ડૂબતી સંધ્યાનો સુરજ

(55)
  • 40.2k
  • 10
  • 17.2k

મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને સાથે વાદળોના ગડગડાટ અને વીજળીની તો શું વાત જ કરવી ...!? બારે મેઘ ખાંગા થઈને વરસી રહ્યા હતા જાણે જાણે કુદરત પોતાનો કહેર વરસાવી રહી હોય , પાસ પાસે ઉભેલા બે માણસના મોઢા પણ સ્પષ્ટ રીતે ન જોઈ શકાય એવી હાલત હતી અને સુરજ ગરજતા વાદળો અને ઝબુકતી વીજળીની વચ્ચે પોતાના મિત્ર પાસેથી ઉધાર લીધેલા બાઇકને લઈને રસ્તો કાપતો આગળ વધી રહ્યો હતો . વરસાદના મોટા મોટા ફોરા કોઈ ભારે કાંકરીની જેમ શરીર સાથે અથડાતા અને ચામડી પર ઝણઝણાટી ફેલાવતા હતા . આટલા ભારે વરસાદમાં અમદાવાદના એસ.જી. હાઇવે જેવા હંમેશા ભરચક રહેતા રસ્તા પણ જાણે થંભી ગયા હતા . રસ્તા પર એકલ-દોકલ વાહનો ક્યાંય ક્યાંક નજરે ચડતા હતા . આવા મુશળધાર વરસાદમાં સુરજ ધીમે-ધીમે આગળ વધી રહ્યો હતો . થોડી થોડી વારે બાઇકમાં પોતાની આગળ ટાંકી ઉપર પ્લાસ્ટિકની બેગથી લપેટાયેલું એક નાનું બેગ ઠીક કરી રહ્યો હતો , ફરી વરસાદ અને પવનના લીધે એ લપસી જતું અને ફરીવાર એ બેગને સરખું કરતો .

Full Novel

1

ડૂબતી સંધ્યાનો સુરજ - ૧

અર્પણ ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને , મારી મિત્ર-જીવનસાથી ઉર્વીશાને , મારા તમામ વાંચક મિત્રોને . ખૂબ ખૂબ આભાર (૧) રામ મોરી :- મહોતુ , કોફી સ્ટોરીસ જેવી વાર્તાના લેખક અને મોન્ટુ કી બીટુ જેવી ફિલ્મના લેખક કે જેઓ નેશનલ એવોર્ડ વિનર લેખક છે . ખૂબ ખૂબ આભાર શ્રી રામ મોરી સર . (૨) શ્રી મિત્તલ પટેલ :- શ્રી મિત્તલ પટેલ એક સામાજિક કાર્યકર છે . જેમને વિચારતા સમુદાય સમર્થન મંચ નામે NGO ચલાવે છે . શ્રી મિત્તલ પટેલને ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે . 8 માર્ચ 2018ના રોજ રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદના હાથે સર્વોત્તમ એવો ' નારીશક્તિ એવોર્ડ ' મળેલો ...Read More

2

ડૂબતી સંધ્યાનો સુરજ - ૨

વરસાદ હજી ધોધમાર વરસી રહ્યો હતો - બ્રેક વગરની ગાડી જેમ બસ વરસી જ રહ્યો હતો અને સુરજ હજી થોડી થોડી વારે બાઇકની ટાંકી પર પ્લાસ્ટિક બેગ લપેટાયેલું બેગ અવારનવાર સરખુ કરતો હતો . હવે તે અડાલજ ચોકડી પહોંચવાની તૈયારી હતી . જો તમે એસ.જી. હાઇવે પર ચાલ્યા હોય તો તમને ખબર હશે કેમ અડાલજ ચોકડી ની જસ્ટ પહેલા એક નર્મદા કેનાલ આવે છે હવે સુરજ આ નર્મદાની કેનાલ નજીક દેખાઈ રહી હતી. સુરજ જ્યારે એકદમ એ કેનાલની નજીક પહોંચ્યો તો એને જોયું કે કેનાલ ને અડી ને કોઈ ઉભુ હોય એવું દેખાતું હતું ...Read More

3

ડૂબતી સંધ્યાનો સુરજ - ૩

એક તરફ દીકરો ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યો હતો અને બીજી તરફ ઘુમા ગામમાં એના માતાપિતા ગ્રામજનોને મીઠાઈ ખવડાવી રહ્યા . " લો મીઠાઈ ખાવ ... આજે મારા દીકરાને નોકરી લાગવાની છે ... એ કેતો હતો કે મોટો અફસર બનશે ... આપડા ગામનું નામ રોશન કરશે " આમ કહી કહીને સૌને આગ્રહ કરી કરીને મીઠાઈ ખવડાવી રહ્યા હતા . લોકો પણ મોઢે ખૂબ સારું સારું દેખાડતા પરંતુ અંદર જ અંદર ઝલતા હતા કે એમના છોકરા હજી ગામમાં રખડી ખાતા હતા , કંઈ કામ ધંધો કરતા નહીં અને બીજી તરફ આ છોકરો સરકારી અફસર બનવા જઇ ...Read More

4

ડૂબતી સંધ્યાનો સુરજ - ૪

ક્ષિતિજ પરનો સૂર્ય પેલે પાર જવાની તૈયારી હતી , આકાશમાં હજી અમુક અમુક જગ્યાએ કાળા ડિબાંગ વાદળો જોઈ શકાતા . કોઈ કોઈ જગ્યાએ આકાશ આથમના સૂર્યના લીધે રતુંબડું દેખાતું હતું . વૃક્ષો પર પક્ષીઓ કોલાહલ કરી રહ્યા હતા અને સૂરજ ધીમે ધીમે GPSC ભવનમાંથી બહાર આવી રહ્યો હતો . બંને બાજુના બગીચામાં જે પાણી ભરાયું હતું એ ધીમે ધીમે જમીનમાં સોસાઈ રહ્યું હતું. એક સૂરજ હસતા મોઢે ક્ષિતિજની પેલે પાર જઈ રહ્યો હતો જ્યારે બીજો સૂરજ ભારે હૃદયે ઘર તરફ જઈ રહ્યા હતો ! બહાર નીકળી પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી . મહામહેનતે ...Read More

5

ડૂબતી સંધ્યાનો સુરજ - ૫

એક દિવસની વાત છે . સુરજ કંપનીની કેન્ટીનમાં જમી રહ્યો હતો . ત્યાં સામે સમાચાર આવી રહ્યા હતા એન્કર કોઈનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી . " આપણી સાથે આજે એ વ્યક્તિ જોડાયા છે જે થોડા સમયથી મિસ.સુપેરમેન તરીકે ખુબ જાણીતી બની છે. તો ચાલો જાણીએ મિસ.સુપેરમેનના કામ વિશે . " એટલું કહીને કેમેરા એક ખુબસુરત દેખાતી છોકરી પર પડ્યો . જેના મોઢા ઉપર સૌમ્યતા , શીતળતા અને સરળતાના મિશ્ર ભાવો હતા. હાલ આ ભાવો ગર્વ નીચે ઢકાયેલા હતા . એ સુંદર છોકરીએ પહેરેલા સાધારણ વસ્ત્રોમાં પણ એની ખૂબસૂરતી દેખાઈ રહી હતી. હવે એ છોકરીએ બોલવાનું ...Read More

6

ડૂબતી સંધ્યાનો સુરજ - ૬

સુરજ લોહીથી લથબથ હાલતમાં ફર્શ પર પડ્યો હતો . અંદરો અંદર સૂરજની હાલત જોઈ ઘણા માણસો ખુશ હતા અને આ વાતનું દુઃખ પણ હતું કે સૂરજને બધાએ માર્યો , પણ કોઈ ખુલીને વિરોધ કરી શકતા નહોતા . મેનેજરે આદેશના સ્વરમાં કહ્યું " એને હોસ્પિટલ લઇ જાવ અને કાલથી કામ પર આવવાની જરૂર નથી હિસાબ આવતા મહિનાના અંતે આવિને કરી જાય " ટોળાના મારથી વધારે દર્દ સૂરજને એના મેનેજરના શબ્દોથી થઇ રહ્યું હતું . સુરજ જાતે ઉભો થઈને જતો રહ્યો . રસ્તામાં એનો મિત્ર મળ્યો કે જેનું બાઈક લઈને સુરજ એ દિવસે વરસાદમાં ઇન્ટરવ્યૂ આપવા ...Read More

7

ડૂબતી સંધ્યાનો સુરજ - ૭

ઘરમાં આવીને સુરજની માઁ અને ઇમલીએ પાટલા પર બેસાડી એને નવડાવી દીધો . સુરજ હજી પણ જાણે જળ બનીને હતો . કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એક નજરે બેઠો હતો . જાણે આંખ પણ પટપટવાની એને બંધ કરી દીધી હતી . સુરજની માઁ ની આંખો હવે ધીમેધીમે સુકાવા લાગી હતી . સુરજનો બાપ ક્યારનો એને અનાફ-સનાફ સંભળાવી રહ્યો હતો . " મોટો અફસર ના બન્યો તો કંઈ નહીં પણ ખોટું બોલવાની ક્યાં જરૂર હતી આખા ગામમાં નાક કપાયું તારી તો ઇજ્જત જઈ હારે હારે અમારી પણ ઈજ્જત ના રહેવા દીધી એવાતો કયા જનમ ના પાપની સજા આપી ...Read More

8

ડૂબતી સંધ્યાનો સુરજ - ૮

ચોર છે ચોર છે..... ચોર છે ભાઈ ચોર છે " બાકીના કાલ્પનિક પડછાયા એને ઝીલવા લાગે છે. સૂરજ પોતાની બધી તાકાત વાપરીને છેલ્લી વાર પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માંગતો હોય અને ચિલ્લાઇને આખી દુનિયાને જણાવવા માંગતો હોય એમ પાગલ માણસ જેમ બૂમ પાડે છે કે " હુંહુહુ..... ચોરરરર ....નથીથીથીથી. " અને પોતાની જાતને એ દીવાલ પરથી કૂદકો મારી જાણે પાણીમા અંદર પડવાની બસ તૈયારી જ હતી ત્યાં એક કોમળ , મુલાયમ મખમલ જેવા હુંફાળા હાથે સૂરજનો સ્પર્શ કર્યો . સૂરજની છેલ્લીવાર ચિલ્લાઇને ' હું ચોર નથી ' બોલવાની ઘટના અને સૂરજનો હાથ પકડવાની ઘટના ...Read More

9

ડૂબતી સંધ્યાનો સુરજ - ૯

●◆●◆●◆● ૨ વર્ષ પછી ●◆●◆●■● " ગાંધીનગર જિલ્લાના મેયર શ્રી ઉપાધ્યાય સાહેબની મહેરબાનીથી આજે આપણે અહીંયા ભેગા થયા છીએ ..." દૂર મંચ પર હરોળબંધ ખુરશી ગોઠવવામાં આવી હતી . જેમાં અલગ અલગ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને વચ્ચે ગાંધીનગરના મેયર શ્રી ઉપાધ્યાય સાહેબ અને એમની સુપુત્રી બેઠા હતા . એક માણસ મંચ પરથી સતત ઉપાધ્યાય સાહેબ અને અન્ય મંત્રીના વખાણ કરતા થાકતો નહતો . એ માણસ આગળ બોલી રહ્યો હતો . " ઉપાધ્યાય સાહેબે આપડા ગામને દત્તક લીધું છે , અને તેઓ હરએક સંભવ પ્રયાસ કરી રહ્યા છે કે જેથી આપણું ગામ પણ અન્ય શહેર જેમ વિકસિત થાય ...Read More

10

ડૂબતી સંધ્યાનો સુરજ - ૧૦

" આજ જગ્યા એ..... સામે જ્યાં હું ઉભો હતો એજ જગ્યા એ થોડા દિવસો પહેલા એક ડાયનને મેં બચાવી આ શબ્દ સાંભળી સંધ્યા જરા સ્તબ્ધ બની ગઈ . અને જાણે આગળની વાત સાંભળવા આતુર બની ગઈ . સૂરજે આગળ કહ્યું " મેં એને બચાવી , બદલામાં મને શું મળ્યું ? મારી કલાસ વન ઓફિસરની નોકરી છીનવી લીધી , પ્રાઇવેટ કંપનીમાં નોકરી મેળવી જાત મહેનતથી આગળ આવ્યો , ત્યાં પણ લોકોની ઇર્ષાએ મને ચોરીના આરોપમાં ફસાવી માર માર્યો . જે ગામને એક અત્યાધુનિક સુવિધાથી સજ્જ બનાવવાનું , જીવનધોરણ ઊંચું લાવવાનું સ્વપ્ન જોયું હતું એજ ગામના લોકોએ ગધેડા પર ...Read More