ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની...

(299)
  • 110.8k
  • 32
  • 59.4k

નાનકડી રાશિ પોતાના મહેલ જેવી હવેલીના ઝરુખામાં બેઠી બેઠી નીચે ચોગાનમાં પોતાની ભડભડ સળગતી સાઇકલ જોઈ રહી, હજુ બે દિવસ પહેલા જ પોતાના જન્મદિવસની ભેટ નિમિત્તે પિતાજીએ નવી નક્કોર અને ખૂબ સુંદર સાઇકલ અપાવી હતી. આટલી સુંદર અને મોંઘી સાઇકલ આખા ગામમાં કોઈની પાસે નહોતી. અને આજે પોતાની આ સુંદર સાઈકલની આવી હાલત કરવા પાછળ પણ પિતાજી જ હતા એ વાત માનવા રાશિનું દિલ જરાપણ તૈયાર નહોતું પણ એની આંખોએ આજે પિતાજીનું જે નવું અને સાચું સ્વરૂપ બતાવ્યું હતું તે જોઈ માસુમ રાશિના નાનકડા માનસપટલ ઉપર ખુબ ગહેરી અસર થઇ હતી. રાશિના પિતાજી શ્રી સુમેરસિંહ ગામના જમીનદાર અને મુખિયા હતા. એમની પાસે બાપદાદાની ભરપૂર જમીન જાયદાદ હતી અને સાથે પોતાનો બિઝનેસ શામ દામ દંદભેડની નીતિ અપનાવીને ઘણાં બધા શહેરોમાં ફેલાવ્યો હતો. પોતાના માન, પ્રતિસ્થા અને પૈસાનું એમને ખુબ અભિમાન હતું. અને એટલેજ તે દરેક માણસને એની હેસિયતથી તોળતા.

Full Novel

1

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 1

નાનકડી રાશિ પોતાના મહેલ જેવી હવેલીના ઝરુખામાં બેઠી બેઠી નીચે ચોગાનમાં પોતાની ભડભડ સળગતી સાઇકલ જોઈ રહી, હજુ બે પહેલા જ પોતાના જન્મદિવસની ભેટ નિમિત્તે પિતાજીએ નવી નક્કોર અને ખૂબ સુંદર સાઇકલ અપાવી હતી. આટલી સુંદર અને મોંઘી સાઇકલ આખા ગામમાં કોઈની પાસે નહોતી. અને આજે પોતાની આ સુંદર સાઈકલની આવી હાલત કરવા પાછળ પણ પિતાજી જ હતા એ વાત માનવા રાશિનું દિલ જરાપણ તૈયાર નહોતું પણ એની આંખોએ આજે પિતાજીનું જે નવું અને સાચું સ્વરૂપ બતાવ્યું હતું તે જોઈ માસુમ રાશિના નાનકડા માનસપટલ ઉપર ખુબ ગહેરી અસર થઇ હતી. રાશિના પિતાજી શ્રી સુમેરસિંહ ગામના જમીનદાર અને મુખિયા હતા. ...Read More

2

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 2

કુદરતના આટલા નયનરમ્ય દ્રશ્યો જાણે રાશિની આંખોમાં આંજણ બની પ્રસરી રહ્યા હતા. પ્રકૃતિના રસપાનમાં તલ્લીન રાશિ પોતાની ધૂનમાં ચાલી હતી. ત્યાંજ રસ્તામાં કઈંક અવરોધ આવતા તે શું છે એની ગડમથલમાં રાશિ હજુ કઈ સમજી શકે, તે પહેલાજ ગોથું ખાઈ ગઈ અને ઊંધે માથે નીચેની તરફ ફેંકાઈ, ડરને કારણે રાશિની આંખો બંધ થઇ ગઈ. દરિયા કિનારે આરામથી બેસી ડૂબતા સૂરજને નિહાળવામાં મગ્ન એવા કોઈ યુવકના પગે અથડાઈ તે નીચે પડવાની હતી ત્યાજ પેલાનું ધ્યાન જતા તેણે પોતાના પગથી ડાબી તરફ જમીન ઉપર પડતી યુવતીને બચાવવા માટે પોતાના હાથોમાં ઝીલવાની કોશિશ કરી. પણ એવું કરવા જતા બંનેનું બેલેન્સ ગયું અને તે ...Read More

3

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 3

રાતના ઉજાગરાને ખંખેરી રાશિ સવારે તૈયાર થઈ કોલેજ જવા નીકળી. શહેરની બહાર દરિયા કિનારાથી થોડેકજ દૂર એવા ખુબજ મોટા ફેલાયેલા કોલેજનું કેમ્પસ અત્યંત સુંદર, શાંત અને હરિયાળીથી ભરપૂર હતું. એકજ કેમ્પસમાં કોલેજ, હોસ્ટેલ અને જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે એવા નાનાં નાનાં માર્કેટ આવેલા હતા ત્યાં. જાણે કોઈ નાનકડું ગામ વસેલું હતું ત્યાં પ્રકૃતિની ગોદમાં. રાશિ પોતાનો ક્લાસ શોધીને સમયસર જઈ પહોંચે છે. ધીરે ધીરે અવનવા ચહેરાઓથી ક્લાસ ભરાવવા લાગે છે. ક્લાસના પ્રોફેસર પણ આવી પહોંચ્યા. "May I come in sir", એક મનમોહક અવાજથી આખો ક્લાસ ગુંજી ઉઠ્યો. આખા ક્લાસના સાથે રાશિની નજર પણ દરવાજા ઉપર ઉભેલા એ છોકરા પર ...Read More

4

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 4

સમય જેમ જેમ વીતી રહ્યો હતો એમ બાહરી દુનિયામાં બંને વચ્ચે ધીરે ધીરે દોસ્તી વધી રહી હતી. પણ ભીતર ભીતર બંને વચ્ચે અલગ લાગણીની કુંપણ ખીલી રહી હતી જેનાથી બંને થોડા થોડા જાણતા પણ અજાણ બની રહ્યા હતા. રાશિની પેલી ચુનર હજુ પણ અનુરાગ પાસે હતી, ના અનુરાગે તે પાછી આપી ના રાશિએ તે પાછી માંગી. સમય ની સાથે બંનેની દોસ્તી વધારે મજબૂત બની રહી હતી. બન્નેનો મોટાભાગનો સમય એકબીજા સાથેજ વીતતો, કોલેજ હોય કે પ્રેકટીકલ, બહાર હરવું ફરવું હોય કે પછી ભણવું હોય બંને સાથેજ રહેતા. બસ ખાલી સુવા પૂરતા બંને છુટા પડતા. ભણવામાં બંને અવ્વલ હતા સાથે ...Read More

5

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 5

આખી રાત પડખું ફરતા બંને બસ એકબીજાના વિચારોમાં ખોવાયેલ રહ્યા. અનુરાગ રાશિની ચુનર લઇ એની ભીની મહેક મેહસૂસ કરતો તો બીજી તરફ રાશિ, અનુરાગથી દૂર થવાના વિચારથી છલકાઈ આવતા આંસુઓ વડે ઓશીકું ભીંજવતી રહી. આખરે અનુરાગે સવારે પહેલા જ જઈને રાશિને પોતાના દિલની વાત કહેવાનું નક્કી કર્યું અને આ વાત તે ત્યાંજ કહેવા માંગતો હતો જે જગ્યાએ તે પહેલીવાર રાશિને મળ્યો હતો. અનુરાગે પોતાનો મોબાઈલ હાથમાં લઇ રાશિનો નંબર ડાયલ કરવા વિચાર્યો પણ તરત કશું વિચારીને તેણે રાશિને પરિણામ આવ્યા બાદ તરતજ દરિયા કિનારે જ્યાં પહેલી વાર મળ્યા હતા ત્યાં આવવાનનો મેસેજ કરી દીધો, અને રાશિના ફોટાને જોતા જોતા ...Read More

6

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 6

"મારા પિતાજીએ એમના મિત્રના દીકરા સાથે મારા લગ્ન નક્કી કરી દીધા છે અનુરાગ. અને કોલેજના છેલ્લા દિવસે મને ત્યાંથી અહી ગામ પાછી લઈ આવ્યા. હું તને મળી પણ શકી નહિ." "તો ચાલ આપણે બંને જઈને એમને આપણા વિશે જણાવી દઈએ." "તને શું લાગે છે મે આં વાત વિચારી નહિ હોય, પણ હું મારા પિતાજીને જાણું છું તે પોતાની શાખ માટે આપણા બંનેને મારી નાખશે પણ આપણા લગ્ન માટે ક્યારે તૈયાર નહિ થાય." "તો હવે શું કરીશું આપણે?" અનુરાગ મૂંઝાઈ રહ્યો હતો. "આપણી પાસે એક જ રસ્તો છે, ભાગી જવાનો. તું કાલે રાત્રે અહીંથી બાજુના ગામના રેલ્વે સ્ટેશને મળજે. ઘરે ...Read More

7

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 7

"જો છોકરા હું તને એક મિત્ર તરીકે સાચી વાત કહેવા માંગુ છું કે હવે મારી દીકરીને ભૂલી જજે. તે જ મારા જાગીરદાર મિત્રના દીકરાને પસંદ કરતી હતી અને તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તે બંનેના લગ્ન પણ અમે લોકોએ ઘણા સમય પહેલા નક્કી કરી લીધા હતા. મારી દીકરી રાજાશાહીથી ઉછરી છે માટે એણે લગ્ન પણ એની હેસિયતવાળા છોકરા સાથે કરવા હતા. અને મને લાગે છે ત્યાં સુધી તારી પાસે નતો રાજપાટ છે ના કોઈ હેસિયત. માટે રાશિને ભૂલી અહીંથી જ પાછો વળી જા", આટલું બોલી સુમેર સિંહ અનુરાગ સામે જોઈ રહ્યો. "પણ હું આ વાત રાશિની પાસેથી ...Read More

8

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 8

બે દિવસમાં પોતાની દુનિયા જાણે ઉજડી ગઈ હતી. હવેલીની બહાર નીકળતા અનુરાગના કદમોએ જાણે એને ફરી કોલેજના એજ મોડ લાવીને ઉભો રાખી દીધો હતો જ્યાં બંને છેલ્લી વાર મળ્યા હતા અને ત્યાંથી એમના રસ્તા ફંટાયા હતા. અનુરાગના આગળ વધતા એક એક કદમોની સાથે રાશિ સાથે વિતાવેલ દરેક પળ જાણે ફિલ્મની પટ્ટીની જેમ બેકવર્ડ ફરી રહ્યા અને રાશિ એનાથી દૂર અને વધુ દૂર જઇ રહી હતી, અને પહેલી મુલાકાતે પકડેલા રાશિના હાથ છૂટી રહ્યા તે પળ આવીને અનુરાગ સામે ઉભી રહી. રાશિને એકવાર સ્પર્શ કરવા ઉઠેલા અનુરાગના હાથ તે ચહેરાની આરપાર નીકળી ગયા અને તે સાથેજ રાશિ ધુમાડામા ફેરવાઈ એની ...Read More

9

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 9

આખરે પૂરા ૪ વર્ષો બાદ એના શરીરમાં કોઈ ચેતનાના અણસાર થયા હતા. ડોક્ટર અને નર્સ જ્યારે આઇસીયુના તે સ્પેશિયલ પહોંચ્યા ત્યારે એની પલ્સ રેટ સુધરી રહી હતી. ડોક્ટરે સૂચવેલ ઇન્જેક્શન આપતી નર્સ પણ ચાર વર્ષોથી અચેતન રહેલ શરીરમાં હલચલ જોઈ આંખોમાં બાઝેલ ખુશીના આંસુ સાથે એની તરફ જોઈ રહી. ઇન્જેક્શનની અસર થતાં ધીરે ધીરે એના શરીરમાં સળવળાટ થયો. એના હોઠ ફફડી રહ્યા હતા. જાણે તે કશુંક બોલવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, અને ધીરેથી પણ ખુબજ ઊંડેથી આવતી એક ચીસ એના હોઠે આવી અટકી ગઈ. એના પગ ખૂબ થાકી ગયા હતા. જાણે કેટલાય દિવસોથી તે બસ અવિરત ચાલી રહી ...Read More

10

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 10

"આખરે કેમ? આટલા વર્ષે કેમ તારી યાદોના વમળ મને ઘેરાઈ વળ્યા છે? તે પણ જ્યારે હું બધું ભૂલી મારી જિંદગીમાં પગલાં માંડી રહ્યો છું. તું તો મને દગો કરીને તારા ખુશખુશહાલ જહાજને દરિયામાં લઈ ગઈ છે, પછી કેમ હવે મારી આત્માને આમ પોકારી રહી છે?" ફંકશન પૂરું થયા બાદ સાંજે એકલો પડેલ અનુરાગ રૂમમાં બેઠો વિચારી રહ્યો હતો ત્યારે તેજ હવાના ઝોકાથી રૂમની બારી ખુલી જતા ટેબલ પર પડેલ અનુરાગના ભૂતકાળની ડાયરીના કોરા પન્ના ઉપર તેની અત્યાર સુધીની સફર જીવંત થઈ ઊઠી. રાશિના ઘરેથી સુમેરસિંહને મળ્યાં બાદ અનુરાગ ભટકતો ફરતો પૂરા ૩ દિવસે કોલેજની હોસ્ટેલમાં ખાલી હૃદયે પાછો ફર્યો ...Read More

11

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 11

એક દિવસ હોસ્પિટલમાં દોડધામ મચી હતી. ૫૦ કિલોમીટર દૂર આવેલ વિલાસપુર ગામમાંથી કોઈ ૧૯ વર્ષની મહિલાને પ્રેગ્નન્સીના ઉપચાર માટે આવી હતી. તે કેસ અનુરાગને સોંપવામાં આવ્યો. પણ પ્રેગ્નન્સી દરમિયાન કરેલ અણઘડ ઉપચારને કારણે એની અને બાળકની ખૂબ ખરાબ હાલત હતી. તાત્કાલિક એનું ઓપરેશન કરવામાં આવ્યું પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. ગામથી અહી હોસ્પિટલ લાવતા સુધી તેનું ઇન્ટર્નલ બ્લિડિંગ ઘણું બધું થઈ ગયું હતું. બાળકને તો બચાવી લેવામાં આવ્યું પણ તે સ્ત્રીને ન બચાવી શક્યા. તે સ્ત્રીની સાથે સારવાર માટે એના ઘણા બધા સંબંધીઓ પણ આવ્યા હતા. તે ગામના મુખીના છોકરાની વહુ હતી. તે લોકોએ હોસ્પિટલમાં હંગામો ...Read More

12

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 12

અનુરાગ હાર માની બેસી રહે એમ નહોતો. હોસ્પિટલમા એને સહાયક તરીકે એક માણસ આપવામાં આવ્યો હતો જે એનાથી થોડીજ ઉંમરનો હતો અને ગામમાં જ રહેતો હતો. તેનુ નામ મનોરથ હતું. તે શહેરમાં ભણીને આવેલો હતો અને ગામમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓનો વિરોધી પણ હતો. તેણે અનુરાગને પુરેપુરો સાથ સહકાર આપવાનું નક્કી કર્યું હતું. બંનેએ લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ઘેર ઘેર જઈ સારવાર કરવાનું નક્કી કર્યું. પણ લોકો ગમે એટલા બીમાર હોવા છતા અનુરાગને જોઈ ઘરના બારણા એના મોં ઉપરજ બંધ કરી દેતા. ઘણી વાર હતાશ થતા અનુરાગને મનોરથ એના હસીમજાકથી ઉત્સાહિત કરતો. આમ તે ધીરે ધીરે અનુરાગનો મિત્ર પણ બની ...Read More

13

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 13

થોડાજ દિવસમાં જ્યોતિએ હોસ્પિટલમાં આવતા નાના નાના કેસ સંભાળી લીધા હતા. વળી એની વાતચીત કરવાની સુમેળતા અને લોકો સાથે ભળી જવાના સ્વભાવથી તે નાના મોટા સૌમાં લોકપ્રિય થઈ ગઈ હતી. અનુરાગ અને જ્યોતિ બંને જ્યારે કામ સિવાય આમને સામને આવતા ત્યારે તેમના હ્રદયમાં અજીબ લહેર ઉઠતી પણ બંને ભાગ્યેજ એકબીજા સાથે વાત કરતા. હવે તો નાના બાળકો પણ ખાલી સમયમાં જ્યોતિ સાથે આવીને વાતો કરતા અને એમને જ્યોતિ અવનવી રમતો પણ રમાડતી. ઘણીવાર અનુરાગ એને પોતાના રૂમની બાલ્કનીમાથી નીચે દેખાતા મેદાનમાં બાળકો સાથે રમતી જોઈ રહેતો. જ્યોતિના પ્રયાસથી જ અનુરાગે સરપંચને વિશ્વાસમા લઈ ગામમાં બાળકો માટેની શાળાની શરૂઆત કરી અને ...Read More

14

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 14

"કેમ કે હું તને પ્રેમ કરું છું જ્યોતિ. હા હું તને પ્રેમ કરું છું. એની જાણ મને ત્યારે થઈ તને ખોઈ દેવાનો ડર મને લાગ્યો. હું તને પ્રેમ કરું છું અને તારી સાથે મારી આખી જિંદગી વિતાવવા માંગુ છું", તે સાથેજ અનુરાગ અને જ્યોતિની આંખોમાંથી વહેતા આંસુ સ્વરૂપે નિર્મળ પ્રેમનો એકરાર થઈ ગયો. બંનેને આમ જોઈ ત્યાં હાજર રહેલ જ્યોતિના માતાપિતા અને મનોરથ પણ ખુબજ ખુશ થયા. મહેકતી વસંતની જેમ અનુરાગ અને જ્યોતિનો પ્રેમ ખીલી રહ્યો હતો. બંને એકબીજાની વધુ નજીક આવી એકબીજાને જાણી રહ્યા હતા. આખરે બંનેએ સગાઈ કરી પોતાના સંબંધને નામ આપવાનું નક્કી કર્યું. હવાની થપાટથી બારી ...Read More

15

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 15

રાશિ પાસેથી એનો ફોન પણ સુમેરસિંહે ગામ જતા સુધી લઈ લીધો હતો અને એમણે અનુરાગે કરેલ મેસેજ પણ વાંચી હતો. માટે ઘરે જતા પહેલાજ રાતોરાત સુમેરસિંહે રાશિના લગ્નની બધીજ તૈયારીઓ આરંભી દીધી હતી. બધી વાતથી અજાણ રાશિએ પોતાનો મોબાઈલ ચોરી છૂપીથી લઈને અનુરાગ સાથે વાત કરવાથી લઈને એને ગામની બહાર બોલાવીને મળવા સુધીની દરેક બાબતની સુમેરસિંહને જાણ હતી. તે રાત્રે બધા સૂઈ ગયા ત્યારબાદ રાશિ ધીમે પગલે રૂમની બહાર નીકળી. અને... "છોડો મને, જવાદો અહીંથી. તે મારી રાહ જોઈ રહ્યો હશે." અચાનક મચેલા શોરથી આઇસીયુ રૂમની બહાર બેઠેલા સુમેરસિંહ વર્તમાનમા પાછા ફર્યા. એમણે જોયુ તો રૂમમા રાશિ એ ધમાલ ...Read More

16

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 16

રાશિની આવી હાલત પાછળ તેમને અનુરાગ જવાબદાર લાગી રહ્યો હતો અને તે આજે નહિ તો કાલે રાશિને શોધતો જરૂર આવશે એમ માની ઘરે ગયા. અને તેમની ધારણા પ્રમાણેજ અનુરાગ ત્યા આવ્યો, પણ સુમેરસિંહે ખુબજ સિફતાપૂર્વક રાશિના લગ્નની વાત ઘડી કાઢી અને રાશિ એ તેને દગો આપ્યો છે એવો વિશ્વાસ અપાવી દીધો અને તેને રાશિના જીવનમાંથી કાયમ માટે બહાર કરી દીધો. બીજી તરફ ઘણી સારવાર કરવા છતા રાશિ ભાનમા આવી નહિ અને ડૉક્ટરના કહેવા પ્રમાણે તેના મગજ ઉપર ઊંડી અસર થવાના કારણે તે કોમામા જતી રહી. દિવસો વીતી રહ્યા પણ રાશિની હાલતમા કોઈ ફરક નહોતો આવી રહ્યો. એમજ મહિના અને ...Read More

17

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 17

દિલમાં કઈ કેટલાય ઉમંગ અને અરમાનો સાથે ધડકતા હૃદયે "ડો. અનુરાગ" લખેલ નેમ પ્લેટ વાંચતા રાશિ અનુરાગનીએ કેબીનનું બારણું જઈ રહી, ત્યાંજ અંદરથી આવતા અવાજને કારણે એના હાથ રોકાઈ ગયા. "આપણા એન્ગેજમેન્ટ પણ થઇ ગયા. અને હવે મારા મમ્મી પપ્પા આપણા લગ્ન વિષે પૂછ્યા કરે છે. તુ કહેતો હોય તો અમારા પારંપરિક જ્યોતિષ મહારાજ પાસે લગ્ન્નની તારીખ જોવડાઈ લઈએ?", કોઈ સ્ત્રીનો સુમધુર અવાજ સંભળાઈ રહ્યો. "જ્યોતિ, હજુ તો આપણા પ્રેમ કરવાના દિવસો શરુ થયા છે, લગ્ન્ન કરી આટલી જલ્દી તે દિવસોને હું ગુમાવવા નથી માંગતો". એજ પરિચિત પૌરુષી અવાજ સાંભળી રાશિના પગ તળેથી જમીન સરકી રહી. હવાના હલકા ઝોકાથી ...Read More

18

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 18

અચાનક વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ તેણે અનુરાગને હળવો ધક્કો મારી પોતાને છોડાવી અને પાછળ ફરી. તે સાથેજ બંને પ્રત્યક્ષ જોતા એમની દુનિયા ત્યાજ થંભી ગઈ. તે જ્યોતિ નહિ પણ રાશિ હતી. બંને એકબીજાની સાવ નજદીક અને લગોલગ ઊભા હતા, ફક્ત શ્વાસ લઈ શકાય એટલા દૂર. બંનેમાથી કોઈ કશુ બોલી શકયુ નહિ.કઈ કેટલાય સવાલ આંખોમાં ભરી બસ એકબીજાને અપલક જોઈ રહ્યા. "રાશિ....તું.... કેમ આવી છે અહી.", અચાનક અનુરાગની આંખોમા ક્રોધ ઉમટી આવ્યો અને તેણે રાશિને પોતાનાથી દૂર હડસેલી દીધી. "અનુરાગ...હું...તું...તને...", રાશિની જીભ થોઠવાઈ રહી. "અન્નુ, તુ ક્યારે આવ્યો?" રાશિ આગળ કઈ બોલે તે પહેલાજ કેબીનનુ બારણું ધડામ કરતુ ખૂલ્યું ...Read More

19

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 19

અનુરાગની જગ્યાએ જ્યોતિને આવેલ જોઈ સુમેરસિંહ પહેલાતો એના ઉપર ગુસ્સે ભરાય છે પણ પછી જ્યોતિને અનુરાગ અને રાશિ વચ્ચે ઊભી કરેલ ગેરસમજ વિશે બધી હકીકત કહી સંભળાવે છે. "દીકરી, મારી રાશિ ને બચાવી લે, મને ખબર છે એના તારી સાથે લગ્ન થવાના છે, પણ અનુરાગ અને રાશિ તો ભાગ્યના માર્યા વિખૂટા પડેલ બે પ્રેમીઓ છે. એમને તું આમ અલગ ન થવા દે. નહીતો આગળ જઈ મારી જેમ તને પણ પસ્તાવો થઈ શકે છે", સુમેરસિંહ જ્યોતિને કરગરતા બોલી ઊઠે છે. એક બાપની આંખોમાં વહેતા દર્દને અને રાશિ lની હાલત જોઈ જ્યોતિનું હૃદય પણ દ્રવી ઊઠે છે. "જુઓ હું પણ અનુરાગને ...Read More

20

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 20

"દીકરા ક્યાં સુધી જ્યોતિની પાછળ આમ રડ્યા કરીશ? તારી હાલત તો જો? જવા વાળી તો જતી રહી પણ શું આવી હાલત જોઈને એની આત્માને શાંતિ મળશે? મે મારી દીકરી ગુમાવી છે, પણ હવે આપણે આગળ વધવું જ રહ્યું. તું તો એના છેલ્લા સમયમાં એની સાથે હતો. પણ અમારું જો, અમે તો એને છેલ્લે મળી પણ ન શક્યા. કેટલા મહિનાથી એને જોઈ પણ નહોતી અમે." "જોઈ નથી એટલે? શું કહ્યું તમે?", છેલ્લું વાક્ય સાંભળી અનુરાગના કાન ચમક્યા અને પોતાના આંસુ લૂછતો બોલ્યો. "હા દીકરા તે ઘણા સમયથી અમને મળવા પણ ક્યાં આવી હતી. અમેતો એને મળવાની આશાએ બેઠા હતા ત્યાં ...Read More

21

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 21

"અનુરાગ, અચાનક જ્યોતિ ને...", રાશિ બોલવા જતી હતી ત્યાજ અનુરાગે એક ઝટકે રાશિને દૂર કરી દીધી.અનુરાગની આંખોમાં ક્રોધ જોઈ ડરીને બે ડગલાં પાછળ ખસી ગઈ."શું થયું અનુરાગ?", રાશિના હોઠ થથરી રહ્યા હતા, જાણે કોઈ ભયાનક તોફાન એના જીવનમાં આવી રહ્યાંનો આભાસ થઈ રહ્યો હતો."તું...., તે અને તારા પિતાએ જ મારી જ્યોતિને મારી નાંખી છે. જો આ રિપોર્ટ, કોઈએ જ્યોતિને ખાસ રસાયણની મિલાવટથી બનાવેલ ડ્રગ્સ આપીને મારી છે, તારા અને તારા વગદાર પિતા માટે તેવુ ડ્રગ્સ બનાવવું કે મેળવવું ખૂબ આસાન છે. જ્યોતિના સામાનની તપાસ કરતા તેમાં મળી આવેલ ટ્રેઈનની ટીકીટ પરથી તે છેલ્લે તારા ગામ આવી હતી તે હું ...Read More

22

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 22

ખૂબ કીમતી એવી ફોર્ડની વિન્ટેજ કાર વિશાળ દરવાજાની અંદર પ્રવેશી. દરવાજો ખૂલતાની સાથે નજર સમક્ષ ખડું થતું દૃશ્ય ખુબજ લાગી રહ્યું હતુ. દરવાજાથી શરૂ થતો રસ્તો, અને તેની બંને તરફ દેશ વિદેશથી લાવીને ઉછેરેલા ખૂબ સુંદર અને બેનમૂન જાતના ફૂલોથી સજેલા નાના નાના બગીચા જે અતિ માવજતથી સીંચીને બનાવેલા હતા.તે રસ્તો આગળ જઈ એક તરફ વળી જતો, જ્યાં ધોમધખતી ગરમીમાં પણ શીતળ ઠંડક આપે એવો ખૂબ મોટો પાણીનો ફુવારો લગાવેલો હતો. જેમાં વચ્ચે સુંદર પનિહારીનું શિલ્પ લગાવેલ હતું અને તેની ગાગરમાંથી ઝરમર પાણી વર્ષી રહ્યું હતુ. તે ફુવારાની બિલકુલ સામે ખૂબ મોટા વિસ્તારમાં પથરાયેલ સફેદ બગલાની જેમ ઝગમગતી ખુબજ ...Read More

23

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 23

પણ એક દિવસ તે લોકોએ ચાંદને શરાબનો ચિક્કાર નશો કરાવી એની ગેરહાજરીમાં સરોજને પકડી અડપલાં કરવાનું શરૂ કર્યું. સરોજ કરી ખુદને છોડાવી ચાંદ પાસે ફરિયાદ કરવા પહોંચી પણ ત્યારે તે નશામાં ધૂત હતો. પોતાના મિત્રોની વિરુદ્ધ તે કઈ સાંભળવા તૈયાર નહોતો. એના મિત્રોએ સરોજ પ્રત્યે વધારી ચડાવીને ખરી ખોટી વાતો ચાંદના મગજમાં એવી રીતે ઠોસી હતી કે પોતાના અમીર શહેરી મિત્રો સામે પોતાના વર્ષો જૂના ભાઈ બહેનના સંબંધને ભૂલી તેણે બધા વચ્ચે સરોજનું અપમાન કરી એની ગરીબીની મજાક ઉડાવી અને એના ચરિત્ર ઉપર પણ આક્ષેપ કર્યા, અને ગુસ્સામાંને ગુસ્સામાં તેને હવેલી છોડી ચાલ્યા જવા કહી દીધું. ખુદ્દાર સરોજ અને ...Read More

24

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 24

રાશિએ જ્યોતિના ગામમાં પગ મૂકતા જ એક જાણીતો અહેસાસ એના શરીરમાં પ્રસરી ગયો અને એના પગ જકડાઈ ગયા. ભૂતકાળની યાદો, જે આ જ ગામ સાથે જોડાયેલ હતી તે એની નજરો સમક્ષ આવવા મથી રહી, પણ હવે તે વાતો અને યાદો સાથે કોઈ નાતો રહ્યો નહોતો માટે તેને દિલમાંથી ખંખેરી રાશિએ જ્યોતિના ઘરનુ બારણું ખટખટાવ્યુ. "કોણ?" ઘરમાંથી પડઘાતો કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો. રાશિ હવે સામે શુ કહેવુ તે વિચારતી થોડીવાર દરવાજા આગળ એમજ ઊભી રહી. "જી તમે કોણ?" ત્યાંજ એક આધેડ સ્ત્રીએ દરવાજો ખોલી સામે ઉભેલી અજાણી છોકરીને જોઈ કુતૂહલ વશ પૂછ્યુ. "હું રાશિ", નામ સાંભળી તે સ્ત્રી હવે શુ ...Read More

25

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 25

હા અમુક સારા લોકો હોય છે જેમકે અમારા ગામના જમીનદાર શક્તિસિંહ જેમણે જ્યોતિને ડોક્ટર બનાવવા અમને ખૂબ મદદ કરી. જવાદે તું નહિ સમજે. અને હવે અમને મળી લીધુ હોય તો તું અહીંથી ચાલી જા, હું એક મા છું એટલે કહું છું કે અમારા દિલની બદદુઆ અને હાય તને લાગે તે પહેલા નીકળી જા અહીંથી." શક્તિસિંહ, આ નામ સાંભળી રાશિ અચરજ પામી. ફરી ફરીને આ માણસ કોઈને કોઈ બાબતે પોતાના જીવનમાં આવી રહ્યો છે. પહેલા નાનપણનો મિત્ર અને પછી જેની સાથે પિતાએ રાતો રાત લગ્ન નક્કી કર્યા હતા, આ એજ શક્તિસિંહ હતો, જેની યાદોથી ઘેરાઈ આ ગામમાં આવતા જ પોતાના ...Read More

26

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 26

"અરે તમે આ શુ કહો છો, હું સમજી શકુ છુ તમારી પરિસ્થિતિ. મને બધી જાણ છે, કે કયા સંજોગોમાં બધુ થયુ હતુ. હું તો રાશિને આજે પણ એટલોજ પ્રેમ કરું છુ અને હજુ પણ એનીજ સાથે લગ્ન કરવા માંગુ છુ. મને ખબર છે તે હવે સ્વસ્થ થઈ ગઈ છે. મને મારી દોસ્ત અને થનાર પત્ની સાથે નહિ મળાવો?" શક્તિસિંહના તે શબ્દો સાથે સુમેરસિંહ અને શક્તિસિંહ બંને જાણે ગયુ ગુજર્યું બધુ વીસરીને એકબીજા સામે હસી પડ્યા. "દીકરા કદાચ તું જ મારી દીકરી માટે યોગ્ય પતિ છે", સુમેરસિંહ શકિતસિંહને ગળે મળતા બોલ્યા. થોડીવાર પહેલા જ બહાર વાવાઝોડું વર્ષીને થમી ગયુ હતુ, ...Read More

27

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 27

"રમત, વાહ રાશિ. કરે કોઈ અને ભરે કોઈ. પોતે કરેલા ગુન્હાઓનો પછેડો તે તકદીર ઉપર ઓઢાડી દીધો. શુ જ્યોતિના પાછળ તકદીરનો વાંક છે?" અનુરાગ ધારદાર નજરે રાશિ સામે તાકી રહ્યો. આંખોમાંથી વહેલા આંસુઓથી રાશિની નજર ધૂંધળી બની રહી હતી.પણ એ ધૂંધળી નજરમાંથી દેખાતા અનુરાગના મોં ઉપર પોતાના માટે રહેલ નફરત તે સારી રીતે જોઈ શકતી હતી. "નથી મારી મે જ્યોતિને, નથી મારી. તું કેમ નથી સમજતો. જ્યોતિને મે નથી મારી અનુરાગ. એક નહિ સો વાર કહુ છુ તને", ગળે બાઝેલ ડૂમો ઠાલવતી રાશિએ બને એટલી તાકાતથી અનુરાગના શર્ટને કોલરથી પકડી એને પુરે પૂરો ખંખેરી નાખ્યો. અનુરાગે રાશિની પકડ છોડાવતા, ...Read More

28

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 28

તે ફોનમાં રહેલ એક એક પુરાવા અને માહિતી જોતા મારું મગજ જાણે સુન્ન પડી ગયું. દરેક જાણકારી બસ એક તરફ જ ઈશારો કરી રહી હતી. આ બધા પાછળ બીજું કોઈ નહિ પણ શક્તિસિંહ હતો.જ્યોતિ અહીંથી નીકળીને સીધી વિલાસપુર નહિ પણ એના ગામ ગઈ હતી. ત્યાં તે પોતાના માતા પિતાને મળવા એના ઘરે નહિ પણ ગામમાં રહેલ શક્તિસિંહની હવેલી ગઈ હતી. તેણે ટ્રેનની ટિકિટ તો વિલાસપુરની લીધી હતી પણ વચ્ચેથીજ તે ઉતરી ગઈ હતી.એના પુરાવા રૂપે રેલ્વે સ્ટેશન ઉપરના અને શક્તિસિંહના ઘર બહાર લગાવેલ કેમેરાના ફૂટેજ તે મોબાઈલમાં હતા. એની સાથે જ્યોતિના મોબાઈલની કોલ ડીટેઇલ જોતા મને જાણવા મળ્યું કે ...Read More

29

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 29

"બહુ ભોળી છે તું રાશિ, મેં તને ક્યારે પ્રેમ કર્યો જ નથી, તારી સાથે લગ્ન કરી હું તારી જાયદાદ કરવા માંગતો હતો.", શક્તિસિંહનું અસલ સ્વરૂપ હવે એની જબાનથી જ બહાર આવી રહ્યું હતું. હું મારો બીઝનેસ આગળ વધારવા માંગતો હતો અને તેનો બધો આધાર મારા રાશિ સાથે લેવાયેલ લગ્ન ઉપર હતો.બધું સારું ચાલી રહ્યું હતું, મારા રાશિ સાથે લગ્ન પણ થવાના હતા, પણ આ અનુરાગના કારણે ઘરેથી ભાગતા રાશિ પડી ગઈ અને મારો બધો પ્લાન ચોપટ થઈ ગયો. હું રાશિની તબિયત સુધરવાની રાહ જોઈ રહ્યો હતો. મને આશાનું કિરણ દેખાયું જ્યારે મને મળવા જ્યોતિ આવી. હા જ્યોતિ, મારા ગામમાં ...Read More

30

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 30

જ્યોતિ અનુરાગને મળીને પછી જ બધી વાત કરશે તેનો મને પૂરો વિશ્વાસ હતો માટે મેં જ્યોતિને તે પદાર્થ પાણીમાં પીવડાવી દીધું અને તેની પાછળ એક માણસ લગાડી દીધો જેથી જો ભૂલે ચુકે જ્યોતિની તબિયત ખરાબ થતાં પહેલા તે અનુરાગને બધી હકીકત જણાવે તે પહેલા જ જ્યોતિનું કામ ખતમ કરી શકે.મારો પ્લાન જ્યોતિને મારીને બધો આરોપ સુમેરસિંહ ઉપર લાવવાનો હતો અને એજ થયું. અનુરાગે ખૂટતી કડીઓ મેળવી તે માની પણ લીધું કે આ બધા પાછળ સુમેરસિંહ જ છે.""મિલકત માટે તે આટલું બધું કર્યું, તને ખબર પણ છે તે કેટલું મોટું પાપ કર્યું. તે એક આશાથી ભરેલ માસુમ જ્યોતિને મારીને એના ...Read More

31

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 31 - છેલ્લો ભાગ

તારા લીધે મારી મા મારાથી દૂર થઇ ગઈ. તારી ભૂલ તેના મગજ ઉપર હાવી થઇ ગઈ હતી. બસ એવું હું કંઈક તારી દીકરી સાથે કરવા માંગતો હતો... વધુમાં પૈસા એટલે વચ્ચે આવ્યા કે મારે તને ધૂળ ચટાવી હતી.. યાદ છે ને !!! તે મારી મા ઉપર ગરીબીનું સ્ટીકર ચીપકાવેલું.." એજ કરડાકી ભરેલું હાસ્ય અને કરચલીવાળા કપાળે પ્રસરતું તિલક, શક્તિસિંહને વધારે ભયાનક બનાવી રહ્યું હતું.છેલ્લી વાર જોઈલે તારી દીકરીને એમ કહી શક્તિસિંહ રાશિને મારવા એની તરફ પોતાની બંદૂક તાકી ટ્રિગર દબાવવા જતો હતો ત્યાંજ અનુરાગે સમય સુચકતા દેખાડતા પોતાના પગેથી શક્તિસિંહને ધક્કો મારતા તે દીવાલ સાથે અથડાયો અને તેના હાથોમાંથી ...Read More