મનસ્વી

(1.3k)
  • 84.4k
  • 402
  • 42.6k

પ્રભાતના સોનેરી સૂર્યકિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર તળાવના પાર્કે નવલા દિવસની સવાર ઓઢી લીધી હતી. તળાવનું જળ સૂર્યના કુમળા કિરણોનું પ્રતિબિંબ ઝીલતું હતું, ને પોતાને પણ સોનેરી રંગની આભા સાથે ચમકાવતું હતું. વહેલી સવારનું ખુશનુમા વાતાવરણ ત્યાં આવતા દરેકને ખુશહાલ બનાવી દેતું હતું. કુદરતનું સૌન્દર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતું. જોગીંગ ટ્રેક પર ટ્રેક સૂટમાં સજ્જ લોકોની ચહલપહલ હતી. કોઈ દોડતું હતું, તો કોઈ ચાલતું હતું, કોઈ કોઈ ઈયરફોનના મનગમતા સંગીત સાથે જાણે તાલ મેળવતું હતું.

Full Novel

1

મનસ્વી - ૧

પ્રભાતના સોનેરી સૂર્યકિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર તળાવના પાર્કે નવલા દિવસની સવાર ઓઢી લીધી હતી. તળાવનું સૂર્યના કુમળા કિરણોનું પ્રતિબિંબ ઝીલતું હતું, ને પોતાને પણ સોનેરી રંગની આભા સાથે ચમકાવતું હતું. વહેલી સવારનું ખુશનુમા વાતાવરણ ત્યાં આવતા દરેકને ખુશહાલ બનાવી દેતું હતું. કુદરતનું સૌન્દર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતું. જોગીંગ ટ્રેક પર ટ્રેક સૂટમાં સજ્જ લોકોની ચહલપહલ હતી. કોઈ દોડતું હતું, તો કોઈ ચાલતું હતું, કોઈ કોઈ ઈયરફોનના મનગમતા સંગીત સાથે જાણે તાલ મેળવતું હતું. ...Read More

2

મનસ્વી - ૨

“હાય, મનસ્વી કેમ છે તું? બહુ દિવસે આપણે મળ્યા!” “હા યાર!” કહી કશ્તી એને ભેટી પડી. કશ્તી અને મનસ્વી સાથે હોય એ બન્ને કોલેજજીવનમાં હતા તેવાં નિર્દોષ અને તોફાની બની જતાં. “ ઓયે, બસ આમ બહાર જ ઉભા રહેવાનો વિચાર છે કે સીસીડીમાં અંદર જઈને બેસવું છે?” “ના રે! ચાલ, અંદર જઈને બેસીએ” કહી મનસ્વીએ કશ્તીને ધબ્બો માર્યો. બંને એકબીજાનો હાથ પકડી અંદર એક ખૂણામાં બે ખુરશીવાળું ટેબલ હતું ત્યાં જઈને બેઠા. “અરે મનસ્વી, સ્તુતિ કેમ છે? એને લઈને ન આવી?” ...Read More

3

મનસ્વી - ૩

એક્ટીવાને એક બેકરી પાસે પાકૅ કરીને મનસ્વી અંદર ગઈ. મનમાં આવી અને દેખાઈ એવી કેટલીય વસ્તુઓ એણે ખરીદી લીધી. ચૂકવી, બહાર આવીને એક્ટીવા સ્ટાટૅ કર્યું. સાંજનો સમય હતો. ટ્રાફિક વધારે હતો. રેડ સિગ્નલ પાસે એક્ટીવા રોકીને એ વિચારવા લાગી, આજે ચોક્કસ સ્તુતિને એનું ફેવરિટ ડીનર કરાવતાં પ્રેમથી વિશ્વાસમાં લઇને ચર્ચા કરી જ લઇશ. સ્તુતિથી વધારે મારે આ દુનિયામાં કાંઇ જ નથી એના મનને જાણીને પછી જ આગળ વધીશ. સિગ્નલ બદલાયું અને મનસ્વી આગળ વધી. કોઈ કારણથી રોડ બ્લોક હતો તેથી એક્ટીવાને ટનૅ મારી બીજા લાંબા રસ્તા પર નીકળી. આજે સ્તુતિ પાસે પહોંચવાની અદમ્ય આતુરતા હતી અને વિલંબ થતો હતો. ભાઈને ઘેરથી સ્તુતિને લઇ જલ્દીથી ઘરે જવું હતું. ...Read More

4

મનસ્વી - ૪

મનસ્વી પોતાના શબ્દો ગોઠવવા માંડી. સ્તુતિએ તો ખૂબ જ સહજતાથી કહ્યું, “હા, બોલ મમ્મા, હું નહીં સમજું તો તને સમજશે” પરંતુ એ હતી તો હજુ બાર જ વર્ષની, બાળક જ કહેવાય. આવડા બાળક પાસેથી એકલતા શું છે એ સમજવાની અપેક્ષા રાખવી ખૂબ મોટી વાત હતી. વળી આજ સુધી સ્તુતિ અને મનસ્વી વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની કલ્પના મનસ્વીએ પોતે પણ નહોતી કરી. અત્યારે તો સ્તુતિને લાગે કે સાગર સારો છે પણ જ્યારે ખરેખર સ્વીકારવાનું આવે ત્યારે કદાચ તેનું બાળમન ગૂંચવાઈ જાય. આ ઉંમરે તેને લિવ-ઈન રિલેશન શું છે એ કેવી રીતે સમજાવવું? ...Read More

5

મનસ્વી - ૫

સમયનાં વહેણમાં જ્યારે પાછો ધક્કો વાગે અને ભૂતકાળ સામે આવે, ત્યારે એ હતો એના કરતાં પણ ભયંકર સ્વરૂપ લઈ છે. સુંદર મનસ્વીના ચહેરા પરની રેખાઓ દેખાડતી હતી કે અંકુશનું આમ અચાનક સામે આવી જવું એને જરા હલાવી તો ગયું જ હતું પણ પોતાની મનોદશાનો તાગ કોઇ લઈ ન લે એની તકેદારી રાખી એણે ચહેરા પર તટસ્થતાનું મહોરું ચઢાવી લીધું. ખરેખર સમયનાં વહેણમાં એ ક્યાંની ક્યાં પહોંચી ગઇ હતી! ઘડીભર આજનો દિવસ આજના કામ બધું જ ભૂલી ગઇ હતી! આજનો દિવસ ખૂબ મહત્વનો હતો. એને એ વેડફી નાખવા નહોતી માગતી. સાગરને મળવાનું છે. ..નવા જીવનની શરૂઆત કરવાની છે ..જૂના ખોટા સમીકરણો મીટાવી દઈ સ્તુતિની પ્રગતિ પર ધ્યાન આપવું છે. એની દરેક જરૂરિયાત પૂરી કરીશ. હું એની મા છું, જન્મદાત્રી છું॰ મારા સિવાય એનું ધ્યાન બીજું કોણ રાખે? ...Read More

6

મનસ્વી - ૬

મનસ્વી વિચારમાં પડી ગઈ છે. અંકુશને જે હાલતમાં જોયો તેનાથી તેનું હૈયું કંપી ગયું હતું. વિચારમાં ને વિચારમાં એને ઉંઘ આવી ગઈ ખબર જ ન પડી. ડૉરબેલ વાગી ને તે ઝબકીને જાગી ગઈ. બારણું ખોલીને જોયું તો સામે સ્તુતિ તેની ફ્રેન્ડના ખભાના સહારે ઉભી હતી. ...Read More

7

મનસ્વી - ૭

અંકુશ ધમકીઓ આપીને ચાલ્યો ગયો.એ પછી સાગરના મનમાં સતત એ જ વિચાર ચાલતો હતો કે અંકુશની વાત મનસ્વીને કરવી નહીં ? અંકુશે આજ બહુ ખરાબ રીતે સાગરને અપમાનિત કર્યો હતો. સાગરને થયું કે જો આ વાત હું મનસ્વીને કરીશ તો એ બહુ દુઃખી થશે અને હજુ સ્તુતિને પણ સારું નથી થયું અને વળી એક વધુ ચિંતા મનસ્વી કરે એ સાગરને મંજુર નહોતું. એ મનસ્વીને દુઃખી જોવા માગતો ન હતો. ...Read More

8

મનસ્વી - ૮

ગઈ કાલે અંકુશનું આ રીતે ઘેર આવવું, સાગર સાથે તકરાર અને ધાકધમકીઓ સ્તુતિએ સાંભળી હતી. એ કારણે એ ખૂબ ગઈ હતી. સાંજે બહાર ગયા અને થોડું વિસરાઈ ગયું. સવારે ઉઠતાં જ એણે મનસ્વીના ચહેરા પર જે ચમક જોઈ અને એ બધું ભૂલી ગઈ અને મમ્માના ખોળામાં ઘુસી ગઈ. મનસ્વીએ સ્તુતિના માથા પર વ્હાલથી હાથ ફેરવતાં કહયું, 'ચાલો, જલ્દી ફ્રેશ થઈ નાસ્તો કરવા આવ, આજે આપણે ક્યાંક ફરવા જઈએ, ખાલી મોજ મસ્તી, આજે બીજું કાંઈ જ નહીં. ...Read More

9

મનસ્વી - 9

સ્તુતિનું નામ લખેલી ડૉ.આકાશ સાહુની ફાઇલ સાગરના કબાટમાં …? એ પણ એની ખૂબ અગત્યની ફાઈલો સાથે ! મનસ્વીને નવાઈ અને આઘાત પણ. સાગરે આ નવા ડોક્ટરને ક્યારે બતાવ્યું? મને વાત પણ ન કરી? ફાઈલ હાથમાં લઇ અંદરના રિપોર્ટ્સ જોતાં જ એનું આશ્ચર્ય અને આઘાત બેવડાયા. આ રિપોર્ટ્સ મનસ્વી પાસે હતા એ રિપોર્ટ્સ કરતાં તદ્દન જુદું જ કહેતા હતા. સાગર સ્તુતિને બીજા ડોક્ટર પાસે લઈ ગયો? કેમ, ક્યારે, કેવી રીતે વગેરે વિષે અનેક પ્રશ્નોના વર્તુળમાં ઘેરાતી મનસ્વીને ચક્કર આવી ગયા જાણે! સ્તુતિના પેટનો એક્સ-રે કરાવેલો એ પણ હતો એમાં. મનસ્વી વધુ આગળ ફાઈલ જોવાનું કરે તે પહેલાં જ એના નામની બૂમ સંભળાઈ. ...Read More

10

મનસ્વી - 10

સાગર પ્રત્યે મનસ્વીને શક પડવા માંડ્યો હતો. પણ જે રીતે સાગર સ્તુતિની સંભાળ રાખતો હતો એ જોતાં એ વિમાસણમાં કે સાગર મારાથી કશું છુપાવતો હશે! કોઈ ગંભીર બિમારીનો ભોગ તો નથી બની ને સ્તુતિ? એ વ્યાકુળ થઈ ઉઠી. રૂમમાં લગાવેલી ભગવાનની છબી સામે હાથ જોડી પ્રાર્થના કરવા લાગી. એની આંખો છલકાઈ ઉઠી. એને લાગ્યું કે એ તદ્દન તદ્દન એકલી હતી. અત્યાર સુધી એ પોતાની સમસ્યા સાગર સાથે વહેંચતી, પણ આજે સાગર જ રહસ્યમય બન્યો, અને તે પણ એના કલેજાના ટુકડાની બાબતે. ...Read More

11

મનસ્વી - ૧૧

આજે મનસ્વીના મનમાં વિચારોનું તુમૂલયુદ્ધ ચાલી રહ્યું હતું. સ્તુતિને જમાડી સુવાડી દીધી હતી. કેટકેટલા વિચારોની અવરજવર થઇ રહી! ગુસ્સો, કે આઘાત? ‘આ મારી સાથે શું થઇ રહ્યું છે! પહેલાં અંકુશ અને હવે સાગર! સાગર પાસેથી મેં આવી અપેક્ષા નહોતી રાખી. મને તો એમ લાગ્યું હતું કે તે પિતા બનવાને સક્ષમ નથી એટલે મારી દીકરીને ભરપૂર પ્રેમ આપી શકશે. એ જ તો સૌથી મોટું કારણ હતું સાગરની વાત માની લેવાનું!’ આજે તે ખૂબ દ્વિધામાં હતી. વિચારોમાં ને વિચારોમાં કોફી ક્યાં પીવાઈ ગઈ ખબર જ ન પડી. ...Read More

12

મનસ્વી - ૧૨

મલય હજી કંઇક બોલતો હતો, પણ મનસ્વીનું મન જાણે ક્યાંક ખોવાઈ ગયું. બધું ગોળગોળ ફરતું હોય તેમ લાગ્યું, મોં લોહી ઉડી ગયું અને ચહેરો સફેદ પૂણી જેવો થઇ ગયો . મલય ચમક્યો, અરે! શું થયું મનસ્વી? આર યુ ઓકે? મનસ્વીએ મલય સામે જોયું, પણ તે શું બોલ્યો તેની ક્યાં ખબર હતી! તેના કાનમાં તો સતત બીજા જ અવાજો પડઘાતા હતા. સાગર, રિયા, આત્મહત્યા! બાઘાની જેમ તાકી રહેલી મનસ્વીની હાલત જોઈ, મલય ઉભો થઈને તેની પાસે આવ્યો. હલો, શું થાય છે? તને બીપીનો પ્રોબ્લેમ છે? હેવ યુ ટેકન યોર મેડીસીન? પ્લીઝ ટેલ મી સમથીંગ. ...Read More

13

મનસ્વી - ૧૩

“ડાર્લિગ, તૈયાર છું ને! બસ દસ મિનિટમાં પહોંચ્યો.” મોબાઈલની રીંગ વાગતાં વિચારોમાં ખોવાયેલી મનસ્વીના કાનને આજે ‘ડાર્લિંગ’ શબ્દ ખૂંચ્યો. વિચારોનું ઘમસાણ ચાલતું હતું મનસ્વીને અંતરમનનો એક અવાજ જાણે સંભળાયો, “મનસ્વી, હમણાં સાગર સાથે એકદમ નોર્મલ રહે. જીવનને કયો વળાંક આપવો તે સમય આવે નક્કી કરજે.” એણે મોબાઇલમાં એને ગમતું રીલેક્સેશન મ્યુઝિક સેટ કર્યું અને સાગરના આવવાની રાહ જોતી બેઠી. ...Read More

14

મનસ્વી - ૧૪

રવિવારની સવાર હતી. રસ્તા લગભગ ખાલી હતા. સાગરનો બંગલો શહેરના છેવાડે હતો. નિકુંજભાઈ શહેરના ભરચક વિસ્તારની એક સોસાયટીમાં ટેનામેંટમાં હતા. મનસ્વી અકળાયેલી હતી અને રસ્તા ખાલી. ખૂબ ઝડપથી એક્ટિવા ચલાવતી એ નિકુંજભાઈને ઘેર પહોંચી. ત્યાં એક્ટિવા પહોંચ્યું કે કમ્પાઉન્ડમાં રમતી સ્તુતિ દોડતી આવી. ‘મમ્મી, મારી મમ્મી આવી.’ એ ઉત્તેજીત થઈને મોટેથી બોલી. ‘મમ્મી મમ્મી, પપ્પાએ જતી વખતે મને ફોન કેમ ન કર્યો? હું જાગતી જ હતી.’ એ રડમસ અવાજે બોલી. ...Read More