મહોરું

(686)
  • 77.9k
  • 48
  • 44.5k

દુબઈની સડક પર પોતાનો જીવ હથેળીમાં લઈને દોડીરહેલી કલગીએ ફરી એકવાર ભયભરી નજર પોતાની પીઠ પાછળ નાખી. તેની પાછળ ચાર ઊંચા-તગડા અરબી લીસવાળા હાથમાં રિવૉલ્વરો સાથે તેને પકડી પાડવા માટે દોડી આવી રહ્યા હતા. એ ચારેય જણાં તેનાથી વીસ-બાવીસ પગલાં દૂર હતાં અને અરબી ભાષામાં ‘‘તોરલને પકડી લો !’’ ‘‘જા જો તોરલ છટકી ન જાય.’’ જેવી બૂમો પાડતાં તેની વધુને વધુ નજીક આવી રહ્યા હતા. કલગી પાછું આગળ જોતાં ડાબી બાજુની ગલીમાં વળી અને દોડવા માંડી. એ ગલી સાંકડી ને લાંબી હતી. તેના માટે દુબઈ શહેરની આ ગલી પણ બિલકુલ અજાણી જ હતી. ‘તોરલ! તું અમારા હાથમાંથી છટકી નહિ શકે ! તારી ભલાઈ એમાં જ છે કે, તું તારી જાતને અમારે હવાલે કરી દે !’ કલગીના કાને તેનો પીછો કરી રહેલા પોલીસવાળાનો તૂટેલી-ફૂટેલી અંગ્રેજીમાં અવાજ સંભળાયો અને તેણે ફરી પાછું વળીને જોયું તો હવે એ લોકો તેનાથી પંદર-સત્તર પગલાં દૂર હતાં. કલગી વધુ ઝડપે દોડી. તે ભારતીય હતી. પોતાના દેશ ભારતની ધરતી પરથી હમણાં છ દિવસ પહેલાં જ આ પરાયા દેશની જમીન પર આવી હતી. તે મુંબઈ શહેરની જમીન પર ભણી-ગણીને મોટી થઈ હતી અને ‘એક આશા પર જ આખી દુનિયા ટકેલી છે,’ એવું માનતી હતી અને એટલે જ તે હિંમત ટકાવી રાખીને, તે આ પોલીસવાળાના હાથમાંથી છટકી જવામાં સફળ થશે જ, એવી આશા સાથે દોડી રહી હતી.

Full Novel

1

મહોરું - 1

H.N. Golibar ( પ્રકરણ : ૧ ) દુબઈની સડક પર પોતાનો જીવ હથેળીમાં લઈને દોડીરહેલી કલગીએ ફરી એકવાર ભયભરી પોતાની પીઠ પાછળ નાખી. તેની પાછળ ચાર ઊંચા-તગડા અરબી લીસવાળા હાથમાં રિવૉલ્વરો સાથે તેને પકડી પાડવા માટે દોડી આવી રહ્યા હતા. એ ચારેય જણાં તેનાથી વીસ-બાવીસ પગલાં દૂર હતાં અને અરબી ભાષામાં ‘‘તોરલને પકડી લો !’’ ‘‘જા જો તોરલ છટકી ન જાય.’’ જેવી બૂમો પાડતાં તેની વધુને વધુ નજીક આવી રહ્યા હતા. કલગી પાછું આગળ જોતાં ડાબી બાજુની ગલીમાં વળી અને દોડવા માંડી. એ ગલી સાંકડી ને લાંબી હતી. તેના માટે દુબઈ શહેરની આ ગલી પણ બિલકુલ અજાણી જ હતી. ...Read More

2

મહોરું - 2

( પ્રકરણ : ર ) કોઈપણ જાતના વાંક-ગુના વિના દુબઈની જેલની એક કોટડીમાં પહોંચી ગયેલી ભારતની નિર્દોષ યુવતી કલગીની કફોડી હતી. તે મનોમન ગભરાયેલી હતી, પણ બહારથી તેણે હિંમત જાળવી રાખી હતી અને હજુ સુધી રડી નહોતી. તેના ડેડી હંમેશાં કહેતા હતા કે, ‘ડરપોક અને નિષ્ફળ લોકો રડે છે, બહાદુર અને સફળ લોકો કદી આંસુ સારતા નથી,’ અને એટલે હજુ સુધી તેણે આંખના બાંધ જાળવી રાખ્યા હતા. તેના કાને પગલાંનો અવાજ પડયો ને તે વિચારોમાંથી બહાર આવી. તેણે જોયું તો તેને હૉસ્પિટલમાંથી ખેંચીને અહીં પટકી જનાર પેલી જ બે મહિલા પોલીસ આવી પહોંચી હતી. એમની સાથે પેલી હૉસ્પિટલની લેડી ...Read More

3

મહોરું - 3

(પ્રકરણ : ૩) કલગી તોરલ નહિ, પણ કલગી હોવાની હકીકતનું, હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતા ઈન્ડિયન એમ્બસીના ઑફિસર સિવાય બીજું સાક્ષી નથી, એવી કલગીની વાત સાંભળીને લેડી ડૉકટર બુશરા બોલી ગઈ કે, ‘.....તો પછી તને બે વ્યક્તિઓની ખૂની તરીકે સજા પામતી કોણ બચાવી શકશે ?!’ એટલે કલગી ખળભળી ઊઠી હતી. ‘....એટલે...એટલે.’ પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે કલગીએ ડૉકટર બુશરાને પૂછયું, ‘તમે....તમે કહેવા શું માગો છો ?’ ‘કંઈ નહિ !’ ડૉકટર બુશરાએ ગોળ સોનેરી ફ્રેમના ચશ્મામાંથી કલગી તરફ તાકી રહેતાં કહ્યું, ‘તો હવે તું મને એ કહે, તું પતંગિયાના છુંદણાવાળા ઑફિસરને તારા ટેમ્પરરી પાસપોર્ટનું કામ સોંપીને ત્યાંથી નીકળી એ પછી શું ...Read More

4

મહોરું - 4

( પ્રકરણ : ૪ ) પેલો ટૅકસીવાળો ઓમર તેનો પીછો કરતો આવી રહ્યો છે એ હકીકતથી બેખબર કલગી ટૅકસીમાં એમ્બસી તરફ આગળ વધી રહી હતી. અત્યારે સવારના દસ વાગ્યા હતા અને દુબઈ શહેરની આ સવાર તેને ખૂબ જ ખુશનુમા લાગી રહી હતી. ઈન્ડિયન એમ્બસી આવી. કલગી ટૅકસીમાંથી ઊતરી. કલગીનો પીછો કરતાં આવેલા ટૅકસીવાળા ઓમરે તેનાથી થોડેક દૂર ટેકસી ઊભી રાખી દીધી અને મન સાથે કંઈક વાત કરતાં કલગી તરફ તાકી રહ્યો. કલગી ઈન્ડિયન એમ્બસીના મેઈન ડોરની અંદર દાખલ થઈ. કલગીએ ગઈકાલે જે કાઉન્ટર પર પોતાનો પાસપોર્ટ આપ્યો હતો ત્યાં પહોંચી. ગઈકાલે તેણે હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતા જે ઑફિસરને પાસપોર્ટ ...Read More

5

મહોરું - 5

( પ્રકરણ : પ ) કલગી ડઘાઈ ગઈ હતી. તેની સાથે આ બધું શું બની રહ્યું હતું ?! તે ભેદી અને ખૂની ચક્કરમાંથી બહાર નીકળવાને બદલે વધુ ને વધુ ફસાઈ રહી હતી ! તેને શું કરવું એની જ કંઈ સમજ પડતી નહોતી. ‘તે પોતે કલગી છે !’ એ હકીકત હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતો ઈન્ડિયન એમ્બસીનો એ ઑફિસર જાણતો હતો. પણ એ ઑફિસર મરી ગયો હતો, એને ડૉકટર બુશરાનો અવાજ પડયો. તે વિચારોમાંથી બહાર આવી. તેણે જોયું તો ડૉકટર બુશરા તેની સામે તાકી રહેતાં કહી રહી હતી : ‘ચાલ, વાતને આગળ વધાર. તું ગેલોપ ફાઇનેન્શિયલ- ના પેલા સુપર કૉમ્પ્યુટર પર ...Read More

6

મહોરું - 6

( પ્રકરણ : ૬ ) કલગીને મદદ કરનાર ટૅકસી ડ્રાઈવર ઓમરના લમણે કોઈએ રિવૉલ્વરની ગોળી મારી દીધી હતી અને ઓમરની લાશનું માથું કલગીના ખોળામાં પડયું હતું, એ ભયંકર હકીકતના આઘાતમાંથી કલગી હજુ તો બહાર આવી નહોતી, ત્યાં જ અત્યારે કલગીને રિવૉલ્વરની ગોળી છૂટવાના અવાજની સાથે જ ટૅકસીનો પાછળનો કાચ ફૂટવાનો અવાજ સંભળાયો. કલગીએ ચહેરો ફેરવીને પાછળ જોયું તો ટૅકસીના પાછળના કાચની કરચો ઊડતી દેખાઈ. તેના મોઢેથી ચીસ નીકળી જવાની સાથે જ ચહેરામાં કાચની કરચો ઘૂસી જવાના ભયથી તેનો ચહેરો આગળની તરફ ફરી ગયો. આ જ પળે બીજી ગોળી છૂટવાના અવાજની સાથે જ કારનો આગળનો કાચ ફૂટયો. તેણે પાછું વળીને ...Read More

7

મહોરું - 7

( પ્રકરણ : ૭ ) કલગી પરાયા દેશના અજાણ્યા શહેર દુબઈની સડકો પરથી પોલીસ પોતાનો જીવ બચાવવા માટે રઝળી હતી, ત્યાં જ તેને થોડે દૂરથી પોલીસ કાર ધસી આવતી દેખાઈ હતી. કલગીનો જીવ ગળે આવી ગયો. ડાબી બાજુ રસ્તો જતો હતો, તે તુરત જ એ રસ્તા પર વળી ગઈ ને નીચી નજરે ચાલવા માંડી. થોડાંક પગલાં ચાલીને તેણે પાછું વળીને જોયું તો એ પોલીસ કાર આ ગલીમાં વળી નહિ ને સીધા રસ્તે દોડી ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ. કલગીએ રાહતનો શ્વાસ લીધો. નસીબજોગે તે પોલીસની નજરે ચઢી નહોતી. કલગીએ હવે ગલી તરફ ધ્યાન આપ્યું. ગલી સૂમસામ હતી. તે ...Read More

8

મહોરું - 8

( પ્રકરણ : ૮ ) ‘તને ખ્યાલ આવી ગયો કે, કલોઝ સર્કિટ ટી. વી. રૂમમાં બેઠેલો સિકયુરિટી ગાર્ડ તારા મદદથી તું કયાં છે, એ સમજીને પોતાના સાથી ગાર્ડને તારી પાછળ મોકલી રહ્યો છે, એટલે તેં ત્યાં કૉન્ફરન્સ રૂમમાં જ તારો મોબાઈલ મૂકી દીધો, પણ પછી તું બીજા માળના એ રૂમમાંથી બહાર કેવી રીતે નીકળી ?’ સામેની ખુરશી પર બેઠેલી ડૉકટર બુશરાએ કલગીને પૂછયું, એટલે કલગીએ નિસાસો નાખીને કહ્યું : ‘..એ રૂમમાં એક જ બારી હતી અને બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નહોતો. હું બારીની બહાર નીકળીને બારી નીચે આવેલી નાની પાળી પર સરકતી એ બિલ્ડીંગના બીજા ખૂણે પહોંચી હતી ...Read More

9

મહોરું - 9

( પ્રકરણ : ૯ ) જે કંઈ બની ગયું હતું એનાથી કલગી અવાચક બની ગઈ હતી. અચાનક લુકાસ રિવૉલ્વર ધસી આવ્યો હતો અને લુકાસ કલગીને ગોળી મારવા જતો હતો એ વખતે જ રોકસાનાએ લુકાસની પીઠમાં રિવૉલ્વરની ગોળી ઉતારી દીધી હતી. અત્યારે લુકાસની લાશ કલગીની બાજુમાં પડી હતી, જ્યારે હજુ પણ રોકસાના હાથમાં રિવૉલ્વર સાથે કંપતી ઊભી હતી. ‘રોકસાના !’ કહેતાં કલગી ઊભી થઈ અને રોકસાના પાસે પહોંચી : ‘મને માફ કરી દે, તું મારા કારણે આ મુસીબતમાં મુકાઈ. પણ...’ અને કલગીએે રોકસાનાના હાથમાંથી રિવૉલ્વર લીધી : ‘પણ જે બની ગયું એને આપણે બદલી શકીએ એમ નથી. એટલે આપણે તુરત ...Read More

10

મહોરું - 10

( પ્રકરણ : ૧૦ ) ‘તેની પાસેથી તેનું કલગી નામ-તેની જિંદગી છીનવી લઈને તેની જગ્યાએ અનામિકા નામની યુવતીને ગોઠવી આખરે કોણ છે ?!’ એ જાણવા માટે કલગીએ અનામિકાને જુમીરાહ પાર્કમાં બોલાવી હતી. તે બાંકડા પર બેઠેલી અનામિકા પાસે પહોંચી હતી, તો અનામિકાના પેટમાં ચપ્પુ ખૂંપેલું હતું. ‘આ...આ...’ કલગી કંપતા અવાજે બોલી : ‘...આ શું થઈ ગયું, અનામિકા...? !’ ‘મારા..,’ અનામિકા પીડાથી દબાયેલા અવાજમાં બોલી : ‘... પે..ટમાંથી ચપ્પુ બહાર..’ ‘હા !’ કલગીએ કંપતા હાથે ચપ્પુનો લોહીભીનો હાથો પકડયો અને ચપ્પુ ખેંચી કાઢયું. પીડાના એક ઉંહકારા સાથે અનામિકાએ માથું કલગીના ખભા પર ઢાળ્યું. ‘અનામિકા ! કોણે તને આમ ચપ્પુ માર્યું ...Read More

11

મહોરું - 11

( પ્રકરણ : ૧૧ ) તેના લમણે રિવૉલ્વર મૂકનાર બીજું કોઈ નહિ, પણ અચલ., હા ! તેનો પ્રેમી અચલ હતો, એ જોઈને કલગી ખળભળી ઊઠી હતી. ત્યાં જ અત્યારે કલગીના કાને અવાજ પડયો : ‘મને બચાવો. મને ઉપર ખેંચી લો.’ અને કલગીનું ધ્યાન બાલ્કનીની બહાર, તેનો હાથ પકડીને ઝૂલી રહેલા અચલના સાથી તરફ ખેંચાયું. હવે કલગીને એ તગડા માણસનું વજન પણ વર્તાયું. કલગીના હાથ પરની એ માણસના હાથની પકડ છૂટી ગઈ. ‘અઆાાા...’ની ચીસ સાથે એ માણસ ત્રણ માળ નીચે- જમીન તરફ ફેંકાયો તો કલગીના મોઢેથી પણ ‘નહિઈઈઈ’ની ચીસ નીકળી ગઈ ને એનું મોઢું ખુલ્લુંને ખુલ્લું રહી ગયું. તે જેને ...Read More

12

મહોરું - 12

(પ્રકરણ : ૧ર) ‘તમે લોકોએ જેના રૂપિયા ચોર્યા છે ને, એ હથિયારોના વહેપારી એન્ટોનિયોના માણસો છીએ અમે !’ કરડી આદમીએ પોતાની આંખો ઓર વધુ કરડી કરતાં કહ્યું, અને એ સાથે જ વૅન એક આંચકા સાથે ઉપડી અને પૂરપાટ ઝડપે એન્ટોનિયોના અડ્ડા તરફ દોડી એટલે અત્યારે અચલ અને બુશરાએ બન્નેએ એકબીજા સામે જોયું. બન્નેના ચહેરા પર ભય આવી ગયો હતો, તો કલગી પણ ફફડી ઊઠી હતી. રોકસાના અને એના ઉપરી અધિકારી સમીઉલ સાથે કલગીની એવી વાતચીત થઈ હતી કે, તે અચલ સાથે બૅન્કમાંથી ડૉલર લઈને બહાર નીકળશે કે તુરત જ રોકસાના અને સમીઉલ પોતાના સાથીઓ સાથે ધસી આવશે અને અચલને ...Read More

13

મહોરું - 13

(પ્રકરણ : ૧૩) એન્ટોનિયોએ કલગીને રિવૉલ્વરની ગોળી મારી અને કલગી અધુરી ચીસ સાથે લાશની જેમ જમીન પર પટકાઈ, એટલે અને બુશરા કલગી તરફ જોઈ રહ્યા. કલગી ઊંધા માથે, પત્થરના પૂતળાની જેમ પડી હતી. તેનો જીવ નીકળી ગયો હોય એમ લાગતું હતું. ‘બિચ્ચારી સાવ ભોળી હતી, જો તમારા બન્નેમાંથી કોઈ એકનું નામ બોલી ગઈ હોત તો આમ પહેલા મરી ન હોત અને થોડીક વધુ પળો જીવી શકી હોત.’ એન્ટોનિયોનો અવાજ કાને પડયો, એટલે અચલ અને બુશરાએ એન્ટોનિયો તરફ જોયું. ‘હવે બોલો, તમારા બન્નેમાંથી કોણ પહેલું મરશે ?!’ એન્ટોનિયોએ વારાફરતી અચલ અને બુશરા તરફ રિવૉલ્વરની અણી તાકી. અચલ કે બુશરા કંઈ ...Read More

14

મહોરું - 14 - છેલ્લો ભાગ

(પ્રકરણ : ૧૪) એન્ટોનિયોના અડ્ડા પરથી નીકળેલી ઍમ્બ્યુલન્સ પૂરઝડપે આગળ વધી રહી હતી. ઍમ્બ્યુલન્સમાં બેઠેલી ઈન્ટરપોલની ઑફિસર રોકસાના સામેના પર સફેદ કપડું ઓઢાડેલી હાલતમાં પડેલી કલગી તરફ તાકી રહી હતી. આ રીતના જ થોડીક બીજી પળો વીતી પછી અત્યારે હવે રોકસાનાના ચહેરા પરની ગંભીરતા દૂર થઈ અને તેના હોઠ પર મુસ્કુરાહટ આવી. તેણે હળવેકથી કહ્યું : ‘કલગી ! અત્યારે હવે તું સલામત છે. હવે તું પાછી જીવતી થઈ શકે છે.’ અને તેણે કલગીના મોઢા સુધી ઓઢાડેલું સફેદ કપડું હટાવ્યું. કલગીએ એક ઊંડો શ્વાસ લેતાં આંખો પરની પાંપણો ખોલી. વળી એક લાંબો શ્વાસ લેતાં તે બેઠી થઈઃ ‘રોકસાના, તારા પોલીસવાળા ...Read More