અતીતરાગ

(406)
  • 149k
  • 17
  • 65.4k

‘અતીતરાગ’ - ૧ પ્રથમ કડી શબ્દાંજલિ રૂપે અર્પિત કરું, આપણા સૌના હ્ર્દસ્ય્સ્થ પાર્શ્વગાયક દિવંગત ભૂપિંદર સિંગને..ભૂપિંદરસિંગે આપેલા એક રેડીયો ઈન્ટરવ્યુમાં તેમના અતિ અફસોસ જનક નિર્ણય વિષે બેહદ ખેદ વ્યક્ત કરતાં જે વ્યથાકથા કહી હતી, તેના અમુક અંશો અહીં ટાંકી રહ્યો છું.ભૂપિંદરસિંગની આ વ્યથાકથાનો આરંભ થયો હતો ૧૯૬૦ પહેલાં..દિલ્હીમાં તેમની પ્રથમ મુલાકાત થઇ હતી, મશહુર સંગીતકાર મદનમોહન સાથે, અને એ પહેલી મુલાકાતમાં મદનમોહન તરફથી ભૂપિંદરસિંગને ઉમળકા ભર્યું આમંત્રણ મળ્યું મુંબઈ આવવાનું.ત્યારબાદ ભૂપિંદરસિંગે વાટ પકડી મુંબઈની. એ સમયગાળા દરમિયાન મદનમોહન સંગીત નિર્માણ કરી રહ્યાં હતાં, મહાન ફિલ્મકાર ચેતન આનંદની ફિલ્મ ‘હકીકત’ માટે. તેના સંદર્ભે ભૂપિંદર સિંગની મુલાકાત થઇ ચેતન આનંદ સાથે.ચેતન આનંદને

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

અતીતરાગ - 1

‘અતીતરાગ’ - ૧ પ્રથમ કડી શબ્દાંજલિ રૂપે અર્પિત કરું, આપણા સૌના હ્ર્દસ્ય્સ્થ પાર્શ્વગાયક દિવંગત ભૂપિંદર સિંગને..ભૂપિંદરસિંગે આપેલા એક રેડીયો તેમના અતિ અફસોસ જનક નિર્ણય વિષે બેહદ ખેદ વ્યક્ત કરતાં જે વ્યથાકથા કહી હતી, તેના અમુક અંશો અહીં ટાંકી રહ્યો છું.ભૂપિંદરસિંગની આ વ્યથાકથાનો આરંભ થયો હતો ૧૯૬૦ પહેલાં..દિલ્હીમાં તેમની પ્રથમ મુલાકાત થઇ હતી, મશહુર સંગીતકાર મદનમોહન સાથે, અને એ પહેલી મુલાકાતમાં મદનમોહન તરફથી ભૂપિંદરસિંગને ઉમળકા ભર્યું આમંત્રણ મળ્યું મુંબઈ આવવાનું.ત્યારબાદ ભૂપિંદરસિંગે વાટ પકડી મુંબઈની. એ સમયગાળા દરમિયાન મદનમોહન સંગીત નિર્માણ કરી રહ્યાં હતાં, મહાન ફિલ્મકાર ચેતન આનંદની ફિલ્મ ‘હકીકત’ માટે. તેના સંદર્ભે ભૂપિંદર સિંગની મુલાકાત થઇ ચેતન આનંદ સાથે.ચેતન આનંદને ...Read More

2

અતીતરાગ - 2

અતીતરાગ-૨આજની કડીમાં વાત કરીશું એક એવી હિન્દી ફિલ્મ વિષે જેણે, રાજેશખન્ના, શર્મિલા ટાગોર, પાર્શ્વ ગાયક કિશોર કુમાર અને નિર્માતા શક્તિ સામંતના નામને અનપેક્ષિત ઉંચાઈને આંબી, એક નવા કીર્તિમાનની સ્થાપના કરી હતી.પણ આ ફિલ્મની સૌથી રસપ્રદ અને ચોંકાવનારી બાબત એ છે, આ સુપર ડૂપર હિટ ફિલ્મના પ્રોજેક્ટને અધવચ્ચે પડતો મુકવામાં આવ્યો હતો. જી હાં, અને એ ફિલ્મ હતી ‘આરાધના’ વર્ષ ૧૯૬૯માં શક્તિ સામંતની આર્થિક સંકડામણ અને લાચારીની અવદશામાં જન્મ થયો ‘આરાધના’નો. આર્થિક સંકડામણનું સબળ કારણ હતું તેમની ઝબરદસ્ત ફિલ્મ ‘ એન ઇવનિંગ ઇન પેરીસ “ થીયેટરમાં રીલીઝ થયાંના ત્રીજા જ દિવસે ભારતભરમાં થીયેટર ઓનર્સ એસોસિએશન હળતાળ પર ઉતરી જતાં, તમામ ...Read More

3

અતીતરાગ - 3

અતીતરાગ- ૩આજની કડીમાં આપણે ચર્ચા કરીશું, મારા વન ઓફ ધ મોસ્ટ ફેવરીટ રાઈટર, ડીરેક્ટર અને ગીતકારની સાથે સાથે પ્રતિભાશાળી ધણી એવાં ગુલઝાર સાબ વિષે.. ફિલ્મ જગતમાં આવ્યાં એ પહેલાં પ્રારંભના સંઘર્ષભર્યા દિવસો દરમિયાન ગુલઝાર સાબ મુંબઈમાં એક મોટર ગેરેજમાં મેકેનિકની ફરજ બજાવતાં હતાં.અ સમય દરમિયાન સદ્દભાગ્યે તેમનો ભેટો થયો, મહાન ફિલ્મકાર બિમલ રોય જોડે. અને મુલાકાતનો સિલસિલો સળંગ ચાલતાં.... ગુલઝાર સાબને તક મળી ફિલ્મ ‘બંદિની’ ના ગીતો લખવાની. આ તક ગુલઝારની કારકિર્દી માટે ઉજળી અને ઉત્તમ અને સાબિત થઇ.અને પછી જે જેટ સ્પીડે ગુલઝાર સાબની કેરિયરે ગતિ પકડી, તેનો સઘળો શ્રેય જાય છે બિમલ રોયને. બિમલ રોયની કલાપારખું નજર ...Read More

4

અતીતરાગ - 4

અતીતરાગ- ૪ આજે ફ્રેન્ડશીપ ડે નિમિતે અતીતરાગની આજની કડીમાં હિન્દી ફિલ્મજગતના બે મહાન કલાકારોની ગઢ જેવી ગાઢ અને મિશાલ મિત્રતાની મહોબ્બતના કિસ્સાને મમળાવીએ.ધ ગ્રેટ શો મેન રાજકપૂર અને ફિલ્મી પડદે સેંકડો ભૂમિકામાં પ્રાણ ફૂંકનાર ઉચ્ચ દરજ્જાના અદાકાર પ્રાણ. તેઓ બન્ને વચ્ચે બંધુ જેવી મિત્રતાનો બાંધ એટલો મજબુત અને ભરોસાપપાત્ર હતો કે, રાજકપૂરના આર. કે. બેનર હેઠળ નિર્માણધીન ફિલ્મ ‘બોબી’ ના મહેનતાણા પેટે પ્રાણ સાબે ફક્ત, હાં, કક્ત એક રૂપિયો સ્વીકાર્યો હતો.અને આ ફિલ્મ સાથે જોડાયેલી બીજી એક દુઃખદ ઘટના એ છે કે, આ ફિલ્મના અંત સાથે બન્નેની દોસ્તીનો પણ અંત આવી ગયો.રાજકપૂર અને પ્રાણ સાબની મુલાકાત એ સમયે થઇ ...Read More

5

અતીતરાગ - 5

અતીત રાગ- ૫અતીત રાગ શ્રેણીની આજની પાંચમી કડીમાં આપને વાર્તાલાપ કરીશું હિન્દી ફિલ્મજગતમાં ટોચનું સ્થાન હાંસિલ કરનાર દિગ્ગજ ગુજરાતી સ્વ.સંજીવકુમાર વિષે.સંજીવકુમારને તેની રીલ નહીં, પણ રીયલ લાઈફમાં એકવાર એક કુપુત્રની ભૂમિકા ભજવવાની ફરજ પડી. એ બેડ સન. કારણ ? આ એ સમયની વાત છે જયારે સંજીવકુમાર એકટર નહતા બન્યા.હરિહર ઝરીવાલા, એટલે કે સંજીવકુમારે તેમની અસ્સલ જિંદગીમાં એક કુપુત્રની ભૂમિકા એટલાં માટે ભજવવી પડી કારણ કે, તેઓ ઈશ્વર આધીન સમય અને સંજોગની કઠપૂતળી બની ગયાં. તેમના પરિવાર પર આર્થિક સંકટનું આભ તૂટી પડ્યું. સંજીવકુમારના પિતા જેઠાલાલ ઝરીવાલાનો વર્ષ ૧૯૪૯ના નવેમ્બર મહિનામાં એક પ્રાણઘાતક હ્રદયરોગના હુમલામાં સ્વર્ગવાસ થયો.એ સમયે સંજીવકુમારની ઉમર ...Read More

6

અતીતરાગ - 6

અતીતરાગ – ૬અતીતરાગની ગત પાંચમી કડીના અંતે મેં કહ્યું હતું કે. અતીતરાગ કડી ક્રમાંક છમાંઆપણે હરિહર ઝરીવાલા ઉર્ફે સંજીવકુમારનું નામ કઈ રીતે અને કોણે પાડ્યું એ રસપ્રદ કિસ્સા વિષે ચર્ચા કરીશું.શેક્સપીયરે એવું કહ્યું હતું કે. નામમાં શું રાખ્યું છે ?જો આ વિશ્વભરની વસ્તીમાં આપ સ્વયંના અસ્તિત્વને મહત્તા આપતા હો તો આપનું નામ જ આપની એ ઓળખ છે, જેના થકી સૌ આપથી પરિચિત છે, અને ભવિષ્યમાં યાદ પણ કરશે.પણ કોઈને તેનું નામ નાપસંદ હોય તો ? શું કરવાનું ?સંજીવકુમારને તેના નામ હરિહર ઝરીવાલામાં કોઈ ફિલ્મી ટચ નહતો લાગતો એટલે તેમણે તેનું નામ બદલ્યું, એકવાર નહીં પણ બે વાર, હાં બે ...Read More

7

અતીતરાગ - 7

અતીતરાગ-૭માત્ર ભારતની સરહદ સુધી સીમિત નહીં પણ જેની કીર્તિમાન કીર્તિની સુગંધિત સુરાવલી, વિદેશમાં વસતા તેમના પુષ્કળ પ્રસંશકો અને કરોડો સુધી ફેલાયેલી છે.એવાં હિન્દી ફિલ્મ જગતના બે દિગ્ગજ સિંગર્સ કિશોરકુમાર અને આશા ભોંસલે વિષે આપણે તેમના જીવન અને સંગીત ઇતિહાસમાં ઘટિત એક રસપ્રદ અને અક્લ્પીનીય કિસ્સાને મમળાવીશું આજે અતીતરાગ શ્રુંખલાની સાતમી કડીમાં.મહાન ગાયક કિશોરકુમાર અને ગાયિકા આશા ભોંસલેને એક ગીતના ચાલુ રેકોર્ડીંગ દરમિયાન બહાર કાઢી મુકવામાં આવ્યાં હતાં. કોણ હતી એ વ્યક્તિ જેમને આ ભયંકર ભૂલ કરવાની હિમાકત કરી ? એ કયું ગીત હતું ? અને તે ફિલ્મનું નામ શું હતું ? ચલો તે વિષે વાત કરીએ.આ એ ફિલ્મની વાત ...Read More

8

અતીતરાગ - 8

અતીતરાગ-૮રીયલ લવ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી એક રીલ લવ સ્ટોરી.હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રીલથી શરુ થયેલી પ્રેમ કહાની રીયલ તબદીલ થયાં બાદ અંગત અને સાર્વજનિક જિંદગીમાં કઈ હદ સુધી તેના સારા-નરસા પરિણામના આઘાત-પ્રત્યાઘાત પડે છે તે વિષય પર વાત કરીશું... અને એ જગ મશહુર પ્રેમ કહાનીના પાત્રો છે..ગુરુદત્ત અને વહીદા રહેમાન.શરૂઆતમાં બંને જોડાયા એક વ્યવસાયિક મિત્રો તરીકે, અને અંત આવ્યો એક ક્લાસિક પ્રેમ કહાની દ્વારા.એટલા ઘનિષ્ટ સંબંધો કે, તેમના ઊંડા અને ઊંધાં પ્રત્યાઘાત પડ્યા ગુરુદત્તના વૈવાહિક જીવન અને ગુરૂદત્તની અંગત જિંદગી પર પણ હંમેશ માટે પૂર્ણવિરામ મૂકાઈ ગયું..આપણે વાત કરીશું વહીદા રહેમાન અને ગુરુદત્તની એ પહેલી મુલાકાત વિષે.બન્ને ક્યાં, ...Read More

9

અતીતરાગ - 9

અતીતરાગ – ૯બે નામનું જોડાણ કરી, એક નવું નામ સર્જનની કરવાની પ્રથા.ઉદાહરણ તરીકે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ નામ ‘વિરુષ્કા’આપને ખ્યાલ છે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌ પ્રથમ આ પ્રથાની શરૂઆત કોણે કરી હતી ? કયારે કરી હતી ? અને કઈ મશહુર ફિલ્મ જોડીએ કરી હતી ?આ વાતને આશરે પાંચ દાયકા વીતી ગયાં. જી હાં, પાંચસ વર્ષ પહેલાં આવું એક નામ આવ્યું હતું.મધુરજની... હનીમૂન.આ શબ્દ સંભળાતા જ સૌ પરણિતના ચહેરા પર એક હળવું સ્મિત આવી જાય. ત્વરિત સ્મરણ થાય એ ગોલ્ડન ડેઈઝનું. કોઈપણ નવ પરણિત યુગ્મ માટે મધુરજની તેમના જીવનનો એક અવિસ્મરણીય હિસ્સો બની જાય. જીવનના એ ગુલાબી દિન અને ...Read More

10

અતીતરાગ - 10

અતીતરાગ-૧૦નેવર અન ફોરગેટેબ મૂવી ‘પાકીઝા’નો ઉલ્લેખ કરતાં સૌથી પહેલું નામ યાદ આવે મીનાકુમારીનું.ફિલ્મ ‘પાકીઝા’ના બધાં જ સોંગ્સ આજની તારીખે સદાબહાર અને યાદગાર છે.ફિલ્મ ‘પાકીઝા’માં મીનાકુમારી પર ફિલ્માવામાં આવેલાં બે મધુર ગીતો.એક ગીત હતું... ‘આજ હમ અપની દુઆઓ કા અસર દેખેંગે...’ અને બીજુ ગીત હતું.‘ચલો દિલદાર ચલો..ચાંદ કે પાર ચલો..’આ બંને સોંગમાં આપ પડદા પર મીનાકુમારીને જોઈ રહ્યાં છો... પણ હકીકતમાં એ મીનાકુમારી નથી.જી હાં, આ સિવાય હિન્દી ફિલ્મ ઇતિહાસમાં એક માઈલ સ્ટોન મૂવી ગણી શકાય એવી ફિલ્મ ‘પાકીઝા’ સાથે જોડાયેલાં રસપ્રદ કિસ્સાને આજે આપણે મમળાવીશું આજના અતીતરાગ ક્ષ્રેણીની દસમી કડીમાં.‘પાકીઝા’નો અર્થ થાય પવિત્ર, શુદ્ધ. ફિલ્મની પટકથાના કેન્દ્રબિન્દુમાં છે, મીનાકુમારી.લખનૌની ...Read More

11

અતીતરાગ - 11

અતીતરાગ-૧૧‘નવકેતન’ બેનર હેઠળ વિજય આનંદ દિગ્દર્શિત અને દેવ આનંદ, મુમતાઝ અને હેમામાલિની અભિનીત એક ફિલ્મ બની હતી, જેનું નામ ‘તેરે મેરે સપને.’તે ફિલ્મમાં એક લોકપ્રિય ગીત છે..‘જીવનકી બગિયા મહેકેગી લહેકેગી..ખુશીયો કી કલિયા ઝુમેગી ઝુમેગી..’તમને ખ્યાલ છે આ ગીતને સંગીતબદ્ધ કોણે કર્યું હતું ?તમને યાદ હશે અથવા ગૂગલમાં સર્ચ કરીને તમે તરત જ કહેશો...કેએસ.ડી.બર્મન. તો તમારો જવાબ ખોટો છે.જી હાં, તો સાચો જવાબ શું છે ? અને કેમ છે, ? તે જાણવા તેની પાછળના ઇન્ટરેસ્ટીંગ કિસ્સાને જાણીએ.લગભગ મોટા ભાગના કુટુંબમાં પિતા-પુત્ર વચ્ચે નાની મોટી ખાટી-મીઠી નોક ઝોક તો થતી હોય. આપણે અહીં વાત કરીએ હિન્દી ફલમ જગતના બે મહાન સંગીતકાર ...Read More

12

અતીતરાગ - 12

અતીતરાગ-૧૨મહેબૂબ ખાન અને દેવ આનંદ બન્ને દિગ્ગજો એ ક્યારેય સજોડે કામ નથી કર્યું પણ, મહેબૂબ ખાનની મેગા હીટ ફિલ્મ ઇન્ડિયા’ ની પબ્લિસીટી મહેબૂબ ખાન કરતાંસારી રીતે કરી હતી, અભિનેતા દેવ આનંદ સાબે. હાં, તમને આ વાત માનવામાં નહીં આવે કે, ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ અને દેવ આનંદ વચ્ચે શું કનેક્શન હોઈ શકે ? દેવ આનંદ તેમની એક ફિલ્મને લઈને ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ સાથે સંકળાયેલા છે.અને તે વાતનો મહેબૂબ ખાનને પણ ગર્વ છે. જો આપને આ વાતનું અનુસંધાન ન મળતું હોય તો સ્વાભાવિક છે કે, તમે દેવ આનંદની એ ક્લાસિક ફિલ્મ જોવાનું ચૂકી ગયાં હશો અથવા એ કિસ્સો આપના સ્મરણમાં નથી.આજે ...Read More

13

અતીતરાગ - 13

અતીતરાગ-૧૩અતીતરાગની તેરમી કડીની વિતકકથામાં સુખદ નહીં પણ દુઃખદ સંભારણા વિષે ચર્ચા કરીશું. કંઇક અંશે વ્યથિત કરી મુકે એવી વીતકકથા. ફિલ્મ જગતના એ તારલાં જે એવાં કસમયે ખરી ગયાં જે સમયે તેમના અભિનયનું તેજ સૌને ચકાચોંધ કરી રહ્યું હતું. આજે દાયકાઓ બાદ પણ તેમના નામ સ્મરણ માત્રથી તેમના વિરલ વ્યક્તિવની ઝાંખી નજર સમક્ષ ઉપસી આવે.સીને જગતમાં આજે પણ ધ્રુવ તારા માફક ચળકતાં એ સિતારાના ચિતારની ઝલક પર એક નજર કરીએ.અકાળે આપણી વચ્ચેથી અલવિદા થઇ ચૂકેલાં એ સિતારામાંથી સૌથી પહેલું નામ છે..વસંતકુમાર શિવશંકર પાદુકોણ, આપણે સૌ જેમને ગુરુદત્તના નામથી ઓળખીએ છીએ.ગુરુદત્ત એકટર, ડીરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર ઉપરાંત અનેક લોકો માટે રહસ્યમય ...Read More

14

અતીતરાગ - 14

અતીતરાગ-૧૪મહેમૂદ અને કિશોરકુમાર હિન્દી ફિલ્મજગતમાં આ બે એવાં કલાકાર હતાં જેમની અભિનય બક્ષિસ પર કુદરતના ચાર હાથ હતાં. તે કોમેડી ટાઈમિંગ ઈશ્વરે સેટ કર્યું હતું.બંને જેટલાં ઓન કેમેરા અનપ્રેડીકટેબલ હતાં એટલા જ મૂડી ઓફ કેમેરા, મતલબ અંગત જિંદગીમાં હતાં.બન્નેની એક સુપર ડુપર હિટ ફિલ્મ ‘પડોશન’ વિશે આપણે ચર્ચા કરીએ.‘પડોશન’ ના નિર્માતા હતાં મહેમૂદ સાબ. અને ‘પડોશન’માં અભિનય કરવાં માટે કિશોરકુમારે ડબલ ચાર્જની માંગણી કરી હતી. પણ શા માટે ?સૌ પ્રથમ આપને જણાવી દઉં કે, ‘પડોશન’ એ મહેમૂદ સાબનું મૌલિક સર્જન નહતું.‘પડોશન’ એક બંગાળી ફિલ્મની રીમેક હતી. એ બંગાળી ફિલ્મનું નામ હતું ‘પાશેર બાડી’ જેનો અર્થ થાય છે, બાજુ વાળાનું ...Read More

15

અતીતરાગ - 15

અતીતરાગ-૧૫ અભિનય સમ્રાટ દિલીપકુમારે તેમની લાંબી ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી એવી ફિલ્મોમાં ભૂમિકા ભજવવા માટે નનૈયો ભણ્યો હતો, જે પડદા પર આવ્યાં પછી કંઇક કીર્તિમાન સ્થાપિત કર્યા હતાં.પણ આ વાતના મલાલનો ઉલ્લેખ કયારેય દિલીપસાબે કર્યો નથી. સિવાય ત્રણ ફિલ્મોને બાદ કરતાં..એ ત્રણ ફિલ્મોના નામ હતાં.. બૈજુ બાવરા, પ્યાસા અને ઝંઝીર.સુપરહિટ ફિલ્મ ‘બૈજુ બાવરા’ માટે દિલીપકુમારને રંજ રહ્યો, શા માટે ? ‘બૈજુ બાવરા’નો હિસ્સો ન બની શકવાનો શું કિસ્સો હતો ?‘બૈજુ બાવરા’ નું નિર્માણ કર્યું હતું જાણીતાં ડાયરેક્ટર વિજય ભટ્ટે. વિજય ભટ્ટ અને તેમના ભાઈ શંકર ભટ્ટ ફિલ્મના પ્રોડ્યુસર પણ હતાં.વિજય ભટ્ટ ‘બૈજુ બાવરા’ ના મુખ્ય પાત્ર માટેનો પ્રસ્તાવ લઈને ...Read More

16

અતીતરાગ - 16

અતીતરાગ-૧૬હિન્દી ફિલ્મ જગતમાં બ્લેક એન્ડ વ્હાઈટથી લઈને આજ સુધીમાં કંઇક ખૂબસૂરત અને યાદગાર ચહેરા આવ્યાં અને ગયાં.પણ એક ચહેરો હતો જે આજે પણ કરોડોના મન મસ્તિષ્ક પર રાજ કરે છે.હું વાત કરી રહ્યો છું.. મલ્લિકા-એ-હુશ્નની.હું વાત કરી રહ્યો છું.. વિનસ ઓફ ધ ઇન્ડીયન સિલ્વર સ્ક્રીનની.હું વાત કરી રહ્યો છું.. મારકણા અને માદક સ્મિતના માલકિનની. હાં,હું વાત કરી રહ્યો છું... મધુબાલાની.મધુબાલાની લાઈફમાં એક સમય એવો પણ આવ્યો કે તેમને જેલ જવાનો વખત પણ આવ્યો હતો.કેમ ? ક્યારે ? કોના કારણે ? અને કઈ રીતે આ વિકટ પરીસ્થિતના સંજોગનું નિર્માણ થયું, આજની કડીમાં તે ઘટના વિષે વિસ્તૃત ચર્ચા કરીશુ.આ વાત થઇ ...Read More

17

અતીતરાગ - 17

અતીતરાગ-૧૭પેલું કે છે ને કે,ઘણીવાર આખે આખો હાથી આસાનથી પસાર થઇ જાય પણ, છેવટે તેનું પૂંછડુ સલવાઈ જાય.આપણે જે હસ્તીની વાત કરવાના છે, તેની જોડે કંઇક આવું જ થયું હતું.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની રજેરજથી માહિતીગાર દિગ્ગજ સ્ટાર્સ જયારે પહેલીવાર પ્રોડ્યુસર બને અને તેની ફિલ્મ સેન્સર બોર્ડમાં એ રીતે સલવાઈ જાય કે, રીલીઝ થશે કે નહીં તેનો પણ અંદાઝ ન આવે, તો વિચારો કે તેમની શું દશા થાય. ? સેન્સર બોર્ડની અવળચંડાઇના ભોગે ઘણી ફિલ્મો અને તેના નિર્માતા ધૂળ ચાટતાં થઇ ગયાં છે.પણ આ માથાભારે (અભિનયમાં) નિર્માતાએ સેન્સર બોર્ડ સામે એવો પંગો લીધો કે સેન્સર બોર્ડના અધિકારીઓને ધૂળ ફાંકતા કરી દીધા.જે ફિલ્મની ...Read More

18

અતીતરાગ - 18

અતીતરાગ-૧૮એક એવી હિન્દી ફિલ્મ જેનું નામ આજની તારીખમાં પણ હિન્દી ફિલ્મ જગતની ઓળખ છે.જે ફિલ્મે હિન્દી સિનેમામાં કંઇક કીર્તિમાન કર્યા. એ ફિલ્મનું નામ છે.. ‘મુગલ-એ આઝમ.’જે ફિલ્મની રીલીઝ માટે દુનિયાભરના ફિલ્મ રસિકો કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં.તે ફિલ્મના ઐતિહાસિક અને ઝાકળમાળ ભર્યા યાદગાર પ્રીમિયર પર સમગ્ર બોલીવૂડ ઉમટી પડ્યું હતું.પણ જેમની સૌને અત્યંત આતુરતા પૂર્વક ઇન્તેઝારી હતી એ ફિલ્મના નાયક અને નાયિકા તે ફિલ્મના પ્રીમિયર પર નહતા આવ્યાં.જી હાં. દિલીપકુમાર અને મધુબાલા. શું કારણ હતું તેમની ગેરહાજરીનું ? જે ફિલ્મ ‘મુગલ-એ આઝમ’ ના પ્રીમિયરમાં દિલીપકુમાર અને મધુબાલાની અનુપસ્થિતિ હતી તે રીલીઝ થઇ હતી તારીખ ૫ ઓગસ્ટ ૧૯૬૦ના દિવસેએ સિનેમાઘરમાં ...Read More

19

અતીતરાગ - 19

અતીતરાગ-૧૯જયારે પણ હિન્દી ફિલ્મોના ઈતિહાસમાંથી મહાન ફિલ્મ મેકર અથવા દિગ્ગજ ડાયરેક્ટરની સુચિની તૈયાર કરવાની હોય ત્યારે એક નામ ભૂલ્યા યાદ કરવું પડે.. ‘રાજ ખોસલા’ રાજ ખોસલા જે ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીન પ્લે રાઈટર પણ હતાં.એક એવાં ફિલ્મ મેકર જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય વિષયક ફિલ્મોની શરુઆત કરી. અથવા ક્રાઈમ,સસ્પેન્સ અને મર્ડર મિસ્ટ્રી ફિલ્મનું ચલણ ચાલુ કર્યું.આવી ફિલ્મો રાજ ખોસલાની ઓળખ બની ગઈ હતી.‘સી.આઈ.ડી’, ‘મેરા સાયા.’ ‘વોહ કૌન થી’ આ એવી ફિલ્મો હતી જે તેના જોનરમાં અતિ સફળ રહી.આ રાજ ખોસલાએ એકવાર ખુદ પોતાની જાતને ચપ્પલથી ફટકારી હતી.હવે આ અતિ આશ્ચર્ય જનક કિસ્સો બન્યો ૧૯૬૪માં. જયારે રાજ ખોસલા ‘વોહ કૌન ...Read More

20

અતીતરાગ - 20

અતીતરાગ-૨૦એકવાર જયા બચ્ચને રેખાને સરેઆમ જોરદાર તમાચો ચોડી દીધો હતો.કારણ...? કારણ આપ સૌ સારી રીતે જાણો જ છો.અમિતાભ અને બન્નેનું એક હદથી વધુ કરીબ આવવું.એક સમયે એ સીમા પારની પરિસ્થિતિમાં જયા બચ્ચન તેમના પરનો અંકુશ ગુમાવી બેઠા અને રેખાને તેના ગુસ્સાનો ભોગ બનતા થપ્પડ ખાવી પડી.ક્યાં ? કયારે ? કઈ પરીસ્થિતમાં ? અને કેવી રીતે ? આ ઘટના ઘટી તેના વિષે વાત કરીશું આજની કડીમાં.અમિતાભ અને રેખાના અફેરના ઘણાં વર્ષો પહેલાંથી રેખા અને જયાજી એકબીજાને ઓળખતા હતાં. જે સમયે જયા બચ્ચન નહીં પણ જયા ભાદુરી હતાં.એ સમયે અમિતાભનું અફેર ચાલી રહ્યું હતું જયા ભાદુરી જોડે.જી, હાં આ એ સમયના ...Read More

21

અતીતરાગ - 21

અતીતરાગ-૨૧મહાન એક્ટર, ડીરેક્ટર, પ્રોડ્યુસર સુનિલ દત્ત તેમના ડ્રીમ પ્રોજેક્ટ મુજબનો બંગલો બનાવવા માટે મુંબઈમાં જમીન શોધી રહ્યાં હતાં.અંતે તેમને સ્થિત પાલીહિલ વિસ્તારમાં તેમના બંગલા માટે મનપસંદ જગ્યા મળી ગઈ.પણ બંગલાનું નિર્માણ કરતાં પહેલાં સુનિલદત્ત સાબને તે જમીન તળે કોઈ છુપો ખજાનો છે, તેવાં સંકેત મળ્યાં....અને અંતે તેમને એ ખજાનો મળ્યો પણ ખરો..કઈ રીતે તે ખજાનાનો સંકેત મળ્યો ? અને શું શું મળ્યું હતું, એ ખજાનામાંથી ? તેની ચર્ચા આપણે આજના એપિસોડમાં કરીશું.બંગલો અને તે પણ મુંબઈમાં ? આવો વિચાર કરવો એ શેખચલ્લીનું કિરદાર નિભાવવા જેવી વાત છે. મુંબઈમાં વન બી.એચ.કે.નો ફ્લેટ અથવા કોઈ ચોલમાં શિર ઢાંકવાની જગ્યા મળી જાય ...Read More

22

અતીતરાગ - 22

અતીતરાગ-૨૨‘ગબ્બરસિંગ’બસ આ એક અક્ષરી નામ સંભાળતા સૌને સઘળું યાદ આવી જ જાય.વર્ષ ૧૯૭૫માં રીલીઝ થયેલી ‘શોલે’ની વાર્તા લખતાં સમયે જોડી સલીમ- જાવેદ અને રમેશ સિપ્પીને બધાં જ પાત્રો માટે યોગ્ય ચહેરા મળી ગયાં હતાં, સિવાય કે ગબ્બરસિંગ.અને અંતે ગબ્બરસિંગની શોધ પણ પૂર્ણ કરી સલીમ-જાવેદે.પણ આપને એ વાતની જાણકારી નહીં હોય કે,ગબ્બરસિંગનું પાત્ર પડદા પર આવતાં પહેલાં જ અમજદખાને એવું પ્રણ લઇ લીધું હતું કે, તે આજીવન સલીમ-જાવેદ સાથે સંકળાયેલી કોઈપણ ફિલ્મમાં કામ નહીં જ કરે.એવું તે શું બની ગયું કે, પહેલી ફિલ્મથી જ અમજદખાન આવો અકલ્પનીય અને આકરો નિર્ણય લેવા મજબૂર થઇ ગયાં. ?જાણીશું આજની કડીમાં... ગબ્બરસિંગના પાત્રલેખનની પ્રેરણા ...Read More

23

અતીતરાગ - 23

અતીતરાગ-૨૩આર.ડી.બર્મન મહમ્મદ રફીને નફરત કરતાં હતાંઆર.ડી.બર્મને મહમ્મદ રફીની કેરિયર બરબાદ કરી.આર.ડી.બર્મને મોટા ભાગના ગીતો કિશોરકુમાર પાસે ગવડાવ્યા અને મહમ્મદ કયારેય કોઈ મોટી તક આપી.આવાં કંઇક આરોપ લાગ્યાં છે આર.ડી. બર્મન પર.પણ તથ્ય કંઇક અલગ છે.સત્ય અને તથ્ય શું છે, તેના વિષે આપણે વિગતવાર વાત કરીશું આજની કડીમાં.આર.ડી.બર્મન યાને પંચમદા સ્વતંત્ર સંગીતકાર બન્યાં વર્ષ ૧૯૬૧માં, ફિલ્મનું નામ હતું. ‘છોટે નવાબ.’અને પંચમદાએ તેમની પહેલી જ ફિલ્મમાં મહમ્મદ રફી પાસે છ ગીતો ગવડાવ્યા હતાં.અને બીજા એવાં છ ગીતો માટે મહમ્મદ રફીએ પંચમદાની એ ફિલ્મમાં પણ સ્વર આપ્યો હતો, જે ફિલ્મ આર.ડી.બર્મન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઇ.એ ફિલ્મનું નામ હતું ‘તીસરી મંઝીલ’.એ પછી ...Read More

24

અતીતરાગ - 24

અતીતરાગ-૨૪આજે વાત કરીએ એક એવાં અભિનેતાની જેનું નામ સાંભળતા સૌના ચહેરા પર એક સહજ સ્માઈલ આવી જાય. એક એવાં અને હાસ્ય કલાકાર જેમણે ઉત્તમ અને નિર્દોષ કોમેડી કરી સૌ સિને રસિકોનું ભરપુર મનોરંજન કર્યું. તેમનું પાત્ર આપણા પરિવારના સ્વજન જેવું લાગતું, પોતીકું લાગતું.ફિલ્મી પરદે જયારે જયારે તેમના ભાગે કોઈ સારી અભિનેત્રીની જોડે ભૂમિકા ભજવવાની તક મળી ત્યારે ત્યારે જાલિમ બોલીવૂડના પ્રોડ્યુસર યા ડાયરેકટર તેમના પાત્રનો અચાનક જ ધ એન્ડ લાવી દેતાંપછી તે પાત્ર ફિલ્મ ‘મેરે અપને’માં મીનાકુમારીની સામે હોય અથવા ‘મિલન’ ફિલ્મમાં નૂત્તનની સામે.તેઓએ ક્લીન કોમેડીથી આપણને હસાવતાં, અને હસતાં હસતાં સિનેમાઘરની બહાર લાવતાં.જી, હાં તમારું અનુમાન શત્ત પ્રતિશત્ત ...Read More

25

અતીતરાગ - 25

અતીતરાગ-૨૫આજની કડીમાં આપણે વાત કરીશું.બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી વિષે.જેને આપણે સૌ તેના ફિલ્મી નામથી ઓળખીએ છીએ.જ્હોની વોકર.આ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી જ્હોની વોકર બન્યાં કઈ રીતે ?ઇન્દોરમાં જન્મેલા જ્હોની વોકર કઈ પરિસ્થિતમાં મુંબઈ આવ્યાં. ?અને બોમ્બે ઇલેક્ટ્રિકસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ ( BEST ) બસના કંડકટર બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીને બોલીવૂડમાં લાવ્યું કોણ ? જ્હોની વોકર વિષે આવી કંઇક ઈન્ટરેસ્ટીંગ વાતોનો ખુલાસો કરીશું આજની કડીમાં.બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી ઉર્ફે જ્હોની વોકરનો જન્મ થયો હતો ઇન્દોરમાં તારીખ હતી. ૧૧ નવેમ્બર ૧૯૨૬.તેમના પિતાજી એક મિલ વર્કર હતાં. કોઈ કારણોસર તેમના પિતાની જોબ જતી રહી અને તે પછી તેઓ શિફ્ટ થયાં મુંબઈ.જ્હોની વોકરનું બચપણ સંઘર્ષભર્યા દિવસોમાં વીત્યું. ...Read More

26

અતીતરાગ - 26

અતીતરાગ-૨૬‘સીન વન.. ટેક વન ..મૂહર્ત શોટ ,... કલેપ’આવું બોલવામાં આવે છે, કોઈપણ ફિલ્મનો કોઈપણ શોટ શૂટ કરતાં પહેલાં. ક્લેપ આવું બોલતાં હોય છે, ક્લેપર બોય.સુપર સ્ટાર રાજેશ ખન્નાની એક સુપરહિટ ફિલ્મના મુહુર્ત શોટ માટે કલેપ આપ્યો હતો, બોલીવૂડના એક લીજન્ડ કલાકારે. એક આઇકોનિક અદાકાર જેઓ ક્લેપર બોય બન્યાં હતાં.કોણ હતાં એ દિગ્ગજ કલાકાર જે યશરાજ બેનરની સ્થાપનાના શ્રી ગણેશની યાદગાર ક્ષણના ભાગીદાર બન્યાં હતાં ?જાણીશું આજની કડીમાં.ફિલ્મનો શોટ શૂટ કરતાં પહેલાં ક્લેપ આપવામાં આવે છે. જે ક્લેપ પર શોટ નંબર અંકિત કરેલાં હોય છે. ફિલ્મમાં જેટલાં શોટ, એટલાં ક્લેપ.આ પ્રક્રિયાના કારણે ફિલ્મના એડિટરને તેમનુ કામ કરવામાં ઘણી સરળતા રહે ...Read More

27

અતીતરાગ - 27

અતીતરાગ-૨૭આપ શત્રુઘન સિંહાની પહેલી બે ફિલ્મો જોશો તો તેમાં આપને ફિલ્મી પરદા પર શત્રુઘન સિંહા નામ વાંચવા નહીં મળે.કારણ તે બંને પ્રારંભિક ફિલ્મોમાં તેમનું નામ શત્રુઘન સિંહા નહતું.તેમણે જે નામ રાખ્યું હતું તે નામ અને તેમની ઈમેજ સાથે કોઇપણ તાલમેળ નહતો બેસતો.શું નામ હતું શત્રુઘન સિંહાનું ? અને એ બે ફિલ્મોના શું નામ હતાં ?વર્ષ ૧૯૬૭માં શત્રુઘન સિંહા પુનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા (FTII ) માંથી એક્ટિંગનું પ્રશિક્ષણ લઈને આવેલાં.સામાન્ય રીતે કોઇપણ ગ્રેજ્યુએટ તેમના ગ્રેજ્યુએશન પછી જોબની તલાશમાં હોય એમ શત્રુઘન સિંહા પણ ચક્કર લાગવવા લાગ્યાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની ઓફીસની આસપાસ.શત્રુઘન સિંહા પાસે ડીગ્રી તો હતી પણ ...Read More

28

અતીતરાગ - 28

અતીતરાગ-૨૮૧૯૭૦નો દાયકો.તે સમય હતો રોમાન્ટિક ફિલ્મી દૌરનો.અને ત્યારે રોમાન્ટિક કિંગ હતાં સુપરસ્ટાર રાજેશ ખન્ના.દરેક મોટા ગજાના પ્રોડ્યુસર્સની પહેલી પસંદ રાજેશ ખન્ના.પણ જે પ્રોડ્યુસરનું બજેટ મર્યાદિત રહેતું, તે બીજા કલાકારો તરફ નજર દોડાવતાં.અને એ બીજા કલાકારોમાં તાજો અને તરવરતો એક ચહેરો એવો હતો જેને સૌ ‘ગરીબોનો રાજેશ ખન્ના’ કહેતાં.અને તે નવજુવાન કલાકારની પહેલી જ ફિલ્મે બોક્સ ઓફીસ પર ધમાલ કરતાં રજત જયંતિ મનાવી.વર્ષ ૧૯૭૦.ફિલ્મ હતી ‘સાવન ભાદોં’અને જેને જોઇને પરાણે વ્હાલ ઉપજે એવાં હેન્ડસમ હીરોનું નામ હતું નવીન નિશ્ચલ.આજની કડીમાં વાત કરીશું એ ડાબા હાથે મુકાયેલા નામ વિષે.નવીન નિશ્ચલનો જન્મ થયો હતો લાહોરમાં. પણ તેની ફિલ્મી કેરિયરના કુંપળ ત્યારે ફૂટ્યાં ...Read More

29

અતીતરાગ - 29

અતીતરાગ-૨૯‘દિલીપકુમાર’હિન્દી ફિલ્મ જગતનું એક એવું નામ જે લાખો લોકોના આદર્શ હતાં.જેમને જોઇ જોઇને કંઇક કલાકારો અભિનયની એ બી સી શીખ્યા.તેમની અભિનયની બુલંદીથી અનેક નામી કલાકરો પણ પ્રભાવિત હતાં.આજે હું એક એવા દિલીપકુમાર દીવાનાનો ઉલ્લેખ કરવાં જઈ રહ્યો છું, જેમણે માત્ર દસ વર્ષની ઉંમરમાં દિલીપકુમારની ફિલ્મો જોઇને એક્ટર બનવાનો ભેખ લીધો. અને સમગ્ર જીવન ફિલ્મ જગતને અપર્ણ કરી દીધું.અને દસ વર્ષની વયે દિલીપકુમારને પરદા પર જોઇને જેણે બાળ સહજ પણ એવું કઠોર પ્રણ લીધું કે, સમય જતાં એ બાળકના ડીરેક્શનમાં દિલીપકુમારે કામ પણ કર્યું અને ઢગલાં બંધ સુપરહિટ ફિલ્મો પણ આપી.બાલ્યાવસ્થામાં દિલીપકુમારની ફિલ્મથી અંજાઈને તેમણે તેમનું નામ પણ એ ફિલ્મમાં ...Read More

30

અતીતરાગ - 30

અતીતરાગ-૩૦રાજ બબ્બરવર્ષ ૧૯૫૨, આગ્રામાં જન્મેલા રાજ બબ્બરે નાટ્ય જગતમાં કામ કરતાં કરતાં અને હિન્દી જગતમાં આવતાં પહેલાં બે સુપરહિટ સાઈન કરી લીધી હતી.પણ...છેલ્લી ઘડીએ તે બન્ને ફિલ્મોમાંથી તેમને હટાવી દેવામાં આવ્યાં.અને જોગાનુજોગ જુઓ..એ બંને ફિલ્મોની અભિનેત્રી હતી સ્મિતા પાટીલ.કઈ હતી એ બે સુપરહિટ ફિલ્મો ? શું હતો એ કિસ્સો ?જાણીશું આજની કડીમાં.આ વાત છે વર્ષ ૧૯૭૦ની.એ સમયે રાજ બબ્બર દિલ્હી સ્થિત હતાં અને થીએટર કરતાં.સુપ્રસિદ્ધ લેખક જોડી સલીમખાન અને જાવેદ અખ્તર પણ દિલ્હીમાં અવારનવાર નાટકો જોવાં જતાં.એ સમયે તેઓ એક વાર્તા ઘડી રહ્યાં હતાં. અને તેઓને એવું લાગ્યું કે તે વાર્તાના પાત્ર માટે રાજ બબ્બર યોગ્ય કલાકાર છે.રાજ બબ્બરની ...Read More

31

અતીતરાગ - 31

અતીતરાગ-૩૧વર્ષ ૧૯૭૦માં હિન્દી ફિલ્મ જગતમાં એક અલગ વિષય પર ફિલ્મો બનાવનાર એક અલગ સમુદાય હતો. તે ફિલ્મોના નિર્માતા, કલાકાર દર્શકોનો ટેસ્ટ બિલકુલ જુદો જ હતો. તે ફિલ્મ મેકર્સ અને અભિનેતા મધ્યમ વર્ગનું પ્રતિબિંબ યા તો મધ્યમ પરિવારની વાચાનું બખૂબી પરદા પર એવું નિરૂપણ કરતાં, જે જોઇને સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ તેની છબી ફિલ્મી પરદે જોઇને તેની બધી જ વિટંબણા ત્રણ કલાક માટે વિસરી જતો.તે પ્રકારની ફિલ્મ નિર્માણના હિમાયતી અને સુત્રધાર હતાં.. ગુલઝાર, ઋષિકેશ મુખરજી, યા તો બાસુ ચેટરજી. જે આમ આદમીની ખાસ ફિલ્મો હતી. આવી હટકે ફિલ્મોનું પ્રતિનિધિત્વ કરતાં, મહા નાયકનું નામ હતું.. ‘અમોલ પાલેકર’.ધ બોય લાઇક નેક્સ્ટ ડોર.અમોલ ...Read More

32

અતીતરાગ - 32

અતીતરાગ-૩૨બોલીવૂડ હિસ્ટ્રીમાં કોઈ અભિનેત્રીનું કમબેક સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદિત રહ્યું હોય તો તે કમબેક હતું..અભિનેત્રી ડીમ્પલ કાપડિયાનું.આજની કડીમાં કરીશું ડીમ્પલ કાપડીયાના એ વિવાદિત કમબેકના કારણો વિશે.વર્ષ ૧૯૭૩માં રીલીઝ થયેલી ‘બોબી’ની અપાર સફળતાથી ડીમ્પલ કાપડિયા માત્ર બોલીવૂડમાં જ નહીં પણ ઘરે ઘરે એ ગુજરાતી છોડીનું નામ જાણીતું થઇ ગયું.ઘણાં લોકો એવું કહેતાં કે, ‘બોબી’ જોઇને સુપરસ્ટાર રાજેશ ખન્ના ડીમ્પલ કાપડિયા પર ઓળઘોળ થઇ ગયાં. પણ આ વાતમાં તથ્ય નથી. કારણ કે ડીમ્પલ અને રાજેશ ખન્નાના મેરેજ થયાં હતાં માર્ચ ૧૯૭૩માં અને ફિલ્મ ‘બોબી’ રીલીઝ થઇ હતી. ૨૮ સપ્ટેમ્બર ૧૯૭૩ના દિવસે.પણ ડીમ્પલ લગ્નજીવનમાં બંધાઈ ચુકી છે એ વાત ‘બોબી’ રીલીઝ ...Read More

33

અતીતરાગ - 33

અતીતરાગ-૩૩જયારે જયારે અનારકલીનો ઉલ્લેખ થાય ત્યારે સૌને મધુબાલા અથવા ફિલ્મ ‘મુગલ-એ આઝમ’નું સ્મરણ થાય.પણ ‘મુગલ-એ આઝમ’ના ઘણાં વર્ષો પહેલાં કોઈએ ‘અનારકલી’ના અમર પાત્રને તેના અનન્ય અભિનયના ઓજસ થકી ફિલ્મી પરદે ઉત્તમ રીતે ઉજાગર કર્યું હતું. તેનું નામ હતું..‘બીના રાય’ એ બેહદ ખૂબસૂરત અદાકારા બીના રાય વિષે વાત કરીશું, જેને ગઈકાલની પેઢી થોડી વિસરી ગઈ છે. બીના રાય, એ નામ પાછળથી પડ્યું. મૂળ નામ હતું ક્રિષ્ના સરીન. જન્મ થયો હતો વર્ષ ૧૯૩૧માં લાહોર ખાતે. તે વખતે ભારત અને પાકિસ્તાન નહતું પણ, હિન્દુસ્તાન હતું.ત્યાંથી તેમનો પરિવાર સ્થળાંતરિત થયો ઉત્તર પ્રદેશના લખનૌમાં. ત્યાં તેમણે લખનૌની કોલેજમાં એડમીશન લીધુ ૧૯૫૦માં.ત્યાં તેમની નજર પડી, ...Read More

34

અતીતરાગ - 34

અતીતરાગ-૩૪આજની પેઢીએ અશોકકુમારને મોટા ભાગે ફિલ્મી પરદા પર ચરિત્ર અભિનેતાના પાત્રમાં જોયાં હશે. પણ એક જમાનો હતો, જયારે અશોકકુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લીડીંગ હીરોના જાનદાર પાત્રો પરદા પર ભજવતાં. વર્ષ ૧૯૫૦માં આવેલી તેમની એક સુપર સકસેસ ફૂલ ફિલ્મ, જે લાખો રૂપિયાનો બિઝનેશ કરી રહી હતી. તે ફિલ્મ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો.પ્રતિબંધ મુકવા પાછળનું કારણ હતું.. ફિલ્મની અપાર સફળતા. સફળતા ? ફિલ્મની સફળતાથી સરકારને શું નુકશાન થઈ શકે ?કઈ હતી એ ફિલ્મ ? અને શું કારણ હતું પ્રતિબંધ મુકવા પાછળનું ? જાણીશું આજની કડીમાં.આજે અશોકકુમારની એક એવી ફિલ્મ વિષે વાત કરીએ જેના ડીરેક્ટર હતાં જ્ઞાન મુખરજી. અને જેમાં આસિસ્ટ ડીરેક્ટર ...Read More

35

અતીતરાગ - 35

અતીતરાગ-35 દેવ આનંદ અને સુરૈયા. આ એક એવી રીલ લાઈફ જોડી હતી જે રીઅલ લાઈફ જોડી પણ શકી હોત. જો સંગીતકાર નૌશાદે એક એન્ટી હિંદુની ટોળકીની આગેવાની ન કરી હોત તો. નૌશાદ એવું ઇચ્છતાં હતાં કે, હિંદુ દેવ આનંદ સાથે સુરૈયાના લગ્ન કરવાં કરતાં સુરૈયા તેમની ઉંમર કરતાં ૧૮ વર્ષ મોટા, વિવાહિત અને બાળ બચ્ચાં વાળા વ્યક્તિ સાથે સુરૈયા લગ્ન કરે તો નૌશાદને કોઈ વિરોધ નહતો, પણ હિંદુ દેવ આનંદ જોડે તો હરગીઝ નહીં. એ કોણ હતું, જેની જોડે નૌશાદ, સુરૈયાના લગ્ન કરાવવા ઇચ્છતા હતાં.? અને કોણ કોણ સામેલ હતું નૌશાદની ટોળકીમાં, દેવ અને ...Read More

36

અતીતરાગ - 36

અતીતરાગ-૩૬‘મૂડ મૂડ કે ના દેખ મૂડ મૂડ કે..’આશરે છ દાયકા પહેલાં વર્ષ ૧૯૫૫માં આવેલી સુપરહિટ ફિલ્મના આ યાદગાર ગીતના શબ્દો સંભાળતા તરત જ નજર સમક્ષ આવી જાય.. ‘શ્રી ૪૨૦’ના એ મારકણી અદાના અદાકારા ‘નાદીરાજી.’આજની કડીમાં વાત કરીશું ‘નાદીરાજી’ની નાયાબ અભિનય કરીકીર્દી વિષે.નાદીરાજીનો જન્મ થયો હતો ઈરાકના બગદાદ શહેરના યહૂદી પરિવારમાં. તેમનું નામકરણ થયું ‘ફરહદ’,એ પછી તેમની નાની વયમાં જ તેમનો પરિવાર સ્થળાંતર થયો બગદાદથી બોમ્બે.બોમ્બે સ્કૂલમાં એડમીશન લેતાં સમયે તેમનું ફરી એક વખત નામકરણ થયું. ‘ફરહદ’નું થયું ફ્લોરેન્સ.જયારે નાદીરાજીની ઉમ્ર ૧૫ યા ૧૬ વર્ષની હતી, ત્યારે તેમના પર નજર પડી મશહુર ડીરેક્ટર મહેબૂબ ખાનના પત્ની સરદાર અખ્તરની.સરદાર અખ્તરની કલા ...Read More

37

અતીતરાગ - 37

અતીતરાગ-૩૭આજની કડીમાં આપણે એક એવી ફિલ્મી શખ્સિયત વિષે ચર્ચા કરીશું જેના વિષે ખુબ ઓછુ કંઇક અથવા કયાંક લખાયું હશે.આજે રાજેશ ખન્નાની સાળી અને ડીમ્પલ કાપડિયાની નાની બહેન સિમ્પલ કાપડિયા વિશે ચર્ચા કરીશુંસિમ્પલ કાપડીયાના નામથી બોલીવૂડ ત્યારે પરિચિત થયું જયારે વર્ષ ૧૯૭૭માં તેમણે પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર પદાર્પણ કર્યું, તેના જીજાજી રાજેશ ખન્ના સાથે.તે ફિલ્મના ડીરેક્ટર હતાં, શક્તિ સામંત. તે સમયે સિમ્પલ કાપડીયાની ઉમ્ર હતી માત્ર ૧૯ વર્ષ. ફિલ્મ હતી .. ‘અનુરોધ’ ફિલ્મના ગીતો ચાલ્યાં પણ ફિલ્મ ન ચાલી.ફિલ્મ ન ચાલવાનું એક કારણ એવું પણ ચર્ચિત હતું કે, ‘ફિલ્મ ‘બોબી’ની હોરોઈન ડીમ્પલ કાપડીયાની બહેનનું ફિલ્મી દુનિયામાં ધમાકેદાર આગમન....’ ફિલ્મની પબ્લિસીટીમાં ...Read More

38

અતીતરાગ - 38

અતીતરાગ-૩૮હિન્દી ફિલ્મ જગતના બે દિગ્ગજ કલાકાર.રાજ કપૂર અને દિલીપકુમાર.બોલીવૂડમાં પગપેસારો કરવા અથવા સિક્કો જમાવવા રાજ કપૂર પાસે તેમના પિતા કપૂરનું સોલીડ બેક ગ્રાઉન્ડ જ પુરતું હતું. એટલે તેમનો સંઘર્ષ આસાન રહ્યો.પણ દિલીપકુમાર તો બોલીવૂડમાં દાખલ થવાની પગદંડીથી પણ અજાણ હતાં.છતાં દિલીપકુમારની હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી થતાં પહેલાં જ રાજ કપૂર કરતાં દિલીપકુમારને દસ ગણા મહેનતાણાની ઓફર થઇ.એ કઈ રીતે શક્ય બન્યું ? કેમ અને કેવી રીતે દિલીપકુમારનું બોલીવૂડમાં આગમન થયું. ? એ રસપ્રદ કિસ્સો જાણીશું આજના એપિસોડમાં.આ ઘટના છે વર્ષ ૧૯૪૨ની. બીજા વિશ્વ યુદ્ધનો સમયગાળો હતો.રાજ કપૂર જોબ કરતાં હતાં બોમ્બે ટોકીઝ સ્ટુડીઓમાં.તેઓ આસિસ્ટ કરી રહ્યાં હતાં ડીરેક્ટર અમીયા ...Read More

39

અતીતરાગ - 39

અતીતરાગ-૩૯ખ્યાતનામ અભિનેત્રી આશા પારેખને થોડા દિવસના શૂટિંગ પછી તેમની પહેલી ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યાં હતાં.કેમ ? અને કઈ હતી ફિલ્મ ?જાણીશું આજની કડીમાં.. આશા પારેખનું બોલીવૂડ આગમન બિમલ રોયને આભારી છે. બિમલ રોયે પહેલીવાર આશા પારેખને ડાન્સ કરતાં જોયા હતાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં.તે સમયે આશા પારેખની વય હતી માત્ર દસ વર્ષ. પણ તે દસ વર્ષની ઉંમરમાં આશા પારેખની નૃત્ય પ્રત્યેની રુચિ જોઇને બિમલ રોયે નક્કી કર્યું કે, તે તેમની ફિલ્મમાં આશા પારેખને જરૂર તક આપશે.પણ અડચણ એ હતી કે આશા પારેખની માતાનો એવો આગ્રહ હતો કે અત્યારે તેના અભ્યાસનો સમય છે, આટલી નાની વયે ફિલ્મોમાં કામ કરીને શું કરશે ...Read More

40

અતીતરાગ - 40

અતીતરાગ-૪૦જરૂરી નથી એક જ ક્ષેત્રમાં સજોડે કામ કરતી બે વ્યક્તિની પ્રકૃતિ કે વિચાર મળતાં આવે. તે બંને સાવ તદ્દન વિચારધારા ધરાવતી વ્યક્તિ પણ હોઈ શકે.મહાન સંગીતકાર જોડી શંકર-જયકિશનની માફક.શંકર અંતર્મુખી હતાં અને જયકિશનને ટોળામાં રહેવું ગમતું. શંકર ચાના શોખીન હતાં અને જયકિશન ડ્રીંક્સના. કામ આટોપીને શંકર ઘરે જવાનું પસંદ કરતાં અને જયકિશન મહેફિલ માણવાનું.સઘળું અલગ છતાં સંબંધનો સેતુ સંધાયો સંગીત દ્વારા. અંત સુધી એકસુત્રની માળામાં બંધાઈ રહ્યાં, મ્યુઝીકના માધ્યમથી.અલગ છતાં એકનું શું કારણ હતું એ જાણીશું આજની કડીમાં.જયારે જયકિશનના લગ્ન થયાં પલ્લવીજી જોડે ત્યારે કન્યાદાન કરવાનો અમુલ્ય અને અવિસ્મરણીય અવસર મળ્યો શંકરને.મુંબઈ શહેરનું એક જાણીતું સ્થળ, ક્રિકેટ ક્લબ ઓફ ...Read More

41

અતીતરાગ - 41

અતીતરાગ-૪૧‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના..’‘તીતર કે દો આગે તીતર.. તીતર કે દો પીછે તીતર...’‘જબ ભી યે દિલ હોતા હૈ...’‘વાદા કર લે સાજના .. મેરે બીના તુ ના રહે...’‘યે કૌન આયા રોશન હો ગઈ મહેફિલ....’આ સિવાય પણ બીજા ઘણાં ગીતો છે.. પણ આ ગીતો સાંભળતા તમને કોઈ હિરોઈનનું નામ યાદ આવે ખરાં ?એક એવી અભિનેત્રી, જે તેના અભિનય કરતાં અફેરના કારણે વધુ પ્રચલિત હતી.જી, હાં સીમી ગરેવાલ.સીમી ગરેવાલ વિષે વાત કરીશું આજની કડીમાં.સીમી ગરેવાલ એક એવી અભિનેત્રી હતી જેણે ક્યારેય દુનિયાની પરવા કરી નથી.આજથી પાંચ દાયકા પહેલાં સીમીએ ફિલ્મી પરદા પર એવાં ઉત્તેજક અને કામુક દ્રશ્યો ભજવ્યા હતાં ...Read More

42

અતીતરાગ - 42

અતીતરાગ-૪૨હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક એવી હિરોઈન, જેણે માત્ર અગિયાર વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટીસ્ટથી ફિલ્મી કારકિર્દીના સંઘર્ષની શરૂઆત કર્યા પછી લાઈફ ટાઈમ એવીચીવમેન્ટ સહીત બીજા પાંચ નામાંકિત એવોર્ડ તેના નામે કર્યા. તે હિરોઈનના સંઘર્ષના દિવસોમાં તેની સાથે જીતેન્દ્ર અને શશી કપૂરે કામ કરવાની ના પાડી દીધી હતી.ત્યારબાદ સમયચક્ર ફરતાં તે ઇન્ડસ્ટ્રીઝની ટોપની હિરોઈન બની જતાં, જીતેન્દ્ર અને શશી કપૂર તેની જોડે કામ કરવા અધીરા હતાં..‘બિંદીયા ચમકેગી ..’‘જય જય શિવ શંકર...’‘યે રેશમી ઝૂલ્ફે...’ ‘મેં તેરે ઈશ્ક મેં..’‘લે જાયેંગે.. લે જાયેગે...’‘કરવટે બદલતે રહે...’બસ એ સફળ હિરોઈનની ઓળખ માટે આટલાં ગીતોની યાદી પર્યાપ્ત છે.મશહુર અભિનેત્રી ‘મુમતાઝ’ની ફિલ્મી કેરિયર વિષે વાત કરીશું આજની કડીમાં.મુમતાઝનો ...Read More

43

અતીતરાગ - 43

અતીતરાગ-૪૩મહાન ડીરેક્ટર, પ્રોડ્યુસર મહેબૂબખાન નિર્મિત ‘મધર ઇન્ડિયા’ તે સમયગાળાની ખુબ ખર્ચાળ ફિલ્મ હતી. અને તે ફિલ્મે સૌથી વધુ કમાણી કરી હતી. મહેબૂબખાને તેની સઘળી મૂડી ‘મધર ઇન્ડિયા’ ફિલ્મના નિર્માણ પાછળ ખર્ચી નાખી.અને જયારે એ સઘળી મૂડી ખર્ચતા પણ નિર્માણ કાર્ય અટકી પડ્યું ત્યારે મદદે આવ્યાં ફિલ્મના હિરોઈન નરગીસજી. નરગીસજીએ મહેબૂબ ખાનને ખૂટતી આર્થિક સહાય કરી..કરી રીતે ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું નિર્માણ સંપ્પન થયું તેના વિશે જાણીશું આજની કડીમાં.‘મધર ઇન્ડિયા’ મૌલિક સર્જન નથી. મહેબૂબ ખાને વર્ષ ૧૯૪૦માં ડીરેક્ટ કરેલી ફિલ્મ ‘ઔરત’ની રીમેક હતી ‘મધર ઇન્ડિયા’. ‘ઔરત’ ભારતની આઝાદી પહેલાં બની હતી એટલે જુનવાણી પધ્ધતિ અને રીતિ રીવાજો મુજબ બની હતી. ફિલ્મ ...Read More

44

અતીતરાગ - 44

અતીતરાગ-૪૪આજની કડીમાં આપણે ચર્ચા કરીશું હિન્દુસ્તાન અને પાકિસ્તાનની બે મહાન જગ મશહુર ગાયિકાઓ વિશે.હિન્દુસ્તાનની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને મલ્લિકા-એ-તરન્નુમ નૂરજહાં.કઈ રીતે બન્ને દિગ્ગજ પહેલીવાર અને ક્યાં મળ્યાં અને કઈ રીતે તેમની વચ્ચે સાત સૂરના સરગમ જેવો મધુર સંબંધ પાંચ દાયકા સુધી સળંગ રહ્યો. સ્વર સંબંધના નિયતિની સંગતી અને સંયોગના સંવાદનો સત્સંગ કરીશું આજની કડીમાં.. લતાજી અને નૂરજહાં બેગમની પ્રથમ મુલાકાત થઇ, તે વર્ષ હતું, ૧૯૪૫નું. આ એ સમય હતો જયારે બે સુપર સ્ટાર સિંગરના સિક્કા પડતા હતાં. એક હતાં કે.એલ.સાયગલ અને બીજા હતાં નૂરજહાં.નૂરજહાં જાદુઈ સ્વરના માલકિન અને અભિનેત્રી પણ હતાં. તેઓ બેહદ ખૂબસૂરત હતાં એટલે સૌ તેને ...Read More

45

અતીતરાગ - 45

અતીતરાગ-૪૫‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો....’આજની કડી માટે જે અભિનેત્રીના નામનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું, તેની ઓળખ ઉપરોક્ત ગીતના શબ્દો કાફી છે. જી હાં, બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ઝીન્નત અમાન. જીન્નત અમાનના અનેક કિરદારમાંથી બે કિરદાર ચર્ચિત રહ્યાં.પહેલું ‘હરે રામ હરે ક્રિશ્ના’માં ‘જેનીશ’નું કેરેક્ટર અને બીજું ‘સત્યમ શિવમ સુન્દરમ્’માં ‘રૂપા.’નું કેરેક્ટર.ધ ગ્રેટ શો મેન રાજ કપૂરને તેની રૂપા ક્યાં અને કરી રીતે મળી ? તે વિષે વાત કરીશું આજની કડીમાં.વર્ષ ૧૯૭૮માં રીલીઝ થયેલી આર.કે. બેનરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’ના નિર્માતા, નિર્દેશક અને એડિટર હતાં, રાજ કપૂર.‘સત્યમ શિવમ સુન્દરમ’માં ઝીન્નત અમાને ભજવેલા રૂપાના પાત્ર માટે સૌ પ્રથમ રાજ કપૂરે ...Read More

46

અતીતરાગ - 46

અતીતરાગ-૪૬ઢીશુમ...ઢીશુમ... કર્યું, લતા મંગેશકરે.ઢીશુમ ઢીશુમ... અને તે પણ લતા મંગેશકર. ?કોઇકાળે માનવામાં ન આવે તેવી આ વાત છે.હાં, વાત છે, લડાઈ થઇ હતી પણ શારીરિક નહિ,શાબ્દિક.આ ઘટના છે વર્ષ ૧૯૫૭ની. તે સમયમાં એ સિદ્ધાંતની લડાઈ ખાસ્સી ચર્ચાસ્પદ રહી હતી.હક્ક, હિસ્સા અને અધિકારના મુદ્દાની મારામારી થઇ હતી, લતા મંગેશકર અને શંકર- જયકિશન વચ્ચે. અને ઝઘડાનું મૂળ હતું ફિલ્મફેર એવોર્ડ.આખરે શું હતો તે કિસ્સો ? અને અંતે કોણ બાજી મારી ગયું...? જાણીશું આજની કડીમાં.આજના સમયમાં જયારે કોઈ એવોર્ડ ફંકશનમાં વિજેતાનું નામ જાહેર કરવામાં આવે છે ત્યારે, મંચ પર આવી, સીલબંધ કવરમાંથી એક પરચી કાઢી, તેમાંનું નામ વાંચ્યા પછી તે વિનરનું નામ ...Read More

47

અતીતરાગ - 47

અતીતરાગ-૪૭કિશોરકુમારના ગીતો પર પ્રતિબંધ.ભારતની આઝાદીના અઢી દાયકા બાદ એટલે કે, ૨૫ વર્ષ પછી રેડીઓ અથવા દૂરદર્શન જેવાં સરકારી જાહેર પર ગાયક કિશોરકુમારના ગીતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.તે સમયગાળો હતો વર્ષ ૧૯૭૫થી ૧૯૭૭ સુધીનો. અને આ હિટલર શાહી જેવી સરમુખત્યાર રંજાડની બાગડોર હતી. તે સમયના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મીનીસ્ટર વિધા ચરણ શુક્લાના હાથમાં.વિદ્યા ચરણ શુક્લાના તઘલખી ફરમાનના આદેશથી કિશોરકુમારના સોંગ્સ પર પાબંદી મુકવામાં આવી હતી.શું હતો એ પૂરો માજારો ?ચર્ચા કરીશું આજના એપિસોડમાં.વર્ષ ૧૯૭૫માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તે સમયના રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદને એવું કહ્યું કે, ‘દેશમાં અચનાક ઊભાં થયેલાં આંતરિક વિઘ્નોને અંકુશમાં લાવવાં માટે દેશભરમાં કટોકટી ...Read More

48

અતીતરાગ - 48

અતીતરાગ-૪૮એ સમયની વાત કરીશું જયારે ફિલ્મોમાં પાર્શ્વગાયકોની ભૂમિકા નહતી.તે સમયમાં ફિલ્મના કલાકારો જ પરદા પર ગીતો ગાતા હતાં.તે સમયે દિલો પર રાજ કરતાં હતાં. કુંદનલાલ સાયગલ.અને એ કરોડો દિલોમાં એક દિલ હતું. મુકેશચંદ્ર માથુરનું.જેને આપણે સૌ ગાયક મુકેશના નામથી ઓળખીએ છીએ.તે સમયમાં મુકેશજી તરુણાવસ્થામાં હતાં અને કે.એલ.સાયગલના ડાઈ હાર્ડ ફેન હતાં.આજના એપિસોડમાં ચર્ચા કરીશું... મહાન ગાયક મુકેશ વિષે.૨૨ જુલાઈ ૧૯૨૩માં દિલ્હી ખાતે જન્મેલા મુકેશજી,બહોળો પરિવાર હતો. દસ ભાઈ બહેનોમાં મુકેશ છઠા નંબરે હતાં.સંગીત મુકેશજીને શીખવાડવામાં નહતું આવ્યું પણ, જાતે જ શીખ્યા હતાં.મુકેશજીની મોટી બહેનને સંગીત શીખવાડવા માટે સંગીત ગુરુ તેમના ઘરે આવતાં અને મુકેશજી બાજુના રૂમમાં બેસી, તેમને સાંભળી ...Read More

49

અતીતરાગ - 49

અતીતરાગ-૪૯હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકરોના એવરેજ એજ્યુકેશન ક્વોલિફીકેશન નજર નાખો તો પરિણામ નબળું આવશે.ખુબ ઓછા પ્રમાણમાં ફિલ્મી કલાકરોએ હાયર એજ્યુકેશન ડીપ્લોમાં કે ડીગ્રી હાંસિલ કરી હોય.આગામી કડીમાં આપણે એક એવાં મલ્ટી ટેલેન્ટેડ અદાકારની વાત કરવાના છીએ જે એકટર પણ હતાં, ડાયલોગ રાઈટર પણ હતાં, થીએટર આર્ટીસ્ટ પણ હતાં, સ્ટોરી રાઈટર પણ હતાં, ટોચના કોમેડિયન પણ હતાં. નામી વિલન પણ હતાં,ડીરેક્ટર પણ હતાં, જે સિવિલ ઇન્જીનીયરીંગના પ્રોફેસર પણ હતાં, અને ... જેમને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.. સિવિલ ઈન્જીનીયરીંગમાં...જેમણે સૌને ખુબ હસાવ્યાં ખુબ રડાવ્યા અને ખુબ ડરાવ્યા પણ ખરાં, ‘કાદરખાન.’ આજની કડી કદાવર વ્યક્તિત્વ ધરાવતાં કલાકાર કાદરખાનને નામ.આજે આપણે એ કાદરખાન વિષે ...Read More

50

અતીતરાગ - 50

અતીતરાગ-૫૦માત્ર ચૌદ વર્ષની ઉમ્રમાં અભ્યાસ પડતો મુકીને ફિલ્મના પડદા પર આવવું પડ્યું.અભિનેત્રી રેખાને.એવી તે શું મજબૂરી હતી ?તે વિષે વિગત જાણીશું આજની કડીમાં.અભિનેત્રી રેખાના પિતા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સુપર સ્ટાર તરીકે જાણીતાં હતાં.નામ હતું જેમિની ગણેશન.રેખાની માતાજી પણ તમિલ ફિલ્મોની એક્ટ્રેસ હતી. જેમનું નામ હતું પુષ્પાવલી.પુષ્પાવલીએ જેમિની ગણેશન સાથે ફિલ્મો પણ કરી હતી.ધીરે ધીરે રીલ લાઈફનો રોમાન્સ રીઅલ લાઈફમાં તબદીલ થઇ ગયો.જેમિની ગણેશન વિવાહિત હતાં.છતાં પણ જેમિની ગણેશને પુષ્પાવલી જોડે સંબંધ સાચવ્યો, પણ કયારેય લગ્ન ન કર્યા.પણ આ નામ વગરના સંબંધની સૂચિમાં એક નવું નામ ઉમેરાયું રેખાના સ્વરૂપમાં.૧૦ ઓક્ટોબર ૧૯૫૪માં રેખાનો જન્મ થયો.નામકરણ થયું ભાનુરેખાના નામથી.રેખાના પિતા જેમિની ગણેશનને ...Read More

51

અતીતરાગ - 51

અતીતરાગ-૫૧એકવાર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભાગલાં પડી ગયાં.અને બે અલગ અલગ જૂથ બની ગયાં.એક જૂથની આગેવાની કરતાં હતાં લતા મંગેશકર બીજા જૂથના આગેવાન હતાં મહમ્મદ રફી.લતા મંગેશકરના સમર્થન અને જૂથમાં જોડ્યા કિશોરકુમાર,તલત મહેમૂદ,અને મન્ના ડે જેવાં દિગ્ગજ સિંગર્સ.અને મહમ્મદ રફી સાબના ખેમામાં હતાં એક માત્ર આશા ભોંસલે.બન્ને જૂથના મતમતાંતરનો મુદ્દો હતો મહેનતાણાનો.અને આ મુદ્દાના કારણે તિરાડ પડી લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે. અને તેની ઊંડી અને ઉંધી અસર પડી પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સમગ્ર સંગીતક્ષેત્ર પર.લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે થયેલા સાર્વજનિક વિરોધમાં કોઈ ત્રીજી વ્યક્તિ ફાવી ગઈ હતી. શું હતો એ કિસ્સો ? ક્યાં સમયગાળમાં આ ઘટના બની ...Read More

52

અતીતરાગ - 52

અતીતરાગ-૫૨યોડલીંગ કિંગ, કિશોરકુમાર.હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મહાન ગાયક કિશોરકુમારે બોલીવૂડના અસંખ્ય નાયક માટે યાદગાર ગીતો ગાયા.પણ બોલીવૂડના આધાર સ્તંભ જેવાં દિગ્ગજ કલાકારો માટે ગાયક કિશોરકુમારને ફક્ત એક જ વખત તક મળી હતી, પ્લેબેક સિંગિંગની. કોણ હતાં એ મહાન કલાકાર ? જાણીશું આ કડીમાં.હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બે મહાન અભિનેતા માટે ગાયક કિશોર કુમારને પહેલી અને આખરી વખત ગાવાની તક મળી, એ બે જાજરમાન કલાકાર હતાં, રાજકપૂર અને દિલીપકુમાર.સૌ પ્રથમ આપણે વાત કરીએ, ધ ગ્રેટ શો મેન રાજ કપૂર સાબની.રાજ કપૂર માટે પ્લેબેક સિંગિંગની કિશોરકુમારને બીજી વખત તક જ ન મળી તેનું સબળ કારણ એ હતું કે, જે ફિલ્મમાં કિશોરકુમારે, રાજ કપૂર ...Read More

53

અતીતરાગ - 53

અતીતરાગ-૫૩તમને કોઈ એવી ફિલ્મનું યાદ છે, જે ફિલ્મમાં ફિલ્મનો હીરો પરદા પર અનવીઝીબલ થઇ જાય. મતલબ, ગાયબ થઇ જાય. આપ સૌ આસાનીથી કહેશો કે, જી હાં. ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા.’અચ્છા, તો હવે શું આપને એ ખ્યાલ છે કે, બોલીવૂડમાં ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડયા’ જેવી બીજી છ એવી ફિલ્મો બની ચુકી છે, જેમાં ફિલ્મનો નાયક પરદા પરથી અદ્રશ્ય થઇ જાય છે. ?કઈ છે, એ છ ફિલ્મો ?તેના વિષે જાણીશું આ કડીમાં.વર્ષ ૧૯૫૭માં, બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તદ્દન નવો કોન્સેપ્ટ લઈને એક એવી ફિલ્મ પરદા પર આવી કે, જે ફિલ્મમાં નાયક પરદા પર અનવીઝીબલ બની જાય, આલોપ થઇ જાય, અને પછી કંઈક અવનવા અઝબ ...Read More

54

અતીતરાગ - 54

અતીતરાગ- ૫૪વાત છે, એંસીના દસકની ફિલ્મ એવોર્ડની ચર્ચા કરીએ તો, તે સમયે ફક્ત એક ‘ફિલ્મફેર’ એવોર્ડ સંસ્થાનું જ અસ્તિત્વ ચાર દાયકા પહેલાં અપાયેલા એ ફિલ્મફેર એવોર્ડનો રેકોર્ડ, આજે પણ કોઈ તોડી નથી શક્યું.સૌથી નાની વયે મેળવેલાં પ્લેબેક સિંગરનો રેકોર્ડ. કોણ હતું એ સિંગર ? કે, જેણે ગાયેલા ગીતની ઘેલછા અને લોકપ્રિયતા આજે ચાર દાયકા પછી પણ અકબંધ છે. શું નામ હતું એ ફિલ્મનું ? વધુ વિગત જાણીશું આજની કડીમાં.આજે જે કિસ્સાનો ઉલ્લેખ કરી રહ્યો છું, તે વર્ષ ૧૯૮૧ના સમયગાળાની વાત છે.એકમાત્ર ‘ફિલ્મફેર’ સંસ્થા હિન્દી ફિલ્મ જગત સાથે સંકળાયેલા કલા કસબીઓને તેના અપ્રતિમ પ્રતિભાની સરાહના કરવાના સબબ માટે એવોર્ડ આપી ...Read More

55

અતીતરાગ - 55

અતીતરાગ’- ૫૫‘કિશોર કુમાર’આ નામ કાને પડતાં અથવા વાંચતા સૌ પ્રથમ ચિત્તમાં, ચિત્ર અંકિત થાય સદાબહાર ગાયક કિશોર કુમારનું. પરંતુ કિશોર કુમાર પચાસના દાયકામાં વ્યસ્ત અને પ્રખ્યાત અભિનેતા પણ રહી ચુક્યા હતાં. તે વાતથી આજની પેઢી કદાચ અજાણ હશે. અને તે સમયગાળા દરમિયાન કિશોર કુમાર અભિનીત ઘણી ફિલ્મો સફળ પણ રહી હતી.આજે કિશોર કુમારના સંદર્ભમાં જે વિષય પર વાત કરી રહ્યો છે, તેની ખાસ વિશેષતા એ છે કે. એ સમયગાળા દરમિયાન કિશોર કુમારે એક ફિલ્મના સોંગમાં એક નહીં.. બે નહીં.. પણ, પુરા સાત અલગ અલગ કિરદાર નિભાવ્યા હતાં. જી હાં સાત પાત્રો. સાત વિભન્ન વેશભૂષા એક જ ગીતમાં.કઈ હતી એ ...Read More

56

અતીતરાગ - 56

અતીતરાગ- ૫૬સામાન્ય રીતે સિલ્વર સ્ક્રીનની રીલ લાઈફ અને સંસારની રીયલ લાઈફમાં અનેક એવી પ્રેમ કહાની છે, જેની બલી ચડી ધર્મ અને જાતિવાદના નામ પર.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અનેક કલાકારોની રીઅલ લાઈફમાં પણ વિધર્મી પ્રેમ લગ્નની અનેક દાસ્તાન છે. જેમાં થોડી સફળ રહી અને ઘણી અસફળ.‘અતીતરાગ’ની આજની કડીમાં એક એવી અભિનેત્રીના પરિવારની વાત કરવાની છે, જેમને બાળ કલાકારથી અનાયાસે સંજોગોવસાત શરુ થયેલી ફિલ્મી કારકિર્દી તેમને છેક દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સુધી લઇ ગઈ.જી હાં, હું વાત કરી રહ્યો છું, અભિનેત્રી આશા પારેખની.હવે વિગતવાર ચર્ચા કરીશું આશા પારેખના માતા- પિતાની અનોખી અને સંઘર્ષપૂર્ણ પ્રેમ કહાની વિષે.ક્યાંથી શરુ થઇ આશા પારેખના પેરેન્ટ્સની ...Read More

57

અતીતરાગ - 57

અતીતરાગ- ૫૭આજની ‘અતીતરાગ’ સીરીઝની કડીમાં જે ફિલ્મ વિષે ઉલ્લેખ કરવાનો છું, તે ફિલ્મના કલાકારોની સૂચીમાં સામેલ હતાં, કિશોર કુમાર, સેન, ઉષા કિરણ, ડેવિડ, કેસ્ટો મુખરજી, મોહન ચોટી, નિરુપા રોય, દુર્ગા ખોટે, નાઝીર હુસેન અને અભિનય સમ્રાટ દિલીપ કુમાર.ફિલ્મના દિગ્દર્શક હતાં, ઋષિકેશ મુખરજી.શું આપને ફિલ્મનું નામ યાદ આવ્યું...?નામ કરતાં પણ આ ફિલ્મ વિષેની ચર્ચા એટલે વિશેષ છે, કારણ કે આ ફિલ્મમાં મહાન કલાકાર દિલીપ કુમારે કોઇપણ રકમનું આર્થિક વળતર લીધાં વગર, મતલબ વિનામુલ્યે તેમની ભૂમિકા બખૂબી ભજવી હતી. વિસ્તારમાં વધુ વિગત જાણીએ આ કડીમાં.ઋષિકેશ મુખરજી નિર્મિત અને દિગ્દર્શિત એ ફિલ્મમાં કોઈપણ પ્રકારનું મહેનતાણું લીધાં વગર દિલીપ કુમારે ફિલ્મમાં ભૂમિકા ભજવી ...Read More

58

અતીતરાગ - 58

અતીતરાગ-૫૮દિલીપ કુમાર અને લતા મંગેશકર.બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આ બે એવાં નામ છે કે, ભાગ્યે જ કોઈ આ બે નામ સંકળાયેલું ન હોય. દિલીપ કુમાર અભિનીત કોઈ ફિલ્મ ન નિહાળી હોય, અથવા લતા મંગેશકરનું કોઈ ગીત ન સાંભળ્યું હોય, એ વાત અતિશયોક્તિ ભરી લાગે.દિલીપ કુમાર અને લતા મંગેશકર બન્નેની પહેલી અને અંતિમ મુલાકાત ક્યાં અને કઈ રીતે થઇ હતી, અને શું ચર્ચા થઇ હતી એ મુલાકાત દરમિયાન તેના વિષે જાણીશું, આ કડીમાં.લતા મંગેશકર અને દિલીપ કુમારની પહેલી મુલાકાત મુંબઈની લોકલ ટ્રેનમાં થયેલી. આજના દોરમાં આ વાંચતા જરા અજુગતું અને અમાન્ય લાગે, પણ તે સમયમાં દિગ્ગજ ફિલ્મકારો પણ લોકલ ટ્રેનમાં મુસાફરી ...Read More

59

અતીતરાગ - 59

અતીતરાગ- ૫૯સુભાષ ઘાઈ.એ વાત સાચી કે, છેલ્લા ઘણા વર્ષોથી સુભાષ ઘાઈએ કોઈ સુપરહિટ અથવા યાદગાર ફિલ્મનું નિર્માણ નથી કર્યું. એંસીના દાયકામાં સુભાષ ઘાઈનો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાફી દબદબો હતો.એમની ફિલ્મો એટલી સુપર ડુપર હીટ નીવડી હતી કે, તેમને બોલીવૂડના શો મેન કહેવામાં આવતાં. તેમણે અનેક સફળ મલ્ટી સ્ટારર ફિલ્મોનું પણ નિર્માણ કર્યું હતું. તો પછી એંસીના દાયકાથી લઈને આજ દિન સુધી, શો મેન સુભાષ ઘાઈએ સ્ટાર ઓફ ધ મિલેનિયમ અમિતાભ બચ્ચન સાથે એકપણ ફિલ્મ કેમ ન કરી ?આજની કડીમાં એ મુદા પર વિગતવાર ચર્ચા કરીશું.સુભાષ ઘાઈએ અમિતાભ જોડે એક ફિલ્મ નિર્માણનું આયોજન ઘડ્યું હતું. ફિલ્મ ફ્લોર પણ આવી. ફિલ્મનો ...Read More

60

અતીતરાગ - 60

અતીતરાગ – ૬૦વર્ષ ૧૯૫૫માં બલરાજ સાહનીની એક ફિલ્મ આવી હતી.નામ હતું, ‘ગરમ કોટ.’આ ફિલ્મ ‘ગરમ કોટ’ના મુખ્ય કિરદારમાં હતો. કોટ.પૂરી ફિલ્મમાં બલરાજ સાહની, એ જૂનો પુરાણો કોટ પહેરીને ફર્યા કરે , અને નવો કોટ ખરીદવાના સપના જોયા કરે.અસ્સ્લમાં કોનો હતો એ કોટ ? શું હતી હકીકત એ કોટની ? જાણીશું આજની કડીમાં.એ પૂરી ફિલ્મમાં બલરાજ સાહની જે જરી પુરાણો, ફાટેલો કોટ પહેરીને પડદા પર જોવા મળે છે, એ કોટ તેમના એક કરીબી મિત્રનો હતો. શાયદ આપ પણ તેમના એ મિત્રના નામથી પરિચિત હો. કારણ કે તે ખાસ મિત્ર ભારતના પ્રખ્યાત નવલકથાકર હતાં, અનેક ફિલ્મોના નિર્માતા પણ રહી ચુક્યા છે. ...Read More