં સવાલો પર સવાલ થઈ રહ્યા હતા.ત્યાં બેલા જાગી અને જોયું તો રચના તૈયાર થયી ગઈ હતી .રચના ,બેલાને જોઇને આવી અને કહ્યું; એ સૂર્ય માથે ચઢ્યો હવે તો જાગો. બેલાએ કહ્યું: રચના આ ...Read More

3

ઊર્મિઓને ઉંબરે - ભાગ-3

રચના અને બેલા ઘેર આવે છે. ત્યારે રચનાના માતા - પિતા કહે છે કે ; બેલા ખૂબ ફરી આવ્યા રચનાને તે અમદાવાદ ફેરવી દીધી.રચના કહે; હા ,ખૂબ મજા આવી.અહીંની પોળનો ઇતિહાસ જાણ્યો.બેલા કહે; ચાલ આપણે ફટાફટ રસોઈ કરી લઈએ.પછી હું મારા કામ પર જાઉં.રચના કહે; બેલા તું બેસ,હું અને મારા મમ્મી બનાવીશું, તું રોજ તારા હાથની રસોઈ ખાય છે.આજે તને મારા હાથની રસોઈ ચખાડું.બેલા કહે; ઘણો ટાઈમ થયો ગામડાના મિષ્ટાનની મહેંક લીધે.આજે તો આપણાં ગામમાં બનતી રસોઈ મને જમાડો.રચના અને તેની મમ્મી એ ફટાફટ રસોઈ બનાવી બધાયે જમી લીધું.બેલા કહે ; હું પોળની એક દુકાનમાં કામ કરી રહી છું.તારે ...Read More

4

ઊર્મિઓને ઉંબરે - ભાગ-4

બેલા ફટાફટ ડોક્ટર સાહેબને ત્યાં જાય છે.અને તેમના ઘરનું બધું કામ પતાવી દે છે. ડોક્ટર સાહેબ કહે;" બેલા "આજે બહુ ખુશ લાગે છે કોઈ એવો તને લાભ થયો છે કે શું આટલી ખુશ મેં તને ક્યારેય પણ જોઈ નથી ! બેલા કહે ;ડોક્ટર સાહેબ ,લાભ તો ઘણો થયો છે ,આજે મારે વર્ષો જૂની સખી મારી સાથે આવી છે અને એના માતા-પિતા પણ આવ્યા છે એના વિશે મારે તમને વાત પણ કરવાની હતી એટલે ફટાફટ કામ પૂરું થઇ ગયું છે હવે હું તમને કહેવા માગું છું જો તમે સાંભળવા માંગતા હોય તો... ડોક્ટર સાહેબ કહે ;"બેટા" મેં તને ક્યારે પણ ...Read More

5

ઊર્મિઓને ઉંબરે - ભાગ-5

"રચના અને બેલા બંને ઘરે આવી જાય છે.જમીને બધું કામ પરવારી બંને જણા પોળની વચ્ચે ખાટલો પાથરી સુઈ જાય રચના કહે; બેલા આજે તારે તારા જીવનની બધી હકીકત મને કહેવાની છે.હું જાણવા માંગુ છું કે' તું મારી સાથે અભ્યાસ કરતા, કરતા તું અહીં સુધી આવી ગઈ.તારા મમ્મી, પપ્પા પણ હયાત નથી મામા અને કાકાએ પણ મોં ફેરવી લીધું.છતાં આજે તું હિંમતભેર એકલી અડીખમ ઊભી છે. બેલા કહે; રચના ભૂતકાળ યાદ કરીને શું કામનો? રચના કહે; તારી વાત સાચી છે.પણ તારી હદયમાં વર્ષો સુધી પડી રહેલી દર્દભરી ઊર્મિઓને તું બહાર લાવી દે અને તારા દિલમાં જે દર્દ છુપાવ્યું તેને બહાર ...Read More

6

ઊર્મિઓને ઉંબરે - ભાગ-6

"રચના અને બેલા વાતો કરતાં-કરતાં સૂઈ જાય છે."રચનાને ઘણા બધા વિચારો પણ આવે છે ,પરંતુ મનોમન વિચારે છે કે હું મારી સાથે જ અભ્યાસ કરાવી અને આગળ વધારીશ હવે એના જીવનમાં વધારે દુઃખ ના રહે તેનો પ્રયત્ન કરીશ."બીજા દિવસે સવારે બેલા વહેલા જાગી ગઈ રચનાના માતા-પિતા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું કે; તમે બંને હવે તમારા કામે વળગી જાઓ ,હું ધીમે ધીમે બધું જ કામ કરીશ.'એટલામાં ડોક્ટર સાહેબ નો ફોન આવ્યો કે તમારે ધોરણ 12 માં એડમિશન લેવાનું હોય તો તમે બંને આવી જાઓ તમારે અભ્યાસ કરવાનો હોય તો ફટાફટ હું જે લખીને મોકલું છું એટલું સાથે લેતા ...Read More

7

ઊર્મિઓને ઉંબરે - ભાગ-7

રચના,બેલાની આપવીતી સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી પરંતુ હવે એ વાતને યાદ કરવા માગતી નહોતી હવે તો સ્કૂલમાં એડમિશન લઈ લીધું હતું ,એટલે શિક્ષણ પૂરું કરવા માંગતી હતી રચના અને બેલા દરરોજ સ્કૂલે જતા અને શાળા સમય દરમિયાન તેઓ દુકાને કામ બાંધેલું હતું, ત્યાં કરવા જતા આજુબાજુમાં ઘરકામ પણ કરી લેતા હતા ,કારણ કે એમની પાસે પૈસા તો હતા નહીં એટલે આખો દિવસ એમને ઘરકામ અને શિક્ષણમાં જતો હતો. રાત્રે ડોક્ટર સાહેબના ત્યાં ઘરકામ કરવા જતા અને જે ટાઇમ મળે ત્યાં એમની જોડેથી એ શિક્ષણમાં જે કંઈ પણ મુશ્કેલી હોય એમની પાસેથી શીખતા હતા. રચનાના માતા-પિતા પણ ...Read More

8

ઊર્મિઓને ઉંબરે - ભાગ-8

બેલાને ડોક્ટર સાહેબ લગ્ન માટે સમજાવી પરંતુ બેલા લગ્ન માટે તૈયાર થઇ રહી નહોતી એને એમ જ હતું કે જીવનમાં એક જ વખત હોય બીજી વખત ક્યારે સુખ મળે નહીં એવી ગ્રંથિ એના મનમાં ભરાઈ ગઈ હતી. રચનાએ ઘરે આવીને એના મમ્મી -પપ્પાને પણ વાત કરી કે બેલા લગ્ન માટે તૈયાર થઈ જાય. સાંજે ઘર કામ પરવારીને રચનાના માતા પિતાએ બેલાને કહ્યું;" બેટા" જીવનમાં લગ્ન કરવા ખૂબ જરૂરી છે તારા જીવનમાં પ્રથમ લગ્નથી સુખ ન મળ્યું એટલે એવું ક્યારેય વિચારવુ નહીં કે બીજા લગ્નથી સુખ નહિ મળે? થોડી વાર રાહ જો! તને ગમે તેવું પાત્ર તું પસંદ કરી લે ...Read More

9

ઊર્મિઓને ઉંબરે - ભાગ-9

રચના અને બેલા બીજા દિવસે સવારે વહેલા જાગી જાય છે અને નિત્યક્રમ પ્રમાણે એમની જોબ પર ચાલ્યા જાય છે. પસાર થતા રચના અને બેલા વિચારે છે કે હવે રજાઓ લઈ ને આપણા ગામડે જઈ ત્યાંની શું સ્થિતિ છે તે જાણીએ. અને બંને સખીઓ રજા લઈને ગામડે જવા નીકળી પડે છે. સાથે રચનાના માતા-પિતા પણ હોય છે. રચનાના માતા-પિતાને ઘણી બધી ચિંતા પણ હોય છે ત્યાં જઈને લોકો ફરીથી રચનાને હેરાન કરશે તો! બીજી તરફ એમને રચના ઉપર વિશ્વાસ પણ છે આટલું વિચારતા વિચારતા તેમનું ગામ આવી જાય છે. રચના અને બેલાને એમની જ ગાડીમાં ઘરે આવતા જોઈને બધાને નવાઈ ...Read More

10

ઊર્મિઓને ઉંબરે - ભાગ-10

રચનાના કાકા- કાકી અને બેલાના કાકા- કાકી ત્યાંથી નીકળી જાય છે. મેના કાકી કહે છે કે; તમે લોકો શાંતિથી બેસો, હું તમારા દરેક માટે ચા બનાવી લાવું છું બધા જ લોકો ચા પીને બેઠા . બેલા અને રચના કહ્યું ;કાકી આ બધી ચિંતા ના કરો હવે આ બધામાંથી તો અમે ટેવાઇ ગયા છીએ. હવે આ ગામની સ્ત્રીઓ કેવી રીતે જીવે છે એની વાત કરો. ત્યારે મેના કાકી કહ્યું;" બેટા" અહીંની સ્ત્રીઓની હાલત ખૂબ જ ખરાબ છે ગામલોકો દીકરીઓને ફક્ત શિક્ષણમાં લખી શકે એટલું જ ભણાવે છે અને પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા વિના જ એને ઉઠાવી લેવામાં આવે છે કારણ ...Read More

11

ઊર્મિઓને ઉંબરે - ભાગ-11

રચના અને બેલા સાંજે બેડલુ લઈને પાણી ભરવા માટે નીકળી પડ્યા ગામની સ્ત્રીઓ ને મળવા માટે, કારણ કે એવી જગ્યા નહોતી કે જેથી લોકોની મુલાકાત કરી શકે કોઈના ઘરે તો જઈ શકે એમ નહોતા એ લોકો જ્યાં પાણી ભરતા હતા તે બધી જ સ્ત્રીઓને મળ્યા ને બધી સ્ત્રીઓને કહ્યું કે; તમારે તમારી વિચારસરણી બદલવી હોય તો દસ મિનિટ માટે અમારી સામે બેસો .બધી સ્ત્રીઓ તૈયાર થઈ ગઈ પહેલા તો બધી સ્ત્રીઓએ પૂછવા લાગી કે શહેરમાં કેવું જીવન હોય છે? ત્યાં તમે શું કરો છો? બધા ને શહેરની જિંદગી જોવી હતી અને માણવી પણ હતી . રચના અને બેલાએ કહ્યું ...Read More

12

ઊર્મિઓને ઉંબરે - ભાગ-12 - છેલ્લો ભાગ

રચના અને બેલા ની વાત કર્યા પ્રમાણે ઘણી બધી સ્ત્રીઓએ ફોર્મ ભરીને આપી દીધા . જેમાં ઘણી સ્ત્રીઓને અમુક સહકાર આપ્યો હતો એમને ઘરે ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું કારણકે ઘણા બધા પુરુષો ઇચ્છતા હતા કે એમની સ્ત્રીઓ કામ કરે જ્યારે અમુક સ્ત્રીઓના પતિઓએ એમને મારઝુડ પણ કરી પરંતુ કહેવાય છે ને કે સફળતા પામવી હોય તો ઘણું બધું સહન કરવું પડે. બેલા અને રચનાના શબ્દો એમના દિલમાં એટલા બધા ઘર કરી ગયા હતા કે હવે તેમને કોઈનો ડર રહ્યો ન હતો. ધીમે ધીમે બધાએ ગૃહ ઉદ્યોગ માટેના ફોર્મ ભરીને આપી દીધા અને તાત્કાલિક રચના અને બેલાએ એમને ...Read More